Page #1
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
આવશ્યક ક્રિયાના સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે
ભાગ-૭
પ્રતિક્રમણની વિધિ અને તેના હેતુઓ ♦ પૌષધના સૂત્રો, વિધિ અને તેના હેતુઓ ♦ પચ્ચક્ખાણના સૂત્રો અને તેની સંવેદનાઓ
FB
Page #2
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના
આવશ્યક ક્રિયાના સૂત્રો ભાવગ્રાહી વિવેચન સાથે
ભાગ–s
• પ્રતિક્રમણની વિધિ અને તેના હેતુઓ • પૌષધના સૂત્રો, વિધિ અને તેના હેતુઓ • પચ્ચક્ખાણના સૂતો અને તેની સંવેદનાઓ
: સંકલનઃ પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ચરણશ્રીજી મહારાજના શિષ્યા પરમ પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજના શિષ્યા
સાધ્વીજીશ્રી પ્રશમિતાશ્રીજી
'BEાર્સ
: પ્રકાશકઃ
જન્માર્ગ પ્રકાશન જેને આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧.ફોન-ફેક્સ: ૨૫૩૫૨૦૭૨
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક :
સન્માર્ગ પ્રકાશન
શ્વે. મૂ. તપ. જૈન આરાધના ભવન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : ૨૫૩૫૨૦૭૨
E-mail : sanmargprakashan@gmail.com
સૂત્ર સંવેદના – ૬
978-81-87163-72-5
મૂલ્ય : ૨. 60-00 ♦ નકલ : 3000 પ્રથમ આવૃત્તિ :
> સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન
- સુરતઃ
૦
૭ સરલાબેન કિરણભાઈ
– અમદાવાદ :
♦ સભાર્થ પ્રકાશન કાર્યાલય
“ઋષિકિરણ” ૧૨,પ્રકૃતિકુંજ સોસાયટી,
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫.
ફોન : (૦) ૨૨૧૬ ૪૫ ૨૧
(R) ૨૭૬૨ ૦૯ ૨૦
(M) ૯૮૨૫૦ ૦૭૨૨૬
વાઘજીભાઈ ભૂદરભાઈ સ્વામિનારાયણ મંદિર રોડ,
કાલુપુર, અમદાવાદ-૧. ફોન : (૦) ૨૨૧૬ ૫૩ ૪૬
(M) ૯૩૨૭૦ ૦૪૩૫૩
વાડીલાલ સંઘવી
૫૦૪, ધરમ પેલેસ, પારલે પોઈન્ટ, અઠવાલાઈન્સ, સુરત-૩૯૫૦૦૭.
:
ફોન : (O) ૨૨૧૧૦૫૩ (R) ૨૪૨૫૮૮૩ (M) ૯૮૨૫૧ ૪૦૨૧૨, ૯૩૭૬૮ ૧૧૭૦૨ મીનાબેન મોહનભાઈ સંઘવી
C/o. સંઘવી એન્ડ સન્સ, ૭/૪૧૫૫-બી, સુન્દર સદન, સુથાર ફળીયા, ગલેમંડી, સુરત-૩૯૫૦૦૩
ફોન. ૦૨૬૧-૨૪૨૦૦૩૩ = મુંબઈઃ
૭ સાકેરચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી સી વ્યૂ એપાર્ટમેન્ટ, ૭મે માળ ડુંગરસી રોડ, વાલ્કેશ્વર, મુંબઈ-૬. ફોન : (ઘર) ૨૩૬૭ ૬૩૭૯
(M) ૯૮૨૦૦ ૮૧૧૨૪
2
હિમાંશુભાઈ રાજા
૬/૬૫, ગીતાંજલી બિલ્ડીંગ, ૭૩/૭૫, વાલકેશ્વર રોડ, મુંબઈ-૬. (M)-૯૮૨૦૦ ૪૪૮૮૨
Page #4
--------------------------------------------------------------------------
________________
જેમણે આપ્યું તેમના કરકમલમાં...
Page #5
--------------------------------------------------------------------------
________________
આભાર ...
સભા પ્રકાશન દ્વારા આયોજિત
.....
સૂત્ર સંવેદના - ૬
પુસ્તક પ્રકાશનનો આંશિક લાભ લેનાર પરિવાર
એક સગૃહસ્થ તરફથી
સુરત
શ્રીમતી હીરાબેન ગાંગજીભાઈ જાગાણી – માપર. (કચ્છ) હાલ મુંબઈ
શ્રીમતી ઈલાબેન પ્રવીણભાઈના આત્મશ્રેયાર્થે
હ. કિન્નરીબેન, તૃપ્તિ બેન, કલ્યાણીબેન, ભૂષણભાઈ, રીનાબેન શ્રીમતી દિપ્તીબેન દિપકભાઈ દોશી
શેઠ શ્રી રમણલાલ મફતલાલ શાહ
શ્રીમતી નિર્મળાબેન ભરતભાઈ દલાલ
શ્રીમતી માધવીબેન ગૌરવભાઈ શાહ
-
4
અમદાવાદ
મુંબઈ
કડા (હા. લાલબાગ) મુંબઈ
અમદાવાદ
કોઈમ્બતુર
આપે કરેલી મ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ.
વિ. સન્માર્ગ પ્રકાશન
Page #6
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના સંબંધી પૂ.આ.ભ. વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ.નો અભિપ્રાય
- નારાયણધામ, વિ.સં. ૨૦૫૭, પો.વ.૪
વિનાયાદિગુણોપેતા સા. શ્રી પ્રશમિતાશ્રીજી યોગ -
જિજ્ઞાએ પૂર્વે રૂબરૂ વાત કરેલ તે પછી “સૂત્ર સંવેદના' લખાણ વાંચવા મોકલેલ. તે વિહાર દરમ્યાન આખું વાંચી લીધું. ખરેખર કહું - વાંચવાથી મારા આત્માને તો જરૂર આનંદ આવ્યો. એવો આનંદ અને તે વખતે પેદા થયેલી સંવેદનાઓ જો કાયમી બને, ક્રિયા વખતે સતત હાજર રહે તો જરૂર ક્રિયા-અનુષ્ઠાન ભાવાનુષ્ઠાન બન્યા વિના ન રહે. ખૂબ સારી મહેનત કરી છે. આવી સંવેદના પાંચે પ્રતિક્રમણમાં ઉપયોગી બધા જ સૂત્રોની તૈયારી થાય તો જરૂર ખૂબ લાભદાયી બને. યોગ્ય જીવો માટે મેં જિજ્ઞાને તે માટે પ્રેરણા કરી છે. આમાં મૂળ તમે છો - તો તમને પણ જણાવું છું. મારી દૃષ્ટિએ આ સૂત્ર સંવેદના દરેક સાધુ-સાધ્વીઓ – ખાસ કરીને નવાએ ખાસ વાંચવી જોઈએ.
રત્નત્રયીની આરાધનામાં અવિરત ઉજમાળ બનો એ જ એક શુભાભિલાષા.
હેમભૂષણ સૂ ની અનુવંદનાદિ
Page #7
--------------------------------------------------------------------------
________________
CACACACACACACALALALALALALALALALALALALALALALALA
= =પ્રકાશનની વેળાએ...
ઉપકારી તત્ત્વો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો વધુ એક અવસર આવ્યો છે. તેનો આનંદ છે. સૂત્રસંવેદના લખાય છે એમાં મારું પોતાનું કહેવાય એવું લગભગ કાંઈ નથી. કંઈક કર્મરાજાની કૂણી લાગણી કે મને ગણધર ભગવંતોના શબ્દોનું રહસ્ય સમજવા મળે તેવા સંયોગો ઊભા કર્યા. કંઈક વડિલો પાસેથી સાંપડેલો ક્રિયા કરવાનો સંસ્કારવારસો, કંઈક મહાપુરુષોના સમાગમથી મળતી રહેતી સમજણ, કંઈક પૂજ્યો અને સહાધ્યાયીઓની પ્રેરણા, કંઈક આપ્તજનોનો સહકાર, કંઈક જિજ્ઞાસુ અભ્યાસીઓનો આગ્રહ...! આ બધી બાબતોના સમન્વયમાંથી સૂત્ર સંવેદના સર્જાય છે. આ બધાનો જેટલો આભાર માનું તેટલો ઓછો.
૧૦ વર્ષ પૂર્વે નમસ્કાર મહામંત્રથી ચાલુ કરેલી યાત્રા આ ભાગમાં બે પ્રતિક્રમણના સૂત્રો સુધી પહોંચે છે. આ ભાગના પહેલા વિભાગમાં પ્રતિક્રમણની વિધિ તેના હેતુઓની વિસ્તૃત નોંધ સાથે જ દરેક ક્રિયાઓ વખતે કેવી સંવેદનાઓ હોવી જોઈએ તેની પણ જાણકારી આપી છે. નિત્ય પ્રતિક્રમણ કરનાર સાધક માટે આ વિભાગનો અભ્યાસ આવશ્યક નહિ અનિવાર્ય છે. ત્યાર પછી પૌષધોપયોગી સૂત્રો, તેના અર્થ, તેની વિધિ, તે પાછળના કારણો વગેરે સાંકળી લઈ વિભાગ-ર બનાવવામાં આવ્યો છે. આ વિભાગ પૌષધ કરનાર અને ઉપધાન કરનાર આરાધકો માટે સવિશેષ લાભપ્રદ બનશે. પ્રાંતે પચ્ચકખાણના સૂત્રો તેના અર્થ, તેના ભાવો, તે સંબંધી જિજ્ઞાસાઓ વગેરે સાથે ત્રીજો વિભાગ છે.
સૂત્ર સંવેદના-૭માં પાંચ પ્રતિક્રમણના સૂત્રો આવરી લેવાશે.
આ બધાના મૂળમાં મારા ધર્મપિતા તુલ્ય (સંસારી પક્ષે મારા મામા) વર્ધમાન તપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા છે. ધર્મના સંસ્કારોનું સિંચન કરી તેઓશ્રીએ વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિરાજ ભાવાચાર્ય ભગવંત પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Page #8
--------------------------------------------------------------------------
________________
સાથે મારો ભેટો કરાવ્યો. આ સુયોગથી મારું જીવન સન્માર્ગે પાંગર્યું. તે પૂજ્યના સહૃદય સૂચનથી મને મારા પરમોપકારી ગુરુવર્યા શતાધિક શિષ્યોના યોગક્ષેમકારિકા પરમવિદૂષી સા.શ્રી ચન્દ્રાનનાશ્રીજી મ.સા. કુશળ માર્ગચિંધક સ્વરૂપે મળ્યા. ઉપકારીઓના આશિર્વાદ અને સૂચનથી લખવાનું શરૂ કર્યું. ફળ તમારા હાથમાં છે.
માર્ગાનુગામી પ્રતિભાસંપન્ન સન્માર્ગદર્શક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને પ્રોત્સાહન તો આ કૃતિનું મૂળ છે. તેઓશ્રીએ સમયે સમયે યથાર્થ પદાર્થને સરળતાથી રજૂ કરવા અનેક અમૂલ્ય સૂચનો કરી લખાણમાં સચ્ચાઈ અને સુગમતાના સૂર પૂર્યા છે.
સૂત્રોના ઊંડાણ સુધી પહોંચવામાં સુ. શ્રા. શ્રી પ્રવીણભાઈ મોતાનો સહકાર સદા અનુમોદનીય છે. તો વળી સંપૂર્ણ લખાણને ટૂંકા સમયમાં જોઈ વિધિની શુદ્ધિ જાળવવા અનેક સૂચનો કરી પપૂ. નિર્મલદર્શનવિજયજી ગણિવર્ય અને ભાષાકીય ચોક્કસાઈ જાળવવામાં પં.પૂ. રોહિતાશ્રીજી મ.સા. ના શિષ્યરત્ન પૂ. સાધ્વીજીશ્રી ચંદનબાળાશ્રીજી મ.સા. સ્મરણીય છે.
પ્રાંતે બહુશ્રુતજનોને એક પ્રાર્થના કરું કે ક્યાંય પણ ક્ષતિ જણાય તો મને જાણ કરશો. વીતરાગ સર્વજ્ઞની આજ્ઞાવિરુદ્ધ ક્યાંય કાંઈપણ લખાયું હોય તો “મિચ્છામિ દુક્કડું'
અંતરની એક અભિલાષા છે કે, આ સૂત્રો વાંચી પુસ્તકને મૂકી ન દેશો. તે તે ભાવોને પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરતાં અનુભૂતિનો વિષય બનાવી અહીં જ આત્માનંદની મસ્તીને માણી પરમાનંદ પામવાનો પ્રયત્ન કરજો.
શ્રાવણ સુદ ૫ ૨૦૧૭ પરમ વિદૂષી પ.પૂ. ચન્દ્રાનનાશ્રીજી મ.સાના તા. ૪-૮-૨૦૧૧
શિષ્યા સા. પ્રશમિતાશ્રીજી શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર
I
Page #9
--------------------------------------------------------------------------
________________
સૂત્રસંવેદના ભા. ૧ - પ્રથમ આવૃત્તિના પ્રકાશકના
હૈયાની વાતના અંશો
.. મોક્ષમાર્ગ ઉપર ચાલવા માટે જ પૂ. સાધ્વીજી ભગવંતે અમોને સૂત્રોના અર્થ કરાવ્યા હતા. તેઓશ્રીએ સૂત્રાર્થનું જ્ઞાન માત્ર શબ્દથી નહોતું કરાવ્યું, અર્થનું જ્ઞાન માત્ર માહિતી માટે નહોતું આપ્યું, પરંતુ આવશ્યક ક્રિયા દ્વારા આત્માને કેમ નિર્મળ બનાવવો તે શીખડાવવા આપ્યું હતું. તેઓશ્રી હંમેશા કહેતા કે, આ સૂત્રાર્થના જ્ઞાન દ્વારા તમારે ક્રિયા કરતાં કેવા ભાવો કરવા, કેવી સંવેદનાઓનો અનુભવ કરવો તે ખાસ સમજવાનું છે. તેમનું લક્ષ્ય હંમેશા ક્રિયાને આત્મલક્ષી બનાવવાનું રહેતું. ક્રિયા પૂર્વે આત્મશુદ્ધિનું કે મોક્ષપ્રાપ્તિનું પ્રણિધાન થાય તો જ ક્રિયા સુયોગ્ય બને – એમ તેઓશ્રી વારંવાર કહેતા. પણ... મોક્ષપ્રાપ્તિના પ્રણિધાનપૂર્વકની ક્રિયાઓ બતાવવી કઈ રીતે, તે અમારી મુંઝવણનો વિષય હતો.
મુંઝવણનો ઉકેલ સામે હતો, પરંતુ ક્ષયોપશમની અલ્પતાને કારણે મને તો વધુ મૂંઝવણ થતી હતી કે, હું આ અર્થને યાદ કઈ રીતે રાખું અને એને ક્રિયા કરતા કઈ રીતે ઉપસ્થિત કરું ? તેથી પૂ. સાધ્વીજી ભગવંતને વિનંતી કરી કે, આપ આ અર્થનું ભાવસભર લખાણ કરી આપો તો અમે એનું વારંવાર પઠન-મનન કરી શકીએ અને તેના આધારે અમારો પ્રયત્ન પણ કંઈક સફળ બની શકે.
કૃપાળુ ગુરુદેવે અમારી વિનંતીનો સ્વીકાર કરી લખાણ તૈયાર કરી આપ્યું. તેઓશ્રીએ જેટલી મહેનત કરી લખાણ કરી આપ્યું છે, તેટલી કે તેથી અધિક મહેનત જો ધર્મક્રિયામાં થાય તો યત્કિંચિત ઋણમુક્ત બની શકાય. આ સિવાય ઋણમુક્તિનો અન્ય ઉપાય જણાતો નથી.
પ્રત્યક્ષથી જેટલું મળ્યું છે, તેની સામે લખાણથી પ્રાપ્ત થતું જ્ઞાન જો કે ઘણું અલ્પ છે, તો પણ આ જ્ઞાન ઘણાને સન્ક્રિયામાં ઉપયોગી નીવડશે, તેમ વિચારીને જ મેં આ લખાણ પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકાશનના માધ્યમે જે જ્ઞાન મને મળ્યું છે, તે જ્ઞાન અનેક તત્ત્વજિજ્ઞાસુઆત્મા સુધી પહોંચે અને તેઓ આનો વધુ લાભ ઉઠાવે તે જ અંતરની ઇચ્છા છે.
સરલાબેન કિરણભાઈ શાહ
“ઋષિકિરણ”, ૧૨, પ્રકૃતિકુંજ સોસાયટી, શ્રેયસ સ્કૂલ પાસે, અમદાવાદ-૧૫ ફોન : ૨૬૬૨૦૯૨૦
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા કમ વિષય . પાના નં. ]ક્રમ વિષય
પાના નં. A વિભાગ-૧
|- કર્તવ્ય-૪-૯ છબ્રિા-ગાવેલ્સ
• કર્તવ્ય-૪ સામાયિક ૧.પ્રતિક્રમણની વિધિ. તેના હેતુઓ ૩-૪૪|
કર્તવ્ય-૫ ચઉવિસત્યો , દેવસિક પ્રતિક્રમણની વિધિ ૪ કર્તવ્ય-૬ વંદન
• રાઈએ પ્રતિક્રમણની વિધિ ૨૯૦ કર્તવ્ય-૭ પ્રતિક્રમણ B વિભાગ-૨
• કર્તવ્ય-૮ કાયોત્સર્ગ પૌષધોપયોગી સૂત્રો
૪૫ ૦ કર્તવ્ય-૯ પચ્ચકખાણ ૪૮. પૌષધ લેવાનું સૂત્ર ૪૭-૫૮
• ગાથા-૨ પલ્વેસુ રોહ
• કર્તવ્ય-૧૦ પડ્યે પોસદ, • સૂત્ર પરિચય
૪૭ • મૂળ સૂત્ર, અન્વય
• કર્તવ્ય-૧૧ વાઇi સંસ્કૃત છાયા, શબ્દાર્થ ૮
• કર્તવ્ય-૧૨ શીર્લ્ડ • ન બત.
કર્તવ્ય-૧૩ તવો ગ
- કર્તવ્ય-૧૪ માવો ન ૦ સાક્ષર-પોલ૦ • शरीर सक्कार पोसहं०
• કર્તવ્ય-૧૫ સટ્ટાર • વંમર પોતo *
• કર્તવ્ય-૧૭ નમુનો
• કર્તવ્ય-૧૭ પરોવારો • ત્રાવાર પોતo • चउब्विहं पोसहं०
• કર્તવ્ય-૧૮ નયા , • ગાવિ શિવસિં
• ગાથા-૩ નિન પૂના • તુવિદ રિલિio
૦ કર્તવ્ય-૧૯નિ પૂગા ' • तस्स भंते०
• કર્તવ્ય-૨૦ -શુvior
• કર્તવ્ય-૨૧ ગુરુ-જુગ ૪૯. મન્નાહ જિણાણે સઝાય ૫૯-૧૨૨
• કર્તવ્ય-૨૨ સાદમ્બિનાઈo ૧ સૂત્ર પરિચય
• કર્તવ્ય-૨૩ વ્યવહાર • શ્રાવકના ૩૬ કર્તવ્યો
• કર્તવ્ય-૨૪ -ના - પાઠાન્તર સંબંધી ૧૪
• કર્તવ્ય-૨૫ નિત્ય-નત્તા ગાથા-૧ મન નિગ કક
• ગાથા-૪ ૩વસમ-વિવેTo • કર્તવ્ય-૧ મનદિ નિVIvo.
• કર્તવ્ય-રક સવસ - કર્તવ્ય-૨ મિર્જી રદ ૭૦ |
• કર્તવ્ય-૨૭ વિવેન - - કર્તવ્ય-૩ ઘર માં ૭ર
- કર્તવ્ય-૨૮ સંવર
૧૦૧
૧૦૧
૧૦૩
૧ON:
Page #11
--------------------------------------------------------------------------
________________
૨૩
ક્રમ વિષય પાના નં ક્રમ વિષય પાના નં. • કર્તવ્ય-૨૯ ભાષા-સમરું ૧૦૦ • સમ્યક્તની ધારણા ૧૭૧ • કર્તવ્ય-૩૦ છળીવ૦ ૧૦૭] ક્ષમાપના
૧૭૩ • કર્તવ્ય-૩૧ ખિઝન ૧૦૯ ] પુનઃ પાપોનું પ્રતિક્રમણ ૧૦૭ • કર્તવ્ય-૩ર વેરાવો ૧૧૦ | પર. પૌષધ પારવાનું સૂત્ર ૧૭૦-૧૭૯ • કર્તવ્ય-૩૩ રન-પરિણામો ૧૧૧ | • સૂત્ર પરિચય ૧૭૦ • ગાથા-૫ સંયોવરિ ૧૧૫. • મૂળ સૂત્ર-અન્વય
કર્તવ્ય-૩૪ સંયો િ૧૧૫ છાયા-શબ્દાર્થ. ૧૭૧ • કર્તવ્ય-૩૫ પુસ્થા-દિ ૧૧૭ | • ગાથા-૧ સાકરનો ' ૧૭ર • કર્તવ્ય-૩૬ માવા તિર્થે ૧૧૯ • ગાથા-૨ નાટારં૦ ૧૭પ ૫૦. માંડલા ૧૨૩-૧૨૯] ૧. પૌષધ અંતર્ગત વિધિઓ ૧૮૦-૧૯ • સંથારાના જગ્યા પાસેના ૧૨૪| c વિભાગ-૩ • ઉપાશ્રયના દ્વાર પાસેના ૧૨૭ ૧. પચ્ચકખાણ લેવાના સૂત્રો ઉપાશ્રયની બહાર - દ્વાર નજીક ૧૨૭ • સૂત્ર પરિચય
૧૯૯ • ઉપાશ્રયની બહાર -
નવકારસીનું પચ્ચખાણ ૧૦૦ ડગલામાં ૧૨૮
• પોરિસી-સાપોરિસીનું પ૧. સંથારા - પોરિસી ૧૩૦-૧૬૯ પચ્ચકખાણ
૨૦૮ • સૂત્ર પરિચય
પુરિમઢ-અવઢનું પચ્ચકખાણ ૨૧૦ • મૂળ સૂત્ર-અન્વય
એકાસણઆદિનું પચ્ચકખાણ ૨૧૨ છાયા-શબ્દાર્થ
આયંબિલ-નિવિનું પચ્ચખાણ ૨૧૮ - મંગલાચરણ
• તિવિહાર ઉપવાસનું પચ્ચકખાણ રરર • સંથારામાં રહેવાની અનુજ્ઞા ૧૩૭
• ચઉવિહાર ઉપવાસનું પચ્ચકખાણ ૨૨૩
• સાંજના પચ્ચકખાણો. ૨૨૫ • સંથારાનો વિધિ
• પાણહાર
૨૨૫ • જાગવાની વિધિ
૧૪૩ • ચઉવિહાર
૨૨૫ • સાગારી અણસણ ૧૪૬
• તિવિહાર
૨૨૬ • મંગલ ભાવના
• દુવિહાર
૨૨૭ • ચાર શરણાનો સ્વીકાર
-દેશાવગાસિક
૨૨૯ • અઢાર પાપસ્થાનકરૂપ
૨. • પચ્ચકખાણ પારવાનું સૂત્ર ર૩૧ દુષ્કૃત ત્યાગ ૧૫૪ • એકાસણ આદિ • આત્માને અનુશાસ્તિ
પચ્ચકખાણ પારવાનું સૂત્ર ૨૩૨ • સર્વસંગનો ત્યાગ
૧પ૯ ઉપવાસનું પચ્ચખાણ પારવાનું સૂત્ર ૨૩૪
so
૧૩ર.
૧૩પ
૧૪૮
RSા
૧૪૮
૧૫૧
૧પ૧
Page #12
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ ગ્રંથ સૂચિ
પૂ.મુનિશ્રી તત્ત્વાનંદવિજયજી મ.સા. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી
અરિહંતના અતિશયો આવશ્યકનિર્યુક્તિ હારિભદ્રીય ટીકા ઓશનિયુક્તિ ગુરુવંદન ભાષ્ય ચારિત્ર મનોરથમાળા ચૈત્યવંદન મહાભાષ્ય તત્વાર્થધિગમ સૂત્ર ચૈત્યવંદન ભાષ્ય ધર્મસંગ્રહ ધ્યાનશતક ધર્મરત્ન પ્રકરણ નવતત્વ નવપદ પ્રકરણ
પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી પૂ. શ્રી ઉમાસ્વાતિજી મ.સા. પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી પૂ. મહો. શ્રી માનવિજયજી પૂ શ્રી હરિભદ્રસૂરિજી પૂ. શ્રી શાંતિસૂરિજી પૂર્વાચાર્ય પૂ. શ્રી યશોદેવ ઉપાધ્યાય પૂ. શ્રી હરિભદ્રસૂરિજી પૂ. શ્રી ચિરાનાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજય મ.સા.
પંચાશક
પંચસૂત્ર પ્રતિક્રમણ હેતુ ગર્ભ સઝાય પ્રતિક્રમણ હેતુ ગર્ભ ગ્રન્થ પચ્ચકખાણ ભાષ્ય પ્રબોધ ટીકા મનાં જિહાણની અપ્રકાશિત ટીકા યોગશાસ્ત્ર યોગદષ્ટિસમુચ્ચય યોગશતક યોગવિંશિક યતિદિનચર્યા વિશતિવિશિષ વિશેષઆવશ્યક ભાષ્ય
શ્રી દેવેન્દ્રસૂરિજી શ્રી અમરતલાલ કાળીદાસ શ્રી રાજભાણેજ્યસૂરિજી પૂ. શ્રી હેમચંદ્રસૂરિજી પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મ.સા. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી પૂ. શ્રી હરિભદ્રસુરિજી પૂ. શ્રી ભાવદેવસૂરીજી મ.સા. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી પૂ. શ્રી જિનદાસગણિ
છે
عرعر عر
Page #13
--------------------------------------------------------------------------
________________
વીતરાગ સ્તોત્ર વૃન્દાવૃત્તિ સંબોધસરિ સંઘ સ્વરૂપ દર્શન સંબોધ પ્રકરણ સંથારા પોરિસી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર હિતોપદેશ
પૂ. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી પૂ. શ્રી રત્નશેખરસૂરિજી પૂ. શ્રી રામચંદ્રસૂરિશ્વરજી મ.સા. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી પૂ. શ્રી પ્રવિણભાઈ માતા પૂ. શ્રી સૂધર્માસ્વામી પૂ. શ્રી પ્રભાનંદસૂરિજી
ગ્રંથ
વિષય
સૂત્ર ક્રમ
સૂત્ર સંવેદના -૧
સામાયિકના સૂત્રો
સૂત્ર સંવેદના - ૨
ચૈત્યવંદનના સૂત્રો
સૂગ સંવેદના -૩
પ્રતિક્રમણના સૂત્રો ,
સૂત્ર સંવેદના -૪
વંદિતુ સુત્રા
સૂત્ર સંવેદના -૫
૩૪ - ૪૭
આયરિય ઉવજઝાએથી સકલતીર્થ સુધીના સૂત્રો ,
સૂત્ર સંવેદના - ૬
પ્રતિક્રમણના હેતુ, પૌષધનાં સૂત્રો, વિધિ અને હેતુ, પચ્ચMાણના સૂત્રો
૪૮-પર
* સૂત્ર સંવેદના - ૭
પાંચ પ્રતિક્રમણના સૂત્રો
Page #14
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧ પ્રતિક્રમણની વિધિ અને તેના હેતુઓ
ક્રમ
- વિગત
પાના નં.
૧. દેવસિક પ્રતિક્રમણની વિધિ ૨. રાઈએ પ્રતિક્રમણની વિધિ
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
૧૭) સામાયિક
સામાયિક લેવાની ક્રિયા પચ્ચખાણ
( પારવાની ક્રિયા ૧૬) દુઃખક્ષય કર્મક્ષયનો
કાઉસ્સગ્ગ ૧૫) પ્રાયશ્ચિત્તની
વિશુદ્ધિનો કાઉસ્સગ્ગ+
દેવવંદન + ગુરુવંદન
સઝાય
પ્રતિક્રમણ સ્થાપના | સંક્ષિપ્ત પ્રતિક્રમણ
સ્તુતિમંગલ
પહેલું આવશ્યક - સામાયિક + દોષોની ધારણા
૧૩) છઠું આવશ્યક -
/ પચ્ચકખાણ
બીજું આવશ્યક - 2. ચઉવિસત્યો
સહાયક દેવ-દેવી પ્રત્યે ઔચિત્ય
૭ ) ત્રીજું આવશ્યક - વંદન
( ૧૧ ) પાંચમું આવશ્યક
કાયોત્સર્ગ
ચોથું આવશ્યક - પ્રતિક્રમણ ૮ )+ દોષોનું પ્રકાશન
(૧૦) સગુરુની ક્ષમાપના
વંદિતુ. (દોષોનું પ્રતિક્રમણ,
ભૌતિક ક્ષેત્રે કાર્યની સફળતા માટે બુદ્ધિમાન માનવી સૌ પ્રથમ કાર્યની સફળતાના કારણો વિચારે છે. તેમાં જરૂરી સાધન-સામગ્રી કઈ છે તે જાણે છે અને કયા ક્રમે આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કાર્યની સફળતા પ્રાપ્ત થશે તે નક્કી કરે
Page #17
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
છે. એક માત્ર ચા બનાવવા જેવી સામાન્ય બાબતમાં પણ જેમ બહેનો ચા માટે જરૂરી ચીજો એકઠી કરીને ક્રમ મુજબ જો તેનો ઉપયોગ કરે તો જ સ્વાદિષ્ટ ચા બનાવી શકે છે. તેમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સફળતા મેળવવી હોય તો સાધકે આ કાર્ય શા માટે કરવું? ક્યારે કરવું ? કઈ રીતે કરવું ? કયા ક્રમ મુજબ કરવું ? તે જ ક્રમ કેમ સાચવવો ? વગેરે જાણવું જોઈએ, અને જાણીને તે મુજબ અનુષ્ઠાન આદિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ સંપૂર્ણ સફળતા મળી શકે.
આત્મશુદ્ધિ માટે કરાતી પ્રતિક્રમણની ક્રિયા અંગે પણ આ વસ્તુ વિચારવી જરૂરી છે. તેમાં પ્રતિક્રમણ ક્યારે કરવું ? કયા ભાવપૂર્વક કરવું ? તે માટે કયા સૂત્રોનો ઉપયોગ કરવો ? તેના અર્થ શું છે ? અને તે તે સૂત્ર બોલતાં કઈ સંવેદના થવી જોઈએ વગેરે ઘણી વાતો આપણે સૂત્ર સંવેદનાની શ્રેણીમાં જોઈ આવ્યા છીએ. હવે પ્રતિક્રમણની એક ક્રિયા જે ઘણી અવાંતર ક્રિયાઓ સાથે સંકળાયેલી છે. તે ક્રિયાઓ કયા ક્રમથી કરવી અને તેમ કરવા પાછળ કયા હેતુઓ કામ કરે છે, તે સમજવાનું છે. જો આ ક્રમ અને તેના હેતુઓને યાદ રાખી, પ્રતિક્રમણની સંપૂર્ણ ક્રિયા એકવાક્યતા પૂર્વક કરવામાં આવે તો આ ક્રિયા કોઈ અનેરા આનંદને પ્રગટાવી શકે છે.
નાના-મોટા મોતીઓની માળામાં જો પ્રથમ નાનાં નાનાં મોતી લઈ ક્રમસર મોટાં મોટાં મોતીઓ ગોઠવાતા જાય અને મધ્યમાં સૌથી મોટું મોતી આવે તો આજુબાજુના નાનાં મોતીઓની ગોઠવણથી મોટાં મોતીની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. આમ સુંદર રીતે ગોઠવાયેલી મોતીની માળા કંઠને દીપાવે છે. તેની જેમ પહેલેથી ક્રમને વિચારી તેના એક-એક કારણોને મગજમાં સ્થિર કરી પૂર્ણ ઉપયોગપૂર્વક એક-એક ક્રિયા કરવામાં આવે, તો પ્રતિક્રમણની સર્વ ક્રિયા ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિ કર્યા વિના રહેતી નથી. આથી પ્રતિક્રમણ કરતાં પૂર્વે પ્રતિક્રમણની વિધિ, તેનો ક્રમ અને તેના કારણોને વિચારી ચિત્તભૂમિકાને સજ્જ બનાવવી જોઈએ. દેવસિક પ્રતિક્રમણની વિધિ તથા હેતુઃ
૧ સામાયિક :
૧. પ્રથમ સામાયિક લેવું.
પ્રતિક્રમણ કરવા ઉત્સુક બનેલો સાધક જ્યાં સુધી મનને સંસારની મમતા અને સર્વ પાપવ્યાપારોથી પાછું વાળી, સમતાભાવમાં સ્થિર કરવા યત્ન કરતો નથી,
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
ત્યાં સુધી તે પાપનું સમ્યફ પ્રકારે આલોચન કરવા સમર્થ બનતો નથી. તદુપરાંત વિરતિનો સ્વીકાર કરીને જો ક્રિયા કરવામાં આવે તો તે ક્રિયા વિશેષ પ્રકારે ફળપ્રદ બને છે. તેથી પ્રતિક્રમણ કરનાર સાધકે સૌ પ્રથમ સામાયિક વ્રત સ્વીકારી, પાપ વ્યાપારનો ત્યાગ કરી, મનને સમભાવમાં લાવવા યત્ન કરવો જોઈએ. કેમ કે, સમતાસભર ચિત્તમાં પ્રાયશ્ચિત્તનો ભાવ સહજતાથી પ્રગટી શકે છે.
સામાયિકવ્રતનો સ્વીકાર કરતાં પૂર્વે અજ્ઞાનાદિ દોષોને કારણે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ષકાય જીવોની હિંસારૂપ જે પાપાચરણ થયું હોય, તેનાથી આત્મા ઉપર જે અશુભ સંસ્કારો પડ્યા હોય, તેના નાશ માટે સાધક ‘ઇરિયાવહિ સૂત્ર' બોલી તે સર્વ પાપની માફી માંગે છે. વળી, પાપની વિશેષ શુદ્ધિ માટે “તસ્સ ઉત્તરી સૂત્ર' બોલે છે. તે દ્વારા તે પાપના કારણોને શોધી તેની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગમાં સંપૂર્ણ કાયાનો ત્યાગ શક્ય નથી માટે તેમાં શાસ્ત્રોક્ત કેટલીક છૂટ (આગારો) રાખવા પૂર્વક “અન્નત્થ સૂત્ર” બોલી એક લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે.
કાયોત્સર્ગ દરમ્યાન સાધક કાયાને જિનમુદ્રામાં, વાણીને મૌનમાં અને મનને પરમાત્માના ધ્યાનમાં લીન કરે છે. તેમાં લોગસ્સના એક-એક પદ દ્વારા અરિહંત પરમાત્માનું ચિંતન કરે છે. તેમના નિષ્પાપ જીવનને સ્મરણમાં લાવે છે. તેના દ્વારા તેમના પ્રત્યે આદર-બહુમાન ભાવ પ્રગટાવે છે. આ બહુમાનભાવ પાપકર્મનો નાશ • કરી આત્માને નિર્મળ કરે છે. આ આત્મિક નિર્મલતા સાધકના આનંદનો વિષય બને છે, જેને વ્યક્ત કરવા તે પ્રગટ લોગસ્સ બોલે છે.
આ રીતે ઇર્યાપથનું પ્રતિક્રમણ ર્યા પછી જીવરક્ષા માટે તેમજ આત્મનિરીક્ષણ દ્વારા દોષોનો પરિહાર કરી ગુણોનો સ્વીકાર કરવા મુહપત્તિના બોલ બોલવા 1. આ સામાયિક શું છે? તેની વિધિ તથા બીજી વિશેષ વિગતો સૂત્ર સંવેદના ભાગ-૧માં બતાવી
છે. તેથી જિજ્ઞાસુ વર્ગે ત્યાંથી જોવી. 2. જિનમુદ્રા.
चत्तारि अंगुलाई, पुरओ उणाई जत्थ पच्छिमओ । पायाणं उसग्गो, एसा पुण होइ जिणमुद्दा ।।१६।।
___- चैत्यवंदन महाभाष्य / भाष्य બે પગની વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં તેનાથી ઓછું અંતર રાખી ઊભા રહેવું તે જિનમુદ્રા.” 3. મુહપત્તિના બોલ સૂત્ર સંવેદના ભાગ-૧માંથી જોઈ લેવા.
Page #19
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
પૂર્વક મુહપત્તિની પડિલેહણા કરાય છે. પડિલેહણા કરીને ગુરુભગવંત પાસે સામાયિકમાં રહેવાની આજ્ઞા મેળવવા માટે એક-એક ખમાસમણ પૂર્વક “સામાયિક સંદિસાહું ?” અને “સામાયિક ઠાઉં?” ના આદેશ મંગાય છે. ગુરુભગવંતની રજા મળતાં, સામાયિક દ્વારા સમભાવને સિદ્ધ કરવામાં કોઈ અંતરાય ઊભો ન થાય તે માટે મંગલસ્વરૂપ એક નવકાર ગણીને, ગુરુભગવંત પાસે કરેમિ ભંતે સૂત્ર' દ્વારા સામાયિકની એટલે કે ૪૮ મિનિટ માટે સર્વ પાપવ્યાપારનાં ત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે.
પાપવ્યાપારનો ત્યાગ કર્યા પછી સામાયિકમાં સમભાવની સાધના માટે જે સ્વાધ્યાયાદિ કરવાના છે, તે સ્વાધ્યાયાદિ સ્થિરતાપૂર્વક ઊભાં-ઊભાં કરવાની શક્તિ ન હોવાથી એક-એક ખમાસમણ દઈ ‘બેસણે સંદિસાહું ?” અને “બેસણું ઠાઉં?” એમ બે આદેશ માંગવા દ્વારા, ગુરુભગવંત પાસે બેસવાની અનુજ્ઞા મેળવાય છે. છેલ્લે એક-એક ખમાસમણ દઈને “સક્ઝાય સંદિસાહું ?” અને “સઝાય કરું?' ના આદેશ દ્વારા સામાયિક દરમ્યાન સ્વાધ્યાય કરવાની અનુજ્ઞા લેવાય છે. ૨. પચ્ચકખાણ : ૧. પછી જો દિવસ દરમ્યાન પાણી વાપર્યું હોય તો મુહપત્તિનું પડિલેહણ કરવું. ૨. જો આહાર વાપર્યો હોય તો મુહપત્તિનું પડિલેહણ કર્યા પછી બે વાર “સુગુરુ-વંદણ સૂત્ર' બોલીને દ્વાદશાવર્ત વંદન કરવું. તેમાં બીજીવાર સૂત્ર
બોલતાં “આવસ્સિયાએ પદ ન બોલવું. ૩. ત્યારપછી અવગ્રહમાં જ ઊભા રહીને “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી' એમ વિનંતી કરી. ગુરુમુખે અથવા તેવો યોગ ન હોય તો સ્વયં યથાશક્તિ પચ્ચખ્ખાણ કરીને અવગ્રહની બહાર
નીકળવું. પચ્ચકખાણ આહારાદિના ત્યાગની પ્રતિજ્ઞારૂપ છે. ત્યાગી મહાત્માઓની પાસે કે તેમની સાક્ષીએ આ પ્રતિજ્ઞા કરવાથી તેમાં વિશેષ દૃઢતા આવે છે, માટે ત્યાગી ગુરુભગવંત પાસે પચ્ચખાણ કરવું જોઈએ.
પચ્ચક્ખાણ કરતા પૂર્વે ગુરુનો વિનય કરવો અનિવાર્ય છે. વિનય માટે વંદન કરવું જરૂરી છે અને વંદન કરતાં પૂર્વે કાયા તથા મુખસ્વસ્ત્રિકાનું પ્રતિલેખન આવશ્યક છે. આથી સૌ પ્રથમ મુહપત્તિનું પડિલેહણ કરી, ત્યારબાદ બે વાંદરા
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
દેવારૂપ દ્વાદશાવર્ત વંદન કરી, ગુરુભગવંત પાસે શક્તિ અનુસાર પચ્ચક્ખાણ
કરાય છે.
પચ્ચક્ખાણ કરતી વખતે સાધક વિચારે કે,
‘સર્વ પાપનું મૂળ આ આહારની આક્તિ છે. આહારની આક્તિના કારણે જ હિંસાદિ પાપો કરવા પડે છે. तोयएग જ્યાં સુધી હું શરીર સાથે સંકળાયેલો છું, ત્યાં સુધી મારા માટે સર્વથા આહારનો ત્યાગ કરવો શકય નથી. આમ છતાં રાત્રિ દરમ્યાન તો ક્તિ અનુસાર આહારનો ત્યાગ કરું,'
આમ વિચારી સાધક ચોવિહાર વગેરેનું તથા અન્ય સર્વ પાપના સંકોચ માટે દેશાવગાસિકનું પચ્ચક્ખાણ કરે છે.
જિજ્ઞાસા : પચ્ચક્ખાણ આવશ્યક છઠ્ઠું અર્થાત્ છેલ્લું છે, તોપણ સૌ પ્રથમ શા માટે કરવામાં આવે છે ?
તૃપ્તિ : સૂર્યાસ્ત પહેલાં લીધેલું પચ્ચક્ખાણ જ શુદ્ધ ગણાય; હવે જો છએ આવશ્યકના ક્રમ પ્રમાણે છેલ્લે પચ્ચક્ખાણ ક૨વામાં આવે તો કાળવિલંબ થવાથી શુદ્ધ પચ્ચક્ખાણ ન થઈ શકે, એ અવિધિથી બચવા માટે પ્રથમ પચ્ચક્ખાણ ગ્રહણ કરવામાં આવે છે.
૩. દેવવંદન તથા ગુરુવંદન :
૧. પ્રથમ ખમાસમણ દઈ, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ?' એમ કહી ગુરુભગવંત પાસે ચૈત્યવંદન કરવાની આજ્ઞા માગવી. ગુરુ કહે ‘કરેહ’ એટલે ‘ઇચ્છું’ કહી યોગમુદ્રામાં ચૈત્યવંદનનો પ્રારંભ કરવો.
૨. ત્યારપછી વડિલે મંગલરૂપ આદ્ય સ્તુતિરૂપે ‘સકલકુશલવલ્લી’ બોલી ભાવવૃદ્ધિનું કારણ બને તેવું ચૈત્યવંદન બોલી, તીર્થવંદનસૂત્ર-જંકિંચિ સૂત્ર બોલવું.
4. યોગમુદ્રા.
अन्नुणंतरि अंगुलि कोसागारेहिं दोहिं हत्थेहिं ।
पिट्टोवरि कुप्परि सं-ठिएहिं तह जोगमुद्द त्ति ।। १५ ।।
चैत्यवंदन महाभाष्य / भाष्य
અન્યોન્યાંતરિત અંગુલી, એટલે બે હાથની દશે અંગુલિ અન્યોન્ય અંતરિત કરી કમળના ડોડાને આકારે જોડેલા એવા બે હાથ તથા પેટ ઉપર કોણી સંસ્થિત (સ્થાપી) છે જેની (જેણે) એવા પ્રકારે રહેવું તે યોગમુદ્રા જાણવી.”
k
-
Page #21
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
. ૩. પછી ‘નમોડલ્થ સં' સૂત્ર કહી, ઊભા થઈને ‘અરિહંતચેઈઆણં' સૂત્ર તથા
અન્નત્થ સૂત્ર' બોલીને એક નવકારનો કાઉસ્સગ્ન કરવો અને યથાવિધિ પારી, ‘નમોહનો પાઠ બોલી પ્રથમ થોય કહેવી. અન્ય સાધકોએ
થોય સાંભળી કાઉસ્સગ્ગ પારવો. ૪. ત્યારપછી અનુક્રમે “લોગસ્સ સૂત્ર', ‘સવ્વલોએ અરિહંતચેઈઆણં સૂત્ર'
અને “અન્નત્થ સૂત્ર'નું ઉચ્ચારણ કરી, પુનઃ એક નવકારનો કાઉસ્સગ્ગ
કરવો અને પૂર્વવત્ પારીને બીજી થોય કહેવી. ૫. ત્યારબાદ “પુષ્પરવરદીવઢે સૂત્ર, ‘સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ'
અને “અન્નત્થ સૂત્ર' બોલી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, તેને પૂર્વવત્
પારીને ત્રીજી થોય કહેવી. ૬. તે પછી ‘સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર', “વેયાવચ્ચગરાણં સૂત્ર” અને “અન્નત્ય
સૂત્ર' બોલી એક નવકારનો કાઉસ્સગ કરી, તેને પૂર્વવત્ પારી ચોથી
થોય કહેવી. ૭. અંતે યોગમુદ્રામાં બેસીને “નમોડલ્થ ણ સૂત્ર' કહેવું.
આત્મશુદ્ધિ માટે કરાતી આ ક્રિયા અત્યંત શ્રેયકારી છે. કહેવાય છે કે, “યંતિ વહ વિન' અનાદિ સંસારમાં ભમતાં જીવે ઘણા પાપકર્મ બાંધ્યા છે. આ પાપકર્મ શ્રેયકારી કાર્યોમાં વિઘ્નો ઊભા કરે છે. પ્રતિક્રમણની ક્રિયા કરતા કોઈ વિઘ્ન ન આવે અને ક્રિયાને સફળ બનાવી, સાધક આત્મશુદ્ધિ કરી શકે તે માટે અહીં મંગલાચરણરૂપ દેવવંદન કરવામાં આવે છે. વળી, સાધકનું લક્ષ્ય દોષોનો નાશ કરી ગુણ પ્રાપ્ત કરવાનું છે. તેથી જેમણે સર્વ દોષોનો નાશ કરી આત્માના અનંત ગુણો પ્રગટ કર્યા છે તે અરિહંત પરમાત્માને વંદના કરવારૂપે મંગલાચરણ કરાય છે.
દેવવંદનની ક્રિયા બાર વિભાગમાં વહેંચાયેલી છે. તેની વિગતવાર સમજણ, વિશેષ હેતુઓ અને તે બોલતી વખતે કેવી સંવેદનાઓ અનુભવવી જોઈએ તે સર્વ બાબતો સૂત્ર સંવેદના ભાગ-રમાં સવિસ્તર આપેલી છે. તેથી અહીં તેને દોહરાવી નથી; પરંતુ જિજ્ઞાસુ અને પ્રતિક્રમણને ફળપ્રદ બનાવવા ઇચ્છતા તમામ સાધકે તેનો અભ્યાસ કરી લેવો. ટૂંકમાં દેવવંદનની ક્રિયામાં 'ભાવજિન, દ્રજિન, સ્થાપનાજિન, નામજિન, "ત્રણે ભુવનના જિનબિંબો, વિહરમાન તીર્થકરો,
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
શ્રુતજ્ઞાન, સર્વસિદ્ધભગવંતો, મહાવીરસ્વામી અને ગિરનાર તથા "અષ્ટાપદતીર્થને વંદન કરવામાં આવે છે. વળી, સાથે સાથે સમ્યગ્દષ્ટિદેવોનું સ્મરણ કરી તેમના પ્રત્યેનું ઔચિત્ય પણ અદા કરાય છે.
આ રીતે બાર અધિકાર દ્વારા વંદન કરીને અતિ પ્રસન્ન થયેલો સાધક અંતે પુન: યોગમુદ્રામાં બેસી ફરી એકવાર ‘નમોઽત્યુ ણં સૂત્ર' દ્વારા તીર્થંકરને વંદન કરે છે.
આ સર્વ પ્રકારના વંદન કરવા પાછળ સાધકનો એક જ આશય હોય છે કે, પોતાના ચિત્તને આ તારક તત્ત્વોના ગુણોથી રંજીત કરી પોતાનામાં પણ ક્ષમા, સહનશીલતા, સત્વ આદિ ગુણો પ્રગટાવવા. જેના કારણે નાની-મોટી અનુકૂળતા કે પ્રતિકૂળતા વચ્ચે મન પ્રતિક્રમણની ક્રિયામાં ચલ-વિચલ ન થાય અને સ્થિર ચિત્તે આ ક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થાય.
ગુરુવંદન :
૮. ત્યારપછી ચાર ખમાસમણપૂર્વક ‘ભગવાનહં સૂત્ર' બોલીને અનુક્રમે ગચ્છાચાર્ય, અન્ય આચાર્યો, ઉપાધ્યાય અને સર્વસાધુને થોભવંદન કરવું. ૯. શ્રાવકોએ છેલ્લે ‘ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું' એમ કહી સર્વ શ્રાવકોને મસ્તક નમાવી વંદન કરવું.
.
દેવવંદન દ્વારા પરોક્ષ ઉપકારી અરિહંતભગવંત આદિને પ્રણામ કરીને સાધક પ્રત્યક્ષ ઉપકારી એવા ગુરુભગવંતોને ચાર ખમાસમણા દેવાપૂર્વક વંદન કરે છે.
તેમાં સૌ પ્રથમ તે, ગચ્છનાયક આચાર્યભગવંતને અથવા પોતે જે પુણ્ય પુરુષના સમાગમને પામી યોગમાર્ગમાં જોડાયો છે તેવા પોતાના પરમોપકારી ગુરુભગવંતના ઉપકારને સ્મૃતિપટમાં લાવી, તેમના ચરણોમાં મસ્તક ઝૂકાવી કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા માટે ‘ભગવાનહં' બોલી વંદન કરે છે.
ત્યારબાદ ગચ્છના અન્ય આચાર્યોને, સૂત્રાર્થનું પ્રદાન કરતાં ઉપાધ્યાય ભગવંતોને તથા મોક્ષની સાધનામાં સૌને સહાય કરતાં સાધુભગવંતોને તેમના ગુણો અને ઉપકારોને યાદ કરતો અત્યંત બહુમાનપૂર્વક એક-એક ખમાસમણ દઈ અનુક્રમે આચાર્યહં, ઉપાધ્યાય ં અને સર્વસાધુ ં પદો બોલતો તેમના ચરણોમાં મસ્તક ઢાળી કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા માટે વંદન કરે છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬.
ત્યારબાદ શ્રાવક શ્રી સંઘના અંગભૂત અને પોતાને પણ આ ક્રિયામાં સહાયક બનનારા સર્વ સાધર્મિકો પ્રત્યે આદર, સદ્ભાવ અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે તેમને નમસ્કાર કરે છે.
લોકમાં પણ જોવા મળે છે કે, રાજાદિ મુખ્ય પુરુષોનો વિનય કરી કાર્યનો પ્રારંભ કરવામાં આવે તો કાર્ય સિદ્ધ થાય છે. તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ આત્મશુદ્ધિને પામેલા દેવ-ગુરુને પ્રણામ કરીને કાર્ય કરવાથી સફળતા મળે છે. આ જ હેતુથી અહીં દેવ-ગુરુને વંદન કરવારૂપ મંગળ ક્રિયા કર્યા પછી જ પ્રતિક્રમણની મુખ્ય ક્રિયાનો પ્રારંભ થાય છે. ૪. પ્રતિક્રમણની સ્થાપના - સંક્ષિપ્ત પ્રતિક્રમણ : "
ત્યારપછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅપડિક્કમણે ઠાઉં ?” એમ કહી પ્રતિક્રમણની સ્થાપના કરવા અંગે આજ્ઞા માગવી અને ગુરુભગવંત ‘ઠાએહ' એમ કહે, ત્યારે ‘ૐ’ કહી જમણો હાથ ચરવળા ઉપર સ્થાપીને તથા મસ્તક નીચું નમાવીને ‘સબસ્સ વિ
સૂત્ર' બોલવું. સાધના જીવનના દરેક કાર્યો ગુરુને પોતાની ઇચ્છા જણાવી, તેમની આજ્ઞા મેળવી પછી જ કરવાના છે. તેથી આત્મશુદ્ધિને ઇચ્છતો સાધક સૌ પ્રથમ વિનયપૂર્વક ગુરુભગવંતને પ્રતિક્રમણ કરવાની પોતાની ઇચ્છા જણાવવા આદેશ માગે અને અનુજ્ઞા મેળવી વિધિપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરી પાપથી પાછા વળી આત્માને શુદ્ધ કરવાનું પ્રણિધાન કરે છે. '
આત્મશુદ્ધિ કરવાની શિષ્યની ભાવના જાણીને, ગુરુભગવંત પણ યોગ્ય શિષ્યના ભાવોલ્લાસની વૃદ્ધિ માટે ‘વાદ' કહી અનુજ્ઞા આપે છે. અનુજ્ઞા પ્રાપ્ત થતાં આનંદમાં આવેલો શિષ્ય “ઇચ્છે' કહી આજ્ઞાનો સ્વીકાર કરે છે. ગુરુભગવંતે મને પાપથી પાછા ફરવાની આજ્ઞા આપી છે' એવો ભાવ ધારણ કરી, શિષ્ય વૃક્ષ જેમ ફળોના ભારથી નમી જાય છે તેમ પાપના ભારથી નમી ગયો હોય તેવી નમ્ર મુદ્રા ધારણ કરી ચરવળા પર હાથ સ્થાપીને મસ્તકને નીચું નમાવીને ગુરુભગવંતના ચરણોમાં પડી પાપોની નિંદા કરવા માટે ભાવપૂર્વક સવ વિ' સૂત્ર બોલે છે. આ સૂત્ર પ્રતિક્રમણનું બીજ છે. કેમ કે, તેમાં સઘળાએ પાપોનું સામાન્યથી ભેગું “મિચ્છા મિ દુક્કડ' દેવાય છે. આ સૂત્ર બોલતાં
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
૧૧
સાધકનું ચિત્ત થઈ ગયેલા પાપો પ્રત્યે અત્યંત ધૃણા અને તિરસ્કારવાળું બને છે. આ તિરસ્કારનો ભાવ જ પાપોનો નાશ કરવા સમર્થ બને છે. કેમ કે, નિયમ એવો છે કે જે ભાવથી પાપ બાંધ્યા હોય, તેનાથી વિરુદ્ધભાવ તે પાપનો નાશ કરવા સમર્થ બને, તેથી રુચિપૂર્વક કરેલા પાપો તે પાપ પ્રત્યેની અરુચિ, ધૃણા, જુગુપ્સા કે તિરસ્કારના ભાવથી નાશ પામે છે.
પ્રતિક્રમણની ક્રિયા અખબારી અહેવાલ જેવી છે. જેમ અખબારી અહેવાલમાં હેડીંગ, ટૂંકી સમરી અને પછી વિગતવાર સમાચાર આવે છે, તેમ પ્રતિક્રમણમાં પણ સૌ પ્રથમ “સબ્યસ્ત વિ' સૂત્ર દ્વારા એકદમ ટૂંકમાં દુષ્ટ મન, વચન, કાયાના સમસ્ત દિોષોનું સ્મરણ કરી મિચ્છામિ દુક્કડ દેવાય છે. ત્યાર પછી “ઇચ્છામિ ઠામિ' સૂત્ર દ્વારા તે જ પાપોને થોડા વિસ્તારથી વિચારવામાં આવે છે અને અંતે “વંદિતુ સૂત્ર દ્વારા વિસ્તૃત રીતે પાપનું આલોચન કરી પ્રતિક્રમણ કરાય છે. " જેમ અહેવાલ આપનારે વિશ્વભરની વિગતથી માહિતગાર રહેવું પડે છે. તેમ - પ્રતિક્રમણ કરનારે પોતાના મન-જગતમાં ચાલતા વિચારો, વાણીના સર્વ વ્યવહારો અને કાયાના સર્વ વ્યાપારોથી માહિતગાર રહેવું પડે છે અને તેમાં ક્યાં ખોટું થયું, કયા કષાયને આધીન થઈ દોષ સેવાયો, મારા વ્રત-નિયમમાં ક્યાં અલના થઈ વગેરેની નોંધ રાખવી પડે છે. તો જ તે સાચું પ્રતિક્રમણ કરી શકે છે. દિવસભર પોતાની પ્રવૃત્તિ પ્રત્યે બેદરકાર રહેનાર કદી સાચું પ્રતિક્રમણ કરી શકતો નથી. ૫. પહેલું આવશ્યક - સામાયિક અને દોષોની ધારણા ૧. ત્યારપછી ઊભા થઈ ‘કરેમિ ભંતે' સૂત્ર “ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ',
‘તસ્સઉત્તરી', તથા “અન્નત્થ' સૂત્ર બોલી પંચાચારના અતિચારો
વિચારવા માટેની ગાથાઓવાળા ‘નાણમિ સૂત્રનો કાઉસ્સગ્ન કરવો . (ગાથાઓ ન આવડતી હોય તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો).
પ્રતિક્રમણના નામે ઓળખાતી આ ક્રિયા છે આવશ્યક સ્વરૂપ છે. આ આવશ્યકોનો પ્રારંભ અહીંથી થાય છે. તેથી પ્રતિક્રમણની સ્થાપના કર્યા પછી સાધક ઊભો થઈ સામાયિક નામના પ્રથમ આવશ્યકનું સ્મરણ કરવા “કરેમિ ભંતે' સૂત્ર બોલે છે. તે દ્વારા હું સામાયિકમાં છું, સાવદ્ય કાર્ય નહિ કરવાની અને સમતાના ભાવમાં રહેવાની ભારે પ્રતિજ્ઞા છે તે વાતને સ્મરણમાં લાવે છે. આ આવશ્યક દ્વારા
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
સૂત્ર સંવેદના-૬
સાવદ્ય યોગોની વિરતિ થતી હોવાથી તેના દ્વારા વિશેષે કરીને ચારિત્રાચારની શુદ્ધિ થાય છે.
વિરતિનું સ્મરણ કર્યા પછી શ્રમણ ભગવંતોના સર્વચારિત્રરૂપ અને શ્રાવકોના દેશચારિત્રરૂપ જીવનમાં દિવસ દરમ્યાન કયાં કયાં સ્ખલનાઓ થઈ છે, તેનું સ્મરણ કરવા માટે સાધક ‘ઇચ્છામિ ઠામિ’ સૂત્ર બોલે છે. તેના બેંક-એક પદો દ્વારા તે પોતાની ભૂલોનું સમ્યગ્ આલોચન કરે છે.
ત્યારપછી ‘તસ્સ ઉત્તરી' અને ‘અન્નત્થ' સૂત્ર બોલી ચારિત્રાચારની વિશુદ્ધિ માટે કાયોત્સર્ગ કરાય છે. જેમાં શ્રાવકો નાણસ્મિની આઠ ગાથાઓ દ્વારા પંચાચારમાં થયેલી સ્ખલનાઓને સ્મરણમાં લાવે છે. જેમ કોઈ મોટા માણસ સાથે વાત કરવાની હોય તો તેના મુદ્દા પ્રથમથી નોંધી લેવામાં આવે છે, તેમ ગુરુભગવંત સમક્ષ દોષોની આલોચના કરવા ઇચ્છતો સાધક આ સૂત્ર દ્વારા દિવસ દરમ્યાન લાગેલા સર્વ દોષોને યાદ કરી તેને નાના-મોટાના ક્રમથી સંકલિત કરીને ધારી રાખે છે.
અતિચારોનું સંપૂર્ણ પ્રતિક્રમણ ત્રણ તબક્કામાં નિષ્પન્ન થાય છે.
૧. સૌ પ્રથમ કયા કયા દોષો લાગ્યા છે, તેનું ચિંતન કરી માનસિક નોંધ તૈયાર કરવી.
૨. ગુરુભગવંત સમક્ષ તે દોષોને પ્રગટ કરવા.
૩. દોષોના સંસ્કારોનું પણ ઉન્મૂલન કરવા પ્રતિક્રમણ કરવું.
તેમાં અહીં અતિચારના આલોચનરૂપ પ્રથમ તબક્કો સંપન્ન થાય છે.
૭. બીજું આવશ્યક – ચઉવિસત્થો :
૧. કાઉસ્સગ્ગ પારીને પ્રગટ રીતે ‘લોગસ્સ' સૂત્ર બોલવું.
કાયોત્સર્ગમાં જે દોષોનું આલોચન કર્યું હોય તે દોષોથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણનું કાર્ય સુગમ નથી. આથી જ પ્રતિક્રમણ કરતા પહેલા પાપથી પૂર્ણપણે
5. શ્રમણ ભગવંતો અહીં નીચેની ગાથા દ્વારા અતિચારોનું ચિંતન કરે છે : ‘સયળાસન-ન્ન-પાને, ચેઍ-ન-સિન્ન-હ્રાય-ન્નારે । સમિડું-માવળ-મુત્તી-વિતહાવરને ય અગરો ।।
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
પાછા વળેલા ચોવીસ તીર્થંકરોને વંદના કરવા ‘લોગસ્સ' સૂત્ર બોલાય છે અને તેના દ્વારા તેમના જેવા સંપૂર્ણ શુદ્ધ થવાનો સંકલ્પ કરવામાં આવે છે.
૧૩
તીર્થંકર પરમાત્માએ મોક્ષમાર્ગના ઉપદેશ દ્વારા સાવદ્ય યોગની વિરતિ કેવી રીતે કરી શકાય એ જણાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. વળી, વીતરાગતાની પ્રાપ્તિ એ કર્મક્ષયનો, બોધિની પ્રાપ્તિનો કે બોધિની શુદ્ધિનો મુખ્ય હેતુ છે. તેથી આ આવશ્યક દ્વારા તેમને વંદન કરતાં દર્શનાચારની શુદ્ધિ વિશેષ પ્રકારે થાય છે.
૭. ત્રીજું આવશ્યક -- વંદન ઃ
૧. પછી બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી.
૨. ત્યારબાદ બે વાર સુગુરુવંદન સૂત્ર બોલી, દ્વાદશાવર્ત વંદન કરવું, તેમાં બીજીવાર સૂત્ર બોલતાં, ‘આવસહિ’, ન બોલવું અને અવગ્રહથી બહાર પણ ન નીકળવું.
દેવની જેમ ગુરુભગવંત પણ પાપ વ્યાપારથી ઘણા અંશે પાછા વળેલા છે. વળી, પાપની ઓળખ અને તેના ત્યાગનો માર્ગ ગુરુભગવંત જ આપણને પ્રત્યક્ષથી આપે છે અને તે પાપોની આલોચના પણ ગુરુભગવંત સમક્ષ જ કરવાની હોય છે. તેથી પ્રતિક્રમણ કરવા પહેલા દેવવંદનની જેમ ગુરુવંદન ક૨વું પણ જરૂરી છે. દેવ અને ગુરુ વંદનની ક્રિયાઓ, સાધકના હૈયામાં દેવ અને ગુરુ પ્રત્યેનો જે બહુમાન ભાવ હોય છે તેને વૃદ્ધિમાન કરે છે. તેનાથી પાપથી પાછા ફરવાનું સામર્થ્ય પ્રગટે છે, પાપના મૂળભૂત અહંકારનો નાશ થાય છે અને વિનય ગુણ ઉલ્લસિત થાય છે. ગુણવાન પ્રત્યે આ વિનય અને બહુમાનભાવ પ્રતિક્રમણના ભાવને પ્રગટાવવાનું કારણ બને છે. આથી જ દેવને વંદન કર્યા પછી બે વાંદણા દેવા પૂર્વક ગુરુને વંદન કરવામાં આવે છે.
વંદન માટે વાંદણા સૂત્ર બોલતો સાધક ગુરુભગવંત પ્રત્યે અત્યંત આદરવાળો થાય છે. ‘અો જાય' આદિ પદો બોલી તેમના પવિત્ર ચરણોનો સ્પર્શ કરતા ધન્યતા અનુભવે છે. વળી, ‘ખત્તા મે’ આદિ પદો દ્વારા ગુરુને સુખશાતા પૂછે છે અને ‘જોહા’ ઇત્યાદિ પદો દ્વારા ગુરુ ભગવંતની કોઈપણ રીતે આશાતના થઈ ગઈ હોય તો તેનું ‘મિચ્છા મિ દુક્કડં' આપે છે. આ રીતે તે ગુણવાન ગુરુભગવંત પ્રત્યેનો અત્યંત ભક્તિભાવ પ્રદર્શિત કરે છે. આ સૂત્રની વિધિ, વાંદણાના ૨૫
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
સૂત્ર સંવેદના-૬
આવશ્યક કેવી રીતે સાચવવા અને બત્રીસ દોષોનો કેવી રીતે ત્યાગ કરવો તે સર્વ વિગતો સૂત્ર સંવેદના ભાગ-૩માંથી જાણી, તેવી વિધિ અને તેવા ભાવપૂર્વક વંદન આવશ્યક કરવાનો આગ્રહ રાખવો.
આ વાંદણા દ્વારા ગુરુવંદન કર્યા પછી પાપોનું આલોચન કરવાનું છે અને તે ગુણવાન ગુરુભગવંતની નિશ્રામાં ક૨વાનું છે, તેથી બીજા વાંદણા બાદ અવગ્રહની બહાર નીકળવાનું નથી; પરંતુ ગુરુના અવગ્રહમાં રહીને જ પાપોનું આલોચન કરવાનું છે.
આ રીતે બે વાંદણા દ્વારા નિષ્પન્ન થયેલ વંદન આવશ્યક દ્વારા પાંચ મહાવ્રત, સમિતિ-ગુપ્તિનું પાલન, પિંડવિશુદ્ધિ આદિ મૂળગુણ અને ઉત્તરગુણને ધારણ કરીને મોક્ષમાર્ગમાં પરમ યત્ન કરનાર ગુણવાન ગુરુભગવંતની પ્રતિપત્તિ (સેવા) તથા વંદન થતું હોવાથી તેના દ્વારા પાંચે આચારોની શુદ્ધિ થાય છે.
૮. ચોથું આવશ્યક - પ્રતિક્રમણ
તથા ગુરુ સમક્ષ દોષોનું પ્રકાશન :
૧. ત્યારપછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ દેવસિઅં આલોઉ' કહી દિવસ દરમ્યાન લાગેલા અતિચારોની આલોચના કરવા (ગુરુને કહેવા) માટે આજ્ઞા માગવી.
૨. ગુરુભગવંત ‘આલોએહ' કહીને આજ્ઞા આપે એટલે ‘ઇચ્છું’ કહી આજ્ઞાનો સ્વીકાર કરવો અને ‘આલોએમિ જો મે દેવસિઓ અઈઆરો કઓ' - સૂત્ર બોલવું.
૩. પછી ‘સાત લાખ’ અને ‘અઢાર પાપસ્થાનક' બોલવા.
વંદન આવશ્યક દ્વારા ગુરુનો વિનય કર્યા પછી સાધક પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકનો પ્રારંભ કરે છે. પ્રતિક્રમણની આખી ક્રિયાનો મુખ્ય ઉદ્દેશ પાપથી પાછા ફરવાનો છે. પાપ એ મોક્ષમાર્ગમાં વિઘ્નરૂપ છે. પાપને કારણે જ આત્મા અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારના પરિભ્રમણથી કંટાળેલો, થાકેલો અને મોક્ષના સુખની જ અભિલાષાવાળો સાધક આમ તો જાણી-જોઈને પાપ કરવાની ઇચ્છા પણ રાખતો નથી. છતાં અનાદિના કુસંસ્કારો, પ્રમાદ, અજ્ઞાન આદિના કારણે કે સહસાત્કારે તેનાથી પાપ થઈ જાય છે. તે પાપોના નાશ
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
માટે આ પ્રતિક્રમણ આવશ્યક છે. પરમ કૃપાળુ પરમાત્માએ પાપથી પાછા ફરવાનો શ્રેષ્ઠ ઉપાય આલોચના, નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ જણાવેલ છે. આ જ કારણથી
કાયોત્સર્ગમાં સંકલિત કરીને ધારી રાખેલા અતિચારોની આલોચના કરવાની અનુજ્ઞા મેળવવા માટે સાધક ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ દેવવિસઅં આલોઉં’ કહી, ગુરુભગવંત પાસે દિવસ સંબંધી આલોચના માટેની આજ્ઞા માંગે છે.
૧૫
ગુરુભગવંત પણ શિષ્યની યોગ્યતાને જોઈ તેની ભાવના અનુસાર આજ્ઞા આપે છે અને શિષ્ય પણ ‘ઇચ્છું’ કહી આજ્ઞાનો સ્વીકાર કરી, ‘ઇચ્છામિ ઠામિ’ સૂત્રના માધ્યમે કાયોત્સર્ગમાં ચિંતવેલા અતિચારોને યાદ કરી, સમ્યક્ પ્રકારે શરી૨ નમાવી, હાથ જોડી, વિધિ પ્રમાણે મુહંપત્તિ અને ચરવળો ધારણ કરી, પૂર્વે (નાણંમિ સૂત્ર દ્વારા) માનસિક રીતે નોંધમાં લીધેલા અતિચારો ગુરુ સમક્ષ વિસ્તારથી આલોવે (કહે) છે. ત્યાર પછી ચોરાશીલાખ જીવાયોનીમાંથી કોઈપણ જીવને પીડા પમાડી હોય તો તેની ‘સાત લાખ સૂત્રના’ માધ્યમે આલોચના કરે છે, અને અઢાર પ્રકારના પાપમાંથી કોઈપણ પ્રકા૨ના પાપનું સેવન થયું હોય તો તેની આલોચના ‘પહેલે પ્રાણાતિપાત સૂત્રથી કરે છે. ગુરુ સમક્ષ દોષોનું પ્રકાશન કરવાથી અહીં અતિચારોના પ્રતિક્રમણનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. જેમ જેમ સાધક સ્પષ્ટ ઉચ્ચાર અને અર્થના વિચારપૂર્વક આ સૂત્રને બોલતોં જાય છે તેમ તેમ તેનો પશ્ચા-તાપનો પરિણામ તીવ્ર તીવ્રતર થતો જાય છે, જે પાપકર્મના નાશનું કારણ બને છે.
6
૯. વંદિત્તુ - દોષોનું પ્રતિક્રમણ :
૧. પછી ‘સવ્વસવિ.’ સૂત્ર બોલી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્' કહી ગુરુ પાસે પ્રકાશિત કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત માગવું. ગુરુ કહે ‘પડિક્કમેહ’ એટલે “ઇચ્છું, તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહી તેનો સ્વીકાર કરવો. ૨. ત્યારપછી ગોદોહિકાસને’ બેસી અનુક્રમે ‘નમસ્કારમહામંત્ર’, ‘કરેમિ ભંતે', ‘ઇચ્છામિ પડિક્કમિઉં.’ બોલી ‘વંદિત્તુ’ સૂત્ર બોલવું. તેમાં ‘તસ્સ ધમ્મસ કેવલિ-પન્નત્તસ્સ અબ્યુટ્ઠિઓમિ’ એ પદ બોલતાં ઊભા થવું અને અવગ્રહની બહાર જઈને સૂત્ર પુરું કરવું.
દિવસ દરમ્યાન જે પાપો થઈ ગયા હોય તેની આલોચના કરીને, સાધક ગુરુને
6. શ્રમણ ભગવંતો ‘ઠાણે કમણે ચંકમણે’ પાઠ બોલીને આલોચના કરે છે.
