Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મોક્ષમાર્ગ-ગતિ
૬૫.
અધ્યયન-૨૮: ટિ. ૬
૬. પર્યાયોનું (નવા) :
જે દ્રવ્ય અને ગુણ બંનેને આશ્રિત હોય છે, તેને ‘પર્યાય' કહેવામાં આવે છે. વિશેષના બે ભેદ છે–ગુણ અને પર્યાય. દ્રવ્યનો જે સહભાવી ધર્મ' છે, તે ‘ગુણ છે અને જે “ક્રમભાવી ધર્મ છે, તે ‘પર્યાય છે. તેને પર્યાવ' પણ કહેવામાં આવે છે. ન્યાયાલોકની તત્ત્વપ્રભા વિવૃત્તિમાં પર્યાયની પરિભાષા કરતાં લખ્યું છે– “જે ઉત્પન્ન થાય છે. વિપત્તિ (વિનાશ)ને પ્રાપ્ત થાય છે અથવા જે સમગ્ર દ્રવ્યને વ્યાપ્ત કરે છે તેને ‘પર્યાય' (પર્યવ) કહે છે.' નયપ્રદીપમાં પણ આ જ વ્યાખ્યા આપવામાં આવી છે. વાદિવેતાલ શાંતિસૂરિ અનુસાર સમસ્ત દ્રવ્યો અને સમસ્ત ગુણોમાં જે વ્યાપ્ત હોય છે તેમને ‘પર્યવ’ કહેવામાં આવે છે.*
ન્યાયાલોકની પરિભાષાનો પ્રથમ અંશ “ક્રમભાવી ધર્મની અપેક્ષાએ છે અને દ્વિતીય અંશ “સહભાવી ધર્મની અપેક્ષાએ છે. પરિવર્તન જીવમાં પણ થાય છે અને અજીવમાં પણ. તેના આધારે પરિવર્તનના બે રૂપ બને છે–(૧) જીવ-પર્યાય અને (૨) અજીવ-પર્યાય.
પરિવર્તન સ્થળ પણ થાય છે અને સૂક્ષ્મ પણ. તેના આધારે પરિવર્તનના બે રૂપ બને છે–(૧) વ્યંજન-પર્યાય અને (૨) અર્થ-પર્યાય. સ્થળ અને કાળાંતર-સ્થાયી પર્યાયને વ્યંજન-પર્યાય કહે છે તથા સૂક્ષ્મ અને વર્તમાનકાળવાર્તા પર્યાયને ‘અર્થપર્યાય' કહે છે.
પરિવર્તન સ્વભાવથી પણ થાય છે અને પર-નિમિત્તથી પણ તેના આધારે પરિવર્તનના બે રૂપ બને છે-(૧) સ્વભાવપર્યાય અને (૨) વિભાવ-પર્યાય. અગુરુલઘુત્વ વગેરે પર્યાયો સ્વાભાવિક છે અને મનુષ્ય, દેવ, નારક વગેરે ભાવિકપર્યાયો છે. આ પ્રત્યેકના અનંત, અસંખ્યાત અને સંખ્યાત ભાગ ગુણ-વૃદ્ધિથી ત્રણ, તથા અનંત, અસંખ્યાત અને અનંત ભાગ ગુણ-હાનિથી ત્રણ-એમ છ-છ પ્રકારો કરવાથી પર્યાયના બાર ભેદો બને છે.
પ્રથમ કોટિના બે રૂપો પરિવર્તનની સીમાનું સૂચન કરે છે. પરિવર્તન જીવ અને અજીવ બંનેમાં થાય છે. આ વિશ્વ જીવઅજીવમય છે. એટલા માટે કહેવું પડશે કે સમગ્ર વિશ્વ પરિવર્તનનું ક્ષેત્ર છે. દ્વિતીય કોટિના બે રૂપો પરિવર્તનના સ્વરૂપનો બોધ કરાવનાર છે. પરિવર્તન વ્યક્ત અને અવ્યક્ત–બંને પ્રકારનું થાય છે. તૃતીય કોટિના બે રૂપોમાં પરિવર્તનના બે કારણોનો નિર્દેશ છે.
એકત્વ, પૃથક્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ વગેરે પર્યાયો પર્યાયના લક્ષણ છે." ૭. ધર્મ, અધર્મ (થHો )
જૈન સાહિત્યમાં જો ધર્મ-અધર્મ શબ્દનો પ્રયોગ શુભ-અશુભના અર્થમાં થાય છે, તો બે સ્વતંત્ર દ્રવ્યોના અર્થમાં પણ થાય છે. અહીં તેનો પ્રયોગ દ્રવ્યના અર્થમાં છે. ધર્મ અર્થાત્ ગતિ-તત્ત્વ, અધર્મ અર્થાત સ્થિતિ-તત્ત્વ, નવમા શ્લોકમાં તેમની પરિભાષા આપતાં કહેવાયું છે—ધર્મનું લક્ષણ છે ગતિ અને અધર્મનું લક્ષણ છે સ્થિતિ.” ભગવતીમાં પણ આ સંક્ષિપ્ત પરિભાષા મળે છે. ત્યાં તેમના કાર્ય પર પ્રકાશ પાથરનાર એક સંવાદ પણ છે
ગૌતમે ભગવાનને પૂછ્યું–‘ભગવદ્ ! ધર્માસ્તિકાયથી શું થાય છે ?”
૧.
૬.
પ્રમાનતત્ત્વનોવા, ક 1 ૭-૮ न्यायालोक, तत्त्वप्रभा विवृत्ति, पत्र २०३ : पर्येत्युत्पत्ति विपत्ति चाप्नोति, पर्यवति वा व्याप्नोति समस्तमपि द्रव्यमिति पर्यायः पर्यवो वा। नयप्रदीप, पत्र ९९ : पर्येति उत्पादमुत्पत्ति विपत्तिं च प्राप्नोतीति पर्यायः। बृहद्वृत्ति, पत्र ५५७ : परि-सर्वतः-द्रव्येषु गुणेष
सर्वेष्ववन्ति-गच्छन्तीति पर्यवाः । ઉત્તરક્r m, ૨૮ : ૨૩. એજન, ૨૮ / ૨ : કૃત્નgo ૩ ધHો, મખ્ખો ठाणलक्खणो। પવ, ૨૩ ૬, ૧૭ : गइलक्खणेणं धम्मस्थिकाए। ठाणलक्खणेणं अधम्मत्थिकाए।
४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org