Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સમ્યક્ત-પરાક્રમ
૭૨૯
અધ્યયન-૨૯: ટિપ્પણ ૨-૬
જૈન સાધના-પદ્ધતિનું પહેલું સૂત્ર છે-મિથ્યાત્વ-વિસર્જન અથવા દર્શન-વિશુદ્ધિ. દર્શનની વિશુદ્ધિનો હેતુ સંવેગ છે, જે નૈિસર્ગિક પણ હોય છે અને અધિગમિક પણ સાધનાનું બીજું સૂત્ર છે–પ્રવૃત્તિ-વિસર્જન અથવા આરંભ-પરિત્યાગ. તેનો હેતુ નિર્વેદ છે. જયાં સુધી નિર્વેદ થતો નથી, ત્યાં સુધી વિષય-વિરક્તિ થતી નથી અને તેના વિના આરંભનો પરિત્યાગ થતો નથી. દશવૈકાલિક નિર્યુક્તિમાં ભિક્ષુના સત્તર લિંગ (ચિહ્ન) બતાવવામાં આવ્યા છે, ત્યાં સંવેગ અને નિર્વેદને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.
'यथा यथा समायाति, संवित्तौ तत्त्वमुत्तमम् । तथा तथा न रोचन्ते, विषयाः सुलभा अपि । यथा यथा न रोचन्ते , विषयाः सुलभा आदि ।
तथा तथा समायाति, संवित्तौ तत्त्वमुत्तमम् ॥' ૨. ધર્મશ્રદ્ધાથી (ધHસદ્ધાપ)
નિર્વેદનું ફળ છે-કામ-ભોગ અથવા ઈન્દ્રિય-વિષયો પ્રત્યે વૈરાગ્ય. ધર્મ-શ્રદ્ધાનું ફળ છે–પૌદ્ગલિક સુખ પ્રત્યે વૈરાગ્ય. આ બંને પરિભાષાઓમાંથી વૈરાગ્યના બે અર્થ ફલિત થાય છે–(૧) શબ્દ, રૂપ વગેરે પ્રત્યે થનારું વિકર્ષણ, પદાર્થ પ્રત્યે અનાસક્ત-ભાવ, (૨) સુખાત્મક સંવેદન પ્રત્યે વિકર્ષણ. પહેલો વસ્તુગત (બ્રેક્ટિવ) વૈરાગ્ય છે અને બીજો અનુભૂતિગત (સર્જેક્ટિવ) વૈરાગ્ય છે. ૩. વૈષયિક સુખોની (સયાસોશુ)
સુખ અને સાતા–આ બે શબ્દો છે. સુખ શબ્દ વ્યાપક છે. તે પૌલિક અને આત્મિક–બંને પ્રકારનું હોય છે. સાતા પૌદ્ગલિક હોય છે.
વૃત્તિમાં સાતાનો અર્થ છે–સાતવેદનીય કર્મ. તેનાથી ઉત્પન્ન કે પ્રાપ્ત સુખોને સાતાસીખ કહેવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે તે શબ્દ સમસ્ત વૈષયિક સુખોનો વાચક છે.' ૪. અગારધર્મગૃહસ્થી (IIRH)
આના બે અર્થ છે(૧) ગૃહસ્થના બાર વ્રતરૂપ ધર્મ-કુવાતíવધે Tધને . (૨) ગૃહસ્થનો આચાર કે કર્તવ્ય.
પ્રસ્તુત પ્રસંગમાં બીજો અર્થ જ સંગત છે. ૫. ગુરુનો અવિનય કે પરિવાદ કરનાર નથી હોતો (૩VIોસાયપાસીત્તે)
આશાતનાનો અર્થ છે–અવજ્ઞા કે અવમાનના. અનન્યાશાતનનો અર્થ છે–ગુરુની અવજ્ઞા ન કરનાર, ગુરુનો પરિવાર ન કરનાર. ૬. (વાસંગનમરિવહુમાયા!)
વર્ણ, સંજવલન, ભક્તિ અને બહુમાન–આ ચારેય વિનય-પ્રતિપત્તિના અંગો છે. વર્ણનો અર્થ છે ‘શ્લાઘા’.૨ કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લોક-એ ચારેય પર્યાય શબ્દો છે. તેઓમાં કંઈક અર્થભેદ પણ છે.
૧.
વૃક્રવૃત્તિ, પત્ર ૧૭૮ : સાતં–સાતવેનીયંતનતત सौख्यानि सातसौख्यानि प्राग्वन् मध्यपदलोपी समासस्तेषु वैषयिकसुखेष्विति यावत् ।
૨. ૩.
એજન, પત્ર ૧૭૨ :વ-સ્નાયT વેનિયં, ૨ ૪ ૬, ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org