7. ગોદોહિકા-આસન : ગાય દોહવા બેસેલો ગોવાળ જેમ જમણો ઢીંચણ ઊંચો અને ડાબો ઢીંચણ · થોડો નીચો રાખી પગના અગ્રભાગને જમીન પર ટેકવી, બન્ને ઢીંચણો જમીનની ઉપર રાખી બેસે છે. આ આસનને ગોદોહિકા આસન કહેવાય છે. તે અપ્રમત્તભાવનું પોષક છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
સૂત્ર સંવેદના-૬
વિનંતી કરે છે ‘ભગવંત ! અધમ એવા મેં આજે જે પાપો કર્યા છે તે આપ પૂજ્યને જણાવ્યા. આપ કૃપા કરી મને તે પાપથી મલિન બનેલા મારા આત્માને શુદ્ધ કરવાનો ઉપાય જણાવો.’ ગુરુભગવંત શિષ્યની શુદ્ધ થવાની ઉત્કંઠા જોઈને તેને કહે છે કે, ‘પાપના પ્રાયશ્ચિત્તo રૂપે તું પ્રતિક્રમણ કર !' ગુરુભગવંતના શબ્દો સાંભળી શિષ્ય હર્ષાન્વિત થઈ તેમની આજ્ઞાનો સ્વીકાર કરતાં કહે છે કે, ‘ભગવંત ! હું પ્રતિક્રમણ ક૨વાની આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું અને મારા પાપ મિથ્યા થાય તેમ ઇચ્છું છું.’
આ રીતે પ્રતિક્રમણ કરી પાપના મૂળ કારણભૂત મોહને પરાસ્ત ક૨વાની ભાવનાવાળો સાધક ગોદોહિકા આસને બેસે, કેમ કે, આ અપ્રમત્તભાવનું પોષક આસન છે, અપ્રમત્ત સાધક જ સાવધાન બની પાપનું પ્રતિક્રમણ કરી શકે છે અને પાપના મૂળ કારણભૂત શત્રુને ઓળખી તેનો સંહાર કરવા પણ પ્રયત્નશીલ બની શકે છે.
સંપૂર્ણ પ્રતિક્રમણની આ મુખ્ય અને અતિ મહત્ત્વની ક્રિયા છે. તે સંપૂર્ણ શુદ્ધ થાય તે માટે જ આગળ પાછળની ક્રિયાનો કલાપ છે. માટે આ ક્રિયા કરતાં પૂર્વે સૌ પ્રથમ માંગલિક કરવા સાધક નમસ્કાર મહામંત્ર' બોલી પંચપરમેષ્ઠિને નમસ્કાર કરે છે. ત્યારબાદ પોતે સામાયિકમાં છે તેનું સ્મરણ કરવાના હેતુથી ‘કરેમિ ભંતે' સૂત્ર બોલે છે. ત્યારપછી સામાન્યથી પાપના પ્રતિક્રમણ માટે ‘ઇચ્છામિ પડિક્કમિઉં' બોલી ‘વંદિત્તુ’ સૂત્ર કહે છે.
આ દરેક સૂત્રોના એક-એક પદ બોલતાં તેનું લક્ષ્ય એક જ હોય છે કે પ્રમાદરૂપી જે શત્રુના કારણે પોતાના વ્રતો મલિન થયા છે તેનો સમૂળ નાશ કરવો અર્થાત્ ચિત્તવૃત્તિને એટલી નિર્મળ બનાવી દેવી કે પુન: પ્રમાદને આધીન થઈ દોષનું સેવન જ ન થાય.
ભગવાનના વચન દ્વારા સંસારની ભયાનકતા લક્ષ્યમાં આવ્યા પછી શ્રાવકનું મન
8. પ્રાયશ્ચિત્તઃ ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તની વિગત સૂત્ર સંવેદના ભાગ-૧માં તસ્સ ઉત્ત૨ી સૂત્રમાંથી જોઈ લેવી. તેમાં અહીં એટલું ખાસ ખ્યાલમાં રાખવું કે આ પ્રતિક્રમણ તે દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંનું બીજું પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત છે. ગુરુ ભગવંત તે બીજું પ્રાયશ્ચિત્ત કરવાનું કહે છે.
9. શ્રમણભગવંતો અહીં ‘નવકાર’, ‘કરેમિભંતે’, ‘ચત્તારિ મંગલં’, ‘ઇચ્છામિ પડિક્કમિઉં', ‘ઇરિયાવહિયં’ સૂત્રો બોલી પછી ‘પગામ સિજ્જાએ' બોલે છે. તેમાં ‘ચત્તારિ મંગલં' મંગલાર્જે બોલાય છે. અને ગમનાગમનમાં લાગેલા અતિચારોની આલોચના કરવા ઇરિયાવહિયં બોલાય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
૧૭
સંસારમાં નથી હોતું. તે સતત સંસારમાંથી શીધ્ર પાર પમાડનાર સંયમરૂપી જહાજને ઝંખે છે, પરંતુ વર્તમાનમાં તેવું સામર્થ્ય ન દેખાતા સંયમ માટે સત્ત્વ પ્રગટાવવા તે સમ્યક્ત્વ મૂલ બાર વ્રત સ્વરૂપ તરાપાનો સહારો લે છે. “વંદિતુ” સૂત્ર બોલતાં શ્રાવક પંચાચાર અને તેમાં પણ ચારિત્રાચારમાં તેણે સ્વીકારેલા બારવ્રતોનું સ્મરણ કરે છે. દિવસ દરમ્યાન તેમાં ક્યાં ક્યાં સ્કૂલના થઈ છે તેની નોંધ લે છે અને વિચારે છે કે, હું કેવો કાયર છું!મેં સંસાર સાગરથી તરવા માટે તરાપા જેવા નાના નાના વ્રતો જ લીધા છે અને છતાં હું તેને પણ અણિશુદ્ધ પાળી શકતો નથી. ધિક્કાર છે મને કે, લોભાદિને વશ થઈ મેં તેમાં પણ દોષો લગાડ્યા. આવું વિચારી તે પોતાના દુષ્કૃત્યોની, પોતાના પ્રમાદની અને સેવેલા દોષો આદિની નિંદા-ગહ કરે છે અને તે દોષોનું પુન: સેવન ન થાય તેવો સંકલ્પ કરી પ્રતિક્રમણ કરે છે. અહીં અતિચારોના પ્રતિક્રમણનો ત્રીજો તબક્કો નિષ્પન્ન થાય છે.
આ રીતે ધીમે ધીમે, ઉપયોગપૂર્વક, અતિ સાવધાન બની સંવેગની વૃદ્ધિ થાય તે રીતે શ્રાવક જેમ જેમ વંદિતુ” સૂત્ર બોલતો જાય છે તેમ તેમ તેના હૈયા પરથી પાપનો ભાર ઓછો થતો જાય છે. લાકડાની ભારી ઉચકતો મજૂર જેમ ભાર ઉતારી હળવાશની અનુભૂતિ કરે છે, તેમ શ્રાવક પણ આ સૂત્ર દ્વારા ગુરુ પાસે આલોચના, નિંદા અને ગહ કરીને અનેરી હળવાશનો અનુભવ કરે છે. હળવો થયેલો શ્રાવક તસ્ય ધમ્મસ્સ”પદ બોલીને વિશેષ આરાધના માટે ઉલ્લસિત થતો ઊભો થાય છે, અને ‘અભુઢિઓમિ આરાણાએ બોલી અવગ્રહમાંથી બહાર નીકળી સૂત્રને પૂર્ણ કરે છે.
૧૦. સુગુરુની ક્ષમાપના : ૩. વંદિતુ' કહીને બે વાંદણા દેવા અને પછી ઈચ્છા અભુઢિઓ બોલી'
ગુરુભગવંતને પામવા. વંદિતુ સૂત્ર બોલીને પ્રતિક્રમણ કર્યા પછી ગુરુભગવંત પ્રત્યે થયેલા અપરાધની ક્ષમા યાચવાની છે; પરંતુ ક્ષમાપના પણ વંદનપૂર્વક જ કરવી જોઈએ, તેથી પ્રથમ બે વાંદણા બોલીને ગુરુભગવંતને દ્વાદશાવર્ત વંદન કરીને “અભુઢિઓ” સૂત્ર દ્વારા અપરાધની ક્ષમા યાચવામાં આવે છે.
પાંચ કે અધિક સાધુ ભગવંત હોય તો ત્રણને વાંદવા જોઈએ અન્યથા જે જ્યેષ્ઠ હોય તેમને વાંદવા જોઈએ. વળી, ક્યાંક એવું પણ વિધાન છે કે ગુરુને પ્રથમ ખમાવી અનુક્રમે સર્વેને ખમાવે. આના દ્વારા ગુરુભગવંત પ્રત્યેની ભક્તિ ઉલ્લસિત
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
સૂત્ર સંવેદના-૬
થવાથી, તેમની આશાતનાથી લાગેલા પાપો નષ્ટ થઈ જાય છે અને ગુણવાન ગુરુભગવંતની ફરી ફરીને આશાતના ન થાય તેવા પરિણામ પેદા થાય છે. ૧૧. પાંચમું આવશ્યક - કાયોત્સર્ગ: ૧. ગુરુને ખમાવીને અવગ્રહ બહાર નીકળીને પુન: બે વાર ‘સુગુરુ-વંદન' સૂત્ર
બોલીને દ્વાદશાવર્ત વંદન કરવું. પછી “આયરિય-ઉવઝાએ' સૂત્ર બોલવું. આલોચના અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવા છતાં શુદ્ધ ન થયા હોય એવા ચારિત્રાચાર આદિના અતિચારોની શુદ્ધિ માટે સાધક પાંચમું કાયોત્સર્ગ આવશ્યક કરે છે. પૂર્વે જણાવ્યું તેમ વંદન કરી ગુરુ પ્રત્યેનો વિનય અદા કર્યા પછી કાયોત્સર્ગ કરવો જોઈએ. એ માટે પહેલા બે વાંદણા દેવાય છે. ત્યારપછી પૂર્વવતુ અવગ્રહમાંથી પાછા પગે બહાર નીકળીને કષાયોના ઉપશમ માટે “આયરિયવિઝાએ' સૂત્ર બોલાય છે.
સામાન્યજન પ્રત્યે થયેલો કષાય પણ સંસારવૃદ્ધિનું કારણ બને છે, તો ગુણવાન ગુરુભગવંતો પ્રત્યે થયેલો કષાય તો મહાન અનર્થની પરંપરા સર્જનાર છે. વળી, શાસ્ત્રોમાં કહ્યું છે કે, જ્યાં સુધી કષાયો ઉત્કટ હોય ત્યાં સુધી ચારિત્રમાં કોઈ સાર નથી. ત્યારનો સંયમપર્યાય પણ સંયમપર્યાય સ્વરૂપે ગણનાપાત્ર બનતો નથી. તેથી ચારિત્રાચારની શુદ્ધિ કરતા પહેલા “આયરિઅ-વિઝાએ બોલી કષાયોને ઉપશમાવવાનો પ્રયાસ કરાય છે. તે માટે આ સૂત્ર દ્વારા સૌ પ્રથમ ગુણ સંપન્ન આચાર્ય, ઉપાધ્યાય ત્યારબાદ શિષ્ય, સાધર્મિક, કુલ, ગણ, સકલ શ્રમણ સંઘ આદિની માફી મંગાય છે. અને છેલ્લે સર્વ જીવો પ્રત્યે થયેલ અપરાધને ખમાવવામાં આવે છે. આ રીતે સાધક કષાયોને ટાળી પોતાના મૈત્રીભાવને વૃદ્ધિમાન કરે છે.
૨. પછી ‘કરેમિ ભંતે.', “ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ.’, ‘તસ્સ ઉત્તરી.” તથા 10. ગુરુભગવંતને આઠ કારણે વંદન કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.
पडिक्कमणे सज्झाये, काउसग्गवराह-पाहुणए ।
आलोयण-संवरणे, उत्तमठे य वंदणयं ।।१।। પ્રતિક્રમણ કરતાં, સક્ઝાય-સ્વાધ્યાય કરતાં, કાયોત્સર્ગ કરતાં, અપરાધ ખમાવતાં, પ્રાહુણા સાધુ આવે ત્યારે, આલોચના લેતાં, પચ્ચખાણ કરતાં અને અણસણ કરતી વખતે – આ
આઠ કારણે દ્વાદશાવર્ત વંદન કરવું. 11. સામનમણુવસંત, સાયી નસ ૩ડી હુંતી |
मन्नामि इच्छुपुष्पं व, निष्फलं तस्स सामन्नं ।।। ચારિત્રના સામાન્ય પર્યાયને આચરતા એવા મુનિના કષાયો જો ઉત્કટ હોય તો તેનો શ્રમણપર્યાય ઇસુ (શેરડી)ના ફુલની જેમ નિષ્ફળ છે એમ હું માનું છું.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
‘અન્નત્ય’ સૂત્ર બોલી બે લોગસ્સ ‘દેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
૧૯
૩. કાઉસ્સગ્ગ પારીને ‘લોગસ્સ', ‘સવ્વલોએ અરિહંત-ચેઇઆણં' તથા ‘અન્નત્થ' સૂત્ર બોલી એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
૪. કાઉસ્સગ્ગ પારીને ‘પુક્ખરવરદીવર્ડ્સે' ‘સુઅલ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ’ તથા ‘અન્નત્થ’ સૂત્ર બોલી એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. ૫. કાઉસ્સગ્ગ પારીને 'સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલવું.
જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોના વિકાસ વિના ક્યારેય સાચા અર્થમાં મૈત્રીભાવ પ્રગટતો નથી અને પ્રગટેલો મૈત્રીભાવ ટકતો નથી. આ જ કારણથી પ્રતિક્રમણ કર્યા પછી સાધક જ્ઞાનાદિ ગુણોની શુદ્ધિ અને વૃદ્ધિ માટે કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ દ્વારા પોતાના મન, વચન, કાયાના યોગોને એવા તૈયાર કરે છે કે, તે પુનઃ પાપ કરવા પ્રેરાય જ નહિ.
સર્વ ધર્માનુષ્ઠાન સમતાભાવ પૂર્વક કરવાથી સફળ થાય છે. તથા સર્વ ધર્મ ક્રિયાનું ફળ વિશિષ્ટ સમતા ભાવની પ્રાપ્તિ છે. આ વાતના સ્મરણ માટે સૌ પ્રથમ ‘કરેમિ ભંતે’ સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પ્રતિક્રમણની ક્રિયામાં આ સૂત્ર : ૧. આદિમાં, ૨. પ્રતિક્રમણ સૂત્ર (વંદિત્તુo સૂત્ર) કહેતાં પહેલાં અને ૩. અહીં એમ ત્રણ વાર બોલાય છે.
‘કરેમિ ભંતે’ સૂત્ર બોલ્યા પછી ચારિત્રના અતિચારોની વિશેષ શુદ્ધિ માટે ‘ઇચ્છામિ ઠામિ' સૂત્ર બોલવામાં આવે છે. પછી ‘તસ્સ ઉત્તરી’ સૂત્ર દ્વારા ચારિત્રાચારમાં સ્ખલનાથી લાગેલા પાપોના નાશ માટે કાયોત્સર્ગ કરવાનો સંકલ્પ કરીને, ‘અન્નત્થ’ સૂત્ર કહી ચારિત્રાચારની વિશેષતા હોવાને કા૨ણે બે લોગસ્સનો કાઉસ્સગ્ગ કરાય છે.
આ કાઉસ્સગ્ગ ચારિત્રાચારની વિશુદ્ધિ દ્વારા ચારિત્રગુણની વૃદ્ધિ અને સેવાયેલા દોષો પુન: ન સેવાય તેવી ભૂમિકાનું સર્જન કરવા માટે કરવાનો છે. તેથી તેમાં લોગસ્સના સહારે જ્યારે તીર્થંકરોના ધ્યાનમાં એકાગ્ર બનાય, ત્યારે આત્મભાવમાં સ્થિર રહેવા સ્વરૂપ તેમના શ્રેષ્ઠ ચારિત્રને સ્મૃતિમાં લાવવા વિશેષ યત્ન કરવાનો છે. કેમ કે, ચોવીસ તીર્થંકરોના નિર્મળ ચારિત્ર પ્રત્યે આદર ઉત્પન્ન થતાં, તેવું જ
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦
સૂત્ર સંવેદના-૬
નિર્મળ ચારિત્ર મારે પણ પાળવું છે એવો ભાવ થાય છે અને અતિચાર સેવવાના સંસ્કારો મંદ પડી જાય છે. તે સાથે જ વિશુદ્ધ ચારિત્ર પ્રત્યે ઉત્પન્ન થયેલું બહુમાન ચારિત્રમોહનીયકર્મને નબળું પાડી ચારિત્રગુણને પ્રગટાવવામાં નિમિત્ત બને છે.
ચારિત્રાચારની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કર્યા પછી જ્ઞાનાચાર અને દર્શનાચારની શુદ્ધિ માટે કાયોત્સર્ગ ક૨વાનો છે. તેમાં સમ્યક્દર્શન પૂર્વકનું જ્ઞાન જ સમ્યગ્ જ્ઞાન કહેવાતું હોવાથી, જ્ઞાન કરતાં દર્શનને ગરિષ્ઠ માની દર્શનાચારની શુદ્ધિ માટે બીજો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.
આ કાયોત્સર્ગ કરતાં પૂર્વે બોધિની પ્રાપ્તિ તથા વિશુદ્ધિના વિશેષ કારણ બનનારા ચોવીસ તીર્થંકરોની સ્તુતિરૂપે લોગસ્સ બોલાય છે. ત્યારપછી દર્શનશુદ્ધિના મુખ્ય નિમિત્તભૂત સર્વ જિનબિંબોના વંદનાદિ નિમિત્તે ‘સવ્વલોએ' આદિ બોલીને અરિહંત પરમાત્માના ગુણોથી ભાવિત થવા માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.
તેમાં પરમાત્માના ક્ષાયિક સમ્યગ્દર્શન, વરબોધિ તથા જગતના સર્વભાવોને યથાર્થ સ્વરૂપે જોવાના સામર્થ્યને બુદ્ધિમાં ઉપસ્થિત કરી તેના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન ક૨વાનો છે અને સંસારના સર્વ ભાવોને ભૂલી જઈ તેમના ધ્યાનમાં લીન બનવાનું છે. તીર્થંકરના આ ગુણોની સાથે જો તાદાત્મ્ય સધાય તો અવશ્ય મિથ્યાત્વ આદિ દર્શનમોહનીયકર્મોનો ભૂક્કો બોલાઈ જાય અને દર્શનાચારની શુદ્ધિ સુલભ બને.
સમ્યગ્દર્શનનું કારણ છે શ્રુતજ્ઞાન. તેની શુદ્ધિ માટે અને ઉત્તરોત્તર વિશેષ શ્રુતજ્ઞાન પ્રત્યે આદર અને બહુમાનભાવ ઉત્પન્ન કરવા માટે, ‘પુખ્ખરવરદીવર્ડ્સે’ ‘સુઅસ ભગવઓ' આદિ .સૂત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પૂર્વના કાઉસ્સગ્ગની જેમ આ કાઉસ્સગ્ગમાં પણ લોગસ્સ દ્વારા ૨૪ તીર્થંકરો સાથે કાંઈક તાદાત્મ્ય સાધવા કોશિષ કરવામાં આવે છે. જ્ઞાનાચારની શુદ્ધિનો ઉદ્દેશ સર કરવા માટે અહીં પ૨માત્માને શ્રુતપ્રવાહના મૂળ સ્રોત સ્વરૂપે સ્મરણમાં લાવવાના છે. માર્ગદેશક એવા પ્રભુ પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થતાં સાધકના જ્ઞાનગુણને આવરનારા કે તેને મલિન કરનારા કર્મો નાશ પામે છે અને તેના પરિણામે સાધકને સાધના માર્ગનો સ્પષ્ટતર બોધ થાય છે.
પ્રભુ સર્વગુણસંપન્ન છે અને તેમના સર્વ દોષો નાશ પામી ગયા છે, તેથી તેમના ધ્યાનથી રત્નત્રયીરૂપ સર્વ ગુણો પ્રગટી શકે છે. આથી જ રત્નત્રયીની શુદ્ધિ અને વૃદ્ધિ માટે કરાતાં કાઉસ્સગ્ગમાં લોગસ્સ સૂત્રનો સહારો લેવાય છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
શ્રુતજ્ઞાનના ફળ સ્વરૂપ રત્નત્રયીની આરાધનાથી જેઓ સિદ્ધ અવસ્થાને પામ્યા છે, તે સર્વ સિદ્ધભગવંતોને વંદન કરવાના હેતુથી ત્યાર પછી “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલાય છે. આ સૂત્ર બોલતી વખતે હું પોતે પણ સિદ્ધ સ્વરૂપી છું, પરંતુ કમેં મારી તે અવસ્થાને આવરી (ઢાંકી) દીધી છે. તે કર્મના આવરણોને દૂર કરી હું મારા સિદ્ધ સ્વરૂપને ક્યારે પ્રગટ કરું, એવો ભાવ મનમાં લાવવાનો છે. આ સર્વ સિદ્ધભગવંતોને તથા સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો માર્ગ બતાવનાર આસન ઉપકારી શ્રી મહાવીરસ્વામી પરમાત્માને તથા તેમનાથ ભગવાનને અને ચારિ અટ્ટ દસ દોય' પદો ‘દ્વારા અષ્ટાપદ આદિ તીર્થોને પણ વંદના કરવામાં આવે છે.
૧૨. સહાયક દેવ-દેવીનું ઔચિત્યઃ ૧. પછી “સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ' તથા “અન્નત્ય સૂત્ર' બોલી એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે પારીને પુરુષોએ ‘નમોડહતું.' કહી
સુઅદેવયાની થાય' કહેવી અને સ્ત્રીઓએ “કમલદલની સ્તુતિ કહેવી. ધર્મની સમજ શ્રુતજ્ઞાનથી મળે છે. અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં શ્રુતદેવી પણ
12. ચત્તારિ અટ્ટ દસ દોય (૧) (૪૮)(૧૦+૨) = ૨૪ : અષ્ટાપદ ઉપર રહેલા ૨૪ તીર્થકરોની પ્રતિમાને વંદના (૨) (૪૪૮)+(૧૦૪૨) = પર : નંદીશ્વર દ્વીપના તીર્થમાં રહેલ પર ચૈત્યોને વંદના (૩) (૮)+(૧૦+૨) = ૨૦ : સમેતશિખર તીર્થ ઉપર, ચત્તારી એટલે ત્યાગ કર્યો છે
આંતર શત્રુઓનો એવા ૨૦ તીર્થકરોને વંદના અથવા
૨૦ વિહરમાન તીર્થકરોને વંદના (૪) (૮)૪(૧ર) = ૧૦૦: ચત્તારિ = ત્યાગ કર્યો છે આંતર શત્રુઓને એવા ઉત્કૃષ્ટ
કાળે પાંચ મહાવિદેહમાં વિચરતા ૧૬૦તીર્થકરને વંદના (૫) (૪)>(૮+૧૦). = ૭૨ : ત્રણ ચોવીસીના ૭૨ જિનને વંદના (૯) (૪૮)×(૧૦xર) = ૨૪૦: ૫ ભરત + ૫ ઐરાવત ના વર્તમાન ચોવિસીના ૨૪૦
તીર્થકરોને વંદના (૭) (૪૮) +૧૦૦+૨ = ૧૭૦ : ઉત્કૃષ્ટ કાળે અઢીદ્વીપમાં વિહરમાન ૧૭૦ તીર્થકરોને
વંદના (૮) “ચત્તારિ' એટલે અનુત્તર, રૈવેયક, વૈમાનિક અને જ્યોતિષી એમ ૪ પ્રકારના દેવલોકમાં
અટ્ટ' એટલે આઠ વ્યંતર નિકાયમાં ‘દસ” એટલે ભવનપતિમાં અને “દોય” એટલે અધોલોકમાં તથા તિર્યંગુ લોકમાં = મનુષ્ય લોકમાં શાશ્વત અને અશાશ્વતા જે જિન પ્રતિમાજી આમ ત્રણે લોકમાં રહેલી સર્વ જિનપ્રતિમાને વંદના.
Page #35
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
સહાયક બની શકે છે. માટે રત્નત્રયીની શુદ્ધિનો કાયોત્સર્ગ કર્યા પછી, શ્રુત પ્રત્યે આદરવાળી અને શ્રુતની અધિષ્ઠાત્રી શ્રુતદેવતાના સ્મરણ માટે એક નવકારનો કાયોત્સર્ગ કરાય છે. દેવતાનું આરાધન અલ્પ યત્નથી થઈ શકે છે, માટે અહીં ૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો છે.
જિજ્ઞાસા : શ્રુતની આરાધના માટે કાયોત્સર્ગ કરવો બરાબર છે, પરંતુ વ્યંતરનિકામાં રહેલી મૃતદેવીનો કાયોત્સર્ગ કરવો યોગ્ય કહેવાય ?
તૃપ્તિ ઃ શ્રુતના અધિષ્ઠાત્રી એવા સરસ્વતીદેવી વ્યંતરનિકાયના છે, પરંતુ તેમનું સ્મરણ કરી શ્રુતની આરાધના કરવાનું પ્રણિધાન કરવામાં આવે તો તે શુભ પ્રણિધાનમાં એવી ક્ષમતા છે કે, તે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષય કે ક્ષયોપશમ કરાવી શ્રુતજ્ઞાન પ્રગટાવી શકે. વળી, સ્મરણ કરાયેલી દેવી શ્રત માટે સામગ્રીનું સંપાદન કરાવવા દ્વારા સહાયક પણ બને છે, તેથી પણ આ કાયોત્સર્ગ કરવો યોગ્ય છે.
જિજ્ઞાસા આ કાયોત્સર્ગ નીચેની કક્ષાના શ્રાવક-શ્રાવિકા કરે તે યોગ્ય છે, પણ છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા સાધુ-સાધ્વીજી ભગવંતો કરે તે યોગ્ય છે ? - તૃપ્તિ : શ્રમણભગવંતો શ્રુતદેવીના સ્મરણાર્થે આ કાયોત્સર્ગ કરે તેમાં કોઈ
વાંધો જણાતો નથી. જે કાર્યમાં જેની સહાય મળે તે લેવામાં કાંઈ અયોગ્ય નથી. વળી, મહાન શ્રતધર આચાર્યભગવંતોએ પણ ઋતદેવીની ઉપાસના તથા તેમનું સ્મરણ કર્યું છે તેવું જણાવતાં અનેક શાસ્ત્રપાઠો આવશ્યકની લઘુવૃત્તિ, બૃહદ્રવૃત્તિ, ચૂર્ણિ-ભાષ્ય, પાકિસૂત્ર, પ્રવચનસારોદ્ધાર આદિમાં મળે છે. જેમ કે, શ્રી આવશ્યક બૃહવૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ મંગલાચરણ કરતાં કહ્યું છે કે, જિનવરોમાં ઇન્દ્ર સમાન એવા શ્રી વીરજિનેશ્વરને, ગુરુને, સાધુને અને શ્રુતદેવીને નમસ્કાર કરીને ગુરુના ઉપદેશથી હું આવશ્યકની વૃત્તિને કહીશ.” પંચવસ્તુમાં પણ મૃતદેવતા આદિનો કાયોત્સર્ગ કરવાનું વિધાન છે. આ બન્ને ગ્રંથો સુવિહિત શિરોમણિ પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના છે. કદાચ કોઈના મનમાં થાય કે, તેઓ કંઈ પૂર્વધર પુરુષ નહોતા માટે તેમનું કથન કે તેમની કરણી કેવી રીતે માન્ય રખાય ? શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષ પૂર્વનો (પૂર્વરૂપ શ્રુતનો) વિચ્છેદ થયો; ત્યારપછી પપ વર્ષ પછી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ થયો. આના આધારે નક્કી થાય છે કે હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.નો કાળ પૂર્વધર પુરુષનો કાળ હશે. ત્યારે જો આ શ્રુતદેવીને નમસ્કાર આદિ
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
થતાં હોય તો અત્યારે કેમ ન થાય ? અર્થાત્ થઈ શકે.
૨. પછી ‘ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ' તથા ‘અન્નત્થ સૂત્ર' બોલીને, એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પારીને પુરુષોએ ‘જીસે ખિત્તે સાહૂ'ની થોય બોલવી અને સ્ત્રીઓએ ‘યસ્યા: ક્ષેત્ર’ સ્તુતિ બોલવી.
૨૩
સાધુના પાંચ મહાવ્રતમાં ત્રીજું અદત્તાદાનવિરમણવ્રત છે. તેની ત્રીજી ભાવના વારંવાર ક્ષેત્રની યાચના કરવાની છે. તેથી શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કર્યા પછી, ક્ષેત્રની યાચના સંબંધી ભાવનાને સિદ્ધ કરવા માટે ક્ષેત્રદેવતાના સ્મરણ અર્થે એક નવકારનો કાઉસ્સગ્ગ કરાય છે.
જિજ્ઞાસા : શ્રુતદેવીના સ્મરણાર્થે કાયોત્સર્ગ કરવો તો ઠીક છે, પરંતુ ક્ષેત્રદેવતા સંબંધી કાયોત્સર્ગ કરવો યોગ્ય છે ? કેમ કે, તે તો મિથ્યાત્વી પણ હોઈ શકે. તેથી તેમનું સ્મરણ કરતાં મિથ્યાત્વનો પ્રસંગ પણ આવી શકે.
તૃપ્તિ : જે ક્ષેત્રમાં રહી શ્રમણસંઘ આરાધના કરવાનો હોય તે ક્ષેત્રદેવતાનું સ્મરણ કરી આરાધના કરવામાં આવે તો પ્રાયઃ વિઘ્નની સંભાવના રહેતી નથી. વળી, સંયમી આત્માઓ જે ક્ષેત્રમાં રહ્યા હોય તે ક્ષેત્રની યાચના કરવી જરૂરી છે. આ રીતે જ તેમનું ત્રીજું વ્રત દૃઢ થાય છે, માટે આ કાયોત્સર્ગ યોગ્ય છે. વળી, તેમાં તેના ગુણની પ્રશંસા ન હોવાથી મિથ્યાત્વના પ્રસંગનો પ્રશ્ન પણ રહેતો નથી.
ન
૧૩. છઠ્ઠું પચ્ચક્ખાણ આવશ્યક :
૧, પછી એક નવકાર ગણી ઉભડક બેસીને મુહપત્તિ પડિલેહવી, તથા દ્વાદશાવર્ત-વંદન કરવું અને અવગ્રહમાં ઊભા ઊભા જ ‘સામાયિક, ચઉવીસત્થો, વંદન, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે' એમ કહેવું..
કાયોત્સર્ગ દ્વારા પોતાના મન, વચન, કાયાને જેણે શુભયોગમાં પ્રવર્તાવ્યા છે તેવો સાધક ત્યારપછી અંતિમ મંગલ ક૨વાના હેતુથી નવકારમંત્રનું ઉચ્ચારણ કરે છે. ત્યારપછી કાયાનું પ્રમાર્જન કરી નીચે ઉભડક બેસીને પચ્ચક્ખાણ આવશ્યક માટે બોલની વિચારણાપૂર્વક મુહપત્તિની પડિલેહણા કરે છે. આ ક્રિયા કરતો સાધક પોતાના દોષો પ્રત્યે દ્વેષ અને જીવો પ્રત્યે દયાના પરિણામને જ્વલંત કરે છે. ત્યારબાદ સદ્ગુરુના વિનયપૂર્વક કરાયેલી ક્રિયા સુસફળ થાય છે માટે પચ્ચક્ખાણ લેતાં પૂર્વે ગુરુવંદનાર્થે બે વાંદણા લે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
સૂત્ર સંવેદના
- આ વંદન માટે બે મતો પ્રવર્તે છે. એક મત એવો પ્રવર્તે છે કે, જે કાર્યનો પ્રારંભ ગુરુભગવંતની ઇચ્છા અને આજ્ઞાથી કર્યો હોય, તેની સમાપ્તિ પણ વિનયપૂર્વક ગુરુને જણાવીને કરવી જોઈએ. તેથી જ આવશ્યક યથાયોગ્ય રીતે પૂર્ણ કર્યા છે તેમ જણાવવા માટે અહીં બે વાંદણા દેવાય છે.
બીજો મત એવો છે કે, આ વંદનક્રિયા પચ્ચખાણ આવશ્યક માટે છે, કેમ કે પચ્ચખાણ આવશ્યક અંતિમ છે. સર્વ આવશ્યકની જેમ તે પણ ગુરુવિનયપૂર્વક જ કરવું યોગ્ય છે માટે અહીં પચ્ચખાણ પૂર્વે બે વાંદણા દેવાય છે. કાર્ય સમાપ્તિનું નિવેદન
આ રીતે છએ આવશ્યક પૂર્ણ કરીને સાધક ગુરુભગવંતને જણાવે છે કે, “મેં સામાયિક, ચઉવિસત્યો, વંદન, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ કર્યું છે જી.”
આવું નિવેદન કરી સાધક પોતે જે છ આવશ્યક કરવાની પ્રતિજ્ઞા કરી હતી તે યથાયોગ્ય રીતે સંપન્ન થઈ છે કે નહિ, તેનો પણ યોગ્ય રીતે વિચાર કરે. જ્યાં સ્મલના થઈ હોય તેનો પશ્ચાત્તાપ કરે અને જેટલું કાર્ય સુંદર થયું હોય તેનો હૃદયમાં પ્રમોદ ધારણ કરીને, ગુરુભગવંતને જણાવે છે કે, તમારી હિતશિક્ષા અને ઉપદેશાનુસાર મારું છે આવશ્યકરૂપ પ્રતિક્રમણ નિર્વિઘ્ન પૂર્ણ થયું છે.
લોકમાં પણ એવો વ્યવહાર છે કે રાજા કે કોઈ વડિલ કાર્ય બતાવે તો પ્રણામ કરવાપૂર્વક તેનો સ્વીકાર કરવો જોઈએ અને કાર્ય પૂર્ણ થતાં પ્રણામ કરી જણાવવું જોઈએ કે, મેં આપની આજ્ઞા અનુસાર કાર્ય પૂર્ણ કર્યું છે. તે જ રીતે સાધક ગુરુની આજ્ઞા મુજબ છએ આવશ્યક પૂર્ણ કરીને જણાવે કે, “હે ભગવંત ! આપની આજ્ઞાનુસાર મેં છએ આવશ્યક પૂર્ણ કર્યા છે જી.' ૧૪. હિતશિક્ષાની વિનંતી તથા સ્તુતિમંગલ : ૧. પછી ઈચ્છામો અણુસર્ફિ એમ કહી, બેસીને નમો ખમાસમણાણે,
નમોડહંતુ ' ઇત્યાદિ બોલી, પુરૂષોએ ‘નમોડસ્તુ વર્ધમાનાય' સૂત્રની અને
સ્ત્રીઓએ સંસાર-દાવાનલ'ની ત્રણ ગાથાઓ બોલવી. પડાવશ્યકની પૂર્ણતાનું નિવેદન કરી શિષ્ય કહે, ‘ઇચ્છામો અણુસäિ' સાધક સમજે છે કે, ભલે મેં પાપનું પ્રતિક્રમણ કર્યું તોપણ હું નિમિત્તવાસી છું. નિમિત્ત મળતાં પાછું મારું મન પાપ તરફ પ્રેરાઈ જશે. આવું ન બને તે માટે “હે ભગવંત !
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
૨૫
આપ મને શિખામણ આપો, જેથી હું વિશેષ સાવધ બનું. પાપનું પ્રતિક્રમણ કરીને આપની કૃપાથી કાંઈક શુદ્ધ થયો છું. પરંતુ પુનઃ પુનઃ આ પાપમાં ન પટકાઉ તે માટે કૃપા કરીને ભગવંત ! આપ મને હિતશિક્ષા આપો !' આમ વિનંતી કરી સાધક ગુરુની હિતશિક્ષા સાંભળવા બેસે.
આ અંગે શ્રી ઓઘનિયુક્તિગ્રંથમાં કહ્યું છે કે, છે આવશ્યક પૂર્ણ કરી આરાધક આત્માનુશાસ્તિ માટે અંતર્મુહૂર્ત કાળ માંડલીમાં જ બેસી રહે. ગુરુભગવંત ત્યારે દિવસ દરમ્યાન પોતે શાસ્ત્રવાંચન અને ચિંતન કરીને જે તત્ત્વ પ્રાપ્ત કર્યું હોય તે તત્ત્વ તથા અપૂર્વ સામાચારી શિષ્યને જણાવે અને મોક્ષેચ્છુ શિષ્ય તેને દત્તચિત્ત બની સાંભળે. .
લોકમાં જેમ શુભ કાર્યથી થયેલો આનંદ ગીત-નૃત્યાદિ દ્વારા વ્યક્ત કરાય છે. તેમ પ્રતિક્રમણની આ ક્રિયાની નિર્વિને સમાપ્તિના આનંદને વ્યક્ત કરવાના હેતુથી આ ક્રિયા બતાવવા દ્વારા જેમણે આપણી ઉપર અસીમ ઉપકાર કર્યો છે તે વર્ધમાનસ્વામીની વર્ધમાન સ્વરે સ્તવના કરવામાં આવે છે.
તેમાં સૌ પ્રથમ ગુરુભગવંત એક ગાથા એકલા બોલે છે અને શિષ્યવર્ગ તેમનો વિનય કરવા મૌન બેસી રહે છે. ત્યારપછી સૌ મળીને ત્રણ ગાથા બોલે છે. અહીં પુરુષો “નમોડહેતુ સિદ્ધા...” બોલી નમોડસ્તુ વર્ધમાનાય” સ્તોત્ર બોલે છે. ' ૨. પછી ‘નમોડલ્થ સં' સૂત્ર બોલી સ્તવન કહેવું.
૩. પછી “વરકનક' બોલી પૂર્વની જેમ “ભગવાનાં.' આદિ બોલવાપૂર્વક ચાર આ ખમાસમણા આપવા. ૪. પછી શ્રાવક-શ્રાવિકાઓ જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી ‘અઢાઈજેસ'
સૂત્ર બોલે. પ્રતિક્રમણ પૂર્ણ કર્યા બાદ મહા મંગળકારી આ ક્રિયા જેની કૃપાથી નિર્વિબે પૂર્ણ થઈ છે, તે દેવ અને ગુરુને સાધક પુનઃ વાંદે છે. આ વંદના માટે જ “નમોહન્દુ છું' સૂત્ર બોલી, મધુર સ્વરે, ગંભીર અવાજે, એકાગ્રમને, પૂર્વપુરુષ વિરચિત સ્તવન ગાઈને તે વિતરાગભાવને અભિમુખ થવા યત્ન કરે છે.
ત્યારબાદ ગુરુભગવંતને વંદન કરવા માટે સાધક પુનઃ “ભગવાનé' આદિ બોલી ચાર ખમાસમણ દઈ, ગુરુભગવંતોને વંદના કરે છે. આ રીતે દેવ-ગુરુના ૧૩. સ્તવન ઓછામાં ઓછી પાંચ ગાથાઓનું હોવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી
પૂર્વાચાર્યની કૃતિ ગાવી જોઈએ.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૬
સૂત્ર સંવેદના
ઉપકારને યાદ કરી તેમને વંદના કરી, સાધક કંઈક અંશે કૃતાર્થતાનો અનુભવ કરે છે. ગુરુને વંદના કરતા પુનઃ “અઢાઈજેસુ' બોલી દ્રવ્ય અને ભાવથી સંયમ જીવનનો નિર્વાહ કરતા અઢીદ્વિપમાં રહેલા સર્વ સાધુભગવંતોને વંદન કરે છે.
જિજ્ઞાસા દેવવંદન તથા ગુરુવંદન દ્વારા પ્રારંભમાં મંગલ કરેલ તો પુનઃ મંગલ કરવાનું શું પ્રયોજન ?
તૃપ્તિઃ પ્રારંભમાં આ ક્રિયાની નિર્વિને સમાપ્તિ થાય તે માટે મંગળ કરેલું અને અંતે પ્રતિક્રમણથી પ્રગટેલ શુભભાવ ચિરકાળ ટકી રહે તે માટે મંગળે કરાય છે અથવા સર્વ ધર્માનુષ્ઠાનની સફળતા દેવગુરુની ભક્તિથી છે. આદિ અને અંતમાં કરેલ દેવ અને ગુરુની વંદનારૂપ ભક્તિ સર્વ ક્રિયા સાથે સંકળાયેલી છે માટે અંતમાં પણ દેવગુરુની વંદના કરવામાં આવે છે. ૧૫. પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિનો કાઉસ્સગ્ન ? ૧. પછી ઊભા થઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ દેસિસ પાયચ્છિત વિસોહણë કાઉસ્સગું કરું ?” એમ બોલી કાઉસ્સગ્નની આજ્ઞા માગવી, તે મળે એટલે “ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરી “દેવસિઅ-પાયરિચ્છવિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ' તથા અન્નત્ય બોલી ચાર લોગસ્સ અને ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તે પારીને પ્રગટ
લોગસ્સ' સૂત્ર બોલવું. પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મશુદ્ધિ કરી હોવા છતાં, અનાદિ કુસંસ્કારોના કારણે પણ કયાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો તેની શુદ્ધિને ઇચ્છતો સાધક પુનઃ પ્રાયશ્ચિત્તની વિશેષ શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરે છે. તેમાં લોગસ્સના એક-એક પદોના માધ્યમે પ્રતિક્રમણના ફળરૂપ પરમશુદ્ધ અવસ્થાને પામેલા ચોવીસે તીર્થકરોનું ધ્યાન કરે છે અને તે દ્વારા પોતાના આત્માને પણ શુદ્ધિની દિશામાં આગળ વધારવા પ્રયત્ન કરે છે. આ શુદ્ધિની દિશામાં આગળ જતાં પ્રગટેલા આનંદને વ્યક્ત કરવા પ્રગટ લોગસ્સ બોલાય છે.
સઝાય :
૧. પછી એક ખમાસમણ આપવા દ્વારા વંદન કરીને. ઈચ્છાકારેણ સંસિહ
ભગવત્ સક્ઝાય સંદિસાહું ?” એમ કહી સક્ઝાયનો આદેશ માગવો. તે મળે એટલે “ઈચ્છે’ કહી પુનઃ ખમાસમણ દઈને “ઈચ્છાકારેણ સંદિસહ
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
ભગવત્ સઝાય કરું ?” એમ કહી સક્ઝાય કરવાની ઈચ્છા પ્રગટ કરવી. અનુજ્ઞા મળે એટલે “ઈચ્છે' કહી બેસીને, એક નવકાર ગણીને
સાય કહેવી. તે પૂર્ણ થયે છતે પુનઃ એક નવકાર ગણવો. જેમના વચનના આધારે પ્રતિક્રમણ જેવી ક્રિયા કરી પોતે આત્મશુદ્ધિ કરી શકયો છે તેવા મહાપુરુષોના વચનોને વાગોળવા અને તેમના જીવનચરિત્રોને સ્મરણમાં લાવવા જ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કર્યા પછી સાધક સ્વાધ્યાય કરે છે. તે સ્વાધ્યાયની શ્રેયકારી ક્રિયામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે મંગલાર્થે એક નવકાર ગણીને સ્વાધ્યાયનો શુભારંભ કરે.
સાધુએ ઉત્સર્ગ માર્ગે તો માંડલીમાં બેસી પ્રથમ પોરિસિ પૂર્ણ થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનો છે. તેના પ્રતિકરૂપે વર્તમાનમાં આદેશ લઈને મહાપુરુષોના જીવનચરિત્રો તથા સંયમાદિ ગુણોના ગુણગાનરૂપ સક્ઝાય બોલાય છે. તે સાંભળતાં સાધકનો સંયમ પાલનનો ઉત્સાહ વધે છે. વર્ષોલ્લાસ પ્રગટે છે. શુભ ભાવ વૃદ્ધિ પામે છે. આ સક્ઝાય એક વ્યક્તિ બોલે છે અને બીજા સહુ સાવધાન થઈને સાંભળે છે. સઝાયના અંતે મંગલ માટે નવકાર મંત્ર બોલાય છે. ૧૬. દુ:ખ તથા કર્મના ક્ષયાર્થે કાઉસ્સગ્ન : ૧. પછી ઊભા થઈને એક ખમાસમણ દઈ, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુખ-ફખય-કમ્મ-ફખય-નિમિત્તે કાઉસ્સગ્ન કરું એમ કહી આજ્ઞા માગવી, મળે એટલે “ઈચ્છે' કહી, દુફખ-ફખય-કમ્મ-ફખય-નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ' કહીને, “અન્નત્થ' સૂત્ર બોલી સંપૂર્ણ ચાર લોગસ્સ અને ન
આવડે તો ૧૬ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૨. તે પારીને “નમોડહંત' કહી ‘લઘુશાંતિ' સૂત્ર બોલવું. જે અન્ય સાધકોએ
કાઉસ્સગ્નમાં જ સાંભળવું. ૩. પછી કાઉસ્સગ્ગ પારી પ્રગટ “લોગસ્સ કહેવો. ૪. ત્યારપછી એક ખમાસમણ દઈને અવિધિ આશાતના અંગે “મિચ્છા મિ
દુક્કડ' કહેવું. અતિચારમાં જણાવ્યું છે કે, “કર્મક્ષયનિમિત્તે લોગસ્સ દસ-વીસનો કાઉસ્સગ્ગ કીધો નહિ' આ વચનથી સમજી શકાય એવું છે કે, સાધુ અને શ્રાવકોએ દુઃખક્ષય અને કર્મક્ષય માટે કાયોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ અને ન કરે તો અતિચાર લાગે આવા અતિચારથી બચવા માટે પ્રતિક્રમણના અંતે કર્મક્ષય નિમિત્તે જઘન્યથી ચાર
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
સૂત્ર સંવેદના-૬
લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.
કાયોત્સર્ગ પારીને, ઉપસર્ગાદિના નિવારણ માટે લઘુ શાંતિ સ્તોત્ર બોલાય છે. આ લઘુશાંતિ સ્તોત્ર સંઘમાં ફેલાયેલા મારી મરકીના ઉપદ્રવને શમાવવા માટે શ્રી માનદેવ સૂરીશ્વરજી મહારાજે રચ્યું હતું. તે પછી સંઘની શાંતિ અર્થે તેનો પાઠ નિરંતર ચાલુ રાખવા તેને પ્રતિક્રમણ સાથે જોડી દેવામાં આવ્યું છે. શાંતિ બોલાયા પછી પ્રતિક્રમણ પૂર્ણ કર્યાનો આનંદ વ્યક્ત કરવા પ્રગટ લોગસ્સ બોલાય છે.
વિધિમાર્ગનું સેવન કરવાની ભાવના હોવા છતાં છદ્મસ્થતાને કારણે જાણતાં કે અજાણતા કોઈ અવિધિ કે આશાતનાદિ દોષો સેવાયા હોય તેનું અંતમાં મિચ્છા મિ દુક્કડં આપવું જોઈએ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે, છેલ્લા ‘મિચ્છા મિ દુક્કડં' વિના છદ્મસ્થનું કોઈ પણ ધર્માનુષ્ઠાન શુદ્ધ થતું નથી. માટે પ્રતિક્રમણના અંતમાં સાધક ‘મિચ્છા મિ દુક્કડં' આપે.
૧૭. સામાયિક પારવાની વિધિ :
૧. ખમાસમણ દઈ, ‘ઇરિયાવહિ’, ‘તસ્સ ઉત્તરી,’ તથા ‘અન્નત્થ’ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો અને પારીને પ્રગટ ‘લોગસ્સ' સૂત્ર બોલવું. ૨. પછી ‘ચઉક્કસાય’ સૂત્ર, ‘નમોહ્યુ ગં’, ‘જાવંતિ, ચેઆઈ’, ‘ખમાસમણ', ‘જાવંત કે વિ સાહૂ', ‘નમોડર્હત્’, તથા ‘ઉવસગ્ગહરં’ સ્તોત્ર બોલી ‘જય વીયરાય' સૂત્ર બોલવું.
૩. પછી મુહપત્તિનું પડિલેહણ કરી સામાયિક પારવું.
શ્રાવકે પણ સાધુની જેમ એક અહોરાત્રિમાં સાત ચૈત્યવંદન કરવાના છે. તેમાંનું છેલ્લું ચૈત્યવંદન વાસ્તવમાં રાત્રિએ સૂતા પહેલા કરવાનું છે. તે રહી ન જાય તે માટે શ્રાવકો સામાયિક પારતાં ‘ચઉક્કસાય’ થી ‘જયવીયરાય' સુધી બોલીને ચૈત્યવંદન કરે છે.
આ ચૈત્યવંદન કર્યા પછીની સર્વ ક્રિયા સામાયિક પારવાની વિધિ મુજબ છે. તે સંબંધી હેતુઓ, તેની સંવેદનાઓ વગેરે સર્વ વિગતો સૂત્ર સંવેદના ભાગ-૧માં સવિસ્તર જણાવેલી છે. તે ત્યાંથી જાણી લેવી.
Page #42
--------------------------------------------------------------------------
________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ
-
હેતુઓ સહિત
દેવસિઅ પ્રતિક્રમણનો ક્રમ તથા તેના કારણોની વિચારણા કર્યા બાદ, હવે રાત્રિ પ્રતિક્રમણનો ક્રમ તથા તેના કારણોની વિચારણા કરીએ.
નિદ્રા એ પ્રમાદ છે. પ્રમાદને પુષ્ટ કરવાથી આલોક અને પરલોકના કાર્ય બગડે છે. આવું જાણતો શ્રાવક પ્રમાદને દૂ૨ ક૨વાની ભાવનાવાળો હોય છે. તેથી તે શારીરિક શ્રમને દૂર કરવા પૂરતી અલ્પ નિદ્રા જ કરે છે અને રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્વયં જાગી જાય છે. કોઈકવાર શ્રમાદિને કારણે આટલો વહેલો ન જાગી શકે તોપણ બ્રહ્મમુહૂર્તમાં અવશ્ય ઊઠે. ઊઠવા છતાં જો ઊંઘ ન ઊડે તો તે નાસિકા બંધ કરી, શ્વાસ રોકી પૂર્ણ જાગૃત થાય. ઊઠીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે. કોઈ જીવો જાગી ન જાય તે રીતે મંદસ્વરે, મંદગતિએ લઘુશંકા આદિ કાર્ય પતાવી રાત્રિ દરમ્યાન પ્રમાદના કારણે આત્મા આદિનું ભાન ભુલાઈ ગયું હોય તો તેની સ્મૃતિ તાજી કરવા વિચારે, ‘હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? ક્યાં જવાનો છું ? મેં કયાં વ્રત-નિયમો સ્વીકાર્યા છે ? વ્રત-નિયમને અનુસાર મારા કયાં કર્તવ્યો છે, તેમાંથી મેં કયાં કર્તવ્યો કર્યા છે ? કયા બાકી છે ? મારામાં કયા દોષો છે ? બીજાને મારામાં કયા દોષો દેખાય છે ? જાણવા છતાં હું કયા દોષોનો ત્યાગ કરી શકતો નથી ? આજે કઈ તિથિ છે? વગેરે વિચારણારૂપે ધર્મજાગરિકા કરે.
આ રીતે ધર્મજાગરિકા કરવાથી પોતાના દોષોનું દર્શન થાય છે. દોષ દેખાય એટલે તેને ટાળવાનો શુભ સંકલ્પ થાય છે અને તદનુસાર યત્ન કરતાં દોષો ટળવા
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
સૂત્ર સંવેદના-૬
- લાગે છે અને ગુણની દિશામાં આગળ વધી શકાય છે. આ રીતે ધર્મજાગરિકા ન કરવામાં આવે તો આ બધા લાભોથી વંચિત રહેવાય છે.
આમ પોતાના શુદ્ધસ્વરૂપની સ્મૃતિ તાજી કરીને સાધક રાત્રિ દરમ્યાન સેવાયેલા દોષોને દૂર કરવા સવારના પહોરમાં રાત્રિક પ્રતિક્રમણ કરે છે. ૧. સામાયિક :
૧. પ્રથમ સામાયિક લેવું.
સામાયિક લેવાની વિધિ, તેમાં આવતાં સૂત્રના અર્થ, તે વખતે કરવા યોગ્ય સંવેદના તથા તેના કારણોનું સવિસ્તર વિવરણ સૂત્ર સંવેદના ભાગ-૧ માંથી સમજી લેવું ૨. કુસ્વપ્ન - દુઃસ્વપ્ન નિમિત્તે કાઉસ્સગ્ગ: ૧. સામાયિક લીધા પછી ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! કુસુમિણ-દુસુમિણ ઉઠ્ઠાવણિય રાઈસ - પાયચ્છિત્ત – વિરોહણë કાઉસ્સગ્ન કરું ?' કહી કાઉસ્સગ્ન કરવાની આજ્ઞા માંગવી, તે મળ્યથી ‘ઇચ્છે' કહી કુસુમિણ - દુસુમિણ - ઉઠ્ઠાવણિય રાઈસ - પાયચ્છિા - વિસોહણ€ કરેમિ કાઉસ્સગ્ગ', “અન્નત્થ' સૂત્ર બોલી ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરવો. (રાત્રિમાં જો કામ-ભોગાદિકના કુ:સ્વપ્ન આવ્યાં હોય તો સાગરવર ગંભીરા' સુધી નહીંતર ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ન કરવો) અને ન આવડે
તો ૧૬ નવકારનો કાઉસગ્ગ કરવો. ૨. પારીને પ્રગટ લોગસ્સ કહેવો.
આ કાઉસ્સગ્ગ કુસ્વપ્ન આદિથી બંધાયેલા પાપની શુદ્ધિ માટે કરવાનો છે. ખરાબ સ્વપ્નો બે પ્રકારના છે : કુસ્વપ્ન અને દુઃસ્વપ્ન. તેમાં રાગાદિમય સ્વપ્ન કે જેમાં અબ્રહ્મનું સેવન કર્યુ હોય કે સ્ત્રી આદિને રાગથી જોઈ હોય તો તે કુસ્વપ્ન કહેવાય છે. વળી, જે સ્વપ્ન દ્વેષાદિ ભાવનું સૂચક હોય કે આહાર, ભય આદિ સંબંધી હોય તેને દુઃસ્વપ્ન કહેવાય છે.
કુસ્વપ્ન કે દુસ્વપ્ન તે અંદર પડેલા કુસંસ્કારો કે આત્માના મલિન ભાવનું સૂચક છે. આત્મા ઉપર અનાદિકાળથી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહના કુસંસ્કારો પડેલા છે. જ્યારે સાધકને સ્વપ્ન આદિ દ્વારા આત્મા ઉપર પડેલા આ સંસ્કારોનું
Page #44
--------------------------------------------------------------------------
________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ - હેતુઓ સહિત
૩૧
ભાન થાય છે, ત્યારે તેને ખતમ કરવા તે કાયોત્સર્ગ જેવી વિશિષ્ટ ક્રિયાનો સહારો લે છે.
કાયોત્સર્ગના કાળ દરમ્યાન સંપૂર્ણ કુસંસ્કારોનું જેણે ઉમૂલન કર્યું છે, તેવા અરિહંત પરમાત્માનું ધ્યાન કરે છે. તે દ્વારા પરમાત્મા પ્રત્યેના ભક્તિ અને બહુમાન ભાવની વૃદ્ધિ કરે છે અને પરમાત્મ-અવસ્થાને પામવાના અરમાનો સેવે છે. આ રીતે શુભભાવપૂર્વક કાયોત્સર્ગ કરવાથી આત્મા ઉપર પડેલા કુસંસ્કારો ધીમે ધીમે નાશ પામતાં જાય છે અને આત્મા પવિત્રતાની દિશામાં આગળ વધે છે.
જિજ્ઞાસાઃ કુસ્વપ્ન કે દુસ્વપ્નથી થયેલ પાપ રાત્રિ પ્રતિક્રમણથી નાશ પામી શકે છે. તો તેના માટે અલગ કાયોત્સર્ગ શા માટે કરવાનો ?
તૃપ્તિઃ રાઈપ્રતિક્રમણ કરતાં આ પાપનો નાશ થઈ શકે છે. તોપણ સ્વપ્નના ઘન સંસ્કારોને નાબૂદ કરવા જ પ્રતિક્રમણથી અલગ એટલે પ્રતિક્રમણ કરવા પૂર્વે જ પાપની શુદ્ધિ માટે આ કાયોત્સર્ગ કરાય છે.
જિજ્ઞાસા : કુસ્વપ્ન અને દુઃસ્વપ્ન સંબંધી કાયોત્સર્ગના પ્રમાણમાં ફરક કેમ છે ?
તૃપ્તિઃ અંબ્રહ્મના સેવન આદિ રૂપ જે કુસ્વપ્ન હોય છે તેના સંસ્કારો દૃઢ હોય છે. આ સંસ્કારોનો નાશ કરવા ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરાય છે. દ્વેષાદિ ભાવથી આવેલા દુસ્વપ્નોના સંસ્કારો એટલા મલિન કે તીવ્ર ન હોવાને કારણે તેના સંસ્કારો નાશ કરવા ૧૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરાય છે.
જિજ્ઞાસા : શ્વાસોચ્છવાસ એટલે શું ? કાયોત્સર્ગમાં શ્વાસોચ્છવાસનું નિરીક્ષણ કરવાનું છે કે ગણવાના છે ?
તૃપ્તિઃ શ્વાસોચ્છવાસ શબ્દ પારિભાષિક છે. શાસ્ત્રમાં પથસમાં ૩સીસી' એમ કહેવા દ્વારા એક પદ બોલતાં જે સમય થાય તેને શ્વાસોચ્છવાસ કહેલ છે. તેથી કાયોત્સર્ગમાં શ્વાસોચ્છવાસ જોવાના કે ગણવાના નથી, પરંતુ એટલા પદ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો છે.
લોગસ્સ સૂત્રની ગાથાઓ આર્યા છન્દ્રમાં છે. તેની એક ગાથામાં ૪ પાદ હોય છે. તેથી સંપૂર્ણ સૂત્રની ૭ ગાથાના ૨૮ પાદ થાય. ‘પાસમાં ઉસાસા' પ્રમાણે જો ૧૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવાનો હોય તો સાગરવરગંભીરા સુધી
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૨
સૂત્ર સંવેદના-૬
· ચાર વાર લોગસ્સ બોલવાથી ૨૭ ૪ ૪ = ૧૦૮ અને દુઃસ્વપ્ન આવ્યું હોય તો ચંદેસુ નિમ્મલયરા સુધી ૪ વાર લોગસ્સ બોલવાથી ૨૫ × ૪ = ૧૦૦ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ થાય છે. આમ કુસ્વપ્ન આવ્યું હોય તો સાગ૨વર ગંભીરા સુધીના ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે અને દુસ્વપ્ન આવ્યું હોય તો ચંદેસ નિમ્મલયરા સુધીના ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે. વર્તમાન રૂઢિ મુજબ તો કોઈપણ સ્વપ્ન આવ્યું હોય કે ન આવ્યું હોય તો પણ ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરાય છે. કાયોત્સર્ગમાં જે આત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે તે સાધક માટે આનંદનો વિષય છે, માટે સાધક કાયોત્સર્ગ પૂર્ણ કરી તે આનંદ વ્યક્ત કરવા પ્રગટ લોગસ્સ બોલે છે.
૩. ચૈત્યવંદનાદિ :
૧. પછી ખમાસમણ દઈને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ?' એમ કહી ચૈત્યવંદ્દન કરવાની આજ્ઞા માગી, તે મળ્યેથી ‘ઇચ્છું’ કહી યોગુમુદ્રામાં બેસી ‘જગચિંતામણિ’, ‘જ઼કિચિ’, ‘નમોત્થ ગં’, ‘જાવંતિ ચેઇઆઇં', બોલી એક ખમાસમણ દઈને ‘જાવંત કેવિ સાહૂં', ‘નમોઽર્હત્’, ‘ઉવસગ્ગહરં’ તથા ‘જય વીયરાય' સૂત્રો બોલીને ચૈત્યવંદન કરવું
૨. પછી ‘ભગવાનહં’ સૂત્ર બોલતાં અનુક્રમે, ગચ્છાચાર્ય, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને ચાર ખમાસમણ આપી થોભવંદન કરવું.
કાયોત્સર્ગ કર્યા પછી સાધક પૂર્વમાં જણાવ્યું તેમ મંગલાચરણ માટે દેવવંદન અને ગુરુવંદન કરે છે. દેવવંદન માટે તે યોગમુદ્રામાં બેસી જગચિંતામણિનું ચૈત્યવંદન કરે છે. તેના દ્વારા અષ્ટાપદ આદિ તીર્થોને, ઉત્કૃષ્ટકાળે વિચરતા ૧૭૦ જિનને, ૯ કરોડ કેવળીભગવંતોને, ૯ હજાર કરોડ સાધુભગવંતોને, વર્તમાનમાં વિહરતા ૨૦ વિહ૨માનોને, ૨ કરોડ કેવળીભગવંતોને ૨ હજાર કરોડ સાધુ ભગવંતોને તથા અનેક તીર્થો અને શાશ્વતી પ્રતિમાઓને વંદના કરી ભાવવિભોર બને છે. ત્યારપછી જયવીયરાય સુધીના સૂત્રો બોલવા દ્વારા મધ્યમ ચૈત્યવંદન કરીને અરિહંત પ્રત્યેના ભક્તિભાવને વૃદ્ધિમાન કરે છે. ત્યાર પછી ભગવાનહં આદિ કહી ૪ ખમાસમણપૂર્વક ગુરુભગવંતને વંદના કરે છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ હેતુઓ સહિત
-
33
૪. સજ્ઝાય (સ્વાધ્યાય) :
૧. પછી ખમાસમણ દઈને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સજ્ઝાય સંદિસાહું ?' કહી સ્વાધ્યાય સંબંધી આજ્ઞા માગવાની છે. તે મળ્યા પછી ‘ઇચ્છું' કહી એક ખમાસમણ દઈને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સજ્ઝાય કરું ?' એમ કહી સજ્ઝાય કરવાની આજ્ઞા માગવી. અને અનુજ્ઞા પ્રાપ્ત થાય એટલે સ્વાધ્યાય મુદ્રામાં બેસીને એક નવકાર ગણી, ‘ભરહેસર'ની સજ્ઝાય બોલવી અને ઉપર એક નવકાર ગણવો.
સાધક બ્રહ્મ મુહૂર્તમાં ઊઠે પણ પ્રતિક્રમણનો ઉત્સર્ગ સમય સાચવવા તે પ્રતિક્રમણની શરૂઆત યથાયોગ્ય સમયે જ કરે, તેથી ઊઠીને દેવવંદન અને ગુરુવંદન કર્યા પછી પ્રતિક્રમણનો સમય થાય ત્યાં સુધી તે સ્વાધ્યાય કરે. આ જ કારણથી દૈવસિક પ્રતિક્રમણમાં સજ્ઝાય પાછળથી ક૨વામાં આવે છે, જ્યારે અહીં પ્રારંભમાં ક૨વામાં આવે છે.
સ્વાધ્યાયના એક અંગરૂપે અહીં ‘ભરહેસર’ સૂત્ર બોલાય છે. તેના અર્થની વિચારણાપૂર્વક ધીરજથી આ સૂત્ર બોલતાં, તેના એક-એક પદો દ્વારા મહાપુરુષો અને મહાસતીઓનું સ્મરણ કરવાનું છે. તેમનું સ્મરણ કરતાં તેમના જીવન ચરિત્રો અને સંકટના સમયમાં પણ તેમણે શીલાદિ ધર્મનું જે રીતે જતન કર્યું છે તે વિશેષ પ્રકારે ખ્યાલમાં આવે છે. જેનાથી સાધકને પોતાના જીવનમાં પણ આ ગુણોના વિકાસ માટે શું કરવું જોઈએ તેનું સુંદર માર્ગદર્શન મળી રહે છે. આથી જ પ્રમોદ ભાવની વૃદ્ધિ દ્વારા ગુણવિકાસ ક૨વા આ સૂત્ર સવારે બોલાય છે.
આ સૂત્રનો સ્વાધ્યાય કર્યા બાદ પ્રતિક્રમણનો સમય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધક ઇષ્ટદેવનું ધ્યાન-જાપ કે અન્ય શાસ્ત્રોના સ્વાધ્યાય દ્વારા પોતાના આત્માને ગુણની દિશામાં આગળ વધારવા યત્ન કરે.
૫. રાઈ પ્રતિક્રમણની સ્થાપના :
૧. પછી ‘ઇચ્છકાર સુહરાઈ સુખ તપ॰' સૂત્ર બોલી, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! રાઈઅ પડિક્કમણે ઠાઉં' એમ કહી પ્રતિક્રમણ સ્થાપના કરવાની આજ્ઞા માગવી અને તે મળતાં ‘ઇચ્છું’ કહી જમણો હાથ ચરવળા ઉપર સ્થાપીને ‘સવ્વસ્સ વિ રાઇઅ૰' સૂત્ર બોલવું.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪
સૂત્ર સંવેદના-૬
૨. પછી ‘નમોઽત્યુ ગં’ સૂત્ર બોલવું.
‘સર્વ કાર્યની સિદ્ધિ ગુરુ વિનય ઉપર આધારિત છે.' માટે સ્વાધ્યાયાદિ દ્વારા પવિત્ર અંતઃકરણવાળો સાધક સમય થતાં ઇચ્છકાર સૂત્ર બોલી ગુરુની સુખશાતા પૃચ્છા કરી, ગુરુ પ્રત્યેના વિનયભાવને વૃદ્ધિમાન કરીને, રાત્રિ સંબંધી જાણતા અજાણતા થયેલા પાપોની શુદ્ધિ અર્થે રાત્રિક પ્રતિક્રમણનો પ્રારંભ કરવા ગુરુ ભગવંત પાસે આજ્ઞા માગે છે. આજ્ઞા મળતાં શિષ્ય દેવસિઞ પ્રતિક્રમણની વિધિમાં જણાવ્યું તેવી વિધિ અને તેવા ભાવ સહિત ‘સવ્વસવિ' સૂત્ર બોલીને; મન-વચનકાયાથી થયેલા પાપોને યાદ કરી તે ઉપર તીવ્ર જુગુપ્સાભાવ પેદા કરે છે. જેથી રાત્રિ સંબંધી થયેલા પાપોની શુદ્ધિ થઈ શકે.
પ્રતિક્રમણ કરતા પૂર્વે જોકે દેવવંદન દ્વારા મંગલ કરેલ, પરંતુ સ્વાધ્યાય કરવામાં કાળ વિલંબ થયો હોવાથી અહીં પુનઃ મંગલ કરવા લઘુ ચૈત્યવંદનરૂપ શક્રસ્તવ (નમોઽત્યુ ણું) બોલવામાં આવે છે. તે દ્વારા પરમાત્માની પ્રારંભથી માંડી અંતિમભવ સુધીની ગુણવિકાસની સર્વ અવસ્થા નજર સમક્ષ લાવી પ્રભુ પ્રત્યેનો આદરભાવ વૃદ્ધિમાન કરાય છે. જો ચિત્ત આવા શુભ ભાવથી વાસિત થઈ જાય તો પ્રતિક્રમણની ક્રિયામાં આવનાર બાહ્ય અને અંતરંગ વિઘ્નનો નાશ થઈ શકે છે.
૬. પહેલું આવશ્યક
સામાયિક :
૧. પછી ઊભા થઈ ‘કરેમિ ભંતે’ સૂત્ર બોલવું.
ત્યાર બાદ છ આવશ્યકનો પ્રારંભ કરતો સાધક ઊર્જા થઈ હાથ જોડી માથું નમાવી સામાયિક આવશ્યકના સ્મરણાર્થે પૂર્વે જણાવેલું ભાવપૂર્વક ‘કરેમિભંતે’ સૂત્ર બોલે છે.
૭. આચારશુદ્ધિ માટે કાયોત્સર્ગ
અને બીજું આવશ્યક - ચઉવિસત્થો :
૧. પછી ‘ઇચ્છામિ ઠામિ’, ‘તસ્સ ઉત્તરી’ અને ‘અન્નત્થ' સૂત્રો બોલી એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
૨. પારીને બીજા આવશ્યક સ્વરૂપે પ્રગટ લોગસ્સ કહેવો.
Page #48
--------------------------------------------------------------------------
________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ - હેતુઓ સહિત
૩૫
૩. પછી સવલોએ અરિહંત-ચેઈઆણં' અને “અન્નત્થ' બોલી પુનઃ એક
લોગસ્સ “ચંદેસુ નિમ્મલયરા' સુધી અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૪. પારીને પુફખરવરદીવઢ', 'સુઅસ્સે ભગવઓ.... વંદણવરિઆએ.' તથા “અન્નત્થ' સૂત્રો બોલી “નાણમિ' સૂત્રનો કાયોત્સર્ગ કરવો. તે સૂત્ર ન
આવડતું હોય તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૫. પારીને “સિદ્ધાણં બુદ્ધાણં' બોલવું. સમતાભાવનું સ્મરણ કર્યા પછી સાધક જ્ઞાન, દર્શન અને ચારિત્રના આચારોની શુદ્ધિ દ્વારા તે તે ગુણોની વૃદ્ધિ અર્થે ત્રણ કાયોત્સર્ગ કરે છે. તેમાં પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિ માટે ઇચ્છામિ ઠામિ સૂત્ર દ્વારા પોતાનાથી રાત્રિમાં કયાં કયાં દોષોનું સેવન થયું તેની વિચારણા કરે છે અને કાઉસ્સગ્નમાં અરિહંતના ધ્યાન દ્વારા ચારિત્રમોહનીય કર્મનો નાશ કરી ચારિત્રગુણની વૃદ્ધિ કરે છે.
જિજ્ઞાસા : દેવસિક પ્રતિક્રમણમાં ચારિત્રાચારની શુદ્ધિ માટે બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરવામાં આવે છે અને અહીં એક જ લોગસ્સનો કાઉસગ્ગ કેમ ?
તૃપ્તિ દિવસ કરતાં રાત્રિમાં પ્રવૃત્તિ ઓછી હોવાને કારણે રાત્રિમાં અલ્પ દોષ લાગવાનો સંભવ છે. તેથી અહીં પ્રાયશ્ચિત્તનું પ્રમાણ અલ્પ છે. આવો ખુલાસો પ્રતિક્રમણ હેતુગર્ભ વિધિ ગ્રંથમાં જોવા મળે છે.
કાયોત્સર્ગ પારી પ્રગટ લોગસ્સ બોલે છે. તે દ્વારા પુનઃ ચારિત્રાદિ ગુણોમાં પરમ નિમિત્તભૂત ચોવીસેય તીર્થકરની સ્તવના-કીર્તન કરાય છે. આથી આ લોગસ્સનું ઉચ્ચારણ તે જ ચઉવિસત્થો નામનું બીજું આવશ્યક છે.
ત્યાર પછી સર્વ જિનબિંબોના વંદન આદિ નિમિત્તે કાઉસ્સગ્ન કરવાનો સંકલ્પ કરીને દર્શનાચારની શુદ્ધિ અર્થે એક લોગસ્સનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ બન્ને કાયોત્સર્ગમાં લોગસ્સના સહારે કેવી રીતે ધ્યાન કરવાનું છે તે દેવસિક પ્રતિક્રમણની વિધિમાંથી જોઈ લેવું.
