Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૭૩૪
અધ્યયન-૨૯ : ટિપ્પણ ૨૫-૨૭
માર્ગ-ફળનો અર્થ ‘જ્ઞાન” કરવામાં આવ્યો છે. ઉત્તરાધ્યયન (૨૮૨)માં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-આ ચારેયને માર્ગ' કહેલ છે. પ્રાયશ્ચિત્તના પ્રકરણમાં માર્ગનો અર્થ સમ્યક્ત અધિક યોગ્ય છે. પ્રાયશ્ચિત્ત તપસ્યામય હોય છે, એટલા માટે તપ તેનું પરિણામ નથી થઈ શકતું. ચારિત્ર (આચાર-શુદ્ધિ) આ જ સૂત્રમાં આગળ પ્રતિપાદિત છે. બાકી જ્ઞાન અને દર્શન (સમ્યક્ત) બે રહે છે. તેમાં દર્શન “માર્ગ છે અને તેની વિશુદ્ધિથી જ્ઞાન વિશુદ્ધ થાય છે, એટલા માટે તે ‘માર્ગ-ફળ' છે.
આચાર્ય વટ્ટકેરે શ્રદ્ધાન (દર્શન)ને પ્રાયશ્ચિત્તનો એક પ્રકાર માન્યો છે. વૃત્તિકાર વસુનંદિએ તેના બે અર્થ કર્યા છે–(૧) તત્ત્વરુચિનું પરિણામ અને (૨) ક્રોધ વગેરેનો પરિત્યાગ.
સુત્રકારનો આશય એવો છે કે પ્રાયશ્ચિત્ત વડે દર્શનની વિશિષ્ટ વિશુદ્ધિ થાય છે. એટલા માટે જ્ઞાન અને દર્શનને પ્રાયશ્ચિત્ત પણ માની શકાય અને પરિણામ પણ. ૨૫. (સૂત્ર ૧૮)
સત્યની પ્રાપ્તિ તે જ વ્યક્તિને થાય છે જે અભય હોય છે. ભયના હેતુઓ છે–રાગ અને દ્વેષ. તેમના વડે વેર-વિરોધ વધે છે. વેર-વિરોધ થવાથી આત્માની સહજ પ્રસન્નતા નષ્ટ થઈ જાય છે. બધા જીવોની સાથે મૈત્રીભાવ રહેતો નથી. મને ભયથી ભરાઈ જાય છે. આ રીતે વ્યક્તિ સત્યથી દૂર થઈ જાય છે.
જે સત્યને પામવા ઈચ્છે છે, તેના મનમાં રાગ-દ્વેષની ગાંઠ તીવ્ર નથી હોતી. તે સહુની સાથે મૈત્રીભાવ રાખે છે. તેનો આત્મા સહજ પ્રસન્નતાથી પરિપૂર્ણ હોય છે. તેનાથી પ્રમાદવશ કોઈ અનુચિત વ્યવહાર થઈ જાય છે તો તે તરત તેના માટે પશ્ચાત્તાપ જાહેર કરી દે છે—ક્ષમા માગી લે છે. જે વ્યક્તિમાં પોતાની ભૂલને માટે પશ્ચાત્તાપ વ્યક્ત કરવાની ક્ષમતા હોય છે. તેનામાં જ સહજ પ્રસન્નતા, મૈત્રી અને અભય–આ બધાં વિકસિત થાય છે. ૨૬. (સૂત્ર ૧૯)
સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે– (૧) વાચના-અધ્યાપન કરવું. (૨) પ્રતિપૃચ્છા–અજ્ઞાત વિષયની જાણકારી કે જ્ઞાત વિષયની વિશેષ જાણકારી માટે પ્રશ્ન કરવો. (૩) પરિવર્તના–પરિચિત વિષયને સ્થિર રાખવા માટે વારંવાર બેવડાવવો.’ (૪) અનુપ્રેક્ષા–પરિચિત અને સ્થિર વિષય પર ચિંતન કરવું. (૫) ધર્મકથા–સ્થિરીકૃત અને ચિતિત વિષયનો ઉપદેશ કરવો.
૨૦માથી ૨૪મા સૂત્ર સુધી સ્વાધ્યાયના આ જ પાંચ પ્રકારનાં પરિણામો બતાવવામાં આવ્યા છે. ૨૭. તીર્થ-ધર્મનું અવલમ્બન કરે છે (ત્તિસ્થઘM મવર્નવ) શાન્તાચાર્ય તીર્થના બે અર્થ કર્યા છે–ગણધર અને પ્રવચન. ભગવતીમાં ચતુર્વિધ સંઘને “તીર્થ” કહેવામાં આવેલ છે.
ગૌતમે કહ્યું–‘ભંતે ! તીર્થને તીર્થ કહેવાય છે કે તીર્થકરને તીર્થ કહેવાય છે?' ૧. વૃત્તિ , પત્ર ૧૮૩ : તનં ર જ્ઞાનમ્ |
૫. સરખાવો-યો-તન, મધ-પાર રૂરૂ : પૈત્રીજા સ્T मूलाचार, पंचाचाराधिकार, गाथा १६४ :
मुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावना पायच्छित्तं ति तवो, जेण विसुज्झदि हु पुवकयपावं । तश्चित्तप्रसादनम्। એજન, આથા દ્ધ છે
ઉત્તરાયણ, ૩૦ / રૂ૪ . એજન, થા ૨૬ વૃત્તિ: શ્રદ્ધાનં તત્ત્વ :
बृहद्वृत्ति, पत्र ५८४ : वाचना-पाठनम् । क्रोधादिपरित्यागो वा।
એજન, પન્ન ૧૮૪ : પરાવર્તના-નમ્ | એજન, પત્ર ૬૮૪: મનુપ્રેક્ષ-ચિત્તનિલTI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org