Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં ‘ઈચ્છા' વગેરેનું સમાચરણ વર્ણવાયું છે. એટલા માટે આ અધ્યયનનું નામ ‘સામાયારી’–‘સામાચારી’
“Tળસ સાર ગાયાછે'—જ્ઞાનનો સાર છે આચાર. આચાર જીવન-મુક્તિનું સાધન છે. જૈન મનીષીઓએ જે રીતે તત્ત્વોની સૂક્ષ્મતમ છણાવટ કરી છે એ જ રીતે આચારનું સૂક્ષ્મતમ નિરૂપણ પણ કર્યું છે. આ ચાર બે પ્રકારનો હોય છે—ત્રતાત્મક આચાર અને વ્યવહારાત્મક આચાર. વ્રતાત્મક આચાર અહિંસા છે. તે શાશ્વત ધર્મ છે. વ્યવહારાત્મક-આચાર છે પરસ્પરાનુગ્રહ. તે અનેકવિધ હોય છે. તે અશાશ્વત છે.
જે મુનિ સંઘીય-જીવન યાપન કરે છે તેમને માટે વ્યવહારાત્મક-આચાર પણ એટલો જ ઉપયોગી છે જેટલો વ્રતાત્મક આચાર. જે સંઘ કે સમૂહમાં વ્યવહારાત્મક આચારની ઉન્નત વિધિ છે અને તેનું સમ્યફ પરિપાલન થાય છે, તે સંઘ દીર્ધાયુ હોય છે. તેની એકતા અખંડિત રહે છે.
જૈન આચાર-શાસ્ત્રમાં બંને આચારોનું વિશદ નિરૂપણ મળે છે. પ્રસ્તુત અધ્યયનમાં વ્યવહારાત્મક આચારના દસ પ્રકારોનું ફૂટ નિદર્શન છે. આ દસ પ્રકારો સમ્યફ આચારના આધાર છે, એટલા માટે તેમને સમાચાર, સામાચાર અને સામાચારી કહેલ
સામાચારીના બે પ્રકાર છે–ઓઘ સામાચારી અને પદ-વિભાગ સામાચારી. પ્રસ્તુત અધ્યયનમાં ઓધ સામાચારીનું નિરૂપણ છે. ટીકાકારે અધ્યયનના અંતમાં એ જાણકારી આપી છે કે ઓઘ સામાચારીનો અંતર્ભાવ ધર્મકથાનુયોગમાં થાય છે અને પદ-વિભાગ સામાચારીનો ચરણકરણાનુયોગમાં. ઉત્તરાધ્યયન ધર્મકથાનુયોગ અંતર્ગત છે." ઓઘ સામાચારીના દસ પ્રકારો છે (શ્લો, ૩, ૪)૧. આવશ્યક
૬, ઈચ્છાકાર ૨. નૈષધિની
૭, મિચ્છાકાર 3. આપૃચ્છા
૮. તથાકાર ૪. પ્રતિપૃચ્છા ૯. અભ્યત્થાન ૫. છંદના
૧૦. ઉપસંપદા સ્થાનાંગ (૧/૧૦૨) તથા ભગવતી (૨ પીપ૫૫)માં દસ સામાચારીનો ઉલ્લેખ છે. તેમાં ક્રમભેદ ઉપરાંત એક નામભેદ પણ છે–‘અભ્યત્થાન’ને બદલે ‘નિમંત્રણા' છે. નિર્યુક્તિ (ગાથા ૪૮૨)માં પણ ‘નિમંત્રણા” જ આપે છે. મૂલાચાર (ગાથા ૧૨૫)માં સ્થાનાંગમાં પ્રતિપાદિત ક્રમથી ઓઘ સામાચારીનું પ્રતિપાદન થયું છે. | દિગમ્બર-સાહિત્યમાં સામાચારીના સ્થાને સમાચાર, સામાચાર શબ્દનો પ્રયોગ થયો છે અને તેના ચાર અર્થ કરવામાં આવ્યા છે
૧. સમતાનો આચાર. ૩. સમ (તુલ્ય) આચાર, ૨. સમ્યમ્ આચાર. ૪. સમાન (પરિમાણ સહિત) આચાર.૨
૨.
बृहद्वृत्ति, पत्र ५४७ : अनन्तरोक्ता सामाचारी दशविधा ओघरूपा च पदविभागात्मिका चेह नोक्ता धर्मकथाऽनुयोगत्वादस्य छेदसूत्रान्तर्गतत्वाच्च तस्या:- ।
मूलाचार, गाथा १२३ : समदा समाचारो, सम्माचारो समो व आचारो । सव्वेसि सम्माणं, समाचारो हु आचारो॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org