બીજો કાયોત્સર્ગ પારી શ્રત પ્રત્યે ભક્તિભાવ ઉલ્લસિત કરવા માટે ‘પુફખરવરદી” અને “સુઅસ ભગવઓ' સૂત્ર બોલાય છે; અને તે પછી જ્ઞાનાચારની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કરાય છે. તેમાં “નાણમિ સૂત્ર' દ્વારા સંપૂર્ણ
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬
સૂત્ર સંવેદના-૬
રાત્રિ દરમ્યાન પોતાને જે દોષો લાગ્યા હોય તેનું સ્મરણ કરી સાધક તેને
ધારી રાખે છે.
જિજ્ઞાસા : પહેલા કાઉસ્સગ્ગમાં અતિચારોનું ચિંતન ન કરતાં, ત્રીજા કાઉસ્સગ્ગમાં અતિચારનું ચિંતન શા માટે કરવામાં આવે છે ?
તૃપ્તિ : પહેલો કાઉસ્સગ્ગ કરતી વખતે કદાચ થોડી નિદ્રાનો સંભવ હોય તો અતિચારોની નોંધ સારી રીતે નથી લઈ શકાતી, તેથી અતિચારોનું સારી રીતે ચિંતન ક૨વા ત્રીજા કાઉસ્સગ્ગમાં અતિચારોનું ચિંતનં કરાય છે. .
કાયોત્સર્ગ પા૨ી અનંતા સિદ્ધોને સ્મરણમાં લાવી, આવી શુદ્ધ અવસ્થા મને ક્યારે પ્રાપ્ત થાય તેવી ભાવના ભાવવા માટે ‘સિદ્ધાણં બુદ્ધાણં’ સૂત્ર બોલાય છે. ૮. ત્રીજું આવશ્યક - વંદન :
૧. પછી ઉભડક બેસીને ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહવી અને ઊભા થઈ સુગુરુવંદન સૂત્ર બોલી બે વાંદણા દેવા.
આચારશુદ્ધિના ત્રણ કાયોત્સર્ગ કર્યા પછી ગુરુસમક્ષ ધારી રાખેલા અતિચારોની-દોષોની આલોચના-પ્રકાશના કરવાની છે. આ આલોચના ગુરુ ભગવંતના વિનયપૂર્વક કરવી જોઈએ. તે વિનય પ્રદર્શિત ક૨વા માટે મુહપત્તિનું પડિલેહણ કરવા દ્વારા આત્માનું અને કાયાનું પ્રતિલેખન કરી, ગુરુભગવંતને બે વાંદણા અપાય છે. આ રીતે વંદન કરતાં સાધક ગુરુભગવંતના ચરણસ્પર્શ કરીને આનંદનો અનુભવ કરે છે.
૯. ચોથું આવશ્યક - પ્રતિક્રમણ :
૧. પછી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! રાઈઅં આલોઉં' એમ કહી પાપોની આલોચના કરવાની આજ્ઞા માગવી અને તે મળ્યેથી ‘ઇચ્છું’ કહી ‘આલોએમિ જો મે રાઈઓ અઈઆરો' સૂત્ર બોલવું.
૨. પછી ‘સાત લાખ અને અઢાર પાપસ્થાનક' બોલી ‘સવ્વસ્ટ વિકરાઈઅ' બોલી ગુરુભગવંત પાસે પાપશુદ્ધિનો ઉપાય માગતા ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ !' બોલવું, ગુરુ કહે ‘પડિક્કમેહ' ત્યારે ‘ઇચ્છું, તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહી તેનો સ્વીકાર કરવો.
Page #50
--------------------------------------------------------------------------
________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ
-
હેતુઓ સહિત
૩૭
૩. પછી ગોદોહિકાસને બેસીને ‘નવકાર’, ‘કરેમિ ભંતે’ ‘ઇચ્છામિ પડિક્કમિઉં જો મે રાઈઓ' બોલીને ‘વંદિત્તુ’ સૂત્ર બોલવું. તેમાં ‘અબ્યુટ્રિઓ મિ’ પદ કહેતાં ઊભા થઈ જવું અને સૂત્ર પુરું કરવું.
આ રીતે પાપોનું પ્રકાશન કરતાં, થઈ ગયેલા પાપો પ્રત્યે અને પાપી એવી પોતાની જાત પ્રત્યે, ધૃણા અને તિરસ્કાર ભાવ પ્રગટ થાય છે, જેનાથી ઘણા પાપકર્મો નાશ પામે છે અને આત્મા નિર્મલ બને છે, પ્રાપ્ત થયેલી આ નિર્મલતા પ્રતિક્રમણ આવશ્યકને સફળ કરવામાં સહાયક બને છે.
સંસારના સ્વરૂપને સમજી તેનાથી વિરક્ત બનેલો સાધક, પરમાત્માના વચનના પરમાર્થને સમજી તે પ્રમાણે જ જીવન જીવવા પ્રયત્ન કરે છે. તોપણ અનાદિકાળથી દૃઢ થઈ ગયેલા અશુભ સંસ્કારો, અનાભોગ, સહસાત્કાર અને અજ્ઞાન વગેરે દોષોને કારણે પાપ થવાની સંભાવના રહે છે. આ પાપથી પાછો વળી પુનઃ પાપ ન થાય તેવી ચિત્તભૂમિકાને તૈયાર કરવા સાધક પ્રતિક્રમણ આવશ્યકનો પ્રારંભ કરે છે. આ આવશ્યકના વિશેષ ભાવો સૂત્ર સંવેદના ભાગ૪ તથા દૈવસિક પ્રતિક્રમણની વિધિમાંથી સમજી લેવા.
૧૦. ગુરુ ક્ષમાપના :
૧. પછી દ્વાદશાવર્તવંદન કરવું અને અવગ્રહમાં ઊભા રહીને આદેશ માગી ‘અભુટ્ઠિઓ’ સૂત્ર બોલી ગુરુને ખમાવવા.
ત્યાર પછી વિશેષ પ્રકારે ગુણવાન ગુરુભગવંતની આશાતનાનો ત્યાગ કરવાના ઉદ્દેશથી બે વાંદણા દેવાપૂર્વક હૃદયમાં ગુરુ ભગવંત પ્રત્યે અત્યંત વિનયભાવને પેદા કરી ‘અભુઢિઓ’ સૂત્ર બોલાય છે.
૧૧. પાંચમું આવશ્યક - કાયોત્સર્ગ :
૧. પછી પુનઃ દ્વાદશાવર્ત વંદન કરીને અવગ્રહમાંથી બહાર નીકળીને14 ‘આયરિય ઉવજ્ઝાએ’ સૂત્ર બોલવું.
14. કોઈક મત પ્રમાણે ‘જે મે કેઈ કસાયા’ બોલતાં અવગ્રહમાંથી બહાર નીકળવાનું છે તો વળી અન્ય મત પ્રમાણે આખું આયરિય ઉવજ્ઝાએ સૂત્ર બોલીને અવગ્રહમાંથી બહાર નીકળવું જોઈએ.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩.
સૂત્ર સંવેદના-૬
૨. પછી ‘કરેમિ ભંતે’, ‘ઇચ્છામિ ઠામિ’, ‘તસ્સ ઉત્તરી’ અને અન્નત્ય બોલી તપચિંતવણીનો કાઉસ્સગ્ગ કરવો, તે ન આવડે તો સોળ નવકારનો કાયોત્સર્ગ કરવો.
પ્રતિક્રમણ કરવા છતાં પણ જે અશુદ્ધિઓ રહી ગઈ હોય તેને કાયોત્સર્ગ દ્વારા દૂર કરવાની છે. તેથી સાધક હવે કાયોત્સર્ગ આવશ્યકનો પ્રારંભ કરે છે. તે કરતાં પૂર્વે ગુરુભગવંતના વિનય માટે બે વાંદણા આપે છે. તે દ્વારા ગુરુ ભક્તિથી ભાવિત થઈને સાધક ‘આયરિય ઉવજ્ઝાએ' સૂત્ર બોલી આચાર્ય ઉપાધ્યાયથી માંડીને સર્વ જીવરાશિને પુનઃ ખમાવે છે.
ત્યાર પછી પાપના ત્યાગની પ્રતિજ્ઞાને દોહરાવી ચિત્તને સમભાવમાં સ્થિર કરવા ‘કરેમિ ભંતે’ અને અતિચારોનું પુન: સ્મરણ કરવા ‘ઇચ્છામિ ઠામિ’ સૂત્ર બોલાય છે.
ત્રીજા આવશ્યક માટેની મુહપત્તિના પડિલેહણથી માંડી અહીં સુધીની ક્રિયાના વિશેષ કારણો આપણે દૈવસિક પ્રતિક્રમણના હેતુઓમાં જે રીતે વર્ણવ્યા છે તે રીતે અહીં પણ વિચારવાં.
જિજ્ઞાસા : પૂર્વમાં ચારિત્રાચાર આદિની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કર્યો હોવા છતાં અહીં ફરી કાયોત્સર્ગ શા માટે ?
તૃપ્તિ : પૂર્વમાં જ્ઞાન, દર્શન, ચારિત્રાચારની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કર્યો હતો. છતાં પણ તેમાં રહેલી અશુદ્ધિનું વિશેષ પ્રમાર્જન તપથી થાય છે, માટે પુન: તપચિંતવનરૂપ આ કાયોત્સર્ગ કરવામાં આવે છે.
જીવનો સ્વભાવ આહાર ક૨વાનો નથી. છતાં આહાર સંજ્ઞાને આધીન થયેલો જીવ જન્મતાં જ આહાર લે છે. આ આહારથી જ શરીર બને છે અને તેમાંથી ઇન્દ્રિય અને મન બને છે. આ શરીર, ઇન્દ્રિયો અને મન દ્વારા જ જીવો પાપકર્મ બાંધે છે. તેથી કર્મબંધને અટકાવવા તેના મૂળમાં રહેલી આહાર સંજ્ઞાને નાથવી જરૂરી છે. જે તપ દ્વારા શક્ય છે માટે સાધક આ કાયોત્સર્ગ દ્વારા ઉત્કૃષ્ટ તપ કરવાની ભાવના કરી યથાશક્તિ તપ કરવાનો સંકલ્પ કરે છે.
તપનું ચિંતન કરતી વખતે પહેલા મનોમન જાતને પ્રશ્ન કરવો કે, “હે
Page #52
--------------------------------------------------------------------------
________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ - હેતુઓ સહિત
૩૯
જીવ ! પરમાત્મા મહાવીર સ્વામીએ ઉત્કૃષ્ટ તપ છ મહિનાનો કર્યો તો તું તે કરીશ ?” ઉત્તર સ્વરૂપે વિચારવું કે, ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી, પછી ૫ દિવસ ન્યૂન છ માસી તપ કરીશ ? ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી તે રીતે આગળ ૧૦ જૂન, ૧૫ જૂન, ૨૦ જૂન, ૨૫ જૂન છ માસી તપ કરીશ. એમ દરેક વખતે ભાવના છે, શક્તિ નથી, પરિણામ નથી એમ ચિંતવવું. પછી ૫ માસી તપ કરીશ ? ૫ જૂન, ૧૦ જૂન, ૧૫ જૂન, ૨૦ જૂન, ૨૫ જૂન પછી ૪ માસી એ પ્રમાણે ઉતરતા ત્રણ માસી, બે માસી યાવત્ ૧ માસી તપ કરીશ ? ભાવના છે, શક્તિ નથી. પરિણામ નથી એમ ચિંતવવું. પછી ૧ જૂન માસી તપ કરીશ ? ભાવના છે, શક્તિ નથી. પરિણામ નથી એ પ્રમાણે ૨ ન્યૂન, ૩ જૂન યાવતું, ૧૩ જૂન પછી ૩૪ ભક્ત કરીશ, ૩ર ભક્ત, ૩૦ ભક્ત યાવત્ અઠ્ઠમ, છઠ્ઠ, ચઉત્થભક્ત, ઉપવાસ, આયંબિલ, નીવી, એકાસણું, બિયાસણું, અવઢ, પુરિમુઢ, સાઢ પોરિસી, પોરિસી, નવકારશી સુધી ચિંતવવું. જે તપ કરેલો હોય, પણ આજે કરવાનો ન હોય ત્યાંથી ભાવના છે, શક્તિ છે, પરિણામ નથી એમ ચિંતવવું ? અને જે તપ આજે કરવાનો હોય ત્યાં ભાવના છે, શક્તિ છે, પરિણામ છે15 એમ ચિંતવવું. પછી કાઉસ્સગ્ગ પારવો.
15. તપ ચિંતવન કાઉસ્સગ્નની અન્ય પદ્ધતિ આ પ્રમાણે છે : “શ્રી વીરભગવાને છ માસનો * ઉત્કૃષ્ટ તપ કર્યો હતો. હે જીવ! તું તે તપ કરીશ? મનમાં જાતને આવો પ્રશ્ન પૂછી ઉતર ચિંતવવો કે તેવી શક્તિ નથી અને પરિણામ નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસ ઓછો કરીને વિચાર કરવો. એમ કરતાં પાંચ માસ સુધી આવવું. પછી એક એક માસ ઓછો કરીને વિચાર કરવો અને એક માસ સુધી આવવું, પછી એક દિન ઉણ માસખમણ એમ તેર દિવસ ન્યૂન સુધી એટલે સત્તર ઉપવાસનો વિચાર કરવો. (અથવા પછી ૨૯ ઉપવાસ કરીશ ? ૨૮ ઉપવાસ કરીશ ? એમ એક ઉપવાસ ઘટાડતાં ૧૭ ઉપવાસ કરીશ ? ત્યાં સુધીનો ઉત્તર ચિંતવવો) પછી હે ચેતન ! તું ૩૪ ભક્ત (૧૬ ઉપવાસ) કરીશ? ૩૨ ભક્ત કરીશ? ૩૦ ભક્ત કરીશ? એમ બે-બે ભક્ત ઓછા કરતા ચોથભક્ત (ઉપવાસ) સુધી વિચાર કરવો. અને તેવી શક્તિ પણ ન હોય તો અનુક્રમે આયંબિલ, નિવી, એકાસણ, બિયાસણ, અવરૃઢ, પરિમુઢ, સાડૂઢપોરિસી, પોરિસી, નવકારસી સુધીનો વિચાર કરવો. તેમાં જ્યાં સુધી કરવાની શક્તિ હોય એટલે કે તે તપ કરી જોયો હોય તેટલું પચ્ચખાણ એક સાથે લીધું હોય) ત્યારથી એમ વિચાર કરવો કે, “શક્તિ છે, પણ પરિણામ નથી' પછી ત્યાંથી ઘટતાં ઘટતાં જે પચ્ચકખાણ કરવું હોય, ત્યાં આવીને અટકવું અને શક્તિ પણ છે અને પરિણામ પણ છે' એ પ્રમાણે વિચાર કરી મનમાં નિશ્ચય ધારણ કરીને કાઉસ્સગ્ગ
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦
સૂત્ર સંવેદના-૬
આ રીતે તપચિંતવન કરતાં જેને ન આવડે તેને સદ્ગુરુભગવંત પાસે સમજવા યત્ન કરવો અને ત્યાં સુધી તપચિંતવનના બદલે સોળ નવકારનો કાઉસ્સગ્ન
કરવો.
આ રીતે ઉપયોગપૂર્વક વિચારણા કરવાથી તપ પ્રત્યે રુચિ પ્રગટે છે. તેનાથી તપમાં અંતરાય કરનારા કર્મનો નાશ થાય છે અને તપ ગુણ પ્રત્યે જીવનો ઉલ્લાસ વૃદ્ધિમાન થાય છે.
કાયોત્સર્ગમાં કરાયેલા શુભ ધ્યાનથી ચિત્ત અરિહંત પરમાત્માના ઉપકાર પ્રત્યે અતિ આદરવાળું બને છે. પ્રભુએ આ તપનો માર્ગ ન બતાવ્યો હોત તો આ સંજ્ઞાઓના પાપથી ક્યારેય અટકી શકયો ન હોત. આવી વિચારણાથી આનંદમાં આવેલો સાધક કાયોત્સર્ગ પારી પુનઃ હર્ષ વ્યક્ત કરવા ચોવીશ ભગવાનનું નામકીર્તન કરવા લોગસ્સ સૂત્ર બોલે છે. . ૧૨. છઠું આવશ્યક – પચ્ચખાણ : ૧. પછી બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તી પડિલેહવી અને દ્વાદશાવર્ત વંદન
કરવું તથા અવગ્રહમાં રહીને જ સકલતીર્થવંદના' સૂત્ર બોલવું. ૨. પછી પચ્ચખાણનો આદેશ લઈ યથાશક્તિ પચ્ચખાણ કરી. દેવસિક
પ્રતિક્રમણની જેમ સામાયિક, ચઉસિત્યો, વંદણ. પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી' એમ કહી આવશ્યક સંભારવા. (તેમાં પચ્ચક્ખાણ કર્યુ હોય તો કર્યું છે જી ! કહેવું અને ધાર્યું હોય તો
ધાર્યું છે જી ! કહેવું.) ત્યાર પછી કાયોત્સર્ગમાં નિર્ણત કરેલા તપનું પચ્ચકખાણ ગુરુભગવંત પાસે કરવાનું છે. તે ગુરુવિનયપૂર્વક કરવું યોગ્ય છે માટે મુહપત્તિનું પ્રતિલેખન કરી, બે વાંદણા દઈ ગુરુભગવંતના પવિત્ર મુખે ઉચ્ચારાતા શબ્દોની ધારણા કરતો સાધક મનના પૂર્ણ ઉપયોગપૂર્વક પચ્ચકખાણ કરે છે. જો કે હાલમાં આના પછી “સકલતીર્થ સૂત્ર દ્વારા સર્વ તીર્થોને અને અઢી દ્વીપમાં રહેલા સર્વ
પારવો. આ રીતે તપચિંતવનનો કાઉસ્સગ્ન કરવાની રીતો પ્રચલિત છે. દરેક સાધકે ગુરુગમથી તે જાણીને પોતાની સામાચારી - પરંપરા અનુસાર કાઉસ્સગ્ન કરવો.
Page #54
--------------------------------------------------------------------------
________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ
હેતુઓ સહિત
સાધુભગવંતોને વંદના ક૨વામાં આવે છે અને ત્યાર પછી પચ્ચક્ખાણ કરવામાં આવે છે. એનું કારણ એવું હોઈ શકે કે, પચ્ચક્ખાણની પવિત્ર ક્રિયા કરતા પૂર્વે ગુરુવંદનની જેમ દેવવંદન સ્વરૂપ તીર્થવંદન કરવાથી વિશેષ શક્તિનો સંચય થાય છે, તેથી ગીતાર્થ ગુરુભગવંતોએ આવી ગોઠવણ કરી હશે. છતાં તેનું વિશેષ કા૨ણ વિદ્વાનો વિચારે...
૪૧
પચ્ચક્ખાણ આવશ્યક પૂર્ણ કર્યા પછી, ગુરુભગવંતની આજ્ઞાથી આવશ્યક (પ્રતિક્રમણ) કરનારો શ્રાવક ‘મે આપની આજ્ઞાથી આ પ્રમાણે પ્રતિક્રમણ કર્યું છે' એમ ગુરુને જણાવવા માટે ‘સામાયિક, ચવિસત્થો, વંદણ, પડિક્કમણ, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી' એમ કહી છ આવશ્યકની પૂર્ણતા ગુરુ ભગવંતને જણાવે છે.
૧૩. મંગળસ્તુતિ :
૧. પછી ‘ઇચ્છામો અણુસર્ફિં' એમ કહી, બેસીને ‘નમો ખમાસમણાણં', ‘નમોઽર્હત૦’ ઇત્યાદિ કહી ‘વિશાલ લોચન' બોલવું. સ્ત્રીઓએ ‘સંસાર દાવાનલ'ની ત્રણ ગાંથા બોલવી.
પ્રતિક્રમણની ક્રિયા પૂર્ણ કર્યા પછી શ્રાવક પોતાના સંસારના કાર્યોમાં અને સાધુભગવંતો સંયમના અન્ય યોગોમાં જોડાય છે. આ કાર્યો કરતાં પ્રમાદાદિને કારણે પુનઃ દોષોનું સેવન ન થઈ જાય તેવી જાગૃતિ રાખવા માટે શું કરવું જોઈએ ? એવી પોતાની જિજ્ઞાસા સંતોષવા તે ગુરુભગવંત પાસે ‘હું અનુશાસ્તિ ઇચ્છું છું' એમ કહેવા દ્વારા હિતશિક્ષાની માગણી કરે છે. ત્યાર પછી છયે આવશ્યક પૂરાં થયાનો હર્ષ જણાવવા માટે અતિ મંદ સ્વરે ભાઈઓ વિશાલલોચનદલં અને બહેનો સંસા૨દાવાની ત્રણ ગાથા બોલે.
જિજ્ઞાસા : દૈવસિક પ્રતિક્રમણમાં આ ઉચ્ચ સ્વરે બોલવાનું હતું. અહીં મંદ સ્વરે બોલવાનું કારણ શું ?
તૃપ્તિ ઃ રાત્રિમાં મોટેથી બોલવાથી ગરોળી વગેરે હિંસક પ્રાણીઓ જાગૃત થઈને હિંસાદિ પાપ કરે, માટે કોઈના પણ પાપનું નિમિત્ત પોતે ન બની જાય તે ઉદ્દેશથી
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૨
સૂત્ર સંવેદના-૬
આખું પ્રતિક્રમણ તો એકદમ મંદ સ્વરે બોલાય છે, પરંતુ આ સૂત્ર પણ મંદ સ્વરે જ બોલવામાં આવે છે.
૧૪. દેવવંદન :
૧. પછી ‘નમોઽત્યુ ગં’ કહી ઊભા થઈ, ‘અરિહંતચેઈઆણં' ‘અન્નત્થ’ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, ‘નમોઽર્હત્॰' કહી ‘કલ્લાણકંદ’ થોયની પહેલી ગાથા બોલવી. પછી દૈવસિક પ્રતિક્રમણમાં બતાવેલી વિધિ પ્રમાણે ચોથી થોય સુધીના ક્રમ મુજબ દેવવંદન કરવું.
૨. પછી બેસીને નમોઽત્યુ ણં સૂત્ર બોલવું.
૩. પછી ચાર ખમાસમણ પૂર્વક ‘ભગવાનહં' આદિ સૂત્ર બોલતાં ગચ્છાચાર્ય આદિ ચારને થોભવંદન કરવું.
૪. પછી જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી ‘અઢાઈજ્જસુ' સૂત્ર બોલવું. ત્યારબાદ પ્રતિક્રમણમાં થયેલા શુભભાવોને સ્થિર કરવા અંતિમ મંગલ સ્વરૂપ ચાર થોયનું દેવવંદન જેમ દૈવસિક પ્રતિક્રમણમાં પ્રારંભમાં કર્યું હતું તે જ રીતે મંગલ માટે કરાય છે.
જિજ્ઞાસા : દૈવસિક પ્રતિક્રમણમાં આ દેવવંદન પ્રારંભમાં અને અહીં અંતે કેમ ?
તૃપ્તિ : જો કે આ દેવવંદન માંગલિક માટે છે તોપણ આ દેવવંદન કાળથી પ્રતિબદ્ધ છે એટલે કે, ત્રિકાળ દેવવંદનમાં આ દેવવંદન પ્રાભાતિક કાળનું હોવાથી તે રાઈએ પ્રતિક્રમણના અંતમાં પ્રભાતના સમયે કરાય છે.
આ રીતે મંગળ અર્થે દેવવંદન કર્યા પછી ચાર ખમાસમણ દેવાપૂર્વક ગુરુભગવંતોને વંદના કરાય છે. અહીં એટલું ખાસ ખ્યાલમાં રાખવું કે શ્રમણભગવંતો તથા પૌષધવ્રતવાન શ્રાવકો આ ખમાસમણ દેવા પૂર્વે બે ખમાસમણ દઈ બહુવેલ સંદિસાહુ ?’ અને ‘બહુવેલ કરશુંજી' ના આદેશ માંગે છે. તેનું કારણ એ છે કે, મુનિએ તથા પૌષધવાન શ્રાવકે સર્વકાર્ય ગુરુભગવંતને પૂછીને જ કરવાના છે. આખા દિવસમાં શ્વાસ લેવો મૂકવો, આંખની પાંપણ હલાવવી ઇત્યાદિ નાના નાના બહુવાર કરવા પડતાં કાર્યોમાં વારંવાર પૂછવાનું અશકય હોવાથી
Page #56
--------------------------------------------------------------------------
________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ - હેતુઓ સહિત
તેઓ બે ખમાસમણ દઈને બહુવેલના આદેશ દ્વારા તે તે લઘુકાર્ય સંબંધી શ્રી ગુરુ મહારાજની અનુમતિ મેળવી રાખે છે. ત્યારબાદ શ્રાવકો અઢી દ્વીપમાં રહેલા સર્વ સાધુભગવંતોને વંદન કરવા ‘અઠ્ઠાઈજ્જેસુ' સૂત્ર બોલે છે. તે પણ મંગલાર્થે જ બોલાય છે.
૪૩
૧૫. શ્રી સીમંધરસ્વામીનું તથા શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન :
૧. પછી શ્રી સીમંધરસ્વામીના દુહા બોલી એક પછી એક ત્રણ ખમાસમણ દઈને શ્રી સીમંધરસ્વામીનું ચૈવંદન, ‘જંકિંચિ’, ‘નમોડસ્થુ ણં’, ‘જાવંતિ ચેઇઆઇ', ‘જાવંત કે વિ સાહુ', શ્રી સીમંધરસ્વામીનું સ્તવન, ‘જયવીયરાય' બોલી ઊભા થઈ ‘અરિહંતચેઈઆણં', ‘અન્નત્થ' બોલી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી શ્રી સીમંધરસ્વામીની થોય કહેવી.
૨. પછી તે જ રીતે શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન કરવું. તેમા દુહા, ચૈત્યવંદન, સ્તવન અને થોય શ્રી સિદ્ધાચલજીના કહેવા.
વર્તમાનમાં સામાચારી પ્રમાણે પરંપરાથી (સામાયિકનો બે ઘડીનો કાળ પૂર્ણ કરવા માટે) વિશેષ માંગલિક અર્થે સીમંધર સ્વામીનું અને શત્રુંજયનું ચૈત્યવંદન કરવામાં આવે છે.
૧૭. સામાયિક પારવું :
૧. પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું.
આનો હેતુ પૂર્વમાં જણાવ્યો છે.
પ્રતિક્રમણની આ ક્રિયા તે કોઈ જડ ક્રિયા નથી કે માત્ર કાયાની કવાયત પણ નથી. આ તો શ્રેષ્ઠ યોગ સાધના છે. વિશિષ્ટ આધ્યાત્મિક ક્રિયા છે. હા ! તે માટે મન, વચન, કાયાના સહકારની જરૂર અવશ્ય પડે છે, પરંતુ તેનો પણ ઉપયોગ યથા તથા નથી કરવાનો; ભગવાનના વચન અનુસારે ક૨વાનો છે. શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ આસન કે મુદ્રામાં કાયાને સ્થિર કરવાથી, ગણધર રચિત સૂત્રોની સંપદાદિ જાળવવાથી અને મનને અર્થ ચિંતનમાં એકાગ્ર કરવાથી અશુભ ભાવમાં જતા મન-વચન-કાયાનો નિરોધ
Page #57
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
થાય છે, શુભભાવો સહજ પ્રગટે છે, તેનાથી આંતરિક પરિણામ નિર્મલ બને છે, પરિણામે આ ક્રિયાથી આત્મા પોતાના નિર્વિકારી સહજ સુખને પામી શકે છે. માટે આ ક્રિયા જડ નહિ પરંતુ ચેતનવંતી છે. તેનાથી વર્તમાનમાં પણ આત્માને વિશિષ્ટ ફાયદા થાય છે. પણ... આ ક્રિયાને ભગવાને જે રીતે કરવાનું કહ્યું છે તે રીતે કરવામાં આવે તો આ ફાયદા જરૂર થાય છે. બાકી વિચાર્યા વિના ગાડરીયા પ્રવાહની જેમ આ ક્રિયા કરવાથી કોઈ વિશેષ ફાયદો થઈ શકતો નથી.
Page #58
--------------------------------------------------------------------------
________________
ક્રમ
૧.
૨.
3.
૪.
૫.
૬.
વિભાગ – ૨ પૌષધોપયોગી સૂત્રો
વિગત
પૌષઘ લેવાનું સૂત્ર
મન્નહ જિણાણંની સજ્ઝાય
માંડલાં
સંથારા-પોરિસી
પૌષધ પારવાનું સૂત્ર
પૌષધ અંતર્ગત વિધિઓ
પાના નં.
૪૭
૫૯
૧૨૩
૧૩૦
૧૭૦
૨૯
Page #59
--------------------------------------------------------------------------
Page #60
--------------------------------------------------------------------------
________________
પૌષધ લેવાનું સૂત્ર
સૂત્ર પરિચય :
આ સૂત્ર દ્વારા પૌષધની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. તેથી આ સૂત્રનું નામ પોલEસુત્ત' કે “પૌષધ લેવાનું સૂત્ર” છે, શ્રાવકને સર્વવિરતિ સ્વીકારવાની તીવ્ર અભિલાષા હોય છે. પોતાની અભિલાષા કાંઈક અંશે પણ સાકાર થાય અને સાધુજીવન કે સમતામય જીવનની પોતે કેળવણી પ્રાપ્ત કરી શકે તે ઉમદા ઉદ્દેશથી આ સૂત્ર દ્વારા શ્રાવક પૌષધવ્રતનો સ્વીકાર કરે છે.
પૌષધ એ શ્રાવકના બાર વ્રતોમાંનું અગીયારમું અને ચાર શિક્ષાવ્રતોમાંનું ત્રીજું શિક્ષાવ્રત છે. સંયમ-જીવનની શિક્ષા પ્રાપ્ત કરવા માટે શ્રાવક પોતાની અગીયાર પ્રતિમામાંથી ચોથી પૌષધ પ્રતિમા સ્વીકારે ત્યારે અથવા પર્વતિથિએ કે અનુકૂળ સંયોગો જણાય ત્યારે પૌષધ સ્વીકારે ત્યારે, આ સૂત્રના આધારે તે પૌષધની પ્રતિજ્ઞા સાથે ચાર પ્રતિજ્ઞાઓ કરે છે અને “કરેમિ ભંતે ! સામાઈએ” દ્વારા મર્યાદિત કાળ માટે સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતી વખતે સાધક મનોમન સંકલ્પ કરે છે કે, “હવે મારી મન-વચન-કાયાની સર્વ પ્રવૃત્તિઓ સમભાવમાં રહેવાની મારી પ્રતિજ્ઞાને અનુરૂપ જ હશે.”
આ સૂત્ર દ્વારા જે પ્રતિજ્ઞા લેવાય છે તે લગભગ કરેમિ ભંતે સૂત્ર બોલી લેવાતી પ્રતિજ્ઞા જેવી છે. તફાવત એટલો છે કે, અહીં “સામાઈના સ્થાને “પોસહં” શબ્દ વપરાય છે અને તે પૌષધ આહાર, શરીરસત્કાર, બ્રહ્મચર્ય અને સંસારના વ્યાપારનો દેશથી કે સર્વથી ત્યાગ કરવારૂપ ચાર પ્રકારે લેવાય છે. જોકે સામાયિકની પ્રતિજ્ઞા કરનાર સાધક સમભાવમાં રહેવાનો યત્ન કરતો હોય છે. તેથી તે આ ચાર ક્રિયા ન જ કરે. આમ છતાં સામાયિકમાં આ રીતે ભેદ પાડી પ્રતિજ્ઞા નથી લેવાતી
Page #61
--------------------------------------------------------------------------
________________
४८
સૂત્ર સંવેદના-૬
જ્યારે પૌષધમાં સમયની મર્યાદા લાંબી હોવાથી આવા ભેદ પાડી પ્રતિજ્ઞા લેવાતી હશે તેમ લાગે છે અથવા પૂર્વકાળમાં આ ચારે પ્રકારના પૌષધ અલગ અલગ પણ લેવાતા હતા તેથી પૌષધની પ્રતિજ્ઞાનો આવો પાઠ હશે. વર્તમાનમાં તો આ ચારે પૌષધ સાથે જ લેવાય છે અને તેમાં પણ આહારપૌષધ સિવાયના ત્રણે પૌષધ તો સર્વથી જ લેવાય છે. વળી, અત્યારે તો પૌષધમાં સુસ્થિત થઈ શકાય, તે માટે ગીતાર્થ ગુરુભગવંતોએ સામાયિકપૂર્વક જ કોઈપણ પૌષધ કરવાનું વિધાન કર્યું છે. - પૌષધની પ્રતિજ્ઞાને સમજવા માટે સૌ પ્રથમ પૌષધ શું છે તે સમજવું પડે. આ સૂત્રમાં પૌષધની પ્રતિજ્ઞા, પૌષધના પ્રકારો, પૌષધની મર્યાદા, પૌષધનું પચ્ચખાણ કેટલા કોટિનું છે વગેરે બાબતો જણાવી છે. તેનો મૂળ પાઠ આવશ્યકસૂત્રના પ્રથમ અધ્યયનમાં આવેલા કરેમિ ભંતે સૂત્ર પરથી યોજાયેલો છે અને અત્રે પ્રસ્તુત કરેલી અર્થની સંકલનાનો આધાર ધર્મસંગ્રહ વગેરે ગ્રન્યો છે, તેનો વિસ્તૃત અર્થ સૂત્ર સંવેદના ભાગ-૧ માં કરેમિ ભંતે સૂત્રમાં કરેલ છે. તેથી અભ્યાસુએ ત્યાંથી પણ જોવા ભલામણ.
મૂળ સૂત્રઃ
करेमि भंते ! पोसहं, आहार-पोसहं देसओ सव्वओ, . शरीर-सक्कार-पोसहं सव्वओ, बंभचेर पोसहं सव्वओ, अव्वावार-पोसहं सव्वओ, चउव्विहं पोसहं ठामि जाव दिवसं (जाव अहोरतं) पज्जुवासामि, दुविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि, न कारवेमि । तस्स भंते ! पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि ।। અન્વય સહિત સંસ્કૃત છાયા : भदन्त ! पौषधं करोमि મહાર-પૌષધં શતઃ સર્વત:, शरीर-सत्कार-पौषधं सर्वतः,
Page #62
--------------------------------------------------------------------------
________________
પૌષધ લેવાનું સૂત્ર
૪૯
ब्रह्मचर्य पौषधं सर्वतः अव्यापार पौषधं सर्वतः चतुर्विधे पौषधे तिष्ठामि । यावद् दिवसं (यावद् अहोरात्रं) पर्युपासे, द्विविधं त्रिविधेन, मनसा वाचा कायेन न करोमि, न कारयामि । तस्य भदन्त ! प्रतिक्रामामि, निन्दामि, गर्हे आत्मानम् व्युत्सृजामि ।। શબ્દાર્થ :
હે પૂજ્ય ! હું પૌષધ કરું છું તેમાં “આહાર પૌષધ' દેશથી કે સર્વથી કરું છું. શરીર સત્કાર પૌષધ સર્વથી કરું છું. બ્રહ્મચર્ય પૌષધ સર્વથી કરું છું અને અવ્યાપાર પૌષધ પણ સર્વથી કરું છું. આ રીતે ચાર પ્રકારના પૌષધમાં સ્થિર થાઉં છું. દિવસ કે અહોરાત્ર પર્યત હું પ્રતિજ્ઞાને એવું ત્યાં સુધી મન વચન અને કાયા વડે સાવદ્ય પ્રવૃત્તિ કરીશ નહિ કે કરાવીશ નહિ. હે ભગવંત ! અત્યાર સુધી તે પ્રકારની જે કાંઈ અશુભ પ્રવૃત્તિ થઈ હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે અશુભ પ્રવૃત્તિઓને હું ખોટી ગણું છું (eતેની નિંદા કરું છું.) તે બાબતનો આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું (= તેની ગહ કરું છું.)*અને હવે અશુભ પ્રવૃત્તિ કરનાર મારા આત્માનો હું ત્યાગ કરું છું.
વિશેષાર્થ
મિ ભંતે ! પોસ૬ - હે ભગવન! પૌષધ કરું છું. પૌષધની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરતી વખતે સાધક સૌ પ્રથમ મન્ત શબ્દ દ્વારા ગુરુભગવંતને સંબોધી જણાવે છે કે, “હે ભગવંત ! હું પૌષધવ્રત ગ્રહણ કરું છું. આવા સંબોધનથી સાધકમાં ગુરુભગવંત પ્રત્યે પરતંત્રતાનો પરિણામ પ્રગટે છે અને પ્રગટેલો હોય તો દઢ થાય છે. આવું કહેવા દ્વારા સાધક સૂચિત કરે છે કે, “હે ભગવાન ! હવે આપ કહેશો તે પ્રમાણે જ પૌષધ કરવા હું કટિબદ્ધ બન્યો છું.” ‘ભન્ત” શબ્દ જેમ ગુરુભગવંતનું સંબોધન છે તેમ પરમાત્માનું અને પોતાના શુદ્ધ આત્માનું પણ સંબોધન છે.'
પૌષધ' શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને વિચારણા કરીએ તો ભવરોગને દૂર કરનારું પ્રકૃષ્ટ ઔષધ એટલે પૌષધ અને યોગશાસ્ત્ર આદિ ગ્રંથોના શબ્દોથી - 1. મત્તે ના વિવિધ અર્થો માટે સૂત્ર સંવેદના ભાગ-૧ માં કરેમિ ભંતે સૂત્ર જોવું.
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦
સૂત્ર સંવેદના-૬
વિચારીએ તો “જે ક્રિયા ધર્મની પુષ્ટિ કરે તેને પૌષધ કહેવાય છે. તેમાં ધર્મ એટલે સ્વભાવ, તેથી જ્ઞાન દર્શન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સંતોષ, સમતા આદિમય જે આત્માનો સ્વભાવ છે, તે જ વાસ્તવમાં ધર્મ છે. આવા આત્મસ્વભાવનું જે પોષણ કરે તેને પૌષધ કહેવાય છે.
આ જ્ઞાનાદિ ગુણરૂપ આત્માનો સ્વભાવ જ સુખમય-આનંદમય છે. તેને પ્રગટ કરવાનું સાધન ધર્મ છે. સાધક ધર્મના માર્ગે જેટલો આગળ વધે છે તેટલા અંશમાં તે આ સુખનું સંવેદન કરી શકે છે. આમ છતાં અનાદિકાળથી મિત્રની જેમ સાથે રહેનારી ઇન્દ્રિયો પોતાને અનુકુળ કે પ્રતિકુળ વિષયો મળતાં મનને ચંચળ બનાવી દે છે. પરિણામે તે પોતીકું અને સ્વાધીન એવું આત્માનું સુખ ભૂલી, પરાધીન એવા બાહ્ય વિષયોથી સુખ મેળવવાની વ્યર્થ મહેનત કરી, કર્મનો બંધ કરી દુ:ખનું ભાજન બને છે. '
આ અનર્થથી બચવા જ પ્રભુએ શ્રાવક માટે આ પૌષધવ્રતનું વિધાન કર્યું છે. આ વ્રતને સ્વીકારી શ્રાવક આવા નિમિત્તોથી પર થઈ, સ્વાધ્યાય આદિ શુભાનુષ્ઠાનોનો સહારો લઈ આત્મભાવમાં ઠરવા સારી રીતે યત્ન કરે છે. આત્મા ભાવમાં ઠરવાના યત્નરૂપ આ પૌષધ વ્રતને પૌષધોપવાસ+ વ્રત પણ કહેવાય છે.
ગુરુભગવંત ગામમાં હોય તો શ્રાવક તેમની પાસે જઈને આ વ્રતનો સ્વીકાર કરે છે. તે ન હોય તો જિનમંદિરના રંગમંડપમાં અથવા ઘરમાં રહેલી પૌષધશાળામાં પણ પૌષધનો સ્વીકાર કરે છે. તે પૂર્વે સાધક શરીર ઉપરના અલંકારો, પુષ્પો આદિનો ત્યાગ કરે છે અને પૌષધને યોગ્ય સામગ્રીઓ (ધોતી, ખેસ, કટાસણું, ચરવળો, મુહપત્તિ, કંદોરો, કામળી, સંથારીયું, ઉત્તરપટ્ટો, દંડાસન, માત્રા માટેની કુંડી, પ્રમાર્જન માટેની પૂંજણી) એકઠી કરે છે. કુંડી તથા માત્ર આદિ પરઠવવાની જગ્યા પ્રથમથી જ જોઈ રાખે છે, જેથી પછી જીવ વિરાધનાનો પ્રશ્ન ન આવે.
આ વ્રત સ્વીકારવા પાછળ શ્રાવકનો મુખ્ય ઉદ્દેશ મુનિભગવંત જેવું જીવન જીવી તેમના જેવી ક્ષમાદિગુણપ્રધાન ચિત્તવૃત્તિનું નિર્માણ કરવાનો છે. આથી
2. પુષ્ટિ ઇત્તે ધર્મસ્ય તિ પોષવ: | 3. વત્યુસંહાવો થમો. 4. ઉપ = નજીકમાં, વાસ = વસવું. આત્માની પાસે વસવું તેને ઉપવાસ કહેવાય છે. તેથી ઉપવાસ
સાથે કરેલ પૌષધને તો પૌષધોપવાસ કહેવાય છે પરંતુ ઉપવાસ ન કર્યો હોય તો પણ પૌષધને પૌષધોપવાસવ્રત કહી શકાય છે.
- યોગશાસ્ત્ર ગા. ૮૫, ધર્મસંગ્રહ ગા-૩૯, ધર્મબિન્દુ
Page #64
--------------------------------------------------------------------------
________________
પૌષધ લેવાનું સૂત્ર
જ શ્રાવક પણ પૌષધના કાળ દરમ્યાન પૌષધના ઉપકરણો સિવાય અન્ય વસ્તુઓ પ્રત્યે નિરપેક્ષ રહેવા યત્ન કરે છે. અને તેમાં જરૂરી સામગ્રીનો પણ જયણાપૂર્વક ઉપયોગ કરે છે.
૫૧
પૌષધ સ્વીકાર્યા પછી પૂર્વે જણાવ્યું તેમ શ્રાવક ગુરુને પરતંત્ર બની દરેક કાર્યો ગુરુભગવંતની આજ્ઞા અનુસાર કરે. પૌષધના કાળ દરમ્યાન ક્યાંય પ્રમાદ આદિ ન પોષાય અને પોતાના લક્ષ્ય સાથેનું જોડાણ અકબંધ રહે તે માટે શ્રાવક સતત શાસ્ત્રને વાંચવામાં, ભણવામાં, તેનું પુનરાવર્તન કરવામાં લીન રહે અથવા સાધુઓના જીવન તથા, તેમના આચાર-વિચાર જોઈ ચિંતન કરે કે, ‘સાચે, હું તો મંદભાગી છું કે આવું સુંદર સાધુજીવન સ્વીકારી શકતો નથી. ક્યારે મારામાં સંયમ સ્વીકારવાનું સામર્થ્ય આવશે ? ખરેખર આ સાધુઓ ધન્ય છે. કૃતકૃત્ય છે - પૂજ્ય છે.’
આવા ચિંતનપૂર્વક જો પૌષધ સ્વીકારવામાં આવે અને સ્વીકાર્યા પછી તેની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક આચાર શાસ્ત્રોક્ત રીતે, અર્થના અનુસંધાનપૂર્વક અને સત્સાધુ જેવી નિર્મળ, નિર્લેપ અને નિ:સ્પૃહ વૃત્તિ કેળવવાના લક્ષ્યને અનુરૂપ કરવામાં આવે તો અવશ્ય પૌષધમાં શ્રાવક સાધુ જેવા સુખનો આંશિક અનુભવ કરી શકે.
પૌષધના ૧, આહારત્યાગ ૨. શરીર સત્કારનો ત્યાગ ૩. બ્રહ્મચર્ય અને ૪. કુવ્યાપારનો ત્યાગ : એમ ચાર પ્રકાર છે. તે પ્રત્યેકના પાછા દેશથી અને સર્વથી એમ બબ્બે પ્રકારો પડે છે. હવે ક્રમસર તે દરેકની પ્રતિજ્ઞા દર્શાવે છે.
આહાર-પોત, દેશો-સત્વો - (તેમાં હું) આહારપૌષધ દેશથી કે સર્વથી (કરું છું.)
આહાર ચાર પ્રકારનો હોય છે : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારના આહારનો આખા દિવસ અને રાત્રિ માટે સંપૂર્ણ ત્યાગરૂપ ચોવિહાર ઉપવાસ કરવો; તેને સર્વથી આહાર-ત્યાગ-પૌષધ કહેવાય છે. તો વળી પાણી સિવાયના ત્રણ આહારના ત્યાગરૂપ તિવિહાર ઉપવાસ કરવો, કાચી કે પાકી વિગઈના ત્યાગરૂપ નિવિ અથવા સર્વ વિગઈઓના ત્યાગરૂપ આયંબિલ કરવું, અથવા તો એક વખતથી વધારે વાર જમવું નહિ એવા નિયમરૂપ એકાસણ કરવું, તેને દેશથી આહાર-ત્યાગ-પૌષધ કહ્યો છે.
વર્તમાનકાળમાં પૌષધની પ્રતિજ્ઞાની સાથે જ સામાયિકની પ્રતિજ્ઞા પણ
5. શ્રાવકને જેવો પૌષધ કરવો હોય તેવી તે ધારણા કરે છે.
6. અશન એટલે રોટલી, દાળ ભાત, મિઠાઈ આદિ આહાર, પાન એટલે પાણી, ખાદિમ એટલે ફળ, શેરડી વગેરે અને સ્વાદિમ એટલે એલચી, સોપારી આદિ મુખવાસ
-
Page #65
--------------------------------------------------------------------------
________________
પર
સૂત્ર સંવેદના-૬
સ્વીકારાય છે. તેથી અત્યારે પૂર્વાચાર્યોની પરંપરાથી સામાચારીનો ભેદ હોવાને કારણે માત્ર આહાર પૌષધ જ દેશથી કે સર્વથી એમ ઉભય સ્વરૂપે સ્વીકારાય છે. કારણ કે નિરવઘ (અચિત્ત) આહાર વાપરવાથી સામાયિકમાં બાધ આવતો નથી. બાકીના ત્રણેય પૌષધો દેશથી સ્વીકારાય તો પ્રાય: સામાયિકની પ્રતિજ્ઞાનો વિરોધ થાય. કારણ કે, સામાયિકમાં સર્વ પાપ વ્યાપારના ત્યાગનું પચ્ચખાણ કરવામાં આવે છે અને જો દેશથી બાકીના ત્રણ પૌષધ સ્વીકારાય તો તેટલા પ્રમાણમાં પાપ વ્યાપારની છૂટ રહે છે.
જિજ્ઞાસા જો અચિત્ત-નિરવદ્ય આહારની જેમ નિરવદ્ય ચીજોથી શરીર સત્કાર કરવામાં આવે તો પાપવ્યાપારનો પ્રશ્ન ક્યાંથી આવે ?
તૃપ્તિ ઃ વાત સાચી છે તેમાં હિંસાકૃત પાપવ્યાપાર નથી; પરંતુ તેમ કરવામાં લોભ, રાગ આદિનું નિમિત્ત તો બનાય જ છે માટે સામાયિકમાં તે સર્વેનો નિષેધ છે.
આહાર માટે તો દેશથી પણ છૂટ (અનુજ્ઞા) આપવાનું કારણ એ છે કે, આહાર વિના શક્તિના અભાવે પૌષધધારી શ્રાવક સારી રીતે ક્રિયાઓ નહીં કરી શકે. તેથી સાધુની જેમ નિર્બળ શ્રાવક પણ અન્ય ક્રિયાઓમાં સારું વીર્ય ફોરવી શકે તે માટે તેને આહારની અનુમતિ આપી છે.
જે શ્રાવક દેશથી આહારપૌષધ સ્વીકારે છે તે પણ વર્તમાનકાળમાં મુખ્યપણે પુરિમુઢ, તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવિ કે એકાસણું જ કરે છે. તેમાં બેસણા આદિનો વ્યવહાર નથી.
વળી, સાધુ જેમ અચિત્ત આહાર જ કરે તેમ શ્રાવક અચિત્ત જ વાપરે; પરંતુ તેના માટે બનાવેલું હોય તો પણ પૌષધવ્રતવાળો શ્રાવક તે લઈ શકે છે.'
પૌષધ કરનાર શ્રાવક સમજે છે કે, “આહાર કરવો તે મારો ધર્મ નથી. આત્માનો સ્વભાવ અણાહારીભાવ છે. તોપણ જ્યાં સુધી શરીરને ટકાવવા માટે આહાર આદિની જરૂર પડે, ત્યારે જરૂરી અન્ન-પાણી લેતાં ક્યાંય આહાર સંજ્ઞાને સ્થાન ન મળે તે માટે મારે સાવધ રહેવાની જરૂર છે, આ સાવધાનીપૂર્વક એકવાર આહાર લેવાની જરૂર પડે ત્યારે દેશથી આહારપૌષધ કરનાર શ્રાવક ગુરુભગવંતની સમક્ષ પચ્ચખ્ખાણ પારી, ભાઈઓ પોતાના વસ્ત્રોનું પરિવર્તન કરી, મકાનથી નીકળતાં “આવસહિ' કહી, ઇર્યાસમિતિ પાળતો પોતાના ઘરે અથવા
જ્યાં જમવાનું હોય ત્યાં જાય. ત્યાં પહોંચતા “જયણા મંગલ' બોલે અને જ્યારે યજમાન પધારો કહે ત્યારે ઘરમાં પ્રવેશ કરે ત્યાં સુધી રસ્તામાં જે કોઈ વિરાધના 7. ધર્મસંગ્રહ, નિશીથ ભાષ્ય - દિ8 Tv તો મુંને - નં ર દિ તે ડસમાગો વિ મુંને.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ૩
પૌષધ લેવાનું સૂત્ર
થઈ હોય તેનું આલોચન કરી, ઇરિયાવહી પ્રતિક્રમણ કરી, ગમણાગમણે આલોવી, કાજો લઈ જગ્યા તથા પોતાના અંગોને પૂંજી પ્રમાજી કટાસણા ઉપર બેસે. ત્યારપછી જમવાના વાસણોનું પડિલેહણ કરે અને ભોજન પીરસાય ત્યારે નવકાર મંત્રનું સ્મરણ કરી, મારે શું પચ્ચખ્ખાણ છે ? શેનો ત્યાગ છે? આહાર શા માટે કરું છું ? વગેરેની વિચારણા કરી ભોજન કરે.
સાધુની જેમ પૌષધધારી શ્રાવક પણ આહાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરી માત્ર શરીર નિર્વાહ માટે જ આહાર ગ્રહણ કરે. જમતી વખતે તે મુખથી સુસવાટા કે અન્ય કોઈ અવાજ ન કરે, સબડકા ન લે, ચપચપ જીવાનો કે હોઠનો અવાજ ન કરે, જમવામાં ઉતાવળ કે અતિ વિલંબ ન કરે, એંઠા મોઢે બોલે નહિ, જમતાં છાંટો કે અન્નનો દાણો ઢોળાય નહીં તેની કાળજી રાખે, મન-વચન અને કાયગુપ્તિથી ગુપ્ત રહે. શરીરનો નિર્વાહ પણ થાય અને ઉણોદરી આદિ તપ પણ જળવાય તેટલો જ આહાર કરે; પરંતુ પૌષધના અન્ય યોગો સદાય કે પ્રમાદાધીન થઈ જવાય તેવો અતિ સ્નેહાળ કે અતિ માત્રામાં આહાર ન લે તથા કેળા કે લીંબુ સહિત કોઈપણ લીલોતરીનો ઉપયોગ ન કરે અને છેલ્લે થાળી આદિને ધોઈ તથા લૂછીને અત્યંત સ્વચ્છ કરી, અચિત્ત જળથી મુખ વગેરેની શુદ્ધિ કરી, નવકારમંત્રનું સ્મરણ કરી, તિવિહાર આદિ પચ્ચખ્ખાણ કરીને ઊઠે. વંદિત્તાસૂત્રની ચૂર્ણિમાં દેશથી આહારપૌષધ દરમ્યાન આહાર ગ્રહણ કરવાની આ વિધિ બતાવી છે. આહારત્યાગની પ્રતિજ્ઞા કરતો શ્રાવક સંકલ્પ કરે કે,
“હે ભગવંત ! આજે હું અકાહારી પદ પ્રાપ્ત કરવા અને અનાદિકાળથી મને પીડા ઉપજાવતી આહાર સંજ્ઞાને તોડવા શકય તેટલો આહારનો ત્યાગ કરું છું. શક્તિ ન પહોંચે અને એકવાર માટે આહાર લેવો પડશે ત્યારે પણ હું ધ્યાન રાખીશ કે આહાર કરતાં ક્યાંય મારી તેના પ્રત્યેની આસક્તિ કે શરીર પ્રત્યેની મમતા યોજાઈ ન જાય. પરંતુ એક માત્ર સંયમભાવની પુષ્ટિ કરવાનું મારું લક્ષ્ય જીવંત રહે. હે પ્રભુ ! મારો આ
સંકલ્યને સફળ કરવાનું બળ આપજો.” શરીર-સવાર-પોસહં સવ્યો – (હું) સર્વથી શરીરસત્કારત્યાગપૌષધ (સ્વીકારું છું).
શરીરને પંપાળવા કે તેને સજાવવા જે જે ક્રિયા કરાય તે સર્વને શરીર સત્કાર કહેવાય છે. તેથી સ્નાન કરવું, તેલાદિનું મર્દન કરવું, વિલેપન કરવું, વસ્ત્ર
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪
સૂત્ર સંવેદના-૬
અલંકારથી શ૨ી૨ને સુશોભિત કરવું, વાળ ઓળવા, હાથ-પગ ધોવા, અત્તરપર્ફ્યુમ આદિથી શરીરને સુગંધિત કરવું, ક્રીમ-તેલ આદિનો ઉપયોગ કરવો, પીઠી ચોળવી, મેંદી કે અન્ય કોઈ રંગો લગાવવા વગેરે સર્વે ક્રિયાઓ શરી૨સત્કાર સ્વરૂપ છે. તેનો સર્વથા ત્યાગ કરવો તે ‘શરીરસત્કારપૌષધ' છે.
પૌષધ કરનાર સાધક સમજે છે કે, આત્મા ચેતનવંતો છે, શરીર જડ છે. બન્ને એકબીજાથી ભિન્ન છે છતાં અનાદિકાળથી જીવને એવો ભ્રમ થઈ ગયો છે કે, “હું જ શરીર છું.” તેથી તે આત્માના હિત પ્રત્યે બેદરકાર બની માત્ર શરીરને અનુકૂળતા કેવી રીતે મળે, તેને સુખ કેવી રીતે ઉપજે એની ચિંતામાં વ્યસ્ત રહે છે. શરીર નશ્વર છે, અશુચિનું સ્થાન છે તેથી તેને સાચવવાની સઘળી મહેનત લગભગ નિષ્ફળ જાય છે. કદાચ થોડી ક્ષણો શરી૨ સાજું કે સારું લાગે, પણ તે પછી તો તે પાછું પોતાના સ્વભાવ પ્રમાણે અશુચિમય બની જ જાય છે.
પૌષધ કરનાર સાધક આ તત્ત્વને સારી રીતે જાણતો હોય છે. છતાં શરીર પ્રત્યેની મમતાને કારણે તે તેની સુખચિંતાથી સર્વદા મુક્ત થઈ શકતો નથી; પોતાની આ શરીર પ્રત્યેની મમતાને તોડવા જ શ્રાવક પૌષધ દરમ્યાન શરીરનો સત્કાર કરવાનો ત્યાગ કરી દેહની મમતા અને દેહાધ્યાસને (હું શરીર છું એવી બુદ્ધિને) તોડવા પ્રયત્ન કરે છે. જ્યારે આંશિક પણ દેહાધ્યાસ ટળે છે, ત્યારે જ સાધક આત્મિક સંપત્તિનો કાંઈક અનુભવ કરી સ્વભાવનું સુખ પામવા મહેનત કરી શકે છે.
પૂર્વે આહારપૌષધની જેમ શરીરસત્કારપૌષધ પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે થતાં હતા. તેમાં શરીર સત્કારમાં અમુક છૂટ રાખી બાકીનો ત્યાગ ક૨વો, તેને દેશથી શરીર સત્કારત્યાગ-પૌષધ કહેવાય અને સર્વથા સર્વ પ્રકારના શરીરસત્કારને તજવો તેને સર્વથી શરીરસત્કારત્યાગ પૌષધ કહેવાય છે. વર્તમાનમાં તો આ પૌષધ સર્વથી જ સ્વીકારાય છે.
શરીરસત્કારને ત્યાગવાની પ્રતિજ્ઞા કરતો શ્રાવક સંકલ્પ કરે કે,
“હે ભગવંત ! આજના દિવસમાં હું શરીરની કોઈ આળપંપાળ નહિ કરું. શરીરની અન્ય કોઈ ક્રિયા કરવી પડશે તોપણ તેની મમતાને મારવા કરીશ; પરંતુ શરીર પ્રત્યેનો સ્નેહ વથી જાય તેવું હું કાંઈ નહિ કરું, પ્રભુ ! મારો સંકલ્પ સફળ થાય તેવું બળ આપજો”
જિજ્ઞાસા : પૌષધ ઉચ્ચરતા પહેલા તો શરીર સત્કારનો ત્યાગ નથી હોતો
તો ત્યારે શ્રાવક સ્નાન કરી પછી પૌષધ ઉચ્ચરી શકે ?
Page #68
--------------------------------------------------------------------------
________________
પૌષધ લેવાનું સૂત્ર
પપ
તૃપ્તિઃ ના. કારણ કે, મૂળ માર્ગે પૌષધ સૂર્યોદય પૂર્વે જ લેવાનો હોય છે અને સ્નાન સૂર્યોદય પૂર્વે ન થઈ શકે અને વળી, સ્નાન કરતાં શરીરની મમતા તોડવાનું લક્ષ્ય જળવાતું નથી. સવારના સ્નાન કરવાથી દેહને પંપાળવાની વૃત્તિ પોષાય જ છે. માટે સ્નાન કરી પૌષધ ન લેવાય. વિંમર-પસદં સત્ર - (હું) સર્વથી બ્રહ્મચર્ય પૌષધ કરું છું.)
આહારસંજ્ઞાની જેમ અનાદિકાળથી જીવને વિષયોને ભોગવવાની ઇચ્છારૂપ મૈથુન સંજ્ઞા પણ વ્યથિત કરે છે. મુખ્યપણે મૈથુનની ઇચ્છા વિજાતીય સાથે ભોગ ભોગવવાની ઇચ્છારૂપ હોય છે. તેથી વ્યવહારનયથી વિજાતીય સાથે સંભોગના ત્યાગરૂપ બ્રહ્મચર્ય પૌષધ છે. જ્યારે નિશ્ચયનયથી તો કોઈપણ પર પદાર્થને ભોગવવાની ઇચ્છા મૈથુનસંજ્ઞારૂપ જ છે. તેથી નિશ્ચય નયના મતે તો પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ દોડતા મનને પાછું વાળી તેને આત્મભાવમાં સ્થિર કરવાના પ્રયત્નને બ્રહ્મચર્ય કહેવાય છે.
આ પૌષધનું પાલન કરતાં સાધકે એવા સંસ્કારો પાડવાના છે કે પૌષધ સિવાયના કાળમાં પણ વિષયો ભોગવવાની ઇચ્છા જ ન થાય. તે માટે તેને પૌષધ દરમ્યાન આત્મા માટે વિષયો કેટલા નુકશાનકારક છે તેનું સતત ચિંતન કરવું જોઈએ. આવા ચિંતનથી જ વિષયોના સંપૂર્ણ ત્યાગવાળું સંયમજીવન સુલભ બનશે અને તેને પાળવાનું સત્ત્વ પણ કેળવાશે.
જ્યાં શરીરને સજાવવાની વૃત્તિ કે પ્રવૃત્તિ હોય ત્યાં બ્રહ્મચર્યમાં કાંઈક ખામી છે. કારણ કે પ્રાય: કરીને શરીરને સજાવવાની વૃત્તિની પાછળ કોઈકના આકર્ષણનું કેન્દ્ર બનવાની ઇચ્છા કામ કરતી હોય છે. આવી ઇચ્છા લગભગ મૈથુનસંજ્ઞાનું ફળ હોય છે. આથી જ આ પૌષધનું નિર્દોષ પાલન કરવા શ્રાવકે પણ બ્રહ્મચર્યની નવા વાડોનું પાલન કરવાની સાથે શરીર સત્કારનો પણ ત્યાગ કરવો જોઈએ.
પૂર્વે જ્યારે સામાયિકની પ્રતિજ્ઞા વગર પણ પૌષધનો સ્વીકાર થતો હતો ત્યારે દિવસે જ મૈથુનનો ત્યાગ કરવો કે રાત્રિમાં એક યા બેથી વધારે વાર સ્ત્રી સેવનનો ત્યાગ કરવો; તેને દેશથી બ્રહ્મચર્ય પૌષધ કહેવાતો અને એક પૂર્ણ રાત્રિ-દિવસ સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું તેને સર્વથી બ્રહ્મચર્ય પૌષધ કહેવાતો અત્યારે તો સર્વથી જ બ્રહ્મચર્ય પૌષધ સ્વીકારાય છે.
બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ઉચ્ચરતા શ્રાવક સંકલ્પ કરે છે કે, 8. ત્રણ વર્યક્તિ ત ત્રીવે.બ્રહ્મચર્યની વિશેષ નોંધ માટે સૂત્ર સંવેદના ભાગ-૧ માં પંચિંદિય સૂત્ર તથા ભાગ-૪ માં વંદિતુ સૂત્રની ગાથા ૧૫ માં ચોથા વ્રતની સમજણ જોવી.
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૬
સૂત્ર સંવેદના-૬
‘હે ભગવંત ! હું આજના દિવક્સમાં મૈથુન ક્રિયાનો તો સર્વથા ત્યાગ કરું છું. વિજાતીય સાથેના સંબંધનો તો હું ત્યાગ કરીશ જ પણ સાથે સાથે કોઈપણ પ્રકારના વિષયોમાં મારું મન ન જાય તેવો પણ ખ્યાલ રાખવા પ્રયત્ન કરીશ. આજના દિવસે હું આપે બતાવેલી શુભ ક્રિયાઓમાં એવી રીતે પ્રવૃત્ત રહીશ કે મને વિષયોથી વિક્તિ અને આત્મભાવમાં તિ પ્રાપ્ત થાય.'
અવાવાર-પોસદું સત્વો - (હું) સર્વથી અવ્યાપાર પૌષધ (કરું છું.) અવ્યાપાર એટલે ન-વ્યાપાર, પરંતુ અહીં વ્યાપાર ન કરવો એટલે વ્યાપારનો સર્વથા ત્યાગ કરવો તેવો અર્થ નથી કરવાનો; પરંતુ અહીં વ્યાપાર ન કરવો એટલે કુત્સિત, ખરાબ, પાપ બંધાવે તેવા વ્યાપારના ત્યાગને દર્શાવવા માટે ‘ન' અવ્યય વપરાયો છે. તેથી અશુભ, હિંસામય કે પાપમય પ્રવૃત્તિના ત્યાગરૂપ જે પૌષધ તે ‘અવ્યાપાર પૌષધ.’
આત્માનું શુદ્ધ સ્વરૂપ બાહ્ય ક્રિયાથી સંપૂર્ણપણે મુક્ત અવસ્થારૂપ છે તેથી તેની પ્રાપ્તિના ઉપાયરૂપે જે પણ અનુષ્ઠાન કરાય તે અક્રિયભાવ પામવા કરવું જોઈએ. અનાદિકાળથી વ્યાપાર કરવા જ ટેવાયેલો સાધક એક ધડાકે સર્વથા ક્રિયાથી મુક્ત થઈ શકતો નથી. તેથી જ પરમાત્માએ તેને પ્રારંભમાં અશુભ ક્રિયાઓથી મુક્ત થઈ શુભ ક્રિયાઓને અપનાવવારૂપ પૌષધનો વિકલ્પ સૂચવ્યો છે. તેને સફળ કરવા સાધકે પૌષધ દરમ્યાન પોતાના લક્ષ્યને અનુરૂપ મનવચન-કાયાથી સંસારના સર્વ પાપમય વ્યવહારોને તજવા જોઈએ.
અવ્યાપાર પૌષધની પ્રતિજ્ઞાં કરતાં શ્રાવક સંકલ્પ કરે છે કે,
*આજના દિવસમાં હું મન-વચન-કાયાથી ૨૮ પૈકી કોઈપણ પાપ સેવાય તેવો વ્યવહાર નહીં કરું. મારી પ્રતિજ્ઞામાં કોઈ દોષ ન લાગે તે માટે હું સ્વજનો સાથે રાગાદિ ઉત્પન્ન થાય તેવી રીતે બોલીશ નહીં, ઘર કે ધંધા સંબંધી કોઈ વિચાર કરીશ નહીં, તે સંબંધી કોઈને કોઈ આદેશ આપીશ નહીં. આજે હું અત્યંત સાવચેત બની ધ્યાન રાખીશ કે સંસારની વૃદ્ધિ થાય તેવું કોઈ વર્તન મારાથી ન થાય.'
અવ્યાપાર પૌષધમાં અમુક = કોઈ એક અથવા વધારે કુવ્યાપારને તજવો
9. न व्यापारः अव्यापारः तन्निमित्तं पौषधः अव्यापारपौषधः .
Page #70
--------------------------------------------------------------------------
________________
પૌષધ લેવાનું સૂત્ર
તે દેશથી અવ્યાપાર પૌષધ છે તથા ખેતી, વ્યાપાર, ધંધો, નોકરી, ઘરના કામકાજ, ગાડી ચલાવવી, ટી.વી, રેડીયો ઇત્યાદિ સર્વ સાવદ્ય વ્યાપારોના ત્યાગનું પચ્ચક્ખાણ કરવું તેને સર્વથી કુવ્યાપાર વર્જન પૌષધ કહેવાય છે. ઘડવિદું-પોસહં તામિ - (હું) ચાર પ્રકારના પૌષધમાં સ્થિર થાઉં છું.
૫૭
ઉપર જણાવ્યા તે ચારે પ્રકારના પૌષધના ભાવમાં ૨હેવા હું પ્રયત્ન કરું છું. જેનો મેં ત્યાગ કર્યો છે તેવો કોઈ ભાવ મને સ્પર્શી ન જાય અને જેમાં રહેવાનો સંકલ્પ કર્યો છે તેમાં ક્યાંય પ્રમાદ ન થઈ જાય તે માટે હું સાવધ બનું છું.
પૌષધના પ્રકારો અને પ્રતિજ્ઞા જણાવ્યા બાદ હવે શ્રાવક તે પ્રતિજ્ઞા કેટલા સમય માટે લે છે તે જણાવે છે -
जाव दिवस (जावसेसदिवसरत्तं / जाव अहोरत्तं ) पज्जुवासामि દિવસ સુધી (રાત્રિ પર્યંત | અહોરાત્રિ સુધી = દિવસ અને રાત સુધી) હું પ્રતિજ્ઞાનું સેવન કરીશ.
-
પૌષધની પ્રતિજ્ઞા કર્યા પછી શ્રાવક તેની કાળ મર્યાદાનો સંકલ્પ કરતાં નક્કી કરે છે કે હું દિવસભર એટલે કે સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી અથવા આજના સૂર્યાસ્તથી આવતી કાલના સૂર્યોદય સુધી અથવા અહોરાત્ર માટે એટલે કે આજના સૂર્યોદયથી પ્રારંભી આવતીકાલના સૂર્યોદય સુધી હું પ્રતિજ્ઞાનું અખંડ પાલન કરીશ. હવે આ પ્રતિજ્ઞા કેટલા ભાંગાથી સ્વીકાર્ય છે તે જણાવે છે
दुविहं तिविहेणं, मणेणं, वायाए काएणं न करेमि, न कारवेमि મન, વચન અને કાયારૂપ ત્રણ પ્રકારના યોગથી હું બે પ્રકારે (આહાર, શરીરસત્કાર, અબ્રહ્મ અને પાપ વ્યાપાર) કરીશ નહીં અને કરાવીશ નહીં.
-
આટલા પદોનો વિસ્તૃત અર્થ સૂત્ર સંવેદના-૧ના કરેમિ ભંતે સૂત્રમાં જણાવેલો છે તેથી અત્રે તેનું પુનરાવર્તન કર્યું નથી. સામાન્યથી આનો અર્થ એટલો છે કે પાપ ક૨વાના મન વચન અને કાયારૂપ જે ત્રણ સાધનો છે તે સાધનોથી જેની પ્રતિજ્ઞા કરી છે તે વસ્તુઓનું સેવન કરીશ નહીં અને અન્ય પાસે કરાવીશ નહીં. શ્રાવકને અનુમોદનાનું` પચ્ચક્ખાણ હોતું નથી.
तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि - હે ભગવન્ત ! તેનું એટલે કે અત્યાર સુધીના ભૂતકાળમાં જે આહાર, શરીરસત્કાર, 10. આની વિશેષ સમજણ માટે વંદિત્તુ સૂત્ર ગાથા-૩ની પાદનોંધ ૩ તથા કરેમિ ભંતે સૂત્ર જોવું.
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
સૂત્ર સંવેદના-૬
મૈથુન, કુવ્યાપારનું સેવન કર્યું હતું તેનું હું પ્રતિક્રમણ કરું છું. તેની નિંદા અને ગર્તા કરું છું અને તે પાપ વ્યાપાર કરનારા મારા આત્મપર્યાયનો ત્યાગ કરું છું.
આ સૂત્રની શરૂઆતમાં શ્રાવકે ગુરુભગવંતને સંબોધીને સંકલ્પ કર્યો હતો કે હું આજના દિવસ-રાત્રિ માટે પૌષધનો સ્વીકાર કરું છું. હવે સૂત્રના અંતમાં પુન: ગુરુભગવંતને સંબોધીને ભૂતકાળના પાપથી પાછા ફરવાનું અને વર્તમાનમાં વિભાવમાં જઈ પાપ કરવામાં પ્રવૃત્ત થનાર આત્મ પર્યાયનો ત્યાગ કરવાનું નિવેદન કરાય છે.
ગુરુભગવંતના પવિત્ર મુખે આ સૂત્રનું શ્રવણ કરતાં કે સ્વયં તેનું ઉચ્ચારણ કરતા સાધકે વિચારવું જોઈએ કે,
આજનો દિવસ કેવો ઘન્ય છે કે, આજે હું સંપૂર્ણ દિવસ નિષ્પાય જીવન જીવી શકીશ. આહારાદિ સંજ્ઞાઓને તોડવા યત્ન કરી હું મારી બહિમુર્ખતાનો ત્યાગ કરી અંતર્મુખ બની શકીશ. શરીર સત્કારનો ત્યાગ કરી હું શરીર પ્રત્યે નિ:સ્પૃહ થવા યત્ન કરી શકીશ, અબ્રહ્મનો ત્યાગ કરી, હું બ્રહ્મસ્વરૂપમાં લીન થવા મહેનત કરીશ. સંસારના સર્વ વ્યાપારનો ત્યાગ કરી, આત્મસાઘક સ્વાધ્યાય આદિ અનુષ્ઠાનને અપ્રમત્તભાવે આરાધી શકીશ. તે દ્વારા મારી જાતનું હું નિરીક્ષણ કરીશ. કયા કષાયનું મારા આત્મા ઉપર વર્ચસ્વ છે તે વિચારીશ.
