Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્ઞયણાણિ
પોણી પૌરુષીના સમયે સાત ઉપકરણોની પ્રતિલેખના કરવામાં આવતી હતી. તે ઉપકરણો આ મુજબ છે—
ઓઘનિર્યુક્તિ
પ્રવચનસારોદ્વાર
(૧) પાત્ર
(૨) પાત્ર-બંધ
(૩) પાત્ર-સ્થાપન
(૪) પાત્ર-કેસરિકા
(૫) પટલ
(૬) રજસ્રાણ
(૭) ગુચ્છગ
૫. ઉત્તર ગુણો (સ્વાધ્યાય વગેરે)ની (ઉત્તરવુÈ)
૬૩૪
પાંચ મહાવ્રતો મૂલ ગુણ છે. સ્વાધ્યાય, ધ્યાન વગેરે તેમની અપેક્ષાએ ઉત્તરગુણ કહેવાય છે. ઉત્તરગુણનો સામાન્ય કાળવિભાગ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યો છે
પ્રથમ પ્રહરમાં—સ્વાધ્યાય.
દ્વિતીય પ્રહરમાં—ધ્યાન–વાંચેલાં વિષયનું અર્થચિંતન અથવા માનસિક એકાગ્રતાનો અભ્યાસ.
ત્રીજા પ્રહરમાં—ભિક્ષાચારી, ઉત્સર્ગ વગેરે.
(૧) મુખપોતિકા
(૨) ગોચ્છગ
(૩) પટલ
(૪) પાત્ર-કેસરિકા
(૫) પાત્ર-બંધ
(૬) રજસ્રાણ
(૭) પાત્ર-સ્થાપન
ચતુર્થ પ્રહરમાં–ફરી સ્વાધ્યાય.
આ દિનચર્યાની સ્થૂળ રૂપરેખા છે. આમાં મુખ્ય કાર્યોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રતિલેખના, વૈયાવૃષ્ય વગેરે આવશ્યક વિધિઓનો આમાં ઉલ્લેખ નથી. પ્રતિલેખનાનો ઉલ્લેખ ૨૧) ૨૨મા શ્લોકમાં સ્વતંત્ર રૂપે કરવામાં આવ્યો છે.
૧. ओघनिर्युक्ति, गाथा ६६८ ।
૨.
૩.
આ વિભાગ તે કાળનો છે જ્યારે આગમસૂત્ર લિખિત ન હતાં. તેમને કંઠસ્થ રાખવા માટે વધુ સમય લગાડવો પડતો હતો. સંભવ છે કે એટલા માટે પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાયની વ્યવસ્થા કરવામાં આવી. તેમને ‘સૂત્ર-પૌરુષી’ પણ કહેવામાં આવતા. બીજા પ્રહરમાં અર્થ સમજવામાં આવતો. એટલા માટે તેને ‘અર્થ-પૌરુષી’ કહેવામાં આવતો. જ્યારે ભિક્ષુઓ માટે એક વખત ભોજન—એક વખત ખાવાની વ્યવસ્થા હતી ત્યારે ભિક્ષા માટે ત્રીજો પ્રહર જ સૌથી વધુ યોગ્ય હતો અને તે કાળે જનતાના ભોજનનો સમય પણ સંભવ છે કે આ જ હતો. કેટલાક આચાર્યોના મતમાં આ અભિગ્રહધારી ભિક્ષુઓનો વિધિ છે. અઢારમા શ્લોકમાં કહેલ નિદ્રા લેવાની વિધિ સાથે તુલના કરવાથી આ મત સંગત લાગે છે.
प्रवचनसारोद्धार, गाथा ५९२ वृत्ति, पत्र १६६ ।
(ક) વૃત્તવૃત્તિ, પત્ર ૧૪૨ ।
(ખ) ઉત્તરાધ્યયન ખોડુ, દાન ર૬ । રૂ૮-૪૬ ।
અધ્યયન-૨૬ : ટિ. ૫
છેદ-સૂત્રો દ્વારા દ્વારા પ્રથમ અને અંતિમ પ્રહરની ભિક્ષાનું પણ સમર્થન થાય છે.’ ઓધ નિર્યુક્તિમાં આપવાદિક-વિધિ અનુસાર બે-ત્રણ વારની ભિક્ષાનું પણ વિધાન મળે છે.' એમ પણ હોઈ શકે છે કે આ આપવાદિક વિધિઓ છેદ-સૂત્રોના રચનાકાળમાં માન્ય થયેલ હોય.
ઓનિર્યુક્તિ અનુસાર નિદ્રા લેવાની વિધિ વિભિન્ન વ્યક્તિઓની અપેક્ષાએ આ પ્રમાણે છે—પ્રથમ અને ચતુર્થ પ્રહરમાં
Jain Education International
૪.
૫.
બૃહત્વ, 、 । ૬ ।
ओघनियुक्ति भाष्य, गाथा १४९ :
एवंपि अपरिचत्ता, काले खवणे अ असहुपुरिसे य ।
कालो गिम्हो उ भवं खमगो वा पढमबिइएहिं । ।
For Private & Personal Use Only
www.jainelibrary.org