Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
જેથી પરિણામ પોતાની જાતે જ ત્યક્ત થઈ જશે.
૪૦. (સૂત્ર ૩૧)
સંગ અને અસંગ–આ બે શબ્દો સમાજ અને વ્યક્તિના સૂચક છે. અધ્યાત્મની ભાષામાં સમુદાય-જીવી તે હોય છે, જેનું મન સંગસક્ત (અનેકતામાં લિક) હોય છે અને વ્યક્તિ-જીવી અથવા એકલો તે હોય છે જેનું મન અસંગ હોય છે—કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં લિપ્ત નથી હોતું. આ જ તથ્યના આધારે એમ કહી શકાય છે કે અસંગ મનવાળો સમુદાયમાં રહીને પણ એકલો રહે છે અને સંગ-લિપ્ત મનવાળો એકાંતમાં રહીને પણ સમુદાયમાં રહે છે.
કહેવામાં આવે છે કે ચિત્ત ચંચળ છે, અનેકાગ્ર છે. તે કોઈ એક અગ્ર (લક્ષ્ય) ૫૨ ટકતું નથી. પરંતુ આ માન્યતામાં થોડુંક પરિવર્તન કરવાની જરૂર છે. ચિત્ત પોતે પોતાની જાતે ચંચળ કે અનેકાગ્ર નથી. તેને આપણે અનેક વિષયોમાં બાંધી દઈએ છીએ, ત્યારે તે સંગ-લિપ્ત બની જાય છે અને આ સંગલિપ્તતા જ તેની અનેકાગ્રતાનું મૂળ છે. અનાસક્ત મન ક્યારેય ચંચળ નથી હોતું અને આસક્તિ રહેતાં તેને એકાગ્ર કરી શકાતું નથી. નિષ્કર્ષની ભાષામાં કહી શકાય કે જેટલી આસક્તિ તેટલી અનેકાગ્રતા, જેટલી અનાસક્તિ તેટલી એકાગ્રતા, પૂર્ણ અનાસક્તિ એટલે મનનું અસ્તિત્વ સમાપ્ત.
જૈન આગમોમાં મુનિનું એક વિશેષણ છે—અપ્રતિબદ્ધ વિહારી. મુનિની સમગ્ર જીવનચર્યા અપ્રતિબદ્ધ હોય છે, વ્યક્તિવિશેષ કે સ્થાન-વિશેષ સાથે પ્રતિબદ્ધ નથી હોતી. પ્રસ્તુત સૂત્રનો આ જ પ્રતિધ્વનિ છે. પ્રતિબદ્ધતા આસક્તિ છે. તે વ્યક્તિને બાંધે છે, મનને વ્યગ્ર બનાવે છે. દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે—‘ગમે તે વા નારે વ તેને । મમત્તમાત્રં 7 હિં વિ ના ’ (ચૂલિકા ૨૮)
૪૧. વિવિક્ત-શયનાસન (વિવિત્તસયાસ)
૭૩૮
બાહ્ય-તપનો છઠ્ઠો પ્રકા૨ વિવિક્ત-શયનાસન છે. ત્રીસના અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે–એકાંત, આવાગમનરહિત અને સ્ત્રી-પશુ-વર્જિત સ્થાનમાં શયનાસન કરવાનું નામ વિવિક્ત-શયનાસન છે. બૌદ્ધ-સાહિત્યમાં વિવિક્ત-સ્થાનના નવ પ્રકાર બતાવવામાં આવ્યા છે—(૧)અરણ્ય, (૨) વૃક્ષ-મૂળ, (૩) પર્વત, (૪) કંદરા, (૫) ગિરિ-ગુફા, (૬) સ્મશાન, (૭) વન-પ્રસ્થ, (૮) અભ્યવકાશ અને (૯) પરાળ-પુંજ.૨
એકાંત શયનાસન કરનારાઓનું મન આત્મલીન થઈ જાય છે, એટલા માટે તેને ‘સંલીનતા’ પણ કહેવામાં આવે છે. બૌદ્ધ પિટકોમાં એકાંતવાસને માટે ‘પ્રતિ-સંલયન’ શબ્દ પણ વપરાય છે.' ઔપપાતિકમાં વિવિક્ત-શયનાસન માટે ‘પ્રતિસંલીનતા'નો પ્રયોગ થયો છે." આ રીતે પ્રાચીન સાહિત્યમાં એકાંત-સ્થાન કે કામોત્તેજક ઇન્દ્રિય-વિષયોથી રહિત સ્થાનને માટે વિવિક્ત-શયનાસન-સંલીનતા, પ્રતિ-સંલયન અને પ્રતિ-સંલીનતા—આ શબ્દો પ્રયોજાતા રહે છે.
અધ્યયન-૨૯ : ટિપ્પણ ૪૦-૪૩
૪૨. પૌષ્ટિક આહારનું વર્જન કરનાર (વિવિત્તાદારે)
ઘી, દૂધ, માખણ વગેરે વિકૃતિઓ છે. તેમનાથી રહિત આહાર વિવિક્ત આહાર છે. તાત્પર્યાર્થમાં આ પૌષ્ટિક આહારનો નિષેધ છે."
૪૩. એકાંતમાં રત (પાંતર)
૧.
૨.
આનો અર્થ છે—એકાંત સ્થાનમાં રત રહેનાર. પ્રાચીન પરંપરા અનુસાર એકાંત સ્થાન ત્રણ માનવામાં આવે છે—સ્મશાન, વૃક્ષ-મૂળ અને નિસીહિયા—નિષદ્યા. આ સ્થાનો ધ્યાન-સ્વાધ્યાય માટે બાધા-રહિત ગણાતા હતા. ખારવેલના શિલાલેખમાં
૩.
उत्तरज्झयणाणि, ३० । २८ ।
विशुद्धिमग्ग दीपिका, पृ. १५५ : 'विवित्तमासनं'
ति अर रुक्खमूलं ति आदि नवविधं सेनासनं । उत्तरज्झयणाणि, ३० |८|
Jain Education International
૪.
૫.
૬.
યુદ્ધવર્યાં, પૃ. ૪૬૧ ।
ઓપપાતિજ, સૂત્ર ૧૧ ।
વૃત્તવૃત્તિ, પત્ર ૧૮૭ : વિવિત્તો—વિત્યાવિહિત આહાર: ।
For Private & Personal Use Only
www.jainelibrary.org