હે નાથ ! મારી ભાવના છે કે આજે મારા ચિત્તમાં કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ માટે ફરિયાદ ન હોવી જોઈએ, કોઈ પાપપ્રવૃત્તિ કરવાની ઇચ્છા ન રહેવી જોઈએ, મારા મનમાં કોઈ પ્રત્યે દ્વેષ કે ગુસ્સો તો ન જ હોવો જોઈએ, પણ ક્યાંય રાગ કે રતિ પણ ન રહેવા જોઈએ, આપ એવી કૃપા વરસાવજો, હે પ્રભુ ! મને એવું બળ દેજો કે જેથી હું આજે મારા સુખશીલીયા સ્વભાવને છોડી દરેક જીવો પ્રત્યે કરુણા ઘારણ કરી જયા પ્રઘાન જીવન જીવું.
હે પરમકૃપાળુ ! જો આપે આવું સુંદર અનુષ્ઠાન ન બતાવ્યું હોત તો સંયમ જીવનમાં સુખ છે, આહાણાદિ વિના ય આત્માનો આનંદ માણી શકાય છે તેનો મને ખ્યાલ પણ ન આવત. વિભો ! આપનો મોટો ઉપકાર છે કે મને પૌષઘનો આ માર્ગ બતાવ્યું. હવે આપ જ એવું સત્ત્વ પ્રગટાવો કે હું એનું અણીશુદ્ધ પાલન કરી શકું”
Page #72
--------------------------------------------------------------------------
________________
મન્નત જિહાણ-સઝાય”
સૂત્ર પરિચય :
સિદ્ધાંતનાં રહસ્યો સૌ કોઈ સારી રીતે સમજી શકે તે માટે મહાપુરુષોએ વિવિધ વિષયોના વર્ણનવાળી; સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અનેક સક્ઝાયો રચી છે. આવી જ એક સક્ઝાય એટલે આ “મન્નત જિણાણં સૂત્ર.” તેમાં શ્રાવકનાં કૃત્યોનું સચોટ વર્ણન કરેલું છે, તેથી તેનું બીજું નામ “સ-
નિશ્વ-વિશ્વે-સજ્જારો’ અર્થાત્ ‘શ્રાવેશ-નિત્ય-કૃત્ય-સ્વાધ્યાય' છે. 'જિનવચનાનુસાર મોક્ષમાર્ગની સાધના કરતાં સાધકો મુખ્યપણે ત્રણ વિભાગમાં વહેંચાયેલાં છે. તેમાં શ્રાવકપણાની ભૂમિકા દ્વિતીય સ્થાને આવે છે. આ શ્રાવકો વિવિધ રુચિ અને પરિણતિ ધરાવતાં હોય છે. છતાં દરેક પોતપોતાની રુચિ અનુસાર આરાધના કરી, મોક્ષમાર્ગને સાધી શકે તે માટે સઝાયકારે આગમ ગ્રંથોનું પરિશીલન કરી શ્રાવકનાં મુખ્ય ૩૯ કર્તવ્યો આ સક્ઝાયમાં વર્ણવ્યાં છે. તેમાંનાં કેટલાંક કૃત્યો પ્રતિક્ષણ હૃદયમાં ધારણ કરવાં જેવાં છે, જ્યારે કેટલાંક કાર્યો 1. પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજો સંવેગ પાખીજી; એ ત્રણે શિવ મારગ કહીએ, જિહાં છે પ્રવચન સાખીજી ll૮૧||
" - મહામહોપાધ્યાયજીકૃત સવાસો ગાથાનું સ્તવન 2. પ્રતિક્ષણ હદયમાં રાખવા જેવાં કૃત્યો ઃ (૧) જિનની આજ્ઞા માનવી, (૨) મિથ્યાત્વનો ત્યાગ
કરવો, (૩) સમ્યક્ત્વનો સ્વીકાર, (૧૭) પરોપકાર, (૧૮) જયણા, (૨૩) વ્યવહારની શુદ્ધિ, (૨૯) ઉપશમ, (૨૭) વિવેક, (૨૮) સંવર, (૨૯) ભાષાસમિતિ, (૩૦) છ જીવની - કરુણા, (૩૨) ઇન્દ્રિયોનું દમન, (૩૪) સંઘ ઉપર બહુમાન.
Page #73
--------------------------------------------------------------------------
________________
GO
સૂત્ર સંવેદના-૬
દિવસમાં ઓછામાં ઓછા એકવાર કરવા જેવાં છે, તો કેટલાંક વર્ષમાં કમ સે કમ એકવાર તો કરવાં જ જોઈએ તેવાં છે.
આ એક એક કૃત્ય ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરવામાં આવે તો સક્ઝાયકારની સૂઝ ઉપર હૈયું ઓવારી જાય તેમ છે. તેમણે કેટલાંક કર્તવ્યો શ્રાવકની વૃત્તિમાં પરિવર્તન લાવવા દર્શાવ્યા છે, તો કેટલાંક કૃત્યો પ્રવૃત્તિમાં પરિવર્તન લાવવા દર્શાવ્યાં છે, લગભગ દરેક કૃત્યો દ્વારા તેમણે સ્વહિતની સાથે સાથે પરહિત પણ સાંકળી લીધું છે. વળી, કળાના રસને પોષી સ્વ-પરના મનને વિકૃત કરી જે ક્લિષ્ટ કર્મો બાંધ્યાં હોય, તેનાથી છૂટવા તેઓશ્રીએ કળાઓને ભક્તિ માર્ગે વાળી તેના દ્વારા સ્વ-પરના વૈરાગ્ય આદિ ગુણોની વૃદ્ધિ કરવાની સમજણ પણ આપી છે. આ સર્વેમાં કોઈક કૃત્યો ધનની મૂચ્છ ઉતારવાના ઔષધરૂપે દર્શાવ્યાં છે, તો કોઈક કૃત્યો ઇન્દ્રિયોના તોફાનોને નિયંત્રિત કરવાના સચોટ ઉપાયરૂપ વર્ણવ્યાં છે.
સ્વચ્છંદતાપૂર્વક વર્તતાં મન, વચન, કાયાના યોગે જ આ આખા સંસારનું સર્જન થયું છે, તેનું વિસર્જન કરવા માટે શ્રાવકે આ ત્રણે યોગોને કયાં જોડવા ? કઈ વૃત્તિ કે પ્રવૃત્તિમાં સામેલ કરવાં ? તેનું સચોટ અને સુંદર માર્ગદર્શન આ નાનકડી સઝાયમાંથી મળે છે. શ્રાવકનાં ૩૩ કર્તવ્યો:
છત્રીસ કૃત્યોની વિગતવાર વિચારણા કરીએ તો સ્પષ્ટ સમજાય તેવું છે કે, અજ્ઞાનમાં અથડાતા જીવોની એક કુટેવ હોય છે કે, સ્વેચ્છાએ વિહરવું અથવા પોતાને જેના પ્રત્યે પ્રેમ હોય તેની ઈચ્છાનુસાર વર્તવું. આ કુટેવને દૂર કરવા સૂત્રકારે સૌથી પહેલું કાર્ય જણાવ્યું, ‘તમે જિનની આજ્ઞા માનો.”
ગાઢ મિથ્યાત્વના કાળમાં જીવ ક્યારેય જિન કે જિનની આજ્ઞાને સમજી પણ શકતો નથી તો પાળી તો કેવી રીતે શકે ? માટે બીજું કૃત્ય દર્શાવ્યું, ‘
મિથ્યાત્વનો ત્યાગ કરો.”
રોજ કરવાના કૃત્યોઃ (૪ થી ૯) છ આવશ્યક, (૧૧) દાન, (૧૨) શીલ, (૧૩) તપ, (૧૪) ભાવ, (૧૫) સ્વાધ્યાય, (૧૭) નમસ્કાર, (૧૯) જિનપૂજા, (૨૦) જિનસ્તુતિ, (૨૧) ગુરુ સ્તુતિ, (૨૨) સાધર્મિક વાત્સલ્ય (૩૧) ધાર્મિકજનનો સંસર્ગ, (૩૩) ચારિત્રનો પરિણામ, (૩૫) પુસ્તક લેખન. ક્યારેક કરવા જેવા કે વાર્ષિક કર્તવ્યો: (૧૦) પર્વતિથિએ પૌષધ કરવો (૨૪) રથયાત્રા (૨૫) તીર્થયાત્રા, (૩૯) તીર્થપ્રભાવના.
Page #74
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
સમ્યગ્દર્શનરૂપી શ્રેષ્ઠ દીપકના પ્રકાશ વિના અંતરના ઊંડાણમાં પડેલી મિથ્યા માન્યતાઓ અને મિથ્યા ભ્રમણાઓ ઓળખાતી નથી. અને તેની ઓળખ વિના, ભવભ્રમણના કારણભૂત મિથ્યાત્વ નામનો આત્માનો દોષ નાબૂદ પણ થતો નથી. તેથી શ્રાવકો માટે ત્રીજું કર્તવ્ય દર્શાવ્યું ‘સમ્યગ્દર્શનને ધારણ કરો’.
૭૧
આ સમ્યગદર્શનરૂપ ગુણ પ્રાપ્ત કરવો પણ કઠિન છે અને પ્રાપ્ત થયા પછી ટકાવવો તો તેથીય કઠિન છે. અપ્રાપ્ત આ ગુણને પામવા અને પામેલાને વધુ નિર્મળ કરવા સામાયિકાદિ છ આવશ્યક કર્તવ્યો ક૨વાની શ્રાવકને સતત જરૂર છે. આથી ત્યારપછી સામાયિકાદિ ‘છ આવશ્યકમાં પ્રતિદિવસ ઉદ્યમશીલ રહો' તેમ જણાવ્યું છે.
સંયમની તીવ્ર અભિલાષા જેને છે. તે જ સાચા અર્થમાં શ્રાવક છે. સંયમની ભાવનાને વધુ જ્વલંત બનાવવા જ દેશમું કર્તવ્ય અષ્ટમી, ચતુર્દશી આદિ ‘પર્વ તિથિમાં પૌષધ કરો' તેમ વર્ણવ્યું છે.
આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાની કનડગત જીવને જન્મજાત હોય છે. આ ચારે સંજ્ઞાને નાથવા દાનાદિ ચાર ધર્મોનું પાલન કરવા જણાવ્યું છે. દાનધર્મથી પરિગ્રહ સંજ્ઞા ઉ૫૨, શીલધર્મથી મૈથુન સંજ્ઞા ઉપર, તપધર્મથી આહાર સંજ્ઞા ઉપર અને ભાવધર્મથી ભય સંજ્ઞા ઉપર જીત મેળવી શકાય છે.
સર્વ ધર્મનું આધારસ્થાન શાસ્ત્રજ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન પાંચ પ્રકારના સ્વાધ્યાયથી પ્રાપ્ત થાય છે માટે પંદરમાં કૃત્ય તરીકે ‘સ્વાધ્યાય' નો નિર્દેશ કર્યો છે.
સ્વાધ્યાય માટેનું સર્વ શ્રેષ્ઠ સૂત્ર નવકારમંત્ર છે. ચૌદપૂર્વના મહાજ્ઞાની હોય કે, સામાન્ય જીવો હોય, સર્વ પણ અંતિમ સમયે મહાપ્રભાવક અને મંગળકારી એવા આ મંત્રનું સ્મરણ કરી સમાધિમરણને પામે છે. આથી ‘નવકાર મંત્રનો તમે વિધિવત્ જાપ કરો.’ તેમ કહી શ્રાવકને પોતાના સોળમાં કર્તવ્યનું સ્મરણ કરાવ્યું છે.
‘સ્વાર્થવૃત્તિ’ આત્માની બરબાદી કરે છે. તો પરાર્થવૃત્તિ આત્માની આબાદી કરે છે. મલિન એવી સ્વાર્થવૃત્તિથી મુક્ત થવા જ સજ્ઝાયકારે સત્તરમું કર્તવ્ય ‘પરોપકાર’ દર્શાવ્યું છે.
સાચો પરોપકાર પણ ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવમાત્ર પોતાના સમાન લાગે. તેથી મારાથી એક પણ જીવને પીડા ન થાય તેની સાવધાનીપૂર્વક ‘આત્મવત્ સર્વભૂતેષુ' ની ભાવનાને જાગૃત રાખવા શ્રાવકે સર્વ કાર્ય કરતાં ‘જયણા’નો ભાવ સદા હૃદયમાં રાખવાનો છે. આ જ કારણથી શ્રાવકનું અઢારમું કર્તવ્ય ‘જયણા' જણાવ્યું છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
પરોપકાર ગુણને પ્રગટાવવા, તેને દઢ કરવા, તેની વૃદ્ધિ કરવા કે તેની પરાકાષ્ઠાએ પહોંચવા માટે જગત ઉપર સૌથી મોટો ઉપકાર કરનાર અનંતગુણના નિધાન એવા શ્રી અરિહંત પરમાત્માની ત્રિકાળ પૂજા કરવાનું ઓગણીસમું કર્તવ્ય અને તેમના ગુણોની સ્તવના કરવાનું વીસમું કર્તવ્ય દર્શાવ્યું છે. આ બે કર્તવ્ય ગુણવાનના ગુણો પ્રત્યે આદર પ્રગટાવવામાં સહાયક બની ગુણપ્રાપ્તિની દિશામાં આગળ વધારે છે.
ફર
અરિહંતની ઓળખ આપવાનું મહાન કાર્ય વર્તમાનમાં સદ્ગુરુ ભગવંતો કરે છે, માટે ગુરુભગવંતના ઉપકારોનું સ્મરણ કરવા ‘ગુરુગુણસ્તુતિ’ નામનું એકવીસમું કૃત્ય વર્ણવ્યું છે.
સમજુ શ્રાવકોને પણ સ્નેહી-સ્વજનનો રાગ પરેશાન. કરે છે. તેનાથી બચવા સજ્ઝાયકારે ‘સાધર્મિકવાત્સલ્ય’ નામનું બાવીસમું કર્તવ્ય જણાવી રાગની દિશા અને દશા બદલાવી સર્વ દુ:ખના મૂળ સમાન રાગથી મુક્ત થવાનો ઉપાય દર્શાવ્યો છે.
પરિગ્રહધારી શ્રાવકને અનેક લોકો સાથે આપ-લેના વ્યવહારો કરવાના થતા હોય છે. તેમાં જો શ્રાવક શુદ્ધિ જાળવે તો તે પ્રીતિપાત્ર બની ઘણાને ધર્માભિમુખ બનાવી શકે છે અને જો વ્યવહારમાં ગડબડ કરે તો તેના કારણે અનેક લોકોને ધર્મપ્રત્યે દ્વેષ ભાવ ઉત્પન્ન થવાનું નિમિત્ત આપી પોતે દુર્લભ બોધિ બની જાય. આવું ન થાય તે માટે ત્રેવીસમું ‘વ્યવહારશુદ્ધિ’ નામનું કર્તવ્ય જણાવ્યું છે.
માનવીનું મન ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવને ઉજવવા તે પોતાના તન, મન અને ધનનો દુર્વ્યય કરી ઘણાં પાપકર્મ બાંધે છે. આ પાપકર્મને પુણ્યકર્મમાં રૂપાંતર ક૨વા અને અનેકને બોધિની પ્રાપ્તિ કરાવવા ચોવીસમું ‘રથયાત્રા’ નામનું કૃત્ય વર્ણવ્યું છે.
અનંતકાળની સંસારયાત્રાનો અંત આણવા અને હ૨વા-ફરવાની ખોટી ઇચ્છાઓને નાથવા ‘તીર્થયાત્રા' નામનું પચ્ચીસમું કર્તવ્ય જણાવ્યું છે. તે દ્વારા શ્રાવકને સંસારસાગર તરવાનો ઉત્તમ માર્ગ દર્શાવ્યો છે.
ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ ધર્મના આધારસ્તંભ છે. તેના ઉપર જ અનેક અનુષ્ઠાનની ઇમારતો ચણાય છે. માટે છવ્વીસ, સત્યાવીસ અને અઠ્યાવીસમા કાર્ય તરીકે ‘ઉપશમ-વિવેક-સંવર'ને સ્થાન આપવામાં આવ્યું છે. શસ્ત્રથી પડેલા ઘા હજુ રૂઝાઈ શકે છે; પરંતુ વાણીના ઘા હૃદયવેધક બની
Page #76
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
અનેકનાં દુઃખનું કારણ બની જાય છે. આવી દ્રવ્ય-ભાવહિંસાથી બચવા શ્રાવક માટે ‘ભાષાસમિતિ’ નામનું ઓગણત્રીસમું કર્તવ્ય વર્ણવ્યું છે.
૬૩
શ્રાવકનું જીવન જ એવું છે કે, તેમાં ઇચ્છવા છતાં પણ સ્થાવરજીવોની જીવહિંસા રોકી શકાતી નથી. તોપણ જીવો પ્રત્યે દયાભાવને જાળવી રાખવા જ ‘છ જીવ કરુણા’ નામનું ત્રીસમું કૃત્ય દર્શાવ્યું છે.
નિ:સંગી બનવાની ઇચ્છાવાળો શ્રાવક પણ જ્યાં સુધી સંગ વિના ચલાવી ન શકે ત્યાં સુધી કુસંગથી તેનું અહિત ન થાય તે માટે તેને ‘ધાર્મિકજનનો સંસર્ગ કરવાની' સોનેરી સલાહ એકત્રીસમા કૃત્ય તરીકે આપવામાં આવી છે.
ઇન્દ્રિયોને બહેકાવે તેવાં અનેક નિમિત્તો શ્રાવકને પ્રાપ્ત થાય છે. આ નિમિત્તોને આધીન બની ક્યારે પણ શ્રાવક પોતાનાં ધર્મની કે કુળની મર્યાદા ચૂકી ન જાય તે માટે પ્રથમથી જ ઇન્દ્રિયોને અંકુશમાં રાખવા ‘કરણદમો’ નામનું બત્રીસમું કર્તવ્ય જણાવ્યું છે.
સંસારનાં કાર્યો કરતાં ચારિત્રનો ભાવ ક્યારેક નબળો પડવા સંભવ છે. આ ભાવ નબળો તો ન પડે; પરંતુ વધુ તીવ્ર બને તે માટે ‘ઉત્તમ સંયમજીવન મને ક્યારે મળશે' એવી ભાવના ભાવવારૂપ તેત્રીસમું કૃત્ય ‘ચરણપરિણામ' નામનું જણાવ્યું છે.
દુનિયાના રંગે રંગાઈને શ્રાવક નામના, કીર્તિ આદિ પાછળ ઘેલો ન બને અને તેનો ગુણવાનો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે તે માટે ચતુર્વિધ શ્રીસંઘ પ્રત્યે અતિ આદર, બહુમાન ધારણ કરવો જરૂરી છે, માટે ચોત્રીસમું કાર્ય ‘સંઘ ઉપર બહુમાન' નામનું જણાવ્યું છે.
મળેલી શક્તિ, સંપત્તિ અને બુદ્ધિના સદ્નય માટે તથા પ્રવચનની પરંપરા અવિચ્છિન્ન જળવાઈ રહે તે માટે પાંત્રીસમું કર્તવ્ય ‘પુસ્તકલેખન’ નામનું વર્ણવ્યું છે.
જે તીર્થના પ્રભાવથી અનંત આત્માઓ તરી ગયા છે, તે તીર્થની પ્રભાવના થાય, તેની જયપતાકા દિગંતમાં લહેરાય, અને અનેક લોકો આ તીર્થ તરફ આકર્ષાય, આ હેતુથી ‘તીર્થપ્રભાવના' નામનું અંતિમ અને શ્રેષ્ઠ કૃત્ય જણાવ્યું છે.
આ રીતે શ્રાવકોનાં ૩૬ કર્તવ્યો જણાવ્યાં પછી સજ્ઝાયકારે ખાસ જણાવ્યું છે કે, ‘આ દરેક કર્તવ્ય કઈ રીતે કરવાં, તેમાં કઈ વિધિ જાળવવી અને દરેક કાર્યનું
Page #77
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૭
લક્ષ્ય સાથે કઈ રીતે જોડાણ કરવું વગેરે સર્વ વિગતો સદ્ગુરુ પાસેથી જાણીને ગુરુ ભગવંત જે પ્રકારે જે ભાવથી ક૨વાનું કહે તેમ જ જો આ કર્તવ્યો થાય તો જરૂર તમારું આત્મહિત સાધી શકાય.' એમ કહેવા દ્વારા તેમણે સર્વ કાર્યો સદ્ગુરુને પરતંત્ર રહી, તેમના માર્ગદર્શન અને આજ્ઞાનુસાર જ કરવાનાં છે, પણ સ્વતંત્ર રીતે કરવાનાં નથી તેમ સ્પષ્ટ જણાવી દીધું છે.
૭૪
પાઠાન્તર સંબંધી :
આ સૂત્રનાં કેટલાંક સ્થાનો માટે શુદ્ધ પાઠ નક્કી કરવો મુશ્કેલ હતો. પહેલી
ગાથાનો પ્રચલિત પાઠ છે :
मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मतं ।
ઈન્વિદ - આવામિ, સન્મુત્તો હોફ પવિવર્સ ।।।।
તેમાં જો મન્નદ્દ પાઠ સાચો હોય તો પાછળ લગ્નુત્તો ોફ પાઠ યોગ્ય ન કહેવાય. કેમ કે, મન્નદ્દ નું સંસ્કૃત થાય મન્યધ્વમ્ તેથી આજ્ઞાર્થ પ્રયોગાનુસાર તેનો અર્થ થાય ‘તમે માનો’; અને કન્નુત્તો દોફ નું સંસ્કૃત થાય થતો મતિ તેનો અર્થ થાય ‘ઉઘમવંત છે.’ તેથી એટલું તો સ્પષ્ટ હતું કે, પ્રચલિત પાઠમાં કાં તો મન્નહ, પરિત્તરહ, ઘર૬ નો આજ્ઞાર્થ પાઠ અશુદ્ધ હોવો જોઈએ કાં તો અન્નુત્તો તોફ નો વર્તમાન પ્રયોગ અશુદ્ધ હોવો જોઈએ.
કાળની એક વાક્યતા જાળવી પૂર્વાપર સંગતિ કરવી હોય તો મન્નરૂ આદિ અને કન્નુત્તો સ્રોફ પાઠ હોવો જોઈએ અને કાં તો મન્ન અને ગુખ્તુન્નો હોદ્દ પાઠ હોવો જોઈએ.
આ વિષયમાં ૫. પૂ. જંબૂવિજય મ.સા.એ તેમના દ્વારા સંપાદિત યોગશાસ્ત્ર, પ્રતની પ્રસ્તાવનામાં પાદ નોંધ તરીકે સુંદર ખુલાસો આપ્યો છે, તેમણે જણાવ્યું છે કે, પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિવિરચિત સંબોધપ્રકરણમાં શ્રાવકધર્મ અધિકારમાં આ ગાથાઓ મળે છે અને ત્યાં પાઠ છે :
मन्नइ जिणाणमाणं, मिच्छं परिहरइ धरइ सम्मत्तं ।
ઈન્વિટ્ઠ-આવામિ, ઉન્મુત્તો હોફ પવિવર્સ ।।।।
આ પાઠથી પૂર્વાપરની સંગતિ ચોક્કસ થતી હતી, તેથી મને પણ તે મુજબ પાઠ
Page #78
--------------------------------------------------------------------------
________________
'भन्नह भिगाएं - सभ्याय'
શુદ્ધ કરવો યોગ્ય લાગ્યો. છતાં જ્યારે શ્રી રાજમાણિક્યસૂરિકૃત આ સજ્ઝાયની એક પ્રાચીન ટીકા અને તેની હસ્તપ્રતો જોઈ તો મન્નદ અને મન્યધ્વમ્ પાઠ મળ્યા तेथी अंते 'मन्नह' नो प्रयसित पाठ तेम ४ रहेवा दीघो छे भने उज्जुत्तो होइ ना બદલે પ્રબોધટીકાકારની જેમ ઉન્નુત્તા હોદ્દ કરી સર્વ કર્તવ્યનું વિવેચન કરતાં આજ્ઞાર્થ પ્રમાણે અર્થ કર્યો છે. આ વિષયમાં વિચાર-વિમર્શ કરી જે યોગ્ય લાગે તે જણાવવા વિશેષજ્ઞોને મારી નમ્ર વિનંતી છે.
આ સૂત્રનો ઉપયોગ શ્રાવકો માંગલિક પ્રતિક્રમણ કરતાં સજ્ઝાયના સ્થાને हुरे छे.
भूण सूत्र :
मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मत्तं । छव्विह- आवस्सयम्मि, उज्जुत्ता होह* पइदिवसं ॥ १ ॥
पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अ भावो अ ।
सज्झाय-नमुक्कारो, परोवयारो अ जयणा अ ।।२।।
•
जिण-पूआ जिण थुणणं, गुरु-थुअ साहम्मिआण वच्छलं । ववहारस्स य सुद्धी, रह- जत्ता तित्थ - जत्ता य । ॥३॥
उवसम-विवेग-संवर, भासा समिई छज्जीव- करुणा य ।
धम्मिअ-जण - संसग्गो, करण-दमो चरण - परिणामो ||४ |
B
संघोवरि बहुमाणो, पुत्थय - लिहणं पभावणा तित्थे । सड्डाण किमेअं, निच्चं सुगुरुवएसेणं ।। ५ ।।
* प्रयसित पाठ 'उज्जुत्तो होड़ '
પ
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉક
સૂત્ર સંવેદના-૬
ગાથા:
मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मत्तं । छब्बिह-आवस्सयम्मि, उज्जुत्ता होह पइदिवसं ।।१।। અન્વય સહિત સંસ્કૃત છાયા : जिनानाम् आज्ञां मन्यध्वं, मिथ्यात्वं परिहरत, सम्यक्त्वं धरतः ।
षड्विधावश्यके प्रतिदिवसं उद्युक्ता भवत ।।१।। ગાથાર્થ :
જિનેશ્વરોની આજ્ઞા માનો, મિથ્યાત્વ પરિહરો, સમ્યક્ત્વ ધારણ કરો, છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિન પ્રવૃત્ત રહો. વિશેષાર્થ :
ધર્મનું મૂળ જિનવચન છે. તેથી હિતેચ્છુ સઝાયકાર સૌ પ્રથમ શ્રાવકોને જિનાજ્ઞા સ્વરૂપ જિનવચનને માનવાની પ્રેરણા કરે છે. ' છે. મનદ નિમા - જિનેશ્વર પરમાત્માની આજ્ઞા માનો.
રાગાદિ શત્રુઓને જીતી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, જેમણે સ્વયં આત્માનું અનંતુ સુખ પ્રાપ્ત કર્યું છે, જેઓશ્રીએ અનંતા આત્માઓને તે પારમાર્થિક સુખ પામવાનો માર્ગ બતાવ્યો છે, તેમને જિનેશ્વર પરમાત્મા કહેવાય છે અને તેઓનાં વચનને જિનેશ્વરની આજ્ઞા કહેવાય છે.
જિનવચનસ્વરૂપ આ જિનાજ્ઞા જગતના સર્વ પદાર્થોનો વાસ્તવિક બોધ કરાવે છે. આ વિશ્વનું સ્વરૂપ કેવું છે, તેમાં કેટલા પદાર્થો છે, તે સર્વેનો સ્વભાવ કેવો છે, જીવો કેટલા અને કેવા પ્રકારના છે વગેરે સર્વ બાબતોનું આત્મા માટે હિતકર બને તેવું વર્ણન જિનવચનના સંગ્રહભૂત જૈનશાસ્ત્રોમાં જોવા મળે છે. 1. આજ્ઞા શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે. 'आ - सामस्त्येनानन्तधर्मविशिष्टतया ज्ञायन्ते अवबुध्यन्ते जीवादयः पदार्था येन सा आज्ञा' એટલે સમસ્તપણે અનંત ધર્મોની વિશિષ્ટતાપૂર્વક જીવાદિ પદાર્થો જેના વડે જણાય, તે આજ્ઞા છે અર્થાત્ જીનેશ્વર ભગવંતે પ્રરૂપેલા વિધિ-નિષેધસ્વરૂપ માર્ગને જણાવતા શાસ્ત્રો-શાસ્ત્રના એક-એક વચનો તે ભગવાનની આજ્ઞા છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
“મન્નત જિણાણું-સજ્જાય'
જીવનું વાસ્તવિક સ્વરૂપ આનંદમય છે. આવા સુખમય સ્વરૂપવાળો જીવ પણ વર્તમાનમાં દુ:ખી કેમ છે ? તેનાં દુઃખનાં કારણો ક્યા છે ? આ કારણોને દૂર કરવાનો ઉપાય શું છે ? તેનું સચોટ માર્ગદર્શન જિનવચન આપે છે. તેથી પરમ સુખ પામવાનો કે આત્માના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવાનો એક માત્ર ઉપાય જિનાજ્ઞા છે.
ભૂતકાળમાં નિત્ય જિનાજ્ઞાપૂર્વક ચાલનારા અનંતા જીવો સુખી થયા છે અને તેની ઉપેક્ષા કરનારા અનંત દુ:ખી થયા છે. જિનાજ્ઞાની આવી ઉપકારિતાને વર્ણવતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વીતરાગસ્તોત્રમાં ધર્મનો સાર જણાવતાં કહ્યું છે કે; આજ્ઞાની આરાધનાથી શિવસુખની પ્રાપ્તિ થાય છે અને આજ્ઞાની વિરાધનાથી સંસારનાં અનેક દુઃખો પ્રાપ્ત થાય છે. આથી જ વીતરાગ સર્વજ્ઞની આજ્ઞાનુસાર એક નાનું પણ અનુષ્ઠાન કરવામાં આવે તો તે મહાન ફળદાયક નીવડે છે અને આજ્ઞાની વિરાધના કરી કરેલું મોટું અનુષ્ઠાન પણ ફળદાયક બનતું નથી.
આજ્ઞાની આરાધનાપૂર્વક નિત્ય નવકારશી કરનારા કુરગડુ મુનિ કેવળજ્ઞાન પામી શક્યા. આજ્ઞા પ્રત્યેના બહુમાનથી માત્ર એક દિવસનું ચારિત્ર પાળનાર પુંડરીક મુનિ સંસારનો ઉચ્છેદ કરી છેક મોક્ષ સુધી પહોંચી શક્યા. તો વળી, આજ્ઞાની ઉપેક્ષા કરી માસક્ષમણના પારણે માસક્ષમણ કરનારા કૂલવાલક મુનિ સંસારના ફેરા ફરતા રહ્યા.
તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, ચારિત્ર વગેરે સર્વે અનુષ્ઠાનો આજ્ઞાનુસાર કરવામાં આવે તો જ મોક્ષ આપવા સમર્થ બને છે, તેથી જ સાધકે પ્રત્યેક કાર્ય આજ્ઞાનુસાર કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ક્યાંય આજ્ઞાની ઉપેક્ષા ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ.
સર્વ અનુષ્ઠાન કરતાં કે જીવનની પ્રત્યેક પળ પર જિનાજ્ઞાનું નિયંત્રણ રહે, જિનાજ્ઞા જ મન-વચન-કાયાની સર્વ પ્રવૃત્તિઓનું સંચાલન કરે તે માટે સાધનાનો પ્રારંભ કરતાં પહેલા ચિત્તમાં આજ્ઞાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે. તે માટે સૂરિપુરંદર આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સતત પ્રયત્નપૂર્વક આજ્ઞાની હિતકારિતા, તેની કુશળતા, વ્યાપકતા
2
નાજ્ઞાઈડરદ્ધા વરદ્ધા ૨ શિવાય ર મવાય રે !
- વીતરાગસ્તોત્ર ૧૯-૪
Page #81
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના
આદિનું ધ્યાન કરવા જણાવ્યું છે. આ રીતે આજ્ઞાની ઉપાદેયતાથી ચિત્ત વાસિત બનશે તો દરેક અનુષ્ઠાન કરતાં આજ્ઞા પ્રમાણે વર્તવાનું ધ્યાન રહેશે.
સાધનાક્ષેત્રમાં જિનાજ્ઞાના આવા મહત્ત્વને લક્ષમાં રાખી કરુણાસભર સક્ઝાયકાર મહર્ષિ હિતેચ્છુ શ્રાવકોને જણાવે છે કે, “હે શ્રાવકો ! તમારે સુખી થવું હોય તો સૌ પ્રથમ તમે જિનાજ્ઞાને અનુસરો. તેના ઉપર બહુમાન ભાવ ધારણ કરો. જિનાજ્ઞાને તમારા હૃદયનું આભૂષણ બનાવો. ભાલનું તિલક બનાવો. કાનનું કુંડળ બનાવો. જિનાજ્ઞાથી વિપરીત લોકોની વાત પર ધ્યાન ન આપો, તેમની સલાહ લેવાનું બંધ કરી દો, તમારું મન જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું કહે તો તે ન સાંભળો.
તમારે કાંઈ પણ કરવું હોય તો તે અંગે સૌ પ્રથમ તમારી ભૂમિકાનો વિચાર કરો. આ ભૂમિકામાં મારા પ્રભુની આજ્ઞા મુજબ મારે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તે વિચારો. પ્રભુએ જે કરવાની “ના” કહી છે તેમાનું છું કેટલું છોડી શકું છું અને જે કરવાનું કહ્યું છે તેમાનું છું કેટલું કરું છું તેનું ચિંતન કરો. પ્રભુની આજ્ઞા પ્રત્યે મારી શ્રદ્ધા કેટલી છે ? મારું કોઈ કથન તેમના વચનથી વિપરીત તો નથી ને ? શાસ્ત્રમાં તે કાર્ય માટેના વિધિ-વિધાનો શું છે અને તે કાર્ય કરતાં શેનાથી સાવધ રહેવા જણાવ્યું છે તે સર્વ બાબતો પર પૂરતું ધ્યાન આપો !
આજ સુધીના તમારા અનુભવથી હવે તો તમને સ્વયં સ્પષ્ટ થઈ ગયું હશે કે, ભૌતિક પદાર્થો દ્વારા ક્યારેય કોઈ સુખી થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. તેમાંથી પ્રાપ્ત થતી રતિ એ માત્ર સુખનો ભ્રમ છે આથી જ તમારે હવે ક્ષણિક ભૌતિક સુખની જરૂર નથી પણ તમારે તો હવે પારમાર્થિક અને નિત્ય ટકે એવું સુખ જોઈએ છે. આ સુખ આત્મામાં છે. બહાર નથી. બાહ્ય પદાર્થોમાંથી તે મળતું નથી કે બાહ્ય
3. सुनिपुणामनादिनिधनां भूतहितां भूतभावनामनाम् ।
अमितामजितां महा● महानुभावां महाविषयाम् ।।४५।। ध्यायेत् निरवद्यां जिनानामाज्ञां जगत्प्रदीपानाम् अनिपुणजनदुर्जेयां नय-भङ्ग-प्रमाण-गमगहनाम् ।।४६।।
- ધ્યાનશતક અત્યંત કુશળ, શાશ્વત, જીવોને હિતકારી, અનેકાંતના બોધસ્વરૂપ, અમૂલ્ય, અપરિમિત, કોઈનાથી ન જીતી શકાય તેવી, મહાન અર્થવાળી, શ્રેષ્ઠ સામર્થ્યવાળી, સઘળાય દ્રવ્યાદિના વિષયવાળી, નિષ્પાપ, મંદબુદ્ધિવાળા લોકો માટે દુર્ણોય, નય-ભંગપ્રમાણ-ગમ વડે ગહન એવી જગતના લોકોના સંશયરૂપી અંધકારને નાશ કરવા માટે દીપક સમાન જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું ધ્યાન કરવું જોઈએ.
Page #82
--------------------------------------------------------------------------
________________
“મનહ જિણાણું-સઝાય”
ઇન્દ્રિયોથી તે જાણી પણ શકાતું નથી, આ સુખને જાણવા કે માણવા કેવળજ્ઞાનાદિ વિશિષ્ટ જ્ઞાન જોઈએ, જે જિનેશ્વર પરમાત્મા પાસે હોય છે. તેથી સર્વજ્ઞ ભગવંત જે પ્રમાણે કહે તે પ્રમાણે કરવાથી જ ચિરકાલીન સાચું સુખ મળી શકે તેમ છે. માટે તમે જો સાચા સુખને પામવા ઇચ્છતા હો તો સર્વ કાર્ય પ્રભુ આજ્ઞા અનુસાર જ કરવાનો આગ્રહ રાખો.
જિનાજ્ઞા શ્રાવકને અનેક બાબતોનું માર્ગદર્શન આપે છે. જેમકે, ક્યાં રહેવું ? કોની સાથે સંબંધ રાખવા ? કોની સાથે કેવો વ્યવહાર કરવો ? કેવો વ્યાપાર કરવો? કુટુંબનું પરિપાલન કેવી રીતે કરવું ? ઘર કેવું રાખવું ? આહાર લેવો લેવો? કેટલો લેવો ? ક્યારે લેવો ? વસ્ત્રાદિ કેવાં રાખવાં ? વગેરે સર્વ બાબતનું સંપૂર્ણ માર્ગદર્શન પ્રભુએ આપ્યું છે. માત્ર માર્ગદર્શન નહિ પ્રભુ સ્વયં પણ તે જ માર્ગે ચાલી સુખી થયા છે. તેથી હવે તમારે પણ સાચું સુખ માણવું હોય અને દુઃખની ગર્તામાં ન પડવું હોય તો તમે જિનેશ્વર પરમાત્માની આજ્ઞા માનો. જિનાજ્ઞા એક ભોમિયાની જેમ તમારી સાથે રહી તમને છેક મોક્ષ સુધી પહોંચાડશે. શરત એટલી કે તમારો નિત્ય જીવન વ્યવહાર જિનાજ્ઞા પ્રમાણેનો હોવો જોઈએ.
જિનેશ્વરની આજ્ઞાનો વિચાર કરતાં એટલું ખાસ યાદ રાખવું કે, પ્રભુની આજ્ઞા અનેકાન્તસ્વરૂપ છે, તેમાં ક્યાંય એકાંત નથી. આમ છતાં કયા સંજોગોમાં શું કરવા યોગ્ય છે, તેની વાતો સર્વજ્ઞ પરમાત્માએ ચોક્કસ કરી છે. આ સર્વ વાતોને ગુરુગમથી જાણી, તેને અનુસાર પ્રવૃત્તિ કરવાનો આગ્રહ રાખવો; પણ સ્વેચ્છાચારથી દૂર રહેવું.
પ્રભુની આજ્ઞા માનવી તો દુષ્કર છે પણ તે સમજવી પણ દુષ્કર છે, કેમ કે, શાસ્ત્ર ઘણાં છે અને બુદ્ધિ થોડી છે. વળી શાસ્ત્રમાં ક્યાંક ઉત્સર્ગની વાત કરી છે તો ક્યાંક અપવાદની વાત છે, ક્યાંક નિશ્ચયને પ્રાધાન્ય આપ્યું છે તો ક્યાંક વ્યવહારને પ્રાધાન્ય આપ્યું છે. આવા ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણવાળા શાસ્ત્રના તાત્પર્ય સુધી પહોંચવું કેવી રીતે ? અને તેના આધારે ચાલવું પણ કેવી રીતે ? શાસ્ત્રાભ્યાસના પ્રારંભકાળમાં આવા અનેક પ્રશ્નો ઉદ્ભવી શકે છે; પરંતુ ગીતાર્થની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ કરવાથી આ દરેકના સુખદ ઉકેલો પણ મળી શકે છે.
કર્મના ઉદયથી માનો કે તેવા ગીતાર્થ સદ્ગુરુનો ભેટો ન થાય અને શાસ્ત્ર ભણવાની તક ન મળે તો પણ જો સાધકના હૈયામાં સદા એવો ભાવ રમતો હોય કે, “ક્યારે મને પ્રભુનો માર્ગ સમજાવે તેવા ગુરુભગવંતનો ભેટો થશે ? ક્યારે હું તેમની પાસે પ્રભુની આજ્ઞા સમજીશ?” તો તે ઉત્તમભાવના બળે સાધકમાં એવો ક્ષયોપશમ
Page #83
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૭
પ્રગટે છે કે, કદાચ શબ્દોથી પ્રભુની આજ્ઞા ન મળે તોપણ આજ્ઞાના હાર્દ સુધી પહોંચી,
તે આત્મકલ્યાણની દિશામાં અવશ્ય આગળ વધી શકશે.
૨. મિચ્છે પરિત્તરહ - મિથ્યાત્વનો ત્યાગ કરો.
મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી પ્રગટતો આત્માનો એક પરિણામ તે મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વનો પરિણામ આત્મહિતને અનુલક્ષીને ખોટાને સાચું અને સાચાને ખોટું મનાવે છે. આત્મહિતને અનુલક્ષીને જે જેવું છે તેવું માનવા દેતો નથી. દુઃખકારક હિંસાદિ પાપોને કર્તવ્યમાં ખપાવે છે અને સુખકારક ક્ષમાદિ ગુણોની ઉપેક્ષા કરાવે છે. આ મિથ્યાત્વના કારણે બુદ્ધિમાં ઉત્પન્ન થતાં વિપર્યાસ (વિપરીતતા)થી સ્વ-૫૨નો વિવેક ચુકાઈ જાય છે. કરણીય-અકરણીયનો ભેદ ભુલાઈ જાય છે. હિત-અહિતની વાતો વિસરાઈ જાય છે.
૭૦
4
આ મિથ્યાત્વ પળેપળ પરેશાન કરનાર તીવ્ર રાગદ્વેષના પરિણામનો પરિચય કરાવે તેવા સુદેવ-સુગરૂ અને સુધર્મથી પણ વેગળા રાખે છે અને આ રાગાદિના પરિણામને પોષનાર કુદેવ, કુગુરુ અને કુધર્મની પાછળ દોડાવે છે. ક્યારેક વળી સુદેવ, સુગુરુ, સુધર્મનો ભેટો થાય તો આત્મકલ્યાણ નિમિત્તે તેમની ઉપાસના થવાને બદલે મિથ્યાત્વના કારણે ભૌતિક આશંસાથી કે કુળાદિની મર્યાદાથી જ તેમની ઉપાસના થાય છે. આમ, કુદેવાદિમાં સુદેવાદિની બુદ્ધિ કરવી તે લૌકિક મિથ્યાત્વ છે અને સુદેવાદિને યથા-તથા માનવા‚ ભૌતિક આસંશાથી પૂજવા વગેરે લોકોત્તર મિથ્યાત્વ છે.
મિથ્યાત્વના શરણે જનાર વ્યક્તિ પોતાના પ્રેમી પાત્રોની ઇચ્છા અને માર્ગદર્શનને અનુસરી અલ્પકાલીન અને પરાધીન સુખ ખાતર પોતાના મહામૂલ્યવાન જીવનને હોડમાં મૂકી દે છે. આમ કરવામાં તે ભગવાનનાં વચનોની અવગણના કરે છે પરિણામે તે વચનોથી પ્રાપ્ત થતાં સાચા, શાશ્વત અને સ્વાધીન સુખથી વંચિત જ રહી જાય છે.
શ્રાવક આવી ભૂલથી બચી શકે તે માટે જ સજ્ઝાયકાર મહર્ષિ આત્મહિતેચ્છુ 4. મિથ્યાત્વ : ‘મિથ્યા' એટલે - ખોટું અને ‘ત્વ’ - એ ભાવસૂચક પ્રત્યય છે. એટલે ખોટાપણુંખોટી માન્યતા તે મિથ્યાત્વ છે.
अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या ।
अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्यात् ।।
યોગશાસ્ત્ર ૨-૩
દેવ કે કુદેવમાં દેવની બુદ્ધિ ક૨વી, અગુરુ કે કુગુરુમાં ગુરુની બુદ્ધિ રાખવી અથવા અધર્મમાં ધર્મનો ભ્રમ કરવો તે મિથ્યાત્વ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
“મન્નાહ જિણાણું-સઝાય”
શ્રાવકને કહે છે, “તમે મિથ્યાત્વને ઓળખો. તેના ભેદ પ્રભેદને જાણો. તેમાંથી કયા ભેદવાળું મિથ્યાત્વ તમોને નડે છે તે વિચારો.
અનાદિકાલીન આ દોષ સહેલાઈથી સમજાય તેવો નથી માટે તેને સમજવા સદગુરુ પાસે જાવ. તેમની પાસે જઈ વિનયપૂર્વક શાસ્ત્ર અભ્યાસ કરો. શાસ્ત્રના
આ મિથ્યાત્વને સમજાવવા શાસ્ત્રકારોએ ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી તેના પાંચ વિભાગો પાડ્યા છે તે આ પ્રમાણે1. આભિગ્રહિક મિથ્યાત્વ - “મેં માન્યું તે જ સાચું, મેં માનેલા દેવ-ગુરુ અને ધર્મ જ સત્ય
છે, બીજા બધા ખોટા છે, તેવો અત્યંત આગ્રહ રાખવો તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. 2. અનાભિગ્રહિક મિથ્યાત્વ - જેમાં આગ્રહ કોઈ નથી, પરંતુ કોઈ પ્રકારનો વિવેક પણ
નથી. સાચું-ખોટું જાણવાની ભાવના પણ નથી. માત્ર દેવ તરીકે ગણાતા સર્વ દેવ તે ભગવાન છે. સામાન્યથી બાહ્ય સંસારનો ત્યાગ કરનારા સર્વ સાધુ તે ગુરુ છે અને દયાદાનની વાતો જેમાં આવે તેવા સર્વ ધર્મ સારા છે. આવું માનનારા લોકદૃષ્ટિથી સારા છે પણ તત્ત્વદૃષ્ટિથી ખોટા છે. કેમ કે, જેનાથી સામાન્ય ભૌતિક સુખ મળવાનું છે, તેવી સુવર્ણ જેવી વસ્તુ પણ પરીક્ષા વિના લેવાથી માણસ ઠગાય છે તો જેનાથી લોકોત્તર સુખ પ્રાપ્ત થવાનું છે તેવા દેવ-ગુરુ અને ધર્મને પરીક્ષા કર્યા વિના કઈ રીતે સ્વીકારી શકાય ? માટે આ મિથ્યાત્વ પણ ત્યાજ્ય છે. આમ છતાં આવા જીવને જો સુગુરુનો ભેટો થઈ
જાય તો તેના માટે સુધરવાનો અવસર ચોક્કસ છે. 3. આભિનિવેશિક મિથ્યાત્વેઃ અભિનિવેશ એટલે દુરાગ્રહ-કદાગ્રહ. સત્ય સમજવા છતાં
માનાદિ કષાયોની તીવ્રતાના કારણે સત્યનો સ્વીકાર અને અસત્યનો ઈન્કાર ન કરવો, તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. ક્યારેક અજ્ઞાનથી કે ગુરુ વગેરેના વિશ્વાસથી કોઈ અસત્ય વાત સત્યરૂપે સ્વીકારાઈ જાય તે બને. પરંતુ સત્ય સ્વીકારવાની અને અસત્યને
છોડવાની જેની વૃત્તિ છે એવા કદાગ્રહ વિનાના જીવોને આ મિથ્યાત્વ ઘટતું નથી. 4. સાંશયિક મિથ્યાત્વઃ તત્ત્વના વિષયમાં શંકાશીલ રહેવું, તે સાંશયિક મિથ્યાત્વ છે.
આત્માદિ તત્ત્વો પ્રત્યક્ષ દેખાતા નથી તો હશે કે કેમ ? આવી શંકાના કારણે જીવ મોક્ષ માર્ગે પ્રવૃત્તિ કરી શકતો નથી અને કદાચ કરે તો તેમાં ઉત્સાહિત થઈ શકતો નથી. માટે બુદ્ધિસંપન્ન આત્માએ યોગ્ય ગુરુ પાસે જઈ આવી કોઈપણ શંકા હોય તો તેનું સમાધાન
મેળવી જીવાદિ તત્ત્વના વિષયમાં દઢ શ્રદ્ધાવાન બનવું જોઈએ. 5. અનાભોગિક મિથ્યાત્વઃ વિચાર વિહીનપણું, ઉપયોગ-શૂન્યપણું. તત્ત્વના વિષયમાં કાંઈ | વિચારવું જ નહિ તે અનાભોગિક મિથ્યાત્વ છે. વિશિષ્ટ જ્ઞાન વગરના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અસંજ્ઞી જીવોમાં તો આ મિથ્યાત્વ છે જ. પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં પણ જેઓ તત્ત્વના વિષયમાં કાંઈ વિચારતાં જ નથી, ગતાનુગતિક ધર્મક્રિયા કરે રાખે છે તેવા જીવોમાં પણ આ મિથ્યાત્વની સંભાવના છે. આ સર્વ પ્રકારના મિથ્યાત્વને કાઢવા મોક્ષેચ્છુ જીવોએ સતત આત્માદિ તત્ત્વો શું છે ? આત્મશુદ્ધિ કઈ રીતે થઈ શકે વગેરે આત્મોપકારક સર્વ વાતોને વિચારવી જોઈએ અને તત્ત્વનો નિર્ણય કરી પછી પ્રવૃત્તિ કરવી જોઈએ.
Page #85
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના
અધ્યયન દ્વારા તમારી ખોટી માન્યતા અને કુસંસ્કારોને ઓળખી તેનું ઉમૂલન કરવા યત્ન કરો. આ કુસંસ્કારો દૂર નહિ થાય, તો તમે ભગવાનના વચનને વાસ્તવિક રીતે
ક્યારેય પણ સમજી નહિ શકો અને સ્વીકારી પણ નહિ શકો. ભગવાનનાં વચનને સ્વીકાર્યા વિના બાહ્ય રીતે તમે ગમે તેટલો તપ-ત્યાગ-દાનાદિ ધર્મ કરશો તોપણ તમારા આત્માનું કલ્યાણ થઈ શકશે નહિ. ભગવાનનાં કલ્યાણકારી વચનામૃતનું અમીપાન તમારે કરવું હોય, આત્માના એકે એક પ્રદેશમાં તેને પ્રસ્થાપિત કરી આત્માને અજર-અમર બનાવવો હોય, સુખસભર બનાવવો હોય, તો સૌ પ્રથમ તમે આત્મામાં રહેલી મિથ્યાત્વરૂ૫ મલિનતાને દૂર કરો.
તે માટે કુગુરુ પાસે જવાનું બંધ કરો. તેમની વાતો સાંભળવાનું છોડી દો. એટલું જ નહિ, મિથ્યાત્વનું પોષણ કરે તેવા કુમિત્રોનો પણ ત્યાગ કરો, કુમત પ્રેરિત સાહિત્ય વાંચવાનું બંધ કરો કેમ કે, કુગુરુઓ, કુમિત્રો અને કુશાસ્ત્રો તમારા પર પ્રભાવ પાડ્યા વિના નહિ રહે અને તેનાથી પડેલા કુસંસ્કારોને કારણે તમારું મન ખોટા વિકલ્પો-વિચારોના રવાડે ચઢશે..
વળી, કલ્યાણમિત્રોને શોધી કાઢો. તેમની સાથે તત્ત્વની ચર્ચા કરી તત્ત્વનો નિર્ણય કરો. આ બધું થશે તો જ મિથ્યાત્વ મોળું પડશે, બુદ્ધિ નિર્મળ થશે અને જિનવચન સમજવાની શક્તિ પ્રગટશે. નહિતર મિથ્યાત્વરૂપી મલિનતા તમારા આત્માને ક્યારેય શુદ્ધ, સ્વસ્થ નહિ થવા દે.”
રૂ. ઘરદ સમત્ત - “સમ્યક્ત્વ ધારણ કરો: મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી પ્રગટ થતો આત્માનો એક શુદ્ધ પરિણામ, તે સમ્યગ્દર્શન છે. આત્મહિતને લક્ષ્યમાં રાખીને જે જેવું છે તેવું માનવું-તેવું સ્વીકારવું તે સમ્યગ્દર્શન. આ પરિણામ પ્રભુ વચનમાં શ્રદ્ધા પ્રગટાવે છે. તત્ત્વભૂત અર્થમાં રુચિ પ્રગટાવે છે. તથા સુદેવમાં જ દેવની બુદ્ધિ, સુગુરુમાં જ ગુરુની બુદ્ધિ અને સુધર્મમાં જ ધર્મની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. 5. વાચકવર પૂ. ઉમાસ્વાતીજી મહારાજ સાહેબે તત્ત્વાર્થસૂત્રમાં સમ્યકત્વનો અર્થ કરતાં જણાવ્યું
છે કે, “તત્ત્વાર્થશ્રદ્ધાને સવર્ણનમ્ જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ અને મોક્ષ આ નવ તત્ત્વ પ્રત્યેની તીવ્ર શ્રદ્ધા-“જીવાદિ તત્ત્વોને ભગવાને જે પ્રકારે કહ્યા છે તે તે પ્રકારે જ છે તેવી રુચિ કે શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવાય છે. या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ।।
: - યોગશાસ્ત્ર ૨-૨
Page #86
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
મોહાધીન આત્મા જગતના સર્વભાવો સમ્યક્ પ્રકારે ક્યારેય પણ જોઈ શકતો નથી. મોહથી પર થયેલા સર્વજ્ઞ પ્રભુ જ જડ કે ચેતન પદાર્થો જે સ્વરૂપે છે તે સ્વરૂપે યથાર્થ જોઈ શકે છે. આથી જ ભગવાને જીવાદિ પદાર્થોને જે પ્રકારે વર્ણવ્યા છે તે
પ્રકારે તેના ઉપર શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યક્ત્વ છે.
સમ્યગ્દર્શન મોક્ષનો મહાન ઉપાય છે, સુખનું પ્રારંભ સ્થાન છે, ધર્મનો પાયો છે. આ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા વિના પાળેલું ચારિત્ર, બાહ્યદૃષ્ટિએ કરેલી ધર્મારાધના કે નવપૂર્વ સુધીનું જ્ઞાન પણ નિષ્ફળ મનાયું છે. કદાચ તેને પામવાની ભાવનાથી ઉપરોક્ત ક્રિયા કરી હોય તો તે હજુ પણ સફળ બની શકે. વળી, સમ્યક્ત્વના લક્ષ્ય વિના કેળવેલા ક્ષમા, નમ્રતા, ગંભીરતા, સંતોષ આદિ અનેક ગુણો થોડી માનસિક શાંતિ કે મનનું સુખ આપી શકે છે; પરંતુ આત્મિક આનંદ કે આત્માનું હિત કરી શકતા નથી. સમ્યગ્ દર્શન પ્રાપ્ત કર્યા વિના સર્વ ધર્મ એકડા વિનાનાં મીંડા જેવો છે. તેનાથી વિશેષ કોઈ ફાયદો થતો નથી. આથી સમ્યગ્દર્શન સર્વગુણોમાં શિ૨મો૨ સ્થાને છે.
૭૩
દુનિયાની શ્રેષ્ઠ ભૌતિક સગવડો, અપાર અને અખંડ સંપત્તિના ભંડારો, ચક્વર્તીનું પદ કે ઇન્દ્રપણું આદિ મળવું સહેલું છે; પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. કરુણાસભર શાસ્ત્રકારોએ આ મૂર્ધન્ય ગુણને પ્રાપ્ત કરવા માટે ધર્મ પ્રત્યેનો દૃઢ રાગ આદિ અનેક ઉપાયો દર્શાવ્યા છે. દરેક સાધક જો સમ્યગ્દર્શનના અધિકારીના આ ગુણોને જીવનમાં વણી લેવા પ્રયત્ન કરે તો તે અવશ્ય સમ્યક્ત્વ પામી શકે.
6. सव्वन्नुपणीएसुं तत्तेसु रुई हविज्ज सम्मत्तं ।
मिच्छत्तहेउविरहा सुहायपरिणामरूवं तं ।।१५।।
- હિતોપદેશ
સર્વજ્ઞ પ્રભુએ કહેલા તત્ત્વોમાં રુચિ હોવી તે, મિથ્યાત્વના હેતુના વિરહમાં પ્રગટતો આત્મા માટે સુખપ્રદ એવો પરિણામ ‘સમ્યક્ત્વ’ છે.
7. સમ્યગ્દર્શનની પ્રાપ્તિના ૧૩ ઉપાયો.
दधम्मरायरत्ता कम्मेसु अनिंदिएसु य पसत्ता । वसणेसु असंखुद्धा कुतित्थिरिद्धीसु वि अमुद्धा ।।१२।। अक्खुदाय अकिविणा अदुराराहा अदीणवित्तीय । हियमियपियभासिल्ला संतोषपरा अमाइल्ला ।। १३ ।। धम्मपडिकूलकुलगणजणवयनिवजणयसयणा । जणसम्मयाय पुरिसा सम्मत्तऽ हिगारिणो हुंति । । १४ ।।
– હિતોપદેશ
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪
સૂત્ર સંવેદના-૬
આત્મિક ઉત્થાનના પાયા સમાન સમ્યક્ત્વની આવશ્યકતાને લક્ષમાં રાખી સજ્ઝાયકાર મહર્ષિ સુપ્તેચ્છુ શ્રાવકોને કહે છે કે, “સાધનાનો પ્રારંભ કરતાં પહેલાં તમે સમ્યક્ત્વને ધારણ કરો. તેને પ્રગટાવવા જીવ, અજીવ આદિ તત્ત્વોની પ્રભુ વચનના આધારે વિચારણા કરો. તેના ગુણધર્મો કેવા છે તે જાણો. પ્રભુએ કહ્યું છે, ‘જીવ અને જડ બન્ને સ્વરૂપથી તદ્દન ભિન્ન છે. કોઈ જડ પદાર્થ જીવને ક્યારેય સુખદુઃખ આપી શકતા નથી. સુખ અને દુઃખ તો જીવની માન્યતા કે, કલ્પનાના આધારે થતા ભાવો છે.’ આ વાત ઉપર વિશ્વાસ મૂકો, આગમ અને યુક્તિના સહારે તેના ઉપર દૃઢ શ્રદ્ધા કેળવો. આવી શ્રદ્ધા પ્રગટશે તો તમારામાં વિવેક પ્રગટશે, પરિણામે તમે કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે, વાતાવરણ સાથે જોડાશો ત્યારે પણ તમે તમારા આત્મહિતને વિચારી શકશો. દરેક પદાર્થને જોવા માટે પ્રભુએ અનેકાન્તની એક અદ્વિતીય દૃષ્ટિ આપી છે. તેનાથી આત્માને કે, જગતને જોશો તો જગતની નરી નશ્વરતા તમારી નજ૨ સામે આવશે, પછી તમને સમજાશે કે સંસારના કોઈ પદાર્થો શાશ્વત નથી. તે નિત્ય બદલાયા કરે છે અને નાશ પામી જાય છે. વળી તેમાંથી કોઈ આપણું રક્ષણ કરી શકે તેમ નથી. આ રીતે પૌદ્ગલિક પદાર્થોની કે, સંબંધોની નશ્વરતા, અશરણતા આદિનો ખ્યાલ આવશે તો તે તે પદાર્થો તેવા સ્વરૂપે જ આંખ સામે આવશે. આના કારણે તે પદાર્થોમાં રાગ-દ્વેષ થશે નહિ.
આવી વિચારણાથી રાગ-દ્વેષ, ગમા-અણગમાના ભાવથી ૫૨ ૨હી તમો સર્વત્ર સમતા, માધ્યસ્થ્ય, આદિ ભાવોને ધીમે ધીમે પ્રાપ્ત કરી શકશો. આ ભાવોના કારણે તમે વર્તમાનમાં પણ સુખ અનુભવી શકશો અને ભવિષ્યને પણ ઉજાળી શકશો.
વળી, જીવાદિ પદાર્થોનું ચિંતન કરતાં કરતાં જો તમારામાં સમ્યગ્દર્શનનો ભાવ પ્રગટશે તો આત્મા, પુણ્ય, પાપ, પરલોક આદિની અશ્રદ્ધા નાશ પામશે અને તેના પ્રત્યેની શ્રદ્ધારૂપ આસ્તિકતા નામનો ગુણ પ્રગટશે. પરિણામે તમને તમારા અને અન્યના આત્માને દુઃખથી બચાવવાના પરિણામરૂપ અનુકંપાનો (દયા-કરુણાનો)
૧-૬ઢપણે ધર્મરાગમાં રંગાયેલા, ૨-અનિંદિત એવા કાર્યોમાં આસક્ત થયેલા, ૩-આપત્તિઓમાં શાંત ચિત્તે રહેનારા, ૪-મિથ્યાદર્શનોના ચમત્કાર કે પ્રભાવ જોઈને મોહિત ન થનારા, ૫-ગંભીર અંત:કરણવાળા, ૬-અકૃપણ એટલે ઉદારતા ધરાવનારા, ૭-વાળ્યા વળે તેવા (પ્રજ્ઞાપનીય), ૮-દીનતા ન કરનારા, ૯-હિતકારી, પ્રિય અને જરૂર પૂરતું જ બોલનારા, ૧૦-સંતોષી, ૧૧-માયારહિત, ૧૨-ધર્મને પ્રતિકૂળ બને એવા કુલ, ગણ, દેશ, રાજા, માતા-પિતા અને સ્વજનોથી ડઘાઈ ન જનારા (અચળ) અને ૧૩-લોકપ્રિય (જનમાન્ય) એવા તેર ગુણોવાળા જીવો સમ્યક્ત્વ મેળવવાના અધિકારી છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
“મન્નાહ જિણાણું-સજ્જાય”
૭પ
ભાવ સાચા અર્થમાં જાગૃત થશે. દયાનો પરિણામ પ્રાપ્ત થતાં, જે સંસાર સ્વ-પરની હિંસા વિના ચાલતો જ નથી, તે સંસારથી ભાગી છૂટવારૂપ નિર્વેદનો ભાવ જાગૃત થશે. તેનાથી જ્યાં સંપૂર્ણ હિંસા વિના, કોઈને દુઃખ આપ્યા વિના અનંતકાલ સુધી રહી શકાય છે તેવા શિવસુખની લગનરૂપ સંવેગનો ભાવ ઉત્પન્ન થશે અને આ શિવસુખ મેળવવા તેના ઉપાયરૂપ સમભાવ તમારા માટે સહજ બનશે.”
સમ્યકત્વ પ્રગટાવવાની ઇચ્છા ધરાવનારે એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે સમ્યક્ત્વ વ્રત ઉચરી લેવા માત્રથી કે વિચાર્યા વિના માત્ર લૌકિક હેતુથી સુદેવ-સુગુરુસુધર્મને સ્વીકારી લેવાથી પણ સમ્યગ્દર્શન ગુણ પ્રગટતો નથી. તેને પ્રગટાવવા માટે તો હૈયાનો ઢાળ બદલવો પડશે, માન્યતાઓને જડમૂળથી પરિવર્તન કરવું પડશે, આ જ મારા ઉદ્ધારક છૅ એવી બુદ્ધિથી દેવને, ગુરુને અને ધર્મને સ્વીકારવા પડશે, તેમના વચનો ઉપર અવિહડ શ્રદ્ધા કેળવવી પડશે અને શંકા, કાંક્ષા આદિ દોષોથી દૂર રહેવું પડશે.
૪-૨. છત્રિ-વિસ્ફષિ ૩જુત્તા (તો) હોદ () પરિવર્સ - તમે સામાયિકાદિ છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિવસ ઉદ્યમવંત
થાઓ.
અવશ્ય કરવા યોગ્ય જે કાર્ય છે તેને આવશ્યક કહેવાય છે. તેના છ પ્રકાર છે. (૧) સામાયિક (૨) ચઉવિસત્થી (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૯) પચ્ચખાણ.
૪. સામાયિક:
જે ક્રિયાથી સમતાનો લાભ થાય તેને સામાયિક કહેવાય છે. આ સામાયિક સર્વવિરતિરૂ૫ અને દેશવિરતિરૂપ એમ બે પ્રકારનું છે. આ બંને પ્રકારનું સામાયિક સમતાદિ ભાવો પ્રાપ્ત કરાવી આત્માને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે. સામાયિકના માહાભ્યનું વર્ણન કેવલિ ભગવંતો સિવાય કોઈ કરી શકે તેમ નથી અને જ્યાં સુધી કર્મની લઘુતા ન થાય ત્યાં સુધી “સામાયિક'નું અનુષ્ઠાન સમજાય તેવું પણ નથી. કદાચ સમજાય તો પણ તેના ભાવ સુધી પહોંચવું તો અતિ કપરું છે.
આ જ કારણથી સાયકાર મહર્ષિ મોક્ષેચ્છુ શ્રાવકોને બોધ આપતાં કહે છે કે, 8. આવશ્યકની સમજ સૂત્ર સંવેદના ભાગ-૪ માં ભૂમિકા તથા ગાથા નં. ૪૧માં મળશે
સામાયિકની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૧ “કરેમિભંતે સૂત્ર' તેમજ સૂત્ર સંવેદના ભાગ-૪ વંદિત્ત સૂત્રનું શું વ્રત.
Page #89
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
જો તમારે સાચું સુખ માણવું હોય, પરમ આનંદની અનુભૂતિ કરવી હોય તો તમો ૪૮ મિનિટના આ નાના અનુષ્ઠાન દ્વારા સમભાવમાં રહેવા પ્રયત્ન કરો. જ્યારે
જ્યારે તમારા સંયોગો અનુકૂળ જણાય ત્યારે પ્રમાદનો ત્યાગ કરી, સદ્ગુરુ સમીપે જઈ સામાયિક સ્વીકારો. તેનો સ્વીકાર કરી તેના પાલન માટે પૂરો યત્ન કરો તો તમે પાપ પ્રવૃત્તિથી બચી આંશિક પણ સમભાવને પામી શકશો. પરિણામે અવશ્ય તમારું કલ્યાણ થશે માટે હંમેશા સામાયિક કરવા ઉદ્યમવંત બનો.”
૫. ચઉવિસત્યોઃ
સર્વ સુખપ્રાપ્તિનું મૂળ તીર્થંકર પરમાત્મા છે. તેમણે ચિંધેલા માર્ગે ચાલ્યા વિના આ જગતમાં કોઈ જીવ સુખી થઈ શકતો નથી. જગતમાં જે કાંઈ સુખ અને શાંતિ દેખાય છે તેનું મૂળ કારણ અરિહંત પરમાત્મા છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં આવા ચોવીસ તીર્થંકરો થાય છે. આ ચોવીસ તીર્થંકરની સ્તવનાને ચતુર્વિશતિ10 સ્તવ' કહેવાય છે.
ચોવીસ પરમાત્માઓએ આત્મશુદ્ધિનો સુંદરમાં સુંદર માર્ગ બતાવ્યો છે. પોતાના સહજ સુખમય સ્વરૂપને પામવાનો આ માર્ગ તેમણે માત્ર બતાવ્યો જ નથી પણ સ્વયં આરાધ્યો પણ છે. આવા પરમકૃપાળુ પરમાત્માની સ્તવના કરવાથી દિર્શનની વિશુદ્ધિ થાય છે અને સુખમય સ્વરૂપની પ્રાપ્તિમાં બાધક બને તેવા રાગાદિ દોષો નાશ પામે છે.
આથી જ સૂત્રકાર મહર્ષિ સમભાવેછુ શ્રાવકોને કહે છે કે, “તમે ચઉવિસત્યો નામના બીજા આવશ્યકને કરવા પણ પ્રતિદિવસ યત્ન કરો. ભગવાનના નામનું ભાવપૂર્વક સ્મરણ કરો, તેમના ગુણોનું કીર્તન કરો, પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં તેમના વચનનું આલંબન લો. તેમના જીવનના એક-એક પ્રસંગોને સ્મૃતિપટ પર અંકિત કરો. તીર્થકરોનો ઔચિત્યસભર જીવનવ્યવહાર કયાંય પણ ન ભૂલો. તેમનામાં 9. જૈન શાસનમાં કાળનું વિશિષ્ટ ગણિત દર્શાવેલું છે. તેમાં એક પલ્યોપમ એટલે એક યોજન
લાંબા, પહોળા, ઊંડા ખાડાને જ્યારે યુગલિક નવજાત શિશુના વાળના આઠ વાર સાત-સાત ટુકડા કરી, ફરી તે એક એક ટુકડાનાં અસંખ્ય ટુકડા કરી, તે વાળથી ભરવામાં આવે અને સો વર્ષે એક વાળનો ટૂકડો કાઢવામાં આવે, તો કેટલા વર્ષોમાં તે ખાડો ખાલી થાય તેટલા વર્ષોનો સમય. એટલે એક અધ્ધા પલ્યોપમ અને આવા ૧૦ કોટાકોટી (૧૦,૦૦,૦૦૦૧) પલ્યોપમ એટલે એક સાગરોપમ અને ૧૦ કોટાકોટી સાગરોપમ એટલે એક ઉત્સર્પિણી અને ૧૦ કોટાકોટી સાગરોપમ એટલે એક અવસર્પિણી. એક ઉત્સર્પિણી + એક અવસર્પિણી
મળતા એક કાળચક્ર બને છે. 10. ચતુર્વિશતિસ્તવની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૧ “લોગસ્સ સૂત્ર'
Page #90
--------------------------------------------------------------------------
________________
મનહ જિણાણું-સઝાય'
૭૭
રહેલા ઔદાર્યાદિ ગુણો પ્રત્યે અત્યંત આદરભાવ રાખો. આમ કરશો તો જ તમે તેઓશ્રીના કૃપાપાત્ર બની સર્વશ્રેષ્ઠ સમતાભાવને પ્રાપ્ત કરી શકશો.”
૬. વંદન:
અરિહંતની ગેરહાજરીમાં શાસન ચલાવવાનું કાર્ય ગુરુભગવંતો કરે છે. તેઓ સ્વયં મોક્ષમાર્ગની સાધના કરે છે. તેમજ યોગ્યાત્માઓને ઉપદેશ આદિ દ્વારા સાધના કરાવે છે. આવા પંચમહાવ્રતધારી તથા પંચાચારપાલક ગુરુભગવંત પ્રત્યે આદર અને બહુમાન ભાવ વ્યક્ત કરવાની ક્રિયાને વંદન કહેવાય છે.
