Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મોક્ષ-માર્ગ-ગતિ
૬૭૯
અધ્યયન-૨૮: ટિ. ૧ર
વિશ્વમાં બે પ્રકારના પદાર્થો છે–(૧) જડ અને (ર) ચેતન. આ બંનેમાં ભેદ કરનાર ગુણ ‘ઉપયોગ' છે. જેમાં ઉપયોગ છે.... જ્ઞાન, દર્શનની પ્રવૃત્તિ છે, તે જીવ છે અને જેમાં એ નથી, તે અજીવ છે.
આની આગળના શ્લોકમાં જીવના લક્ષણોનું વિસ્તારથી નિરૂપણ થયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ–એ જીવોના લક્ષણ છે. આ બધાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એમ કહી શકાય કે જીવના લક્ષણ બે છે–૧) વીર્ય અને (૨) ઉપયોગ. જ્ઞાન અને દર્શનનો ઉપયોગમાં સમાવેશ થઈ જાય છે તથા ચારિત્ર અને તપનો વીર્યમાં. એ રીતે અપેક્ષાભેદે બંને શ્લોકોમાં જીવના લક્ષણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ગતિ કરવી, ઘટવું, વધવું, ફેલાવું વગેરે ચેતનાના લક્ષણ ન બની શકે. તે બધી ક્રિયાઓ ચેતન અને અચેતન બંનેમાં હોય છે. જ્ઞાન-દર્શનની પ્રવૃત્તિ જ તેમની ભેદક-રેખા બની શકે છે. ૧૨. શબ્દ (૬)
બારમા શ્લોકમાં પુગલના ૧૦ લક્ષણો ગણાવવામાં આવ્યા છે. તેમાં ચાર–વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ–પુદ્ગલના ગુણો છે અને બાકીના ૬-શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભાત, છાયા અને આતપ-પુદ્ગલનાં પરિણામ અથવા કાર્યો છે. લક્ષણ બંને જ બને છે. ગુણ સદા સાથે જ રહે છે, કાર્ય નિમિત્ત મળતાં અભિવ્યક્ત થાય છે. આ ચારેય ગુણ પરમાણુ અને સ્કંધ–બંનેમાં વિદ્યમાન રહે છે પરંતુ શબ્દ વગેરે કાર્યો સ્કંધોના જ હોય છે.'
જૈન-દર્શન અનુસાર શબ્દ પૌલિક, મૂર્ત અને અનિત્ય છે. આને પુલનું લક્ષણ કે પરિણામ માનવામાં આવે છે. શબ્દનો અર્થ છે–પુદ્ગલોના સંઘાત અને વિઘાતથી થનારા ધ્વનિ-પરિણામો.*
કાય-યોગ વડે શબ્દ-પ્રાયોગ્ય પગલોનું ગ્રહણ થાય છે અને તેઓ શબ્દ-રૂપમાં પરિણત થાય છે. પરંતુ જયારે તેઓ વાફપ્રયત્ન દ્વારા મુખ વડે બોલાય છે ત્યારે તેમને “શબ્દ' સંજ્ઞા વડે વ્યવહત કરવામાં આવે છે. જયાં સુધી તેમનું વચન-યોગ દ્વારા વિસર્જન નથી થઈ જતું ત્યાં સુધી તેમને શબ્દ કહેવામાં આવતા નથી.
શબ્દના ત્રણ પ્રકાર છે– (૧) જીવ શબ્દ, (૨) અજીવ શબ્દ અને (૩) મિશ્ર શબ્દ, જીવ શબ્દ આત્મ-પ્રયત્નનું પરિણામ છે અને તે ભાષા કે સંકેતમય હોય છે. અજીવ-શબ્દ માત્ર અવ્યક્ત ધ્વન્યાત્મક હોય છે. મિશ્ર શબ્દ બંનેના સંયોગથી થાય છે. તત્ત્વાર્થભાષ્ય અનુસાર શબ્દના છ પ્રકારો છે–(૧) તત, (૨) વિતત, (૩) ઘન, (૪) શુષિર, (૫) સંઘર્ષ અને (૬)
ભાષા.૫
શબ્દના દસ પ્રકાર છે–(૧) નિરી, (૨) પિડિમ, (૩) રૂક્ષ, (૪) ભિન્ન, (૫) જર્જરિત, (૬) દીર્ઘ, (૭) હવ, (૮) પૃથક્વ, (૯) કાકિણી અને (૧૦) કિંકિણીસ્વર.”
શબ્દ જીવ વડે પણ થાય છે અને અજીવ વડે પણ થાય છે. અજીવનો શબ્દ અનકરાત્મક જ હોય છે. જીવનો શબ્દ સાક્ષર અને નિરક્ષર–બંને પ્રકારનો હોય છે. (તેમના વર્ગીકરણ માટેનું યંત્ર જુઓ પૃ.૬૯૪ પર.)
શબ્દની ઉત્પત્તિ પુદગલોના સંઘાત-વિઘાત અને જીવના પ્રયત્નોઆ બંને હેતુઓથી થાય છે. એટલા માટે પ્રકારાન્તરે તેના બે વર્ગ બને છે–(૧) વૈગ્નસિક અને (૨) પ્રાયોગિક.
१. तत्त्वार्थ राजवार्तिक, पृ. २३४ : स्पर्शादयः परमाणूनां
स्कन्धानां च भवन्ति, शब्दादयस्तु स्कंधानामेव व्यक्तिरूपेण भवन्ति। भगवई, १३ । १३४ : रूवी भंते ! भासा ? अरूवी
भासा? गोयमा ! रूवी भासा नो अरूवी भासा । ૩. નવતત્ત્વ-સાહિત્ય સંદ, 11 ૨, પૃ. ૨૨ :
शब्दान्धकारो-द्योतप्रभाच्छायाऽऽतपवर्णगन्धरसस्पर्शा एते पुद्गल-परिणामाः पुद्गललक्षणं वेति भावः । તાપ, ૨ા ૨૨૦ तत्त्वार्थ, सूत्र ५ । २४, भाष्य पृ. ३५६ । ટાઇ, ૨૦ ૨T
૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org