Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયાણિ
અધ્યયન-૨૬ : ટિ. ૩-૪
જયાચાર્ય અનુસાર દિવસના પ્રથમ ચતુર્થ ભાગનો અર્થ ‘પ્રથમ પ્રહરનો પ્રથમ ચતુર્થ ભાગ’ છે.' સાધારણ રીતે આ કાળમાન સૂર્યોદયથી ૨ ઘડી (૪૮ મિનિટ) સુધીનું છે. ૩ કલાક ૧૨ મિનિટનો પ્રહર હોવાથી ૪૭ મિનિટનું કાળમાન બરાબર ચોથો ભાગ થાય છે. જ્યારે દિવસનો પ્રહર ૩ કલાક ૩૦ મિનિટનો હોય છે, તે સમયે ચોથો ભાંગ ૫૨ ૧/‚ મિનિટનો હોય છે. તે સમય ૪૮ મિનિટ ચોથા ભાગથી થોડોક ઓછો હોય છે.
જયાચાર્યનો અભિપ્રાય ઉત્તરવર્તી સાહિત્ય અને પરંપરા પર આધારિત છે. પ્રાચીન પરંપરા અનુસાર વસ્ર-પ્રતિલેખના સૂર્યોદયની સાથે સમાપ્ત થઈ જતી હતી. એટલા માટે શાન્ત્યાચાર્યે લખ્યું છે કે બહુ પ્રકાશ હોવાથી સૂર્યના અનુસ્થાન અનુદયને જ ઉત્થાન કે ઉદય કહેવામાં આવેલ છે.
કે
ઓનિર્યુક્તિમાં પ્રભાતકાલીન પ્રતિલેખના-કાળ વિષયક ચાર મતોનો ઉલ્લેખ મળે છે—
(૧) સૂર્યોદયનો સમય—પ્રભાસ્થાટનનો સમય.
(૨) સૂર્યોદય પછી–પ્રભાસ્ફાટન થયા પછી.
(૩) એકબીજાનું મોં જ્યારે જોઈ શકાય.
(૪) જે સમયે હાથની રેખાઓ જોઈ શકાય.
આ અનાદેશો માનવામાં આવ્યા છે. નિર્ણાયક પક્ષ એ છે કે પ્રતિક્રમણની પછી—
(૧) મુખ-વસ્તિકા (૨) ૨જોહરણ (૩-૪) બે નિષદ્યાઓ—એક સૂત્રની આભ્યન્તર નિષદ્યા અને બીજી બાહ્ય પાદ-પ્રોંછન (૫) ચોલપટ્ટક (૬-૮) ત્રણ ઉત્તરીય (૯) સંસ્તારક પટ્ટ અને (૧૦) ઉત્તર-પટ્ટની પ્રતિલેખના પછી જ સૂર્યોદય થઈ જાય, તે તે (પ્રતિલેખના)નો કાળ છે.” બહુમાન્ય મત આ જ રહ્યો છે.
૩. ભાણ્ડ-ઉપકરણોની (મંડયું)
પોણી પૌરુષીની પ્રતિલેખનાના પ્રકરણમાં ‘ભણ્ડક’નો અર્થ ‘પાત્ર વગેરે ઉપકરણો' તથા પ્રભાતકાલીન પ્રતિલેખનાના પ્રકરણમાં તેનો અર્થ ‘પછેડી વગેરે ઉપકરણો' થાય છે.
૪. પ્રતિલેખના કરે (પડિસ્નેહિત્તા)
પ્રતિલેખના અને પ્રમાર્જના એ બંને પરસ્પર સંબંધિત છે. જ્યાં પ્રતિલેખનાનો નિર્દેશ થાય છે, ત્યાં પ્રમાર્જના આપમેળે જ આવી જાય છે અને જ્યાં પ્રમાર્જનાનો નિર્દેશ થાય છે ત્યાં પ્રતિલેખના આપમેળે આવે છે. પ્રતિલેખનાનો અર્થ છે ‘દૃષ્ટિ વડે જોવું' અને પ્રમાર્જનનો અર્થ છે ‘ઝાપટીને સાફ કરવું’. પહેલાં પ્રતિલેખના અને ત્યાર બાદ પ્રમાર્જના કરવામાં આવે છે. પ્રતિલેખનીય
શરીર (ઊભા થતાં, બેસતાં અને સૂતી વેળાએ), ઉપાશ્રય, ઉપકરણ, સ્થણ્ડિલ (મળ-મૂત્રની પરિષ્ઠાપનાની ભૂમિ),
उत्तराध्ययन जोड़ पत्र ३७ :
अरुणावासग पुव्वं परोप्परं पाणिपडिलेहा ।
दिवस तणा पहिला पोहर रै मांहि । धुरला चौथा भाग में તાહિક
एते उ अणासा अंधारे उग्गएविहु न दीसे ।
11
૧.
૨.
૩.
૬૩૨
एतलै दो घड़ी ने विषेह । सूर्य उग्गां थी ए लेह ।। ३२ ।। वस्त्रादिक उपगरण सुमंड। पडिलेही रुडी रीत सुभंड || पडिलेहणा किया पछे तिवार । गुरु प्रतिबंदि करी નમાર ।। ૐૐ ।।
बृहद्वृत्ति, पत्र ५३६ ।
ઓપનિયંત્તિ, વૃત્તિ મા. ૨૬૧, ૨૭૦ :
Jain Education International
'
૪.
(ક) ઓનિયુંત્તિ, ૫. ૨૭૦ :
मुहरयनिसिज्जचोले, कप्पतिगदुपट्टथुई सूरो । (ખ) પ્રવચરતારો દ્વાર, ગાથા ૧૨૦ વૃત્તિ, પત્ર ૬૬ : प्रतिक्रमणकरणानन्तरं अनुद्गते सूरे-सूर्योद्गमादનાંમ્।
(ગ) ધર્મસંપ્રદ, પૃ.૨૨:પ્રતિસ્નેહના સૂર્યનુાતે વ સંધ્યા ।
For Private & Personal Use Only
www.jainelibrary.org