Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્ઞયણાણિ
અધ્યયન-૨૮ : ટિ.૩
સિદ્ધસેન દિવાકર શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનથી ભિન્ન નથી માનતા. તેમના અનુસાર તેને ભિન્ન માનવાથી વૈયર્થી અને અતિપ્રસંગ દોષો આવે છે.
સિદ્ધસેન દિવાકરની આ માન્યતા નિરાધાર નથી. કેમ કે મતિવિજ્ઞાન અને શ્રુતજ્ઞાન–બંનેની કારણ-સામગ્રી એક છે. ઈન્દ્રિય અને મન બંનેના સાધન છે તથા શ્રુતજ્ઞાન મતિની જ આગળની એક અવસ્થા છે. શ્રુત મતિ-પૂર્વક જ હોય છે—આ બધી અપેક્ષાઓથી શ્રુતને જુદું માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. શ્રુત ‘શાબ્દ-જ્ઞાન’ છે. તેની પોતાની વિશેષતા છે. કારણસામગ્રી એક હોવા છતાં પણ મતિજ્ઞાન માત્ર વર્તમાનને જ ગ્રહણ કરે છે. પરંતુ શ્રુતજ્ઞાનનો વિષય ‘વૈકાલિક’ છે. આનો વિશેષ સંબંધ ‘મન’ સાથે રહે છે. સંપૂર્ણ આગમ-જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ અપેક્ષાએ તેનું ભિન્ન નિરૂપણ પણ યુક્તિસંગત છે.
પ્રમાણના બે ભેદ છે—પ્રત્યક્ષ અને પરોક્ષ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન—આ બંનેનો પરોક્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને બાકીના ત્રણે—અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનનો પ્રત્યક્ષમાં.
પરોક્ષ પ્રમાણનાં પાંચ ભેદ છે—સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ.
આમાં પ્રથમ ચાર મતિજ્ઞાનના પ્રકાર છે અને આગમ શ્રુતજ્ઞાન છે. વસ્તુતઃ જ્ઞાન એક જ છે—કેવળજ્ઞાન. બાકીના બધા જ્ઞાનની અવિકસિત અવસ્થાના ઘોતક છે. બધાનો અંતર્ભાવ કેવળજ્ઞાનમાં સહજપણે જ થઈ જાય છે.
૬૭૦
એક અપેક્ષાએ જ્ઞાન બે પ્રકારનું છે—ઈન્દ્રિય-જ્ઞાન અને અતીન્દ્રિય-જ્ઞાન. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈન્દ્રિય-જ્ઞાન છે. અવધિ, મન:પર્યવ અને કેવળ–અતીન્દ્રિય-જ્ઞાન છે.
અથવા જ્ઞાન ત્રણ છે—(૧)મતિ-શ્રુત, (૨) અવધિ-મન:પર્યવ, (૩) કેવળજ્ઞાન.
મતિ-શ્રુતની એકાત્મકતાની બાબતમાં પહેલાં લખાઈ ગયું છે. અવિધ અને મનઃપર્યવ પણ વિષયની દૃષ્ટિએ એક છે, એટલા માટે આ અપેક્ષાએ તેમને એક વિભાગમાં માની લેવાનું અયુક્ત નથી. કેવળજ્ઞાનની પોતાની સ્વતંત્ર સત્તા છે જ. શ્રુતજ્ઞાન
આપ્ત પુરુષ દ્વારા પ્રણીત આગમ અથવા અન્ય શાસ્ત્રો વડે જે જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહે છે અથવા શબ્દ, સંકેત વગેરેથી થનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે અથવા વાચ્ય અને વાચકના સંબંધથી થનારું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાન સાક્ષર હોવાની સાથે-સાથે વચનાત્મક હોય છે. મતિજ્ઞાન સાક્ષર હોઈ શકે છે, વચનાત્મક નહિ. શ્રુતજ્ઞાન વૈકાલિક હોય છે, તેનો વિષય પ્રત્યક્ષ નથી હોતો. શબ્દ વડે તેના વાચ્યાર્થને જાણવો અને શબ્દ વડે જ્ઞાત અર્થને ફરીથી પ્રતિપાદિત કરવો—આ જ તેની સમર્થતા છે. મતિ અને શ્રુતમાં કાર્ય-કારણભાવ સંબંધ છે. મતિ કારણ છે અને શ્રુત કાર્ય. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક કારણ શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ છે. મતિજ્ઞાન તેનું બહિરંગ કારણ છે.
શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે—અંગ-બાહ્ય અને અંગ-પ્રવિષ્ટ.
તીર્થંકર દ્વારા ઉપદિષ્ટ અને ગણધરો દ્વારા પ્રણીત શાસ્રો અંગ-પ્રવિષ્ટ કહેવાય છે. સ્થવીર કે આચાર્યો દ્વારા પ્રણીત શાસ્રો અંગ-બાહ્ય કહેવાય છે. અંગ-પ્રવિષ્ટના બાર ભેદ છે. અંગ-બાહ્યના કાલિક, ઉત્કાલિક આદિ અનેક ભેદો છે.
આવશ્યક નિર્યુક્તિમાં કહેવામાં આવ્યું છે કે જેટલા અક્ષર છે અને તેમના જેટલા વિવિધ સંયોગો છે, તેટલા જ શ્રુતજ્ઞાનના ભેદો છે.” તેના મુખ્ય ભેદ ૧૪ છે—
૧.
૨.
૩.
૪.
वैयर्थ्यातिप्रसंगाभ्यां न मत्यभ्यधिकं श्रुतम् ।
નની, મૂત્ર ૩, ૬, રૂરૂ | प्रमाणनयनतत्त्वालोक, ३ । २ ।
નન્હી, સૂત્ર ૭૩, ૮૦ I
Jain Education International
૫.
૬.
એજન, સૂત્ર ૭૩-૭૮ ।
आवश्यक नियुक्ति, गाथा १७ : पत्तेयमक्खराई, अक्खरसंजोगा जत्तिया लोए ।
एवइया सुयनाणे, पयडीओ होंति नायव्वा ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org