Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મોક્ષમાર્ગ-ગતિ
૬૭૧
અધ્યયન-૨૮: ટિ. ૩
(૧) અક્ષર શ્રુત (૬) મિથ્યા શ્રુત
(૧૧) ગમિક શ્રત (૨) અનર શ્રુત (૭) સાદી શ્રુત
(૧૨) અગમિક શ્રુત (૩) સંસી શ્રત (૮) અનાદી શ્રુત
(૧૩) અંગ-પ્રવિષ્ટ શ્રુત (૪) અસંજ્ઞી શ્રુત (૯) સપર્યવસિત શ્રુત
(૧૪) અનંગ-પ્રવિષ્ટ કૃત (૫) સમ્યક્ શ્રુત
(૧૦) અપર્યવસિત શ્રત વિશેષ વિવરણ માટે જુઓ–નંદી, સૂત્ર ૫૫-૧૨૭.
પાંચ જ્ઞાનોમાં ચાર જ્ઞાન સ્થાપ્ય છે—માત્ર સ્વાર્થ છે. પરાર્થજ્ઞાન માત્ર એક છે. તે છે–શ્રુતજ્ઞાન. તેના જ માધ્યમથી સંપૂર્ણ વિચાર-વિનિમય અને પ્રતિપાદન થાય છે. અવધિજ્ઞાન
આ નોઈન્દ્રિય પ્રત્યક્ષ-જ્ઞાનનો એક પ્રકાર છે. આ મૂર્ત દ્રવ્યોને સાક્ષાત જાણે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અવધિઓ વડે તે બંધાયેલ રહે છે, આથી તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે.
આના બે પ્રકાર છે-ભવ-પ્રત્યયિક અને ક્ષાયોપથમિક. દેવ અને નારકને થનારું અવધિજ્ઞાન ભવ-પ્રચયિક કહેવાય છે. તે જન્મ-જાત હોય છે અર્થાત્ દેવગતિ અને નરકગતિમાં ઉત્પન્ન થતાં જ આ જ્ઞાન થઈ જાય છે. તિર્યંચ અને મનુષ્યને ઉત્પન્ન થનારું અવધિજ્ઞાન લાયોપથમિક’ કહેવાય છે. બંનેમાં આવરણનો ક્ષયપશમ તો થાય જ છે.” તફાવત માત્ર પ્રાપ્તિના પ્રકારમાં હોય છે. ભવ-પ્રયિકમાં જન્મ જ પ્રધાન નિમિત્ત હોય છે અને સાયોપશમિકમાં વર્તમાન સાધના જ પ્રધાન નિમિત્ત હોય છે. અવધિજ્ઞાનના છ પ્રકાર છે
(૧) અનુગામી–જે સર્વત્ર અવધિજ્ઞાનીનું અનુશમન કરે. (૨) અનનુગામી–ઉત્પત્તિક્ષેત્રની સિવાયના ક્ષેત્રમાં જે ન રહે. (૩) વર્લ્ડમાન-ઉત્પત્તિ-કાળથી જે ક્રમશઃ વધતું રહે. (૪) ફ્રીયમાન–જે ક્રમશઃ ઘટતું રહે. (૫) પ્રતિપાતી–ઉત્પન્ન થઈને જે પાછું ચાલ્યું જાય. (૬) અપ્રતિપાતી–જે આજીવન રહે અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થવા સુધી રહે." વિસ્તૃત વર્ણન માટે જુઓ–નંદી, સૂત્ર ૭-૨૨. મન:પર્યવજ્ઞાન
આ મનના પર્યાયોને સાક્ષાત કરનારું જ્ઞાન છે. તેના બે ભેદ છે–ઋજુમતિ અને વિપુલમતિ.
આ દ્રવ્યની અપેક્ષાએ મનરૂપે પરિણત પુદ્ગલને, ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્ય-ક્ષેત્ર સુધી, કાળની અપેક્ષાએ અસંખ્ય કાળ સુધીના અતીત અને ભવિષ્યને તથા ભાવની અપેક્ષાએ મનોવર્ગણાની અનંત અવસ્થાઓને જાણે છે. '
મન:પર્યવના વિષયમાં બે પરંપરાઓ છે. એક પરંપરા એમ માને છે કે મન:પર્યવજ્ઞાની ચિંતિત અર્થને પ્રત્યક્ષ કરી લે છે.
પ.
૧. નની, મૂત્ર | ૨. સો દ્વારાડું, સૂત્ર ૨ા ૩. નન્દી, સૂત્ર ૬ . ૪. એજન, સૂત્ર ૭, ૮.
એજન, સૂત્ર ૬ . એજન, સૂત્ર ૨૪, ૨૫ : સર્વાર્થસિદ્ધિ, ૧/૧
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org