શ્રી વિરપ્રભુએ પોતાની અંતિમ દેશનામાં કહ્યું છે કે, ગુણવાન એવા ગુરુ ભગવંતને વંદના કરવાથી નીચગોત્રકર્મ નાશ પામે છે, ઉચ્ચગોત્રકર્મનો બંધ થાય છે, સર્વજન માટે સ્પૃહાપાત્ર બને તેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, કોઈ તેની આજ્ઞાને ઉત્થાપે નહિ તેવું પુણ્ય બંધાય છે. અને સર્વને અનુકૂળ બનીને રહેવા સ્વરૂપ દાક્ષિણ્ય ગુણ પ્રગટે છે.1A આ ઉપરાંત માનભંગ, વિનય ગુણની પ્રાપ્તિ આદિ અનેક મોટા લાભ થાય છે. *
આથી જ સૂત્રકાર મહર્ષિ આવો લાભ ઇચ્છતાં શ્રાવકોને કહે છે કે, “તમો દરરોજ “વંદન' નામની આવશ્યક ક્રિયા કરવા ઉત્સાહી બનો, ગુરુભગવંતના નિઃસ્પૃહતા આદિ ગુણો પ્રત્યે હૈયાનો ભક્તિભાવ ધારણ કરી તેમનાં ચરણોમાં ઝૂકી જાવ. નિર્દોષ અને ઉત્તમ અન્ન, વસ્ત્ર, પાંત્ર કે વસતિ આદિ દ્વારા તેમના સંયમ જીવનનો સત્કાર કરો. ઉત્તમ દ્રવ્યોથી તેમનું પૂજન કરો. તેમના શ્રી મુખે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરો. તેઓશ્રી જ્યારે પણ સન્મુખ આવે ત્યારે ઊભા થાવ, જાય ત્યારે વળાવવા જાવ. તે પૂજ્યોને અવસરે આસન પ્રદાન કરો. તેમના સંયમ સાધક દેહની શુશ્રુષા કરો. તેમના શારીરિક થાકને દૂર કરવા વિશ્રામણા કરો. આમ અનેક પ્રકારે તેમની ભક્તિ કરવા તત્પર રહો. આ રીતે તેમનો આદર કરશો તો તેમના ગુણો પ્રત્યેનું ખેંચાણ વધશે અને અનાદિકાલીન દોષનો પક્ષપાત નાબૂદ થશે. પરિણામે એક દિવસ તમે પણ તેમના જેવા ગુણસંપન્ન બની શકશો” 11. વંદનની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૩ ‘વાંદણા સૂત્ર.” 11A. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯/૧૦ 12. વંદનથી થતાં લાભ -
इह छञ्च गुणाविणओवयार माणाइभंग गुरुपूआ । तित्थयराण य आणा सुअधम्माराहणा किरिया ।। વંદન કરવાથી : ૧. વિનયનું પાલન ૨. માનાદિ કષાયનો નાશ ૩. ગુરુની પૂજા ૪. તીર્થંકરની આજ્ઞાનું આસેવન ૫. શ્રતધર્મની આરાધના ૬. મોક્ષમાર્ગની ક્રિયા થાય છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮
સૂત્ર સંવેદના-૬
૭. પ્રતિક્રમણ :
‘પાપથી પાછા ફરવાની ક્રિયા’ અથવા ‘પાપથી મલિન થયેલા આત્માને શુદ્ધ કરવાની ક્રિયાને' “પ્રતિક્રમણ13” કહેવાય છે. પ્રતિક્રમણ કરવાથી વ્રતમાં છિદ્રો ઉત્પન્ન કરે તેવા અતિચારોના સેવનથી અટકી જવાય છે. અતિચારોથી અટકવાને કા૨ણે આશ્રવનો નિરોધ થાય છે. આશ્રવ અટકવાથી ચારિત્રની શુદ્ધિ થાય છે. પરિણામે સાધક અષ્ટપ્રવચન માતા પ્રતિ ઉપયોગવાળો બને છે. સમિતિ-ગુપ્તિમાં ઉપયોગ રાખવાના પરિણામે ભવાંતરમાં પણ ચારિત્રનો વિયોગ થતો નથી. આમ પ્રતિક્રમણના ફળસ્વરૂપે સાધક સુંદર સંયમયોગ પાળવાના પ્રણિધાનવાળો બની સંયમમાર્ગમાં વિચરે છે.13A
મેલા વસ્ત્ર ઉપર જેમ રંગ ચઢતો નથી તેમ પાપથી મલિન બનેલા આત્મા ઉપર ધર્મનો રંગ ચઢતો નથી અને ધર્મના રંગથી રંગાયા વિના કર્મનાં પડલ ભેદાતા . નથી. તેથી સાધકે હંમેશા પ્રતિક્રમણાદિ દ્વારા આત્માની મલિનતાને દૂર કરવા મહેનત કરવી જોઈએ.
આથી જ કર્મક્ષયેચ્છુ શ્રાવકોને સૂત્રકાર મહર્ષિ કહે છે કે, “પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યક માટે તમે પ્રતિદિન યત્ન કરો. તે માટે જીવનમાં થતાં નાનામાં નાના પાપની નોંધ લો. તે પાપ પ્રત્યે તીવ્ર અણગમો પ્રગટાવો. દુ:ખદ હૈયે, પશ્ચાત્તાપપૂર્ણ ભાવે ‘મિચ્છામિ દુક્કડં' આદિ શબ્દનો પ્રયોગ કરી તે પાપનો જડમૂળથી નાશ કરવા યત્ન કરો. રાત્રિ અને દિવસ સંબંધી થયેલાં સર્વ પાપના નાશ માટે પૂર્વ પુરુષોએ સૂચવેલા દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણને પૂર્ણ સમજી તેને ભાવપૂર્વક કરો. જેથી સ્વપ્નમાં પણ પાપના સંસ્કારો જાગૃત ન થાય. કદાચ પાપના ઉદયથી સંસારમાં રહેવું પડે, પુન: પાપ કરવું પડે તોપણ તેવા કઠોર પરિણામથી તો ન જ થાય તેવું ચિત્ત નિષ્પન્ન કરો.”
અહીં એટલું ધ્યાન રાખવું કે સંમૂર્ચ્છિમ જીવની જેમ શૂન્યમનસ્કતા કે અન્યમનસ્કતાથી પ્રતિક્રમણની ક્રિયા કરવાથી કુસંસ્કારોનો નાશ થતો નથી. પરંતુ પ્રતિક્રમણ સૂત્રોના એક એક શબ્દોની ઊંડી આલોચના કરતાં કરતાં સ્વદોષનું દર્શન થાય અને તેમાંથી પાછા વળવાનું સત્વ પ્રગટે એવી રીતે જો પ્રતિક્રમણ કરવામાં આવે તો પાપ અને પાપ કરવાના સંસ્કારો નાશ પામી શકે છે.
13. પ્રતિક્રમણની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૪ ‘વંદિત્તુ સૂત્ર.’ 13A. ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૯/૧૧
Page #92
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
૭૯
૮. કાયોત્સર્ગ :
મન, વચન, કાયાને શુભ વ્યાપારમાં સ્થાપન કરવાની ક્રિયાને કાયોત્સર્ગ14 કહેવાય છે. પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલી અશુદ્ધિ કે અશુભ સંસ્કારોનો નાશ આ કાયોત્સર્ગથી થાય છે. કાયોત્સર્ગના અભ્યાસથી જીવ ભૂતકાળના અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધોથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરે છે. વિશુદ્ધ પ્રાયશ્ચિત્તને કારણે હૃદય સ્વસ્થ થાય છે. અને કાયોત્સર્ગ કરનાર ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં લીન બની સુખની પરંપરાને પ્રાપ્ત કરતો વિચરે છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન દ્વારા ક્ષપકશ્રેણી માંડી ઘનઘાતી કર્મોનો નાશ પણ કરી શકે છે.14A
આ જ કારણથી સૂત્રકાર મહર્ષિ કર્મનાશને ઇચ્છતા શ્રાવકોને કહે છે. “તમે કાયોત્સર્ગ નામના આવશ્યક માટે પ્રતિદિન પ્રયત્ન કરો. તે માટે ચંચળ મનને સ્થિર કરી, તેને અરિહંતના ધ્યાનમાં લીન બનાવો. નિષ્પ્રયોજન વાણીના વ્યવહારથી અટકી મૌન રાખો. અસ્થિર કાયાને સ્થિર કરવા કોઈક ચોક્કસ આસન ધારણ કરો. આ માટે શાસ્ત્રમાં જણાવેલી કાયોત્સર્ગની વિધિ અનુસાર વિવિધ પ્રકારના કાયોત્સર્ગને વારંવાર કરો. તો જ દેહાધ્યાસ તૂટશે તથા મન, વચન ઉપર નિયંત્રણ આવશે. પરિણામે નવાં કર્મનો બંધ અટકશે, જૂના કર્મની નિર્જરા થશે અને બીજા પણ ઘણા લાભ થઈ શકશે.”
૯. પચ્ચક્ખાણ ઃ
આત્મકલ્યાણમાં વિઘ્નરૂપ બને તેવી ખાવા, પીવા આદિની નિરંતર પ્રવર્તતી ઇચ્છાઓને રોકવા કે નિયંત્રણમાં લાવવા જે સંકલ્પ કે પ્રતિજ્ઞા કરવામાં આવે છે તેને પચ્ચક્ખાણ15 કહેવાય છે. અનાદિ કાળથી આહાર સંજ્ઞાને આધીન થયેલા મનને નાથવાનું કાર્ય પચ્ચક્ખાણ કરે છે. માટે સાધકે આત્મહિતમાં બાધક સર્વ વસ્તુઓનું પચ્ચક્ખાણ અવશ્ય કરવું જોઈએ.
તેથી જ સજ્ઝાયકાર મહર્ષિ આત્મહિતેચ્છુ સાધકને કહે છે કે, “હે શ્રાવકો ! તમે વિવિધ પ્રકારના પચ્ચક્ખાણો કરો. એક ક્ષણ પણ પચ્ચક્ખાણ વિના ન રહો. જ્યાં સુધી સર્વ પાપ પ્રવૃત્તિના પચ્ચક્ખાણ ન કરી શકો, ત્યાં સુધી ‘મુટ્ઠિસહિઅં’ જેવાં
14. કાયોત્સર્ગની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૧ ‘અન્નત્થ સૂત્ર' તથા સૂત્ર સંવેદના ભાગ-૩ ‘નાણમ્મિ સૂત્ર.’
14A. ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૯/૧૨
15. પચ્ચક્ખાણની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભા-૪ વંદિત્તુ સૂત્ર
Page #93
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના
નાનાં પચ્ચખ્ખાણો કરી આત્માને પાપ પ્રવૃત્તિથી બચાવો કેમ કે, પ્રતિજ્ઞા વિના પાપપ્રવૃત્તિથી અટકવું શક્ય બનતું નથી. વળી પ્રવૃત્તિ થાય કે ન થાય તોપણ વિચારાત્મક જાગૃત મનમાં કે સુષુપ્ત મનમાં જ્યાં સુધી આહારાદિની ઇચ્છાઓ પ્રવર્તે છે, ત્યાં સુધી તે કર્મબંધ કરાવ્યા વિના નથી રહેતી. આથી જ તમારે પ્રમાદનો ત્યાગ કરી, સર્વ કેળવી, મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં લઈ પચ્ચખ્ખાણ દ્વારા એવો દૃઢ સંકલ્પ કરવો જોઈએ કે, અંતરના ઊંડાણમાંથી પણ આત્મહિતમાં અવરોધક હોય એવા કુસંસ્કારો દૂર થાય.”
અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે, છએ આવશ્યક શ્રાવકે માત્ર દ્રવ્યથી નહિ. પરંતુ ભાવપૂર્વક, વિધિ આદિ જાળવીને કરવા જોઈએ. ગાથા: पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो अभावो अ ।
સલ્ફા-નકુચારો, પરોવચારો નયા પારો અન્વય સહિત સંસ્કૃત છાયા पर्वसु पौषधव्रतं, दानं शीलं तपश्च भावश्च ।
स्वाध्याय-नमस्कारः, परोपकारश्च यतना च ।।२।। ગાથાર્થ
પર્વોમાં પૌષધવ્રત, દાન, શીલ, તપ અને ભાવના; સ્વાધ્યાય, નમસ્કાર, પરોપકાર અને જયણા (શ્રાવકજીવનનાં આવાં કર્તવ્યો નિત્ય સદ્ગુરુના ઉપદેશથી સેવવાં જોઈએ.) વિશેષાર્થ :
૨૦. પબ્રેસ પોસહવયં: પર્વ દિવસોમાં પૌષધવ્રત ધારણ કરો.
સર્વ પ્રકારના પાપવ્યાપારનો ત્યાગ કરી ધર્મના પોષણ માટે ચાર પ્રહર કે આઠ પ્રહર માટે સામાયિકપૂર્વકનું જે અનુષ્ઠાન કરાય છે, તેને પૌષધવ્રત કહેવાય છે.
સાચો શ્રાવક સદા સંપૂર્ણ વિરતિમય જીવન જીવવા ઝંખતો હોય છે, પરંતુ સત્ત્વના અભાવે કે સંયોગાદિની પ્રતિકૂળતાને કારણે તે સદા માટે સામાયિક છે, 16. પૌષધવ્રતની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભા-૪ વંદિતું સૂત્ર અગીયારમું વ્રત તથા
આ જ ભાગમાં આપેલી પૌષધની વિધિ આદિ
Page #94
--------------------------------------------------------------------------
________________
“મનહ જિણાણું-સઝાય”
પૌષધવ્રત સ્વીકારી શકતો નથી. આમ છતાં પોતાની ભાવનાને સાકાર કરવા જો તે પર્વતિથિએ પણ પૌષધ સ્વીકારે, તો તેના ચારિત્રમાં વિદ્ગભૂત બનનારા કર્મનો ક્ષય થાય અને તેને સંયમજીવનની આંશિક તાલીમ મળે છે.
આથી જ સક્ઝાયકાર મહર્ષિ સંયમ અભિલાષ શ્રાવકોને કહે છે કે, “તમે નિત્ય પૌષધ ન સ્વીકારી શકો તો પણ તમે પર્વતિથિએ તો અવશ્ય પૌષધવ્રતનો સ્વીકાર કરો. પૌષધમાં દેશથી કે, સર્વથી આહારનો ત્યાગ કરી, તમે તમારા અણાહારી સ્વભાવનું સ્મરણ કરો. શરીરસત્કારનો સર્વથા ત્યાગ કરી, પોતાના શરીર પ્રત્યેનો મોહ અને સૌંદર્યના આકર્ષણનો ત્યાગ કરી આત્મરત બનવા પ્રયત્ન કરો. સર્વ પ્રકારના સાંસારિક વ્યવહારનો ત્યાગ કરી, સ્વાધ્યાય, ધ્યાન આદિમાં લીન થાઓ અને મૈથુનનો સર્વથા ત્યાગ કરી, તમે નિર્મળ બ્રહ્મચર્યના પાલન દ્વારા શુદ્ધ બ્રહ્મ સુધી પહોંચવા યત્ન કરો. આ રીતે યત્ન કરશો તો એક દિવસ જરૂર તમે તમારા શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચી શકશો. વળી પૌષધ વ્રત સાથે સ્વીકારેલી સામાયિકની પ્રતિજ્ઞાનું પાલન કરવા તમે સમભાવમાં રહેવા પ્રયત્નશીલ બનો અને સમિતિ-ગુપ્તિ સ્વરૂપ અષ્ટ-પ્રવચન માતાનું પણ વિશેષ સાવધાનીપૂર્વક પાલન . કરો કે, જેથી તમારા માટે ભાવપૂર્ણ સંયમ જીવન સુલભ બને”
અહીં એટલું ધ્યાનમાં રાખવું કે પૌષધ એક મહાન અનુષ્ઠાન છે. તેને માત્ર દેખાદેખી અને લોકનિંદાના ભયથી ન કરવો તેમ જ “કરીશ તો પ્રભાવના મળશે, અનેક લોકોનો સંપર્ક થશે, નવું નવું જોવા જાણવા મળશે...' વગેરે મલિન ભાવોથી ગતાનુગતિકપણે પણ ન કરવો; પરંતુ એક માત્ર “સંયમભાવનાને પુષ્ટ કરી, શીધ્ર આત્મકલ્યાણ સાધું,' એવી શુભ ભાવનાથી પૌષધ કરી તેનું અણિશુદ્ધ પાલન કરવાનો આગ્રહ રાખવો.
૨૨. તા : દાન આપો.
સ્વ કે પરને ઉપકાર કરવા માટે પોતાની માલિકીની વસ્તુ અન્યને આપવી તેનું નામ દાન છે. આવા દાનના અભયદાન, જ્ઞાનદાન, સુપાત્રદાન આદિ ઘણા પ્રકારો છે. તેમાં પરિગ્રહના પંકથી (કીચડથી) ખરડાયેલા શ્રાવકો માટે સુપાત્રદાન વધુ મહત્ત્વનું છે. પુણ્યયોગે જે ધનાદિ સંપત્તિ મળી હોય, તેનું યોગ્ય સ્થાનમાં વિતરણ કરવાથી ધનની મૂર્છા એટલે કે ધન પ્રત્યેની આસક્તિ અને મમત્વભાવ 17. મનુદીર્થ સ્વાસ્થતિસ રાનમ્ II૭-૩૪ના
- तत्त्वार्थ સુપાત્રદાનની વિધિ માટે જુઓ સૂત્રસંવેદના ભા-૪ બારમું વ્રત
Page #95
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
ઘટે છે. સ્વાર્થી અને સંકુચિતવૃત્તિ ઉપર મોટો પ્રહાર થાય છે અને ઉદારતાદિ ગુણોનો વિકાસ થાય છે. તદુપરાંત દાન દ્વારા અનેક જીવોને ધર્મના માર્ગમાં જોડી બોધિબીજનું વાવેતર કરી શકાય છે. વળી દાન કરવાથી જૈનશાસનની વિશિષ્ટ પ્રભાવના થાય છે. આથી જ સ્વયં તીર્થંકર પરમાત્મા પણ સંયમ જીવનનો સ્વીકાર કરવા પૂર્વે એક વર્ષ સુધી (રોજના ૧ કરોડને આઠ લાખ સોનૈયા x ૩૯૦ દિવસ =) ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ (ત્રણ અબજ, અક્યાશી કરોડ, એંશી લાખ) સોનૈયાનું દાન આપે છે.
આ રીતે દાનધર્મ સ્વ-પર હિતકારક અને ઉપકારક હોવાથી ચારેય પ્રકારના ધર્મમાં તેનું પ્રથમ સ્થાન છે. તેના દ્વારા એવું પ્રકષ્ટ પુણ્ય બંધાય છે કે, ઇચ્છા હોય કે ન હોય તોપણ દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી કે શાલિભદ્ર જેવી સમૃદ્ધિ સહજ પ્રાપ્ત થાય છે. વળી આ સમૃદ્ધિ અનાસક્ત ભાવે ભોગવી, અવસરે સહજતાથી તેનો ત્યાગ પણ કરી શકાય છે. તેથી જ ભાવપૂર્વકના દાનથી સાધક પરંપરાએ છેક મોક્ષના મહાનંદને પામી શકે છે. •
આ સર્વ બાબતોને લક્ષમાં રાખી સૂત્રકાર મહર્ષિ કલ્યાણેચ્છુ શ્રાવકને કહે છે, “તમે શક્તિ અનુસાર દાન કરો. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિનો સાત ક્ષેત્રમાં સદુપયોગ કરો. તે માટે સુપાત્રને શોધો. સાધુ-સાધ્વી જેવાં સુપાત્ર મળતાં શુદ્ધ આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરેનું પ્રદાન કરો. શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરો. દાનને યોગ્ય કોઈપણ પાત્ર દેખાય ત્યાં આપવાનું ભૂલો નહિ. “હા” એટલું ધ્યાન રાખવું કે, તમે કરેલું દાન સામી વ્યક્તિના અહિતનું કે અધર્મનું કારણ ન બને, જેમકે, સાધુને દાન આપો ત્યારે તેનું સંયમજીવન પુષ્ટ થાય તેવું શુદ્ધ દાન આપો પણ રાગાદિને આધીન થઈ તેના સંયમજીવનને દૂષિત કરે એવું નિષ્કારણ અશુદ્ધ દાન ક્યારેય ન આપો.
સુપાત્રદાનની જેમ અનુકંપા દાનનો અવસર આવે ત્યારે પણ તમારી શક્તિ અનુસાર દાન કરવાનું તમે ન ચૂકશો. દિન, અનાથ, ગરીબને મદદ કરો. મૂંગા જીવોના પાલન પોષણ માટે પણ સતત સજાગ રહો. આહાર, વસ્ત્ર, પાત્રાદિ દ્વારા કોઈને સહાય કરો ત્યારે પણ તે તે વ્યક્તિઓ ધર્માભિમુખ કઈ રીતે બને તેનો વિચાર કરી તે પ્રકારે દાન કરવાનું રાખજો.
દુકાળ પડ્યો હોય, ભૂકંપ થયો હોય, પાણીની આફત આવી હોય કે, અન્ય
18. સાતક્ષેત્ર - જિનમંદિર, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૩
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
કોઈપણ કુદરતી હોનારતો આવી પડી હોય ત્યારે તમે, ઉચિત દાન આપવાની તક ચૂકી ન જશો. આવી પરિસ્થિતિમાં દાન કરવાથી અનેક જીવો જૈનશાસન તરફ આકર્ષાય છે, તેઓને પરમાત્મા પ્રત્યે બહુમાન પ્રગટે છે, સુયોગ્ય જીવોને બોધિની પણ પ્રાપ્તિ થઈ જાય છે. આમ દાનધર્મ દ્વારા અનેકના આત્મહિતમાં નિમિત્ત બની, સ્વઆત્માનું કલ્યાણ સુનિશ્ચિત કરી શકાય છે; માટે તમે દાન કરવામાં પ્રવૃત્ત રહો”
અહીં એટલું ધ્યાન રાખવું કે, સ્વપ્રશંસા માટે, માનની વૃદ્ધિ માટે કે મારું નામ આવશે વગેરે મલિનભાવોથી દાન ન કરવું પરંતુ માત્ર ધનની મૂર્છા દૂર કરી આત્મકલ્યાણ કરવાની ભાવનાથી જ દાન કરવું.
૨૨. સીત્યું - શીલ પાળો, બ્રહ્મચર્યનું પાલન કરો.
શીલ શબ્દનો અર્થ થાય છે સ્વભાવ અથવા સત્ આચરણ; છતાં વ્યવહારમાં શીલ શબ્દ શિયળ એટલે બ્રહ્મચર્ય અર્થમાં પ્રચલિત છે.
વિષય-કષાયના કલણમાં ખૂંપેલા આત્મા માટે સર્વથા બ્રહ્મચર્યનું પાલન ઘણું કપરું છે. આ કપરા કાર્યને સિદ્ધ કરવા માટે જ તીવ્ર રાગાદિભાવને આધીન થઈ સ્ત્રી, પુરુષના મિથુનથી કરાતી કુચેષ્ટાનો મન-વચન-કાયાથી સર્વથા ત્યાગ કરવો તે બ્રહ્મચર્યવ્રત છે. આવા પ્રકારના બ્રહ્મચર્યવ્રતનું સર્વથા પાલન જ શ્રેષ્ઠ છે તો પણ જે શ્રાવકો તેનું સર્વથા પાલન કરી શકતા નથી તેવા શ્રાવક-શ્રાવિકાઓ માટે સ્વદારાસંતોષ અને પરસ્ત્રીગમનવિરમણ વ્રત છે. શીલનું અણિશુદ્ધ પાલન કરનારની સેવામાં દેવતાઓ પણ હજરાહજૂર રહેતા હોય છે.
આ જ કારણથી સજ્ઝાયકાર મહર્ષિ મોક્ષાર્થી શ્રાવકોને કહે છે કે, “તમે જીવનમાં વ્યભિચારને સ્થાન ન આપો. શીલવ્રતનું પાલન કરો. આ વ્રતના અખંડિત પાલન માટે તમો તમારી પોતાની સ્ત્રીમાં સંતોષ માનો. પર્વતિથિ, કલ્યાણકના દિવસો, શાશ્વતી ઓળી વગેરેના દિવસોમાં તેનો પણ ત્યાગ કરી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરો. આ વ્રતને અણિશુદ્ધ પાળવા વિજાતીય સાથે એકાંતમાં વાત ન કરો. આંખ સાથે આંખ મિલાવીને વાત ન કરો. કોઈની પણ સાથે વિકારો વધે તેવી વાત કે ચેષ્ટા ન કરો, તેવાં ચિત્રો ઉપર નજર ન માંડો, સ્વ-પર વિકારનું કારણ બને તેવી વેષભૂષા, નાટક સીનેમા, આહાર, અશ્લીલ પુસ્તકોનું વાંચન વગેરેનો ત્યાગ કરો. ટૂંકમાં બ્રહ્મચર્યની નવેય19 વાડનું પાલન કરો તો જ તમે આ
19. નવવાડની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભા-૪ વંદિત્તુ સૂત્ર ચોથું વ્રત
Page #97
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના
શીલવ્રતને પાળી શકશો. બોલવા, ચાલવા, ખાવા-પીવામાં જો તમે ચૂકી જશો તો આ વ્રત મલિન બન્યા વિના નહિ રહે. માટે મન-વચન-કાયાથી વ્રતની નિર્મળતાને ટકાવવા ઉપરોક્ત સર્વ બાબતોને ખાસ ધ્યાનમાં લો.
નવવાડ પૂર્વક સુંદર શીલધર્મનું જો પાલન કરશો તો સીતા, અંજના, દમયંતી આદિ મહાસતીની જેમ તમે પણ આ ભવમાં યશ-કીર્તિને પામી ભવની પરંપરાને સુધારી મોક્ષ સુધી પહોંચી શકશો.”
આ વિષયમાં ધ્યાનમાં રાખવું કે, શરીર સારું રાખવા કે આલોક-પરલોકનું સુખ પામવા શીલ પાળવાનું નથી, પરંતુ વિષય-કષાયની વૃત્તિઓનું શમન કરી સત્ત્વની વૃદ્ધિ કરી આત્મભાવ સુધી પહોંચવા શીલનું પાલન કરવાનું છે. આ
20. ધર્મરત્નપ્રકરણ વગેરે ગ્રંથોમાં નીચે મુજબ શીલપાલનમાં ઉપયોગી બાબતો વર્ણવી છે. 1. ગાયતનિષેવ - આયતન એટલે સ્થાન અને નિસેવન એટલે સેવવું.શ્રાવકે એવા સ્થાનમાં
રહેવું જોઈએ કે, જ્યાં રહેવાથી ધર્મભાવની વૃદ્ધિ થાય.ઔદાર્યાદિ ગુણોનો વિકાસ થાય. તેથી જ્યાં જિનમંદિર, ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનોનજીકમાં હોય, આજુબાજુમાં સાધર્મિકોનો વસવાટ હોય, તેવા સ્થાનમાં શ્રાવકે રહેવું જોઈએ. આવા સ્થાનમાં રહેવાથી સદ્ગુરુ ભગવંતોનો તથા સાધર્મિકોનો સતત સહવાસ રહે છે. જેના પરિણામે દોષનાશ અને ગુણવૃદ્ધિનું કારણ બને તેવા ધર્મશાસ્ત્રનું શ્રવણ તથા ધાર્મિક ચર્ચાઓના સહભાગી બનાય છે. આના ઉપરથી એ પણ ખાસ સમજવું કે, જ્યાં જિનમંદિર આદિ નજીકમાં ન હોય, પાડોશી વર્ગ સુયોગ્ય ન હોય, ત્યાં શ્રાવકે વસવું ન જોઈએ કે, જેથી પોતાના સુસંસ્કારોને
આંચ ન આવે અને ક્યારે પણ કુસંસ્કારોના ભોગ બની ન જવાય. 2. ગૃહપ્રવેશવર્નનમ્ - અનિવાર્ય કારણ સિવાય શ્રાવકે પારકા ઘરમાં ક્યારેય એકલાએ
પ્રવેશ કરવો નહિ. કેમ કે, તેમાં ઘણા અનર્થોની સંભાવના રહે છે. 3. અનુમટવેષ - જોતાં જ લજ્જા થાય, વિકૃતભાવ પેદા થાય, શરીરના અંગનું સ્પષ્ટ દર્શન થાય તેવા પાતળા, ટૂંકા વસ્ત્રાદિ પરિધાન કરવા તે ઉભટ વેષ છે. આવા વેષનું પરિધાન શ્રાવક માટે યોગ્ય નથી. શ્રાવકે તો પોતાના કુળ અને વૈભવને છાજે તેવા, દરેક પ્રકારે મર્યાદાનું પૂર્ણ પાલન થાય તેવા સાદા, સુઘડ વસ્ત્ર, અલંકારનું પરિધાન કરવું જોઈએ. જેનાથી સ્વ-પર કોઈની રાગાદિની માત્રા વધે નહિ અને પોતાના તરફ કોઈને
ખોટું આકર્ષણ થાય નહિ. 4. સવIRવનિવર્નનમ્ - જે વચનો દ્વારા સ્વ-પર કોઈને વિકાર ઉત્પન્ન થાય તેવી વાણી
શ્રાવકે ક્યારેય ન ઉચ્ચારવી. 5. વાસ્ક્રીડાપરવર્નનમ્ - અજ્ઞાની જીવો જે પ્રવૃત્તિ કરે છે તેનો ત્યાગ કરવો જોઈએ. બાલ
એટલે અજ્ઞાની જીવો જે નિરર્થક હસવાની, બોલવાની, નાચવા-કૂદવાની કે ખાવાપીવાની પ્રવૃત્તિ કરે છે, તેવી પ્રવૃત્તિ શ્રાવકે ક્યારેય ન કરવી જોઈએ. વર્તમાનમાં જાહેર
Page #98
--------------------------------------------------------------------------
________________
१३. तवो अ
-
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
તપ કરો.
તપની21 વ્યાખ્યા કરતાં મહામહોપાધ્યાયશ્રીજીએ જણાવ્યું છે કે,
“ઈચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તેહી જ આતમા, વર્તે નિજગુણ ભોગે રે...”
૮૫
તપનો મુખ્ય અર્થ છે ઇચ્છાનો રોધ. અનુચિત ઇચ્છાઓને નિયંત્રણમાં રાખીને સમતા ભાવમાં ચિત્તને જોડવું તેનું જ નામ તપ છે. ઇચ્છા જ સર્વદુઃખનું મૂળ છે. ઇચ્છા જ મમતાદિ દુષ્ટભાવનું કારણ છે. મનમાં નિરંકુશ વધતી જતી ઇચ્છાઓ જ આત્મશુદ્ધિ માટે અવરોધક બને છે. માટે આત્મિક સુખને ઇચ્છતા સાધકે આહારાદિમાં નિરંતર પ્રવર્તતી ઇચ્છાને અંકુશમાં લેવા છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના અત્યંતર તપમાં21 પ્રવૃત્ત થવું જોઈએ. શાસ્ત્રકારે બતાવેલા બાર પ્રકારના તપથી ઇચ્છાઓ અને દરેક પ્રકાર્ના કષાયો નિયંત્રિત થાય છે. કાયાની શિથિલતા દૂર થાય છે અને ચિત્ત સંક્લેશમુક્ત બને છે. કહેવાય છે કે, તપસા નિર્ઝરા તપથી પૂર્વસંચિત કર્મની નિર્જરા થાય છે. તેમજ તપથી પુણ્યનો બંધ થાય છે. તપથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તપથી સંવર થાય છે અને તપ દ્વારા રિદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિની સાથે છેક મુક્તિ સુધી પહોંચી શકાય છે.
આથી જ સૂત્રકાર મહર્ષિ કર્મક્ષયેચ્છુ શ્રાવકોને કહે છે, “તમો અનશન આદિ બાહ્યતપનો સ્વીકાર કરો, તેનાથી તમારી ઇન્દ્રિયો કાબૂમાં આવશે, તમારી ઇચ્છાઓ અંકુશમાં રહેશે અને પરિણામે તમે આત્મભાવમાં સ્થિર થઈ શકશો. બાહ્યતપની જેમ પ્રાયશ્ચિત આદિ અત્યંતર તપ માટે પણ પ્રયત્ન કરો. આ તપ વિશેષ પ્રકારે આત્મોન્નતિમાં ઉપકારક બને તેવો છે. શુદ્ધ ભાવે પ્રાયશ્ચિત્ત કરતાં મૃગાવતીજી આદિ ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામી ગયા. મોક્ષમાં જવા, સૌએ અત્યંતર તપ તો અચૂક કરવો જ પડે છે, માટે તમો સૌ પણ આ તપ માટે સવિશેષ પ્રયત્ન કરો.”
પ્રસંગોમાં સ્ત્રી-પુરુષો સાથે મળી નાચે-કૂદે છે, ખિલ-ખિલાટ હસે છે, ઊભા-ઊભા ખાયપીએ છે કે નિરર્થક ગપ્પા મારે છે, આવો વ્યવહાર શ્રાવક માટે ઉચિત નથી.
6. મધુરનીત્યા જાર્યસાધનમ્ - મધુર વાણીથી કાર્ય સાધવું. ક્યારેય કોઈની સાથે કાર્ય લેવું પડે ત્યારે મીઠી વાણીથી કાર્ય લેવું. આવેશમાં આવી ઉગ્ર સ્વરે ક્યારેય કોઈની સાથે વ્યવહાર ન કરવો, જેનાથી કોઈને અપ્રીતિ થાય.
21. બાર પ્રકારના તપ માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૩ નામિ સૂત્ર
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૭
સૂત્ર સંવેદના-૬
૪. ભાવો ઞ - ભાવધર્મ કરો.
ભાવનો અર્થ છે મનનો શુભ પરિણામ અર્થાત્ કલ્યાણકારી વિચાર. કોઈપણ ક્રિયા કરતાં ભગવાનના વચનાનુસાર મનને પ્રવર્તાવવું એટલે કે, ભગવાને દર્શાવેલા ભાવોથી મનને વાસિત કરવું તે ભાવધર્મ છે.
દાન-શીલ-તપ અને ભાવ આ ચારે પ્રકારના ધર્મમાં ભાવધર્મનું અતિ મહત્ત્વ છે. કેમ કે, ભાવપૂર્વકના જ દાનાદિ ધર્મો ફળદાયી બને છે. શુભ ભાવ વિના કરેલા દાનાદિ ધર્મો ક્યારેય સદ્ગતિની પરંપરા દ્વારા સિદ્ધિગતિને પ્રદાન કરી શકતા નથી.
આ જ કારણથી સજ્ઝાયકાર મહર્ષિ શુભભાવેચ્છુ શ્રાવકોને કહે છે, “તમે શાસ્ત્ર વચન અનુસારે હંમેશા અનિત્યાદિ બાર ભાવનાનું ભાવન કરો. તે દ્વારા સંસારના રાગને તોડી મનને વૈરાગ્યના ભાવથી ભરી દો. મૈત્રીભાવથી મનને એવું તરબોળ કરો કે આખું જગત તમોને મિત્ર લાગે, પ્રમોદ ભાવથી મનને એવું ભાવિત કરો કે અધિક ગુણવાનને જોઈ પ્રદ્વેષ, ઈર્ષ્યા કે અસૂયા જેવા અશુભ ભાવ તો ન જ થાય; પરંતુ તેમના ગુણોને જોઈ મન આનંદથી ઝૂમી ઊઠે. કરુણાભાવથી હૃદયને એવું ભીંજવી દો કે દુ:ખી આત્માને જોઈ હૃદય દ્રવી ઊઠે. માધ્યસ્થ્યથી ચિત્તને એવું વાસિત કરી દો કે સો વાર કહેવા છતાં ન સુધરી શકે તેવા શિષ્ય કે, પુત્રાદિ પ્રત્યે પણ ક્રોધ ન થાય પણ ઉદાસીનભાવ કે ઉપેક્ષાભાવથી હૈયું સ્વસ્થ રહે.”
,,
અહીં એ પણ ખાસ ખ્યાલમાં રાખવું કે પ્રભુની સુંદર પ્રતિમા કે સારી આંગી જોઈ થતો આનંદ કે ઢોલ નગારાં વખતે પ્રગટતો ઉલ્લાસ તે ભાવધર્મ નથી, પરંતુ તે તે અનુષ્ઠાન દ્વારા વીતરાગતા પ્રત્યે પ્રગટેલો આદર અને રાગાદિ પ્રત્યે પ્રગટતો અનાદર અથવા તે તે ક્રિયામાં પ્રભુઆજ્ઞા મુજબ વર્તવાનો ભાવ તે ભાવધર્મ છે. શ્રેષ્ઠ કોટિનો ભાવધર્મ ધર્મધ્યાન અને શુક્લધ્યાનની દશામાં આવે છે.
દાન, શીલ, તપ અને ભાવ આ ચારેય ધર્મ અનાદિ ભવભ્રમણના કારણભૂત ચાર સંજ્ઞાને તોડવાનું કાર્ય કરે છે. દાનધર્મ પરિગ્રહસંજ્ઞા ઉપર પ્રહાર કરે છે. શીલધર્મ મૈથુનસંજ્ઞાને નબળી પાડે છે. તપધર્મ આહા૨સંજ્ઞાને ખોખરી કરે છે. ભાવધર્મ ભયસંજ્ઞાથી છૂટકારો મેળવી આપે છે.
આ ચારેય ધર્મમાં મમત્વના ત્યાગની વાત સંકળાયેલી છે. તેથી મમત્વની અલ્પતા કે મમત્વના વિષયની દૂરવર્તીતાના આધારે પણ દાનાદિ ધર્મનો આવો વિશિષ્ટ ક્રમ ગોઠવાયેલો છે. ધન એ અપેક્ષાએ સાધકથી દૂરવર્તી વસ્તુ છે, તેથી
Page #100
--------------------------------------------------------------------------
________________
“મન્નત જિણાશં-સઝાય”
તેના પ્રત્યેની મમતા-આસક્તિને છોડાવનારો દાનધર્મ પ્રથમ છે, કેમ કે, તે કરવો સહેલો છે. મનમાં પ્રવર્તતી વિષયોની આસક્તિમાંથી મુક્તિ મેળવવી એ ધનને છોડવા કરતાં કાંઈક અઘરી છે, તેથી વિષયોની કનડગતથી છોડાવનાર શીલધર્મ બીજા ક્રમે આવે છે. શરીર પ્રત્યેનું મમત્વ અત્યંત ગાઢ હોય છે. હું અને શરીર જૂદાં છીએ એવી પ્રાય: સમજણ કે પ્રતીતિ પણ નથી હોતી, તેથી તેનો રાગ તોડવો હજુ વધારે કપરો છે. માટે શરીરની મમતાને તોડાવનાર તપધર્મ ત્રીજા ક્રમે રાખ્યો છે. ઘણીવાર યોગી પુરુષો ધન, કુટુંબ, વિષયો કે શરીર આદિની આસક્તિથી મુક્ત થઈ જાય છે; પરંતુ પોતાની માન્યતાનો રાગ તોડવો-દષ્ટિરાગ દૂર કરવો યોગી પુરુષો માટે પણ અતિ અતિ કપરો છે, તેથી આ કાર્ય કરનાર ભાવધર્મ ચોથા અને ઉત્કૃષ્ટ સ્થાને છે. ૨૧. સટ્ટાય - સ્વાધ્યાય કરો. આત્મભાવનું જેનાથી અધ્યયન થાય અર્થાત્ જેના સહારે સાધક પોતાના સ્વભાવને જાણી-માણી કે પામી શકે તેવાં શાસ્ત્રવચનોને સાંભળવાં, વિષયને વિશેષ સ્પષ્ટ કરવા જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્નો પૂછવા, વારંવાર તે વચનોનું પુનરાવર્તન કરવું, શાસ્ત્રના એક-એક વચન ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરવી અને તેના દ્વારા પ્રાપ્ત થયેલા તત્ત્વની અર્થાતુ ધર્મની કથા કરવી : આ રીતે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. આ પાંચે પ્રકારનો સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીયકર્મનો નાશ થાય છે અને આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે, આ જ્ઞાન દ્વારા સાધક ઉપર ઉપરની કક્ષાનો સાધનામાર્ગ જોઈ તે માર્ગે આગળ વધી આત્માનંદ પામી શકે છે.
આ જ કારણથી સક્ઝાયકાર મહર્ષિ તત્ત્વષ્ણુ શ્રાવકોને કહે છે, “તમે સ્વાધ્યાય કરો. તે માટે શાસ્ત્રજ્ઞ પાસે જાઓ. વિનય અને બહુમાનપૂર્વક તેમના મુખે શાસ્ત્રનું શ્રવણ કરો. શ્રવણ કરેલાં પદોને કંઠસ્થ કરો, ત્યાર બાદ તેમની પાસેથી તેના અર્થનું જ્ઞાન મેળવો. પ્રાપ્ત થયેલા સૂત્ર અને અર્થનું વારંવાર પુનરાવર્તન કરતાં રહો. સૂત્રાર્થથી પ્રાપ્ત થયેલા વિશેષ અર્થો ઉપર ઊંડું ચિંતન કરો. તેના એક-એક પદ ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરો. આ રીતે કરતાં તમોને અદ્ભુત આનંદ પ્રાપ્ત થશે. આજ સુધી તમને જે સુખનો અનુભવ નથી થયો તેવા સ્વાધીન સુખનો અનુભવ થશે, પછી સાંસારિક સઘળાં સુખો તમને અસાર લાગશે. તેમાં પરાધીનતાનું અને રાગાદિથી . થતી અનેક પ્રકારની પીડાનું ભાન થશે. આ પીડાથી મુક્ત થવા કયા સમયે શું કરવું
Page #101
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૩
તેનું ઉત્તમ માર્ગદર્શન તમને સ્વાધ્યાયથી મળશે. ધીરજપૂર્વક આ માર્ગે ચાલતાં તમો વર્તમાનમાં પણ જરૂર આંશિક આત્માનંદ માણી શકશો. તેનાથી ઉત્તરોત્તર તમારો ઉત્સાહ વધશે અને તમે સાધનામાર્ગે વેગપૂર્વક પ્રગતિ કરી આત્માના અનંતસુખના ભોક્તા બની શકશો. સ્વાધ્યાયના આવા ઉત્તમ લાભને જાણી, હે શ્રાવક ! પ્રમાદને ત્યજો અને સ્વાધ્યાયમાં રત રહો.” ૨૬. નમુવારી - નમસ્કાર કરો, નવકારમંત્રનો જાપ કરો.
ગુણોના ભંડાર પંચ પરમેષ્ઠીને અથવા ગુણવાન કોઈપણ આત્માને નમવું, તેમના પ્રત્યે આદર કે અહોભાવ પ્રદર્શિત કરવો તે નમસ્કાર છે. નવકારમંત્રના જાપ દ્વારા પંચ પરમેષ્ઠીને સુંદર રીતે નમસ્કાર થઈ શકે છે; માટે શ્રાવકે ઓછામાં ઓછું ત્રણે સંધ્યાએ આ નવકારમંત્રના જાપ કરી, તે દ્વારા ગુણવાન એવા અરિહંત આદિના સ્મરણ સાથે તેમને નમસ્કાર આદિ કરવા જોઈએ, કેમ કે, વારંવાર આ રીતે નમસ્કારાદિ કરવાથી ગુણવાન આત્માઓ અને તેમના ગુણો પ્રત્યે પ્રીતિ પ્રગટે છે. તેમના પ્રત્યેના આદર અને બહુમાન ભાવની વૃદ્ધિ થાય છે. તે સાથે જ દોષવાન આત્મા તથા દોષો પ્રત્યેનો લગાવ ઘટતો જાય છે અને પરિણામે દોષો ટળે છે અને ગુણરાશિ પ્રાપ્ત થાય છે.
આ જ કારણથી પરમપંથેચ્છ શ્રાવકોને સક્ઝાયકાર કહે છે કે, “તમે નમસ્કાર કરો. પ્રભાતના સમયે, પૂર્વ દિશામાં પદ્માસન જેવા શ્રેષ્ઠ આસનમાં તમારી કાયાને સ્થિર કરો. નવકારમંત્રના એક-એક પદનું મનમાં સ્મરણ કરતાં અરિહંતાદિ પંચ પરમેષ્ઠીને હૃદયસિંહાસને સ્થાપિત કરો. મનોમન તેમને નમસ્કાર કરો. ચોક્કસ સંખ્યામાં નમસ્કારમંત્રનું સ્મરણ કરવા હાથની આંગળીઓનો કે, કલ્પિત એવાં કમળ આદિનો આશ્રય લો. તે શક્ય ન બને તો સૂતરની, રત્નની કે પરવાળા વગેરેની બનેલી માળાને હાથમાં લો. તેને હૃદય સામે રાખો. અંગૂઠા ઉપર એકએક પારો રાખી એક-એક નવકારમંત્ર ગણો. આ રીતે કરવાથી મનની એકાગ્રતા પ્રાપ્ત થશે અને સહજતાથી અરિહંતાદિના ધ્યાનમાં લીન બની શકશો.
એટલું ધ્યાન રાખવું કે, નવકારમંત્રના જાપને હૃદયસ્પર્શી બનાવવા માટે તેના ઉચ્ચારણ અને તેના અર્થ આદિનું જ્ઞાન તથા જાપ કરવાની વિધિનો બોધ હોવો અતિ આવશ્યક છે. આ મંત્ર એવો છે કે, શ્રદ્ધાપૂર્વક તેનો જાપ થાય તો બાહ્ય અત્યંતર સર્વ વિઘ્નો ટળી જાય છે; પરંતુ જ્યારે નમસ્કારમહામંત્રના એક એક પદનું તલસ્પર્શી જ્ઞાન હોય, પંચ પરમેષ્ઠીના ગુણોથી ચિત્ત આનંદિત થયું હોય,
Page #102
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
તેમના સ્વરૂપનું વારંવાર ચિંતન મનન કર્યું હોય તો જાપ કરતાં તે ગુણવાન આત્માઓ આપોઆપ ચિત્તમાં ઉપસ્થિત થઈ જશે અને સહજતાથી તેમના પ્રત્યે આદર અને સન્માન પ્રગટશે.
૮૯
આ સિવાય પણ ભોજન, શયન, આગમન, નિર્ગમન આદિ સમગ્ર પ્રવૃત્તિ કરતાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ ક૨વાનું ચૂકશો નહિ. અવસરે ઘરના વડીલોને પણ વિનયપૂર્વક નમસ્કાર કરવા ખાસ ખ્યાલ રાખશો. સાધર્મિક મળતાં તુરંત પ્રણામ કરજો. આ રીતે કરશો તો જ તમારા માનાદિ દોષો દૂર થશે. નમ્રતાદિ ગુણો પ્રગટશે અને સાચા અર્થમાં શાસ્ત્રવચન પરિણામ પામી શકશે.”
પરોપકાર (કરો.)
१७. परोवयारो अ ‘પર’ એટલે બીજા ઉપર અને ‘ઉવયારો' એટલે ઉપકાર. અન્ય ઉપર કરેલો ઉપકાર તે પરોપકાર છે. પોતાના સ્વાર્થને બાજુ ઉપર મૂકી બીજા માટે કાંઈક કરવું, કોઈપણ રીતે અન્યને મદદ કરવી, તેમને સહાયક બનવું કે, તેમનું ભલું થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કરવી તે પરોપકાર કહેવાય છે. આ પરોપકાર બે પ્રકારના હોય છે. (૧) બાહ્ય સામગ્રી દ્વારા બાહ્ય દુઃખ દૂર કરવાં કે, બાહ્ય રીતે કોઈનું ભલું થાય તેમ ક૨વું તે ‘દ્રવ્યપરોપકાર’ છે અને (૨) આંતરિક દુઃખોને દૂર કરવાનો કે આંતરિક ભાવોમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો તે ‘ભાવપરોપકાર’ છે.
ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નિર્વસ્ત્રને વસ્ત્ર આપવું, નિરાશ્રયને આશ્રય આપવો, શાસ્ત્ર અભ્યાસની ઈચ્છાવાળાને તે માટે જરૂરી સામગ્રી પૂરી પાડવી, રોગી માટે ચિકિત્સાની વ્યવસ્થા કરવી કે, કરાવવી વગેરે કોઈપણ પ્રકારે બાહ્ય રીતે કોઈને સહાયક થવું, મદદ ક૨વી તે ‘દ્રવ્યપરોપકાર છે.’
બીજાના શુભ ભાવમાં, ગુણવૃદ્ધિમાં, ધર્મમાં સહાયક થવું. સામી વ્યક્તિ ધર્મનું મહત્વ સમજે, સુખ દુઃખનાં વાસ્તવિક કારણો સમજે, કર્મસિદ્ધાંતનું જ્ઞાન મેળવી દુઃખ અને દુર્ગતિથી છૂટકારો મેળવે, તે માટે સ્વયં પ્રયત્ન કરવો કે, સદ્દગુરુ દ્વારા તેવો પ્રયત્ન કરાવવો અથવા તેના આત્માનું હિત થાય તેવું કાંઈ પણ કરવું તે ‘ભાવપરોપકાર 22 છે.
દ્રવ્ય અને ભાવ પરોપકારમાંથી જૈનશાસને ભાવપરોપકારનું મહત્ત્વ ઊંચું આંક્યું છે. આ જ કારણથી શ્રાવક જ્યારે કોઈને અન્ન, વસ્ત્રાદિનું દાન કરે ત્યારે પણ તેના મનમાં તો એ જ ભાવના હોવી જોઈએ કે, ‘આ રીતે પણ હું સામી 22. ભાવ ઉપકાર : માવુવયારો સન્મત્તનાળવરળેસુ નમિન્હ સંવળ । ભાવ ઉપકાર = સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રમાં બીજા જીવોને જે સ્થાપવા, તે તેમના ઉપરનો ભાવઉપકાર છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૦
સૂત્ર સંવેદના-૬
વ્યક્તિને ધર્માભિમુખ બનાવું, કેમ કે, ભૌતિક સ્વરૂપે હું તેને ગમે તેટલું આપીશ તોપણ તેને પોતાના કર્માનુસાર જ મળવાનું છે અને બહારથી અન્નાદિ આપવા છતાં તે જીવ જ્યાં સુધી વિષય કષાયની આસક્તિથી મુક્ત થશે નહિ, ઇચ્છાઓ ઉપર અંકુશ મૂકશે નહિ ત્યાં સુધી વાસ્તવમાં તે સુખી થશે નહિ; માટે આ રીતે તેનાં બાહ્ય દુઃખો ટાળી, તેને ધીમે ધીમે ધર્માભિમુખ બનાવવા યત્ન કરું. જો તે ધર્માભિમુખ બની તે માર્ગે પ્રવૃત્ત થશે તો તેના અનંતકાળના દુઃખ ટળી જશે અને તે અનંત સુખનો સ્વામી બની જશે.”
આ રીતે સાધકનો દ્રવ્યોપકાર પણ ભાવોપકાર ગર્ભિત જ હોય છે. કેમ કે, તે સમજે છે કે, ભાવપરોપકારના લક્ષ્ય વિનાના દ્રવ્ય પરોપકારની કોઈ વિશેષ કિંમત નથી, નિ:સ્વાર્થ ભાવે સ્વ-પરના કલ્યાણ માટે જેઓ ભાવઉપકારપ્રધાન દ્રવ્યઉપકાર કરે છે તેમને સહજતાથી આત્મિક આનંદનો અનુભવ થાય છે. આવા પરોપકારથી સ્વાર્થ અને સંકુચિત વૃત્તિ ઉપર અંકુશ આવે છે. હૃદય વિશાળ બને છે. ઉદારતા ગુણ ખીલે છે અને બીજાનું હિત કરવાની ઉત્તમ ભાવના દ્વારા અનેકને મોક્ષમાર્ગ સુધી પહોંચાડવામાં નિમિત્ત બનાય છે. જેના પરિણામે પોતાનો મોક્ષમાર્ગ પણ સુલભ અને નિષ્કટક બને છે.
આ જ કારણથી સક્ઝાયકાર મહર્ષિ મોક્ષેચ્છુ શ્રાવકોને કહે છે કે, “જેનો આ ભવમાં મોક્ષ નિશ્ચિત છે, તેવા તીર્થકર ભગવંતો પણ દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સુધી સાંવત્સરિક મહાદાન આપે છે અને તે દ્વારા જગતના જીવોનું દ્રવ્ય દારિદ્રય ટાળવા પ્રયત્ન કરે છે. સંયમજીવન સ્વીકારી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જગતના જીવો સંસારસાગર તરી શકે તે માટે પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે અને જીવન પર્યત દેશના આપી જગતના જીવો ઉપર ‘ભાવોપકાર' કરે છે.
તીર્થંકર પરમાત્મા પણ જો આ રીતે દ્રવ્યોપકાર અને ભાવોપકાર માટે યત્ન કરતા હોય તો જેની મુક્તિ હજુ નિશ્ચિત નથી તેવા તમારે તો મુક્તિને સુલભ બનાવવા દ્રવ્ય અને ભાવ પરોપકાર કરવા સદા તત્પર રહેવું જોઈએ. પ્રાપ્ત થયેલ પરોપકાર કરવાની તક ક્યારેય જતી ન કરવી જોઈએ. રોજ રોજ પરોપકાર કરવાનાં નિમિત્તો શોધતા રહેવું જોઈએ. તમે પરોપકારની તક શોધશો તો તમને અવશ્ય તેને યોગ્ય કાર્ય મળી જશે. તે દ્વારા તમે આનંદ માણી શકશો અને સાથે જ તમને અગણિત ગુણો પણ પ્રાપ્ત થશે. સૂરીપુરંદર પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજે તો ત્યાં સુધી કહ્યું છે કે, “પરોપકાર એક એવો ગુણ છે જે શ્રત, શીલ, સમાધિનું અને જેને કાઢવો અતિ કપરો છે તેવા કુગ્રહના ત્યાગનું કદી નિષ્ફળ ન જાય તેવું
Page #104
--------------------------------------------------------------------------
________________
“મન્નત જિણાણ-સક્ઝાય'
અવધ્ય બીજ છે.”23 જ્યાં સુધી તમારામાં પરોપકાર કરવાની વૃત્તિ નહિ આવે ત્યાં સુધી તમે જીવ માત્રને તમારા સમાન નહિ જોઈ શકો અને પરિણામે પરમસુખના સાંધન સ્વરૂપ સમતા તમને પ્રાપ્ત નહિ થાય.
અહીં એટલું ધ્યાનમાં રાખવું કે, પરોપકાર કરતાં ક્યારેય કોઈ અપેક્ષા ન રાખવી. ઘણીવાર એવું બને કે, તમે જેની ઉપર ઉપકાર કર્યો હશે, તે અવસર આવે તમારી નિંદા પણ કરે અને તમારો તિરસ્કાર પણ કરે, ત્યારે તમે તમારા પરોપકારને યાદ ન કરશો કે, તેને વખોડશો પણ નહીં. હંમેશા નિ:સ્વાર્થભાવે પરોપકાર કરવાનું ચાલું રાખજો. ૨૮. ગયUT ગ - (યતના) કાળજી કે સાવધાની રાખવી.
કોઈપણ કાર્ય કરતાં બિનજરૂરી એક પણ જીવની હિંસા ન થઈ જાય તેની કાળજી રાખવી તેને જયણા કહેવાય છે. તેમાં કોઈના પણ દ્રવ્યપ્રાણને હાનિ ના પહોંચે તેનું ધ્યાન રાખવું તે દ્રવ્યજયણા છે અને કોઈને ભાવપ્રાણને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું તે ભાવજયણા છે. જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ અહિંસાનો પરિણામ ઉદ્ભવે છે, માટે આ જયણા ધર્મની માતા છે. સ્વીકારેલા વ્રતાદિનું પાલન જયણાથી થાય છે, માટે જયણા ધર્મની પાલણી છે. અનશનાદિ તપની વૃદ્ધિ પણ જયણાથી થાય છે, વળી જયણાથી પોતાને તથા અન્યને પણ સુખ થાય છે માટે તે એકાંતે સુખને આપનારી છે.
આ જ કારણથી સક્ઝાયકાર મહર્ષિ દયાવાન શ્રાવકોને કહે છે “તમો જયણાધર્મનું પાલન કરો. પાણી વાપરવું પડે ત્યારે પણ તેમાં રહેલા ત્રસ જીવોની હિંસા ન થઈ જાય તે માટે પાણી ગાળીને વાપરો. લાકડાં, ગેસ, ચૂલો વગેરે જોઈપૂંજીને વાપરો, અનાજ વાપરો ત્યારે ચાળી, જોઈ પછી તેનો ઉપયોગ કરો. શાકભાજી સુધારવાં પડે ત્યારે ત્રસ જીવોની હિંસા ન થાય તેની કાળજી રાખો. ઘી
23. તડપનિવેશીસ્તન, યુવત્તો મુક્તિવાહિનામ્ |
યુવત: પુન: શ્રુતે, શોલે, સમય ૨ મહાત્મનામ્ II૮૮|| बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् परार्थकरणं येन, परिशुद्धमतोऽत्र च ।।८९।।
- શ્રી યોગસમુચ્ચય:
24 નયા ય ધમની , નયTI ધમ્મસ પાછળની વેવ |
તવવુંકરી ગયm, iત સુદાવી ગયUT T૬૭TI
- સંબોધસત્તરિ
Page #105
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૭
તેલ વગેરેનાં વાસણ ખુલ્લાં ન રાખો કોઈ પણ ચીજ-વસ્તુ ગમે ત્યાં ન ફેંકો. નીચે જોઈને ચાલો અને કોઈનામાં રાગાદિ ભાવો જાગે કે તેની વૃદ્ધિ થાય, તેવું ન બોલો કે, તેવી પ્રવૃત્તિ પણ ન કરો. ટૂંકમાં, સર્વ પ્રવૃત્તિ કરતાં કોઈપણ જીવના દ્રવ્યપ્રાણ કે ભાવપ્રાણની નાહક વિરાધના ન થઈ જાય તેની કાળજી રાખો.”
ગાથા :
નિ-પૂઞ ખિળ-થુનળ, ગુરુ-યુગ સાહસ્મિઞાળ વર્ણ । વવહારમ્સ ય સુદ્ધી, રહે-ખન્ના નિત્ય-ખા ય ।।રૂ।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
૯૨
નિન-પૂના બિન-સ્તવન, ગુરુ-સ્તવઃ સામિાળાં વાત્સલ્યમ્ । વ્યવહારસ્ય ચ શુદ્ધિ:, રથ-યાત્રા તીર્થ-યાત્રા ૬ ।।૨।।
ગાથાર્થ :
જિનપૂજા, જિનસ્તુતિ, ગુરુસ્તુતિ, સાધર્મિકવાત્સલ્ય; વ્યવહારની શુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા (શ્રાવકનાં આવાં કૃત્યો હંમેશા ગુરુઉપદેશથી સેવવાં જોઈએ)
વિશેષાર્થ :
૬. નિવૂ - જિનની એટલે કે ભગવાન શ્રી જિનેન્દ્રની પૂજા કે ભક્તિ
કરો.
આપણા ઉપર પરમ ઉપકાર કરનાર પરમાત્માની ઉત્તમ દ્રવ્યો અને ઉત્તમ ભાવોથી વિવિધ પ્રકારે પૂજા-ભક્તિ કરવી તે જિનપૂજા છે. શ્રાવક અવિરતિધર છે. તે ઈન્દ્રિય અને પુદ્ગલના સહારે જ આનંદ-પ્રમોદ માણવા ટેવાયેલો છે. પુદ્ગલના આલંબન વિનાનું આત્માનું સુખ માણવાની કક્ષા સુધી તે પહોંચ્યો નથી.
આ કક્ષામાં રહેલા સાધક માટે જ શાસ્ત્રમાં પ્રભુ પૂજાનું વિધાન છે. ઉત્તમ દ્રવ્યો અને શુભભાવથી પરમાત્માની પૂજા કરવાથી પ્રભુ પ્રત્યે પ્રશસ્ત રાગ પ્રગટે છે, અને અપ્રશસ્ત એવો સંસાર પ્રત્યેનો રાગ ધીરે ધીરે ઘટતો જાય છે. સાથે જ
Page #106
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
વૈરાગ્યાદિ ભાવો વૃદ્ધિ પામે છે. જેના પરિણામે અંદરની દુનિયાનું અવલોકન કરતાં કરતાં સાધક આંતરિક સુખનો અનુભવ કરી શકે છે.
૯૩
વીતરાગ પ્રત્યે પ્રીતિ બાંધવા જ સજ્ઝાયકાર મહર્ષિ જિનાનુરાગી શ્રાવકને કહે છે કે, “સંપ્રતિ મહારાજા કે, કુમારપાળ રાજાએ તો પૃથ્વીતળને જિનમંદિરથી મંડિત કરવાનો સુપ્રયાસ કરી, જીવનને સફળ કર્યું હતું. તમે પણ તમારા વૈભવ અનુસાર સુવર્ણ, રજત કે સંગેમરમર જેવાં શ્રેષ્ઠ દ્રવ્યોથી સુંદર જિનમંદિર અને જિનપ્રતિમાઓનું નિર્માણ કરો. પ્રતિષ્ઠા-અંજનશલાકાના મહોત્સવપૂર્વક તેમાં પરમાત્મભાવનું સ્થાપન કરો. જિનસ્વરૂપ બનેલા તે બિંબનાં ત્રિકાળ દર્શન કરો. ત્રણલોકના નાથની સ્થાપનાની પણ પૂજા કરવા મળે છે એ તમારું પરમ સૌભાગ્ય છે, તેમ માની વિધિપૂર્વક તેની ત્રિકાળ પૂજા કરો. પ્રભાતે શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી વાસક્ષેપ, ધૂપ, દીપાદિથી પૂજા કરો. મધ્યાહ્નકાળે શાસ્ત્રીય મર્યાદા મુજબ પરિમિત જળથી સ્નાન કરી, ઉત્તમ વસ્ત્ર અને અલંકારથી સજ્જ થઈ ગૌરવ અને આડંબરપૂર્વક25 જિનમંદિરે જાઓ. સ્વશક્તિ અનુસાર ચંદન, કેસર, કસ્તુરી, પંચવર્ણી સુગંધી પુષ્પો, કપૂર, અગર, ધૂપાદિ ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની વિશેષ પ્રકારે ભક્તિ કરો. સાયંકાળે પણ પુનઃ ધૂપ-દીપ-ગીત અને વાજિંત્રોથી પ્રભુ પૂજા કરો.
આજ સુધી તમે શ્રેષ્ઠ વસ્તુના આદાનપ્રદાન દ્વારા જ પ્રીતિની વૃદ્ધિ કરવા ટેવાયેલા છો. પ્રીતિપાત્ર વ્યક્તિઓને ભેટ સોગાદો આપી, તમે માત્ર પરસ્પર રાગની વૃદ્ધિ કરો છો અને તેના દ્વારા કર્મ બાંધો છો. આના કરતાં વીતરાગને ઉત્તમ દ્રવ્યો અર્પણ કરો, ઉત્તમ દ્રવ્યોથી તેમની ભક્તિ કરી વીતરાગ પ્રત્યેના રાગની વૃદ્ધિ કરો. વધતો જતો આ પ્રભુ પ્રેમ, આ ભક્તિભાવ તમને સાંસારિક અને ભૌતિક સુખ સાધનોના મોહમાંથી મુક્તિ અપાવી એક દિવસ તમને પણ વીતરાગ બનાવી દેશે.
અહીં એ ખાસ ધ્યાન રાખવું કે, આ જિનપૂજાનું અનુષ્ઠાન પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવનારું અનુષ્ઠાન છે. તેમાં વિધિ સાચવવાનો પૂરો યત્ન કરવો. આવું ઉત્તમ અનુષ્ઠાન કરતી વેળાએ તેમાં ક્યાંય ચૂક ન થઈ જાય, અજયણા ન થઈ જાય કે કોઈપણ ખામી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ગુરુ પાસે જઈ વંદન આદિ કરી શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ આદિ ધર્મગ્રંથોમાંથી પૂજાની વિધિ સમજી તે મુજબ જ પૂજા કરવાનો આગ્રહ રાખવો.
25. અહીં આડંબર શબ્દનો અર્થ દંભ કે Pretention નથી કરવાનો પણ આડંબરપૂર્વક એટલે સજી ધજીને.
Page #107
--------------------------------------------------------------------------
________________
જ
સૂત્ર સંવેદના
૨૦. નિ-શુપાઇ - જિનની સ્તુતિ (સ્તવન) કરો. પ્રભુના સદ્ભુત ગુણોનું વર્ણન કરવું, તે જિનની સ્તવના છે. ભાવવાહી શબ્દોના સહારે પ્રભુ સાથે સંબંધ બાંધવાના, પ્રીતિ પ્રગટાવવાના કે, પ્રભુમાં એકાગ્ર થવાના પ્રયત્નને “જિન-સ્તવના' કહેવાય છે. આ સ્તવના પૂર્વપુરુષરચિત અર્થગંભીર સ્તુતિ, સ્તવન કે સ્તોત્રોથી વિશેષ પ્રકારે કરી શકાય છે. તેમાં મુખ્યતયા પ્રભુના ગુણોનું વર્ણન હોય છે, તો ક્યારેક વળી તેમાં પોતાનામાં રહેલા દોષોની આલોચના અને નિંદા કરી છે તે દોષોથી પોતાને ઉગારવાની પ્રભુને પ્રાર્થના પણ કરાય છે. આવા સ્તવનના માધ્યમ દ્વારા સાધક સહેલાઈથી પ્રભુ સાથે તાદાસ્ય સાધી શકે છે.
શ્રી ઉત્તરાધ્યયન આગમમાં તો કહ્યું છે કે, પરમકૃપાળુ પરમાત્મા જેવા અનંતાનંત ગુણોના સ્વામીના ગુણોનું ગાન કરતાં કરતાં સાધક શ્રેષ્ઠ કક્ષાના સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. આવી બોધિની પ્રાપ્તિથી સાધક કર્મનો અને ક્રમે કરીને સંસારનો નાશ કરે તેવી ઉત્તમ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરી શકે છે અને મોક્ષે ન જાય ત્યાં સુધી રૈવેયક અને અનુત્તરમાં ઉત્પન્ન થાય છે..
આ જ કારણથી સૂત્રકાર મહર્ષિ પ્રભુપ્રેમપિપાસું શ્રાવકને કહે છે કે, “તમો જિનસ્તવના કરો. તે માટે તમારા આંતરિક ભાવોને વ્યક્ત કરે તેવાં સ્તુતિ કે સ્તવનનો સહારો લો. ખૂબ મંદ સ્વરે, મધુર કંઠે, લયબદ્ધ રીતે, કોઈને અંતરાય ન થાય તેમ ધીરે-ધીરે એક-એક શબ્દને સ્પર્શી તેનું ગાન કરો. આ રીતે સ્તવન ગાવાથી તમે પ્રભુના ગુણોમાં લીન બની શકશો, બાહ્ય દુનિયાને ભૂલી અલૌકિક આંતરિક દુનિયાનું તમે અવલોકન કરી શકશો. તે દ્વારા કાંઈક અંશે પણ આત્મિક સુખનો આનંદ માણી શકશો. આથી જ તમો પ્રસંગોચિત જિનસ્તવના કરવાનું ક્યારેય ચૂકશો નહિ.” ૨૨. પુરુ-શુઝ - ગુરુની સ્તુતિ કરો. એક લૌકિક કવિએ કહ્યું છે કે, गुरु-गोविंद दोउ खडे, किसको लागू पाय । बलिहारी गुरु आपकी, जो गोविंद दियो दिखाय ।।।
ગુરુ ભગવંતના સદ્ભૂત ગુણોની સ્તવના કરવી તેનું નામ ગુરુસ્તુતિ કહેવાય છે. પ્રભુને ઓળખાવવાનું કાર્ય ગુરુભગવંતો કરે છે અને ધર્મ સમજાવવાનું કાર્ય
Page #108
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
૯૫
પણ ગુરુભગવંતો કરે છે. તેથી એક અપેક્ષાએ તેઓ આપણા નિકટના અને વધુ ઉપકારી છે. કોઈપણ ઉપકારીના ગુણગાન કરવાથી કૃતજ્ઞતા ગુણનો વિકાસ થાય છે અને તેમાંય ચારિત્રસંપન્ન ગુણવાન ગુરુભગવંતની સ્તવના કરવાથી તો ચારિત્રમોહનીય કર્મનો પણ નાશ થાય છે. સંયમજીવન સુલભ બને છે.
આ જ કારણથી સજ્ઝાયકાર મહર્ષિ ગુણાનુરાગી શ્રાવકને કહે છે કે, “તમે પરમાત્માની જેમ ગુરુની પણ સ્તવના કરો. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ગુરુના સદ્ભૂત ગુણોની સ્તુતિનું ગાન કરો. વર્તમાનમાં, ખાસ કરીને ગુરુવંદનના અવસરે, વ્યાખ્યાન શ્રવણના સમયે તથા પ્રતિક્રમણ કર્યા પછી ગુરુગુણસ્તુતિ કરવાની પ્રથા જોવા મળે છે. આ સિવાય પણ જ્યારે યોગ્ય સમય દેખાય ત્યારે વિવેકપૂર્વક પોતાના ભાવોલ્લાસની વૃદ્ધિ થાય, ગુરુના ગુણ પ્રત્યે આદર અને બહુમાનભાવ વધે તે પ્રકારે તેમના ગુણોનું સ્તવન, કીર્તન કે કથા કરવાનું ક્યારેય ચૂકશો નહિ. આ રીતે ગુરુના ગુણોની સ્તવના કરશો તો તમારામાં પણ ગુણવૃદ્ધિ
થશે.”
૨૨. સાઇનિમાળ વચ્છઠ્ઠું - સાધર્મિકનું વાત્સલ્ય કરો.
.
26
તુલ્ય ધર્મનું આચરણ કરનારને સાધર્મિક કહેવાય છે. શ્રાવકો માટે તેમના સમાન શ્રાવકધર્મનું આચરણ કરનાર અન્ય શ્રાવક અને શ્રાવિકાઓ સાધર્મિક છે. આવા સાધર્મિક પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ કે, લાગણી રાખવી તેને ‘સાધર્મિકવાત્સલ્ય’ કહેવાય છે.
આ જગતમાં સગા, સ્નેહી કે સ્વજનો મળવાં સહેલાં છે; પરંતુ સાધર્મિકો મળવા અત્યંત દોહ્યલાં છે. મહાપુણ્યનો ઉદય હોય તો જ આવા સાધર્મિકનો ભેટો થાય છે, તેમની સેવા-ભક્તિ ક૨વાની ભાવના જાગે છે, તેમના પ્રત્યે અખૂટ વાત્સલ્ય જાંગે છે. ભાવપૂર્વક સાધર્મિકની ભક્તિ કરવાથી શ્રી સંભવનાથ ભગવાનની જેમ તીર્થંકરનામકર્મનો બંધ પણ જીવ કરી શકે છે.
