Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
અધ્યયન-૨૬ : ટિ. ૨૧
આ ફેરફાર જો લિપિદોષના કારણે ન થયો હોય તો એમ જ માનવું પડશે કે ઉત્તરાધ્યયનમાં પ્રતિપાદિત ત્રીજા કારણ સાથે આચાર્ય વ≠કેર સહમત નથી. બૌદ્ધ ગ્રંથોમાં આહાર લેવા કે કરવાની મર્યાદાનો ઉલ્લેખ કરતી વેળાએ કહેવામાં આવ્યું છે– ભિખ્ખુ ક્રીડાને માટે, મદને માટે, ખંડન કરવાને માટે, વિભૂષાને માટે—આહાર ન કરે. પરંતુ શરીરને ટકાવવાને માટે, રોગના ઉપશમનને માટે, બ્રહ્મચર્યનું પાલન કરવા માટે (શાસન-બ્રહ્મચર્ય અને માર્ગ-બ્રહ્મચર્યને માટે) આ રીતે આહાર કરતો હું ભૂખથી ઉત્પન્ન થયેલી વેદનાને ક્ષીણ કરીશ અને નવી વેદના ઉત્પન્ન નહિ કરું. આમ કરવાથી મારી યાત્રા (સંયમ-યાત્રા અથવા શારીરિક યાત્રા) અને પ્રાશુવિહાર-ચર્યા પણ ચાલતી રહેશે.
મુનિને આહા૨ ક૨વાનો આ (ઈર્યાપથ-શોધક) ત્રીજો ઉપષ્ટ છે. જો મુનિ આહાર નથી કરતો તો બીજી-બીજી ઈન્દ્રિયોની સાથે આંખો પણ કમજોર બની જાય છે. આવી સ્થિતિમાં ગમન-આગમન કરતી વેળાએ ઈર્યાપથનું સમ્યક્ શોધન કરી શકાતું નથી.
વેદના (ક્ષુધા) શાંતિ માટે (વેયા)
ભૂખ જેવું કોઈ કષ્ટ નથી. ભૂખ્યો માણસ વૈયાવૃત્ત્વ (સેવા) કરી શકતો નથી; ઈર્યાનું શોધન કરી શકતો નથી; પ્રેક્ષા વગેરે સંયમ-વિધિઓનું પાલન કરી શકતો નથી; તેનું બળ ક્ષીણ થઈ જાય છે; ગુણન અને અનુપ્રેક્ષા કરવા માટે તે અશક્ત બની જાય છે—એટલા માટે ભગવાને કહ્યું છે કે વેદનાની શાંતિ માટે મુનિ આહાર કરે.
ધર્મ-ચિંતન માટે (ધર્મચિતાણુ)
વૃત્તિમાં ધર્મના બે અર્થ છે—ધર્મ-ધ્યાન અને શ્રુત-ધર્મ. ચાર ધ્યાનોમાં ધર્મ-ધ્યાન પ્રશસ્ત ધ્યાન છે. તેના આધારે વ્યક્તિ શુક્લ-ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. શ્રુત-ધર્મનો અર્થ છે—જ્ઞાનની આરાધના, આગમોની અવિચ્છિત્તિનો પ્રયત્ન. ‘ધવિતા’ શારીરિક બળ અને મનોબળ વિના નથી થતી. અનાહાર અવસ્થામાં મન અને શરીર ક્લાન્ત બની જાય છે. આથી કરીને મુનિ ધર્મચિંતાને માટે આહારની ગવેષણા કરે.
૬૪૪
૨૧. (શ્લોક ૩૪)
આ શ્લોકમાં છ કારણોસર આહાર ન કરવો જોઈએ એમ કહેવામાં આવ્યું છે –
(૧) આતંક—જ્વર વગેરે આકસ્મિક રોગ આવી પડે ત્યારે.
(૪) પ્રાણીદયા માટે.
(૨) રાજા વગેરેનો ઉપસર્ગ થાય ત્યારે.
(૫) તપસ્યા માટે.
(૩) બ્રહ્મચર્યની તિતિક્ષા—સુરક્ષા માટે.
(૬) શરીરનો વ્યુત્સર્ગ કરવા માટે.
મુનિ શરીરના વ્યુચ્છેદની આકાંક્ષા અથવા મૃત્યુની કામના એ જ પરિસ્થિતિમાં કરે છે કે જ્યારે તે એમ જાણી જાય છે કે તેનું શરીર અને ઈન્દ્રિયો ક્ષીણ થઈ રહી છે અને તે હવે જ્ઞાન, દર્શન તથા ચારિત્રના પર્યાયોના વિકાસ માટે સમર્થ નથી રહ્યો. તે સૌથી પહેલાં સંલેખના કરે છે—વિવિધ તપસ્યાઓ વડે પોતાના શરીર અને કષાયોને ક્ષીણ કરે છે અને અંતમાં અનશન કરે છે. સમાધિ-મરણને માટે મૃત્યુની આકાંક્ષા કામની છે.
૧.
૨.
विशुद्ध ११ । ३१ पाद टिप्पण ८ : पटिसंखा योनिसो पिण्डपातं पटिसेवति, नेव दवाय, न मदाय, न मण्डनाय, न विभूसनाय, यावदेव इमस्स कायस्स ठितिया यापनाय विहिंसूपरतिया ब्रह्मचर्यानुग्गहाय, इति पुराणं च वेदनं पहिंखामि, नवं च वेदनं न उप्पादेस्सामि, यात्रा च मे भविस्सति फासविहारो याति ।
ओघनियुक्तिभाष्य गाथा २९०, २९१ :
Jain Education International
नत्थि छुहाए सरिसया, वेयण भुंजेज्ज तप्पसमणट्ठा । छाओ वेयावच्चं न तरड़ काउं अओ भुंजे ।।
For Private & Personal Use Only
इरियं नवि सोहेइ, पेहाईयं च संजमं काउं ।
थामो वा परिहायड़, गुणणुप्पेहासु य असत्तो ।।
૩. વૃવૃત્તિ, પત્ર ૯૪રૂ I
૪.
સરખાવો—ાળ ૬ । ૪૨; ગોપનિયુંત્તિમાષ્ય, ગાથા
૨૧૨,૨૧૪૫
www.jainelibrary.org