Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
જાલ સરપેન્ટિયર અનુસાર બધા પાસાઓ તપાસતાં આ અધ્યયનનું નામ “સમયો છે. સમવાયાંગમાં પણ તેનું એ જ નામ છે. નિર્યુક્તિકારે તેનું નામ ‘પ્રવન-માત” અથવા “પ્રવવન-માતા' માન્યું છે.
ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને ઉત્સર્ગ–આ પાંચ સમિતિઓ તથા મનો-ગુપ્તિ, વાગુ-ગુપ્તિ અને કાયગુણિ–આ ત્રણે ગુણિઓનું સંયુક્ત નામ પ્રવચન-માતા” અથવા “પ્રવચન-માત’ છે. શ્લો- ૧)
રત્નત્રયી (સમ્યગ-જ્ઞાન, સમ્યગ-દર્શન અને સમ્યગુ-ચારિત્ર)ને પણ પ્રવચન કહેવામાં આવે છે. તેમની રક્ષા માટે પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ માતા-સ્થાનીય છે. અથવા પ્રવચન (મુનિ)ના સમસ્ત ચારિત્રના ઉત્પાદન, રક્ષણ અને વિશોધનનાં આ આઠેય અન્ય સાધનો છે. આથી તેમને ‘પ્રવચન-માતા' કહેવામાં આવેલ છે."
આમાં પ્રવચન (ગણિપિટક-દ્વાદશાંગ) સમાઈ જાય છે. એટલા માટે તેમને “પ્રવચન-માત’ પણ કહેવામાં આવે છે. (પ્લોટ ૩)
મન, વાણી અને શરીરનાં ગોપન, ઉત્સર્ગ કે વિસર્જન ગુપ્તિ અને સમ્યગુ ગતિ, ભાષા, આહારની એષણા, ઉપકરણોનું ગ્રહણ-નિક્ષેપ અને મળ-મૂત્ર વગેરેના ઉત્સર્ગને સમિતિ કહેવામાં આવે છે. ગુપ્તિ નિવર્તન છે અને સમિતિ સમ્યક્ પ્રવર્તન. પ્રથમ શ્લોકમાં તેમનો જુદો વિભાગ છે પરંતુ ત્રીજા શ્લોકમાં આ આઠેયને સમિતિ પણ કહેવામાં આવેલ છે.
સમિતિનો અર્થ છે સમ્યકુ-પ્રવર્તન. સમ્યફ અને અસમ્યક્તો માપદંડ અહિંસા છે. જે પ્રવૃત્તિ અહિંસાથી સંવલિત છે તે સમિતિ છે. સમિતિઓ પાંચ છે
૧. ઈર્ષા સમિતિ-ગમનાગમન સંબંધી અહિંસાનો વિવેક. ૨. ભાષા સમિતિ–ભાષા સંબંધી અહિંસાનો વિવેક.
૩, ઐષણા સમિતિ–જીવનનિર્વાહનાં આવશ્યક ઉપકરણો–આહાર, વસ્ત્ર વગેરેના ગ્રહણ અને ઉપયોગ સંબંધી અહિંસાનો વિવેક..
૪. આદાન સમિતિ–દૈનિક વ્યવહારમાં આવનારા પદાર્થોના વ્યવહાર સંબંધી અહિંસાનો વિવેક. ૫. ઉત્સર્ગ સમિતિ–ઉત્સર્ગ સંબંધી અહિંસાનો વિવેક. આ પાંચ સમિતિઓનું પાલન કરનાર મુનિ જીવાકુલ સંસારમાં રહેવા છતાં પણ પાપો વડે લિપ્ત થતો નથી."
જે રીતે દઢ કવચધારી યોદ્ધો બાણોનો વરસાદ થવા છતાં પણ વધાતો નથી, તેવી જ રીતે સમિતિઓનું સમ્યફ પાલન કરનાર મુનિ સાધુજીવનના વિવિધ કાર્યોમાં પ્રવર્તમાન રહેવા છતાં પણ પાપોથી લિપ્ત થતો નથી."
૧. ધી ઉત્તરાધ્યયન સૂત્ર, પૃષ્ઠ ૩૯૫. ૨. સમવાય, સમવાય રૂદ્દ | ૩. (ક) ઉત્તરાધ્યયન નિરૂિ, થા ૪૮ :
जाणगसरीरभविए तव्वइरिते अभायणे दव्यं ।
भावंमि अ समिईओ मायं खलु पवयणं जत्थ ॥ (ખ) એજન, તથા ૪૨ :
अट्ठसु वि समिईसु अदुवालसंगं समोअरइ जम्हा । तम्हा पवयणमाया अज्झयणं होइ नायव्व ।। मूलाराधना, आश्वास ६, श्लोक ११८५; मूलाराधना दर्पण, पृष्ठ ११७२ : प्रवचनस्य रत्नत्रयस्य मातर इव
पुत्राणां मातर इव सम्यग्दर्शनादीनां अपायनिवारणपरायणास्तिस्रो गुप्तयः, पंचसमितयश्च । अथवा प्रवचनस्य मुनेश्चारित्रमात्रस्योत्पादनरक्षणविशोधन-विधानात् तास्तथा व्यपदिश्यन्ते। મૂનારાથના, ૬ ! ૨૨૦૦ : एदाहिं सदा जुत्तो, समिदीहिं जगम्मि विहरमाणे हु। हिंसादिहिं न लिप्पइ, जीविणिकायाउले साहू ।। એજન, દા૨૨૦૨: सरवासे वि पड़ते, जह दढकवचो ण विज्झदि सरहिं। तह समिदीहिंण लिप्पई, साधू काएस इरियंतो ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org