Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મોક્ષમાર્ગ-ગતિ
૬૭૩
અધ્યયન-૨૮: ટિ. ૫
વૈશેષિક દર્શન અનુસાર જેમાં ‘ક્રિયા અને ગુણ હોય અને જે સમવાયી કારણ હોય તેને દ્રવ્ય કહે છે. તેના દ્વારા સમ્મત છ પદાર્થોમાં ‘દ્રવ્ય એક પદાર્થ છે, ‘દ્રવ્ય' આશ્રય છે, ગુણ અને કર્મ તેના પર આશ્રિત છે. વશેષિકોએ દ્રવ્ય નવ માન્યા છે અને તેમને ત્રણ શ્રેણીઓમાં વિભક્ત કર્યા છે–
(૧) પ્રાકૃત–પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. (૨) અપ્રાકૃત–અચેતન-કાળ અને દેશ. (૩) ચેતન—આત્મા અને મને.
પાશ્ચાત્ય દાર્શનિક પ્લેટોએ પાંચ પરમ જાતિઓ માની છે-(૧) દ્રવ્ય, (૨) અન્યત્વ, (૩) વિભિન્નતા, (૪) ગતિ અને (૫) અગતિ.” તેની સંગતિ જૈન પારિભાષિક શબ્દોમાં આ પ્રમાણે છે–અન્યત્વ અસ્તિત્વનું સૂચક છે. વિભિન્નતા નાસ્તિત્વની સૂચક છે. ગતિ ઉત્પાદ અને વ્યયની તથા અગતિ પ્રૌવ્યની સૂચક છે.
એરિસ્ટોટલે દસ પરમ જાતિઓ માની છે–(૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) માત્રા, (૪) સંબંધ, (૫) ક્રિયા, (૬) આક્રાંતા, (૭) દેશ, (૮) કાળ, (૯) સ્વામિત્વ અને (૧૦) સ્થિતિ."
સ્પિનોજાએ કહ્યું સમગ્ર સત્તા એક દ્રવ્ય જ છે. તેમાં અનંત ગુણો છે, પરંતુ આપણે આપણી મર્યાદાઓને કારણે માત્ર બે ગુણો–ચિંતન અને વિસ્તારથી પરિચિત છીએ. ચિંતન ક્રિયા છે અને વિસ્તાર ગુણ.* આ રીતે એ વૈશેષિક દર્શનની નજીક આવી જાય છે. દ્રવ્યને માટે સ્પિનોજાએ ‘સસ્ટેન્સ' (substance) શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનો અર્થ છે–નીચે ઊભું રહેનાર, આધાર આપનાર. આશય એવો છે કે સસ્ટેન્સ ગુણોનો આધાર કે આલંબન છે. તે અનુસાર દ્રવ્ય કે સતને માટે બહુવચનનો પ્રયોગ અનુચિત છે. સત્ અથવા દ્રવ્ય એક જ છે અને જે કંઈ પણ છે તેની અંતર્ગત આવી જાય છે.
કુમારિલ અનુસાર “જેમાં ક્રિયા અને ગુણ હોય તે દ્રવ્ય છે. તેના અનુસાર દ્રવ્યના અગિયાર ભેદ છે-(૧) પૃથ્વી, (૨) જળ, (૩) તેજ, (૪) વાયુ, (૫) આકાશ, (૬) દિગુ, (૭) કાળ, (૮) આત્મા, (૯) મન અને (૧૦) અંધકાર તથા (૧૧) શબ્દ.
ડેકોર્ટે દ્રવ્ય બે માન્યાં છે–આત્મા અને પ્રકૃતિ. તેમને જ તેણે સન્ની બે પરમ જાતિઓ કહી છે. આત્મા–ચેતન છે અને વિસ્તારરહિત છે. પ્રકૃતિ–અચેતન છે અને વિસ્તાર તેનું તત્ત્વ છે. ૫. જે એક (માત્ર) દ્રવ્યને આશ્રિત રહે છે, તે ગુણો હોય છે ( વ્યસિયા ગુJI)
જે એક માત્ર દ્રવ્ય-આશ્રિત હોય છે, તે ગુણો કહેવાય છે–આ ગુણની ઉત્તરાધ્યયન-કાલીન પરિભાષા છે. તત્ત્વાર્થ સૂત્રકારે ‘વ્યાશ્રયા નિખા મુળ: જે દ્રવ્યમાં રહેતા હોય તથા સ્વયં નિર્ગુણ હોય, તે ગુણો છે–એવી પરિભાષા કરી છે. તેમાં ‘ના’ શબ્દ અધિક આવ્યો છે. તેની તુલના મહર્ષિ કણાદના ‘સTIMવાનું' શબ્દ સાથે કરી શકાય છે. દ્રવ્યના આશ્રમમાં રહેનાર તે જ ‘ગુણ’ ગુણ છે જેમાં બીજા ગુણોનો સદ્ભાવ ન હોય અથવા જે નિર્ગુણ હોય. અન્યથા ઘટમાં રહેલું પાણી પણ ઘટ દ્રવ્યનો ગુણ બની જાય છે.
वैशेषिक दर्शन, १।१।१५ : क्रियागुणवत् समवायिकारणमिति द्रव्यलक्षणम्। वैशेषिक दर्शन, १।१। १५ । વન સંદ, પૃ. ૨૬ર | એજન, પૃ. ૨૬૦ એજન, પૃ. ૨૬૬/
એજન, પૃ. ૨૬૨૫
તત્ત્વજ્ઞાન, પૃ. ૪૭૫ ૮. એજન, પૃ. ૪૭ ૯. તત્ત્વાર્થ સૂત્ર, ૫૪૦ ૧૦. વૈfપવા , ૨ / ૧ / ૨૬ : દ્રવ્યશથડાવાન
संयोगविभागेष्वकारणमनपेक्ष इति गुणलक्षणम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org