આ જ કારણથી સૂત્રકારમહર્ષિ અરિહંત પદ પ્રાપ્ત કરવા ઉત્સુક શ્રાવકોને કહે છે, “તમે સાધર્મિકનું વાત્સલ્ય કરો. તેમના ગુણો પ્રત્યે આદર-બહુમાન કેળવો. તેમના પ્રત્યેની પ્રીતિ દઢ કરવા પ્રત્યેક પ્રસંગે તેમને યાદ કરો. અવસર શોધી તેમને સ્વગૃહે પધારવાનું આમંત્રણ આપો. તેઓ પધારે ત્યારે તેમનું સ્વાગત કરવા
26. ક્ષમાનેન ધર્મે ચરતીતિ સામિ: સરખા ધર્મ વડે ચાલે તે સાધર્મિક
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૬
સૂત્ર સંવેદના-૬
ધૂપસળીની સે૨ો દ્વારા ઘરને સુવાસિત કરો. દીપકની રોશનીથી ઘર રોશન કરો. ચોકમાં રંગોળી પૂરાવો. તમારા આંગણે પધારેલા સાધર્મિકના પગ દૂધ અને પાણીથી પખાળો. તેમને બેસવા કિંમતી આસનો બીછાવો. ચાંદી વગેરે શ્રેષ્ઠ વસ્તુથી બનેલા બાજોઠ ઢળાવો. હીરા-માણેક જડેલા રજત કે સુવર્ણના થાળ મૂકાવો. અત્યંત ભાવપૂર્વક ઉત્તમ વાનગીઓથી તેમની ભક્તિ કરો. ભોજન બાદ કુમકુમનું તિલક કરી મૂલ્યવાન વસ્ત્ર કે અલંકાર વગેરેની પહેરામણી કરો. આ રીતે સાધર્મિકની ભક્તિ કરશો તો પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરી ટૂંક સમયમાં તમે પણ ઉત્તમ ધર્મ આરાધી મોક્ષના મહાસુખને માણી શકશો.”
પૂર્વના કોઈ પાપકર્મનાં ઉદયે બાહ્ય દૃષ્ટિએ કોઈક સાધર્મિક દુઃખી કે દરિદ્રી અવસ્થામાં હોય તો પણ આંતરિક ગુણવૈભવથી તેઓ મહા શ્રીમંત જ છે. આવા સાધર્મિકને જ્યારે સહાય કરવાની તક મળે ત્યારે ક્યારેય તેમને બિચારા કે બાપડા ન માનશો. સમાજમાં ક્યાંય તેમનું નીચું દેખાય તેવું વર્તન ક્યારેય ન કરશો; પરંતુ તેમનું ગૌરવ જળવાઈ રહે તે રીતે તેમની ભક્તિ કરજો. તેમની ભક્તિ કરવામાં તમારું સૌભાગ્ય માનજો, તમારા ધનની સાર્થકતા પણ તેમાં જ છે તેમ વિચારજો. ભક્તિને યોગ્ય પાત્રમાં ક્યારેય અનુકંપાનો ભાવ થશે કે, ‘આમને બિચારાને અમે નહિ આપીએ તો કોણ આપશે' આવો દયાનો પરિણામ પ્રગટશે તો મહાન કર્મનો બંધ થશે. આથી સાધર્મિકને આવી અનુકંપાની બુદ્ધિથી ક્યારેય દાન ન કરશો.
પૂર્વકાળમાં એવા શ્રાવકો હતા જે ગામમાં નવો સાધર્મિક આવે તો તેને પોતાના ઘરે જમવા લઈ જાય અને એક સુવર્ણની ઈંટની પહેરામણી કરી, ટૂંક સમયમાં તેને પોતાની સમાન સંપત્તિવાળા બનાવી દેતા હતા.
જિજ્ઞાસા : ભગવાનના શાસનમાં સામાન્ય રીતે તો સંબંધ બાંધવાની કે, પ્રેમને (લાગણીને) વધા૨વાની મનાઈ કરી છે તો અહીં સાધર્મિક સાથેનો સંબંધ કે પ્રેમ રાખવાની વાત કેમ કરી ?
તૃપ્તિ : કાંટો જેમ કાંટાથી જ નીકળે છે, તેમ અપ્રશસ્ત રાગાદિ કષાયો પણ પ્રશસ્ત રાગાદિ કષાયથી જ ટળે છે. સગા, સ્નેહી કે સ્વજનો પ્રત્યેના રાગને ઘટાડવાનો અને અંતે સર્વ રાગથી મુક્ત થવાનો આ જ પરમ ઉપાય છે. ગુણવાન આત્માઓનો રાગ ક્યારેય રાગને વધારતો નથી, બલ્કે રાગને તોડાવવાના અનેક માર્ગો દેખાડી રાગને શાંત કરવાનું કામ કરે છે. આથી જ આપણું હિત જોઈને પરમ કૃપાળુ પરમાત્માએ અમુક ભૂમિકાની વ્યક્તિ માટે તો દેવ-ગુરુ-ધર્મ અને સાધર્મિક પ્રત્યે રાગ કરવા સૂચવ્યું છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
૯૭
२३. ववहारस्स य सुद्धी
વ્યવહારની શુદ્ધિ જાળવવી.
કોઈપણ વસ્તુની લેવડ-દેવડની ક્રિયાને ‘વ્યવહાર' કહેવાય છે. શ્રાવકની એવી ભાવના હોય છે કે, મારો કોઈ વ્યવહાર એવો ન હોવો જોઈએ કે જેથી મારા દેવગુરુ-ધર્મની નિંદા થાય. વ્યવહાર જો ન્યાય-નીતિ જાળવી સંપૂર્ણ પ્રામાણિકતાપૂર્વક ક૨વામાં આવે તો વ્યવહારની શુદ્ધિ જળવાય છે. વ્યવહારની શુદ્ધિ ધર્મનું મૂળ હોવા સાથે ધર્મપ્રભાવનાનું કારણ પણ બની શકે છે.
4
આથી જ સૂત્રકાર મહર્ષિ ધર્મપરાયણ શ્રાવકોને કહે છે કે, “તમે જ્યાં સુધી સંસારમાં છો ત્યાં સુધી તમારે અનેક પ્રકારના વ્યવહારો કરવા પડશે. વ્યાપાર પણ કરવો પડશે; પરંતુ યાદ રાખજો આ કાર્ય કરતાં ક્યાંય વ્યવહારમાં, ધન કે અન્ય કોઈ વસ્તુની લેવડ-દેવડમાં; લોભાદિને વશ થઈ અન્યાય કે અનીતિને સ્થાન ન આપતા. તમે ન્યાય-નીતિ અને પ્રામાણિકતાપૂર્વક વ્યવહાર કરજો. કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતાં કોઈને તમારા તરફથી અસંતોષ ન થાય તેનું ધ્યાન રાખજો. જેની જે વસ્તુ જે પ્રકારે જેટલા સમય માટે લીધી હોય તેની તે વસ્તુ તે પ્રકારે તેટલા જ સમયમાં પાછી આપવાનું ક્યારેય ભૂલતા નહિ. માલની લે-વેચ કરવામાં પણ ક્યાંય ભેળસેળ કરતા નહિ. વિશ્વાસપૂર્વક કોઈએ તમારે ત્યાં થાપણ મૂકી હોય તો તેમાં કોઈ ફેરફાર કર્યા વિના પાછી આપજો. દીકરા-દીકરીની લેવડ દેવડમાં પણ ક્યાંય કોઈનો વિશ્વાસઘાત થાય તેમ ન કરતાં.
ટૂંકમાં બોલવા-ચાલવામાં, લેવા-દેવામાં, ખાવા-પીવામાં, ૫હે૨વા-ઓઢવામાં જ્યાં જેની સાથે જે વ્યવહાર કરવો યોગ્ય હોય તે રીતે તમે નૈતિકતા જાળવજો. કેમ કે, આ રીતે કરવાથી જ એકબીજાની સમાધિ જળવાઈ રહે છે. યોગ્ય વ્યવહાર ન કરવાથી સ્વ-પર સૌની સમાધિ જોખમાય છે. માટે જો તમે સૌની સમાધિને ઈચ્છતા હો તો તમારે માત્ર ધાર્મિક વ્યવહારો જ નહિ પરંતુ સંસારના સર્વ વ્યવહારો સુયોગ્ય રીતે કરવા જોઈએ. આવું કરવાથી જ તમે તમારા મનને સ્વસ્થ અને સ્થિર રાખી ધર્મ માર્ગે આગળ વધારી શકશો અને અન્યને પણ ધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટાવવા દ્વારા ધર્મ પમાડવામાં નિમિત્ત બની શકશો.
ધર્મી ગણાતા એવા તમારો વ્યવહાર જો સારો નહિ હોય તો તમારા નિમિત્તે ઘણા લોકો ધર્મની નિંદા ક૨શે અને બોધિદુર્લભ બનશે. આથી તમારે તો દરેક સ્થળે વ્યવહાર એકદમ ચોખ્ખો રાખવો જોઈએ. કૃપણતા, લજ્જા કે રાગાદિ ભાવમાં તણાઈ ક્યાંય વ્યવહાર બગાડવો નહિ.”
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૮
સૂત્ર સંવેદના
૨૪. રદ-નત્તા - રથયાત્રા
પ્રભુની પ્રતિમાથી યુક્ત રથને વિવિધ માર્ગો ઉપર ફેરવવો તે રથયાત્રા છે. સુવર્ણ રજત કે કાષ્ટના બનાવેલા રથને; મોતીની, પુષ્પોની કે અન્ય કોઈ શ્રેષ્ઠ સામગ્રીથી શણગારી ઉત્તમ વસ્ત્રો અને અલંકારોથી શોભતા શ્રાવક-શ્રાવિકાઓ રત્ન જડિત અલંકારો આદિથી દેદીપ્યમાન બનેલી પ્રભુપ્રતિમાને લઈને રથમાં બેસવું. રથની બે બાજુએથી પ્રભુને ચામર વીંઝવા, વૈભવશાળી ભક્તિવંત શ્રાવકોએ તે રથના સારથી બનવું, પ્રભુના રથની આગળ ઇન્દ્રધ્વજા, અષ્ટમંગળ, મંગળવાજિંત્રો, ગગનભેદી નગારાં, ગીત-નૃત્યની મંડળીઓ તથા સુંદર શણગારેલા અને પૂજાની વિવિધ સામગ્રીથી ભરેલા ગાડાઓ રાખવા. રથની પાછળ માંગલિક ગીતો ગાતી અને હાથમાં રામણ દીવો લઈને ચાલતી સોહાગણ નારી રાખવી. અંતમાં દીન-દુઃખી અનાથ જીવોને અનુકંપા દાન કરવાની વ્યવસ્થા રાખવી. આ રીતે સુંદર અને પ્રભાવક ગોઠવણ કરીને શ્રેષ્ઠી-શ્રીમંતો પોતાના હાથે અથવા હાથી, બળદ કે અશ્વની જોડીથી તે રથને ખેંચી નગરના વિવિધ માર્ગો ઉપર ફેરવે તે રથયાત્રા છે.
માનવીનું મન ઉત્સવપ્રિય હોય છે. સંસારમાં અનેક ઉત્સવો ઉજવી તે ઘણાં કર્મો બાંધે છે. આ કર્મબંધથી છૂટવા શ્રાવકોએ વારંવાર રથયાત્રા જેવા ઉત્સવો યોજવા જોઈએ. તે ન બની શકે તો ઉત્તમ શ્રાવકોએ વર્ષમાં એકાદવાર તો શાસનની પ્રભાવનાનું અંગ બને તેવી રથયાત્રા અવશ્ય કાઢવી જોઈએ. કેમ કે, રથયાત્રા પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાનો અને અશુભ કર્મના બંધનોથી મુક્ત થવાનો અમોઘ ઉપાય છે.
આથી જ સક્ઝાયકાર મહર્ષિ મોક્ષેચ્છુ શ્રાવકોને કહે છે કે, “તમે વર્ષમાં ઓછામાં ઓછી એક્વાર તો રથયાત્રા કરાવો. કદાચ એકલા આ કાર્ય ન કરી શકો તો સંઘ સાથે મળીને પણ આવા ઉત્તમ અનુષ્ઠાનનું આયોજન કરો.
શાસ્ત્રીય મર્યાદા મુજબ અને ઉદારતાપૂર્વક જો આવી રથયાત્રાઓનું તમે આયોજન કરશો તો તેના બાહ્ય સૌંદર્યથી ઘણા બાળજીવો તેની તરફ આકર્ષાશે. આકર્ષાયેલા જીવોને ક્યારેક જૈન ધર્મ અને જિનેશ્વર વિષે જાણવાની ઈચ્છા થશે. આવી જિજ્ઞાસા તેને જૈનધર્મના જાણકાર ગુરુભગવંતો કે સુજ્ઞ શ્રાવકો સુધી પહોંચાડશે. જેના પરિણામે તેનામાં અનંતકાલનું વાસ્તવિક સુખ આપનાર જિન અને જિનેશ્વરના ધર્મ પ્રત્યે આદર અને બહુમાન ભાવસ્વરૂપ બોધિબીજનું વાવેતર થશે. કેટલાક લઘુકર્મી આત્માઓ તો આવી રથયાત્રાના દર્શનથી પણ સમ્યગદર્શન આદિ પામી શકશે આથી પોતાનું તથા અન્યનું કલ્યાણ ઇચ્છતા તમારે આવી રથયાત્રાનું આયોજન અવશ્ય કરવું જોઈએ.”
Page #112
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
આર્ય સુહસ્તિસૂરિ મહારાજાની નિશ્રામાં ‘જીવિતસ્વામી' પ્રભુની રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રાઁના દર્શનથી જાતિસ્મરણને પામેલ ‘સંપ્રતિરાજા’ શાસન પ્રભાવક મહાશ્રાવક બન્યા હતા. આ રીતે ઘણા લોકો આવી રથયાત્રાથી ધર્મ માર્ગમાં આગળ વધી શકે છે માટે ઋદ્ધિસંપન્ન શ્રાવકે વર્ષમાં એકવાર તો રથયાત્રા અવશ્ય કાઢવી જ જોઈએ.
૯૯
ઘણા અજ્ઞાની લોકો રથયાત્રાની શોભાને ધનનો ધૂમાડો કે ખોટો આડંબર માને છે. આ તેમનું નર્યું અજ્ઞાન છે. કેમ કે, આના કરતાં ઘણો વધારે ધનનો ધૂમાડો આજે લગ્નોત્સવમાં, પાર્ટીઓમાં, જન્મ દિવસની ઉજવણીમાં કે મોજમજા શોખ અને મહેફીલો પાછળ થઈ રહ્યો છે. તેમાં જે પણ ધન ખર્ચાય છે તે રંગ-રાગની વૃદ્ધિ કરી આત્મિક સંપત્તિના નાશનું કારણ બને છે. જ્યારે રથયાત્રા કોઈ વિકાર તો ઉત્પન્ન નથી કરતી પણ સાથે જ પાપનો નાશ અને પુણ્યનો બંધ કરાવી પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડી શકે છે.
કોઈ વળી એવી માન્યતા ધરાવે છે કે, આવા ખર્ચા ક૨વા કરતાં તો હોસ્પીટલ કે શાળાઓ બંધાવવામાં ધનની સાર્થકતા છે. દીર્ઘદ્રષ્ટિના અભાવે જ જીવો આવી મિથ્યા માન્યતા ધરાવે છે. હોસ્પીટલમાં સારવાર મેળવી રહેલો વ્યક્તિ પણ પુણ્ય હોય તો જ સાજો થાય છે. વળી, સાજો અને નિરોગી થયા પછી તે પુન: પાપ કરવામાં લાગી જાય છે. સ્કૂલ કે કોલેજમાં જઈને વ્યવહારિક જ્ઞાન મેળવી શકાય છે; પરંતુ તેટલા માત્રથી ધન મળશે જ એવું નથી હોતું. ભણેલાને પણ ધનાદિ પુણ્ય હોય તો જ મળે છે. વિવેકના અભાવે જીવ તે ધનાદિને પોતાની સુખ સગવડતાનું કારણ માની બેસે છે. હકીકતમાં હોસ્પીટલથી મળેલું સ્વાસ્થ્ય કે સ્કૂલથી મળેલું ભણતર, તે બન્ને આ ભવ કે ૫૨ ભવના વાસ્તવિક સુખનું કારણ તો નથી જ બનતા. વળી, પરંપરાએ તો તેમાં કરેલો ખર્ચો સંસાર વૃદ્ધિ કરાવી જીવને દુ:ખી જ કરે છે. જ્યારે ઉત્તમ રથયાત્રા તો વર્તમાનમાં હિતકારી માર્ગ સુધી પહોંચવાનું ઉત્તમ આલંબન બને છે અને પરંપરાએ તો તે અનંતકાળનું આત્મિક સુખ આપવા પણ સમર્થ બને છે. તેથી તેમાં કરેલો વ્યય નિર્વિવાદે સર્વ્યય જ છે.
વળી, રથયાત્રા સાથે જે અનુકંપાદાનની વ્યવસ્થા હોય છે. તે દાન, દુ:ખી, ગરીબ, અનાથને વસ્ત્ર-ભોજન આદિની સામગ્રી આપી તેમના દ્રવ્ય દુઃખને પણ હળવું કરે છે.
૨. તિસ્ત્ય-નત્તા ય
તીર્થયાત્રા કરવી જોઈએ.
તારે તેને તીર્થ કહેવાય છે. તેના બે પ્રકાર છે. (૧) જંગમતીર્થ, (૨) સ્થાવરતીર્થ.
-
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સૂત્ર સંવેદના-૭
સાધુ-સાધ્વીજી ભગવંતો જંગમતીર્થ છે અને તીર્થંકરોની કલ્યાણક ભૂમિઓ, શત્રુંજય, ગિરનાર, આબુ વગેરે સ્થાવરતીર્થ છે. અહીં વિશેષ પ્રકારે સ્થાવરતીર્થની યાત્રાને શ્રાવકના એક કર્તવ્ય સ્વરૂપે જણાવ્યું છે.
પવિત્ર પરમાણુ યુક્ત તીર્થભૂમિની સ્પર્શનાથી આંતરિક શુભ સંવેદનો સહજ રીતે ઉઠે છે. વળી નયનરમ્ય, પ્રાચીન પ્રતિમાના દર્શનથી મન પ્રફુલ્લિત થતાં પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થાય છે. આવી પ્રતિમાઓના સહારે પરમાત્મા સાથે તાદાત્મ્યભાવ સાધી શકાય છે. વળી અનેક સાધર્મિકો તથા સદ્ગુરુભગવંતોનો સમાગમ થાય છે. તેમનાં દર્શન, વંદન અને પરિચય ધર્મભાવની વૃદ્ધિ કરે છે. વિધિપૂર્વક તીર્થયાત્રા કરનારને આવા તો અનેક ફાયદા થાય છે.
આ જ કારણથી સૂત્રકાર મહર્ષિ સંસાર સાગર તરવાની ઇચ્છા ધરાવતા શ્રાવકને કહે છે કે, “દુનિયામાં પરિભ્રમણ કરી તમે ઘણાં કર્મ ઉપાર્જિત કર્યા છે. જ્યાં ત્યાં ફરી, નવું નવું જોઈ, તમે તમારા આત્મા ઉપર અનેક કુસંસ્કારો પાડ્યા છે. આ કર્મ અને કુસંસ્કારોથી મુક્ત થવા તમો તીર્થયાત્રા અવશ્ય કરો. તે તીર્થયાત્રા પણ જયણા પૂર્વક પગે ચાલી છ’રિ પાળવા પૂર્વક કરો. તે દરમ્યાન પરમાત્માના ગુણોનું ગાન-ચિંતન-મનન-ધ્યાન કરી હૈયાને ભાવિત કરો. તેટલા દિવસ સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાવ. મોકળા મને સહજતાથી પ્રભુ સાથે તાદાત્મ્ય સાધી શકાશે. છ-૨ી પાળવાપૂર્વક જશો ત્યારે રસ્તામાં અન્ય જે તીર્થો આવે તેને પણ ભાવપૂર્વક જુહારો. વળી, યાત્રા માટે એકલા ન જતાં તમો તમારા સ્નેહી, સ્વજનો, સાધર્મિકો કે સંઘને સાથે લઈને જાઓ. ઘરેથી નીકળી તીર્થયાત્રા સુધીની સર્વ ક્રિયા સ્વૈચ્છાનુસારી નહિ પણ શાસ્ત્રાનુસારી કરો. ત્યાં ગયા પછી પણ વિશેષ પ્રકારે પૂજા, ભાવના, ધ્યાન આદિ ક્રિયામાં એકાગ્ર બની પ્રભુ સાથે તન્મય બની જવા યત્ન કરો.”
પ્રભુ સાથે તમો જેટલા અંશે તન્મય બનશો તેટલા અંશે તમો આત્મિક આનંદ માણી શકશો. વિષય-કષાયના વિકારો શમાવી તમે ઉપશમભાવના સુખને અનુભવી શકશો. દોષો અને દુર્ગુણોથી દૂર રહી તમે સદ્ગુણોને પ્રગટાવી શકશો. આ જ તીર્થયાત્રાનું સાચું ફળ છે, આવું ફળ તમને તો જ મળશે જો તમે પ્રભુ આજ્ઞા અનુસાર તીર્થયાત્રા કરશો. જેઓ પ્રભુની આજ્ઞાને બાજુ ઉપર મૂકી માત્ર હરવાફરવા કે મોજમજા કરવા તીર્થ સ્થાને જાય છે, ત્યાં ગયા.પછી ભક્ષ્યાભક્ષ્યનો કે પેય-અપેયનો વિવેક રાખતા નથી, કર્તવ્ય-અકર્તવ્યને સમજતા નથી, હાસ્ય,
Page #114
--------------------------------------------------------------------------
________________
“મન્નત જિણાણ-સઝાય'
૧૦૧
મશ્કરી કરતાં રેડીયો કે વૉકમેન જેવાં મનોરંજનનાં સાધનો સાથે લઈ પગમાં જૂતાં પહેરી તીર્થસ્થાને જાય છે, તેઓ તીર્થની ઘોર આશાતના કરે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, અન્ય સ્થાનમાં કરેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પરંતુ તીર્થસ્થાનમાં કરેલું પાપ વજલેપ જેવું થાય છે, એટલે તે કર્મ એટલું મજબૂત બંધાય છે કે, જેનાથી મુક્તિ મેળવવી અસંભવિત જેવી બની જાય છે. આથી તીર્થસ્થાનમાં ગયા પછી કોઈપણ પ્રકારનું પાપ ન થઈ જાય તે માટે ખાસ સાવધ અને સજાગ રહેવું જોઈએ અને તમારી તીર્થયાત્રા દોડાદોડીવાળી, વિધિની ઉપેક્ષાવાળી, પર્યટનમાં ન પલટાઈ જાય તેનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.
ગાથા :
उवसम - विवेग - संवर, भासा-समिई छज्जीव-करुणा य ।
धम्मिअजण-संसग्गो, करण-दमो चरण-परिणामो ।।४।। અન્વયે સહિત સંસ્કૃત છાયા :
૩૫મ-વિવે-સંવરી, માવા-સમિતિ: પદ્ગીવ-રુપ ઘા ધર્મ-નન-સંક્ષ, -મ: વર[-પરિણમ:.૪
ગાથાર્થ
ઉપશમ, વિવેક, સંવર, ભાષાસમિતિ અને છ જવનિકાયની કરુણા; ધાર્મિકજનનો સંસર્ગ, ઇન્દ્રિયનું દમન, ચારિત્રનો પરિણામ (આવા શ્રાવકનાં કૃત્યો હંમેશા ગુરુ ઉપદેશથી સેવવાં જોઈએ.) I૪ વિશેષાર્થ : .
૨૬. ૩વસ - કષાયો શાંત કરવા. ક્રોધાદિ ચાર કષાયો અને હાસ્યાદિ નવ નોકષાયો જ સંસારરૂપી વૃક્ષનું મૂળ છે. નિમિત્ત મળતાં કે નિમિત્ત વિના આ કષાયો પ્રગટે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ-મુંઝવણો અને ક્યારેક મોટી હોનારતો પણ સર્જે છે. શાસ્ત્રાભ્યાસ, શુભ ચિંતન અને તત્ત્વની વિચારણા દ્વારા આ કષાયોને શાંત કરવા, ઉદયમાં 27. “અચસ્થાને કૃતં પાપં તીર્થસ્થાને વિનશ્યતિ, તીર્થસ્થાને તં પાપં વઝૂંપો પવિષ્યતિ ”
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨
સૂત્ર સંવેદના-૬
આવતા અટકાવવા કે, ઉદયમાં આવેલાને નિષ્ફળ કરવા તેને ઉપશમભાવ કહેવાય છે. આ ઉપશમભાવનું સુખ તે જ વાસ્તવિક સુખ છે, તે જ સાચો આનંદ છે. પ્રાપ્ત થએલા આંશિક પણ ઉપશમભાવના કારણે જ સાધક વર્તમાનમાં પણ સર્વ અવસ્થામાં સુખી રહી શકે છે.
આ જ કારણથી સજ્ઝાયકાર મહર્ષિ વાસ્તવિક સુખને ઈચ્છતા શ્રાવકને કહે છે કે, “સૌ પ્રથમ તમે કષાયોને શાંત કરો. તેને ઉદયમાં આવતાં અટકાવો. તેના કુસંસ્કારોને નાબૂદ કરો. જેથી ગમે તેવાં નિમિત્તો વચ્ચે પણ તમે સ્વસ્થ રહી સુખી થઈ શકો અને તમારી સાથે રહેનાર પણ સુખી થઈ શકે. જો કષાયોનો ઉપશમ નહિ કરો તો નાનું પણ નિમિત્ત મળતાં તમે ઉકળી ઊઠશો. કષાયને આધીન બની તમે ય દુ:ખી થશો અને બીજાને પણ દુ:ખી કરી કર્મબંધના ભાગીદાર બનશો. કષાયોથી બચવા મનને સતત સમજાવો કે, ‘જે કાંઈ ખોટું થાય છે. તે મારા કર્મના કારણે છે. ભૂતકાળમાં ભૂલ કરી મેં જ આવાં કર્મ બાંધ્યાં હતાં. તે જ આજે વર્તમાનમાં ઉદયમાં આવ્યાં છે એટલે આ સર્વ ગોઠવણ મારી જ છે, કોઈ મને માન આપે કે કોઈ મારું અપમાન કરે, કોઈ મારી સાથે સારો વ્યવહાર કરે કે ખરાબ વ્યવહાર કરે, તેમાં વાંક તે વ્યક્તિનો નથી. વાંક મારાં કર્મનો છે. માટે મારે અપમાન કરનાર કે પ્રતિકૂળ વર્તન કરનાર સામી વ્યક્તિ ઉપર ગુસ્સો કરવા કરતાં મારાં કર્મ ઉપર ગુસ્સો કરવો જોઈએ. કર્મ કરતાં પણ જે દોષના કારણે મેં કર્મ બાંધ્યાં છે તે દોષ ઉપર રોષ કરવો અતિ ઉત્તમ છે.
જે કોઈ સુખ-સગવડ કે સન્માન આદિ મળે છે તે પણ પૂર્વભવમાં કરેલા સત્કાર્યનું ફળ છે. દેવ-ગુરુની આજ્ઞા પાળવાનું પરિણામ છે. કર્મનો સુખદ ખેલ ક્યારે ખતમ થશે તે પણ કહી શકાય તેમ નથી. માટે આ સુખ કે સગવડતામાં લેશ પણ રાગ-રિત કે કે માનાદિ ભાવો કરવા જેવા નથી. ક્યાંક જો દેવ-ગુરુની કૃપાથી મળેલ સુખસાહ્યબીમાં માન કર્યું તો પુન: નવાં કર્મો બંધાશે અને પુનઃ દુઃખી થવું પડશે.’ આવું વિચારી અનુકૂળતામાં ન રાગ કરવો કે ન આનંદમાં આવી જવું અને પ્રતિકૂળતામાં ન દ્વેષ કરવો કે ન દુઃખી થવું, પરંતુ સર્વત્ર ઉપશમ ધારી પ્રસન્ન રહેવું.
ન
કષાયોની જેમ નોકષાયો પણ ઈષ્ટ અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિનો સંયોગ થતાં રતિ-અતિરૂપે ઉદયમાં આવી શકે છે. આ નોકષાયના ભાવને પણ અટકાવવા તમો પહેલેથી સજાગ રહેજો. તમારા મનને પહેલેથી સમજાવીને રાખજો કે ‘આ જગતમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ વાસ્તવમાં સારી પણ નથી કે ખરાબ પણ નથી.’
Page #116
--------------------------------------------------------------------------
________________
મન્નત જિણાણં-સઝાય”
૧૦૩
જે વસ્તુ કે વ્યક્તિ મને સારી લાગે છે, તે જ બીજાને ખરાબ લાગે છે. આજે જે વસ્તુ મને ગમે છે તે થોડી ક્ષણો પછી મને પોતાને પણ ગમતી નથી. આજે જે વ્યક્તિ પ્રત્યે મને પ્રેમ ઉભરાઈ રહ્યો છે તે જ વ્યક્તિ માટે મને વહેમ પણ થઈ શકે છે. આ જગતમાં વાસ્તવમાં કાંઈ સારું નથી ને કાંઈ ખરાબ નથી. સારું-ખરાબ તો માત્ર મનની કલ્પના છે. આવી કલ્પનાઓ કરી નાહક રતિ-અરતિના ભાવથી મારે શા માટે પીડાવું, આ રીતની વિચારણા કરી તમો ભય, હર્ષ, શોક, જુગુપ્સા વગેરે નોકષાયોને અટકાવવા યત્ન કરશો તો તમે ઉપશમ ભાવનો આનંદ માણી શકશો. આ રીતે મનને સમજાવી સદા ઉપશમનો આનંદ માણવો એ શ્રાવકનું મહત્ત્વનું કર્તવ્ય છે.”
આજે સમજુ સમાજમાં ક્રોધાદિ કષાયોથી દૂર રહેવાની ઘણી વાતો ચાલે છે. અનેક રીતે લોકોને ટેન્શન મુક્ત જીવન જીવવાના પાઠ ભણાવાય છે; પણ તે કષાયાદિને અલ્પ કરવાના પાઠ પાછળનો હેતુ એક જ હોય છે શાંતિથી સારી રીતે સાંસારિક સુખ ભોગવી શકાય. કષાયની જે અલ્પતા ભૌતિક સુખ મેળવવા જ રખાતી હોય તે કષાયની અલ્પતા ક્યારે પણ આત્મકલ્યાણ કરી શકતી નથી. તેથી શ્રાવકનું લક્ષ્ય તો આત્માની શુદ્ધિ માટે જ ઉપશમ ભાવ રાખવાનું હોય છે. વળી, શ્રાવક તો સમજે છે કે, પ્રભુએ સર્વ પ્રકારના કષાયોને દુ:ખના કારણ કહ્યા છે, તેથી તે માત્ર ક્રોધને ઘટાડવાથી આત્મિક ઉન્નતિ થાય તેવું નથી માનતો, તેના માટે તો રાગ, દ્વેષ માન-માયા પણ ક્રોધ જેટલાં જ ખરાબ છે. તેથી વર્તમાનની હવા પ્રમાણે માત્ર ક્રોધને શમાવવા યત્ન કરી અટકી ન જવું. ક્રોધની જેમ રાગ અને માનાદિને પણ શમાવવા સતત પ્રયત્નશીલ રહેવું. અને ખાસ લક્ષ્યમાં રાખવું કે કષાયોનો ઉપશમ સંસારમાં શાંતિથી જીવી શકાય, એક-બીજા સાથે સ્નેહભર્યું વાતાવરણ જાળવી, સુખપૂર્વક ભોગ ભોગવી શકાય તેવા લક્ષ્યથી નથી કરવાનો; પરંતુ આત્મિક આનંદ માણવા કરવાનો છે.
ર૭. વિવેક - વિવેક કરવો. યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત સમજવો એ વિવેક છે. વિવેક કરવો એટલે વિભાગ કરવો, જુદું પાડવું, અલગ કરવું, ભેદ કરવો, અન્યોન્ય ધર્મને પૃથફ કરી વસ્તુસ્વરૂપનો નિશ્ચય કરવો. સાચા-ખોટાનો, સારા-નરસાનો કે તત્ત્વ-અતત્ત્વનો વિભાગ કરી તેમાંથી સાચું, સારું, હિતકારી અને તત્ત્વભૂત વસ્તુને સ્વીકારવાની અને અન્યનો ત્યાગ કરવાની ક્ષમતા એ વિવેકબુદ્ધિ છે. હંસ જેમ પોતાની ચાંચ દ્વારા દૂધ અને પાણીને જુદાં કરી તેમાંથી પાણીને ત્યજી દૂધને
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સૂત્ર સંવેદનાઆરોગે છે તેમ વિવેકપૂર્વકની બુદ્ધિના બળે શ્રાવકે જગતવર્તી સર્વભાવોમાંથી આત્મા માટે ઉપકારી, હિતકારી અને સુખકારી ભાવોને જુદા કરી, તેને સ્વીકારવા જોઈએ અને અહિતકારી, અનુપકારી કે, દુઃખકારી ભાવોનો ત્યાગ કરવો જોઈએ.
વિવેકગુણને કેળવવામાં આવે તો ભૌતિક ક્ષેત્રે તો સફળતા મળે છે, પરંતુ આત્માનું અનંત સુખ પણ વિવેકથી જ પ્રાપ્ત થાય છે. વિવેકના અભાવમાં સર્વત્ર અસફળતા અને અનંતા દુઃખનું ભાજન થવું પડે છે. વળી, જડ અને ચેતન, શરીર અને આત્મા જેવા અભેદભાવે અનુભવાતાં પદાર્થોનો વિવેક કર્યા વિના સાધનાનાં ઉત્તુંગ શિખરો સર કરી શકાતા નથી.
આ જ કારણથી ભવિષ્યમાં સુખપ્રાપ્તિની ઇચ્છા ધરાવતા શ્રાવકોને સક્ઝાયકાર કહે છે કે, “તમો વિવેકપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરો. કોઈપણ કાર્ય કરતાં પહેલાં તમે કઈ ભૂમિકા ધરાવો છો ? તમારા ગુરુ કોણ છે? તમારો ધર્મ કયો છે? તમારું કુળ કયું છે? તમારું લક્ષ્ય શું છે ? જૈન તરીકે તમારા માટે ભક્ષ્ય શું? અભક્ષ્ય શું? પેય શું ? અપેય શું? કર્તવ્ય શું-અકર્તવ્ય શું ? ઉચિત શું-અનુચિત શું? તે સર્વનો વિચાર કરી જે ઉચિત હોય તે જ આચરો અને જે અનુચિત હોય તેનો ત્યાગ કરો.
આ વિવેક માત્ર બાહ્ય વ્યવહારમાં નહિ, પરંતુ અંતરંગ ભાવોમાં ખાસ કેળવો. તમે જેને પોતાનાં માનો છો તે પુત્ર-પરિવાર કે, ધન-સંપત્તિ સંબંધી પણ વિચારો કે, વાસ્તવમાં તે તમારાં છે ? નિત્ય છે કે અનિત્ય છે ? “કર્મના કારણે થયેલા આ સંબંધો પોતાના પણ નથી અને નિત્ય પણ નથી'. જ્ઞાની ભગવંતોએ કહેલી આ વાતને વિવેકપૂર્વક વિચારી સ્વીકારો.
માત્ર બાહ્ય સંબંધોમાં નહિપરંતુ જે શરીરમાં તમે અભેદ બુદ્ધિ ધારણ કરી છે, શરીર જ હું છું તેમ માની બેઠા છો ત્યાં પણ વિચારો, આ શરીર તે હું છું કે આ શરીરથી ભિન્ન આત્મા તે હું છું? આ અંગે શાંતિથી વિચારશો, તો જરૂર ખ્યાલ આવશે કે, મરતી વખતે જેને મૂકીને જવાનું છે અને પાછળથી સ્વજનો જેને સ્મશાને જઈ બાળવાના જ છે, તે શરીર એ હું નથી, હું તેનાથી ભિન્ન છું.
આ રીતે સર્વત્ર વિવેકપૂર્વક વિચારણા કરશો તો તમારા કષાયો પર સંયમ રાખી શકશો, ઉપશમભાવ તમને પ્રાપ્ત થશે અને જરૂર એક દિવસ તમે આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકશો.”
અહીં એટલું ધ્યાનમાં રાખવું કે, શ્રાવકે આત્માને કેન્દ્રમાં રાખી પોતાની
Page #118
--------------------------------------------------------------------------
________________
મનહ જિણાણ-સક્ઝાય”
૧૦૫
વિવેકબુદ્ધિ કેળવવાની છે, પરંતુ લોકો શેને સારું કહે છે, ઇન્દ્રિયોને શું અનુકૂળ આવે છે કે, પોતાનાં માન-પાન આદિ પૌદ્ગલિક સમીકરણોના આધારે સારાખોટાનો વિવેક કરવાનો નથી.
૨૮, સંવર - સંવરભાવ ધારણ કરો - આવતાં કર્મને અટકાવો.
જે વિચાર કે આંતરિક ભાવથી કર્મો આવતા અટકી જાય તેને સંવર કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના કારણે જીવમાં જ્ઞાનાવરણીય આદિ સાત કર્મોનો આશ્રવ (આગમન) સતત ચાલુ રહે છે. સમ્યગ્દર્શન આદિ ગુણો દ્વારા તે કર્મોના આશ્રવને અટકાવવો તે સંવર ભાવ છે. સંપૂર્ણ સંસારનું સર્જન આશ્રવથી થાય છે અને તેનું વિસર્જન સંવરથી થાય છે. જેમ નાવમાં એક કાણું પડી જાય તો તેમાંથી પાણી અંદર પ્રવેશી નાવને ડૂબાડી દે છે અને તે જ કાણું જો પૂરી દેવામાં આવે તો નાવ સમુદ્રથી પાર ઊતારી દે છે, તેમ સંવરભાવ દ્વારા જો આવતાં કર્મોને અટકાવવામાં આવે તો સાધક સંસાર સાગરની પેલે પાર પહોંચી જાય છે અને સંવરભાવ વિના જીવ ઇચ્છે કે ન ઇચ્છે તો પણ તેને સતત કર્મના વિપાકથી સંસારમાં દુઃખની પરંપરા પ્રાપ્ત થયા જ કરે છે.
આથી જ સક્ઝાયકાર મહર્ષિ ભવભીરુ શ્રાવકોને કહે છે કે, “તમે આશ્રવને અટકાવો, સંવરભાવને ધારણ કરો. આશ્રવને રૂંધવા તેના કારણો ઓળખો. કર્મના આગમનમાં મુખ્ય કારણો છે. ઇન્દ્રિયો, કષાયો, અવ્રત, મન, વચન, કાયાના યોગો અને વિવિધ પ્રકારની ક્રિયાઓ. આશ્રવનાં આ સર્વ કારણોને પરમકૃપાળુ પરમાત્માએ સર્વથા હેય તરીકે વર્ણવ્યાં છે. આ વચન ઉપર દૃઢ શ્રદ્ધા કેળવી તેના સેવનથી દૂર રહો. ઉપરાંત જેને પરમાત્માએ અત્યંત ઉપાદેય કહ્યો છે તેવા સંવરનું સેવન કરો.
આશ્રવને અટકાવવા પ્રથમ તો પ્રભુનાં વચનોથી વાસિત બની મન-વચનકાયાની પ્રવૃત્તિઓ અને ઇન્દ્રિયોને કાબૂમાં લો. અશુભ સ્થાનમાંથી તેને વાળી, શુભસ્થાનમાં પ્રવર્તાવો. તે માટે સમિતિ-ગુપ્તિનું પાલન કરો. ક્ષુધા-તૃષા, શીતઉષ્ણ આદિ બાવીસ પ્રકારના પરિષહોને સામેથી ઊભા કરી તેને શાંત ભાવે સહર્ષ સહન કરો. ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ આદિ દશ પ્રકારના યતિધર્મને સ્વીકારી તથા ચિત્તને અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાઓથી ભાવિત કરી તમે કદાગ્રહ અને કષાયોની કનડગતથી જાતને મુક્ત કરો.
બધું જ જીતવું સહેલું છે પણ મનને જીતવું અઘરું છે. સંસારમાં રહેવું અને ચિત્તવૃત્તિને કષાયોની કાલિમાથી મલિન ન થવા દેવી એ મીણના દાંતે લોઢાના
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૧
સૂત્ર સંવેદના-૬
ચણા ચાવવા કરતાં પણ અઘરું કાર્ય છે. પૂજ્ય આનંદઘનજી મહારાજ એટલે જ તો કહે છે કે, “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું.” જ્યાં સુધી મન અને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ નહિ હોય ત્યાં સુધી તેનાં તોફાનો ચાલુ જ રહેશે અને પરિણામે કર્મનું આગમન પણ અટકશે નહિ. તેથી જ તેને નિયંત્રણમાં લાવવા જ ભગવાને વ્રતનિયમનો સુંદર માર્ગ ચિંધ્યો છે. શ્રાવકનાં બાર પ્રકારના વ્રતો સ્વીકારી જો તમે તેનું અડગતાથી પાલન કરશો તો વચન અને કાયાના નિયંત્રણથી મન પણ નિયંત્રણમાં આવી જશે અને કર્મનો આશ્રવ કરાવે તેવી અનેક પ્રકારની મન, વચન અને કાયાની ક્રિયાઓથી તમે આપોઆપ અટકી સંવભાવ સાધી શકશો.
સમિતિ-ગુપ્તિ, પરિષહો, યતિધર્મ, ભાવના અને ચારિત્રસ્વરૂપ સંવરનો આ માર્ગ, સાચા સુખનો માર્ગ છે. આ માર્ગે આગળ વધતાં તમારા જીવનમાંથી પાપ પ્રવૃત્તિઓ ઘટતી જશે અને ભાવનાઓથી ભાવિત મન કર્મોદયનો સહજ સ્વીકાર કરી પ્રસન્ન રહી શકશે. આ માર્ગે આગળ વધતાં તમારા જીવનની દશા અને દિશા બદલાઈ જશે. પરિણામે તમો સંયમના માર્ગે પણ આગળ વધી શકશો. તેના દ્વારા કોઈક ધન્ય ક્ષણે તમે મન-વચન-કાયાના સર્વ વ્યાપારોમાંથી મુક્તિ મેળવી સર્વ સંવરભાવનો સ્વીકાર કરી મોક્ષનો મહા આનંદ માણી શકશો.”
ર. ભાષા-સમિ - બોલવામાં સાવધાની (વાણી પર નિયંત્રણ)
વાણીનો બિનજરૂરી અને અયોગ્ય વપરાશ ન કરવો અને જરૂર પડે ત્યારે જિનાજ્ઞાનુસાર હિત-મિત અને પથ્ય ભાષા બોલવી, તે ભાષાસમિતિ છે. આંખ, કાન આદિ સર્વ ઈન્દ્રિય એક એક જ કાર્ય કરે છે. જ્યારે જીભ બે કાર્ય કરે છે, ખાવાનું અને બોલવાનું. જીભ જ્યાં-ત્યાં રસ ઊભો કરાવી પેટ બગાડે છે અને જે તે બોલી બીજા સાથેનો વ્યવહાર બગાડે છે.
આથી જ સૂત્રકાર મહર્ષિ હિતેચ્છુ શ્રાવકોને જણાવે છે કે, “તમો ભાષા ઉપર ખૂબ સંયમ રાખો. બોલતાં પહેલાં સો વાર વિચાર કરો. પોતાની વાણી દ્વારા ક્યાંય કોઈ જીવને દુઃખ ન પહોંચે તે માટે ખાસ સાવધ રહો. જરૂર વિના બોલો જ નહિ અને બોલવાની જરૂર પડે તો હિત-મિત અને પથ્ય જ બોલો. આ રીતે વિચારીને વાણીનો ઉપયોગ કરશો તો તમારા સંબંધો ક્યાંય બગડશે નહિ.તમે પણ શાંતિ અને સમાધિથી જીવી શકશો અને તમારી સાથે સંપર્કમાં આવનાર વર્ગ પણ શાંતિ અને સમાધિપૂર્ણ જીવન જીવી શકશે. વળી અનેક લોકોને તમારા પ્રત્યે પ્રીતિ જાગશે.પ્રેમથી આકર્ષાયેલાં પાત્રોને તમો ધર્માભિમુખ પણ કરી શકશો માટે ભાષાસમિંતિ જરૂર કેળવો.”
આ સમિતિનું પાલન ન થાય અને શ્રાવક ગમે તેમ બોલે તો ઘણા નુકશાન થાય
Page #120
--------------------------------------------------------------------------
________________
“મન્નાહ જિણાણું-સઝાય”
૧૦૭
છે. વિવેકપૂર્વક વાત કરવાની અણઆવડતના કારણે સર્વ ક્ષેત્રમાં અનેક અનર્થો સર્જાય છે. રંગમાં ભંગ પડે છે. ઘણાંનાં કોમળ હૃદય ઘવાય છે અને કહેવાય છે કે, ‘તલવારના ઘા રુઝાય છે, પણ વાણીના ઘા રૂઝાતા નથી માટે ગમે તેવા સંયોગમાં ધર્મી આત્માએ બોલવામાં ખૂબ સાવધાની રાખવી જોઈએ. ભાષા સમિતિની જેમ અન્ય સમિતિ અને ગુપ્તિ માટે પણ શ્રાવકે યત્ન તો જરૂર કરવાનો છે અને તેનું યથાયોગ્ય પાલન પણ કરવાનું છે; પરંતુ બીજી સમિતિ કે ગુપ્તિ પૂર્ણ ન પાળી શકાય તોપણ ભાષાસમિતિ માટે તો ખાસ યત્ન કરવો જોઈએ.
અહીં એટલું ધ્યાન રાખવું કે, શ્રાવકે ભાષાસમિતિનું પાલન સ્વ-પરના કલ્યાણ માટે જ કરવાનું છે; પરંતુ બીજાને સારું લાગે કે, સંબંધો જળવાઈ રહે તે માટે નથી કરવાનું.
રૂ૦. છબ્બીવ- ય - છ-કાયના જીવો પ્રત્યે કરુણા રાખો.
આ જગતમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એમ છે પ્રકારના જીવો છે. આ સર્વ જીવો આપણા જેવા જ છે. આપણને જેમ દુઃખ નથી ગમતું તેમ આ જીવોને પણ દુઃખ નથી ગમતું. આથી જ શ્રાવકે હંમેશા એવો ભાવ રાખવો જોઈએ કે, “આ સર્વ જીવોને મારાથી કોઈપણ પ્રકારે પીડા ન થાય, તેમની નિરર્થક હિંસા ન થાય, તેમના દુઃખમાં હું નિમિત્ત ન બને અને શક્તિ હોય તો તેમને સર્વ પ્રકારનાં દુઃખોમાંથી મુક્ત કરું.” હૃદયમાં રહેલો આવા પ્રકારનો ભાવ તે “કરુણા” છે. વર્તમાનમાં પોતાની જીવનશૈલી સાવદ્ય હોવા છતાં પણ શ્રાવકની ભાવના તો સંપૂર્ણપણે નિરવદ્ય જીવન જીવવાની જ હોય છે. આથી જ તે સર્વ જીવો પ્રત્યે દયા-કરુણાનો ભાવ રાખે છે. કરુણાનો ભાવ એટલે જ બીજાને દુઃખથી મુક્ત કરવાની અભિલાષા. આ ઉત્તમ ભાવ બીજાને તો સુખ આપે જ છે પણ પોતાને પણ સુખ, શાંતિ અને સમાધિની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રકારનો શુભ ભાવ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કરાવી સાધકને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે.
આથી જ સક્ઝાયકારશ્રી સુખેથ્રુ શ્રાવકને કહે છે કે, “તમે દયાળુ બનો, દરેક જીવના જીવત્વને જુઓ. તેમના સુખ-દુઃખની સંવેદનાઓનો વિચાર કરો. તમારા હૃદયને કરુણાસભર બનાવો. પરમોપકારી તીર્થંકર પરમાત્માની કરૂણાનો તો કોઈ પાર નથી. આજે જગતના જે કોઈ જીવો કાંઈક સુખની અનુભૂતિ કરી શકે છે તે તેમની કરણાનો પ્રભાવ છે. તમે કદાચ તેમના જેવી અપાર કરુણા ન પ્રવર્તાવી શકો તોપણ શકય પ્રયત્ન છએ પ્રકારના જીવો પ્રત્યે દયાભાવ કેળવજો, બીજાના દુઃખે દુ:ખી અને સુખે સુખી રહેજો. નિષ્કારણ કોઈની ક્યારે પણ હિંસા ન થઈ જાય તેની ખૂબ જ કાળજી રાખજો. દરેક જીવોને પોતાનું જીવતર વહાલું હોય છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સૂત્ર સંવેદના-
તમે તેની જીવવાની અભિલાષાની આડે ન આવતા. તમારા શોખ અને સગવડતાનાં કાલ્પનિક સુખો ખાતર નિર્દયપણે અન્ય જીવોને રહેંસી ન નાંખશો. સંસારમાં છો, કદાચ અનિવાર્યપણે સપ્રયોજન તમારે હિંસા કરવી પડે તોપણ હૃદયમાં કંપ રાખજો. હિંસામય કાર્યો કરતાં પણ જો હૈયું ધ્રુજી ઉઠતું હશે તો તમો જરૂર ક્લિષ્ટ કર્મબંધથી બચી શકશો.
સતત એવું વિચારજો કે, સંપૂર્ણ અહિંસામય જીવન જીવી શકાય તેવો પ્રભુએ પ્રબોધેલ સંયમનો માર્ગ છે; છતાં પણ નિ:સત્ત્વ એવો હું ક્ષણે ક્ષણે હિંસા કરવી પડે તેવા સંસારમાં રહ્યો છું. આઠ વર્ષની વયે જ જો મેં સંયમજીવને સ્વીકાર્યું હોત તો આ નિરપરાધી જીવોની હિંસા કરવાથી બચી ગયો હોત. ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે હું સંયમ જીવન સ્વીકારી સર્વ જીવોને અભયદાન આપી શકીશ. સંયમ જીવન જ્યાં સુધી ન સ્વીકારી શકું ત્યાં સુધી બને તેટલી હિંસાથી બચવા મારા જીવનને ખૂબ યતના પરાયણ બનાવું. મારી રહેણી-કરણીને જયણાપ્રધાન બનાવું. કદાચ મારે હિંસા કરવી પડે તો પણ દયાના પરિણામને જીવંત રાખવા પ્રયત્ન કરું. મારા બોલવા ચાલવાથી કે, અન્ય કોઈપણ ચેષ્ટાથી કોઈ જીવને દુઃખ ન થાય તે માટે સતત સાવધાની રાખું. માત્ર દ્રવ્ય હિંસા જ નહિ; પરંતુ કોઈની ભાવહિંસામાં પણ નિમિત્ત ન બની જવાય તેની કાળજી રાખું. મારા કારણે કોઈ જીવ રાગ-દ્વેષ કે ક્રોધાદિથી પીડાય નહિ તેનું ધ્યાન રાખું. સામર્થ્યના અભાવે હું સર્વ જીવોની દ્રવ્ય દયા ન પાળી શકે, તો પણ તેઓની ભાવદયા તો સતત ચિંતવું જ. માત્ર અન્યની ભાવદયા રાખું તેમ નહિ, પરંતુ મારો આત્મા પણ કોઈ રાગાદિ ભાવોથી ન પીડાય, કષાય જન્ય સંક્લેશોથી દુઃખી ન થાય અને પુદ્ગલનો સંગી બની ભવની પરંપરાનું સર્જન ન કરે તે માટે સતત જાગૃત રહું.” જિજ્ઞાસા: અહીં “સર્વ જીવોની કરૂણા” ન લખતાં “છ જીવ કરુણા” શા માટે લખ્યું ?
તૃપ્તિઃ જૈનધર્મની સૂક્ષ્મતા અને વ્યાપકતાનો પરિચય કરાવવા સક્ઝાયકારે સર્વ જીવોની કરુણા'ન લખતાં “છ જીવની કરુણા' એવું લખ્યું છે. જૈનધર્મની સૂક્ષ્મ સમજને નહિ વરેલા જગતના ઘણા ધર્મો પૃથ્વી, પાણી, અગ્નિ કે વાયુને જીવસ્વરૂપે સ્વીકારતા નથી. તેઓ ક્યારેક પૃથ્વી, પાણી આદિમાં જીવો રહે છે તેમ માને છે, પણ તે સ્વયં જ જીવ છે તેવું તેઓ માનતા નથી. પરિણામે તેઓ પાણી, વનસ્પતિ વગેરેનો અમર્યાદિત ઉપયોગ કરી જીવોની હિંસા કરે છે. આવા ધર્મો તેમના અનુયાયીઓને સૂક્ષ્મ હિંસાથી બચાવી શકતા નથી. સઝાયકારે “છ જીવ કરુણા' પદ મૂકી પૃથ્વી, પાણી આદિ પણ જીવ છે. તેમનામાં અતિ મંદ કક્ષાની ચેતના હોવાને કારણે તેમનામાં સુખ-દુઃખની લાગણી કે, હલન-ચલનની ક્રિયા ભલે સ્પષ્ટ દેખાતી
Page #122
--------------------------------------------------------------------------
________________
“મન્નત જિણાણ-સક્ઝાય”,
૧૦૯
નથી, તોપણ શાસ્ત્રમાં આ સર્વ સજીવ જ છે તે સિદ્ધ કરવા બીજા અનેક લક્ષણો જણાવ્યાં છે. આ શાસ્ત્રોનો અભ્યાસ કરી તર્કબદ્ધ રીતે આ સર્વે પણ જીવ છે તેવું સમજવાની પ્રજ્ઞા-ન ખીલે ત્યાં સુધી શ્રાવકે ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધા રાખી, તેને જીવ સ્વરૂપે સ્વીકારવા જોઈએ અને તેના ઉપર દયાનો ભાવ જીવંત રાખવો જોઈએ. દુનિયામાં માણસ જ્યારે માણસની જ હત્યા કરતાં ખચકાતો નથી ત્યારે જૈનધર્મ સાધકને જીવ માત્રને પોતાના સમાન માની તેના પ્રત્યે કરુણાભાવ ધારણ કરવાનો સંદેશ આપી સાધકમાં હૈયાની વિશાળતા પ્રગટાવે છે. જિજ્ઞાસા: પૂર્વે શ્રાવકના અઢારમાં કર્તવ્ય તરીકે “જયણા' દર્શાવી છે. જયણામાં કરુણાનો સમાવેશ થઈ શકે છે, છતાં અહીં “કરુણા' ને જુદા કર્તવ્ય તરીકે કેમ ગણાવવામાં આવી ? . તૃપ્તિ જીવોને દુઃખથી બચાવવાની આંતરિક અભિલાષા તે કરુણા કે દયાસ્વરૂપ છે તો દરેક કાર્ય કરતાં નિરર્થક હિંસાદિ ન થઈ જાય તેની કાળજી રાખવી તે જયણા છે. કરુણા એ અંતરંગ ભાવ છે અને આ ઉત્તમ ભાવપૂર્વક જીવોને દુઃખ ન પહોંચે તેવી સાવધાની રાખી પ્રવૃત્તિ કરવી તે જયણા છે.
તેમજ વળી જયણાપ્રધાન જીવનવ્યવહાર દયાના પરિણામ વિના સાનુબંધ લાભદાયક નથી બનતો તો અંદરનો કરુણાનો ભાવ પણ બાહ્ય જયણા વિના ટકતો નથી. આ જ કારણથી જયણા દર્શાવ્યા પછી પણ “કરુણા'નું કર્તવ્ય ભિન્ન દર્શાવ્યું હશે તેવું લાગે છે.
રૂ થમ્બિન-સંસો - ધાર્મિકજનનો પરિચય ધર્મ જેને ગમે છે, યથાશક્તિ જે ધર્મ કરે છે, ધર્મ દ્વારા જેઓ ગુણસમૃદ્ધિના સ્વામી બન્યા છે તેવા સજ્જન પુરુષો ધાર્મિકજન કહેવાય છે; પરંતુ જૈન કુળમાં જન્મવા માત્રથી ધર્મી બનાતું નથી. સાચા ધર્મી આત્મા સાથેનો સહવાસ, પરિચય કે તેમની સાથેના વ્યવહારને “ધાર્મિકજનસંસર્ગ' કહેવાય છે. વ્યવહારમાં એવું કહેવાય છે કે, “સંગ તેવો રંગ' જેનો સંગ કરીએ તેનો રંગ આપણને લાગે છે. જેની સાથે વધુ રહેવાનું અને તેના વ્યવહાર અને વર્તનની છાંટ આપણા વ્યવહાર આદિમાં વર્તાવા લાગે છે. તેથી જો ધર્મ પરાયણ વ્યક્તિ સાથે વધુ રહેવાનું બને તો ધર્મનો રંગ લાગે છે. દાન, શીલ, તપ આદિ ધર્મ કરવાનો ઉત્સાહ જાગે છે. સગુણને ખીલવવાની સત્રેરણા મળે છે. વળી ધર્મીની ટકોરથી અહિતથી નિવર્તન અને હિતમાં પ્રવર્તન થાય છે. સ્વાભાવિક રીતે જ ગુણો પ્રત્યે આકર્ષણ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સૂત્ર સંવેદના-૬
અને દોષો પ્રત્યે દ્વેષ ભાવ જાગે છે. વૈરાગ્ય આદિ ભાવની વૃદ્ધિ થાય છે અને આગળ જતાં ક્યારેક સમૃદ્ધ સંસાર છોડવાની ભાવના પણ જાગે છે.
આ સર્વ લાભોને લક્ષમાં રાખીને સજ્ઝાયકાર મહર્ષિ ધર્મેચ્છુ શ્રાવકનેં કહે છે કે, “જ્યાં સુધી તમે સર્વથા સંગ વિના જીવી ન શકો ત્યાં સુધી તમારે કોઈનો સંગ તો કરવો જ પડશે અને કોઈની સાથે વ્યવહાર પણ કરવો પડશે. જો તમે આત્મિક હિતને ઈચ્છતા હો, તો અધર્મીના સંગને છોડી ધર્મીનો સંગ કરો. જ્યાં અનેક ધર્મપ્રેમીઓ વસતા હોય તેવા સ્થાનમાં જ તમારું નિવાસસ્થાન રાખો. વ્યાપાર કે વ્યવહાર પણ તમે ધર્મીની સાથે જ કરવાનો આગ્રહ રાખો. ક્યાંય જવું - આવવું પડે તો પણ ધર્મીનો સાથ પસંદ કરો. સંસારમાં બેઠેલા તમારે ક્યાંય આર્થિક કે માનસિક, સામાજિક કે કૌટુમ્બિક, કોઈપણ પ્રશ્નો ઊભા થાય તો તેને સુલઝાવા તમે ધર્માત્માની સલાહ લેજો. તેમની શિખામણ સાંભળજો. તેમણે દો૨વેલા રસ્તે ચાલજો કેમ કે, તેઓ દીર્ઘદ્રષ્ટિથી તમારા ભવોભવના . હિતની ચિંતા કરી નિઃસ્વાર્થ ભાવે તમને સલાહ આપશે. આ જ કારણથી ધાર્મિકજનનો સંસર્ગ સદા રાખો.
ધર્મી એટલે માત્ર જૈનકુળમાં જન્મેલા નહિ પણ ગુણસમૃદ્ધ સજ્જનો સમજવા, તેમાં પણ સંતપુરુષો મળી જાય તો તો તેમનો સત્સંગ કરવાનું ક્યારેય ન ચૂકશો. આ સત્સંગ જ તમને પરમ શ્રેયને માર્ગે આગળ વધારશે.
ઘણીવાર પૌદ્ગલિક લાભ માટે પણ લોકો ધર્મીનો સંસર્ગ કરતાં હોય છે પણ શ્રાવકે હંમેશા ધ્યાન રાખવું કે, ધાર્મિક જનનો સંસર્ગ સાંસારિક સાનુકૂળતા માટે નથી કરવાનો; પરંતુ તેના સહારે આત્મહિત સધાય તે માટે ક૨વાનો છે.
રૂ૨. ૨૬મો – ઇન્દ્રિયોનું દમન કરો એટલે કે ઇન્દ્રિયોને નિયંત્રણમાં લો. કરણ એટલે સાધન. ચામડી, જીભ, નાક, આંખ અને કાન : એ પાંચ ઇન્દ્રિયો જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે, માટે તેને ‘કરણ' પણ કહેવાય છે. આ ઇન્દ્રિયોને જ્યાં ત્યાં જતી અટકાવી તેને કાબૂમાં રાખવી, તે ‘કરણદમન’ નામનું શ્રાવકનું કર્તવ્ય છે.
નિરંકુશપણે પ્રવર્તતી આ ઇન્દ્રિયો ચપળ ઘોડા જેવી છે. લગામ વિનાનો અશ્વ જેમ તેના ઉપર સવાર થયેલ વ્યક્તિને જંગલમાં નિરર્થક ભમાડે છે, તેમ અંકુશ વિનાની ઇન્દ્રિયો પણ સાધકને દુર્ગતિની ગર્તામાં ગબડાવે છે.
શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે, “આ ઇન્દ્રિયોરૂપી ધૂતારાનો એક ક્ષણ પણ વિશ્વાસ કરવા જેવો નથી. જો તેના ઉપર વિશ્વાસ મૂકશો કે તેના કહ્યા મુજબ તમે
Page #124
--------------------------------------------------------------------------
________________
“મન્નાહ જિણાણું-સજ્જાય'
૧૧૧
વર્તશો તો યાદ રાખજો કે જ્યાં એક ક્ષણ પણ કરોડ વર્ષ જેવી લાગે તેવી નરક અને નિગોદમાં તમે પહોંચી જશો.”
ઇન્દ્રિયોની પરાધીનતાના કારણે જ સારા સજ્જન માણસો પણ દેવ-ગુરુની આજ્ઞાને પગ નીચે કચડી નાંખે છે. માતા-પિતાનાં વચનોની અવહેલના કરે છે. સારા મિત્રોની શીખની ઉપેક્ષા કરે છે અને પોતાના કુળની મર્યાદાનું ઉલ્લંઘન વગેરે અનેક દોષો સેવી જીવનને બરબાદ કરી નાંખે છે.
સક્ઝાયકાર મહર્ષિ આ જ કારણથી વૈરાગ્યભીના હૃદયવાળા શ્રાવકોને કહે છે, “તમો ઇન્દ્રિયોની પરવશતાથી થતાં નુકશાનને નજરમાં રાખી તેને નિયંત્રણમાં લેવા પ્રયત્ન કરો. પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ-પ્રતિકૂળ વિષયો કેવા છે? તેને ભોગવવાથી શું ફળ મળશે ? તે પ્રાપ્ત કરવા, ભોગવવા કે તેને સાચવવા બીજા કેટલા જીવોના સુખનો ભોગ લેવાય છે? અન્યના સુખનો ભોગ તો દૂર રહ્યો પણ સાથે આપણો આત્મા પણ કેટલો દુઃખી થાય છે ? આ સર્વે બાબતોને તમે ઊંડાણથી વિચારી ઇન્દ્રિયોના આવેગને અટકાવો. જ્યાં સુધી તે ન અટકે ત્યાં સુધી તેને સારા સ્થાનમાં જોડતા રહો.
આજ સુધી ઇન્દ્રિયો જેમ કહે તેમ તમે ચાલતા હતા. હવે તેનો ઉપયોગ કરતાં પહેલાં શાસ્ત્રવચનનું સ્મરણ કરો. તેના અનુસારે ઇન્દ્રિયોને ચલાવવા યત્ન કરો. વ્રત-નિયમ રૂપ દોરડાથી તેને નિયંત્રણમાં લઈ રાગાદિ ઉત્પન્ન કરે તેવા સુંવાળા સ્પર્શથી, મિષ્ટ ભોજન આરોગવાથી, સુગંધી પદાર્થોને સુંઘવાથી, વિકારી રૂપોને જોવાથી કે સૂરીલું સંગીત સાંભળવાથી તેને દૂર રાખો.
ઇન્દ્રિયોનું નિયંત્રણ કરશો તો જ કષાયોનું શમન થશે. કષાયો શાંત થશે તો જ મનને જીતી શકશો, મન જીતાશે તો જ તેને તમે આંતર જગત તરફ વાળી આત્મભાવમાં સ્થિર કરી શકશો. આત્મભાવમાં સ્થિર થયેલું મન જ ભવિષ્યમાં તમને આત્માના આનંદ સુધી પહોંચાડી શકશે.” આથી આત્માનંદને માણવા ઈચ્છતા તમારે સૌએ પ્રથમ ઈન્દ્રિયોનું દમન કરવું અતિ જરૂરી છે.
રૂ૩. ઘર-પરિણામો - “ચારિત્ર' લેવાની ભાવના રાખો એટલે સંયમ જીવન સ્વીકારવાની અભિલાષા રાખો.
વર' એટલે ચારિત્ર અને પરિણામ' એટલે ભાવ. તેથી ચારિત્રમોહનીયકર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થયેલો આત્માનો શુદ્ધ ભાવ તે ચારિત્રનો પરિણામ છે અથવા તો ચારિત્ર પ્રાપ્ત કરવાના ભાવને પણ ચરણ પરિણામ કહેવાય.
સર્વ સંગનો ત્યાગ કરી સર્વવિરતિનો સ્વીકાર કરી, સાધના કરતાં કરતાં
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સૂત્ર સંવેદના
સાધક જ્યારે છટ્ટા-સાતમા ગુણસ્થાનકને સ્પર્શે છે, ત્યારે તેને પ્રથમ જણાવ્યો તેવો શુદ્ધ આત્મભાવ સ્વરૂપ ચરણપરિણામ પ્રાપ્ત થાય છે, તે ચારિત્રનો પરિણામ વર્તમાનમાં પણ સુખ આપે છે અને ભવિષ્યમાં તો તે મોક્ષના મહાસુખ સુધી લઈ જાય છે. આમ છતાં આરંભ-સમારંભમાં ખૂંપેલા શ્રાવક માટે વર્તમાનમાં આ ભાવ સુધી પહોંચવું પ્રાય: અશક્ય હોય છે. આથી જ તે હંમેશા “સંયમ કહી મિલે સસનેહી પ્યારા' જેવી કડીઓ દ્વારા સંયમ મેળવવાની સતત ભાવના રાખતો હોય છે. સંયમ લેવાના તેના આ તલસાટને પણ ચરણ પરિણામ કહેવાય છે.
અનંત સંસારનું પરિભ્રમણ કરતાં જીવે દેવ-દેવેન્દ્ર કે, ચક્રવર્તીપણાનાં ભૌતિક સુખો તો અનંતીવાર મેળવ્યા છે; પરંતુ આ સર્વ સુખો નશ્વર, કાલ્પનિક અને પરાધીન હતા. તેથી જીવને તેનાથી ક્યારે તૃપ્તિ થઈ નથી. જ્યારે અંતરમાં પ્રગટેલા ચારિત્રના પરિણામથી પ્રાપ્ત થતું સુખ સ્વાધીન છે, વાસ્તવિક છે અને પરિણામે અનંતકાળ સુધી ટકે એવા મોક્ષસુખનું અવધ્ય કારણ બને તેવું છે. સંયમજીવનનું આવું સુખ ચાર ગતિમાંથી માત્ર મનુષ્યપણામાં જ મળે છે. આથી જ મનુષ્ય જન્મ દુર્લભ મનાય છે.
શ્રાવક આવા સંયમના સુખને ઝંખતો હોય છે; પરંતુ ચારિત્રમોહનીયકર્મનો ઉદય તેની આ ઝંખના પૂરી થવા દેતો નથી. રોજ રોજ શ્રાવક જો સંયમની ભાવના ભાવે તો એ ભાવના જ તેના ચારિત્ર મોહનીય કર્મને નબળાં પાડે છે.
આથી જ સક્ઝાયકાર મહર્ષિ સંયમસુખના પિપાસુ શ્રાવકને કહે છે કે, ‘તમે સતત સંયમ જીવન સ્વીકારવાની ભાવના રાખો. તે માટે સામાયિકાદિ ચારે શિક્ષાવ્રતોનું ભાવપૂર્વક પાલન કરો. હંમેશા સાધુની સામાચારી સાંભળો. તમારા અને સાધુના વ્યવહારો વચ્ચેના ભેદને સમજવા પ્રયત્ન કરો. એક પણ જીવની હિંસા વિના ચાલતી તેમની આહાર-વિહારની વ્યવસ્થા, રાગાદિ ભાવોથી બચવા માટે શાસ્ત્રાજ્ઞા મુજબની તેમની વિહાર ચર્યા, જ્ઞાન-દર્શનચારિત્રની વૃદ્ધિ માટે ભગવાને બતાવેલી ગુરુકુળની મર્યાદા, તેમાં વાચનાપૃચ્છના આદિ સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત થતો આનંદ, વૈયાવચ્ચ આદિથી પ્રાપ્ત થતી આત્માની મસ્તી, અને સમગ્ર સાધ્વાચાર દ્વારા પ્રાપ્ત થતો પ્રશમ સુખનો આસ્વાદ.. વગેરે સંયમજીવનની વિશેષતાઓને સૂક્ષ્મ બુદ્ધિથી નિહાળશે, વિચર તો કરો કે જ્યાં તમારું સંસારનું પરાધીન જીવન અને ક્યાં સંયમજીવનની સ્વાધીનતા. સંસારમાં જીવવા માટે જરૂરિયાતનો પાર નથી અને તો ય સુખનું
Page #126
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય'
નામ નથી. જ્યારે સંયમમાં જરૂરિયાત અતિ અલ્પ અને તો ય દુ:ખનું નામ નહિ. સંસારમાં પોતાના ગણાતા ઘણા, છતાં પ્રશ્નનો પા૨ નહિ, જ્યારે સંયમીને પોતાનું કોઈ નહિ, છતાં કોઈ પ્રશ્ન નહિ. હે શ્રાવકો ! શું તમને આવું સુખચેન ભર્યું નિશ્ચિત જીવન પસંદ નથી ?
૧૧૩
આવું સંયમ જીવન પામવું હોય, તેના પ્રત્યેની તમારી રુચિ તીવ્ર તીવ્રતર બનાવવી હોય તો તમે સતત કે કમ સે કમ રોજ રાતે સૂતી વખતે એવી ભાવના ભાવો કે,
* ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે જ્યારે હું આ પાપમય સંસારનો ત્યાગ કરી, પવિત્ર એવા સંયમજીવનનો સ્વીકાર કરીશ !
* ક્યારે આ હિંસાપ્રધાન જીવનને છોડી હું અહિંસાપ્રધાન અણગાર જીવનના શણગાર સજીશ !
* ક્યારે હું પણ સાધુઓની જેમ બપોરના સમયે આનંદપૂર્વક ગરમીને સહન કરતાં ગોચરી માટે જઈશ. ભમરો જેમ ફૂલને તકલીફ આપ્યા વિના ભોજન લે છે તેમ હું પણ ક્યારે ઘેર-ઘેર ફરીને કોઈને તકલીફ ન પડે તેવી રીતે અને કોઈ જીવને પીડા ન થાય તેવો નિર્દોષ આહાર ગ્રહણ કરી, સંયમની સાધના કરીશ !
* ક્યારે એવું બનશે કે હું મિત્રોનો સંગ છોડી કલ્યાણમિત્ર સમાન ગુરુનો આશ્રય કરી, તેમની ચરણરજને સ્પર્શી તેમના શ્રીમુખે યોગનો અભ્યાસ કરીશ !.
* ક્યારે મારા જીવનમાં સાધુઓ જેવી જાગૃતિ (સજાગતા) આવશે કે, જ્યારે હું પણ અષ્ટ પ્રવચનમાતાના સાન્નિધ્યમાં મારા પ્રત્યેક વ્યવહારને સ્વ-પર હિતકારક બનાવીશ.
* ક્યારે વિયોગ સાથે સંકળાયેલા સંયોગમાં થતાં સુખનો ભ્રમ છોડી, હું સર્વ સંગથી પર બની જિનશાસનના સાચા સાધુની જેમ અસંગી અવસ્થાનું સુખ માણીશ.
