Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મોક્ષ-માર્ગ-ગતિ
અધ્યયન-૨૮ : ટિ, ૨૫
(મનો-વાક્-કાય), પાંચ સમિતિઓ (ઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ) તથા પાંચ મહાવ્રત (અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ)–આ તેર ભેદવાળા ચારિત્રનું નિરૂપણ ભગવાન મહાવીરે કર્યું હતું. તેમના પૂર્વવર્તી તીર્થંકરોએ આવા વિભાગાત્મક ચારિત્રનું નિરૂપણ કર્યું ન હતું.
શ્રુતસાગરસૂરિએ સંકલ્પ-વિકલ્પના ત્યાગને પણ છેદોપસ્થાપનીય માન્યું છે. છેદોપસ્થાપનીયના બે પ્રકાર હોય છે—
સાતિચાર અને નિરતિચાર.
દોષ સેવન કરનાર મુનિને ફરી મહાવ્રતોનું આરોપણ કરાવવામાં આવે છે તે સાતિચાર છેદોપસ્થાપનીય હોય છે.
શૈક્ષ (નવદીક્ષિત) મુનિ સામાયિક ચારિત્રની પછી અથવા એક તીર્થંકરના તીર્થમાંથી બીજા તીર્થંકરના તીર્થમાં દીક્ષિત થનારા મુનિઓ જે છેદોપસ્થાપનીય ચારિત્રનો સ્વીકાર કરે છે, તે નિરતિચાર હોય છે.
(૩) પરિહાર વિશુદ્ધિ
૬૯૫
આની આરાધના નવ સાધુ મળીને કરે છે. આનું કાળ-માન અઢાર માસનું છે. પહેલા છ મહિના ચાર સાધુઓ તપસ્યા કરે છે, ચાર સાધુઓ સેવા કરે છે અને એક વાચનાચાર્ય (ગુરુસ્થાનીય) રહે છે. બીજા છ મહિનામાં તપસ્યા કરનારાઓ સેવા અને સેવા કરનારાઓ તપસ્યામાં સંલગ્ન થાય છે. ત્રીજા છ મહિનામાં વાચનાચાર્ય તપ કરે છે, એક સાધુ વાચનાચાર્ય બને છે, બાકીના સેવામાં સંલગ્ન રહે છે. તપસ્યામાં સંલગ્ન હોય છે તેઓ ‘નિર્વિશમાનક’ અને જે કરી ચૂક્યા છે તેઓ ‘નિર્વિષ્ટકાયિક’ કહેવાય છે. તેમની તપસ્યાનો ક્રમ આ પ્રમાણે છે–
મધ્યમ
૧.
આ બે પ્રકારનું હોય છે—નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક.
બે
જઘન્ય
ઉત્કૃષ્ટ
(૧) ગ્રીષ્મ− ઉપવાસ
છઠ્ઠ
અઠ્ઠમ
(૨) શિશિર- છઠ્ઠ
અઠ્ઠમ
ચાર ઉપવાસ
ચાર ઉપવાસ
પાંચ ઉપવાસ
(૩) વર્ષા— અઠ્ઠમ પારણામાં આચામામ્લ (આમ્લ-રસની સાથે એક અનાજ તથા જળ લઈને) ત હોતા તેઓ સદા આચામામ્લ કરે છે. તેમની ચારિત્રિક વિશુદ્ધિ વિશિષ્ટ હોય છે. શુદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે.
શ્રુતસાગરસૂરિએ પરિહારનો અર્થ ‘પ્રાણ-વધથી નિવૃત્તિ’ કર્યો છે. જેમાં અહિંસાની વિશિષ્ટ સાધના હોય, તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. તેમના અનુસાર જે મુનિનું આયુષ્ય બત્રીસ વર્ષનું હોય, જે ઘણા કાળ સુધી તીર્થંકરોના ચરણોમાં રહી ચૂક્યા હોય, પ્રત્યાખ્યાન નામક નવમા પૂર્વમાં કહેવામાં આવેલા આચારને જાણનારા હોય, પ્રમાદરહિત હોય અને ત્રણે સંધ્યા છોડી માત્ર બે ગવ્યુતિ (ચાર માઈલ) ગમન કરનારા હોય, તે મુનિને પરિહાર-વિશુદ્ધિ-ચારિત્ર હોય છે. તીર્થંકરના ચરણકમળમાં
૨.
चारित्रभक्ति, श्लोक ७ :
तिस्रः सत्तमगुप्तयस्तनुमनोभाषानिमित्तोदयाः । पंचेर्यादिसमाश्रयाः समितयः पंचव्रतानीत्यपि । चारित्रोपहितं त्रयोदशतयं पूर्वं न दिष्टं परैराचारं परमेष्ठिनो जिनपतेर्वीरान् नमामो वयम् ।।
Jain Education International
૩.
૪.
तत्त्वार्थ, ९ । १८ वृत्ति: संकल्पविकल्पनिषेधो वा छेदोपस्थापना भवति ।
કરવામાં આવે છે. જે તપમાં સંલગ્ન નથી રિહારનો અર્થ ‘તપ’ છે. તપથી વિશેષ
बृहद्वृत्ति, पत्र ५६८ : छेदः - सातिचारस्य यतेर्निरतिचारस्य वा शैक्षकस्य तीर्थान्तरसम्बन्धिनो वा तीर्थान्तरं प्रतिपद्यमानस्य पूर्वपर्यायव्यवच्छेदरूपस्तद्युक्तोपस्थापना महाव्रतारोपणरूपा यस्मिंस्तच्छेदोपस्थापनम् ।
(ક) સ્થાનાં। ૯ । ૧૩૧, વૃત્તિ, પત્ર ૩૦૮ । (ખ) પ્રવચનસારોદ્વાર, ૬૦૨-૬૧૦ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org