Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
૬૧૦
અધ્યયન-૨૫: ટિ. ૬-૮
કર્મ-કાંડી મીમાંસકોનો મત છે કે જે યજ્ઞને છોડી દે છે, તે શ્રૌતધર્મથી વંચિત બની જાય છે. ભગવાન મહાવીરના સમયમાં યજ્ઞોનું પ્રચલન અધિક હતું. માત્ર ઉત્તરાધ્યયનમાં જ યજ્ઞોનો વિરોધ બે સ્થળે મળી આવે છે. શ્રૌતયજ્ઞોનાં બંધ થવામાં જૈન મુનિઓના પ્રયત્નો ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યા છે. - લોકમાન્ય તિલક અનુસાર–‘ઉપનિષદોમાં પ્રતિપાદિત જ્ઞાનના કારણે મોક્ષ-દષ્ટિથી આ કર્મોની ગૌણતા આવી ચૂકી હતી (ગીતા રો ૪૧-૪૬). આ જ ગૌણતા અહિંસા-ધર્મનો પ્રચાર થવાથી આગળ જતાં અધિકાધિક વધતી ગઈ. ભાગવત-ધર્મમાં સ્પષ્ટપણે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે યજ્ઞ-યાગ વેદ-વિહિત છે, તો પણ તેમના માટે પશુ-વધ કરવો ન જોઈએ. ધાન્ય વડે જ યજ્ઞ કરવો જોઈએ (જુઓ–મહાભારત, શાંતિપર્વ, ૩૩૬ ૧૦ અને ૩૩૭). આ કારણથી (તથા કેટલાક અંશે આગળ ઉપર જૈનોના પણ એવા જ પ્રયત્નોના કારણે) શ્રૌત-યજ્ઞ માર્ગની આજકાલ એવી દશા થઈ ગઈ છે કે કાશી જેવા મોટા-મોટા ધર્મક્ષેત્રોમાં પણ શ્રોતાગ્નિહોત્ર પાલન કરનારા અગ્નિહોત્રી ખૂબ જ ઓછા નજરે પડે છે અને જ્યોતિષ્ઠોમ વગેરે પશુ-યજ્ઞો થવાનું તો દસ-વીસ વર્ષે ક્યારેક-ક્યારેક જ સંભળાય છે."
ધર્માનન્દ કૌશામ્બીના મત અનુસાર યજ્ઞના ઉમૂલનની દિશામાં પહેલો પ્રયત્ન ભગવાન પાર્વે કર્યો : “આ રીતે લાંબાપહોળા યજ્ઞ લોકોને કેટલા અપ્રિય થઈ રહ્યા હતા, તેના બીજા પણ ઘણા ઉદાહરણો બૌદ્ધ સાહિત્યમાં મળે છે. આ યજ્ઞોથી ઉબાઈને જે તાપસો જંગલોમાં ચાલ્યા જતા હતા તેઓ જો ક્યારેક ગામોમાં આવતા પણ હતા તો લોકોને ઉપદેશ દેવાના ચક્કરમાં પડતા નહિ. પહેલવહેલો આવો પ્રયત્ન સંભવતઃ પાર્શ્વનાથે કર્યો. તેમણે જનતાને બતાવ્યું કે યજ્ઞ-યાગ ધર્મ નથી, ચાર યામ જ સાચો ધર્મ-માર્ગ છે. યજ્ઞ-યાગથી ઉબાઈ ગયેલી સામાન્ય જનતાએ તરત આ ધર્મને અપનાવ્યો.'' ૬. બધા દ્વારા અભિષિત (સર્વામિય)
વૃત્તિકારે આનાં બે સંસ્કૃત રૂપ આપ્યાં છે–સર્વોચ્ચ અને સર્વામિ. સર્વકામ્યએવું ભોજન જેમાં બધી ઈચ્છનીય વસ્તુઓ હોય. સર્વકામિક–છ રસોથી યુક્ત ભોજન. ૭. વિપ્ર...દ્વિજ (વિપ્પા.વિયા)
સામાન્યપણે ‘વિપ્રઅને ‘દ્વિજ'–આ બંને શબ્દ ‘બ્રાહ્મણ'ના અર્થમાં પ્રયુક્ત થાય છે. પરંતુ તેમની નિયુક્તિ ભિન્ન-ભિર છે. જે વ્યક્તિ બ્રાહ્મણ-જાતિમાં ઉત્પન્ન થાય છે તેને વિપ્ર’ કહેવામાં આવે છે. આ ‘જાતિ-વાચક નામ છે. જે વ્યક્તિ બ્રાહ્મણ જાતિમાં પેદા થાય છે અને યોગ્ય વયે યજ્ઞોપવિત ધારણ કરે છે–સંસ્કારિત થાય છે. તેને ‘દ્વિજ' કહેવામાં આવે છે. આ એક વિશિષ્ટ સંસ્કાર છે કે જે બીજો જન્મ ગ્રહણ કરવા બરાબર માનવામાં આવે છે.*
એવો પણ સંભવ છે કે જે વેદોના જ્ઞાતા હતા, તેમને ‘વિપ્ર અને જે યજ્ઞ વગેરે કરવા-કરાવવામાં કુશળ હતા તેમને ‘દ્વિજ કહેવામાં આવતા હતા. તે ભાવ સ્વયં પ્રસ્તુત શ્લોકના પ્રથમ અને દ્વિતીય ચરણમાં સ્પષ્ટ છે–ને ય વૈવિક વિUા, સન્નટ્રાર ને કિયા | ૮. જ્યોતિષ વગેરે વેદનાં છ અંગોને જાણનાર (નાફસંવિક)
શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જયોતિષ-આ છ વેદાંગ કહેવાય છે. આમાં શિક્ષા વેદની નાસિકા છે, કલ હાથ, વ્યાકરણ મુખ, નિરુક્ત કાન, છંદ પગ અને જયોતિષ નેત્ર છે. એટલા માટે વેદ-શરીરનાં આ અંગો કહેવાય છે. તેમને દ્વારા વેદાર્થ સમજવામાં મૂલ્યવાન સહાયતા પ્રાપ્ત થાય છે. વેદનાં પ્રધાન પ્રતિપાદ્ય યજ્ઞો સાથે જયોતિષનો વિશિષ્ટ સંબંધ છે
૧. ૨. ૩.
ગીતા દ0, પૃ. ૩૦, I ભારતીય સંસ્કૃતિ ગૌર અહિંસા, પૃ. ૬? 1 ब्रहवृत्ति, पत्र ५२३ : सर्वाणि कामानि-अभिलषणीयवस्तूनि यस्मिन् तत् सर्वकाम्यं, यद् वा सर्वकामैनिर्वृत्तं तत्
प्रयोजनं वा सर्वकामिकं। એજન, પત્ર ૨૩ : વિપ્ર નાતિત:, દિના: संस्कारापेक्षया द्वितीयजन्मानः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org