Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્જીયણાણિ
અધ્યયન-૨૪ : ટિ. ૪-૬
વૃત્તિકારે વૈકલ્પિક રૂપે એમ પણ માન્યું છે કે પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ ચારિત્રરૂપ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો અવિનાભાવી સંબંધ છે. આ ત્રણેની વિના દ્વાદશાંગી કંઈ પણ નથી. એટલા માટે આ આઠેયમાં સમગ્ર પ્રવચન સમાયેલ છે.
૪. યુગ-માત્ર (ગાડાંની ધૂંસરી જેટલી) (નુમિત્ત)
‘યુ’ શબ્દનો અર્થ છે શરીર કે ગાડાંની ધૂંસરી. ચાલતી વેળાએ સાધુની દૃષ્ટિ યુગમાત્ર હોવી જોઈએ અર્થાત્ શરીર જેટલી યા તો ગાડાંની ધૂંસરી જેટલી લંબાઈની હોવી જોઈએ. ધૂંસરી જેવી રીતે સાંકડી અને આગળથી પહોળી હોય છે તેવી જ રીતે સાધુની દૃષ્ટિ હોવી જોઈએ. યુગ-માત્રનો બીજો અર્થ છે ‘ચાર હાથ પ્રમાણ’. આનું તાત્પર્ય એ છે કે મુનિ ચાર હાથ પ્રમાણ ભૂમિને જોતાં-જોતાં ચાલે. વિશુદ્ધિ-માર્ગમાં પણ ભિક્ષુને યુગમાત્રદર્શી કહેવામાં આવેલ છે—‘એટલા માટે લોલુપ સ્વભાવનો ત્યાગ, આંખો નીચી કરીને, યુગમાત્રદર્શી—ચાર હાથ સુધી જોનાર બને. ધીર (ભિક્ષુ) સંસારમાં ઈચ્છાનુરૂપ વિચરવાનો ઈચ્છુક સપદાનચારી બને.’૪ આયુર્વેદના ગ્રંથોમાં પણ યુગમાત્ર ભૂમિને જોઈને ચાલવાનું વિધાન છે.' સરખાવો—–દસવેયાલિયં, પા૧/૩નું ટિપ્પણ.
ક્યાંક-ક્યાંક ‘યુગ’ના સ્થાને ‘કુક્કુટના ઉડ્ડયન જેટલા અંતરની ભૂમિ ઉપર દૃષ્ટિ નાખીને ચાલવા'ની વાત મળે છે. આ રીતે ચાલનાર ભિક્ષુ ‘કૌક્રેટિક’ કહેવાય છે.
પ. (શ્લોક ૮)
પ્રસ્તુત શ્લોકમાં ગમનયોગનો નિર્દેશ છે. ચાલતી વેળાએ પણ ધ્યાન કરી શકાય છે. ધ્યાનનું લક્ષણ છે ઉપયુક્ત હોવું– લક્ષ્ય પ્રતિ એકાગ્રચિત્ત, દત્તચિત્ત અને સમર્પિત હોવું. ઉપયુક્ત અવસ્થામાં વ્યક્તિ પોતાના લક્ષ્યની સાથે તન્મુર્તિતન્મય બની જાય છે. ગમનયોગના સમયે ગમન કરનાર અને ગતિ બે જુદાં નથી રહેતાં. ગમન કરનાર સ્વયં ગતિ બની જાય છે. ઉપર્યુક્ત અવસ્થામાં માત્ર લક્ષ્ય જ સામે રહે છે, બાકીના વિષયો ગૌણ બની જાય છે. આ બંને અર્થોનો બોધ કરાવવા માટે તમ્મુત્તિ અને તળુરકા—આ બે વિશેષણોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
વૃત્તિકારે મૂર્તિનો અર્થ શરીર કર્યો છે. તેમના અનુસાર શરીર અને મન—બંને ગમન પ્રત્યે તત્પર બની જાય છે અને તે સમયે વચનનો વ્યાપાર પણ થતો નથી.
૧૯૪
બૌદ્ધોની ભાષામાં આને ‘સ્મૃતિ-પ્રસ્થાન’ કહી શકાય.
૬. (શ્લોક ૯-૧૦)
પ્રસ્તુત બે શ્લોકોમાં વાણીનો વિવેક દર્શાવવામાં આવ્યો છે. ચૂર્ણિકારે કહ્યું છે—પહેલાં જુઓ, સમીક્ષા કરો, પછી વાણીનો પ્રયોગ કરો. સમીક્ષાપૂર્વક બોલવું એ જ વાણીનો વિવેક છે–‘પુનૂં બુદ્ધીદ્ વાસેત્તા, પન્છા વધમુદ્દો ' ક્રોધ વગેરે આઠ કારણોથી વાણીનો વિવેક વિનષ્ટ થઈ જાય છે. તે આઠ કારણો આ પ્રમાણે છે–
૧. ક્રોધ-ક્રોધના આવેશમાં વ્યક્તિ જૂઠું બોલી નાખે છે—પિતા પોતાના પુત્રને કહી દે છે—તું મારો પુત્ર નથી.
૧.
૨.
૩.
૪.
વૃત્તવૃત્તિ, પત્ર ૯૬ ।
दशवैकालिक, ५ । १ । ३ : जिनदास चूर्णि पृ. १६८ ।
बृहद्वृत्ति, पत्र ५१५ : 'युगमात्रं च' चतुर्हस्तप्रमाणं प्रस्तावात्क्षेत्रं प्रेक्षेत ।
વિશુદ્ધિમાń, ૧, ૨, પૃ. ૬૮ :
लोलुप्पचारं च पहाय तस्मा ओक्खित्तचक्खू युगमत्तदस्सी । आकमानो भुवि सेरिचारं चरेय्य धीरो सपदानचारं । ।
Jain Education International
૫.
..
૩.
..
अष्टांगहृदय, सूत्रस्थान २।३२ : विचरेद् युगमात्रदृक् ।
पाणिनि अष्टाध्यायी ४ । ४ । ४६ ।
बृहद्वृत्ति, पत्र ५१६ : ततश्च तस्यामेवेर्यायां मूर्ति:शरीरमर्थाद्व्यप्रियमाणा यस्यासौ तन्मूर्त्तिः ।... अनेन कायमनसोस्तत्परातोक्ता, वचसो हि तत्र व्यापार एव न समस्ति ।
उत्तराध्ययन चूर्णि, पृष्ठ २६७ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org