Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ખલુંકીય
છે તથા ગણિભાવનો અર્થ—આચાર્યના રૂપમાં અવસ્થિત એવો કર્યો છે.૧
૬. પ્રતિસંધાન કરતો હતો (પઙિસંધ)
શાન્ત્યાચાર્યે આનો અર્થ ‘કર્મોદયથી નષ્ટ થયેલી અવિનીત શિષ્યોની સમાધિનું પુનઃ સંધાન કરવું–જોડવું' અને નેમિચન્દ્ર ‘શિષ્યો દ્વારા તોડવામાં આવેલી સમાધિનું પુનઃ પોતાની જાતમાં સંધાન કરવું' એવો કર્યો છે. આ અધ્યયનની દૃષ્ટિએ બંને અર્થો ઉચિત છે.
૭. અયોગ્ય બળદોને (હનું)
‘હતું’ અને ‘જીતું’–આ બંને રૂપો પ્રચલિત છે. નેમિચન્દ્રે આનો અર્થ ‘દુષ્ટ બળદ’ કર્યો છે.' સ્થાનાંગવૃત્તિમાં પણ ખલુંકનો અર્થ ‘અવિનીત’ કરવામાં આવ્યો છે.૫ ખલુંકનો અર્થ ‘ઘોડો’ પણ થાય છે.”
સરપેન્ટિયરે લખ્યું છે—સંભવ છે કે આ શબ્દ ‘વ્રુત્ત’ સાથે જોડાયેલ રહ્યો હોય અને પ્રારંભમાં ‘વ્રુત્ત’ શબ્દના પણ એ જ– વક્ર, દુષ્ટ વગેરે અર્થે રહ્યા હોય. પરંતુ આની પ્રામાણિક વ્યુત્પત્તિ અજ્ઞાત જ છે. અનુમાને આ શબ્દ ‘સ્રોક્ષ’નો નિકટવર્તી રહ્યો છે. જેમ કે—ખલ-વિહગનો દુષ્ટ પક્ષીના અર્થમાં પ્રયોગ થાય છે, તેવી જ રીતે ખલ-ઉક્ષનો દુષ્ટ બળદના અર્થમાં પ્રયોગ થયો હોય.
‘જીતું’ શબ્દના અનેક અર્થો નિયુક્તિની ગાથાઓ (૪૮૯-૪૯૪)માં મળે છે–
(૧) જે બળદ પોતાની ધૂંસરી તોડીને ઉત્પથગામી બની જાય છે, તેને ખલુંક કહેવામાં આવે છે—આ ગાથા ૪૮૯નો ભાવાર્થ છે.
(૨) ૪૯૦મી ગાથામાં ખલુંકનો અર્થ વક્ર, કુટિલ, જેને નમાવી શકાય નહીં એવો ઈત્યાદિ કરવામાં આવ્યો
છે.
(૩) ૪૯૧મી ગાથામાં હાથીનો અંકુશ, કરમંદી, ગુલ્મની લાકડી અને તાલવૃંતનો પંખો વગેરેને ખલુંક કહેવામાં આવે
છે.
(૪) ૪૯૨મી ગાથામાં દંશ, મશક, જોંક વગેરેને ખલુંક કહેવામાં આવેલ છે.
(૫) ૪૯૩ અને ૪૯૫મી ગાથાઓમાં ગુરુના પ્રત્યેનીક, શબલ, અસમાધિકર, પિશુન, બીજાને સંતપ્ત કરનાર અવિશ્વસ્ત શિષ્યોને ખલુંક કહેવામાં આવેલ છે.
૧.
૬૫૫
ઉપર્યુક્ત વિવરણથી એ સ્પષ્ટ થઈ જાય છે કે દુષ્ટ, વક્ર વગેરેના અર્થમાં ‘ખલુંક’ શબ્દનો પ્રયોગ થાય છે. જ્યારે તે મનુષ્ય કે પશુના વિશેષણ રૂપે પ્રયુક્ત થાય છે ત્યારે તેનો અર્થ થાય છે—દુષ્ટ મનુષ્ય અથવા પશુ, અવિનીત મનુષ્ય અથવા પશુ અને જ્યારે તે લતા, ગુલ્મ, વૃક્ષ વગેરેના વિશેષણ રૂપે પ્રયુક્ત થાય છે ત્યારે તેનો અર્થ વક્ર લતા કે વૃક્ષ, પૂંઠું, ગાંઠાવાળું લાકડું કે વૃક્ષ એવો થાય છે.
૨.
ૐ.
વૃત્તવૃત્તિ, પત્ર ૧૦ : આજીŕ:—આચાર્યનુળાचारश्रुतसम्पदादिभिर्व्याप्तः परिपूर्ण इति यावत्, गणिभावे - आचार्यत्वे स्थित इति गम्यते ।
એજન, પત્ર ૫૦ : પ્રતિબંધન્ને ર્માંદ્યાત્ શ્રુતિमपि संघट्टयति, तथाविधशिष्याणामिति गम्यते ।
सुखबोधा, पत्र ३१६ : प्रतिसंधत्ते कुशिष्यैस्त्रोटितमपि संघट्टयति आत्मन इति गम्यते ।
અધ્યયન-૨૭: ટિ. ૬-૭
Jain Education International
૪.
૫.
€.
૭.
૮.
એજન, પત્ર રૂ૧૬ : વનુંાન્ તિવૃષમાન્।
નળ, ૪ ૫ ૪૬૮ વૃત્તિ, પત્ર ૨૩૮ : હતુંો
गलिरविनीतः ।
અભિધાનપ્પવીપિળા, રૂ૭૦ : ઘોટો, (તુ) હતુંજો (થ)|
The Uttaradhyayana Sutra, p. 372.
વૃત્તવૃત્તિ, પત્ર ૪૮-૬૯૦ |
For Private & Personal Use Only
www.jainelibrary.org