ક્યારે શરીરને મારો પરમ શત્રુ માની હું. સર્વ પ્રકારના શરીર સત્કારનો ત્યાગ કરી, જીર્ણ વસ્ત્રો પહેરી, ઠંડી-ગરમી, ભૂખ-તરસ આદિ પરિષહોને કર્મનિર્જરાનાં સાધન માની સહર્ષ સ્વીકારીશ.
* ક્યારે ‘આ સારું-આ ખોટું, આ ગમે-આ ન ગમે, આ મારું-આ પરાયું'
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સૂત્ર સંવેદના
એવા અવાસ્તવિક ભાવોથી પર થઈ તૃણ કે મણિ, સોનું કે માટીનું ઢેકું, શત્રુ કે મિત્ર, અનુકૂળતા કે પ્રતિકૂળતા, સુખ કે દુઃખ સર્વ પ્રત્યે સમાન
બુદ્ધિ કેળવી, હું પણ સાધુઓની જેમ સમતાનું સુખ ભોગવીશ. * ક્યારે હું પણ ગજસુકુમાલ, અવંતીસુકુમાલ આદિ મહામુનિઓની જેમ
સ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાને સ્થિર થઈ આત્મભાવમાં રમીશ.” . રાત્રિની નિરવ શાંતિમાં સ્વસ્થ મનથી આવી ભાવનાઓ દ્વારા ઉત્તમ સંયમજીવનનું ધ્યાન કરશો તો એક દિવસ તમારા કર્મો નાશ પામશે અને તમો પણ સંયમના સ્વાધીન સુખનો આસ્વાદ લઈ શકશો.
આ રીતે સંયમની ઉપાદેયતાથી હૈયાને વાસિત કરશો ત્યારે કદાચ પાછો મોહનો ઉછાળો આવશે કે મોહાધીન સ્વજનનો ઇન્કાર થશે ત્યારે તમારું મન નબળું પડી જશે. મન પર માઠા વિચારો સવાર થશે. એવું થશે કે, “મારું શરીર નબળું છે, મારી પાસે મનોબળ નથી, બુદ્ધિ નથી, સત્ત્વની ખામી છે. દીક્ષા લઈને હું સારી રીતે પાળી નહિ શકું તો ? શરીરનો સાથ નહિ મળે તો ? . ગુરુ ભગવંત કે ગ્રુપ સાથે મેળ નહિ મળે તો ? વળી દેશ-કાળ પણ યોગ્ય નથી માટે દીક્ષા લેવા જેવી ખરી પણ આ ભવમાં મારા માટે શક્ય નથી.' તમે આવા નબળા વિચારો કરી મોહને તાબે ન થતાં, સાત્વિક બનજો. હકીકતમાં આવા જ શરીરથી, આ જ મનોબળથી અને આટલા જ સત્ત્વથી પણ જો તમે સંયમ જીવનનો સ્વીકાર કરશો તો ઘણી કર્મનિર્જરા સાધી શકશો. સાથે સાથે એવો પુણ્યબંધ પણ થશે કે, ભવિષ્યમાં નિરતિચાર સંયમ પાળી શકાય તેવું મનોબળ અને શરીરબળ મળશે. તે માટે યોગ્ય હોય એવા દેશ અને કાળ પણ મળશે અને શ્રેષ્ઠ કક્ષાના ગુરુનો પણ ભેટો થશે. તેથી દઢ સંકલ્પ કરજો કે, સંયમ આ ભવમાં જ અને બને તેટલું વહેલું જ લેવું છે; પરભવમાં કે વૃદ્ધાવસ્થામાં નહિ.
તમે આ રીતે સતત સંયમના ભાવમાં રમશો તો સંસારમાં રહેવા છતાં પણ અને પાપ પ્રવૃત્તિ કરવા છતાં પણ, તમારા અનુબંધ શુભ બંધાશે અને અનેક પુણ્યાત્માઓની જેમ તમે પણ સદ્ગતિની પ્રાપ્તિ થાય તેવું પુણ્ય બાંધી, એક દિવસ વાસ્તવિક ચારિત્રનો પરિણામ પ્રાપ્ત કરી, નિર્મોહી બની, સદા માટે મોહના બંધનો તોડી, મોક્ષના નિર્ટન્દ્ર સુખને માણી શકશો. તેથી તે શ્રાવકો ! સંયમજીવન તો સ્વીકારશો ત્યારે ખરું, પણ અત્યારથી સદા તેના ભાવમાં રમતા રહેજો.
Page #128
--------------------------------------------------------------------------
________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય’
ગાથા :
તિત્ત્વે
संघोवरि बहुमाणो, पुत्थय - लिहणं पभावणा तित्थे । सड्डाण किच्चमेअं, निच्चं सुगुरुवएसेणं । । ५ । । અન્વય સહિત સંસ્કૃત છાયા :
૧૧૫
सङ्घोपरि बहुमानः, पुस्तक लेखनं प्रभावना तीर्थे । તત્ શ્રદ્ધાનાં નૃત્યમ્, નિત્યં સુનુરૂપવેશેન (સેવધ્યુમ્) |
।।
ગાથાર્થ :
સંઘ પ્રત્યે બહુમાન, પુસ્તક્ને લેખન, તીર્થની પ્રભાવના: આ શ્રાવકનાં કૃત્યો હંમેશા ગુરુ ઉપદેશથી (સેવવાં જોઈએ.)
વિશેષાર્થ :
રૂ૪. સંયોવર વહુમાળો - સંઘ પ્રત્યે બહુમાન રાખો.
શબ્દકોષમાં સંઘનો અર્થ સમૂહ છે. પરંતુ આ સૂત્રના પરિપ્રેક્ષ્યમાં અરિહંત પરમાત્માની આજ્ઞાને શિરસાવંઘ કરતાં, આશા ખાતર પ્રાણ ન્યોછાવર કરતાં, આજ્ઞાને જ સર્વસ્વ માનતા, યથાશક્તિ આજ્ઞાને આરાધતાં, જ્ઞાન-દર્શન-ચારિત્રની સર્વ ક્રિયાઓ આજ્ઞાનુસાર જ કરવાનો આગ્રહ રાખતાં જન-સમુદાયને ‘સંઘ’ કહેવાય છે..
પ્રભુના શ્રીમુખે ત્રિપદી પ્રાપ્ત થતાં પ્રારંભાયેલી કલ્યાણકારી શ્રુતધારાનો આધાર શ્રીસંઘ છે. ખુદ તીર્થંકર પરમાત્મા પણ શ્રીસંઘને નમસ્કાર કરે છે. આ શ્રી સંઘ સકળ વિશ્વનું કલ્યાણ કરવાની ભાવનાવાળો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય આદિ ઉત્તમ પુરુષ રત્નોની ખાણ છે. શ્રાવક માટે શ્રીસંધનો પ્રત્યેક સભ્ય આદરણીય છે, પછી તે નાનો હોય કે મોટો, શ્રીમંત હોય કે દરિદ્રી, ગુણસમૃદ્ધ હોય કે ગુણહીન હોય પણ તે પ્રભુના સંઘનો સદસ્ય છે; તેથી ભક્તિપાત્ર છે, માનનીય છે, વંદનીય છે, પૂજનીય છે. શ્રાવકને સંઘને જોઈ મનમાં એવા ભાવ જાગે કે, “આ ચતુર્વિધ સંઘના ચરણની રજ પણ મારા માટે તો પવિત્ર છે, તેમની સેવા ક૨વા મળે તે તો મારું પરમ સૌભાગ્ય છે.” સંઘ પ્રત્યે આવો આદર, બહુમાનનો ભાવ એટલે જ ‘સંઘોવર બહુમાન' નામનું આ કર્તવ્ય.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૭
સૂત્ર સંવેદના-૬
શ્રીસંઘ ઉપરનો આ ભાવ સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ છે. ગુણાનુરાગને કેળવવાનું ઉત્તમ આલંબન છે. આ એક ગુણ પણ મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરી, સમ્યગ્દર્શન આદિ ગુણોને પ્રગટ કરીને, યાવતુ તીર્થંકર નામકર્મનો બંધ કરાવી તીર્થંકર પણ બનાવી શકે છે.
આથી જ સજ્ઝાયકાર મહર્ષિ ગુણાનુરાગી શ્રાવકોને કહે છે કે, “તમો જિનાજ્ઞાનુસાર ચાલનાર શ્રીસંઘ પ્રત્યે અતિ આદરભરી નજરથી જુઓ. સંઘના નાનામાં નાના સભ્ય પ્રત્યે બહુમાન ધારણ કરો. તેમની આરાધના જોઈ હર્ષિત થાઓ. શ્રીસંઘનાં ક્યાંય દર્શન કરવા પણ મળે તો ઉમળકાથી તેના દર્શન કરવા જાઓ. સંઘના નાનકડા બાળકને પ્રભુની અંગરચના કરતાં જુઓ કે પાઠશાળામાં ભણતાં જુઓ, પ્રતિકમણ કરતાં જુઓ કે, કાલીઘેલી ભાષામાં સ્તવન ગાતાં જુઓ તો તેને પ્રોત્સાહન આપો, તેને ભેટી પડો, તેમના પ્રત્યે સ્નેહભાવ ધારણ કરો. યુવાનીના ઉંબરે ઊભેલા સંઘના સદસ્યોના સદાચારો જોઈ અતિ પ્રમુદિત થાઓ. ભર યુવાનીમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં શ્રાવક-શ્રાવિકાને જોઈ તમારું હૃદય ભીંજવી દો. હર્યા ભર્યા સંસારનો ત્યાગ કરી આજીવન પ્રભુ આજ્ઞા અનુસાર જીવન જીવનારા સાધુ-સાધ્વીને જોઈ મન અને મસ્તક ઝૂકાવી દો. ટૂંકમાં પ્રભુની આજ્ઞાનુસાર નાના-મોટા કોઈપણ અનુષ્ઠાન કરનાર પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે અહોભાવ રાખી, આનંદની લાગણી અનુભવો.
શ્રીસંઘ પ્રત્યેના આદરની પોતાનામાં વૃદ્ધિ કરવા તથા આડોશ પાડોશને પણ સંઘ પ્રત્યેનું બહુમાન ઉત્પન્ન કરાવવા, અવસરે વૈભવ અને આડંબરપૂર્વકના મહોત્સવ સાથે શ્રીસંઘને તમારા આંગણે પધારવાનું આમંત્રણ આપો, દૂધથી તેમના પગ પખાળો, તિલક કરો, ઉત્તમ દ્રવ્યથી તેમની ભક્તિ કરો. શ્રીસંઘના પ્રત્યેક સદસ્ય આરાધનામાં ઉજમાળ રહે તેની કાળજી રાખો, તેઓ સાધના ક્ષેત્રે ઉત્તરોત્તર ઉન્નતિ કરે તેવાં અનુષ્ઠાનોનું આયોજન કરો, સાધર્મિકોને આરાધના થઈ શકે તેવાં જિનમંદિરો, પૌષધશાળાઓ, પાઠશાળા વગેરેનું નિર્માણ કરો કે, તેના દૈનિક સંચાલનમાં તમારી તન, મન, ધનની શક્તિનું યોગદાન આપો.
સંઘનો કોઈપણ સભ્ય શારીરિક કે આર્થિક પીડાથી વ્યથિત હોય તો યોગ્ય ઉપચારો કરો કે કરાવો અને ખૂબ વાત્સલ્ય તથા લાગણી સાથે ભક્તિપૂર્વક તેની વ્યથા દૂર કરો. તમારી દૃષ્ટિને નિર્મળ કરી સંઘની ગુણ સંપત્તિ નિહાળો અને સંઘના એક પણ વ્યક્તિ પ્રત્યે ક્યારેય દ્વેષ, અપ્રીતિ, અભક્તિ, ઈર્ષ્યા કે અસૂયાના ભાવો સ્પર્શે નહિ તેની કાળજી રાખો.
Page #130
--------------------------------------------------------------------------
________________
“મનહ જિણાણું-સઝાય”
૧૧૭
શ્રીસંઘની ભૂલેચૂકે પણ આશાતના ન થઈ જાય તેનું ધ્યાન રાખો. શાસ્ત્રમાં ઠેર ઠેર જણાવ્યું છે કે સંઘની આશાતનાનો ભાવ પણ મહાઅનર્થકારી છે, દુર્લભબોધિ બનાવનાર છે. સગરચક્રવર્તીના પુત્રોએ ઘણા ભવો પૂર્વે ક્યારેક એકાદ નબળા વિચાર દ્વારા સંઘની આશાતના કરેલ, તેના પરિણામે અનેક ભવો સુધી તેમનું મૃત્યુ બગડયું હતું. આ જ કારણથી સંઘની આશાતના તો ન જ કરો. પણ આદર પ્રગટે એવો પ્રયત્ન કરો... રૂપ - પુત્યય-પિ - પુસ્તકો લખાવો.
અજ્ઞાનના અંધારામાં અથડાતા લિકાળના જીવો માટે સર્વજ્ઞ અરિહંતનાં વચનો અહિતના માર્ગેથી ઉગારી હિતના માર્ગે ચઢાવનાર ભોમિયા સમાન છે. સર્વજ્ઞ ભગવંતનાં વચનો તેમની ગેરહાજરીમાં પણ તેમની ગરજ સારે છે. આ હિતકારી જિનવચનોનો જેમાં સંગ્રહ થયો છે, જે કાગળ કે પત્ર ઉપર જિનવચનો કંડારાયાં છે તેને અહીં પુસ્તક તરીકે જણાવ્યા છે.
જિનવચનોનો બોધ કરાવનાર પુસ્તકોને સ્વ-પર હિતાર્થે સ્વયં લખવાં કે લખાવવાં, તે પુસ્તકલેખન સ્વરૂપ શ્રાવકનું એક કર્તવ્ય છે.
અરિહંતો જ્યારે સ્વયં વિચરતા હતા કે તીવ્ર મેધાવી ગીતાર્થ ગુરુભગવંતો જ્યારે હાજર હતા ત્યારે પુસ્તકો લખાવવાની જરૂર નહોતી રહેતી. પરંપરાથી પ્રાપ્ત થયેલાં પ્રભુવચનોને ગુરુ ભગવંત સ્વયં સુયોગ્ય શિષ્યોને સંભળાવતા અને વિનયવંત વિનેયો (શિષ્યો) તેનું અવધારણ કરી લેતાં તેને સ્મરણમાં રાખી લેતા). આ રીતે માત્ર પઠન અને શ્રવણ દ્વારા પ્રભુ વચનની અવિચ્છિન્ન પરંપરા ચાલુ રહેતી હતી.
કાળક્રમે પ્રભુ શાસનને પામેલા સુશિષ્યોની પણ બુદ્ધિ, સ્મૃતિ, સંઘયણ બળ (શારીરિક બળ) વગેરે ઘટવા લાગ્યાં. જેના કારણે પ્રભુનાં વચનોનું વિસ્મરણ થવા લાગ્યું. આથી ચિંતિત બનેલા ગીતાર્થ ગુરુ ભગવંતો ભેગા થયા અને શ્રુતવારસાને ટકાવવા શું કરવું જોઈએ તેનો વિમર્શ કર્યો. પરિણામે તેઓએ ચિર ટકાઉ તાડપત્ર આદિ ઉપર જિનવચનોને આલેખવાનું નક્કી કર્યું. ત્યારથી શ્રુત પુસ્તકારૂઢ થયું અને આજ સુધી જ્ઞાની મહાપુરુષોના સહારે આ પરંપરા જીવંત રહી છે. જેના લીધે આજે પણ આપણને સમૃદ્ધ એવો શ્રુતવારસો પ્રાપ્ત થઈ રહ્યો છે.
જ્ઞાનપ્રાપ્તિના સાધનસ્વરૂપ પુસ્તકો જૈન શાસનની એક અમૂલ્ય સંપત્તિ છે. તેને ટકાવવામાં અનેક અવરોધો આવ્યા કરે છે. ક્યારેક જૈનધર્મના વૈરી-શત્રુ
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સૂત્ર સંવેદના-૬
મોગલ રાજાઓએ તથા અંગ્રેજોએ લશ્કરની રસોઈ કરવામાં કે તાપણા તરીકે ગ્રંથોના ગ્રંથો બાળી નાંખ્યા, તો યતિઓના કાળમાં વળી ઘણા ગ્રંથો વેચાઈ પરદેશ ચાલ્યા ગયા. કાળક્રમે કેટલાય ય ગ્રંથો કુદરતી આપત્તિઓના ભોગે નાશ પામ્યા. ઘણા ગ્રંથો તો કાગળ કે તાડપત્રની ઉમર થતાં નષ્ટ થયા, તો ઘણા વળી ઊધઈ આદિનો ભોગ બન્યા. આમ છતાં પણ અનેક શાસન ભક્ત સાધુ-સાધ્વી અને શ્રતોપાસક શ્રાવકોની મહેનત અને સૂઝના કારણે આપણા કોઈક પુણ્યોદયથી આજે પણ અનેક ગ્રંથો બચ્યા છે.
કાળના પ્રભાવને ખમી, ટકી રહેલા ગ્રંથોના આધારે આજે પણ જૈનશાસન ઝળહળતું છે. તેનો સાધનામાર્ગ આજે પણ જીવંત છે. કલ્યાણ માર્ગના યાત્રીઓને જોઈતું માર્ગદર્શન આજે પણ આ ગ્રંથો પૂરું પાડે છે. ભોગની આગમાંથી બચાવી યોગ અને અધ્યાત્મના આનંદને માણવાનો માર્ગ આજે પણ આ શાસ્ત્રો ચીંધી રહ્યા છે. આવા ગ્રંથોના લેખનમાં તન, મન અને ધનની શક્તિ વાપરવાથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે અને તેટલો સમય સવિચારમાં પસાર થાય છે. વળી તેનાથી જ શુભ સંસ્કારોનું સિંચન થાય છે. આ સંસ્કારોથી ભવિષ્ય ઉજળું બને છે. વળી, ભવાંતરમાં જડપણું, મૂંગાપણું, આંધળાપણું, બહેરાપણું, બુદ્ધિહીનપણું પ્રાપ્ત થતું નથી.28
ગ્રંથ લેખનના આ લાભને જાણતા સઝાયકાર મહર્ષિ લાભેચ્છુ શ્રાવકને કહે છે કે, “પૂર્વના શ્રાવકોએ કરોડોની સંપત્તિનો સચ્ચય કરી શ્રુતવારસાને ટકાવનાર આગમગ્રંથો સ્વયં લખ્યા અને લખાવ્યા પણ છે. લલ્લિગ શ્રાવક જેવા શ્રુતભક્તની વિશિષ્ટ વ્યવસ્થાને કારણે પ.પૂ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ૧૪૪૪ ગ્રંથોની રચના કરી શક્યા હતા. પરમાતુશ્રી કુમારપાળ મહારાજાએ દૈવી સહાયથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય માટે તાડપત્ર આદિની ગોઠવણ કરી હતી. જેના કારણે તેઓશ્રી ૩,૫૦,૦૦,૦૦૦ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કરી શક્યા. આવા અનેક શ્રતોપાસકોની ભક્તિના કારણે જ આજે આપણને પ્રભુના પ્રેરક વચનો મળી શક્યા છે. આવા નામી-અનામી અનેક શ્રાવકોએ અર્પેલ સુવિધાઓને કારણે આ સંપત્તિ તમારા સુધી પહોંચી છે, તેને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાની ફરજ હવે તમારી છે. તમારી આ ફરજને અદા કરવા તમો સ્વયં ચિરટકાઉ કાગળ ઉપર શાસ્ત્રો લખો, તાડપત્રો ઉપર તેને કંડારો, તમો એકલા હાથે આ કાર્ય ન કરી શકો તો સારું લખનારા 28. ર તે નર કુર્નતિમાકુવન્તિ, ન મૂક્તા નૈવ નર્વવત્ |
न चान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्तीह जिनस्य वाक्यम् ।।
Page #132
--------------------------------------------------------------------------
________________
મનહ જિણાણું-સઝાય”
૧૧૯
લહિયાઓની સહાય લો. શુદ્ધ વસ્ત્ર પરિધાન કરી, ધૂપ-દીપ આદિથી વાતાવરણને પવિત્ર બનાવી તમે ઉત્તમ ગ્રંથોનું આલેખન કરો અને કરાવો. લખાતા ગ્રંથોમાં કોઈ અશુદ્ધિ ન રહી જાય તે માટે ગીતાર્થ ગુરુભગવંતની સહાય લો. ગ્રંથોની અનેક નકલો તૈયાર કરાવો. તેને પાણી, અગ્નિ, ઊધઈ વગેરેથી સુરક્ષિત સ્થાનમાં સાવચેતીપૂર્વક રખાવો. દર વર્ષે તેની સારસંભાળ લો. અનેક જ્ઞાનભંડારો તૈયાર કરાવો.
આ જ્ઞાનવારસાને તમે ખંતપૂર્વક ટકાવશો તો જ શાસન ટકશે, તો જ તમારા અને અન્યના ભાવપ્રાણોની રક્ષા થશે. આ ગ્રંથોનો સ્વાધ્યાય કરી, તેને જીવનમાં ઉતારવાથી તો અનેક લાભો થશે; પરંતુ કદાચ તમારી પાસે ગ્રંથોને ભણવા જેટલો સમય અને શક્તિ ન હોય તોપણ જો તમે શાસ્ત્રાજ્ઞા મુજબ શાસ્ત્રલેખન કરવાકરાવવામાં તમારી શક્તિ વાપરશો તો તે પણ તમારા જ્ઞાનાવરણીય કર્મોનો નાશ કરાવી તમોને ક્યારેક સમ્યફ જ્ઞાન પ્રાપ્ત કરાવશે.”
રૂ. ૫માવત તિર્થે - તીર્થને વિષે પ્રભાવના અથવા તીર્થની પ્રભાવના
તારે તેને તીર્થ કહેવાય. આખા જગતને તારવાની, સુખી કરવાની શક્તિ ભગવાનના પ્રવચનમાં છે અને ભગવાનનું પ્રવચન ચતુર્વિધ શ્રી સંઘમાં જળવાયેલું છે માટે પ્રવચન અને શ્રીસંઘ તે તીર્થ છે અને પ્રકર્ષવાળી ભાવના કે ઉત્તમ ભાવ તે પ્રભાવના છે. જે ક્રિયા દ્વારા લોકોને તારક તીર્થ પ્રત્યે આદર થાય, તેના પ્રત્યેનો બહુમાન ભાવ વૃદ્ધિ પામે કે આકર્ષણ ઊભું થાય તેવી ક્રિયાને તીર્થ પ્રભાવના કહેવાય છે.
શ્રાવક ઉપર જે તીર્થે સ્વયં ઉપકાર કર્યો છે તે તીર્થ પ્રત્યે અનેક લોકોનો આદર વધે તે માટે શ્રાવકે તન, મન અને ધનની શક્તિનો સદુપયોગ કરી, શાસન પ્રભાવનાના અનેક કાર્યો કરવાં જોઈએ. આમ કરવાથી પોતાને પ્રાપ્ત થયેલું સમ્યગુદર્શન વધુ નિર્મળ થાય છે. વળી અનેક જીવોને પણ બોધિ બીજની પ્રાપ્તિમાં નિમિત્ત બનાય છે. પરિણામે ભવાંતરમાં પોતાને પણ જિનધર્મની પ્રાપ્તિ અને બોધિ સુલભ બને છે.
સઝાયકાર મહર્ષિ આથી જ હિતેચ્છુ શ્રાવકોને આ સક્ઝાયનું છેલ્લું કર્તવ્ય સૂચવે છે કે, “હે શ્રાવકો તમે આજે જે કાંઈ સુખ કે શાંતિનો અનુભવ કરી રહ્યા છો, તે પરમાત્માએ સ્થાપેલા તીર્થનો પ્રભાવ છે. ભવિષ્યમાં પણ તમે સદ્ગતિની પરંપરા સર્જી અનંતસુખ પામી શકશો તે જૈનશાસનરૂપી તીર્થને કારણે જ. તેથી આ તીર્થનો તમારા ઉપર નાનો-સૂનો ઉપકાર નથી. આ ઋણને ચૂકવવા અને ભવોભવ આવા તીર્થની પ્રાપ્તિ થાય તે માટે તમો તીર્થપ્રભાવનાનાં ઉત્તમ કાર્યો કરો.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
સુત્ર સંવેદના-
,
પ્રભાવક એવા ગુરુભગવંતો તો પોતાના ઉપદેશ દ્વારા અને સામાન્ય સાધુ કે, સાધ્વીજી ભગવંતો પોતાના આચાર દ્વારા જેવી તીર્થની પ્રભાવના કરી શકે છે તેવી શાસન પ્રભાવના તો તમે નથી કરી શકવાના. પરંતુ પુણ્ય યોગે તમને જે બુદ્ધિ, શક્તિ કે સંપત્તિ મળી છે, તેનો યથાશક્તિ સદુપયોગ કરી, ભગવાનની આજ્ઞાનુસાર તમે એવાં અનુષ્ઠાન કરો કે જેનાથી તીર્થની પ્રભાવના થાય. સુંદર કલાત્મક જિનમંદિરનું નિર્માણ કરાવો. તેની બાંધણી, કોતરણી એવી કરાવો કે જેના દર્શનાર્થે અનેક લોકો આવે. આવનારની આંખ અને અંતર ઠરી જાય તેવી પ્રભુ પ્રતિમા ભરાવો. પ્રતિષ્ઠાનો મહોત્સવ મંડાવો. શ્રેષ્ઠ સંગીત, વિવિધ વાજીંત્રો, ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની સેવા-ભક્તિ એવી કરો, જેના કારણે અનેક લોકો ત્યાં આકર્ષાઈને આવે આકર્ષાઈને આવેલા લોકોમાં યોગ્ય વ્યક્તિઓ પરમાત્માના વચનના રાગી બનશે, વિવિધ અનુષ્ઠાનોમાં પોતાનું વીર્ય ફોરવશે અને ક્રમે કરી આત્મકલ્યાણ સાધી શકશે. પ્રસંગે પ્રભાવનાઓ તથા અનુકંપાદાનાદિની એવી વ્યવસ્થા કરો કે જૈનેતરો પણ જૈનધર્મની પ્રશંસા કરે.
આ સિવાય પણ સંઘ, ઉજમણા, ગુરુભગવંતના પ્રવેશ, પદવી પ્રદાન, દીક્ષા આદિના અવસરે વિવિધ મહોત્સવો મંડાવો. તેમાં મનમોહક સાજ સંગીત ન ઉપરાંત અનુકંપા દાન દ્વારા પણ શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરો. પર્વ પ્રસંગે વૈભવ અને આડંબરપૂર્વક ઉત્તમ વસ્ત્રો અને અલંકારોથી સજ્જ બની દહેરાસર જાઓ. આવા આવા અનેક પ્રસંગોનું આયોજન કરી અને તેમાં ભગવાનની આજ્ઞા, જયણા, વિવેક અને ઉદારતાને પ્રાધાન્ય આપી તીર્થની ઉત્તમ પ્રભાવના
કરો.
તીર્થપ્રભાવનાના કોઈપણ કાર્ય કરતાં ધીરતા, ગંભીરતા, ઉદારતા, વિવેક આદિ ગુણોની ખાસ જરૂર રહેશે. જો ઉદારતા આદિ ગુણપૂર્વક આ કાર્ય કરવામાં આવશે તો તેમાં સામેલ થયેલ સભ્યો, કામ કરવા આવેલા મજૂરો તથા પ્રસંગને માણવા આવેલા સજ્જનો સૌ કોઈનો ધર્મ પ્રત્યે આદર વધી જશે, સૌના મુખમાંથી એવા શબ્દો સરી પડશે કે, જૈનો જેવું કોઈ ન કરી શકે. આવી ભક્તિ કરનારના દેવ-ગુરુ કેવા હશે? તેઓએ આ શેઠીયાઓને શું શીખવ્યું હશે ? કે આ લોકો પાણીની જેમ પૈસો વાપરે છે ! અને તેઓની નમ્રતા કેવી છે કે, આપણા જેવા મજૂરોને પણ પોતાના મા-બાપ કે ભાઈની જેમ સાચવે છે.
વિવેક અને ઉદારતા ગુણ કેળવ્યા વિના જો તમે આવા કાર્ય કરશો તો ક્યારેક તીર્થપ્રભાવનાના બદલે તીર્થની આશાતના કે અપભ્રાજના (નિંદા કે અપમાન)
Page #134
--------------------------------------------------------------------------
________________
મનહ જિણાણ-સક્ઝાય”
૧૨૧
થવાનો સંભવ છે, જે સ્વ-પરના બોધિબીજનો નાશ કરનાર થશે. માટે આવું ન થાય તે માટે અતિ સાવધ રહેવાની જરૂર છે.
સંસારમાં રહેલા શ્રાવકો પણ આત્મવિકાસ સાધી શકે તે માટે છત્રીસ કર્તવ્યો જણાવ્યાં પછી હવે તે કર્તવ્યો કઈ રીતે કરવા જોઈએ તે જણાવે છે.
સફ઼ાન વિને, નિ સુપુર્વાસેvi - શ્રાવકોનાં આ કર્તવ્યો હંમેશા સદ્ગુરુના ઉપદેશથી (કરો.)
ભોગના કળણમાં ખૂંપેલા શ્રાવકો પણ ભોગમાર્ગનો ત્યાગ કરી યોગમાર્ગની આરાધના કરી શકે તે માટે પરમ હિતેચ્છુ સઝાયકારશ્રીએ શ્રાવકને આ છત્રીસ કર્તવ્યો દર્શાવ્યાં; પરંતુ આ કર્તવ્યોના પૂર્ણ ફળ માટે ગુરુનું માર્ગદર્શન અતિ આવશ્યક છે. તેથી તેઓ સર્વ કર્તવ્યોને લાગુ પડે તેવી શીખ આપતાં પ્રાન્ત જણાવે છે કે, “હે શ્રાવકો ! તમે આ છત્રીસ કર્તવ્યો કરવા માટે ઉદ્યમશીલ બનો પણ તે તમારી ઈચ્છાનુસાર ન કરતાં, હંમેશા સદ્ગુરુ ભગવંતના માર્ગદર્શન અનુસાર જ કરવાનો તમે આગ્રહ રાખજો.”
કોઈપણ કર્તવ્યો કરતાં પહેલાં તમે, વિધિનું જ્ઞાન આપી શકે તેવા સદ્ગુરુ ભગવંતની શોધ કરો, વિનયપૂર્વક તેમની પાસે જાઓ, આ એક-એક કર્તવ્યો શાસ્ત્રાનુસારે કઈ રીતે કરવાં જોઈએ તેની સંપૂર્ણ માહિતી મેળવો, તેઓ પાસેથી પ્રત્યેક અનુષ્ઠાનનો સમયે, તે માટે જોઈતી સામગ્રી, તેમાં કરવાની વિધિ, જાળવવાની જયણા અને તે અનુષ્ઠાન માટેના ભાવોનું જ્ઞાન મેળવો; આ બધું જાણીને જ હંમેશાં આ કર્તવ્યો કરવાનું રાખો, તો જ આ અનુષ્ઠાનો તમોને વર્તમાનમાં સુખ આપી શાશ્વત સુખ સુધી પહોંચાડી શકશે. પણ જો આ વસ્તુ ધ્યાનમાં નહિ રાખો અને ગતાનુગતિક રીતે કર્તવ્યો કરશો, કે તમારી ઈચ્છા પ્રમાણે કરશો કે જેની તેની સલાહ મુજબ વર્તશો તો આ કહેવાતાં ધર્મકાર્ય પણ તમને મોક્ષના મહાસુખ સુધી નહિ પહોંચાડી શકે. તેથી હંમેશા એટલું યાદ રાખો કે, સર્વ ધર્મકાર્ય દુનિયા કહે તેમ કરવાનાં નથી, પરંતુ સદ્ગુરુના ઉપદેશ પ્રમાણે જ કરવાનાં છે. તેમાં જ તમારું હિત છે અને તેમાં જ તમારું તથા સર્વનું કલ્યાણ છે. જિજ્ઞાસાઃ અહીં ગુરુ શબ્દ ન મૂકતાં સુગુરુ શબ્દ કેમ લખ્યો અને કેટલાંક કાર્યો અવસરે કરવા યોગ્ય છે છતાં નિત્ય શબ્દ લખવાની જરૂર શું છે ? તૃપ્તિ ઃ સ્વ-પર આત્મહિતની ચિંતા કરનારા, પાપભીરુ અને ગીતાર્થ એવા
Page #135
--------------------------------------------------------------------------
________________
સૂત્ર સંવેદના-૬
સદ્ગુરુ ભગવંતો જ ધર્મદેશનાના અધિકારી છે. તેઓ નિઃસ્વાર્થ ભાવે ભગવાને જેવું કહ્યું છે, શાસ્ત્રમાં જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે બોલી શકે છે. જેમને પોતાનો કોઈ સ્વાર્થ સાધવો હોય છે તેવા કુગુરુઓ શાસ્ત્ર અનુસાર બોલતાં નથી. તેઓ તો માત્ર લોકરંજન માટે મારું કાર્ય કેમ સરે તેટલું જ ધ્યાન રાખે છે માટે આવા ગુરુના વચનાનુસાર આ કર્તવ્યો ક૨વાનાં નથી. તે જણાવવા માટે જ અહીં માત્ર ગુરુ ન કહેતાં સુગુરુ શબ્દ મૂક્યો છે.
૧૨૨
વળી, આ કાર્યો ક્યારેક, સદ્ગુરુના ઉપદેશાનુસાર અને ક્યારેક પોતાની ઈચ્છાનુસા૨ ક૨વાનાં છે તેમ નથી; પણ હંમેશા સદ્ગુરુના ઉપદેશાનુસાર જ કરવાનાં છે, તેમ જણાવવા માટે અહીં નિત્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી ‘નિત્ય’ શબ્દનો અન્વય ‘ક૨વા યોગ્ય’ સાથે નથી ક૨વાનો પરંતુ સદ્ગુરુના ઉપદેશ સાથે કરવાનો છે. તેથી આ છત્રીસે કર્તવ્યો નિત્ય સદ્ગુરુના ઉપદેશ અનુસાર કરવાં જોઈએ.
Page #136
--------------------------------------------------------------------------
________________
માંગલાં
સૂત્ર પરિચય :
આ સૂત્ર પૌષધધારી શ્રાવક તથા સાધુ ભગવંત “સ્પંડિલ ભૂમિનું પડિલેહણ કર્યું છે તેવું ગુરુ ભગવંતને જણાવવા દેવસિક પ્રતિક્રમણ પહેલાં સંધ્યા સમયે બોલે છે. તેથી આ સૂત્રને “સ્પંડિલ પડિલેહણા સૂત્ર પણ કહેવાય છે.
સૂર્ય અસ્ત થયા પછી ગમન-ગમન કરવામાં ઘણી જીવ વિરાધના થવાની સંભાવના હોય છે. આથી પૌષધધારી શ્રાવક-શ્રાવિકાઓ તથા સંયમી મહાત્માઓ સૂર્યાસ્ત પછી વસતિની બહાર અવર-જવર કરતા નથી. આમ છતાં સંયમી આત્માઓને પણ શરીરની હાજતો નડે છે. તેઓ જો મળ-મૂત્ર આદિની શંકા થયા પછી તેનો નિકાલ ન કરે તો આત્મવિરાધના કે સંયમ વિરાધના થવાની શક્યતા રહે છે, આથી સત્રિમાં વડીનીતિ (મળ) કે લઘુનીતિ (મૂત્ર) પરઠવવા માટે તે પ્રતિક્રમણ પૂર્વે સો (૧૦૦) ડગલા સુધીમાં શુદ્ધ નિર્જીવ સ્પંડિલ ભૂમિનું નિરીક્ષણ કરી રાખે છે એટલે ત્રસ જીવો, બીજ, વનસ્પતી, રાફડા, દર, છૂટા લીલા પાંદડા વગેરે ન હોય તેવી મલ-મૂત્રનું વિસર્જન કરવા યોગ્ય શુદ્ધ ભૂમિને જોઈ રાખે છે; અને તે ભૂમિમાં કોઈ જીવાદિ નથી તેની ચોકસાઈ કરીને તેઓ આ વાત ગુરુભગવંતને જણાવે છે. આ સૂત્રનો ઉપયોગ તેના માટે જ થાય છે.
ગુરુભગવંતને અંડિલભૂમિ સંબંધી નિવેદન કરવા સાધક સૌ પ્રથમ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪
सूत्र संवहन-5
ઇરિયાવતિનું પ્રતિક્રમણ કરે. ત્યારપછી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અંડિલ પડિલેહું?” એમ કહી ગુરુ પાસે અત્યંત વિનયપૂર્વક અનુજ્ઞા માંગે છે, “હે ભગવંત! મને આજ્ઞા આપો તો હું રાત્રીમાં મળ-મૂત્રના વિસર્જન માટે મેં જે શુદ્ધ જગ્યાઓની તપાસ કરી રાખી છે તે આપને જણાવું ?' ગુરુ કહે “પડિલેહ' અર્થાત્ તે જે જગ્યાઓ જોઈ છે તે મને જણાવ. ગુરુમુખે અનુજ્ઞા પ્રાપ્ત થતાં સાધક “ઇચ્છું' કહી માંડલાંનો પાઠ બોલે.
भूण सूत्र:
(૧) પ્રથમ સંથારાની જગ્યા પાસે નીચે પ્રમાણે છે માંડલાં કરવાં. १. | आघाडे | आसन्ने | उच्चारे | पासवणे. | अणहियासे २. | आघाडे | आसन्ने
पासवणे | अणहियासे. ३. | आघाडे | मझे । उच्चारे
अणहियासे ४. | आघाडे | मझे
'पासवणे
अणहियासे ५. | आघाडे | दूरे । उच्चारे पासवणे
अणहियासे ६. | आघाडे | दूरे
पासवणे
| अणहियासे
संस्कृत छाया:
प्रस्रवणे
| अनभ्यासे
प्रस्रवणे
अनभ्यासे
प्रस्रवणे
अनभ्यासे
१. | आगाढे | आसन्ने | उच्चारे २. आगाढे आसन्ने ३. आगाढे मध्ये | उच्चारे ४. | आगाढे मध्ये
दूरे उच्चारे ६. | आगाढे
प्रस्रवणे
अनभ्यासे
आगाढे
प्रस्रवणे
. अनभ्यासे
प्रस्रवणे
अनभ्यासे
Page #138
--------------------------------------------------------------------------
________________
સામાન્ય અર્થ :
आघाडे (ગઢ)
-
–
आसन्ने
(ત્રાસન્ને)
मज्झे (મધ્ય)
दूरे
(ર)
उच्चा (ઉધ્વારે)
पासणे (પ્રસવળે)
અળદિયાસે - (અનભ્યાસે - અનષ્કાસò) =
अहियासे (અભ્યાસે - અધ્યાસ)
अणाघाडे
(અનાઢે )
વિશેષાર્થ :
પહેલા છ માંડલાંનો આ પાઠ બોલી સાધુ-સાધ્વી કે પૌષધવ્રતધારી શ્રાવકશ્રાવિકાઓ ગુરુભગવંતને જણાવે છે કે, રાત્રિમાં જો વડીનીતિ અને લઘુનીતિની એવી શંકા થાય કે સહન થઈ શકે તેમ ન જ હોય અથવા સહન કરવા જતાં આર્દ્રધ્યાન થાય તેવું હોય; કે વળી, મળ-મૂત્રને રોકવાના કા૨ણે શરીરમાં વિશેષ રોગાદિ થવાની સંભાવના હોય તો ત્યારે હું મળ-મૂત્રના નિકાલ માટે સંથારાની નજીકની ત્રણ જગ્યાનો ઉપયોગ કરીશ. તેમાં પ્રથમ નજીકની જગ્યાનો ઉપયોગ કરીશ. ત્યાં કીડી આદિનો ઉપદ્રવ થયો હશે તો હું તેનાથી સહેજ દૂર રહેલી મધ્યમ ભૂમિનો ઉપયોગ કરીશ અને જો બીજી જગ્યામાં પણ ઉપદ્રવ થયો હશે તો હું તેનાથી પણ થોડી દૂર રહેલી જગ્યા (પણ જે સંથારાની પાસે હશે) તેનો ઉપયોગ કરીશ.
-
–
=
= અગાઢ કારણે, શરીરમાં કોઈ રોગ થયો હોય, વસતિની બહાર રાજા, ચોર, શિકારી પશુઓ વગેરેનો ભય હોય અથવા સંયમનો નાશ થાય તેવા કોઈપણ કારણો હોય તે વખતે;
એકદમ નજીકમાં;
=
માંડલાં
=
મધ્યમાં, સંથારાથી સહેજ દૂર;
દૂર, સંથારાની થોડે વધુ દૂર;
= વડી નીતિના પ્રસંગે /મલનું વિસર્જન ક૨વાના સમયે;
=
લઘુ નીતિના પ્રસંગે / મૂત્ર વિસર્જન કરવાના સમયે;
સહન ન થઈ શકતાં;
સહન થઈ શકતાં;
ખાસ કોઈ મુશ્કેલી ન હોય ત્યારે;
=
૧૨૫
=
=
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬
મૂળ સૂત્ર :
(૨) બીજા છ માંડલાં ઉપાશ્રયના દ્વાર પાસેની ત્રણ ભૂમિ વિષયક
७. आघाडे आसने
उच्चारे
अहियासे
८. आघाडे आसन्ने
अहियासे
९. आघाडे मज्झे
अहिया
१०. आघाडे
मज्झे
अहिंयासे
११. आघाडे
दूरे
अहियासे
१२. आघाडे
दूरे
अहियासे
संस्कृत छाया :
७. आग
८. आगाढे
९. आगाढे
१०. आगा
११. आगाढे
१२. आगाढे
सूत्र संवेना-5
आसन्ने
आसन्ने
मध्ये
मध्ये
दूरे
दूरे
उच्चारे
उच्चारे
उच्चारे
उच्चारे
उच्चा
पासवणे
पासवणे
पासवणे
पासवणे
पासवणे
पासवणे
प्रस्रवणे
प्रस्रवणे
प्रस्रवणे
प्रस्रवणे
अभ्या
प्रस्रवणे
अभ्यासे
प्रस्रवणे अभ्यासे
अभ्यासे
अभ्यासे
अभ्यासे
विशेषार्थ :
આ છ માંડલાં દ્વારા પણ સાધક ગુરુભગવંતને નિવેદન કરે છે કે, પૂર્વની જેમ જો કોઈ અગાઢ કારણ હશે; પરંતુ સહન થઈ શકે તેમ હશે તો સંથારાની નજીકની ભૂમિનો ઉપયોગ નહિ કરતાં; હું વસતિની બહાર નીકળવાના દરવાજા પાસેની ત્રણ ભૂમિનો ઉપયોગ કરીશ. તેમાં પણ પૂર્વવત્ પહેલા દરવાજા પાસે અંદરની ભૂમિનો ઉપયોગ કરીશ. ત્યાં જીવોની વિરાધના આદિ થવાનો સંભવ હશે તો દરવાજા પાસેની એકદમ નજીકની ભૂમિ છોડી થોડી દૂરવર્તી મધ્ય ભૂમિનો ઉપયોગ કરીશ. ત્યાં પણ જો જીવોત્પત્તિ આદિ હશે તો તેનાથી પણ દૂર રહેલી જગ્યાનો હું ઉપયોગ કરીશ.
Page #140
--------------------------------------------------------------------------
________________
માંડલાં
१२७
भूण सूत्र : (૩) ત્રીજા છ માંડલા ઉપાશ્રયના દ્વારની બહાર, પણ ઉપાશ્રયની નજીકની
ત્રણ ભૂમિઓ સંબંધી | १३. | अणाघाडे | आसन्ने | उच्चारे । पासवणे | अणहियासे १४. अणाघाडे | आसत्रे
| पासवणे | अणहियासे | १५. | अणाघाडे मज्झे उच्चारे पासवणे अणहियासे | १६. | अणाघाडे | मझे
पासवणे | अणहियासे | १७. | अणाघाडे | दूरे. उच्चारे । पासवणे | अणहियासे | १८. | अणाघाडे | दूरे
पासवणे |
___ अणहियासे
संस्कृत छया : .
। १३.| अनागाढे | आसन्ने | . उच्चारे | १४. अनागाढे - आसन्ने | १५. अनागाढे
उच्चारे १६. अनागाढे | मध्ये १७. अनागाढे | दूरे । उच्चारे | १८. अनागाढे | रे । -
प्रस्रवणे प्रस्रवणे प्रस्रवणे प्रस्रवणे
मध्ये
अनभ्यासे अनभ्यासे अनभ्यासे अनभ्यासे अनभ्यासे अनभ्यासे ।
|
प्रस्रवणे
।
प्रस्रवणे
।
विशेषार्थ :
આ છ માંડલામાં સાધક ગુરુભગવંતને કહે છે કે, કોઈ ખાસ મુશ્કેલીનો સમય નહિ હોય ત્યારે એટલે કે વસતિની બહાર રાજાનો ઉપદ્રવ વગેરે કોઈ તકલીફ નહિ હોય ત્યારે સહન નહિ થઈ શકે એવું હશે તો રાત્રિમાં ઉપાશ્રયના દરવાજાની બહાર પણ ઉપાશ્રયની નજીકમાં સ્થિત ભૂમિનો ઉપયોગ કરીશ. તેમાં પૂર્વવતું પ્રથમ તો નજીકની ભૂમિનો ઉપયોગ કરીશ, ત્યાં જીવોત્પત્તિ વિશેષ હશે તો મધ્યની ભૂમિનો ઉપયોગ કરીશ અને જો તે પણ યોગ્ય નહિ હોય તો દૂરની ભૂમિનો ઉપયોગ કરીશ.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮
भूण सूत्र :
(૪) ચોથા ૭ માંડલાં ઉપાશ્રયની બહાર ૧૦૦ ડગલામાં રહેલી
ત્રણ ભૂમિઓ સંબંધી
उच्चारे
१९. अणाघाडे
२०. अणाघाडे
२१. अणाघाडे
२२. अणाघाडे
२३. अणाघाडे
२४. अणाघाडे
संस्कृत छाया :
१९. अनागा
२०. अनागाढे
२१. अनागाढे
२२. | आनगाढे
२३. अनागाढे
२४. अनागाढे
सूत्र संबेधना-5
आसने
आसने
मज्झे
मज्झे
दूरे
दूरे
आसन्ने
आसन्ने
मध्ये
मध्ये
दूरे
दूरे
उच्चारे
उच्चारे
उच्चारे
उच्चारे
उच्चा
पासवणे
पासव
पासवणे
માંડલાંનો પાઠ બોલતાં સાધક વિચા૨ે કે,
पासव
पासवणे
पासवणे
प्रस्रवणे
प्रस्रवणे
प्रस्रवणे
प्रस्रवणे
प्रस्रवणे
प्रस्रवणे
अहियासे
अहियासे
'अहियासे
अहिया
अहिया
अहियासे
अभ्यासे
अभ्यासे
अभ्यासे
अभ्यासे
अभ्यासे
अभ्यासे
विशेषार्थ :
ચોથા માંડલામાં જણાવે છે કે કોઈ ખાસ કારણ નહિ હોય અને મળમૂત્રની શંકા પણ થોડી સહન થઈ શકે તેવી હશે તો ઉપાશ્રયની બહાર ૧૦૦ ડગલાની અંદર પૂર્વે જોઈ રાખેલી ત્રણ ભૂમિઓનો પરઠવવા માટે ઉપયોગ કરીશ. તેમાં પ્રથમ નજીકની ભૂમિનો ઉપયોગ કરીશ. તે ઉપદ્રવ યુક્ત હશે તો મધ્યની ભૂમિનો ઉપયોગ કરીશ અને તે પણ પરઠવવા માટે ઉચિત નહિ હોય તો દૂરની જગ્યાનો ઉપયોગ કરીશ.
“રાત્રિના સમયમાં જ્યારે જમીન ઉપર અને વાતાવરણમાં
Page #142
--------------------------------------------------------------------------
________________
માંડલાં
૧૨૯
પ્રચુર પ્રમાણમાં જીવાત્યત્તિ થઈ જાય છે ત્યારે એક પગલું પણ માંડવું ઉચિત નથી. પરંતુ મારું શરીર ઔદારિક છે. તેની હાજતો ટાળવી અનિવાર્ય છે. તેથી આ માટે મેં પ્રતિલેખન આદિ કરી યોગ્ય સ્થાનો નક્કી કરી રાખ્યા છે. જેથી રાત્રિમાં હું જયપૂર્વક તે સ્થાનોમાં પાટષ્ઠાન કરી શકું. આમ કરવાથી જીવો પ્રત્યેની મારી કટુ જીવંત રહેશે અને સંયમના ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં હું આત્મકલ્યાણ સાધી શકીશ.”
Page #143
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
સૂત્ર પરિચય:
રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાયની ક્રિયા પૂરી કર્યા પછી શ્રમિત થયેલો સાધક પોતાના શ્રમને દૂર કરવા રાત્રિના બીજા પ્રહરમાં સંથારવાની ક્રિયા કરે છે. સામાન્ય સાધુ માટે આ પ્રહર “સંથારો-પોરિસી” એટલે કે “સૂવા માટેનો પ્રહર તરીકે ઓળખાય છે. આ સમયમાં સૂતા પહેલા આ સૂત્ર બોલવામાં આવે છે. તેથી તેને પણ ઉપચારથી “સંથારા-પોરિસી” અથવા “સંસ્તાર-પૌરુષ' કહેવાય છે. નિદ્રાના કાળમાં પણ ક્યાંય પ્રમાદન પોષાઈ જાય કે કોઈ કુસંસ્કારો જાગૃત ન થઈ જાય તે માટે આ સૂત્રના એક એક શબ્દો બોલી સાધુ સાવધાન બને છે.
રાત્રે સૂતા પહેલા મુમુક્ષુઓએ પોતાના ચિત્તને કેવી ભાવનાઓથી, કેવા અધ્યવસાયોથી ભાવિત કરવું જોઈએ તેનું બહુ સુંદર અને સ્પર્શી જાય તેવું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. ભલે આ સૂત્ર માત્ર રાત્રિમાં બોલવાનું સૂત્ર હોય, તોપણ તેના ભાવોથી ચિત્તને પ્રતિપળ ભાવિત રાખવા જેવું છે. કારણ કે, મૃત્યુ ક્યારે આવી જાય તે કોઈને ખબર નથી. ચિત્ત જો આ સૂત્રોના ભાવોથી રંગાયેલું હોય તો મૃત્યુની મહાવેદનામાં પણ સહજતાથી સમાધિ સાધી શકાય છે.
આ સૂત્ર બોલતાં પહેલા સાધક ખમાસમણ આપી “બહુ પડિપુન્ના પોરિસિ' કહી, ઈરિયાવહી પ્રતિક્રમણ કરી શુદ્ધ થાય છે. ત્યારપછી પોરિસીની ક્રિયાના ભાવો પોતાના ચિત્તમાં નિર્વિબે સ્થાપિત કરવા માટે ખમાસમણ આપી, ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! બહુ પડિપુના પોરિસિ રાઈય સંથારએ કામિ કહી, ગુરુ “ઠાએહ' કહે ત્યારે “ઇચ્છે” કહી “ચઉક્કસાય” સૂત્ર, નમોડત્યુ થી જયવીયરાય સુધીના સૂત્રો બોલી ચૈત્યવંદન કરવા પૂર્વક મંગલ કરે છે.
ત્યારબાદ ખમાસમણ આપી “ઇચ્છા સંથારા વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું”
Page #144
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
એવો આદેશ માંગી, ગુરુ ‘પડિલેવેહ’ કહે ત્યારે ‘ઇચ્છ’ કહી મુહપત્તિનું પડિલેહણ કરી સાધક બાહ્ય અંગો સાથે પોતાના અંતરંગ ભાવોની પણ શુદ્ધિ કરે છે. તે પછી ‘નિસીહિ’ શબ્દનું ત્રણ વાર ઉચ્ચારણ કરી ‘સંથારા-પોરિસી’ની ક્રિયાનો પ્રારંભ કરે છે, ‘નિસીહિ’ શબ્દ મનની કોઈપણ પ્રકારની અશાંતિને ટાળી, ચિત્તને આ ક્રિયા કરવા જાગૃત બનાવે છે. ત્યારપછી ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરીને, ‘નમસ્કાર મહામંત્ર’ અને ‘કરેમિ ભંતે’ દ્વારા પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાપૂર્વક સાધક પોતાની પ્રતિજ્ઞાને યાદ કરી, આત્માને સમભાવમાં લાવવા યત્ન કરે છે. આટલી પૂર્વ તૈયારી કર્યા પછી આ સૂત્રની પહેલી ગાથા દ્વારા સાધક ગુરુભગવંત પાસે સંથા૨વાની આજ્ઞા માંગી બીજી ગાથામાં તેની વિધિનું સ્મરણ કરે છે.
૧૩૧
શાસ્ત્રકારોએ સાધકની ખૂબ કાળજી લીધી છે. સંથારામાં સૂતા ક્યાંય અજયણાને કા૨ણે જીવહિંસા ન થઈ જાય તે માટે કેવી રીતે સૂવું અને પડખું ફેરવતા પણ કેવી રીતે પ્રમાર્જના કરવી તથા સૂતા પછી કાય-ચિંતા (લઘુનીતિ) વગેરે માટે ઊઠવું પડે તો નિદ્રાથી સંપૂર્ણ મુક્ત થવા માટે શું કરવું જોઈએ તે ત્રીજી ગાથામાં જણાવ્યું છે.
આયુષ્ય ક્યારે પુરું થઈ જાય અને ક્યારે મૃત્યુ આવી જાય તે અત્યંત અનિશ્ચિત હોવાથી, સમાધિમય મૃત્યુને ઇચ્છતા સાધકે રોજ રાત્રે સૂતા પૂર્વે સાગારી અનશન સ્વીકારી દેહ આદિનો ત્યાગ કરવો જોઈએ, જેનો નિર્દેશ ચોથી ગાથામાં છે.
આ જગતમાં ચાર શ્રેષ્ઠ મંગલ છે. તે ચાર જ જગતના ઉત્તમ તત્ત્વ છે અને તે ચારનું શરણ હું સ્વીકારું છું તેવું પાંચમીથી સાતમી ગાથામાં જણાવ્યું છે.
આઠમી અને નવમી ગાથામાં અઢાર પાપસ્થાનકનો નિર્દેશ કરી દસમી ગાથામાં તેના ત્યાગનું પચ્ચક્ખાણ જણાવ્યું છે. વળી, ક્યાંય મમતાના પરિણામ ન રહી જાય તે માટે અગીયારમી અને બારમી ગાથા દ્વારા આત્માને એકત્વ, અન્યત્વ આદિ ભાવનાઓથી ભાવિત ક૨વા માટેની શિખામણ આપી છે. તેરમી ગાથા દ્વારા સંબંધોની અનર્થકારિતાથી ચિત્તને ભાવિત કરીને સાધકે સર્વ સંગનો ત્યાગ કરવો જોઈએ તેમ જણાવ્યું છે.
ચૌદમી ગાથામાં પોતે કેવા પ્રકારનું સમ્યક્ત્વ ધારણ કર્યું છે તેનું સ્મરણ કરાવવામાં આવ્યું છે અને પંદરમી તથા સોળમી ગાથામાં સર્વ જીવો સાથે ક્ષમાપના કરવા જણાવેલ છે. સૂત્રના અંતે સત્તરમી ગાથા દ્વારા સાધકે માનસિક, વાચિક તથા કાયિક દુષ્કૃતોની નિંદા કરી આલોચના કરી કઈ રીતે શુદ્ધ થવાનું છે તે જણાવ્યું છે. આમ સંથારવાની અનુજ્ઞા માટેનું આ સૂત્ર હોવા છતાં તેમાં સમાધિમય મૃત્યુ માટે જરૂરી વિવિધ વિષયો પણ વણી લેવાયા છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
सूत्र संवेदना-5
આ આખું સૂત્ર સળંગ ક્યાંય જોવા મળતું નથી, પરંતુ આ બધી ગાથાઓ છૂટક છૂટક રીતે ધર્મસંગ્રહમાં (ઉદ્ધત કરેલી યતિદિનચર્યાની ગાથાઓ રૂપે), ઓઘનિયુક્તિમાં તથા આવશ્યક સૂત્રના પ્રતિક્રમણ અધ્યયનમાં મૂળસૂત્ર તરીકે જોવા મળે છે.
भूण सूत्र: 'निसीहि, निसीहि, निसीहि'
नमो खमासमणाणं गोयमाईणं महामुणीणं ।। .. ઉપરોક્ત પાઠ, નવકાર તથા કરેમિભંતે – એટલું ત્રણ વાર કહી, પછી નીચેનો પાઠ બોલવો.
_ (गाहा) अणुजाणह जिट्ठज्जा* ! अणुजाणह परम-गुरु ! गुरु-गुण-रयणेहिं मंडिय-सरीरा ! । 'बहु-पडिपुण्णा पोरिसी, राइंय-संथारए ठामि' ।।१।।
(गाहा) - अणुजाणह संथारं, बाहुवहाणेण वाम-पासेणं । कुक्कुडि-पाय-पसारण, अतरंत पमज्जए भूमिं ।।२।। संकोइअ संडासा, उव्वटैते अ काय-पडिलेहा । दव्वाई-उवओगं, ऊसास-निरूंभणालोए ।।३।। जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहि-देहं, सव्वं तिविहेण वोसिरिअं ।।४।। चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपनत्तो धम्मो मंगलं ।।५।। चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमाः साहू लोगुत्तमा, केवलि-पनत्तो धम्मो लोगुत्तमो ।।६।।
*. प्रयलित 418 'जिट्ठिज्जा' छ; परंतु प्रमोघटीमा ‘जिट्ठज्जा' ५।४ छ भने 'ज्येष्ठार्या' मेवी
संस्कृत छयानो विया२ ४२०i ‘जिट्ठज्जा' ५।६ अभने योग्य माग छ तेथी ते राज्यो छ.
Page #146
--------------------------------------------------------------------------
________________
સંથારા પોરિસી સૂત્ર
चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि, । सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपत्तं धम्मं सरणं पवज्जामि ॥ ७ ॥ पाणाइवायमलिअं, चोरिक्कं मेहुणं दविण-मुच्छं । कोहं माणं मायं, लोभं पिज्जं तहा दोसं ।।८।। कलहं अब्भक्खाणं, पेसुनं रइ - अरइ- समाउत्तं । पर परिवायं माया - मोसं मिच्छत्त सल्लं च ।।९।। वोसिरिसु ईमाई मुक्ख - मग्ग-संसग्ग- विग्घभूआई । दुग्गइ - निबंधणाई, अट्ठारस पाव - ठाणाई ।। १० ।। गोऽहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ । एवं अदीण - मणसो, अप्पाणमणुसासइ ।। ११ । । एगो मे सासओ अप्पा, नाण- दंसण-संजुओ । सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लक्खणा ।।१२।।
संजोग - मूला जीवेण, पत्ता दुक्ख - परंपरा । तम्हा संजोग - संबंध, सव्वं तिविहेण वोसिरिअं ।। १३ ।। अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो ।
जिण पन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं । । १४ । । *
-
खमिअ खमाविअ, मइ खमह सव्वह जीवनिकाय । सिद्धह साख आलोयणह, मुज्झह वइर न भाव ।। १५ ।। सव्वे जीवा कम्म - वस, चउदह राज भमंत ।
ते मे सव्व खमाविआ, मुज्झवि तेह खमंत ।। १६ ।।
१३३
जं जं मणेण बद्धं, जं जं वाएण भासिअं पावं ।
जं जं कारण कयं, मिच्छा मि दुक्कडं तस्स ।। १७ ।।
૬. અહીં ચૌદમી ગાથા ત્રણ વાર કહેવી પછી ત્રણ નવકાર ગણવા પછી છેલ્લી ત્રણ ગાથા કહેવી.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સૂત્ર સંવેદના-૬,
મૂળ ગાથાઃ
निसीहि, निसीहि, निसीहि અન્વય સહિત સંસ્કૃત છાયા :
नैषेधिकी, नैषेधिकी, नैषेधिकी
શબ્દાર્થ:
ત્યાગ કરું છું, ત્યાગ કરું છું, ત્યાગ કરું છું વિશેષાર્થ :
‘નિસીહિ' એ નિષેધને સૂચવનારો જૈનશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. સામાન્યથી સાધક આ શબ્દ બોલી પાપ વ્યાપારનો ત્યાગ કરે છે અને વિશેષથી વિચારીએ તો આ શબ્દ બોલી. સાધક આગળની ક્રિયામાં દૃઢ ઉપયોગપૂર્વક પ્રવર્તવાનો સંકલ્પ કરે છે.
પૌષધધારી શ્રાવક કે સાધુ આમ તો સામાયિકમાં જ હોવાથી તેમને પાપ વ્યાપારનો ત્યાગ જ હોય છે, છતાં પણ પોરિસી ભણાવવાની ક્રિયા દરમ્યાન કે નિદ્રામાં પ્રમાદ આદિ કોઈ અનિષ્ટ પ્રવૃત્તિઓ મન પર સવાર ન થઈ જાય તે માટે તેઓ આ શબ્દો દ્વારા પુનઃ પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. વ્યવહારથી હિંસા, જૂઠ, ચોરી આદિને પાપ-પ્રવૃત્તિઓ કહેવાય છે, જ્યારે નિશ્ચયથી વિચારીએ તો મોક્ષને પ્રતિકૂળ બને તેવા સર્વ ભાવો પાપ છે. તેથી આવા શબ્દોચ્ચાર દ્વારા સાધક શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રગટાવવામાં બાધક બને તેવી મન-વચન-કાયાની સર્વ ચેષ્ટાઓને અટકાવીને આત્મસ્વરૂપને પ્રગટાવવામાં અનુકૂળ હોય તેવા પરિણામોને જાગૃત કરવાનો સંકલ્પ કરે છે.
અનાદિકાળના કુસંસ્કારો સહજ રીતે કાર્યાન્વિત હોવાથી તેને અટકાવવા માટે મંદભાવે જો આ સંકલ્પ થાય તો એ ફળપ્રદ નથી બનતો, તેથી દઢ સંકલ્પ કરવા માટે સાધક આ શબ્દોનું ઉચ્ચારણ ત્રણ વાર કરે છે અને તે દ્વારા અપ્રમત્તપણે આગળની ક્રિયા કરવાના પોતાના પ્રણિધાનને સબળ બનાવે છે. 1. ‘નિરીદિ' શબ્દનો વિશેષ અર્થ સૂત્રસંવેદના-૧માં ખમાસમણ સૂત્ર તથા સૂત્રસંવેદના - ૩ માં
વાંદણા સૂત્રમાંથી જોઈ શકાશે.
Page #148
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
આ શબ્દો ઉચ્ચારતાં સાધક વિચારે છે કે,
“મારે હવે સર્વ અન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ છે. હવે પછીની ક્રિયા હું મન-વચન-કાયાને આત્મભાવમાં સ્થિર રાખવા કરવાનો છું, તેથી હવે અત્યંત અપ્રમત્ત બની, મારા અંગોપાંગને સંવૃત બનાવીને, ઉપયોગપૂર્વક, લક્ષ્યનું અનુસંઘાન કરીને અનાભોગ કે સહસાત્કારથી પણ કોઈ સ્ખલના કે અતિચાર ન લાગી જાય, મારું મન સ્વભાવને છોડી પરભાવમાં રમવા ન માંડે તેવું ધ્યાન રાખીને હું ક્રિયા કરીશ.”
૧. મંગલાચરણ :
૧૩૫
મૂળ ગાથા ઃ
नमो खमासमणाणं गोयमाईणं महामुणीणं
(નમસ્કાર મહામંત્ર તથા રેમિ ભંતે સહિત નિસીહિ પૂર્વકના આ પાઠનું ઉચ્ચા૨ણ ત્રણ વા૨ ક૨વાનું છે.)
અન્વય સહિત સંસ્કૃત છાયા :
क्षमाश्रमणेभ्यः गौतमादिभ्यः महामुनिभ्यः नमः
શબ્દાર્થ :
ક્ષમાશ્રમણ ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર હો.
વિશેષાર્થ :
શ્રી ગૌતમ મહારાજા અનંતલબ્ધિનિધાન અને અનેક ગુણોના ભંડાર હતા. તેમનો વિનય અને તેમની યોગમાર્ગની અપ્રમત્તતા અદ્ભુત હતી. ચાર જ્ઞાનના ધણી હોવા છતાં પણ તેઓ બાળભાવે પ્રભુની દેશના સાંભળતા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટેનો તેમનો તલસાટ અદમ્ય હતો. તેમની પાટપરંપરામાં અને અન્યત્ર પણ તેમના જેવા અનેક મહાન ક્ષમાશ્રમણો થઈ ગયા. આ મહાત્માઓ જીવનભર
2. ક્ષમાશ્રમણનો વિશેષ અર્થ સૂત્રસંવેદના-૧ માં ઇચ્છામિ ખમાસમણો સૂત્રમાંથી જોવો.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬
સૂત્ર સંવેદના
. પોતાના ક્રોધાદિ દોષોનો નાશ કરી ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરવા પ્રયત્નશીલ રહેતા હતા. આવા મહામુનિઓને નમસ્કાર કરી સાધક પોરિસીની શરૂઆત કરે છે.
સાધક જાણે છે કે મોહ એ મારો પરમ શત્રુ છે અને તેના નાશનું કાર્ય અતિ કપરું છે. શ્રીગૌતમ મહારાજા આદિ મહામુનિઓએ સત્ત્વપૂર્વક આ શત્રુના નાશ માટે જીવનભર પ્રયત્ન કર્યો હતો અને તેમાં સફળતા પણ મેળવી હતી. મોહવિજેતા આ મહાપુરુષોનું સ્મરણ, વંદન કે નમન તેમના પ્રત્યે આદર સત્કાર અને અહોભાવ પ્રગટ કરે છે. પ્રગટેલો આ શુભભાવ અશુભભાવોને અટકાવી, મોહનાશ માટેનું સત્વ પ્રગટાવે છે.
આમ મહામુનિઓને નમસ્કાર કરવાથી કપરા કામને સિદ્ધ કરવાનો ક્ષયોપશમ પ્રગટે છે, તે માટેની શક્તિ ખીલે છે અને કાર્યસિદ્ધિ હાથવગી બની જાય છે. પરિણામે સાધક પોતે પણ મોહરૂપી શત્રુના નાશ માટે સક્ષમ બને છે. તેથી જ પોરિસીની શરૂઆત મહામુનિઓને નમસ્કાર કરીને કરાય છે.
આ શબ્દો બોલતાં સાધક, શ્રી ગૌતમ મહારાજા આદિ મહામુનિઓને સ્મૃતિપટ પર સ્થાપિત કરે છે અને બે હાથ જોડી મસ્તક નમાવતાં વિચાર કરે છે કે,
“આ મહાપુરુષોના જેવું સંપૂર્ણ નિર્દોષ જીવન જીવવાની તો મારી શક્તિ નથી, તોપણ આ મહર્ષિઓના ચણામાં માથું નમાવી પ્રાર્થના કરું છું કે મારી આ રાત્રિ તો શુભભાવ અને
શુભધ્યાનમાં પસાર થાય તેવું બળ આપજો” નમસ્કાર મહામંત્રી તથા “કરેમિ ભંતે'
ત્રણ વાર “નિસીહિ'નું ઉચ્ચારણ કરીને અત્યંત સાવધાન અને સજાગ બનેલો સાધક ત્યારપછી મંગલાદિ માટે ગૌતમાદિ ક્ષમાશ્રમણોને વંદન કરવા સાથે નમસ્કાર મહામંત્ર” અને કરેમિ ભંતે” સૂત્ર પણ ત્રણ વખત બોલે છે.
તેમાં નમસ્કાર મહામંત્ર દ્વારા પંચ પરમેષ્ઠિના સ્વરૂપને સારી રીતે બુદ્ધિમાં સ્થિર કરવાથી તેમના જ્ઞાનાદિ ગુણો તથા તેમનું પરમ સુખ મનમાં રમ્યા કરે છે. તેના પ્રત્યે વિશિષ્ટ પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને તેવા ગુણોને પ્રગટ કરવાની રુચિ તીવ્રતર બને છે. આહત્ય, સિદ્ધત્વની સ્મૃતિ તાજી થતા ચિત્તમાં અપૂર્વ ભાવો પેદા 3. નમસ્કાર શબ્દના અર્થ માટે સૂત્રસંવેદના-૧માંથી ‘નમસ્કાર મહામંત્ર તથા સૂત્રસંવેદના
રમાંથી નમોડથુણં સૂત્ર જોવું.
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૦૭
સંથારા - પોરિસી સૂત્ર
થાય છે. આ ભાવોને કારણે સંસારના ભાવોથી પર રહે – અલિપ્ત રહે તેવું માનસ તૈયાર થાય છે. આવું માનસ જ મોહનાશનું ઉત્તમ સાધન બને છે.
કરેમિ ભંતે' સૂત્રનું ઉચ્ચારણ કરવાથી સાધકે પૂર્વે લીધેલી સમભાવમાં રહેવાની અને સાવદ્ય (પાપમય) પ્રવૃત્તિઓના ત્યાગની પ્રતિજ્ઞા સ્મૃતિપટમાં તાજી થાય છે અને તેના સમ્યફ પાલનનો યત્ન દઢ બને છે.
શ્રી ગૌતમ મહારાજા આદિ અપ્રમત્ત સાધુઓને તથા પંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કારના અને સમભાવની પ્રતિજ્ઞાના આ પવિત્ર ભાવોને માનસપટ પર વધુ સારી રીતે અંકિત કરવા સાધક તેને ત્રણ વાર દોહરાવે છે. ફળસ્વરૂપે તેનામાં એવા સંસ્કાર પડે છે કે, પોરિસીની ક્રિયા ઉપરાંત નિદ્રામાં પણ સંયમ કે સમભાવને અનુકૂળ ચિત્ત અકબંધ રહે છે; પણ પ્રમાદને વશ બની નાશ નથી પામતું. ૨. સંથારામાં રહેવાની અનુજ્ઞા? “
મંગલાચરણ કર્યા પછી, સાધક ગુણવાન ગુરુ પાસે સંથારામાં રહેવાની અનુજ્ઞા માગે છે. મૂળ ગાથાઃ
अणुजाणह जिट्ठज्जा ! .. ગણુનાદ પરમ-ગુરુ ! ગુ-ગુજ-યોહિં મંદિય-સરીરાI
વહુ-વિપુuvir uોરિલી, રફ-સંથાર, કમિ' iારા અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
ज्येष्ठार्याः ! अनुजानीत गुरु-गुण-रत्नैः मण्डितशरीराः परमगुरवः ! अनुजानीत बहु-प्रतिपूर्णा पौरुषी, रात्रिकसंस्तारके तिष्ठामि ।।१।। શબ્દાર્થ:
હે જ્યેષ્ઠ આર્ય ! અનુજ્ઞા આપો.
