Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અધ્યયન-૨૬ : આમુખ
દૈનિક-કૃત્યોનું વિસ્તારથી વર્ણન ૨૧માથી ૩૮મા શ્લોક સુધી થયું છે અને રાત્રિક કૃત્યોનું ૩૯માથી ૫૧મા શ્લોક સુધી.
આ બધું વર્ણન સામાચારી અંતર્ગત આવે છે. સામાચારી સંઘીય જીવન જીવવાની કળા છે. તેનાથી પારસ્પરિક એકતાની ભાવના ખીલે છે અને તેનાથી સંધ મજબૂત બને છે. દસવિધ સામાચારીની પરિપાલનાથી વ્યક્તિમાં નીચેના વિશેષ ગુણો ઉત્પન્ન થાય છે—
સામાચારી
૬૧૯
૧. આવશ્યિકી અને નૈષધિકી વડે નિષ્પ્રયોજન ગમનાગમન પર નિયંત્રણ રાખવાની આદત વિકસે છે. ૨. મિચ્છાકાર વડે પાપો પ્રત્યે સજગતાનો ભાવ વિકસે છે.
૩. આપૃચ્છા અને પ્રતિસ્પૃચ્છા વડે શ્રમશીલ તથા બીજાને માટે ઉપયોગી બનવાનો ભાવ પેદા થાય છે.
૪. છંદના વડે અતિથિ-સત્કારની પ્રવૃત્તિ વધે છે.
૫. ઈચ્છાકાર વડે બીજાઓના અનુગ્રહને સહર્ષ સ્વીકારવાની તથા પોતાના અનુગ્રહમાં પરિવર્તન કરવાની કળા આવડે છે. પરસ્પરાનુગ્રહ સંઘીય જીવનનું અનિવાર્ય તત્ત્વ છે. પરંતુ વ્યક્તિ જ્યારે તે અનુગ્રહને અધિકાર માની બેસે છે ત્યારે પરિસ્થિતિ જટિલ બની જાય છે. બીજાના અનુગ્રહની હાર્દિક સ્વીકૃતિ પોતાનામાં વિનય પેદા કરે છે.
૬. ઉપસંપદા વડે પરસ્પર-ગ્રહણની અભિલાષા વિકસે છે.
૭. અભ્યુત્થાન (ગુરુ-પૂજા) વડે ગુરુતા તરફ અભિમુખતા પેદા થાય છે.
૮. તથાકાર વડે આગ્રહની આદત છૂટી જાય છે, વિચાર કરવા માટે પ્રવૃત્તિ સદા મુક્ત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org