Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મોક્ષમાર્ગ-ગતિ
૬૮૫
અધ્યયન-૨૮: ટિ. ૧૬
સંવર (આસવ-નિરોધ) (૧)
સમ્યક્ત
અપ્રમાદ
અકષાય
અયોગ
સંવર (૨)
સર્વસંવર
દેશસંવર
નિર્જરા (૫) નિર્જરા તપસ્યા દ્વારા કર્મોનો વિચ્છેદ થવાથી આત્માની જે નિર્મળતા થાય છે, તેને નિર્જરા' કહે છે. નિર્જરાના સાધનને પણ નિર્જરા કહેવામાં આવે છે. સાધનના આધારે તેના બાર ભેદ થાય છે
નિર્જરા
બાહ્ય
આભ્યન્તર
અનશન
ઊણોદરિકા ભિક્ષાચરિકા રસપરિત્યાગ
કાયક્લેશ પ્રતિસલીનતા
પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવૃત્ત્વ સ્વાધ્યાય ધ્યાન વ્યુત્સર્ગ મોક્ષ-જૈન-દષ્ટિ અનુસાર ‘સમસ્ત કર્મોનો ક્ષય કરી પોતાના આત્મ-સ્વભાવમાં રમણ કરવું તે મોક્ષ છે. આત્માનો સ્વભાવ છે—જ્ઞાન, દર્શન અને પવિત્રતા. આ ત્રણેની પૂર્ણતા જ મોક્ષ છે. જૈન-દષ્ટિ અનુસાર મુક્ત જીવોના વાસસ્થાનને પણ મોક્ષ કહેવામાં આવ્યું છે. સિદ્ધાલય, મુક્તિ, ઈષતું પ્રાગભારા પૃથ્વી વગેરે તેનાં બીજા નામો છે. આ સ્થાન મનુષ્યક્ષેત્રની જેટલું જ લાંબુ-પહોળું છે. તેના મધ્યભાગની જાડાઈ આઠ યોજનની છે અને અંતિમ ભાગ માખીની પાંખો કરતા પણ અધિક પાતળો છે તથા તે લોકના અગ્રભાગે સ્થિત છે. તેનો આકાર સીધા છત્ર જેવો છે અને તે શ્વેત સુવર્ણમય છે.
બૌદ્ધ-દર્શનમાં તૃષ્ણાના આત્યંતિક ક્ષયને “મોક્ષ' કહેલ છે. ધમ્મદિન્ના નામની ભિક્ષુણીએ નિર્વાણ સંબંધે પ્રશ્ન કરતાં વિશાખે આ પ્રમાણે ઉત્તર આપ્યો
વિશાખ–આર્યો! વિદ્યાનો શું પ્રતિભાગ છે? ધમ્મદિના–વિમુક્તિ . વિશાખ–વિમુક્તિનો શું પ્રતિભાગ છે? ધુમ્મદિના–નિર્વાણ૦. વિશાખ-અને નિર્વાણનો શું પ્રતિભાગ છે? ધમ્મદિન્ના-વિશાખ ! બ્રહ્મચર્ય નિર્વાણ-પર્યત છે, નિર્વાણ-પરાયણ છે, નિર્વાણ-પર્યવસાન છે.'
ભાદૃમત અનુસાર ભોગાયતન–શરીર, ભોગ-સાધન–ઈન્દ્રિયો અને ભાગ્ય-વિષય–આ ત્રણેના આત્યંતિક નાશને મોક્ષ ૧. પક્નિનિવાસ, ગૂવેવ સુર ( શ પ ૪), પૃ.
૨૮રૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org