Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મોક્ષમાર્ગ-ગતિ
૬૮૯
અધ્યયન-૨૮ : ટિ. ૨૦-૨૪
૨૦. જિનેન્દ્ર દ્વારા દેખ (નિr)
આનાં સંસ્કૃત રૂપો બે બની શકે છે–નિનન’ અને ‘ઉનનાવિષ્ટ”. પહેલાનો અર્થ થશે–અર્વત દ્વારા જોવાયેલું, સાક્ષાત કરાયેલું અને બીજાનો અર્થ થશે – અહમ્ દ્વારા ઉપદિષ્ટ. ૨૧. ( )
રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન–આ ચતુષ્ક આજ્ઞારુચિનું બાધક છે. અહીં મોહનો અર્થ મૂર્છા કે મૂઢતા છે. રાગ, દ્વેષ અને મોહ–આ ત્રણેનો સંબંધ મોહનીય કર્મ સાથે છે. આ ચતુષ્કનો ઉલ્લેખ ૩રારમાં પણ થયો છે. ૨૨. વીતરાગની આજ્ઞા (ભાઈ)
આનાં સંસ્કૃત રૂપ ત્રણ થઈ શકે છે–સારાય, માનાયાં અને માયા. વૃત્તિકારે ‘બાઝયા' રૂપ માનીને તેનો અર્થ આચાર્ય વગેરેની આજ્ઞાથી એવો કર્યો છે.'
સ્થાનાંગમાં સમ્યગ્દર્શનના દસ પ્રકારો વડે આ જ દસ રુચિઓનો ઉલ્લેખ થયો છે. વૃત્તિકાર અભયદેવસૂરિએ આજ્ઞારુચિને ‘નારાયો : એમ માનીને આજ્ઞાનો અર્થ સર્વજ્ઞનું વચન એવો કર્યો છે તથા તાત્પર્યાર્થમાં આચાર્ય આદિની આજ્ઞાને આજ્ઞાનો વાચક માનેલ છે.*
અમે આનું સંસ્કૃત રૂપ ‘આજ્ઞા ' માનીને તેનો અર્થ વીતરાગની આજ્ઞામાં એવો કર્યો છે. અહીં આજ્ઞાનો અર્થ આદેશનિર્દેશ નથી, તેનો અર્થ આગમ અતીન્દ્રિય જ્ઞાન વડે દષ્ટ અતીન્દ્રિય વિષયોનું પ્રતિપાદન છે. આજ્ઞા વિચયમાં આજ્ઞાનો જે અર્થ છે, તે જ અહીં પ્રાસંગિક છે. ૨૩. (શ્લોક ૨૭)
પ્રસ્તુત શ્લોકમાં ત્રણ પદોની સાથે ધર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અસ્તિકાયો પાંચ છે-ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. અસ્તિકાયની સાથે ધર્મ શબ્દનો પ્રયોગ સ્વભાવ અર્થમાં કરવામાં આવ્યો છે. શ્રુત અને ચારિત્ર—આ બંને ધર્મ સાધના માટે નિરૂપિત છે. ૨૪. (શ્લોક ૨૯)
સમ્યક્તવિહીન ચારિત્ર નથી હોતું, આ નિયમ છે. સમ્યક્તની સાથે ચારિત્ર હોય જ, એ નિયમ નથી. આ બે નિયમોના આધારે બે વિકલ્પ બને છે. પહેલા બે ચરણોમાં નિયમનો નિર્દેશ છે. ઉત્તરવર્તી બે ચરણોમાં બે વિકલ્પોનો નિર્દેશ છે. પહેલો વિકલ્પ–સમ્યક્ત અને ચારિત્રનો સહભાવ હોય છે. બીજો વિકલ્પ–જ્યાં બંનેનો સહભાવ ન હોય ત્યાં પહેલાં સમ્યક્ત હોય છે. વૃત્તિકારે “સદ્યતે' આ ક્રિયાને શેષ માની વ્યાખ્યા કરી છે. તેમના આધારે ઉત્તરવર્તી બે ચરણોનો અનુવાદ આવી રીતે થશે–સમ્યક્ત અને ચારિત્ર યુગપતું (એક સાથે) ઉત્પન્ન થાય છે અને જ્યાં તેઓ યુગપત્ ઉત્પન્ન નથી થતા, ત્યાં પહેલાં સમ્યક્ત થાય છે.
સમ્યક્ત અને ચારિત્ર યુગપ–એક સાથે કેવી રીતે થાય છે–આ પ્રશ્ન પર જયાચાર્યે વિમર્શ કર્યો છે. તેનો સાર આવો છે–કોઈ મુનિ છઠ્ઠા ગુણસ્થાનમાં વિદ્યમાન છે. તે કોઈ તત્ત્વના વિષયમાં સંશયશીલ બન્યા. તે સંશયશીલતાને કારણે તેનું સમ્યક્ત અને ચારિત્રબંને નષ્ટ થઈ ગયા. તે પ્રથમ ગુણસ્થાનમાં ચાલ્યા ગયા. અંતર્મુહૂર્તમાં તેમના સંશયનું નિવારણ થઈ
૩.
१. बृहद्वृत्ति, पत्र ५६४ : आज्ञयै व
ગાવાથવિશ્વિન્યા.... ટાઇ ૨૦. ૨૦૪, વૃત્તિ પત્ર ૪૭૭ : આજ્ઞાसर्वज्ञवचनात्मिका तया रुचिर्यस्य स तथा, यो हि प्रतनुरागद्वेषमिथ्याज्ञानतयाऽऽ-चार्यादीनामाज्ञयैव ।
बहत्ति , पत्र ५६६ : सम्यक्त्वचारित्रे 'युगपत्' एककालमुत्पद्यते इति शेषः । ...पूर्वं चारित्रोत्पादात् सम्यक्त्वमुत्पद्यते ततो यदा युगपदुत्पादस्तदा तयोः सहभावः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org