Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કેશિ-ગૌતમીય
૫૮૧
અધ્યયન-૨૩: ટિ. ૨૧-૨૪
ચાલતા પરિસ્થિતિવશ મુનિના મનમાં ઉચ્ચાવચભાવ આવી જાય, ચિત્તની વિહુતિ થઈ જાય તો તેને એવું ભાન થાય કે હું મુનિ છું, મેં નિવેશ ધારણ કર્યો છે.' ૨૧. (શ્લોક ૩૩)
પ્રસ્તુત શ્લોકમાં વેશની ગૌણતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વ્યવહાર નય અનુસાર વેશની ઉપયોગિતા પૂર્વ શ્લોકમાં પ્રદર્શિત છે. નિશ્ચય નય અનુસાર મુક્તિનું સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, વેશ નહીં. વૃત્તિકારે લખ્યું છે–ભરત વગેરે વેશ વિના જ કેવલી બની ગયા. ૨૨. યથાજ્ઞાત ઉપાયથી (હીના)
વૃત્તિકારે આનું સંસ્કૃત રૂપ થાવાર્થ આપીને તેનો અર્થ યથોક્તનીતિનું અતિક્રમણ એવો કર્યો છે. આનું સંસ્કૃત રૂપ થાજ્ઞાત' પણ થઈ શકે છે. તાત્પર્યની દૃષ્ટિએ એ વધુ પ્રાસંગિક છે.
છત્રીસમા શ્લોકમાં દસને જીતવાની વાત કહેવામાં આવી છે. પ્રસ્તુત શ્લોક અનુસાર તે દસ આ છે–એક આત્મા, ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયો, એ અજિત અવસ્થામાં શત્રુઓ હોય છે. તેમને જીતનારો બધા શત્રુઓને જીતી લે છે. વૃત્તિકારે આત્માના બે અર્થ કર્યા છે–જીવ અને ચિત્ત. અહીં ચિત્ત અર્થ પ્રાસંગિક છે. તેનો તાત્પર્યાર્થ છે-નિષેધાત્મક ભાવવાળો આત્મા શત્રુ હોય છે. ૨૩. (શ્લોક ૪૦)
પ્રસ્તુત શ્લોકના પ્રશ્નની પૃષ્ઠભૂમિ એવી છે કે ગૃહસ્થ ગૃહવાસના પાશ વડે બદ્ધ રહે છે અને અનેક તપસ્વી, પરિવ્રાજક પણ આશ્રમમાં નિવાસ કરીને જ સાધના કરે છે. કુમાર-શ્રમણ કેશીએ જાણવા ઈછ્યું કે આપ ‘લઘુભૂત વિહાર'-વાયુની માફક અપ્રતિબદ્ધ વિહાર કેવી રીતે કરો છો ? આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમે કહ્યું-રાગ-દ્વેષ અને સ્નેહ-એ પાશ છે. અપ્રતિબદ્ધ વિહારી આ પાશોમાંથી સહજપણે જ બચી જાય છે. આ સંદર્ભમાં દશવૈકાલિક ચૂલિકાનો આ શ્લોક મનનીય છે
न पडिन्नवेज्जा सयणासणाई, सेज्जं निसेज्जं तह भत्तपाणं । गामे कुले वा नगरे व देसे, ममत्तभावं न कहिं चि कुज्जा ॥
(ચૂલિકા ૨ા ૮) ૨૪. ઉપાયોથી (૩વાયો)
વૃત્તિમાં ઉપાયનો અર્થ–સબૂત ભાવનાનો અભ્યાસ એવો કરવામાં આવ્યો છે." પાશને છિન્ન કરવા માટે પૃથફપૃથફ ભાવનાઓનો દીર્ઘકાલીન અભ્યાસ કરવાનો હોય છે. ઉદાહરણસ્વરૂપ-રાગના પાશને છેદવા માટે અન્યત્વ ભાવનાનો અભ્યાસ અને દ્વેષના પાશને છેદવા માટે મૈત્રી ભાવનાનો અભ્યાસ આવશ્યક છે.
व्यवहारनये तु लिंगस्यापि कथंचिन् मुक्तिसद्-भूतहेतुतेष्यत
૧. વૃત્તિ , પત્ર ૧૦૩ : પ્રહરાનં તવ ,
कथंचि चित्तविप्लवोत्पत्तावपि गृह्णातु-यथाऽहं व्रतीत्येतदर्थ । એજન, પત્ર ૫૦૪ : જ્ઞાનાવ સાથi लिंगमिति, श्रूयते हि भरतादीनां लिंगं विनाऽपि केवलज्ञानोत्पत्तिः, निश्चये इति निश्चयनये विचायें,
એજન, પત્ર ૬૦૫ : યથાવાયં–થોન-તિબેન ( એજન, પત્ર ૫૦૪: માત્મતિ-નીશ્ચત્ત વI એજન, પz ૦૫ : ૩પથતિ:-સમૂતાવ-નાગ્યાRIK
૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org