Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મોક્ષ-માર્ગ-ગતિ
અધ્યયન-૨૮ : ટિ. ૧૪
અંધકારને સ્વતંત્ર માનીને તેના ગુણનો ઉલ્લેખ કરાયો છે. અંધકાર સમસ્ત રોગોને પેદા કરનાર હોય છે. અંધકાર ભયાવહ, તિક્ત અને દૃષ્ટિના તેજને આવરનાર હોય છે. વૈયાકરણોએ અંધકારને અણુરૂપ માન્યો છે. કેટલાંક અન્ય દાર્શનિકો પણ અંધકારને દ્રવ્ય માને છે.૪
મધ્વાચાર્યે અંધકારને સ્વતંત્ર દ્રવ્ય માનેલ છે. તેઓ કહે છે—આ તેજનો અભાવ નથી. આ પ્રકાશનો નાશક છે. નીલ રૂપ તથા ચલન રૂપ ક્રિયાનો આશ્રય હોવાને કારણે ‘અંધકાર’ મૂર્ત દ્રવ્ય છે.
અંધકાર જડ પ્રકૃતિ રૂપ ઉપાદાનથી ઉત્પન્ન થાય છે અને તે એટલો ઘનીભૂત બની જાય છે કે બીજા કઠોર દ્રવ્યની સમાન તે પણ હથિયારથી કાપી શકાય છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે સૂર્ય ચમકી રહ્યો હતો, તે જ સમયે શ્રીકૃષ્ણે અંધકારને ઉત્પન્ન કર્યો. ભાવરૂપ દ્રવ્ય હોવાને કારણે જ બ્રહ્માએ તેનું પાન કર્યું હતું. સ્વતંત્ર રૂપે તેની ઉપલબ્ધિ લોકોને થાય છે અને તે અન્ય વસ્તુઓને ઢાંકી દે છે, એટલા માટે તેનું ભાવરૂપ હોવાનું નિશ્ચિત છે.
કુમારિલ ભટ્ટે અંધકારને ‘અભાવાત્મક’ માન્યો છે.
સંક્ષેપમાં નૈયાયિક, વૈશેષિક અને પ્રભાકર દર્શન-પ્રણાલીમાં અંધકારને અભાવાત્મક માનવામાં આવ્યો છે. જૈન, ભર્તૃહરિ, ભાટ્ટ અને સાંખ્ય-દર્શન તેને ભાવાત્મક માને છે. આયુર્વેદ-શાસ્ર સાંખ્ય વડે પ્રભાવિત છે, એટલા માટે તેના પ્રણેતાઓએ અંધકારને ભાવાત્મક માન્યો છે. વિજ્ઞાનમાં માનવામાં આવતા ઈન્ટ્રા અલ્ટ્રા રેઝ (Intra ultra rays) અને અંધકારમાં કશુંક સામ્ય સંભવિત છે.
૧૪. છાયા (છાયા)
પ્રત્યેક સ્થૂળ, પૌદ્ગલિક પદાર્થ ચય-ઉપચયધર્મ અને રશ્મિવાન હોય છે. આનું તાત્પર્ય એવું છે કે પૌદ્ગલિક વસ્તુનો પ્રતિક્ષણ ચય-ઉપચય થતો રહે છે અને તેમાંથી તદાકા૨ રશ્મિઓ નીકળતી રહે છે. યથાયોગ્ય નિમિત્ત મળતાં જ આ રશ્મિઓ પ્રતિબિંબિત થાય છે. આ પ્રતિબિંબને ‘છાયા’ કહે છે.
છાયાના બે પ્રકાર છે—(૧) તર્ણાદિવિકાર અને (૨) પ્રતિબિંબ. દર્પણ વગેરે સ્વચ્છ પદાર્થોમાં જે જેમનો તેમ આકાર જોઈ શકાય છે તેને તર્ણાદિવિકારછાયા કહે છે અને અન્ય દ્રવ્યો પર અસ્પષ્ટ પ્રતિબિંબમાત્રનું પડવું તે પ્રતિબિંબરૂપ છાયા
છે.
૧.
૨.
૬૮૧
૩.
૪.
રાનનિધળ્યુોષ, મત્વવિરવિશવń:, ૨૮ : आतपः कटुकोरूक्षः, छाया मधुरशीतला । त्रिदोषशमनी ज्योत्स्ना, सर्वव्याधिकरं तमः ॥ राजवल्लभकोष ५ | २२ :
तमो भयावहं तिक्तं, दृष्टितेजोवरोधनम् । વાજ્યપવીય, o I ??? :
अणवः सर्वशक्तित्वाद् भेदसंसर्गवृत्तयः । छायातपतम:शब्दभावेन परिणामिनः ॥
(ક) વિધિવિવેન્યાયળિા, ટીના, પૃ. ૬૨-૭૧ । (ખ) માનમેયોય, પૃ. ૧૨:
गुणकर्मादिसद्भावादस्तीति प्रतिभासतः । प्रतियोग्यस्मृतश्चैव भावरूपं ध्रुवं तमः ॥ (ગ) તત્ત્વપ્રતીપિન્ના, વિભુલી, બધ । ૨૮ : तमाल श्यामल ज्ञाने निर्बाध जागृति स्फुटे ।
Jain Education International
द्रव्यान्तरं तमः कस्मादकस्मादपलप्यते ॥
(ઘ) પ્રશસ્તવાન માધ્ય, વ્યોમવતી ટીજા, પૃ. ૪૦ ।
(૪) સ્વાદાવાતાવર, પૃ. ૮-૮૯ ।
मध्व सिद्धांतसार, पृ. ६० ।
એજન, પૃ. ૬ ।
પાર્થસંગ્રહ, પૃ. ૬૨ ।
એજન, પૃ. ૬૬ ।
मीमांसा श्लोकवार्तिक न्यायरत्नाकराख्या टीका, पृ. ७४० : किमिदं तमो नाम ? द्रव्यगुणनिष्पत्तिवैधर्म्याद् अभावस्तमः કૃતિ ।
૧૦. (ક) વૈશેષિ, સૂત્ર · । ૨ । ૧૧ : દ્રવ્યનુાર્મનિષ્પત્તિवैधर्म्याभावस्तमः ।
૫.
૬.
૭.
૮.
૮.
(ખ) વૈશેષિા સૂત્રોપાર, બાર ૨૦ : ૩ભૂતપवद्यावतेजः संसर्गाभावस्तमः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org