Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
૧. આઠ પ્રવચન-માતાઓ (અ પવવામાયાો)
‘માયાો’ શબ્દના ‘માતા:’ અને ‘માતર:’—એવા બે સંસ્કૃત રૂપો કરી શકાય છે. પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ—આ આઠમાં સમગ્ર પ્રવચન સમાઈ જાય છે, એટલા માટે તેમને ‘પ્રવચન-માતા’ તરીકે ઓળખવામાં આવે છે. આ આઠમાંથી પ્રવચનનો જન્મ થાય છે, એટલા માટે તેમને ‘પ્રવચન-માતા’ કહેવામાં આવે છે. પહેલામાં ‘સમાને'નો અર્થ છે, બીજામાં ‘માતા’નો.' આ જ અધ્યયનના ત્રીજા શ્લોકમાં ‘સમારે’ના અર્થમાં પ્રયોગ છે. ‘માતા’નો અર્થ વૃત્તિમાં જ મળે છે.
ટિપ્પણ
અધ્યયન ૨૪ : પ્રવચન-માતા
ભગવતી આરાધના અનુસાર સમિતિ અને ગુપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રની એવી રીતે જ રક્ષા કરે છે જેવી રીતે માતા પોતાના પુત્રની. એટલા માટે સમિતિ-ગુપ્તિને માતા કહેવામાં આવેલ છે.
૨. આઠ સમિતિઓ (અટ્ટ સમિઓ)
પ્રસ્તુત શ્લોકમાં ‘સમિતિઓ' આઠ બતાવાઈ છે. પ્રશ્ન થાય છે કે સમિતિઓ પાંચ જ છે તો પછી અહીં આઠનું કથન શા માટે ?
ટીકાકારે આનું સમાધાન કરતાં કહ્યું કે ‘ગુપ્તિઓ માત્ર નિવૃત્યાત્મક જ નથી હોતી, પરંતુ પ્રવૃત્યાત્મક પણ હોય છે. આ જ અપેક્ષાએ તેમને સમિતિ કહેવામાં આવેલ છે. જે સમિત હોય છે તે નિયમથી જ ગુપ્ત પણ હોય છે અને જે ગુપ્ત હોય છે તે સમિત હોય પણ અને ન પણ હોય.
૩. (યુવાનસંગ...માય નત્વ ૩ પવયાં)
આઠ પ્રવચન-માતાઓમાં જિનભાષિત દ્વાદશાંગી સમાયેલ છે. વૃત્તિકારે આની સંગતિ આવી રીતે કરી છે—
7 ઈર્યા સમિતિમાં પ્રાણાતિપાત-વિરમણ વ્રતનું અવતરણ હોય છે. બાકીના બધા વ્રતો તેની રક્ષા માટે છે. એટલા માટે તેમનો પણ આમાં અંતર્ભાવ થઈ જાય છે.
શ્લોક ૧
ભાષા સમિતિમાં સાવદ્ય વચનનો પરિહાર થાય છે. તે નિરવઘ વચનરૂપ હોય છે. તેમાં સમગ્ર વચનાત્મક શ્રુત ગૃહીત થઈ જાય છે. દ્વાદશાંગ પ્રવચન તેનાથી બહિર્મૂત નથી.
૧. बृहद्वृत्ति, पत्र ५१३-५१४ : ईर्यासमित्यादयो माता અમિથીયો ‘માતમ્’-અન્તરવસ્થિત 'હનુ' નિશ્ચિત ‘પ્રવચન 'તાવાનું ‘યંત્ર’રૂતિ યાસુ તલેવું નિયુત્તિતા मातशब्दो निक्षिप्तः, यदा तु 'माय' त्ति पदस्य मातरइतिसंस्कारस्तदा द्रव्यमातरो जनन्यो भावमातरस्तु समितयः, एताभ्यः प्रवचनप्रसवात्, उक्तं हि 'एया पवयणमाया दुवालसंग पसूयातो 'ति ।
૨.
3.
उत्तरज्झयणाणि २४ । ३ : दुवालसंगं जिणक्खायं, मायं जत्थ उ पवयणं ।
भगवती आराधना, गाथा १२०५ :
Jain Education International
૪.
एदाओ अपवयणमादाओ णाणदंसणचरितं । रक्खति सदा मुणिओ माया पुत्तं व पयदाओ ।। बृहद्वृत्ति, पत्र ५१४ : गुप्तीनामपि 'प्रवचनविधिना मार्गव्यवस्थापनमुन्मार्गगमननिवारणं गुप्ति' रिति वचनात्कथंचित्सच्चेष्टात्मकत्वात्समितिशब्दवाच्यत्वमस्तीत्येवमुपन्यासः, यत्तु भेदेनोपादानं तत्समितीनां प्रवीचाररूपत्वेन गुप्तीनां प्रवीचाराप्रवीचारात्मकत्वेनान्योऽन्यं कथंचिदभेदात्, तथा चागमः
"समिओ णियमा गुत्तो गुत्तो समियत्तणंमि भइयव्वो । सलवइमुदीरंतो जं वइगुत्तोऽवि समिओऽवि । ।"
For Private & Personal Use Only
www.jainelibrary.org