Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
અધ્યયન-૨૮ : ટિ.૧૧
નૈયાયિકોએ કાળને નિત્ય માન્યો છે પરંતુ મધ્વાચાર્યે કાળનું પ્રકૃતિથી ઉત્પન્ન થવાનું અને તેમાં જ લય થવાનું માન્યું છે. પ્રલય-કાળમાં પણ કાળની ઉત્પત્તિ માનવામાં આવે છે અને એટલા માટે કાળનો આઠમો ભાગ ‘પ્રલય-કાળ’ કહેવાય છે. કાળમાં પણ કાળ હોય છે—જેમ કે ‘વાનીં પ્રાત: જાત:’. અહીં રૂવોઁ કાળ-વાચક છે. કાળ સહુનો આધાર છે. અનિત્ય હોવા છતાં પણ કાળનો પ્રવાહ નિત્ય છે. તે બધા કાર્યોની ઉત્પત્તિનું કારણ પણ છે.૪
પૂર્વ મીમાંસાના સમર્થ વ્યાખ્યાકાર પાર્થસારથી મિશ્ર શાસ્ત્રદીપિકાની યુક્તિસ્નેહપ્રપૂરણી સિદ્ધાંતચન્દ્રિકામાં કાળ-તત્ત્વ વિષયક માન્યતા સ્પષ્ટ કરતાં વૈશેષિક દર્શનની માન્યતાનો સ્વીકાર કરે છે. માત્ર એક બાબતમાં ભેદ છે—વૈશેષિક કાળને પરોક્ષ માને છે, મીમાંસક પ્રત્યક્ષ માને છે.
સાંખ્ય દર્શનમાં ‘કાળ’ નામક કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તેમના અનુસાર કાળ પ્રાકૃતિક પરિણમન માત્ર છે. જડ જગત પ્રકૃતિનો વિકાર છે. આ વિકાર અને પરિણામના આધારે જ સાંખ્યોએ વિશ્વગત સમસ્ત કાળ-સાધ્ય વ્યવહારોની ઉત્પત્તિ
માની છે.પ
ડૉ. આઈન્સ્ટાઈન અનુસાર આકાશ અને કાળ કોઈ સ્વતંત્ર તથ્ય નથી. તે દ્રવ્ય કે પદાર્થના ધર્મો માત્ર છે. તેમણે વસ્તુનું અસ્તિત્વ ચાર દિશાઓમાં લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈમાન્યું છે. વસ્તુના રેખાગણિત (ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ)માં પ્રસાર આકાશ છે અને તેનો ક્રમાનુગત પ્રસાર કાળ છે. કાળ અને આકાશ બે જુદા-જુદા તથ્ય નથી. જેમ-જેમ બે કાળ વીતે છે તેમ-તેમ તે લાંબો થતો રહ્યો છે. કાળ આકાશ-સાપેક્ષ છે. કાળની લંબાઈની સાથે-સાથે આકાશનો પણ પ્રસાર થઈ રહ્યો છે. એ રીતે કાળ અને આકાશ બંને વસ્તુ-ધર્મ છે.” કાળ અસ્તિકાય નથી, કેમ કે તેનો સ્કંધ કે તિર્યક્ પ્રચય નથી હોતો. કાળના અતીત સમયો નષ્ટ થઈ જાય છે, અનાગત સમયો અનુત્પન્ન હોય છે. એટલા માટે તેનો સ્કંધ નથી હોતો. વર્તમાન સમય એક હોય છે, એટલા માટે તેનો તિર્યક્-પ્રચય નથી હોતો.
દિગંબર-પરંપરા અનુસાર કાલાણુઓની સંખ્યા લોકાકાશની સમાન છે. કાળના વિભાગ
૬૭૮
કાળ ચાર પ્રકારનો હોય છે—
(૧) પ્રમાણકાળ-પદાર્થ માપવાનો કાળ.
(૨) યથાયુર્નિવૃત્તિકાળ
(૩) મરણકાળ—
૧.
૨.
૩.
૪.
(૪) અક્વાકાળ–સૂર્ય, ચંદ્ર વગેરેની ગતિ સાથે જોડાયેલ કાળ.
કાળના અન્ય વિભાગોની જાણકારી માટે જુઓ—અનુયોગદ્વાર, સૂત્ર ૪૧૩-૪૩૩.
૧૧. જીવનું લક્ષણ છે ઉપયોગ (નીવો વોશનવાળો)
સંક્ષેપમાં જીવનું લક્ષણ ‘ઉપયોગ’ છે. ઉપયોગનો અર્થ છે—ચેતનાની પ્રવૃત્તિ. ચેતનાના બે ભેદ છે—(૧) જ્ઞાન અને (૨) દર્શન. તેમના આધારે ઉપયોગના બે રૂપ થાય છે—(૧) સાકાર અને (૨) અનાકાર.
પાર્થસંગ્ર૪, પૃ. ૬૩ ।
मध्वसिद्धान्तसार, पृ. ६३ ।
એજન, પૃ. ૬、 ।
પવાર્થસંગ્રહ, પૃ. ૬પ ।
Jain Education International
જીવનના અવસ્થાનને યથાયુર્નિવૃત્તિકાળ
અને તેના ‘અંત’ને મરણકાળ કહે છે.
૫.
૬.
૭.
૮.
सांख्यप्रवचन, २ । १२ : दिक्कालाकाशादिभ्यः ।
मानव की कहानी, पृ. १२४५ ।
વ્યસંગ્રહ, ૨૨ ।
દાળ, ૪ । ૪ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org