Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૬૧૪
અધ્યયન-૨૫: ટિ. ૨૧-૨૨
શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મ. જે શબ્દબ્રહ્મમાં નિષ્ણાત હોય છે, તે પરબ્રહ્મને પામી જાય છે. પરબ્રહ્મ છે અહિંસા, સત્ય વગેરે બ્રહ્મ શબ્દ વડે અહીં આ જ ગૃહીત છે.'
ભર્તુહરિએ શબ્દને બ્રહ્મ માનેલ છે. શંકરાચાર્ય અથવા અદ્વૈત મુજબ બ્રહ્મ પરમ બ્રહ્મ છે.
સૂત્રકૃતાંગ ૧૪ ૧માં સુવંમર' શબ્દનો પ્રયોગ છે. ત્યાં ચૂર્ણિકારે તેના ત્રણ અર્થ કર્યા છે–(૧) સુચારિત્ર, (૨) નવ ગુણિયુક્ત મૈથુન-વિરતિ, (૩) ગુરુકુળ-વાસ.
સૂત્રકૃતાંગ રા પ ૧માં વંમરની વ્યાખ્યામાં ચૂર્ણિકારે આચાર, આચરણ, સંયમ, સંવર અને બ્રહ્મચર્યને એકાર્થક
માન્યાં છે.
આચારાંગ ૩ ૪માં બ્રહ્મનો અર્થ યોગીઓનું પરમ પવિત્ર સુખ એવો કરવામાં આવ્યો છે.જે 3. मुणी
સામાન્યપણે મુનિનો અર્થ મૌન રહેનાર કરવામાં આવે છે. અહીં આ અર્થ અભિપ્રેત નથી. મુનિ કહેવડાવવાનો આધાર છે-જ્ઞાન. તે જ્ઞાનાર્થક ! ધાતુમાંથી નિષ્પન્ન છે. ૨૧. (શ્લોક ૩૧)
પ્રસ્તુત શ્લોકમાં ‘જન્મના જાતિ'નો અસ્વીકાર અને ‘કર્મણા જાતિ’નો સિદ્ધાંત પ્રતિપાદિત છે. જાતિઓ સામયિક આવશ્યકતા અનુસાર બને છે. તે શાશ્વત નથી હોતી. મહાવીરે જન્મના જાતિવાદ વિરુદ્ધ ક્રાંતિ કરી અને કર્મણા જાતિનું પ્રતિપાદન કર્યું. વ્યક્તિ પોતાનાં કર્મ-કાર્ય વડે અમુક-અમુક બને છે. કોઈ કુળ કે જાતિમાં જન્મ લેવા માત્રથી તેવો બની જતો નથી. ૨૨. બધાં કર્મોથી મુક્ત (સલ્વમૂવિનિમુક્ષ)
પ્રસ્તુત ચરણોમાં કર્મ શબ્દ કાર્ય કે પ્રવૃત્તિનો વાચક છે. સ્નાતક પુરુષ જીવવધવાળા યજ્ઞની વ્યર્થતા અને જાતિવાદની અતાત્ત્વિકતા સમજી શકે છે. તે યજન-માજન તથા વૃણાપૂર્ણ પ્રવૃત્તિ અને આસક્તિપૂર્ણ કાર્યોથી મુક્ત બની જાય છે.
કેવલીની મુક્તિ સન્નિકટ હોવાને કારણે તેને સર્વકર્મવિનિર્મુક્ત કહેવામાં આવેલ છે. આ વૃત્તિકારની વ્યાખ્યા છે. પરંતુ અહીં બ્રાહ્મણના પ્રકરણમાં કેવલીનો ઉલ્લેખ પ્રાસંગિક લાગતો નથી.
વૃત્તિ , પત્ર ૧૨૮: ગ્રાનJi દહીંવ, હાં રતિયા, ચન જેમ-તે વળી તિબે, શાપર ૨ થતા शब्दब्रह्मणि निष्णातः, परंब्रह्माधिगच्छति । एतानि च पराणि ब्रह्माणि वरिष्ठानि यानि प्रागहिंसादीन्युक्तानि, एतद् रूपमेवेह ब्रह्मोच्यते, तेन ब्राह्मणो भवति ।
૨. ૩. ૪.
મૂત્રવૃતાં વૃદ્ધિ, પૃ. ૨૨૮૫ સુરતમાં ચૂળ, પૃ. ૪૦૩.
વારા વૃત્તિ, પત્ર ૨૨૧ : –અષત્તિ નંविकलयोगिशर्म। बृहद्वृत्ति, पत्र ५२९ : स्नातकः केवली सर्वकर्मभिर्विनिर्मुक्तः, इह च प्रत्यासन्नमुक्तितया सर्वकर्मविनिर्मुक्तः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org