Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરષ્નયણાણિ
અધ્યયન-૨૮: ટિ.૪
બીજી પરંપરા એમ માને છે કે મન:પર્યવજ્ઞાની મનની વિવિધ અવસ્થાઓને તો પ્રત્યક્ષ કરી લે છે, પરંતુ તેમના અર્થને અનુમાનથી જાણે છે.' આધુનિક ભાષામાં આને મનોવિજ્ઞાનનું વિકસિત રૂપ કહી શકાય. અવધિ અને મન:પર્યવ
બંને જ્ઞાન રૂપી દ્રવ્ય સુધી સીમિત છે, અપૂર્ણ છે. તેમને વિકલ-પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ચાર દૃષ્ટિએ બંનેમાં ભિન્નતા
(૧) વિષયની દૃષ્ટિએ-મન:પર્યવજ્ઞાન અવધિજ્ઞાનની અપેક્ષાએ સૂક્ષ્મતાપૂર્વક અને વિશદતાથી જાણે છે. અવધિજ્ઞાનનો વિષય બધાં રૂપી દ્રવ્યો છે, મન:પર્યવજ્ઞાનનો વિષય માત્ર મન છે.
(૨) ક્ષેત્રની દૃષ્ટિએ—અવધિજ્ઞાનનો વિષય અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને સમગ્ર લોક છે, મન:પર્યવનો વિષય લોકપર્વત છે.
(૩) સ્વામીની દષ્ટિએ—અવધિજ્ઞાનનો સ્વામી દેવ, નારક, મનુષ્ય કે તિર્યચકોઈ પણ હોઈ શકે છે, મન:પર્યવજ્ઞાનનો અધિકારી માત્ર મુનિ જ હોઈ શકે છે.
ઉક્ત વિવેચનથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે બંને એક જ જ્ઞાનની બે અવસ્થાઓ છે. મતિ-શ્રુતની જેમ તેમને પણ કથંચિત એક માની લેવાનું અયુક્ત નથી. કેવળજ્ઞાન
આ પૂર્ણ જ્ઞાન છે. તેને સકળ-પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તેનો વિષય છે–સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ્ઞાન એક જ રહી જાય છે. ૪. જે ગુણોનો આશ્રય હોય છે, તે દ્રવ્ય છે (TUTUTમાગો á)
જે ગુણોનો આશ્રય-અનંત ગુણોનો પિંડ છે, તે દ્રવ્ય છે. આ ઉત્તરાધ્યયન-કાલીન પરિભાષા છે. ઉત્તરવર્તી સાહિત્યમાં દ્રવ્યની જે પરિભાષા બની, તેમાં કંઈક અધિક ઉમેરાયું છે. તે બે પ્રકારે મળે છે(૧) જે ગુણ-પર્યાયવાન છે, તે દ્રવ્ય છે.” (૨) જે સત્ છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે, તે દ્રવ્ય છે.?
વાચક ઉમાસ્વાતિએ ‘પર્યાય’ શબ્દ વધારામાં જોડ્યો છે. તેની તુલના મહર્ષિ કણાદના ‘ક્રિયા’ શબ્દ સાથે થાય છે. બીજી પરિભાષા જૈન-પરંપરાની પોતાની મૌલિક છે. જૈન-સાહિત્યમાં ‘દ્રવ્ય’ શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થયો છે– દ્રવ્યજેમાં પૂર્વ રૂપનો પ્રલય અને
દ્રવ્ય- ગુણ-સમૂહ. ઉત્તર રૂપનું નિર્માણ થતું રહે છે.
દ્રવ્યભાવી પર્યાયને યોગ્ય. દ્રવ્ય- સત્તાનો અવયવ.
દ્રવ્ય– ભૂત પર્યાયને યોગ્ય.૫ દ્રવ્ય- સત્તાનો વિકાર.
१. विशेषावश्यकभाष्य, गाथा ८१७, वृत्ति पत्र २६४ । ૨. તત્ત્વાર્થ સૂત્ર, રૂ૭: JUાપર્યાયવ દ્રવ્યમ્ ૩. (ક) તત્ત્વાર્થ સૂત્ર, બા ૨૧ : સત્યાવ્યવ્ય સત્તા
(ખ) પંતિશય, ૨૦ :
दव्वं सल्लक्खणियं, उप्पादव्वयधुवत्तसंजुत्तं ।
गुणपज्जयासयं वा, तं जं भण्णंति सव्वण्णू ।। ૪. વૈશેષિ6 રન, ૨ા૨ા ૨૬ ૫. વિશેષાવમાગ, . ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org