Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સમ્યક્ત-પરાક્રમ
૭૩૧
અધ્યયન-૨૯: ટિપ્પણ ૧૧-૧૬
સ્થિતિ અલ્પ થઈ જાય છે અને તેમનો વિપાક મંદ થઈ જાય છે. આ રીતે મોહનીય કર્મ નિર્વીર્ય બની જાય છે. ૧૧. અનાદરને (મપુરક્ષર)
અહીં ‘મપુરક્ષાર'—પુરસ્કાર'નો અર્થ “અનાદર’ કે ‘અવજ્ઞા છે. આ વ્યક્તિ ગુણવાન છે, ક્યારેય ભૂલ નથી કરતીઆ સ્થિતિનું નામ પુરસ્કાર છે. પોતાના પ્રમાદાચરણને બીજાની સામે પ્રસ્તુત કરનાર આનાથી વિપરીત સ્થિતિમાં મુકાય છે, તે જ અપુરસ્કાર છે. ૧૨. અનન્ત વિકાસનો ઘાત કરનાર જ્ઞાનાવરણ વગેરે કર્મોની પરિણતિઓને (૧vidયારૂપwવે)
આત્માના ચાર ગુણો અનંત છે—(૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) વીતરાગતા અને (૪) વીર્ય. તેમનું આવરણ કરતાં પરમાણુઓને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ, સંમોહક પરમાણુઓને મોહ તથા વિઘાતક પરમાણુઓને અંતરાય-કર્મ કહેવામાં આવે છે. વીતરાગતાનો બાધક છે મોહ અને વીર્યનું બાધક છે અંતરાય-કર્મ. તેમની અનંત પરિણતિઓ વડે આત્માના અનંત ગુણો આવૃત, સંમોહિત અને પ્રતિહત થાય છે. ૧૩. (સૂત્ર ૮)
આલોચના, નિંદા અને ગહ–આ ત્રણે પ્રાયશ્ચિત્ત સુત્રો છે. તેમના દ્વારા પ્રમાદ જનિત આચરણનું વિશોધન કરવામાં આવે છે. આલોચનાનો મૂળ આધાર છે–ઋજુતા. માયા, નિદાન (પદ્ગલિક સુખનો સંકલ્પ) અને મિથ્યાદર્શન-શલ્ય – આ ત્રણે સાધનાનાં વિદ્ગો છે. તેઓ સાધકને મોહાસતિ તરફ લઈ જાય છે. આલોચના સાધકને આત્મા તરફ લઈ જાય છે, એટલા માટે તેનાથી માયાત્રિકના કાંટા બહાર નીકળી જાય છે. નિંદા અકૃત પ્રત્યે પશ્ચાત્તાપની ભાવના છે. તેનાથી અકરણીય પ્રત્યે વિરક્તિ જન્મે છે. ગર્તા વડે વ્યક્તિના અહંકારનો વિલય થાય છે. અહંકારથી ગ્રસ્ત વ્યક્તિ ઉદ્ધત ભાવે અનાચરણનું આસેવન કરી નાખે છે. અહંકારનો વિલય થતાં આચરણ સંયત બની જાય છે. ૧૪. સામાયિકથી અસત્યવૃત્તિની વિરતિ (સામા3gi સાવM નો વિડું)
સામાયિક અને સાવદ્યયોગવિરતિમાં કાર્ય-કારણ સંબંધ છે. સાવદ્યયોગવિરતિ કારણ છે, સામાયિક કાર્ય છે. કાર્ય અને કારણ એક સાથે કેવી રીતે હોઈ શકે તેનાં સમાધાનમાં વૃત્તિકારે બતાવ્યું છે કે વૃક્ષ કારણ છે અને છાયા કાર્ય છે, છતાં પણ બંને એક સાથે મળી આવે છે." ૧૫. દર્શન (દર્શનાચાર)ની વિશુદ્ધિ (સંસવિલોહિં)
દર્શનનો અર્થ છે–સમ્યક્ત. પ્રસ્તુત પ્રકરણમાં દર્શનની વિશુદ્ધિનું તાત્પર્ય દર્શનના આચારનું અનુપાલન હોવું જોઈએ. આ ભક્તિયોગનું સૂત્ર છે. દર્શનના આઠ આચારો ૨૮૩૧માં નિર્દિષ્ટ છે. તેમનો સંબંધ દર્શન-વિશુદ્ધિ સાથે છે. સ્તુતિ વડે તીર્થકર પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. તેનાથી દર્શનાચાર પ્રત્યેની આસ્થા સુદઢ બને છે.
વૃત્તિકારે વિશુદ્ધિનો અર્થ નિર્મળ થવું એવો કર્યો છે. સ્તુતિ દ્વારા દર્શનનાં ઉપઘાતી કર્મો દૂર થાય છે. પરિણામે સમ્યક્ત નિર્મળ બની જાય છે. ક્ષાયોપથમિક સભ્યત્વને માટે આ અર્થ ઘટાવી શકાય છે, પરંતુ ક્ષાયિક સમ્યક્તને માટે આ અર્થ ઘટાવી શકાતો નથી, કેમ કે સમ્યક્તનાં ઉપઘાતી કર્મો પહેલાં જ નષ્ટ થઈ જાય છે. ૧૬. (વVIDUT..નિવંઘટ્ટ)
વંદના એક પ્રવૃત્તિ છે. તેમાંથી બે કાર્યો નિષ્પન્ન થાય છે–નીચ ગોત્રનો ક્ષય–આ નિર્જરા છે તથા ઉચ્ચ ગોત્રનો બંધ–આ પુણ્યનો બંધ છે. વંદનાનું મુખ્ય ફળ છે–નિર્જરા અને પ્રાસંગિક ફળ છે–પુણ્ય કર્મનો બંધ. આનાથી એવો સિદ્ધાંત ફલિત થાય १. बृहद्वृत्ति, पत्र ५८० : विरतिसहितस्यैव सम्भवात्, न
कार्यकारणभावदर्शनाद् । चैव तुल्यकालत्वेनानयोः कार्यकारण-भावासम्भव
એજન, પુત્ર ૧૮૦ : રનં સખ્યત્વે, તી વિશુદ્ધિઃइति वाच्यं, केषुचित् तुल्यकालेष्वपि वृक्षच्छायादिवत्
तदुपघातिकर्मापगमतो निर्मलीभवनं दर्शनविशुद्धिः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org