Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૬૪૨
અધ્યયન-૨૬ : ટિ. ૧૭-૧૮
ઊર્ધ્વ અર્થાત્ વસ્ત્રને ત્રાંસુ ફેલાવીને.' કુલા ઊંચા રાખીને પગના બળે બેસવું તે ઊકડૂ આસન કહેવાય છે.
અહીં ‘વસ્ત્ર' શબ્દ ઉત્તરીય વગેરે વસ્ત્રના અર્થમાં પ્રયુક્ત છે. આની પહેલાં ૨૩મા શ્લોકમાં જે વસ્ત્ર શબ્દ છે તે પાત્રના ઉપકરણ–પટલના અર્થમાં પ્રયુક્ત છે. આ બધાની પ્રતિલેખનાની રીત એક જેવી જ છે. ૧૭. વસ્ત્રની દૃષ્ટિથી અલક્ષિત વિભાગ ન કરે (UTUવધિ)
અનુબંધનો અર્થ છે–નિરંતરતા. જે નિરંતરતાથી યુક્ત હોય છે તે અનુબંધિ કહેવાય છે. જે વસનું પ્રતિલેખન કરવામાં આવી રહ્યું છે તેના પર નિરંતર દૃષ્ટિ હોવી જોઈએ. અનાનુબંધીનું તાત્પર્ય છે–વસનો કોઈ પણ ભાગ દૃષ્ટિથી અલક્ષિત ન રહેવો જોઈએ. ૧૮. (શ્લોક ૨૪-૨૮)
૨૪મા શ્લોકમાં પ્રતિલેખનાના ત્રણ અંગો બતાવાયાં છે(૧) પ્રતિલેખના–વસ્ત્રોને આંખોથી જોવા. (૨) પ્રસ્ફોટના-ઝાટકવું. (૩) પ્રમાર્જના–પ્રમાર્જના કરવી, વસ્ત્ર પર જીવ-જંતુ હોય તો તેમને હાથમાં લઈ યતનાપૂર્વક એકાંતમાં છોડી દેવાં.
૨૫મા શ્લોકમાં અનર્તિત વગેરે છ પ્રકાર બતાવવામાં આવ્યાં છે. તે સ્થાનાંગ (૬૪૬) અનુસાર અપ્રમાદ-પ્રતિલેખનાના પ્રકારો છે. તેમાં ‘ડોસતી શબ્દ મુશલ ઉપરથી ઉત્પન્ન થયેલ છે. અનાજ ખાંડતી વખતે મુશલ જેવી રીતે ઉપર નીચે અને તિરછું જાય છે તેવી રીતે વસ્ત્રને ન લઈ જવું જોઈએ. “પુરમ (પૂર્વ) શબ્દનો રૂઢ અર્થ છે-“વસ્ત્રની બંને બાજુ ત્રણ-ત્રણ વિભાગ કરી તેને ઝાટકવું.”
gટનો અર્થ છે–સ્ફોટન ‘પ્રમાર્જન’. તે દરેક પૂર્વમાં ત્રણ-ત્રણ વાર કરવામાં આવે છે. એ રીતે એક ભાગમાં નવ ખોટક થાય છે, બંનેમાં મળી અઢાર.
૨૬મા શ્લોકમાં આભટા વગેરે છ પ્રકારો બતાવાયા છે. તે સ્થાનાંગ (૬l૪૫) અનુસાર પ્રમાદ પ્રતિલેખનાના પ્રકારો છે. તેમાં વેદિકાના પાંચ પ્રકાર છે–
(૧) ઊર્વેદિકા–બંને ઘૂંટણો ઉપર હાથ રાખી પ્રતિલેખના કરવી. (૨) અધોવેદિકા–બંને ઘૂંટણોની નીચે હાથ રાખી પ્રતિલેખના કરવી. (૩) તિર્યક્વેદિકા–બંને ઘૂંટણની વચ્ચે હાથ રાખી પ્રતિલેખના કરવી. (૪) ઉભયવેદિકા–બંને ઘૂંટણોને બંને હાથની વચ્ચે રાખી પ્રતિલેખના કરવી. (૫) એકવેદિકા–એક ઘૂંટણને બંને હાથની વચ્ચે રાખી પ્રતિલેખના કરવી.
દૃષ્ટિનાખવી, છ પૂર્વ કરવા-છવારઝાટકવું અને અઢાર ખોટક કરવા–અઢાર વાર પ્રમાર્જન કરવું–આ રીતે પ્રતિલેખનાના (1 + ૬ + ૧૮) ૨૫ પ્રકાર થાય છે. * १. बृहद्वृत्ति, पत्र ५४० : ऊर्ध्वं कायतो वस्त्रतश्च, तत्र कायत उ. बृहद्वृत्ति, पत्र ५४१ : अनुबन्धेन-नैरन्तर्यलक्षणेन उत्कु टुकत्वेन स्थितत्वात्, वस्त्रतश्च तिर्यक् प्रसा
युक्तमनुबन्धिन तथा, कोऽर्थः? अलक्ष्यमाणविभागं यथा न रितवस्त्रत्वात्, उक्तं हि-उक्कुडुतो तिरियं पेहे जह विलित्तो। મતિ એજન, પત્ર ૫૪૦ : વસ્ત્ર પવરૂપ નાતાવૈવરને, ૪. (ક) વૃત્તિ , પત્ર ૧૪૦-૧૪૨ | पटलकप्रक्रमेऽपि सामान्यवाचकवस्त्रशब्दाभिधानं (ખ) થાનાં, ૬ / ૪૯ વૃત્તિના वर्षाकल्पादिप्रत्युपेक्षणायामप्ययमेव विधिरिति ख्यापनार्थम्।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org