Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સામાચારી
२७. पसिढिलपलंबलोला एगामोसा अणेगरूवधुणा । कुणइ पमाणिक पमायं संकिए गणणोवगं कुज्जा ॥
२८. अणूणाइरित्तपडिलेहा अविवच्चासा तहेव य ! पढमं पयं पसत्थं सेसाणि उ अप्पसत्थाई ॥
२९. पडिलेहणं कुतो
मिहोकहं कुणइ जणवयकहंवा । देव पच्चक्खाणं वाएइ सयं पडिच्छ वा ॥
३०. पुढवी आउक्काए
ऊवाऊणवणस्सइतसाणं । पडिलेहणापमत्तो छहं पि विराहओ होड़ ॥
Jain Education International
૬૨૫
प्रशिथिलप्रलम्बलोलाः एकामर्शानेकरूपधूनना । करोति प्रमाणे प्रमादं शंकिते गणनोपगं कुर्यात् । ।
अनूनाऽतिरिक्ता प्रतिलेखा अविव्यत्यासा तथैव च । प्रथमं पदं प्रशस्तं शेषाणि त्वप्रशस्तानि ।।
प्रतिलेखनां कुर्वन् मिथःकथां करोति जनपदकथां वा । ददाति वा प्रत्याख्यानं वाचयति स्वयं प्रतीच्छति वा ।।
पृथिव्यप्काययोः તેનો-વાયુ-વનસ્પતિ-ત્રસાળામ્। प्रतिलेखनाप्रमत्तः षण्णामपि विराधको भवति । ।
અધ્યયન-૨૬ : શ્લોક ૨૬-૨૭
નીચે, ત્રાંસુ કોઈ વસ્ત્ર કે પદાર્થ સાથે ઘસવું. (૪) પ્રસ્ફોટના—પ્રતિલેખન કરતી વખતે રજલિસ વસને ગૃહસ્થની માફક વેગપૂર્વક ઝાટકવું. (૫) વિક્ષિપ્તા—પ્રતિલેખિત વસ્ત્રોને અપ્રતિલેખિત વસ્રો પર રાખવાં અથવા વસ્ત્રના છેડાને એટલો ઊંચો કરવો કે તેની પ્રતિલેખના ન થઈ શકે.
(૬) વેદિકા—પ્રતિલેખન કરતી વેળાએ ઘૂંટણ ઉપર, નીચે કે બાજુમાં હાથ રાખવા અથવા ઘૂંટણોને હાથની વચમાં રાખવા.
૨૭.પ્રતિલેખનાના આ સાત બીજા દોષો છે– (૧) પ્રશિથિલ–વસ્ત્રને ઢીલું પકડવું.
(૨) પ્રલંબ—વસ્રને વિષમતાથી પકડવાને કારણે ખૂણા પડવા. (૩) લોલપ્રતિલેખ્યમાન વસ્ત્રનું હાથ કે ભૂમિ સાથે ઘર્ષણ કરવું. (૪) એકામર્શા—વસને વચમાંથી પકડીને તેની બંને બાજુઓનો એક જ વખતે સ્પર્શ કરવો—એક જ નજરે આખા વસ્રને તપાસી લેવું. (૫) અનેકરૂપ ધૂનના–પ્રતિલેખના કરતી વખતે વસ્ત્રને અનેક વાર (ત્રણથી વધુ વાર) ઝાટકવું અથવા અનેક વસ્ત્રોને એક સાથે ઝાટકવાં. (૬) પ્રમાણ-પ્રમાદ– પ્રસ્ફોટન અને પ્રમાર્જનનું જે પ્રમાણ (નવ-નવ વખત કરવાનું) બતાવ્યું છે, તેમાં પ્રમાદ કરવો. (૭) ગણનોપગણના–પ્રસ્ફોટન અને પ્રમાર્જનના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકા પડવાથી તેની ગણત્રી કરવી.
૨૮.વસ્ત્રના પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી અન્યૂન અાંતરિક્ત (ન ઓછી કે ન વધુ), અને અવિપરીત પ્રતિલેખના કરવી જોઈએ. આ ત્રણ વિશેષણોના આધારે પ્રતિલેખનાના આઠ વિકલ્પો બને છે. તેમાં પ્રથમ વિકલ્પ (અન્યૂન અનતિરિક્ત અને અવિપરીત) પ્રશસ્ત છે અને બાકીના અપ્રશસ્ત.૧૮
૨૯.જે પ્રતિલેખના કરતી વેળાએ કામ-કથા કરે છે અથવા જનપદ-કથા કરે છે અથવા પ્રત્યાખ્યાન કરાવે છે, બીજાઓને ભણાવે છે અથવા પોતે ભણે છે–
૩૦.તે પ્રતિલેખનામાં પ્રમત્ત મુનિ પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયઆ છએ કાયોનો વિરાધક બને છે.૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org