Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૭૫૧
અધ્યયન-૨૯: ટિપ્પણ ૭૨
અભયદેવસૂરિ અનુસાર મુક્ત-જીવ અંતરાલવર્તી આકાશ-પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ ઉપર ચાલ્યો જાય છે. જો અંતરાલવર્તી આકાશ-પ્રદેશોનો સ્પર્શ કરતાં-કરતો તે ઉપર જાય તો એક સમયમાં તે ત્યાં પહોંચી જ શકે નહિ. આના આધારે અસ્પૃશદ્ગતિનો અર્થ થશે–“અંતરાલવર્તી આકાશ-પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના મોક્ષ સુધી પહોંચનાર.”
આવશ્યક ચૂર્ણિ અનુસાર અસ્પૃશદ્-ગતિનો અર્થ એવો થશે કે મુક્ત-જીવ બીજા સમયનો સ્પર્શ નથી કરતો, એક સમયમાં જ મોક્ષ-સ્થાન સુધી પહોંચી જાય છે. પરંતુ આ સમi fami' પાઠની ઉપસ્થિતિમાં આ અર્થ અહીં અભિપ્રેત નથી.
શાન્તાચાર્ય અને અભયદેવસૂરિ દ્વારા કરાયેલ અર્થ આ પ્રમાણે છે–(૧) મુક્ત-જીવ સ્વાવગાઢ આકાશ-પ્રદેશો ઉપરાંત પ્રદેશોનો સ્પર્શ નહિ કરતાં ગતિ કરે છે અને (૨) અંતરાલવર્તી આકાશ-પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ ગતિ કરે છે. આ બંનેય અર્થ ઘટી શકે છે.
ઉપયોગ બે પ્રકારનો હોય છે-(૧) સાકાર અને (૨) અનાકાર. જીવ સાકાર-ઉપયોગ અર્થાત જ્ઞાનની ધારામાં જ મુક્ત થાય છે.
__ औपपातिक, सूत्र १८२, वृत्ति पृ. २१६ : अस्पृशन्तीसिद्ध्यन्तरालप्रदेशान् गतिर्यस्य सोऽस्पृशद्गतिः, अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिः, इष्यते च तत्रैक एव समयः, य एव चायुष्कादिकर्मणां
क्षयसमयः स एव निर्वाणसमयः, अतोऽन्तराले समयान्तरस्यामावादन्तरालप्रदेशानामसंस्पर्शनमिति । आवश्यकचूर्णि : अफुसमाणगती बितियं समयं ण फुसति । (fમઘાન નેત્ર, મા ૨,પૃ. ૬૭૬)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org