Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
તપસ્યા મોક્ષનો માર્ગ છે. તેનાથી તપસ્વીની મોક્ષ તરફ ગતિ થાય છે – આ આ અધ્યયનનો પ્રતિપાદ્ય વિષય છે. એટલા માટે આ અધ્યયનનું નામ ‘તવમા’ - ‘તો-માર્ગ-ગતિ' છે.
પ્રત્યેક સંસારી જીવ પ્રતિક્ષણ કંઇને કંઇ પ્રવૃત્તિ અવશ્ય કરે છે. જ્યારે તે અક્રિય થાય છે ત્યારે તે મુક્ત બની જાય છે. જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં કર્મ-પુદ્ગલોનું આકર્ષણ અને નિર્ઝરણ થાય છે. પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે - શુભ અને અશુભ. શુભ પ્રવૃત્તિથી અશુભ કર્મોનું નિર્જરણ અને શુભ-કર્મ (પુણ્ય)નો બંધ થાય છે. અશુભ પ્રવૃત્તિથી અશુભ-કર્મ(પાપ)નો બંધ થાય
છે.
તપસ્યા કર્મ-નિર્ઝરણનું મુખ્ય સાધન છે. તેનાથી આત્મા પવિત્ર થાય છે.
ભારતીય સાધના-પદ્ધતિમાં તપસ્યાનું મુખ્ય સ્થાન રહ્યું છે. જૈન અને વૈદિક મનીષિઓએ તેને સાધનાનું અપરિહાર્ય અંગ માન્યું છે. બૌદ્ધ તત્ત્વ-દેષ્ટા તે બાબતમાં ઉદાસીન રહ્યા છે.
મહાત્મા બુદ્ધ પોતાની સાધનાનાં પ્રથમ ચરણમાં ઉગ્ર તપસ્વી હતા. તેમણે કેટલાય વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી, પરંતુ જ્યારે તેમને સફળતા ન મળી ત્યારે તેમણે તેને પોતાની સાધનામાં સ્થાન ન આપ્યું.
જૈન-સાધના અનુસાર તપસ્યાનો અર્થ કાય-ક્લેશ કે ઉપવાસ જ નથી. સ્વાધ્યાય, ધ્યાન, વિનય વગેરે બધા તપસ્યાના વિભાગો છે.
કાય-ક્લેશ અને ઉપવાસ અકરણીય નથી અને તેમની બધાં માટે કોઇ સમાન મર્યાદા પટ્ટા નથી. પોતાની રુચિ અને શક્તિ અનુસાર જે જેટલું કરી શકે તેના માટે તેટલું જ વિહિત છે.
જૈન-દષ્ટિએ તપસ્યા બે પ્રકારની છે – બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપના છ પ્રકાર છે
૧.
૧. અનશન
૫. કાય-ફ્લેશ
૨. અવમોરિકા
૬. પ્રતિસંલીનતા.
તેમના આચરણ વડે દેહાધ્યાસ છૂટી જાય છે. દેહાસક્તિ સાધનાનું વિઘ્ન છે, એટલા માટે મનીષિઓએ દેહના મમત્વત્યાગનો ઉપદેશ આપ્યો છે. શરીર ધર્મ-સાધનાનું સાધન છે, એટલા માટે તેની નિતાંત ઉપેક્ષા પણ કરી શકાતી નથી. દેહાસક્તિ વિલાસિતા અને પ્રમાદને જન્મ આપે છે. પરંતુ ધર્મ-સાધના માટે દેહની સુરક્ષા કરવી પણ નિતાંત અપેક્ષિત છે. જૈન મુનિનું ‘વોસદુપત્તવેઢે’ – આ વિશેષણ દેહાસક્તિના ત્યાગનું પરિચાયક છે.
૧-૨. અનશન અને અવમોરિકા વડે ભૂખ અને તરસ ઉપર વિજય મેળવવા તરફ ગતિ થાય છે.
-
૫.
૩-૪. ભિક્ષાચર્યા અને રસ-પરિત્યાગ વડે આહારની લાલસા મર્યાદિત બને છે, જીભની લોલુપતા નાશ પામે છે અને નિદ્રા, પ્રમાદ, ઉન્માદ વગેરેને પ્રોત્સાહન મળતું નથી.
૬.
૩. ભિક્ષાચર્યા
૪. રસ-પરિત્યાગ
उत्तराध्ययन निर्युक्ति, गाथा ५१३ : दुविहतवमग्गगई, वन्निज्जइ जम्ह अज्झयणे ।
तम्हा एअज्झयणं, तवमग्गगइ त्ति नायव्वं ॥
Jain Education International
કાય-ક્લેશ વડે સહિષ્ણુતાનો વિકાસ થાય છે, દેહમાં ઉત્પન્ન થનારાં દુઃખોને સમભાવથી સહન કરવાની વૃત્તિ પેદા થાય છે.
પ્રતિસંલીનતા વડે આત્માનાં સાન્નિધ્યમાં રહેવાનો અભ્યાસ વધે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org