Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્જીયણાણિ
ક્યારેક ચક્રવાલસમાચારીનો પણ ઉલ્લેખ મળે છે. વર્ધમાન દેશના (પત્ર ૧૦૨)માં શિક્ષાના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે—આસેવના શિક્ષા અને ગ્રહણ શિક્ષા.
આસેવના શિક્ષા અંતર્ગત દસવિધ ચક્રવાલ સામાચારીનો ઉલ્લેખ થયો છે–
પ્રતિલેખના
ભોજન
૧.
૬.
૨. પ્રમાર્જના
૭.
૩.
૮.
૪.
૯.
૫.
૧૦. આવશ્યિકી.
ઉપર્યુક્ત દસ સામાચારીઓમાં આવશ્યિકી વિભાગમાં બધી ઔધિક સામાચારીઓનું ગ્રહણ થયું છે.
સામાચારીનો અર્થ છે—મુનિનો આચાર-વ્યવહાર અથવા ઈતિ-કર્તવ્યતા. આ વ્યાપક પરિભાષા વડે મુનિ-જીવનની દિવસ-રાતની સમસ્ત પ્રવૃત્તિઓ ‘સામાચારી’ શબ્દથી વ્યવહૃત થઈ શકે છે. દસવિધ ઔધિક સામાચારીની સાથે-સાથે પ્રસ્તુત અધ્યયનમાં અન્યાન્ય કર્તવ્યોનો નિર્દેશ પણ થયો છે.
૬૧૮
ભિક્ષા
ચર્ચા
આલોચના
૧.
અધ્યયન-૨૬ : આમુખ
શિષ્ય માટે આવશ્યક છે કે તે જે પણ કાર્ય કરે તે ગુરુની આજ્ઞા મેળવીને કરે (શ્લોક ૮-૧૦). દિનચર્યાની વ્યવસ્થા માટે દિવસના ચાર ભાગો અને તેમાં કરવાલાયક કાર્યોનો ઉલ્લેખ શ્લોક ૧૧ અને ૧૨માં છે. શ્લોક ૧૨થી ૧૬ સુધી દૈવસિક કાળજ્ઞાનદિવસના ચાર પ્રહરોને જાણવાની વિધિ છે. શ્લોક ૧૭ અને ૧૮માં રાત્રિ-ચર્યાના ચાર ભાગો અને તેમાં કરવાલાયક કાર્યોનો ઉલ્લેખ છે. શ્લોક ૧૯ અને ૨૦માં રાત્રિક કાળ-જ્ઞાન—રાતના ચારેય પ્રહરોને જાણવાની વિધિ અને પ્રથમ તથા ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવાનો નિર્દેશ છે. શ્લોક ૨૧માં ઉપધિ-પ્રતિલેખના અને સ્વાધ્યાયનું વિધાન છે. આઠમા શ્લોકમાં પણ આ વિષય પ્રતિપાદિત છે. અહીં થોડા પરિવર્તન સાથે પુનરુક્તિ છે. શ્લોક ૨૨માં પાત્ર-પ્રતિલેખના તથા ૨૩માં તેનો ક્રમ છે. શ્લોક ૨૪થી ૨૮ સુધી વજ્ર-પ્રતિલેખનાની વિધિ છે. શ્લોક ૨૯ અને ૩૦માં પ્રતિલેખના-પ્રમાદના દોષનું નિરૂપણ છે. શ્લોક ૩૧થી ૩૫માં દિવસના ત્રીજા પ્રહરના કર્તવ્યો—ભિક્ષાચારી, આહાર તથા બીજા ગામમાં ભિક્ષા અર્થે જવું વગેરેનું વિધાન છે. શ્લોક ૩૬ અને ૩૭ તથા ૩૮નાં પ્રથમ બે ચરણો સુધી ચતુર્થ પ્રહરના કર્તવ્યો–વસ્ર-પાત્ર-પ્રતિલેખન, સ્વાધ્યાય, શય્યા અને ઉચ્ચાર-ભૂમિની પ્રતિલેખનાનું વિધાન છે. શ્લોક ૩૮નાં અંતિમ બે ચરણોથી ૪૨નાં ત્રણ ચરણો સુધી દૈવસિક પ્રતિક્રમણનું વિધાન છે. ચતુર્થ ચરણમાં રાત્રિક કાલ-પ્રતિલેખનાનું વિધાન છે. શ્લોક ૪૩મો ૧૮માનું પુનરાવર્તન છે તથા ૪૪મો ૨૦માનું પુનરાવર્તન છે. શ્લોક ૪૫થી ૫૧ સુધી રાત્રિક-પ્રતિક્રમણનું વિધાન છે. ૫૨મા શ્લોકમાં ઉપસંહાર છે. ૨૦મા શ્લોક સુધી એક રીતે ઓઘ સમાચારી (દિવસ અને રાતની ચર્યા)નું પ્રતિપાદન થઈ ચૂક્યું છે. શ્લોક ૨૧થી ૫૧ સુધી પૂર્વપ્રતિપાદિત વિષયનું જ વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલા માટે અહીં ક્યાંક-ક્યાંક પુનરુક્તિ પણ છે.
મુનિ દિવસના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજામાં ધ્યાન, ત્રીજામાં ભિક્ષાચર્યા અને ચોથામાં ફરી સ્વાધ્યાય (શ્લોક
૧૨).
પ્રવચન સારોદ્ધાર, ગાથા ૭૬૦, ૭૬૧માં ‘ઇચ્છા, મિચ્છા' વગેરેને ચક્રવાલ-સામાચારી અન્તર્ગત માનેલ છે અને ગાથા ૭૬૮માં પ્રતિલેખના, પ્રમાર્જના વગેરેને પ્રકારાન્તરે દસવિધ સામાચારી માનેલ છે.
Jain Education International
મુનિ રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા-મોક્ષ (શયન) અને ચોથામાં ફરી સ્વાધ્યાય (શ્ર્લોક ૧૮).
આ મુનિના ઔત્સર્ગિક કર્તવ્યોનો નિર્દેશ છે. આમાં કેટલાક અપવાદ પણ છે.
પાત્રક ધાવન
વિચારણ (બહિર્ભૂમિ-ગમન)
સ્થંડિલ
For Private & Personal Use Only
www.jainelibrary.org