Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સમ્યક્ત-પરાક્રમ
૭૩૭
અધ્યયન-૨૯: ટિપ્પણ ૩૬-૩૯
૩૬. (સૂત્ર ૨૫)
શ્રુતની આરાધનાનાં બે ફળ બતાવવામાં આવ્યાં છે–અજ્ઞાનનો ક્ષય અને સંક્લેશનો અભાવ, વ્યક્તિ જ્યારે શ્રતની આરાધના કરે છે ત્યારે તેના બધા સંશયો દૂર થઈ જાય છે, અજ્ઞાન નાશ પામે છે. કેમ કે નિરંતર સ્વાધ્યાય કરતા રહેવાથી તથા શબ્દોની મીમાંસા અને વિમર્શ કરતા રહેવાથી વિશિષ્ટ તત્ત્વોની પ્રાપ્તિ થાય છે, જાણકારી વધે છે.
અજ્ઞાનને કારણે આગ્રહ અને રાગ-દ્વેષ વધે છે. તેનાથી ચિત્ત સંક્લિષ્ટ રહે છે. જયારે વ્યક્તિને તત્ત્વની પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારે સમગ્ર સંક્લેશ મટી જાય છે. વૃત્તિકારે એક પ્રાચીન ગાથા ઉદ્ધત કરી છે :
जह जह सुयमो( मव )गाहइ अइसयरसपसरसंजुयमपुव्वं ।
तह तह पल्हाइ मुणी णवणवसंवेगसद्धाए ॥ સાધક જેમ-જેમ મૃતનું અવગાહન કરે છે, જ્ઞાનની ઊંડાઈઓમાં જાય છે તેમ-તેમ તેને અતિશય રસ પડે છે અને તેને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. તેનામાં સંવેગના નવા-નવા આયામો ઊઘડે છે અને તેની માનસિક પ્રસન્નતા અત્યધિક વધી જાય છે.' ૩૭. (સૂત્ર ૨૬)
આ સૂત્રમાં એકાગ્ર મનની સ્થાપના (મનને એક અગ્ર–આલંબન ઉપર સ્થિર કરવું)નું પરિણામ “ચિત્ત-નિરોધ’ બતાવવામાં આવેલ છે. ત્રેપનમાં સૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે મન-ગુપ્તિ વડે એકાગ્રતા પ્રાપ્ત થાય છે. તેનાથી મનની ત્રણ અવસ્થાઓ ફલિત થાય છે–(૧) ગુપ્તિ, (૨) એકાગ્રતા અને (૩) નિરોધ.
મનને ચંચળ બનાવનાર હેતુઓથી તેને બચાવવું–સુરક્ષિત રાખવું તે ‘ગુતિ’ કહેવાય છે. વ્યય-વિષયક જ્ઞાનની એકતાનતા ‘એકાગ્રતા' કહેવાય છે. મનની વિકલ્પ-શૂન્યતાને “નિરોધ કહેવામાં આવે છે.
મહર્ષિ પતંજલિએ ચિત્તનાં ચાર પરિણામો બતાવ્યાં છે–(૧) વ્યુત્થાન, (૨) સમાધિ-પ્રારંભ, (૩) એકાગ્રતા અને (૪) નિરોધ. અહીં એકાગ્રતા અને નિરોધ તુલનીય છે. ૩૮. (સૂત્ર ૨૭-૨૯)
સ્થાનાંગમાં ઉપાસનાનાં દસ ફળ બતાવવામાં આવ્યાં છે. તેમાંથી સંયમ અને અનાગ્નવ (અનાશ્રવ), તપ અને વ્યવદાન તથા અક્રિયા અને સિદ્ધિનો કાર્ય-કારણ-માળાના રૂપમાં ઉલ્લેખ છે. બૌદ્ધ-દર્શનમાં બાવીસ ઇન્દ્રિયો માનવામાં આવી છે. તેમાં શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા આ પાંચ ઇન્દ્રિયો તથા અજ્ઞાતમાશાસ્વામીન્દ્રિય, આન્દ્રિય અને અજ્ઞાતીવીન્દ્રિય આ ત્રણ અંતિમ ઇન્દ્રિયો વડે વિશુદ્ધિનો લાભ થાય છે, એટલા માટે તેમને વ્યવદાનના હેતુરૂપ માનવામાં આવેલ છે. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાના બળ વડે ક્લેશનું વિખંભન અને આર્ય-માર્ગનું આવહન થાય છે. અંતિમ ત્રણ ઇન્દ્રિયઅનાગ્નવ છે. નિર્વાણાદિના ઉત્તરોત્તર પ્રતિલાભમાં તેમનું આધિપત્ય છે. વ્યવદાનનો અર્થ ‘કર્મ-ક્ષય' અથવા ‘વિશુદ્ધિ છે. અહીં નિર્જરાના સ્થાને તેનો પ્રયોગ થયો છે. ૩૯. (સૂત્ર ૩૦)
ઉત્સુકતા, નિર્દયતા, ઉદ્ધત મનોભાવ, શોક અને ચારિત્ર-વિકાર–આ બધાનું મૂળ સુખની આકાંક્ષા છે. તેને છોડીને કોઈ પણ વ્યક્તિ અનુત્સુક, દયાળુ, ઉપરાંત, અશોક અને પવિત્ર આચરણવાળો બની શકે છે. ઉત્સુકતા વગેરે સુખની આકાંક્ષાનાં પરિણામ છે. તેઓ કારણના રહેતાં છતાં પરિત્યક્ત થતા નથી. આવશ્યક એ છે કે કારણના ત્યાગનો પ્રયત્ન કરવામાં આવે,
૧. ૨.
વૃદત્ત, પત્ર ૧૦૬ . પતિન્નત્રયોન, રૂ ૧; રૂા ૧૨૫
૩. ૪.
હા, રૂT૪૨૮૫ વૌદ્ધ થi-વન, પૃ. ૩૨૮-૩૨૬I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org