Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૨૬ : સામાચારી
૧. (શ્લોક ૧-૭)
દસ સામાચારીનું વર્ણન ભગવતી (૨૫ ૫૫૫), સ્થાનાંગ (૧૦) ૧૦૨) અને આવશ્યક નિર્યુક્તિમાં પણ છે. ઉત્તરાધ્યયનમાં સામાચારીનો ક્રમ તેનાથી જુદો છે. તેમાંની પ્રથમ ત્રણ સામાચારીઓને અહીં છઠું, સાતમું અને આઠમું સ્થાન મળેલ છે. નવમી સામાચારીનું નામ પણ જુદું છે. ભગવતી વગેરેમાં તેનું નામ નિમંત્રણ' છે. અહીં તેનું નામ ‘અભ્યથાન’ છે.
આવશ્યક નિર્યુક્તિમાં સામાચારી ત્રણ પ્રકારની બતાવવામાં આવી છે–(૧) ઓધ સામાચારી, (૨) દસ-વિધ સામાચારી અને (૩) પદ-વિભાગ સામાચારી.'
‘ઓઘ સામાચારી'નું પ્રતિપાદન ઓઘનિર્યુક્તિમાં છે. તેનાં સાત વાર છે–(૧) પ્રતિલેખન (૨) પિંડ (૩) ઉપધિપ્રમાણ (૪) અનાયતન (અસ્થાન) વર્જન (૫) પ્રતિસેવન–દોષાચરણ (૬) આલોચના અને (૭) વિશોધિ.૨
‘પદ-વિભાગ સામાચારી’ છેદ સૂત્રોમાં કથિત વિષય છે. “દસવિધ સામાચારી’નું વર્ણન આ અધ્યયનમાં છે. તે આ પ્રમાણે છેઆવશ્યકી, નૈષેલિકી
સામાન્ય વિધિ એવો છે કે મુનિ જ્યાં ઉતર્યા હોય તે ઉપાશ્રયથી બહાર ન જાય. વિશેષ વિધિ અનુસાર આવશ્યક કાર્ય આવી પડે તો તે ઉપાશ્રયની બહાર જઈ શકે છે. પરંતુ બહાર જતી વેળાએ સામાચારીનું ધ્યાન રાખતાં તે આવશ્યકી કરે– આવશ્યકીનું ઉચ્ચારણ કરે. ‘આવશ્યક કાર્ય માટે હું બહાર જઈ રહ્યો છું–આ વસ્તુને નિરંતર ધ્યાનમાં રાખે, અનાવશ્યક કાર્યમાં પ્રવૃત્તિ ન કરે. આવશ્યકીનો પ્રતિપક્ષ શબ્દ છે નૈષધિકી. કાર્યમાંથી નિવૃત્ત થઈને જયારે તે સ્થાનમાં પ્રવેશ કરે ત્યારે નિષેલિકીનું ઉચ્ચારણ કરે. ‘હું આવશ્યક કાર્યમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છું, હવે હું પ્રવૃત્તિના સમયે કોઈ અકરણીય કાર્ય થયું હોય તો તેનો નિષેધ કરું છું, તેનાથી પોતાની જાતને દૂર કરું છું—આ ભાવના સાથે તે સ્થાનમાં પ્રવેશ કરે છે. આ સાધુઓના ગમનાગમનની સામાચારી છે. ગમન અને આગમન કાળે તેનું લક્ષ્ય અબાધિત રહે, તે બાબતનું આ બે સામાચારીઓમાં સમ્યક્ ચિંતન છે. આપૃચ્છા, પ્રતિપૃચ્છા
સામાન્ય વિધિ એવો છે કે ઉચ્છવાસ અને નિઃશ્વાસ સિવાયના બાકીના બધા કાર્યો માટે ગુરુની આજ્ઞા લેવી જોઈએ. આ આજ્ઞાનાં બે સ્થાન બતાવવામાં આવ્યાં છે– સ્વયંકરણ, પરકરણ
आवश्यक नियुक्ति, गाथा ६६५ । ओघनियुक्ति, गाथा २: पडिलेहणं च पिंडं, उवहिपमाणं अणाययणवज्जं । पडिसेवणमालोअणं, जह य विसोही सुविहियाणं ।। बृहद्वृत्ति, पत्र ५३४ : 'गमने' तथाविधालम्बनतो बहिनिःसरणे आवश्यकेषु-अशेषावश्यकर्त्तव्यव्यापारेषु सत्सु भवाऽवश्यकी, उक्तं हि-"आवास्सिया उ आवस्सएहिं सुव्वेहिं जुत्तजोगस्से" त्यादि तां कुर्याद्' विदध्यात्।
૪. એજન, પત્ર ૩૪ : સ્થીયતે ઉન્નત સ્થાન
उपाश्रयस्तस्मिन् प्रविशन्निति शेषः, कर्यात, कां?'नषेधिकी' निषेधनं निषेधः-पापानुष्ठानेभ्य आत्मनो व्यावर्त्तनं, तस्मिन् भवा नैषेधिकी, निषिद्धात्मन एतत्सम्भवात्, उक्तं हि-'जो होइ निसिद्धप्पा निसीहिया तस्स भावओ होइ।' એજન, ત્રપુરૂ: કરંવાર થી વિદાય સર્વકાર્દેપિ स्वपरसम्बन्धिषु गुरवः प्रष्टव्याः ।
છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org