Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અધ્યયન-૨૯ : ટિપ્પણ ૬૭-૬૮
પર્યાયોની વિશુદ્ધિ જ અભિપ્રેત છે. વા-સાધારણ દર્શન-પર્યાયોની વિશુદ્ધિ વડે સુલભ-બોધિતા પ્રાપ્ત થાય છે અને દુર્લભબોષિતા ક્ષીણ થાય છે.
સમ્યક્ત્વ-પરાક્રમ
કાયાને સંયમની વિવિધ પ્રવૃત્તિઓ (ચારિત્રોપાસનામાં) લગાડવાથી ચારિત્રના પર્યાયો વિશુદ્ધ થાય છે. તેમની વિશુદ્ધિ થતાં-થતાં વીતરાગ-ચારિત્ર પ્રાપ્ત થાય છે અને અંતમાં મુક્તિ.
૬૭. (સૂત્ર ૬૦-૬૨)
પૂર્વવર્તી ત્રણ સૂત્રોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના પર્યાયોની શુદ્ધિને સમધારણાનું પરિણામ બતાવવામાં આવેલ છે અને આ ત્રણ સૂત્રોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંપન્ન થવાનું પરિણામ બતાવવામાં આવ્યું છે.
૭૪૭
જ્ઞાન-સમ્પન્નતા—અહીં જ્ઞાનનો અર્થ ‘શ્રુત (શાસ્ત્રીય) જ્ઞાન’ છે. શ્રુત-જ્ઞાન વડે બધા ભાવોનું અધિગમ (જ્ઞાન) થાય છે. આનું સમર્થન નંદી દ્વારા પણ થાય છે.
‘અમિ’ નાં સંસ્કૃત રૂપો બે થઈ શકે છે—‘મિશન' અને ‘બધિામ’.
‘સંધાગિન્ગે’—જે શ્રુતજ્ઞાન-સંપન્ન હોય છે, તેની પાસે સ્વ-સમય અને પર-સમયના વિદ્વાન વ્યક્તિઓ આવે છે અને તેમને પ્રશ્ન પૂછી પોતાના સંશયોનું નિવારણ કરે છે. એ જ દૃષ્ટિએ શ્રુતજ્ઞાનીને ‘સંધાતનીય’ – જન-મિલનનું કેન્દ્ર કહેવામાં આવેલ છે.
શૈલેશી—શૈતેશ શબ્દ શિલા અને શીલ આ બંને રૂપોમાંથી વ્યુત્પન્ન થાય છે ઃ
(૧) ‘fશા’માંથી ‘શૈલ’ અને ‘શૈલ-શ’ એટલે ‘શૈતેશ' થાય છે. શૈલેશ અર્થાત્ મેરુ-પર્વત. શૈલેશની માફક અત્યંત સ્થિર અવસ્થાને શૈલેશી અવસ્થા કહેવાય છે. ‘મેતેસી’નું એક સંસ્કૃત રૂપ ‘શૈતર્ષિ’ પણ કરવામાં આવેલ છે. જે ઋષિ શૈલની માફક સુસ્થિર હોય છે, તે શૈલર્ષિ કહેવાય છે.
(૨) શીલનો અર્થ સમાધાન છે. જે વ્યક્તિને પૂર્ણ સમાધાન મળી જાય છે—પૂર્ણ સંવરની ઉપલબ્ધિ થઈ જાય છે, તે ‘શીલનો ઈશ’ થાય છે. શીત+રંશ-શીતેશ. શીલેશની અવસ્થાને શૈલેશી કહેવામાં આવે છે.
૬૮. (સૂત્ર ૬૩-૭૧)
ઈન્દ્રિય-નિગ્રહના આલાપકના બે પદો વિશેષ મનનીય છે—‘તધ્વજ્વÄ માં ન બંધ’ તથા ‘પુર્વ્યવહૂં ચ નિષ્તરે. આ પદો સ્વભાવ-પરિવર્તનનાં સૂત્રો છે. ઈન્દ્રિયો રાગ-દ્વેષની ઉત્પત્તિનાં કારણો છે. રાગ અને દ્વેષ મોહ-કર્મની પ્રકૃતિઓ છે. શ્રોત્રેન્દ્રિયનો અસંયમ મનોજ્ઞ શબ્દ પ્રત્યે રાગ ઉત્પન્ન કરે છે અને અમનોજ્ઞ શબ્દ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરે છે. આ રીતે શ્રોત્રેન્દ્રિય કર્મ-બંધનો હેતુ બની જાય છે. આ પરંપરા નિરંતર ચાલુ રહે છે. શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરવાથી ‘તત્ત્વજ્વયં’–શ્રોત્રેન્દ્રિય નિમિત્તે થનાર કર્મ-બંધ અટકી જાય છે અને અતીતમાં શ્રોત્રેન્દ્રિય નિમિત્તે જે કર્મ-બંધ થયો હોય તેની નિર્જરા થઈ જાય છે.
પ્રસ્તુત આલાપકમાં ‘તવ્વન્દ્વયં માં ન વંધ' એટલો પાઠ છે. કષાય-વિજયના આલાપકમાં સંબદ્ધ કષાયનો નામોલ્લેખ મળે છે–‘જોવેર્યાİ માં ન બંધ', ‘માળવેળાં માં ન બંધ', ‘માયાવેયળિાં જમ્મુ ન બંધ', 'लोभवेयणिज्ज कम्मं न बंधइ'.
૧.
नंदी, सूत्र १२७ : तत्थ दव्वओ णं सुयनाणी उवउत्ते सव्वदव्वा जाणड़ पासइ, खेत्तओ णं सुयनाणी उवउत्ते सव्वं खेत्तं जाणइ पासइ, कालओ णं सुयनाणी उवउत्ते सकलं जाणड़ पास, भावओ णं सुयनाणी उवउत्ते सव्वे भावे जाणइ पासइ ।
Jain Education International
૨.
૩.
बृहद्वृत्ति, पत्र ५६३ : स्वसमयपरसमययोः संघातनीयःप्रमाणपुरुषतया मीलनीयः स्वसमयपरसमयसंघातनीयो भवति इह च स्वसमयपरसमयशब्दाभ्यां तद्वेदिनः पुरुषा उच्यन्ते तेष्वेव संशयादिव्यवच्छेदाय मीलनसंभवात् ।
(ક) વિશેષાવશ્ય ભાષ્ય, ૩૬૮૨-૩૬૮૬ I (ખ) વૃત્તવૃત્તિ, પત્ર ૧૩ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org