Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
६४०
અધ્યયન-૨૬: ટિ. ૧૨-૧૪
૧૨. નિદ્રા (નિદોરવું)
આનો અર્થ છે–જે નિદ્રા અમુક સમય સુધી નિરુદ્ધ હતી તેને મુક્ત કરવી–નિદ્રા લેવી, સુવું."
પ્રાચીન વિધિ અનુસાર રાત્રિના પ્રથમ પ્રહરમાં બધા મુનિઓ સ્વાધ્યાયમાં બેસી જતા. જયારે બીજો પ્રહર શરૂ થતો ત્યારે બીજા બીજા મુનિઓ સુઈ જતા, માત્ર ગીતાર્થ અને વૃષભ સાધુઓ સ્વાધ્યાય કરતા રહેતા. તેઓ પહેલા અને બીજા બંને પ્રહરમાં સ્વાધ્યાયરત રહેતા. બીજો પ્રહર પૂરો થતાં તથા ત્રીજા પ્રહરનો પ્રારંભ થતાં તેઓ જ કાળની પ્રતિલેખના કરી ઉપાધ્યાયને જાણ કરી આચાર્યને જગાડતા. આચાર્ય સ્વાધ્યાયમાં લાગી જતા અને પેલા ગીતાર્થ તથા વૃષભ મુનિઓ સુઈ જતા. ત્રીજો પ્રહર વીતતાં તથા ચોથા પ્રહરનો પ્રારંભ થતાં આચાર્ય સુઈ જતા અને બાકીના સૂતેલાં બધા સાધુઓને જગાડી દેવામાં આવતા અને તેઓ બધા વૈરાત્રિક સ્વાધ્યાયમાં રત થઈ જતા.*
વૃદ્ધ, ગ્લાન, શૈક્ષ વગેરે તેના અપવાદ હતા. વિસ્તાર માટે જુઓ-પૃષ્ઠ ૧૦૮. ૧૩. (શ્લોક ૧૯, ૨૦)
આ બે શ્લોકોમાં નક્ષત્રના આધારે કાળગ્રહણની વિધિ બતાવવામાં આવી છે. પ્રત્યેક રાત્રિનું પોતાનું એક નક્ષત્ર હોય છે. તે રાત્રિના પ્રારંભથી અંત સુધી આકાશનું અવગાહન કરે છે. મુનિ આકાશના ચાર ભાગ કરે, જયારે તે નક્ષત્ર આકાશના આ ચારેય ભાગોમાંથી કોઈ એક ભાગનું અવગાહન કરી લે છે ત્યારે સમજવું જોઈએ કે રાત્રિનો એક પ્રહર વીતી ગયો છે. એ જ રીતે બીજા, ત્રીજા અને ચોથા ભાગની સંપૂર્તિ સમયે બીજો, ત્રીજો અને ચોથો પ્રહર વીતી જાય છે. મુનિની દિનચર્યાનું આ પ્રમુખ સૂત્ર છે કે તે સઘળું કાર્ય યોગ્ય સમયે કરે- ‘ને ત્નિ સમયે' (દશવૈકાલિક પોરો૪). જે રીતે વૈદિક પરંપરામાં કાલવિજ્ઞાનનું મૂળ યજ્ઞ છે તેવી જ રીતે જૈન પરંપરામાં તેનું મૂળ સાધુઓની દિનચર્યા છે. રાતના ચાર ભાગ છે–૧. પ્રાદોષિક ૨. અર્ધરાત્રિક ૩. વૈરાત્રિક ૪. પ્રભાતિક
પ્રાદોષિક અને પ્રભાતિક—આ બે પ્રહરોમાં સ્વાધ્યાય કરવામાં આવે છે. અર્ધરાત્રિમાં ધ્યાન અને વૈરાત્રિમાં શયન કરવામાં આવે છે. ૧૪. (શ્લોક ૨૧, ૨૨)
પુલ્વિટ્ઝમ વડમા' અહીં ‘મારૂંક સમુ' એટલું બાકી છે. તથા ‘પરિણી વડાપ’ અહીં ‘અવશિષ્ટમાન એટલું બાકી છે ૫ લિપિના કનક્સ' અહીં કાયોત્સર્ગ કર્યા વિના જ પાત્ર-પ્રતિલેખનનું વિધાન છે. તેનું તાત્પર્ય એ છે કે ચત
५. बृहवृत्ति, पत्र ४३८ : निद्राया मोक्ष:-पूर्वनिरुद्धायामुत्कलना
નિદ્રાક્ષ:સ્ત્રાપ ત્યર્થ: .
ओघनियुक्ति, गाथा ६६१: सव्वेवि पढमजामे दोन्नि उ वसभाण आइमा जामा। तइओ होइ गुरूणं, चउत्थओ होइ सव्वेसि ।।
–રોપીયાવૃત્તિ, પત્ર ૪૬૫, ૪૬૯ I ૩. (ક) ગોન , નાથા ૬૬૮ વૃત્તિ, પત્ર ૨૦૧૪
कालानां चतुष्कं कालचतुष्कं तत्रैकः प्रादोषिक: द्वितीयोऽर्द्धरात्रिकः तृतीयो वैरात्रिक चतुर्थः प्राभातिक: काल इति, एतस्मिन् कालचतुष्के नानात्वं प्रदर्श्यते, तत्र प्रादोषिककाले सर्व एव समकं स्वाध्यायं प्रस्थापयन्ति, शेषेषु तु त्रिषु कालेषु समकं एककालं स्वाध्याय प्रस्थापयन्ति विषमं वा-न युगपद्वा स्वाध्यायं प्रस्थापय
નીતિ (ખ) એજન, જાથા દ૨, ૬૬૩ :
पाओसिय अड्डरते, उत्तरदिसि पुव्व पेहए कालं । वेरत्तियंमि भयणा, पुव्वदिसा पच्छिमे काले ।। सज्झायं काऊणं, पढमबितियासु दोसु जागरणं ।
अन्नं वावि गुणंति, सुगंति झायन्ति वाऽसुद्धे ।। बृहद्वृत्ति, पत्र ५४० : पूर्वस्मिश्चतुर्भागे प्रथमपौरुषीलक्षणे प्रक्रमाद् दिनस्य प्रत्युपेक्ष्य 'भाण्डकं' प्राग्वद्वर्षाकल्पादि उपधिमादित्योदयसमय इति शेषः । એજન, પત્ર ૯૪૦ : દ્વિતીયસૂત્રે ર થાશ્ચર્થમrોડवशिष्यमाण इति गम्यते, ततोऽयमर्थः पादोनपौरुष्यां भाजन प्रतिलेखयेदिति सम्बन्धः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org