Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૨૯: સમ્યક્ત-પરાક્રમ
૧. (સંવેોઇ .નિબૅU)
સમ્યગુ-દર્શનનાં પાંચ લક્ષણોમાં સંવેગબીજું અને નિર્વેદ ત્રીજું છે. સંવેગનો અર્થ છે “મોક્ષની અભિલાષા" અને નિર્વેદનો અર્થ છે “સંસાર-ત્યાગની ભાવના અથવા કામ-ભોગો પ્રત્યે ઉદાસીન ભાવ'.
શ્રુતસાગરસૂરિએ નિર્વેદના ત્રણ અર્થ કર્યા છે–(૧) સંસાર-વૈરાગ્ય, (૨) શરીર-વૈરાગ્ય અને (૩) મોક્ષ-વૈરાગ્ય. પ્રસ્તુત બે સુત્રોમાં કહેવામાં આવ્યું છે કે સંવેગ વડે ધર્મ-શ્રદ્ધા ઉત્પન્ન થાય છે અને નિર્વેદ વડે વિષય-વિરતિ, આ પરિણામો અનુસાર સંવેગ અને નિર્વેદની ઉક્ત પરિભાષાઓ યથાયોગ્ય છે. કેટલાક આચાર્યો સંવેગનો અર્થ ‘ભવ-વૈરાગ્ય’ અને નિર્વેદનો અર્થ “મોક્ષાભિલાષા’ પણ કરે છે. પરંતુ આ પ્રકરણમાંથી તેવો અર્થ ફલિત થતો નથી. - પાતંજલ યોગદર્શનના વ્યાખ્યાકારોએ “સંવેગ' શબ્દની વ્યાખ્યા અનેક પ્રકારે કરી છે. મિશ્ર અનુસાર સંવેગનો અર્થ વૈરાગ્ય છે. વિજ્ઞાનભિક્ષુ ‘ઉપાયના અનુષ્ઠાનમાં શીવ્રતા'ને સંવેગ કહે છે. ભોજદેવ અનુસાર ક્રિયાનો હેતુભૂત સંસ્કાર જ સંવેગ છે. | વિશુદ્ધિમગ્ન દીપિકા અનુસાર જે મનોભાવ ઉત્તમ વીર્યવાળા આત્માને વેગપૂર્વક કુશલાભિમુખ કરે છે, તે ‘સંવેગ’ કહેવાય છે. આનો અભિપ્રાય પણ મોક્ષાભિલાષાથી જુદો નથી.
સંવેગ અને ધર્મશ્રદ્ધા વચ્ચે કાર્ય-કારણ-ભાવ છે. મોક્ષની અભિલાષા થાય છે ત્યારે ધર્મમાં રુચિ ઉત્પન્ન થાય છે અને જ્યારે ધર્મમાં રુચિ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે મોક્ષની અભિલાષા વિશિષ્ટતર બની જાય છે. જયારે સંવેગ તીવ્ર થાય છે ત્યારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ ક્ષીણ થઈ જાય છે, દર્શન વિશુદ્ધ બની જાય છે.
જેનું દર્શન વિશુદ્ધ બની જાય છે, તેને કર્મનો બંધ થતો નથી. તે તે જ જન્મમાં અથવા ત્રીજા જન્મમાં ચોક્કસ મુક્ત થઈ જાય છે. ‘વંધ' એ વાક્ય પર શાન્તાચાર્યે લખ્યું છે કે અશુભ કર્મનો બંધ થતો નથી.* સમ્યક્ દષ્ટિએ અશુભ કર્મને બંધ નથી થતો, એવું કહી શકાય નહિ. અશુભ યોગની પ્રવૃત્તિ છઠ્ઠા ગુણસ્થાન સુધી સંભવી શકે છે અને કષાય-જનિત અશુભ કર્મનો બંધ દસમા ગુણસ્થાન સુધી થાય છે. એટલા માટે આને એવા રૂપમાં સમજવું જોઈએ કે જેનું દર્શન વિશુદ્ધ બની જાય છે, અનંતાનુબંધી ચતુષ્ક સર્વથા ક્ષીણ થઈ જાય છે, તેને ફરીથી મિથ્યા-દર્શનના કર્મ-પરમાણુઓનો બંધ થતો નથી, કારણ કે મિથ્યાત્વની વિશદ્ધિ થઈ જાય છે, તેનો ક્ષય થઈ જાય છે. તાત્પર્યાર્થ એવો છે કે તે વ્યક્તિ સાયક-સમ્યક્ત પ્રાપ્ત કરી લે છે. ક્ષાયક-સમ્યક્તી દર્શનનો આરાધક હોય છે, તે તે જ જન્મમાં કે ત્રીજા જન્મમાં ચોક્કસપણે મુક્ત થઈ જાય છે. આનો સંબંધ દર્શનની ઉત્કૃષ્ટ આરાધના સાથે છે. જઘન્ય અને મધ્યમ આરાધનાવાળા વધુ જન્મો સુધી સંસારમાં રહી શકે છે, પરંતુ ઉત્કૃષ્ટ આરાધનાવાળાઓ ત્રીજા જન્મનું અતિક્રમણ કરતા નથી. આ તથ્ય ભગવતી (૮૪૫૯) દ્વારા પણ સમર્થિત છે. ગૌતમે પૂછવું–‘ભગવન્! ઉત્કૃષ્ટ દર્શનધારી કેટલા જન્મમાં સિદ્ધ થાય છે?” ભગવાને કહ્યું–‘ગૌતમ ! તે તે જ જન્મમાં સિદ્ધ થઈ જાય છે અને જો તે જન્મમાં ન થાય તો ત્રીજા જન્મમાં ચોક્કસ થઈ જાય છે.”
बृहद्वृत्ति, पत्र ५७७ : संवेगो-मुक्त्यभिलाषः । એજન, પત્ર ૧૭૮ : 'નિર્વન' સામાન્યત:-સંસાવા कदाऽसौ त्यक्ष्यामीत्येवंरूपेण। षट् प्राभृत, पृ. ३६३; मोक्ष प्राभृत ८२ टीका : निर्वेदः संसार-शरीरभोग-विरागता ।
૪. પતંગનયોજન, શ ૨૬, પૃ. ૬૦. ૫. વિદ્ધમ રીપિ૮,g. ૬૮: ‘સંવે'
તિમવિવુિં यं पुग्गलं वेगेन कुशलाभिमुखं करोति । बृहद्वृत्ति, पत्र ५७७ : 'कर्म' प्रस्तावादशुभ-प्रकृतिरूपं વબત્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org