Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૫૮)
અધ્યયન-૨૩ઃ ટિ. ૨૦
વંઝા -વક્ર અને જડ. અંતિમ તીર્થકરના મુનિઓ “વક્ર-જડ' હોય છે. તેઓ સ્વભાવથી વક્ર હોય છે, તેમના માટે તત્ત્વને સમજવાનું અને તેનું પાલન કરવાનું અત્યંત મુશ્કેલ હોય છે. કેમકે તેઓ પોતાની જ તર્કજાળમાં ફસાયેલા રહે છે."
૩ryપન્ના-ઋજુ અને પ્રાજ્ઞ, મધ્યવર્તી બાવીસ તીર્થકરોના મુનિઓ ‘ઋજુ-પ્રાજ્ઞ' હોય છે. તેઓ સ્વભાવથી સરળ, સુબોધ્ય અને આચાર-પ્રવણ હોય છે.
પ્રસ્તુત પ્રકરણમાં ઋજ, વક્ર અને જડનો પ્રયોગ સાપેક્ષ છે. તેમાં તત્કાલીન મનોદશાનું ચિત્રણ છે. જડના સંદર્ભ બે છે–(૧) અવ્યુત્પન્ન વ્યક્તિને સમજાવવામાં મુશ્કેલી પડે છે, એટલા માટે તેને જડ કહી શકાય. (૨) અતિવ્યુત્પન્ન વ્યક્તિ પોતાની તર્કજાળમાં ફસાયેલો રહે છે, એટલા માટે તેને સમજાવવાનું પણ મુશ્કેલ હોય છે.
પ્રાજ્ઞ જ્ઞાની પણ હોય છે અને તર્કથી પર એવું સત્ય છે–તેવું સ્વીકારનાર પણ હોય છે. એટલા માટે તે સુબોધ્ય હોય
ઋષભનો કાળ, મધ્યવર્તી તીર્થકરોનો કાળ અને મહાવીરનો કાળ–આ ત્રણે કાળ-સંધિઓમાં મનુષ્યની જે ચિંતનધારા રહી તેનું નિદર્શન આ સૂત્રમાં મળે છે.
સ્થાનાંગમાં આ સ્થિતિનું ચિત્રણ દુર્ગમ અને સુગમ શબ્દ વડે કરવામાં આવ્યું છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ તથા અંતિમ તીર્થંકરના શાસનમાં પાંચ સ્થાનો દુર્ગમ હોય છે
(૧) ધર્મ-તત્ત્વનું આખ્યાન કરવું. (૨) તત્ત્વનું અપેક્ષાની દૃષ્ટિએ વિભાજન કરવું. (૩) તત્ત્વનું યુક્તિપૂર્વક નિદર્શન કરવું. (૪) ઉત્પન્ન પરીષણો સહન કરવા. (૫) ધર્મનું આચરણ કરવું. મધ્યવર્તી તીર્થકરોના શાસનમાં પાંચ સ્થાનો સુગમ હોય છે(૧) ધર્મ-તત્ત્વનું આખ્યાન કરવું. (૨) તત્ત્વનું અપેક્ષાની દૃષ્ટિથી વિભાજન કરવું. (૩) તત્ત્વનું યુક્તિપૂર્વક નિદર્શન કરવું. (૪) ઉત્પન્ન પરીષહો સહન કરવા.
(૫) ધર્મનું આચરણ કરવું.' ૨૦. હું સાધુ છું એવું ધ્યાન થતું રહેવું ()
આ શબ્દ વિશેષ વિચારણીય છે. ગ્રહણનો અર્થ છે–જ્ઞાન. Tહત્યં–અર્થાત્ જ્ઞાન માટે. સંયમયાત્રામાં ચાલતા
le!
बृहद्वृत्ति, पत्र ५०२:'वक्कजड्डा य'त्ति, वक्राश्च वक्रबोधतया जडाश्च तत एव स्वकानेककुविकल्पतो विविक्षितार्थप्रतिपत्त्यक्षमतया વૈનડા: I એજન, Fત્ર ૫૦૨ : ગુwજ્ઞા:' ગવશ તે प्रकर्षेण जानन्तीति प्रज्ञाश्च सुखेनैव विवक्षितमर्थ
૩. ૪.
ग्राहयितुं शक्यन्त इति ऋजुप्रज्ञाः । avi ૬ રૂરી તપ, જે પુરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org