Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
सत्तावीसइमं अज्झयणं : सत्यावीसभुं अध्ययन
खलुंकिज्जं : मjीय
મૂળ
સંસ્કૃત છાયા
ગુજરાતી અનુવાદ
१. थेरे गणहरे गग्गे मुणी आसि विसारए। आइण्णे गणिभावम्मि समाहि पडिसंधए॥
स्थविरो गणधरो गार्ग्यः, मुनिरासीद् विशारदः। आकीर्णो गणिभावे समाधि प्रतिसंधत्ते।।
૧. એક ગર્ગગોત્રીયમુનિ થઈ ગયા. તે સ્થવિર”, ગણધર
અને શાસ્ત્રવિશારદ' હતા. તે ગુણોથી આકીર્ણ, ગણિપદ પર સ્થિત બનીને સમાધિનું પ્રતિસંધાન કરતા હતા.*
२. वहणे वहमाणस्स
कंतारं अइवत्तई। जोए वहमाणस्स संसारो अइवत्तई॥
वहने वहमानस्य कांतारमतिवर्तते। योगे वहमानस्य संसारोऽतिवर्तते ।।
૨. વાહનને વહન કરતાં બળદનું અરણ્ય આપમેળે જ
ઓળંગાઈ જાય છે. તેવી જ રીતે યોગને વહન કરનારા મુનિનો સંસાર સ્વયં ઓળંગાઈ જાય છે.
3.
३. खलुंके जो उ जोएइ विहम्माणो किलिस्सई। असमाहिं च वेएइ तोत्तओ य से भज्जई॥
खलुंकान् यस्तु योजयति विघ्नन् क्लिश्यति। असमाधि च वेदयति तोत्रकं च तस्य भज्यते ।।
अयोग्य होने कोतरेछ, ते तेभने भारती छतोક્લેશ પામે છે. તેને અસમાધિનું સંવેદન થાય છે અને તેની રાશ તૂટી જાય છે.
४. एगं डसइ पुच्छंमि
एगं विंधइऽभिक्खणं। एगो भंजइ समिलं एगो उप्पहपट्ठिओ॥
एकं दशति पुच्छे एकं विध्यत्यभीक्ष्णम्। एको भनक्ति 'समिलं' एक उत्पथप्रस्थितः।।
૪. તે કુદ્ધ થયેલો વાહક કોઈ એકની પૂંછડી કાપી નાખે છેઃ
અને કોઈ એકને વારંવાર આર ભોકે છે. ત્યારે કોઈ અયોગ્ય બળદ ધૂંસરીની ખીલી તોડી નાખે છે અને કોઈ આડા માર્ગે દોડી જાય છે.
५. एगो पडइ पासेणं
निवेसइ निवज्जई। उक्कुद्दइ उप्फिडई सढे बालगवी वए॥
एकः पतति पार्वेन निविशति निपद्यते। उत्कूदते उत्प्लवते शठ: बालगवीं व्रजेत् ।।
૫. કોઈ એક પડખાભેર પડી જાય છે, કોઈ બેસી જાય છે
તો કોઈ સૂઈ જાય છે. કોઈ કૂદે છે, કોઈ ઊછળે છે* તો કોઈ શઠ તરુણ ગાયની તરફ ભાગી જાય છે.
६. माई मुद्धेण पडइ
कुद्धे गच्छद पडिप्पहं मयलक्खेण चिट्ठई वेगेण य पहावई ॥
मायी मूर्जा पतति कूद्धो गच्छति प्रतिपथम्। मृतलक्षेण तिष्ठति वेगेन च प्रधावति ।।
૬. કોઈ ધૂર્ત બળદ માથું નમાવી પડી જાય છે તો કોઈ ક્રોધ
કરી પાછલી બાજુ ચાલે છે. કોઈ મડદા જેવો બની પડી જાય છે તો કોઈ વેગપૂર્વક દોડવા લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org