Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
ગુપ્તિનો અર્થ છે નિવર્તન. તે ત્રણ પ્રકારની છે ૧. મનોગુપ્તિ—અસત્ ચિંતનથી નિવર્તન.
૨. વચનગુપ્તિ—અસત્ વાણીથી નિવર્તન.
૩. કાયગુપ્તિ—અસત્ પ્રવૃત્તિથી નિવર્તન.
જે રીતે ખેતરની રક્ષા માટે વાડ, નગરની રક્ષા માટે ખાઈ કે કિલ્લો હોય છે, તે જ રીતે શ્રામણ્યની સુરક્ષા માટે, પાપના નિરોધને માટે ગુપ્તિ છે.'
મહાવ્રતોની સુરક્ષાનાં ત્રણ સાધન છે—
૧. રાત્રિ-ભોજનથી નિવૃત્તિ.
૨. આઠ પ્રવચન-માતાઓમાં જાગરૂકતા.
૩. ભાવના (સંસ્કારપ્રદાન—એક જ પ્રવૃત્તિનો ફરી ફરી અભ્યાસ)
આ રીતે મહાવ્રતોની પરિપાલના સમિતિ-ગુપ્તિ-સાપેક્ષ છે. તેમના રહેવાથી મહાવ્રત સુરક્ષિત રહે છે અને ન રહેવાથી અસુરક્ષિત.
૫૮૬
આ અધ્યયન સાધુ-આચારનું પ્રથમ અને અનિવાર્ય અંગ છે. કહેવામાં આવ્યું છે કે ચૌદ પૂર્વોનો અભ્યાસ કરી લેવા છતાં પણ જે મુનિ પ્રવચન-માતામાં નિપુણ નથી, તેનું જ્ઞાન અજ્ઞાન છે. જે વ્યક્તિ કંઈ નથી જાણતો અને માત્ર પ્રવચન-માતાઓમાં નિપુણ છે, સચેત છે, તે વ્યક્તિ સ્વ-૫૨ને માટે ત્રાણ છે.
મુનિ શું ખાય ? કેમ બોલે ? કેમ ચાલે ? વસ્તુઓનો વ્યવહાર કેવી રીતે કરે ? ઉત્સર્ગ કેવી રીતે કરે ?—આનું સ્પષ્ટ વિવેચન આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે.
મુનિ જ્યારે ચાલે ત્યારે ગમનની ક્રિયામાં ઉપયુક્ત બની જાય, એકરસ બની જાય. પ્રત્યેક ડગલે તેને એમ ભાન રહે કે ‘હું ચાલી રહ્યો છું.' તે ચાલવાની સ્મૃતિને ક્ષણમાત્ર માટે પણ ન ત્યજે. યુગ-માત્ર ભૂમિ જોઈને ચાલે. ચાલતી વેળાએ બીજા-બીજા વિષયોનો ત્યાગ કરે. (શ્લો ૬, ૭, ૮)
અધ્યયન-૨૪ : આમુખ
મુનિ જૂઠું ન બોલે. જૂઠનાં આઠ કારણો છે—ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથા. મુનિ તેમનો ત્યાગ કરે. આ ભાષા સમિતિનો વિવેક છે.
૨.
મુનિ શુદ્ધ એષણા કરે. ગવેષણા, ગ્રહણૈષણા અને ભોગૈષણાના દોષોનો ત્યાગ કરે. (શ્લો ૧૧, ૧૨)
મુનિને પ્રત્યેક વસ્તુ યાચનાથી મળે છે. તેનો પૂરો ઉપયોગ કરવો તે તેનું કર્તવ્ય છે. પ્રત્યેક પદાર્થનો વ્યવહાર ઉપયોગસહિત થવો જોઈએ. વસ્તુને લેવા કે મૂકવામાં અહિંસાની દૃષ્ટિ હોવી જોઈએ. (શ્લો ૧૩, ૧૪)
મુનિએ ઉત્સર્ગ કરવાની વિધિ પણ ખૂબ વિવેકપૂર્ણ હોવી જોઈએ. જેમ-તેમ, જ્યાં-ત્યાં તે ઉત્સર્ગ કરી શકે નહિ. જ્યાં લોકોનું આવાગમન ન હોય, જ્યાં ઉંદર વગેરેના દર ન હોય, જે ત્રસ કે સ્થાવર પ્રાણીઓથી યુક્ત ન હોય—એવા સ્થાને મુનિએ ઉત્સર્ગ કરવો જોઈએ. આ વિધિ અહિંસાની પોષક તો છે જ પરંતુ સભ્યજન-સંમત પણ છે. (શ્લોટ ૧૫, ૧૬, ૧૭, ૧૮)
૧. એજન, ૬ । ૧૮૨ :
માનસિક તથા વાચિક સંક્લેશોમાંથી પૂર્ણ પણે નિવૃત્ત થવું તે મનોગુપ્તિ તથા વચનગુપ્તિ છે.
छेत्तस्स वदी णयरस्स, खाइया अहव होड़ पायारो ।
तह पावस्स णिरोहो, ताओ गुत्तीओ साहुस्स ।।
2784, & 18864:
Jain Education International
तेसिं चेव वदाणं, रक्खटुं रादिभोयणणियत्ती । अट्टप्पवयणमादाओ भावणाओ य सव्वाओ ।। विजयोदयावृत्ति, पृष्ठ १९७२ : सत्यां रात्रिभोजननिवृत्तौ प्रवचनमातृकासु भावनासु वा सतीषु हिंसादिव्यावृत्तत्वं भवति । न तास्वसतीषु इति ।
For Private & Personal Use Only
www.jainelibrary.org