Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
યશીય
(૧) સ્વજન વગેરેનું સ્થાન પ્રાપ્ત કરવા માટે.
(૨) પ્રવ્રજ્યા પર્યાયમાંથી ગૃહવાસ પર્યાયમાં આવવા માટે.
૧૫. આર્યવચન (અન્નવયાં)
૬૧૩
વિભિન્ન સંદર્ભોમાં આર્ય શબ્દના અનેક અર્થ કરવામાં આવ્યા છે. અહીં તેનો અર્થ—અહિંસાધર્મનું પ્રતિપાદન કરનાર એવો છે. તીર્થંકરો અહિંસાધર્મનું પ્રતિપાદન કરે છે, એટલા માટે વૃત્તિકારે ‘આર્ય’નો અર્થ તીર્થંકર કર્યો છે. આર્ય-વચન– તીર્થંકરની વાણી—આગમ.
૧૬. અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલ (નિદ્વૈતમનપાવનું)
બૃહવૃત્તિમાં ‘પાવ’ના બે અર્થ મળે છે—પાપ—અનિષ્ટ અને પાવ—અગ્નિ. સુખબોધામાં આનો એક જ અર્થ મળે છે—પાવક—અગ્નિ.
૧૭. ઘસાયેલા (નામઢું)
સુવર્ણની તેજસ્વિતાને વધા૨વા માટે મનઃશિલ વગેરે વડે તેને ઘસવામાં આવે છે. તેનાથી સોનામાં ચમક-દમક આવી જાય છે. આ આકૃષ્ટનો અર્થ છે.
૧૮. પિંડીભૂત સ્થાવર જીવોને (સંદેળ ય થાવો)
અધ્યયન-૨૫: ટિ. ૧૫-૨૦
વૃત્તિકારે ‘સંગ્રહ’ શબ્દનો મુખ્ય અર્થ સંક્ષેપ અને વૈકલ્પિક અર્થ વર્ષાકલ્પ–વર્ષા ઋતુમાં ઉપયોગમાં આવનાર મુનિનું એક ઉપકરણ—કર્યો છે. તેમણે ‘T’ શબ્દ વડે વિસ્તારનો અર્થ ગ્રહણ કર્યો છે. તેનો અર્થ થશે—સંક્ષેપ અને વિસ્તાર—બંને દૃષ્ટિઓ વડે જાણીને.
અમે ‘સંગ્રહ'નો અર્થ પિંડ અથવા સંહતિ કર્યો છે. સ્થાવર જીવ પિંડરૂપમાં જ આપણા જ્ઞાનનો વિષય બને છે. એક-એક શરીરને પૃથ-પૃથક્ રૂપે જાણી શકાતું નથી.
૧૯. નિષ્કામજીવી છે (મુદ્દાનીવી)
જે પ્રતિફળની ભાવનાથી શૂન્ય બનીને જીવનયાપન કરે છે, તે મુધાજીવી કહેવાય છે. બૃહવૃત્તિમાં આનો અર્થ છે— અજ્ઞાતસંછમાત્રવૃત્તિ. જે મુનિ જાતિ, કુળ વગેરેના સહારે જીવતો નથી, અજ્ઞાત રહીને છ ભોજન વડે પોતાનું જીવન ચલાવે છે, તે મુધાજીવી હોય છે.
વિસ્તૃત અર્થ માટે જુઓ—દસવેઆલિયં, પ| ૧૦ ૯૯, ૧૦૦નું ટિપ્પણ.
૨૦. (શ્લોક ૩૦)
૧. વૃત્તવૃત્તિ, પત્ર ૧૨૬, ૧૨૭ ।
ર.
૧. સમન
આનાં સંસ્કૃત રૂપો ત્રણ બને છે—શ્રમળ, શમન અને સમનસ્. જે શ્રમશીલ છે તે શ્રમણ, જે કષાયોનું શમન કરે છે અને સમતામાં રહે છે તે શમન અને જે સારા મનવાળો હોય છે તે સમનસ્ હોય છે. વૃત્તિમાં ‘શ્રમ’ની નિરુક્તિ આવી રીતે કરવામાં આવેલ છે—‘મમં મનોસ્થેતિ નિરુત્તવિધિના શ્રમળ:-નિભ્રંન્થઃ ।',
२. बंभणो
જે બ્રહ્મ—આત્માની ચર્યામાં લીન રહે છે, તે બ્રાહ્મણ છે. જે બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે બ્રાહ્મણ છે. બ્રહ્મના બે પ્રકાર છે—
૩.
એજન, પત્ર ૧૨૭ ।
૪.
૫.
એજન, પત્ર ૨૬ : આળાં તીથતાં वचनमार्यवचनम् - आगमः ।
Jain Education International
सुखबोधा, पत्र ३०७ ।
बृहद्वृत्ति, पत्र ५२७ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org