મોટા ગુણરત્નોથી વિભૂષિત દેહવાળા હે પરમગુરુ! (પ્રથમ) પૌરુષી સારી રીતે પરિપૂર્ણ થઈ છે, હવે રાત્રિના સંથારાને વિષે સ્થિર થવાની અનુજ્ઞા આપો. ૧
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮
સૂત્ર સંવેદના-૬
વિશેષાર્થ :
ગુણવાનને પરતંત્ર બની તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું, એ યોગમાર્ગના વિકાસ માટેની પ્રારંભિક આવશ્યક્તા છે. તેથી જ “હે જ્યેષ્ઠ આર્ય ! – આવું સંબોધન કરી યોગમાર્ગની સાધના કરવા ઇચ્છતો સાધક શરીરનો શ્રમ દૂર કરી, યોગમાર્ગમાં ચાલવાની શક્તિ એકઠી કરવા ગુરુ પાસે રાત્રિમાં સંથારવાની અનુજ્ઞા માગે છે.
અનુજ્ઞા માગતી વખતે શિષ્ય કે પૌષધવ્રતધારી શ્રાવક ગુરુ પ્રત્યેના બહુમાનભાવને વિશેષ રીતે ઉલ્લસિત કરવા તેમના ગુણોનું સ્મરણ કરે છે. ક્ષમા આદિ ગુણો ઉપરાંત યોગ્ય શિષ્યનું અનુશાસન કરવું એ ગુરુનો વિશેષ ગુણ છે. આવા અનુશાસકતા આદિ ગુણોરૂપી રનોથી સુશોભિત શરીરવાળા ગુરુ જ પરમગુરુ અર્થાતું શ્રેષ્ઠગુરુ છે. વડિલ સાધુને મોટા ગુણરૂપી રત્નોથી શોભતા શરીરવાળા પરમગુરુ તરીકે સંબોધીને સાધક ફરીવાર અનુજ્ઞા માંગી તેમને પરતંત્ર રહેવાની પોતાની ઉત્તમ ભાવનાને દૃઢ બનાવે છે. बहुपडिपुण्णा पोरिसी :
પોરિસી પ્રાકૃત શબ્દ છે. જે સંસ્કૃત પૌરુષી શબ્દ પરથી બન્યો છે. પૂર્વકાળમાં પુરુષની પોતાના દેહપ્રમાણ છાયા પડે તેટલા કાળમાનને પોરિસી કહેવાતી હતી અત્યારની ભાષા પ્રમાણે એક પૌરુષી એટલે એક પ્રહર. દિવસના કે રાત્રિના સમયના ચાર સરખા ભાગ કરવામાં આવે તો તે પ્રત્યેક ભાગને એક પૌરૂષી = એક પ્રહર કહેવાય છે.
4. મર્યને પામ્ય તિ માર્ય. - જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય તે આર્ય કહેવાય અથવા સારાત્
પાપગ્ય: પ્ય યાત: ૪ માર્ચ - કારત્ એટલે દૂર; પાપકર્મથી જે દૂર થયો છે તે આર્ય, જેન શાસ્ત્રોની ભાષામાં વડીલોને, વૃદ્ધોને, જ્ઞાનવૃદ્ધોને, મહા ગુણવાન સાધુઓને આર્ય કહેવાય છે.
તથા જ્યેષ્ઠ એટલે મોટા, તેથી અહીં યેષ્ઠ આર્યથી વડીલ સાધુઓ સમજવાના છે. 5. પુરુષ પ્રમાણમ્ ગચા: સા પોષી - પુરુષ (પ્રમાણ છાયા) જેમાં પ્રમાણ છે તે પૌરુષી. પૂર્વના
સમયમાં દિવસ કેટલો પસાર થયો તેનો નિર્ણય કરવા માટે ઘડિયાળો નહોતી. ત્યારે પુરુષના પડછાયાનું પ્રમાણ જોઈ નક્કી કરાતું કે કેટલો સમય થયો હશે. તેમાં જ્યારે પડછાયો પુરુષના પોતાના દેહ પ્રમાણ હોય તેટલા કાળને પૌરુષી કહેવાય છે. દિવસ અને રાત્રિનું પ્રમાણ દરેક ઋતુમાં તેમજ દરેક દેશમાં જુદું જુદું હોવાથી ઋતુ અને દેશ પ્રમાણે પોરિસીનું પ્રમાણ જુદું જુદું હોય છે. તેથી કલાક-મિનિટમાં પોરિસીનું ચોક્કસ પ્રમાણ નક્કી ન કરી શકાય.
Page #152
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૩૯
શાસ્ત્રમાં જે પ્રહરમાં જે કાર્ય કરવાના હોય તે પ્રમાણે જુદા જુદા પ્રહરને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે દિવસનો પહેલો પ્રહર તે “સૂત્રપૌરુષી', બીજો પ્રહર તે અર્થ પૌરુષી' વગેરે. તેમ રાત્રિનો બીજો પ્રહર તે “સંથારા પૌરુષી’
રાત્રિના પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરવાનો છે, બીજા પ્રહરમાં સામાન્ય સાધુને શ્રમ દૂર કરવા નિદ્રા લેવાનું અને પ્રૌઢ સાધુએ ધ્યાન કરવાનું વિધાન છે. ત્રીજા પ્રહરમાં નિદ્રાથી મુક્ત થઈ, ચોથા પ્રહરમાં સૌએ પુન: સ્વાધ્યાયમાં જોડાવાનું છે.
આ વિધાનને લક્ષ્યમાં રાખીને શ્રમણભગવંતો તથા પૌષધધારી શ્રાવકો રાત્રિનો પ્રથમ પ્રહર સ્વાધ્યાયમાં, ધ્યાનમાં કે ગુરુભગવંતની વિશ્રામણા આદિમાં પસાર કરે છે. આ કાર્ય કરતાં જ્યારે શ્રમનો અનુભવ થાય અને વિશ્રામ કર્યા વિના આગળના કાર્ય સારી રીતે સંપન્ન થાય તેમ નથી એવું લાગે ત્યારે સાધક ગુરુભગવંત પાસે જઈને વિનયપૂર્વક જણાવે કે, “હે યેષ્ઠ આર્ય ! પ્રથમ પોરિસીનો સમય લગભગ પૂર્ણ થયો છે. આપ જો અનુજ્ઞા આપો તો હું હવે રાત્રિ સંથારો કરું ?'
સાધુએ કે પૌષધધારી શ્રાવકે સમભાવની વૃદ્ધિ થાય તે માટે યત્ન કરવાનો છે અને સાવચેતી પૂર્વક પ્રમાદને સદંતર ટાળવાનો છે. તેથી જો સાધુભગવંત શરીરના સુખ માટે કે સૂવામાં મઝા આવતી હોવાથી સૂવાનો વિચાર કરે છે, તે માટે આજ્ઞા માંગવા જાય તો તે અયોગ્ય છે. તેમ કરવાથી તેમનો સામાયિકનો પરિણામ નાશ પામી જાય છે; પરંતુ જ્યારે એમ લાગે કે જરૂરી આરામ કરવાથી કે નિદ્રા લેવાથી ઉત્તરના સંયમયોગોમાં બળવત્તર યત્ન થઈ શકશે ત્યારે જ તેઓ ગુણવાન ગુરુ પાસે સૂવાની (સંથારવાની) અનુજ્ઞા માગે. અને શિષ્યની નિદ્રા તેના સંયમવૃદ્ધિનું કારણ બનશે એવું જ્યારે જણાય ત્યારે ગુરુભગવંત પણ શિષ્યને નિદ્રા લેવાની અનુજ્ઞા આપે.
6. તમે પરિસી સાથે, વિઠ્ય જ્ઞાઈi fણયાયક્ !
तइयाए भिक्खायरियं पुणो चउत्थीए सज्झायं ।।। - શ્રી રાધ્યયનસૂત્ર ર૬-૧ર 7. સ્થવિર પ્રૌઢ અને ગીતાર્થ સાધુઓ તો બીજા પ્રહરમાં પણ સૂત્રો તથા અર્થનું ચિંતન કરે છે. 8. પઢમં રિસી સન્નાર્ય, વિર્ય જ્ઞાળ થાય !
तइयाए निद्दमुक्खं तु, चउत्थी भुज्जो वि सज्झायं ।।४३।। - श्रीउत्तराध्ययनसूत्र २६
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
સૂત્ર સંવેદના-૬
૩. સંથારાનો વિધિ :
અવતરણિકા :
ગુરુ પાસેથી સંથારામાં બેસવાની અનુજ્ઞા મેળવ્યા પછી શિષ્ય વળી પાછી સંથારામાં સૂવાની અનુજ્ઞા માગે છે.
ગાથા :
अणुजाण संथारं, बाहुवहाणेण वाम-पासेणं । બુદ્ધિ-પાવ-પસારળ, અતરત મખ્ખણ ભૂમિ રા संकोइअ संडासा, उव्वट्टंते अ काय - पडिलेहा ।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
अनुजानीत संस्तारं, बाहूपधानेन वाम-पार्श्वेन । कुर्कुटी-पाद-प्रसारणे अशक्नुवन् प्रमार्जयेद् भूमिम् ।।२।। संकुच्य संदशौ उद्वर्तमानः च कायं प्रतिलिखेत् ।
શબ્દાર્થ :
(મેં આપ પાસેથી પૂર્વે જાણ્યું છે કે,) હાથનો તકિયો બનાવી સાધુ ડાબે પડખે સૂઈ જાય. સૂતી વખતે તે કુકડીની જેમ આકાશમાં પગ લાંબા કરીને સૂવે. જો ઊંચે પગ લાંબા ન રાખી શકે તો ભૂમિને = સંથારાને પ્રમાર્જીને તેમાં બે પગ મૂકે. જો પગ લાંબા કર્યા પછી સંકોચવા પડે તો ઢીંચણ પૂંજીને સંકોચે અને જો પડખું ફેરવવું પડે તો શરીરનું પ્રમાર્જન કરે. (આ સંથારાની વિધિ છે. હું તેનું પાલન કરવા પ્રયત્ન કરીશ.)
9. ‘સંથારો’ શબ્દ અંતિમ સંલેખના યાવજ્જીવ અનશન માટે પણ વપરાય છે તેથી અહીં રાત્રિનો સંથારો એમ કહી સ્પષ્ટતા કરી છે. સાધુ કે પૌષધધારી શ્રાવકનું જીવન જયણા પ્રધાન હોય છે માટે તેઓ રૂની કે ડનલોપ વગેરેની ગાદીનો ઉપયોગ કરતા નથી. તેઓ સૂવા માટે ૨', હાથ લાંબા અને ૧૧, હાથ પહોળા એવા ઊનના એક વિશિષ્ટ આસનનો ઉપયોગ કરે છે. આ ઊનના આસનને સંથારો કહેવાય છે.
10. 'कुक्कुडिपायपसारणं' त्ति यथा कुक्कुटी पादावाकाशे प्रथमं प्रसारयति एवं साधुनाऽप्याकाशे पा प्रथममशकनुवता प्रसारणीयौ श्री ओघनिर्युक्तिः द्रोणाचार्यवृत्तिः
સંસ્તારક વિધિ
Page #154
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૪૧
વિશેષાર્થ :
ગુણવાન ગુરુ પાસે સંથારામાં રહેવાની આજ્ઞા માંગ્યા પછી શિષ્ય પુન: સંથારામાં સૂવાની પણ આજ્ઞા માગે છે. સામાન્યથી વિચારીએ તો સૂવાની ક્રિયા એ પ્રમાદ છે. આમ છતાં સાધુની આ ક્રિયા અપ્રમાદ ભાવની પોષક હોવાથી તે પ્રમાદરૂપ બનતી નથી. દિવસભર અપ્રમત્તપણે જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ આદિના કાર્યો કરતાં કરતાં સાધુ જ્યારે થાકી જાય છે, ત્યારે પોતાના થાકને દૂર કરી બીજા દિવસે વધુ સારી રીતે આરાધના કરી શકાય તે માટે જ સાધુ નિદ્રાનો સહારો લે છે. તેથી સાધુની નિદ્રા પ્રમાદ બનતી નથી પરંતુ તે પણ એક યોગસાધના તરીકે ઓળખાય છે.
આ નિદ્રાસ્વરૂપ યોગસાધના પણ બીજા સર્વ કાર્યોની જેમ ગુર્વાજ્ઞાથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરવામાં આવે તો જ તે અપ્રમત્તતાનું કારણ બને છે. આવું જાણતા શિષ્યાદિ સૂવાની ક્રિયા કરતાં પૂર્વે પણ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરે છે.
અનુજ્ઞા મેળવ્યા પછી મહામુનિઓ કેવી રીતે સૂઈ જાય તેની સ્મૃતિ તાજી કરવા સૂવાની વિધિનું ઉચ્ચારણ કરે છે. આવી વિધિનું સ્મરણ કરતાં તે મનોમન સંકલ્પ કરે છે કે મારે સંયમની મર્યાદા પ્રમાણે સંયમની વૃદ્ધિ થાય તે રીતે જ આરામ કરવો છે, પણ મારા સંયમને બાધ આવે એવું કાંઈ કરવું નથી.
મહામુનિઓ સંથારામાં બેસવાની આજ્ઞા મેળવીને, કુકડીની જેમ બે પગ આકાશમાં ઊંચે લાંબા કરીને સુવે; એમ કરતાં થાકે ત્યારે સંથારા ઉપરની ભૂમિને પ્રમાર્જીને ડાબા પડખે, હાથનું ઓશીકું કરીને વિધિપૂર્વક પગને સંથારામાં લાંબા કરે."
નિદ્રા લેવાની વિધિ જાણ્યા પછી તે જ પ્રકારે નિદ્રા લેવાનો સંકલ્પ તો ઘણા કરે પણ સંકલ્પને અનુસરવાનું કાર્ય તો કોઈ અતિ સત્ત્વશાળી મહાપુરુષ જ કરી
જેમ કૂકડી પહેલા પગને આકાશ તરફ રાખે છે એ પ્રમાણે સાધુઓ પણ આકાશ તરફ પગ રાખે. એમ રાખવામાં અસમર્થ - અશક્ત હોય ત્યારે ભૂમિને પૂંજીને પગને રાખે એટલે કે
વિધિપૂર્વક પગ લાંબા કરે. 11. તાઝ સંથાર, પુત્તિ વેર્દિતિ તિજિ વારો
नवकारं सामइअ-मुच्चारिअ वामपासेणं ।।३५१।। उवहाणीकयबाहू, आकुंचिअ कुक्कडि व्व दो पाए । अतरंता सुपमजिअ, भूमिं विहिगा पसारंति ।।३६० ।।
- यतिदिनचर्या
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨
સૂત્ર સંવેદના-૬
શકે. તેથી જ શાસ્ત્રકાર આગળ કહે છે કે, ગતાંત12 વમન ભૂમિ અર્થાત્ જો આ રીતે સૂવા સમર્થ ન હો તો સંથારા ઉપરની ભૂમિનું જયણાપૂર્વક પ્રમાર્જન કરી વિધિપૂર્વક પગ લાંબા કરવા જોઈએ.
વળી, સાધકે સૂતી વખતે પણ સંયમની ઘાતક એવી જીવિરાધના અને આત્મવિરાધનાથી બચવાનું છે. તેથી સૂતા પછી પણ જો પગને પુન: સંકોચવા13 હોય તો સંડાસા14 એટલે કે સાથળના સાંધાઓને (ઢીંચણોને) પ્રમાર્જીને પછી જ પગ વાળવા. જેથી ત્યાં રહેલા કોઈ જીવની વિરાધનાં ન થઈ જાય.
નિદ્રા લેતા સાધક માટે આળોટવું તો અયોગ્ય જ છે, પણ ક્યારેક કાયાનું પડખું ફેરવ્યા વગર ચાલે એવું જ ન હોય, પડખું15 ફેરવીને સૂઈ જવાથી જ શરીરને પૂરતો આરામ મળે તેમ હોય અને તે આરામ થઈ જાય તો જ સંયમને યોગ્ય શારીરિક-માનસિક શક્તિ એકઠી થઈ શકે તેમ હોય; ત્યારે સાધુને પડખું ફેરવવાની છૂટ છે. ત્યારે પણ સાધુએ જયણાનો પરિણામ જીવંત રાખવા કાયાનું પડિલેહણ કરી પછી જ પડખું ફેરવવું જોઈએ.
સંથારવાની વિધિ દર્શાવતા આ પદો ઉચ્ચારતા સાધકનું હૈયું પરમકૃપાળુ પરમાત્મા પર ઓવારી જાય છે. તેને થાય છે કે,
“અહો ! મને ક્યાંય પ્રમાદ ન ની જાય તે માટે પ્રભુએ કેટલી કાળજી લીઘી છે. ખરેખર આ રીતે સૂવાથી હું અત્યંત
संस्तारकं चारोहन् सामायिकं वारत्रयमाकृष्य अणुजाणहेत्यादि भणति, अनुजानीत संस्तारकं, पुनश्च बाहूपधानेन वामपार्श्वेन च स्वपिति, कुक्कुटिवदाकाशे पादौ प्रसारणीयौ 'अतरन्त' त्ति आकाशे पादप्रसारणाशक्तस्तु भुवं प्रमृज्य पादौ स्थापयति ।
ધર્મસંગ્રહ
12. अतरंतो' त्ति यदा आकाशे व्यवस्थिताभ्यां पादाभ्यां न शक्नोति स्थातुं तदा पमज्जए भूमि त्ति भुवं' प्रमृज्य पादौ स्थापयति । - श्री ओघनिर्युक्तिः द्रोणाचार्यवृत्तिः
13. 'संकोइअ' इत्यादि, यदा पुनः सङ्कोचयति पादौ तदा संदंशमुरुसन्धिं प्रमृज्य सङ्कोचयति, उद्वर्तयंश्च कायं प्रमार्जयति, अयं स्वपतो विधिः । - धर्मसंग्रहवृत्ती
14. સંડાસા નો અર્થ સન્ધિઃ કર્યો હોવાથી અહીં ઢીંચણ ગ્રહણ કરી શકાય.
15. ર્રાનમેપાાવન્યપાર્શ્વમવનમ્ દંતે - એટલે એક પડખેથી બીજા પડખે થવામાં
- धर्मसंग्रहवृ
Page #156
--------------------------------------------------------------------------
________________
સંથારા પોરિસી સૂત્ર
-
નિદ્રાધીન પણ નહીં બનું અને છતાં પા શરીરને પૂરતો આરામ મળી જવાથી હું ઊઠીને પુન: યોગમાર્ગની સાધના કરવા સુસજ્જ બની શકીશ.”
૪. જાગવાની વિધિ :
અવતરણિકા :
હવે સૂતા પછી માત્ર આદિ કરવા માટે ઊઠવું પડે તો શું કરવું તે જણાવે છે.
ગાથા :
વ્વાદ્-વોનું, સાસ-નિમળાોણાકા
૧૪૩
સંસ્કૃત છાયા ઃ
દ્રવ્યા-િ૩પયોમાં, ઉચ્છ્વાસ-નિરુબ્ધનમ્ આછો રૂ।
શબ્દાર્થ
(હે ભગવંત ! વળી, મેં આપ પાસેથી જ જાણ્યું છે કે, જો કાય-ચિંતા માટે ઊઠવું પડે તો નિદ્રાનું નિવારણ કરવા માટે) દ્રવ્ય, ક્ષેત્ર; કાળ અને ભાવની વિચારણા કરવી. (તેમ છતાં નિદ્રા ન ઊડે તો બે આંગળી વડે નાક દબાવી) શ્વાસને રોકવો અને પછી પ્રકાશવાળા દ્વાર સામે જોવું. (આ રાત્રિમાં કારણવશાત્ ઊઠવાનો વિધિ છે.) IIII
વિશેષાર્થ :
નિદ્રા દરમ્યાન` સ્મૃતિ અને વિચારવાની ક્ષમતા થોડી ઘટી જાય છે. તેથી રાત્રે ઊઠવું પડે તો ઊંઘમાં’ને ઊંઘમાં કોઈ સંયમઘાતક કે આત્મઘાતક પ્રવૃત્તિ ન થઈ જાય તેની પણ સાધકે સાવધાની રાખવી જોઈએ. આથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કોઈ કારણસર શરીરની કોઈ હાજત ટાળવા રાત્રે ઊઠવું પડે તો અર્ધ નિદ્રામાં કોઈ પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે નિદ્રા દૂર કરવાની વિધિ પણ બતાવી છે.
વાડું-વઓનું - દ્રવ્યાદિના ઉપયોગને કરે
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪
સૂત્ર સંવેદના-૬
માત્ર આદિની શંકા થતાં જ્યારે આંખ ઊઘડી જાય ત્યારે સૌ પ્રથમ દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે. દ્રવ્ય આદિ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તેનો ઉપયોગ મૂકવો એટલે આ ચારે સંબંધી વિચારણા કરવી.
દ્રવ્યથી સાધક વિચા૨ે કે, ‘હું કોણ છું ?' હું સાધુ છું કે ગૃહસ્થ છું ? જો પોતે સાધુ હોય કે પૌષધવ્રતધારી શ્રાવક હોય તો વિરતિધરની મર્યાદા પ્રમાણે દંડાસન આદિના ઉપયોગપૂર્વક પૂંજી-પ્રમાર્જી પછી જ. મારે પ્રવૃત્તિ કરવાની છે એવી જાગૃતિ આવી જાય. આવી જાગૃતિ આવવાથી સાધક પોતાના વ્રતોની મર્યાદાપૂર્વક માત્ર આદિ કરવા જાય. જેથી સંયમની વિરાધના ન થાય.
ક્ષેત્રથી સાધક વિચારે કે, ‘હું ક્યાં છું ?' અર્થાત્ હું ઉપરના માળે છું કે નીચેં છું કે અન્યત્ર છું ?' જેથી તંદ્રાવસ્થામાં કે અંધારાના કારણે ભીંત આદિ સાથે અથડાવવાની કે ઉપરથી નીચે પડી જવાની સંભાવના ઓછી થઈ જાય.
કાળથી સાધક વિચારે કે, આ રાત્રિ છે કે દિવસ ? જો રાત્રિ હોય તો દંડાસનના ઉપયોગપૂર્વક ચાલવાનું છે એવી જાગૃતિ આવે અને સાધક સંયમ વિરાધનાથી બચી જાય. વળી, રાત્રિ કેટલી વ્યતીત થઈ છે તે નક્કી કરી સાધક ઊઠીને મારે શું કરવાનું છે તેનો પણ નિર્ણય કરે છે.
ભાવથી સાધક વિચારે કે, હું માત્ર આદિથી અત્યંત પીડિત છું કે નહીં ? જો અત્યંત પીડિત હોય તો નજીકના સ્થાનમાં માત્ર આદિ જાય, નહીંતર દૂરના સ્થાનમાં જાય.
16
આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિચારણા કરીને નિદ્રા ઊડી ગયા પછી જ સાધુ માત્ર આદિ માટે જવા પગ ઉપાડે. જો કદાચ આવા ચિંતન પછી પણ તંદ્રાવસ્થા હોઈ ઊંઘની કાંઈક અસર હોય તો સાધક સંયમની જયણા ન પાળી શકે. તેથી તે નિદ્રા ઊડાડવા પુન: પ્રયત્ન કરે.
16. સાંજના પ્રતિક્રમણ પૂર્વે જ સાધુ કે પૌષધધારી શ્રાવક માત્ર આદિ માટે જુદી જુદી નિર્જીવ ભૂમિઓ જોઈ નિર્ણય કરી આવ્યા હોય કે રાત્રે ક્યાં જવું.
Page #158
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૪૫
નિમાોણ? શ્વાસ રોકીને જુએ દ્રવ્યાદિના ચિંતનથી પણ નિદ્રા ન જાય તો સાધક બે આંગળી વડે નાસિકાને પકડી શ્વાસને રોકે. આ રીતે નિ:શ્વાસનો વિરોધ કરવાથી શ્વાસ લેવાની પ્રક્રિયા અટકી જવાને કારણે નિદ્રા તરત ઊડી જાય છે. જ્યારે નિદ્રા ઊડી જાય ત્યારે સાધક બહાર નીકળવાના દ્વારને જુએ અને બહાર સુધી પ્રમાર્જના કરતો કરતો માત્ર આદિ માટે જાય.
માત્રુ આદિ કરીને વોસિરાવીને પાછો સંથારા પાસે આવી ‘ઇરિયાવહિ' પ્રતિક્રમણ કરે, પછી ઓછામાં ઓછી ત્રણ ગાથાઓનો સ્વાધ્યાય કરીને જ પુનઃ સુવે. આ પદો બોલતાં સાધક વિચારે કે,
કાસાગર પરમાત્માએ અમારી કેટલી ચિંતા કરી છે. માત્ર મોક્ષમાર્ગ બતાવ્યો છે તેવું નથી, પરંતુ આ માર્ગ કઈ રીતે ચાલવું, માર્ગે ચાલતાં શ્રમિત થઈ જવાય તો શું કરવું, શ્રમ ઉતારવા નિદ્રાધીન થયા બાદ શારીરિક કારણોસર ઊઠવું પડે તો શું કરવું તેની કેટલી કાળજી લીધી છે. જણાવવા યોગ્ય જણાવવામાં તેઓશ્રીએ કાંઈ બાકી રાખ્યું નથી. હવે મારે મારી સ્વચ્છન્દવૃત્તિનો ત્યાગ કરી પ્રત્યેક કાર્ય તેમની આજ્ઞા મુજબ જ કરવાનો સંકલ્પ કરવો છે, તો જ મારું કલ્યાણ થશે.”
17. અહીં પ્રચલિત પાઠ સ્લીનિપાત્રો છે પણ ઓઘનિર્યુક્તિ, ધર્મસંગ્રહ ઇત્યાદિ ગ્રંથોમાં
Tળસાનિમાત્ર એવો પાઠ છે. વિચારતા જો કે એવું લાગે કે ઊંઘ ઊડાડવા માટે શ્વાસને રોકવાનો છે. તેથી પાઠમાં ફેરફાર કર્યો નથી.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬
સૂત્ર સંવેદના-૬
૫. સાગારી અનશન: અવતરણિકા:
હવે રાત્રિમાં કદાચ મૃત્યુ આવી જાય તો સમાધિમૃત્યુ મળે તે માટે સાધક સૂવા પૂર્વે કેવું અનશન સ્વીકારે છે તે જણાવે છે.
ગાથા:
जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए ।
आहारमुवहि-देहं, सव्वं तिविहेण वोसिरिअं ।।४।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
यदि मे अस्य देहस्य अस्यां रजन्याम् प्रमादः (नाशम्) भवेत् .
(તર્દિ) આહારમ્ ૩પ-દું, સર્વ ત્રિવધેન વ્યુત્કૃષ્ટમ્ III શબ્દાર્થ :
જો મારા આ દેહનું આ રાત્રિમાં જ મરણ થાય તો (મું) આહાર, ઉપાધિ અને દેહ આદિ સર્વને મન-વચન-કાયાથી વોસિરાવ્યાં છે. llll વિશેષાર્થ :
મૃત્યુનો સમય એ સંપૂર્ણ સાધનાજીવનની પરીક્ષાનો સમય છે અને સાધનાની સફળતા સમાધિમય મૃત્યુમાં છે; પરંતુ આ પરીક્ષાનો કાળ ક્યારે આવીને ઊભો રહે તે કોઈને ખબર પડતી નથી. તેથી સાધક સતત મૃત્યુ માટે સાવધાન રહે છે.
મરણ સમયે સાધકે આહાર, શરીર આદિ સર્વ વસ્તુઓનો ત્યાગ કરી અનશન સ્વીકારવું જોઈએ; આવું શાસ્ત્રમાં વિધાન છે. દિવસ દરમ્યાન જો મૃત્યુ આવી જાય તો સાધક શુભભાવોથી ભાવિત થઈ, અનશન સ્વીકારી મૃત્યુ સુધારી શકે પણ જો રાત્રિમાં સુષુપ્ત અવસ્થામાં મરણ આવે તો સાવધ રહેવું કપરું બને છે. એક તરફ દેહની અસહ્ય પીડા અને બીજી તરફ જન્મ્યા ત્યારથી જેની સાથે રાગના ગાઢ સંબંધો બંધાયા હોય તે દેહ, પરિવાર, વૈભવ આદિને છોડીને જવાનો ભય. તેના પ્રત્યેની લાગણીઓ અંતિમ ઘડીમાં સાધકના મનને વિહ્વળ કરી મૂકે છે. તેથી અચાનક 18. આ ગાથામાં ‘પુનામો પ્રમઃ' એ શબ્દ છે તેનો આ સંદર્ભમાં “મરણ' એવો અર્થ કરવાનો છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૭
સંથારા - પોરિસી સૂત્ર
આવેલા મૃત્યુમાં પણ મમતા આદિના ભાવોથી ચિત્ત ગ્લાન કે પ્લાન ન બને અને સમાધિ જાળવી સદ્ગતિ પ્રાપ્ત કરી શકાય તે માટે નિદ્રાધીન થતાં પહેલા સાધક આ ગાથા બોલી સાધક સાગારી અનશન સ્વીકારે છે.
સાગારી એટલે આગાર સહિત અને આગાર એટલે છૂટ. આગાર સહિતના અનશનને સાગારી અનશન કહેવાય છે. આવા અનશનમાં થોડી છૂટ રાખવામાં આવે છે, તેથી આવા અનશનનો સ્વીકાર કરતી વખતે સાધક એવો સંકલ્પ કરે છે કે, “જો રાત્રિમાં મારું મૃત્યુ થાય તો મારે આહાર-શરીરઉપધિનો સર્વથા ત્યાગ અને જો મૃત્યુ ન આવે તો (બધી છૂટ) ત્યાગ નહિ. આવો સંકલ્પ કરી સાધક સર્વ પ્રકારના અંતરંગ અને બાહ્ય પરિગ્રહમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. *
આમ તો સંયમજીવનને સ્વીકારતી વખતે સાધક સર્વ પરિગ્રહનો ત્યાગ કરે જ છે; પરંતુ શરીરનો ત્યાગ શક્ય ન હોવાથી તે શરીરનો ત્યાગ કરી શકતો નથી. શરીર સાથે સંકળાયેલો હોવાના કારણે તેને આહાર માટે પાત્ર અને લજ્જાસંયમ માટે વસ્ત્રાદિ રાખવા પડે છે. રાખેલી આ ચીજોમાં મમતા ન થાય તે માટે તે સતત સાવધાન રહે છે. આમ છતાં અનાદિ કુસંસ્કારોને કારણે ત્યાં મમત્વ થવાની સંભાવના રહે છે. મૃત્યુ સમયે જો આવા સંયમસાધક ઉપકરણો પ્રત્યે પણ મમતા રહી જાય તો સમાધિ જોખમાય છે. આથી જ સાધક રોજ રાત્રે સંયમ સાધક દેહઆહાર અને ઉપધિનો ત્યાગ કરવા સાગારી અનશન સ્વીકારે છે. આવું અનશન સ્વીકારવાથી ચિત્ત પૌગલિક ભાવોથી પર થઈ સહેલાઈથી આત્મધ્યાનમાં લીન બની શકે છે.
આ ગાથા બોલતો સાધક દેહ, વસ્ત્ર, પાત્ર આદિ સર્વ ને સ્મરણમાં લાવે અને ભાવથી તેની સાથેનો પણ સંબંધ તોડવા વિચારે કે,
“આ રાત્રિમાં જ જો મારું મૃત્યુ થઈ જાય તો આ સર્વ ચીજોનો માટે મન-વચન-કાયાથી ત્યાગ છે. મનથી આ મારા છે તેવું હું હવે નહિ માનું - તે સંબંધી વચન-પ્રયોગ પણ નહિ કહું અને તેના રક્ષાની આળ-પંપાળથી પણ હું મુક્ત થાઉં છું. આ રીતે શરીર
ઉપાધિ વગેરેની મમતાને તોડવા હું યત્ન કરું છું.” 19. અનશન અને તેના પ્રકારોની વિશેષ જાણકારી સૂત્ર સંવેદના-૩માં નાણમેિ સૂત્રમાંથી જાણી
શકાશે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
સૂત્ર સંવેદના-૬
૭. મંગલ ભાવના : અવતરણિકા :
સાગારી અનશન સ્વીકારી ચિત્તને શુભ ભાવથી વાસિત કરવા સાધક મંગલ ભાવના ભાવે છે.
ગાથા :
चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं केवलिपन्नत्तों धम्मो मंगलं ।।५।।
અન્વયે સહિત સંસ્કૃત છાયાઃ
चत्वारि मङ्गलानि । अर्हन्तः मङ्गलम् । सिद्धाः मङ्गलम् । साधवः मङ्गलम् ।
વઝિ-પ્રજ્ઞત: : મ મ્ II TI. શબ્દાર્થ :
ચાર પદાર્થો મંગલ છે : (૧) અરિહંતો અંગેલ છે (૨) સિદ્ધો મંગલ છે. (૩) સાધુઓ મંગલ છે અને (૪) કેવલીભગવંતે બતાવેલો ધર્મ મંગલ છે. સંપા વિશેષાર્થ :
આ જગતમાં મંગલ કરનારી ચીજો ચાર છે. જેનાથી આત્માનું હિત થાય, આત્મા માટે સુખ અને કલ્યાણની પરંપરા સર્જાય તથા આત્મા માટે અહિતકારી ભાવોનો જેનાથી નાશ થાય તેને મંગલ0 કહેવાય છે. આ જગતમાં ચાર પદાર્થો સર્વ શ્રેષ્ઠ મંગલરૂપ છે : ૧. અરિહંતભગવંતો ૨. સિદ્ધભગવંતો ૩. સાધુભગવંતો ૪. કેવળજ્ઞાની ભગવંતે પ્રરૂપેલો ધર્મ.
આ ચાર તત્ત્વો અહિતકારી રાગાદિ ભાવોથી આત્માને દૂર રાખે છે અને નિજાનંદની મસ્તી માણવામાં પરમ આલંબનભૂત બને છે, માટે આ ચારને જ 20. મંગલ શબ્દના વિશેષ અર્થો સૂત્ર-સંવેદના-૧ માં નવકાર મંત્રના અર્થમાં જોવા.
Page #162
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૪૯
પરમાર્થથી મંગલ કહેવાય છે. જગતના અન્ય કોઈ તત્ત્વોમાં આવી ક્ષમતા નથી.
આ ચાર મંગલકારી તત્ત્વોમાં પ્રથમ સ્થાને રહેલા શ્રી અરિહંત પરમાત્મા ત્રણે લોકના જીવોનું દુર્ગતિના ભયથી રક્ષણ કરતાં હોવાથી ત્રણ લોકના નાથ છે. જગતના સર્વશ્રેષ્ઠ પુણ્યના સ્વામી છે. રાગ-દ્વેષ-મોહ રૂપી શત્રુઓનો એટલે આસક્તિ-અપ્રીતિ અને અજ્ઞાનનો તેમણે નાશ કર્યો છે. કેવળજ્ઞાનાદિ સંપત્તિવાળા છે. જગતના જીવોને મોક્ષ આપનારા હોવાથી તેઓ અચિંતચિંતામણી સમાન છે. સંસારરૂપી સમુદ્રને તરવા માટેનું ઉત્તમ જહાજ છે. ઉત્કૃષ્ટ પુણ્યોદયરૂપે તીર્થકર પદવી પામી અનંતા જીવોને આત્મશુદ્ધિનો-આત્મિકસુખનો રાહ ચિંધી રહ્યા છે.
સિદ્ધભગવંતો સાધના કરી સિદ્ધગતિને પામ્યા છે. કર્મરજનો સર્વથા નાશ કરી સંપૂર્ણ શુદ્ધ બન્યા છે. શરીરાદિ સર્વ બંધનોને ત્યજી નિર્બધ બન્યા છે. સર્વસંગથી રહિત થયા છે. જન્મ-જરા-મૃત્યુનો તેમણે નાશ કર્યો છે. કેવળજ્ઞાન અને દર્શનથી યુક્ત છે. સિદ્ધિપુરના નિવાસી છે. કૃતકૃત્ય છે અને અનંતકાળ સુધી અનુપમ આત્મિક સુખને ભોગવનારા છે. - સાધુભગવંતો આ સિદ્ધદશાને પામવા સતત યત્ન કરી રહ્યા છે. તે માટે જ સમિતિ-ગુપ્તિમય જીવન જીવે છે. અઢાર હજાર શીલાંગવાળા સંયમરથ પર આરૂઢ થઈ મોક્ષમાર્ગમાં આગળ વધી રહ્યા છે. પ્રશાંત અને ગંભીર ચિત્તવૃત્તિથી શોભે છે. સર્વથા પાપ-વ્યાપારને છોડી સદા પંચાચારના પાલનમાં મગ્ન રહે છે. દ્રવ્ય અને ભાવ પરોપકાર કરવામાં નિરત હોય છે. કમળની જેમ નિર્લેપ હોય છે. ધ્યાન અને અધ્યયનના સંગથી સતત વિશુદ્ધ થતાં ભાવોથી તેમનું અંતર દીપતું હોય છે.
કેવળીભગવંતે પ્રરૂપેલો શ્રુતધર્મ અને ચારિત્રધર્મ પરમસુખને પમાડનાર છે. આત્માનંદને ભણાવનાર છે. સુર-અસુર અને મનુષ્યોથી પૂજાયેલો છે. મોહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય જેવો છે. રાગ-દ્વેષરૂપી વિષ ઉતારવાનો પરમ મંત્ર છે. સકળ કલ્યાણનું નિમિત્ત છે. કર્મવનને બાળવામાં અગ્નિ જેવો છે. સિદ્ધભાવનો સાધક છે.
આ ચારે મહા મંગલકારી તત્ત્વોના આવા સ્વરૂપનું જેઓ ચિંતન-મનન-ભાવન કે તેનું ધ્યાન કરે છે તેઓને દુઃખકારક રાગાદિ દોષો નાશ પામે છે અને તત્કાળ સુખને આપનારા ક્ષમાદિ ગુણો પ્રગટ થાય છે. પ્રગટેલા આ ગુણો દ્વારા ઉત્તરોત્તર આત્મિક વિકાસ સાધી તેઓ છેક પરમાનંદરૂપ મોક્ષ સુધી પહોંચી શકે છે. જ્યાં સુધી મોક્ષમાં ન પહોંચી શકાય ત્યાં સુધી આ અરિહંતાદિના ધ્યાનાદિથી બંધાયેલા પુણ્યથી
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સૂત્ર સંવેદના-૬
તે ઇચ્છે કે ન ઇચ્છે તોપણ શ્રેષ્ઠ કોટિની ભૌતિક સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. આ રીતે અરિહંતાદિના ધ્યાનથી ભૌતિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારનું સુખ સાધી શકાય છે. તેથી પરમાર્થથી જગતમાં આ ચાર તત્ત્વો જ દુઃખ ટાળી સુખ આપવા સમર્થ છે અને માટે જ આ ચાર તત્ત્વો જ મંગળ છે; અન્ય કાંઈ નહિ અને કોઈ નહિ.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે, - “આ જગતમાં મંગલભૂત બને એવી ચીજો તો ઘણી છે; પરંતુ
તે સર્વે પરમ સુખ સુધી પહોંચાડે તેવી નથી. દુ:ખ વિનાનું સંપૂર્ણ સુખ આપવાની તાકાત તો એક માત્ર અરિહંત આદિ ચારમાં જ છે. પરમ પુણ્યોદયે મને આવી શ્રેષ્ઠ ચીજો પ્રાપ્ત થઈ છે. હવે હું પ્રમાદનો ત્યાગ કરી આ શ્રેષ્ઠ ચાર ચીજોની આરાધના કરી
અને સુખને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની જાઉં.” અવતરણિકા :
હવે અરિહંતાદિ ચાર મંગલભૂત કેમ છે તે જણાવે છે.
ગાથા :
चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा;
साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ।।६।। અવય સહિત સંસ્કૃત છાયા चत्वारः लोकोत्तमाः । अर्हन्तः लोकोत्तमाः । सिद्धाः लोकोत्तमाः ।
સાધવ: ઢોકોત્તમઃ | ત્રિ-પ્રજ્ઞત: ધ સ્ટોત્તમ: Tદ્દા શબ્દાર્થ :
ચાર પદાર્થો લોકોત્તમ છે : (૧) અરિહંતો લોકમાં ઉત્તમ છે (૨) સિદ્ધો લોકમાં ઉત્તમ છે (૩) સાધુઓ લોકમાં ઉત્તમ છે અને (૪) સર્વજ્ઞ દ્વારા પ્રરૂપાયેલો ધર્મ લોકમાં ઉત્તમ છે. વિશેષાર્થ :
અરિહંતાદિ ચાર લોકમાં ઉત્તમ છે. “લોક” શબ્દ દ્રવ્યલોક અને ભાવલોક બન્ને અર્થમાં વપરાય છે. દ્રવ્યલોકમાં સર્વ જીવોનો સમાવેશ થાય છે અને ભાવલોકમાં
Page #164
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૫૧
ઔદયિક આદિ પાંચે ભાવોનો સમાવેશ થાય છે. શ્રી અરિહંત સર્વ જીવોમાં શ્રેષ્ઠ હોવાથી દ્રવ્યલોકમાં ઉત્તમ છે. વળી તીર્થંકર નામકર્મના ઉદયરૂપે શ્રેષ્ઠ કક્ષાનો ઔદયિક ભાવ તથા અનંત જ્ઞાનાદિ સ્વરૂપે શ્રેષ્ઠ કક્ષાનો ક્ષાયિક ભાવ પણ તેમનામાં વર્તે છે. તેથી ઔદયિકભાવ અને ક્ષાયિકભાવરૂપી ભાવલોકમાં પણ તેઓ ઉત્તમોત્તમ છે.
સિદ્ધપરમાત્મામાં અનંતે જ્ઞાન, અવ્યાબાધ સુખ, અરૂપીપણું આદિ શ્રેષ્ઠ કક્ષાના સાયિક ભાવ વર્તે છે. તેની અપેક્ષાએ તેઓ ભાવલોકમાં ઉત્તમ છે. સાધુ ભગવંતો સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રને આશ્રયીને ઉત્તમ વિર્ય ફોરવતા હોવાને કારણે ક્ષાયોપથમિકભાવને આશ્રયીને લોકોત્તમ છે. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલો “શ્રતધર્મ” કે “ચારિત્રધર્મ' સ્વયં ઉત્કૃષ્ટ ક્ષાયોપથમિક કે ક્ષાયિકભાવરૂપ હોવાથી, તે પણ ભાવલોકમાં ઉત્તમ છે. આવી ઉત્તમતાને કારણે જ અરિહંત આદિ આત્મહિત સાધવાનું પરમ સાધન બને છે અને માટે જ તેઓ મંગલ કહેવાય છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“જગતની ઉત્તમોત્તમ વસ્તુઓ મને મળી છે. ચિંતામણિ રત્ન પણ જે ન આપી શકે તેવું અતકાળનું સ્વાધીન પરમસુખ આ ચાર આપી શકે છે. આ લોકોત્તમ તત્ત્વોને પામીને માટે પણ
ઉત્તમ એવું આત્માનું સામ્રાજ્ય પ્રાપ્ત કરૂં છે.” ૭. ચાર શરણાનો સ્વીકાર : અવતરણિકા :
જે ઉત્તમ હોય તે જ શરણ. કરવા યોગ્ય છે માટે હવે સાધક લોકોત્તમ તત્ત્વોનું શરણ સ્વીકારે છે.
ગાથા:
चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ।।७।।
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૨
સૂત્ર સંવેદના-૬
અન્વય સહિત સંસ્કૃત છાયા
चत्वारि शरणानि प्रपद्ये । अर्हताम् शरणं प्रपद्ये । सिद्धानाम् शरणं प्रपद्ये । साधूनाम् शरणं प्रपद्ये । केवलिप्रज्ञप्तस्य धर्मस्य शरणं प्रपद्ये ।।७।।
શબ્દાર્થ :
(સંસારના ભયથી બચવા માટે) હું ચારનું શરણ સ્વીકારું છું (૧) અરિહંતોનું શરણ સ્વીકારું છું (૨) સિદ્ધોનું શરણ સ્વીકારું છું. (૩) સાધુઓનું શરણ સ્વીકારું છું (૪) કેવળીપ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. વિશેષાર્થ :
શરણ એટલે આશ્રય, રક્ષણ પ્રાપ્ત કરવાનું સ્થાન. અરિહંતાદિ ચાર લોકોત્તમ પુરુષો સ્વયં સુરક્ષિત છે. જગતના જીવોને જેનો ભય છે તેવા મૃત્યુ આદિ કોઈ ભાવોનો ભય તેમને નથી. તેઓ સ્વયં નિર્ભય હોવાથી વાસ્તવમાં તેઓ જ અન્યને શરણ આપવા સમર્થ છે. માટે તેમનું જ શરણ સ્વીકારવા યોગ્ય છે. અર્થાત્ આપત્તિમાંથી પાર ઉતરવા, દુ:ખોથી રક્ષણ મેળવવા તેઓનો જ આશ્રય સ્વીકારવા યોગ્ય છે. તેમના જ ચરણે જીવન સમર્પિત કરવા યોગ્ય છે.
લોકોત્તર એવા આ શરણ્યને નહિ સમજતા જગતના જીવો ઉપર જ્યારે આપત્તિ આવે છે, ત્યારે તેઓ બિચારા અજ્ઞાનના કારણે માને છે કે, પુત્ર, પરિવાર, મિત્ર કે ધનાદિથી આપત્તિ ટળી જશે. આવું માની તેઓ પરિવાર આદિ પાસેથી રક્ષણની અપેક્ષા રાખે છે. તેમની આ માન્યતા વાસ્તવિક નથી. કેમકે, પુણ્યોદય વિના આ ચીજો મળતી નથી અને પુણ્યોદયથી ક્યારેક મળી જાય તોપણ અવસરે કામ લાગે જ, રક્ષણ આપે જ એવો પણ નિયમ નથી. કદાચ રક્ષણ, સુખ, વગેરે આપે તોપણ એ સુખ કાલ્પનિક અને ક્ષણિક જ હોય છે. તેઓ ક્યારેય સંપૂર્ણ આંતરિક વ્યથાને દૂર કરી આત્માના આત્મત્તિક આનંદને આપી શકતા નથી.
આત્માને સુખ-શાંતિ પ્રદાન કરવાની તાકાત ધન, વૈભવ, પરિવાર આદિ બાહ્ય ચીજોમાં નથી, પણ એક માત્ર આત્માના સંતોષ આદિ સદ્ગણોમાં છે. અરિહંતાદિમાં આ ગુણોની પરાકાષ્ટા હોય છે. તેથી તેમનું તેં સ્વરૂપે ધ્યાન કરવાથી સદ્ગણોની પ્રાપ્તિમાં બાધક કર્મો નાશ પામે છે અને સહજતાથી સદ્ગુણો પ્રગટ થાય છે. ગુણો પ્રાપ્ત થતાં જ દુઃખ આપનારા દોષો આપોઆપ વિલીન થઈ જાય છે. જેના પરિણામે સાધકના ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે અને સાધક
Page #166
--------------------------------------------------------------------------
________________
સંથારા પોરિસી સૂત્ર
-
આત્મિક સુખ-શાંતિનો અનુભવ કરે છે.
આ આત્મિક સુખ-શાંતિની અનુભૂતિ તે જ વાસ્તવમાં આત્માની રક્ષા1 છે. આવી રક્ષાનું સામર્થ્ય જગતમાં માત્રને માત્ર અરિહંતાદિમાં જ છે. તેથી જ શાસ્ત્રકારોએ વારંવાર કહ્યું છે કે રક્ષા મેળવવાનું - શરણ સ્વીકારવાનું અરિહંત આદિથી અધિક સારું કોઈ સ્થાન નથી.
૧૫૩
અરિહંતના ધ્યાનથી જેમ આત્મિક શાંતિરૂપ રક્ષણ પ્રાપ્ત થાય છે, તેમ તેનાથી પ્રગટેલો શુભ ભાવ આપત્તિ આપનારા કુકર્મોનો નાશ કરાવી, બાહ્ય રીતે આપત્તિને ટાળી સુખ-સંપત્તિની પ્રાપ્તિ પણ કરાવી શકે છે.
21.
જેમ નમસ્કાર મહામંત્રના સ્મરણથી શ્રીમતિ સતીને પરેશાન કરવા તેના પતિએ ઘડામાં મૂકેલો સાપ ફૂલની માળા બની ગઈ'તી. મહાસતી સીતાદેવીની અગ્નિપરીક્ષા માટે તૈયાર કરાવેલો અગ્નિકુંડ અરિહંતાદિના ધ્યાનથી મનોહર સરોવર બની ગયું હતું. અમરકુમાર તથા સુદર્શન શેઠની આપત્તિઓ ટળી ગઈ હતી. આવા અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં વર્ણવેલા છે. તેથી અંતરંગ સુખ-શાંતિની પ્રાપ્તિ ઉપરાંત બાહ્ય રીતે પણ આપત્તિને ટાળવા માટે અરિહંતાદિનું શરણ જ શ્રેષ્ઠ છે.
કોઈકવાર કર્મ બળવાન હોય તો બાહ્ય રીતે આપત્તિ કદાચ ન પણ ટળે. આમ છતાં અરિહંતાદિના ધ્યાનથી ઉત્પન્ન થયેલો શુભભાવ સાધકના મનને વિહ્વળ કરી શકતો નથી; પરંતુ કર્મના હુમલા સામે સ્વસ્થતાપૂર્વક અડગ ઊભા રહેવાનું સત્ત્વ ખીલવે છે. પરિણામે કર્મોદયથી આવેલી આપત્તિ કર્મનિર્જરા કરાવી જાય છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
66
'આજ સુધી હું ઘટ્ટાને શરણે ગયો પણ મને ક્યાંય શાંતિ
ના મળી, ક્યાંયથી સાચા અર્થમાં મારી રક્ષા ન થઈ કે સદાકાળ માટેનું સુખ મને ક્યારેય પ્રાપ્ત નથી થયું, આથી જ હે અરિહંતભગવંતો ! હું આપને શો આવ્યો છું. પ્રભુ ! આપ મારું રક્ષા કરજો.”
रक्षा चेह तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिः
योगशतकवृत्तौ ।।
અરિહંતાદિના સ્વરૂપને જાણીને તેમનું ધ્યાન કરી સંસારનો અનુબંધ ચલાવે તેવા મિથ્યાત્વ આદિ કર્મનો નાશ કરીને ચિત્તની શાન્તિ પ્રાપ્ત કરવી એટલે જ રક્ષા પ્રાપ્ત કરવી. આથી જ અરિહંતાદિના સ્વરૂપને જાણી તેમના પ્રત્યેના બહુમાન પૂર્વક તેમને ચિત્તમાં ઉપસ્થિત ક૨વા એટલે જ તેમનું શરણ સ્વીકારવું.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪
सूत्र संवेदना - G
૮. અઢાર પાપસ્થાનક રૂપ દુષ્કૃતનો ત્યાગ :
અવતરણિકા :
અરિહંતાદિનું શરણ સ્વીકાર્યા પછી પાપના સંસ્કારોને જડમૂળથી નાશ કરવા હવે સાધક દરેક પાપોને સ્મરણમાં લાવી તેનો ત્યાગ કરે છે.
गाथा :
पाणाइवायमलिअं, चोरिक्कं मेहुणं दविण-मुच्छं । कोहं माणं मायं, लोभं पिज्जं तहा दोसं ॥ ८ ॥ कलहं अब्भक्खाणं, पेसुन्नं रइ - अरइ- समाउत्तं । पर परिवायं माया - मोसं मिच्छत्त सल्लं च ।। ९ ।। वोसिरिसु* इमाइं मुक्ख - मंग्ग - संसग्ग- विग्घभूआई । दुग्गइ - निबंधणाई, अट्ठारस पाव - ठाणाई ।।१०।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
प्राणातिपातम् अलीकं, चौर्य, मैथुनं द्रविण मूर्छाम् । क्रोधं मानं मायां, लोभं प्रेम तथा द्वेषम् ।।८।। कलहम् अभ्याख्यानं पैशुन्यं रति- अरति -समायुक्तं । पर-परिवादं माया-मृषां मिथ्यात्व - शल्यं च ।। ९ ।। व्युत्सृज इमानि मोक्षमार्ग-संसर्ग-विघ्नभूतानि । दुर्गति-निबन्धनानि अष्टादश पापस्थानानि ।। १० ।।
शब्दार्थ :
प्राशातिपात, भृषावाह, योरी, भैथुन, द्रव्य परनी भूर्च्छा (परिग्रह), डोध, भान, भाया, बोल, राग, द्वेष, उसाह, सल्याख्यान (खाज खपवु), पैशुन्य (याडी युगली ४२वी), रति (गभो), अरति (खएागमो ), ५२ - परिवाह (निधा-अववाह ) * वोसिरसु पाठांतर पए। भणे छे.
Page #168
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૫૫
માયા-મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય, મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિધ્ધભૂત અને દુર્ગતિના કારણરૂપ આ અઢાર પાપસ્થાનકોનો (હે આત્માનું) ત્યાગ કર. l૮-૧all વિશેષાર્થ :
અનશનની આરાધનામાં આગળ વધતો સાધક ચારનું શરણ સ્વીકારી મનને વિશેષ શુદ્ધ કરવા પોતે કરેલા પાપોને સ્મરણમાં લાવી તેની નિંદા કરે છે. સામાન્યથી વિચારીએ તો અશુભ કર્મોને અર્થાત્ દુઃખ આપનારા કર્મોને પાપકર્મો કહેવાય છે; પણ અહીં એ અશુભ કર્મબંધમાં નિમિત્ત બને તેવી ક્રિયાઓને અઢાર પાપસ્થાનક તરીકે ઓળખાવી છે. પાપ કરવા જેવું નથી; એવું જાણવા છતાં મોહનીયકર્મના ઉદયથી અને ભવભવાંતરના કુસંસ્કારોથી સાધકમાં પણ ઘણીવાર કોઈક નબળું નિમિત્ત મળતાં પાપ કરવાની વૃત્તિ પેદા થઈ જાય છે અને ક્યારેક પાપની પ્રવૃત્તિ પણ થઈ જાય છે.
જો કે પોરિસી ભણાવી રહેલા પૌષધધારી શ્રાવકે કે સાધુએ પહેલેથી જ પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યો હોય છે. છતાં પણ આ ત્રણ ગાથાઓ બોલી સાધક પુનઃ એક એક પાપોને વિશેષ પ્રકારે સ્મૃતિમાં લાવીને તેના પ્રત્યે અત્યંત તિરસ્કાર ભાવ પ્રગટ કરે છે. આ બધી પ્રવૃત્તિઓ તુચ્છ છે, નિંદનીય છે એવું વિચારતાં વિચારતાં સાધકમાં તે પ્રવૃત્તિઓ પ્રત્યે ગાઢ અરુચિ પેદા થાય છે. પરિણામે તેનામાં પાપ સ્થાનકના ભાવોથી વિરુદ્ધ ભાવો સહજ વિલસે છે અને નિષ્પાપ ચિત્તવૃત્તિ પેદા કરવાનો અંતરંગ પ્રયત્ન ચાલુ થઈ જાય છે. આવા પ્રયત્નના પરિણામે નિદ્રામાં પણ પાપ કરવાની મનોવૃત્તિ ઊઠતી નથી. જો આવો પ્રયત્ન ન કરવામાં આવે તો અનાદિકાળના કુસંસ્કારોથી અભિભૂત થઈ સંયમને મલિન કરે તેવી વૃત્તિઓ ઉત્પન્ન થવાની સંભાવના ઘણી વધી જાય છે. આવું ન બને તે માટે જ સાધક સંક્ષેપથી પાપસ્થાનકોની અનર્થકારિતા યાદ કરી તેને વોસિરાવે છે.
હિંસાદિ અઢારે પાપસ્થાનકોથી22 અશુભ કર્મબંધ થાય છે. તેનાથી દુર્ગતિની પંરપરા સર્જાય છે અને મોક્ષમાર્ગથી જીવ દૂર હડસેલાઈ જાય છે. તેથી સર્વ પાપસ્થાનકો સદંતર ત્યજવા યોગ્ય છે. આમ છતાં આ અઢારે પાપનો બાપ મિથ્યાત્વશલ્ય છે. મિથ્યાત્વથી અંધ બનેલો જીવ ઘણા પાપોને પાપ તરીકે
ઓળખતો પણ નથી. આથી જ્યાં સુધી મિથ્યાત્વનું જોર હોય ત્યાં સુધી જીવને રાગ' આદિ પાપ છે - મારા દુ:ખનું કારણ છે એવું લાગતું પણ નથી. જ્યારે 22. અઢાર પાપસ્થાનકની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર-સંવેદના ભાગ-૩
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬
સૂત્ર સંવેદના-૬
મિથ્યાત્વ નબળું પડે છે, ત્યારે જીવને રાગ એક આત્મિક રોગ તરીકે દેખાય છે. મિથ્યાત્વની મંદતા થયા પછી હિંસાની જેમ રાગાદિ સર્વ પાપસ્થાનકો સુખમાં બાધક છે, દુર્ગતિના કારણ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આથી જ અઢારે પાપસ્થાનકોને ત્યાગ કરવાની ઇચ્છાવાળા સાધકે સૌ પ્રથમ ગુરુને પરતંત્ર બની મિથ્યાત્વનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“અણસમજમાં મારા માનેલા સુખને મેળવવા આજે સુધી આ સર્વ પાપોને મેં મજેથી સેવ્યા છે, અનેક પાસે સેવડાવ્યા છે અને તેની અનુમોદના પટ્ટા કરી છે. પ્રભુકૃપાથી આજે મને આ પાપો પાયરૂપે સમજાયા છે. મેં મારી શક્તિ અનુસાર તેનો ત્યાગ પણ કર્યો છે, તોપણ પ્રમાદને આધીન બની આજે પણ ક્યારેક આ પાપોના સેવન દ્વારા મેં મારા સંયમજીવનને મલિન કર્યું છે. પાપી એવા મારા આ આત્માની હું નિંદા કરું છું, ગર્હા કરું છું અને તે પાપને જડમૂળથી નાશ કરવા યત્ન કરું છું.”
66
૯. આત્માને અનુશાસ્તિ ઃ
પાપ ન ક૨વાનો દૃઢ સંકલ્પ કર્યા પછી હવે સાધક આત્માને શિખામણ આપે છે.
ગાથા :
एगोऽहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सइ । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ।। ११ ।। છ્યો ને સાલો અપ્પા, નાળ-વંસ-સંનુો । સેસા મે વાદિરા માવા, સત્વે સંનોન-વવા ।।।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
एकः अहम् न अस्ति मे कः अपि न अहम् अन्यस्य कस्यचित् । : મે શાશ્વતઃ આત્મા, જ્ઞાન-વર્ણન-સંયુત:।
शेषाः मे बाह्याः भावाः, सर्वे संयोग- लक्षणा
''
વમ્ અવીનમના:, આત્માનમ્ અનુશાસ્તિ ।।૧ - ૨૨।।
Page #170
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૫૭
શબ્દાર્થ :
‘હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી’ જ્ઞાન-દર્શનથી યુક્ત એક મારો આત્મા શાશ્વત છે, બાકી બધા સંયોગથી ઉત્પન્ન થયેલા બહિર્ભાવો (નાશવંત) છે.’ આ રીતે સાધક અદીન-મનથી આત્માને સમજાવે. ૧૧-૧૨
વિશેષાર્થ :
પાપનો ત્યાગ કર્યા પછી પણ સાધકને જો પોતાના સ્વરૂપની સ્મૃતિ ન રહે તો તે પરપદાર્થોને પોતાના માની તેને માટે અનેક પાપો કર્યા કરે છે. આવું ન બને તે માટે આ બે ગાથા દ્વારા સાધક પોતાના સ્વરૂપનું સ્મરણ તાજું કરે છે.
સ્વ-સ્વરૂપના અનુસંધાન માટે કરાતી આ વિચારણા પણ તે ભાંગી પડેલા કે એકલા પડી ગયેલા દીન કે હતાશ લોકોની જેમ નથી કરતો; પરંતુ અદીનભાવે અને પ્રસન્ન ચિત્તે સ્વરૂપનું અનુસંધાન થાય તે રીતે કરે છે. તે માટે તે શાસ્ત્રનો આધાર લઈ વિચારે છે કે,
“હું એકલો છું, મારું કોઈ નથી. હું પણ અન્ય કોઈનો નથી. હું એકલો છું એટલે હું એક માત્ર આત્મા છું.-સુખ મારો સ્વભાવ છે. આનંદ મારું સ્વરૂપ છે. હું સુખ કે આનંદના પિંડરૂપ છું. આના સિવાય જગતમાં મારું કોઈ નથી. હું જે શરીરની સાથે સંકળાયેલો દેખાઉં છું તે શરીર પણ હું નથી કે તે મારું પણ નથી. જે સ્વજન - પરિવારને હું મારા માનું છું તે પણ મારા નથી. મિત્ર, સગા, સ્નેહી, ધન, સંપત્તિ વૈભવ આદિ કાંઈપણ મારું નથી. હું આમાંનું કાંઈપણ લીધા વગર પરભવમાંથી એકલો આવ્યો છું અને પરભવમાં એકલો જવાનો છું. આ કોઈપણ વસ્તુમાંથી મને સુખ મળવાનું નથી કે આ કોઈપણ વસ્તુ મારા દુ:ખને હળવું કરી શકવાની નથી. આમ છતાં અજ્ઞાનને કારણે મને એવું લાગે છે કે કોઈક મારી પાસે હશે તો મને સુખ આપી શકશે મારા દુ:ખને દૂર કરી શકશે. મારી આ માન્યતા તદ્દન ખોટી છે. મને સુખ-દુ:ખ મારા કર્મથી જ મળે છે. તે કર્મને હું એકલો જ બાંધું છું અને કર્મનું ફળ પણ હું એકલો જ ભોગવું છું.’
હું જેમ એકલો છું અને મારું કોઈ નથી તેમ હું કોઈનો નથી. હું કોઈનો પિતા નથી કે કોઈનો પુત્ર નથી, કોઈનો સ્વામી નથી કે કોઈનો સ્નેહી નથી. આ બધા તો માત્ર વ્યવહારના સંબંધો છે. કર્મ પૂરા થતાં તે સંબંધો પૂરા થઈ જશે અને કર્મકૃત નવા સંબંધો ઊભા કરવા શાશ્વત એવો હું ક્યાંક ચાલ્યો જઈશ.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સૂત્ર સંવેદના-૬
મૃત્યુથી આ શરીરનો નાશ થશે પણ મારો નાશ નહીં થાય. હું અગ્નિથી બળવાનો નથી, પાણીથી ડૂબવાનો નથી કે અસ્ત્રથી હું છેદાવાનો નથી. રોગથી મને કોઈ નુકશાન થવાનું નથી કે ભોગથી મને કોઈ ફાયદો થવાનો નથી. હું તો કાળના તખ્તા પર સ્થિર આસન જમાવી બેઠો છું. અનંતકાળમાં એવો સમય ક્યારેય નથી આવવાનો કે જ્યારે હું નહીં હોઉં. સંસારની કોઈપણ તાકાત મારા અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશને આમ કે તેમ કરી શકવાની નથી. તો પછી મને ચિંતા શેની ? જેનો નાશ થવાનો છે તે શરીર કે સંપત્તિ મારા નથી. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેના નાશથી મને કોઈ ફરક પડવાનો નથી.
હું તો શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રની અસીમ સંપત્તિનો માલિક છું. જે વસ્તુ જેવી હોય તેવી જ તેને સમજવી એ મારો જ્ઞાન નામનો ધર્મ છે. સમજાયેલી વસ્તુમાં ‘આ આમ જ છે’-એવી શ્રદ્ધા કરવી તે મારો દર્શન નામનો સ્વભાવ છે અને તે સાચી સમજણ અને શ્રદ્ધાપૂર્વક જ પ્રવર્તવું એ મારો ચારિત્ર નામનો ગુણ છે. ટૂંકમાં આ જ્ઞાન-દર્શન-ચારિત્ર સિવાય મારું કાંઈ નથી. તે સિવાયનું બધું પરાયું છે.
જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણો સિવાય શરીર, ધન, સંપત્તિ, ઘર, પરિવાર ઇત્યાદિ સર્વ સંયોગના કારણે સર્જાયેલા બાહ્ય ભાવો છે. મારા પોતાના નથી, પરાયા છે. વળી નિયમા વિયોગમાં પરિણમે છે, તેથી આ સર્વ ભાવો, સંબંધો વગેરે નશ્વર છે. આજે છે કાલે નાશ પામી જશે.”
આ રીતે વિચારણા કરવાથી સાધક સર્વ પ્રકારના સંબંધથી પોતાના મનને મુક્ત રાખી સર્વ સંગથી પર બની જ્ઞાનાદિ સ્વરૂપ પોતાના આત્મામાં સ્થિર થઈ શકે છે. આત્મભાવમાં સ્થિર થયેલો સાધક ઉત્તરોત્તર પ્રગતિ કરતો સદ્ગતિની પરંપરા દ્વારા સિદ્ધિગતિને પણ પ્રાપ્ત કરી શકે છે.
આ શ્લોકમાં જે ‘વીળમળો' શબ્દ મૂક્યો છે, તે અતિ મહત્વનો છે કેમ કે, આ સંસારમાં જીવોને જ્યારે દ્રોહ, વિશ્વાસઘાત કે તિરસ્કારનો અનુભવ થાય છે ત્યારે પણ તે દીન બની વારંવાર એવું જ વિચારે છે કે બોલે છે કે, ‘નાહકના હું કોઈને મારા માનું છું. ખરેખર મારું કોઈ નથી હું પણ કોઈનો નથી...' આવી તેની વિચારણા આર્ત્તધ્યાનની પેદાશ હોય છે. આ વિચારો તેને પીડા ઉપજાવે છે, સુખથી દૂર રાખે છે, તેના આધ્યાત્મિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે. જ્યારે અદીનભાવથી-પ્રશાંત ચિત્તે કરેલી આ જ વિચારણા સાધકમાં સત્ત્વ ઉત્પન્ન કરે છે, તેની પરાધીન બનવાની વૃત્તિ નાશ પામે છે. પરિણામે સાધક આત્મિક આનંદ તરફ આગળ વધતાં વધતાં છેક પરમ સુખ સુધી પહોંચી શકે છે. તેથી સ્વભાવમાં
Page #172
--------------------------------------------------------------------------
________________
સંથારા
પોરિસી સૂત્ર
રમણતા ક૨વા ઇચ્છતા દરેક સાધકે સતત આવી વિચારણાઓ દ્વારા પરભાવમાંથી સુખ મળશે તેવો ભ્રમ કાઢવાં અને દેહાધ્યાસ તોડવા યત્ન કરવો જોઈએ.
૧૦. સર્વ સંગનો ત્યાગ :
અવતરણિકા :
દેહ, સ્વજન, વૈભવ આદિ બાહ્યભાવો છે એવું જાતને સમજાવ્યા પછી પણ ક્યાંક એવો પણ ભ્રમ બેઠો હોય છે કે, ‘ભલે આ ભાવો બાહ્ય અને નાશવંત છે; તોપણ તે મને સુખ તો આપે જ છે.’ આવો ભ્રમ કાઢવા સાધક પુન: પોતાનું અનુશાસન કરે છે.
૧૫૯
ગાથા :
સંનોન-મૂલ્યા નીવેળ, પત્તા ટુઃવવુ-પરમ્પરા | तम्हा संजोगसंबंधं, सव्वं तिविहेण वोसिरिअं ।। १३ ।।
અન્વય સહિત સંસ્કૃત છાયા ઃ
સંયોગ-મૂત્ઝા નીવેન, પ્રાપ્તી ૩:વ-પરમ્પરા | तस्मात् संयोग-सम्बन्धम्, सर्वं त्रिविधेन
શબ્દાર્થ :
મારા જીવે સંયોગના કારણે જ દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે, તેથી એ સર્વ સંયોગ-સંબંધને મેં મન-વચન-કાયાથી વોસિરાવ્યા છે.
વિશેષાર્થ :
જીવે જે જે દુઃખની પરંપરા પ્રાપ્ત કરી છે, તેનું મૂળ કારણ એકમાત્ર સંયોગ જ છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવ અનેક પ્રકારના સંબંધોમાં જોડાય છે. તેમાંના કેટલાક કર્મના કારણે સહજ ઉત્પન્ન થયા હોય છે, તો કેટલાક પોતાની વૃત્તિઓને પોષવા, જીવે સ્વયં ઊભા કર્યા હોય છે, મોહને વશ પડેલો જીવ આ સંબંધોમાં મૂંઝાઈ, સંબંધિત વ્યક્તિઓ કે વસ્તુઓને પોતાની માનવાની મૂર્ખતા કરે છે. આવી મૂર્ખતાથી તે વિવેક ખોઈ, અનેક અનુચિત પાપપ્રવૃત્તિઓમાં જોડાઈ, ક્લિષ્ટ કર્મ બાંધી, દુ:ખ અને દુર્ગતિની હારમાળાનું સર્જન કરે છે.
અનાદિકાળથી સંયોગના કારણે સર્જાતી રહેતી દુ:ખની વણથંભી વણઝાર
વ્યુત્કૃષ્ટમ્ ।।રૂ।।
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૦
સૂત્ર સંવેદના-૬
આજે પણ ચાલુ છે. તેમાં પણ સંયોગ જેટલો ગાઢ, તેટલી વિયોગમાં દુ:ખની માત્રા વધુ તીવ્ર. વળી, જ્યાં સુધી વિયોગ ન થાય ત્યાં સુધી પણ સંયોગ કે સંબંધને સાચવવાની ચિંતા, સતત તેની વૃદ્ધિ થાય અને તેમાં કોઈ હાનિ ન થાય તેનો પ્રયત્ન, સંબંધિત વ્યક્તિની લાગણીને જાળવવા અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવી.... વગેરે અનેક પ્રકારના શારીરિક અને માનસિક દુ:ખો તો જીવને વેઠવા જ પડે છે. આમ સંબંધોને જાળવવામાં તો જીવ વ્યથા, વ્યગ્રતા, ઉત્સુક્તા આદિનો ભોગ બને જ છે; પણ વિધવિધ પ્રયત્નો કરવા છતાં જ્યારે પુણ્યનો સાથ ન મળે અને સંબંધોમાં તીરાડ પડે ત્યારે તો ભલભલા ભડવીરો પણ ભાંગી પડે છે. આથી જ “સંયોગ માત્ર દુઃખનું કારણ છે' એવી જ્ઞાનીની વાત દરેકના અનુભવનો વિષય હોય છે. આમ છતાં મોહાધીનતાના કારણે જીવને એવું લાગે છે કે કોઈકનો સાથ હશે તો સુખ મળશે, પરિણામે તે સતત કોઈક ને કોઈકનો સંગ ઝંખ્યા કરે છે. એવી જ રીતે એને જે વસ્તુ, વ્યક્તિ કે વાતાવરણને અનિષ્ટ માની લીધા હોય, જે તેને પ્રતિકૂળ હોય તેને દૂર કરવા તે મથ્યા કરે છે. હકીકતમાં અનુકૂળના સંયોગથી કે પ્રતિકૂળના વિયોગથી જે સુખનો અનુભવ થાય છે તે એક ભ્રામક અનુભવ હોય છે. અનુકૂળને મેળવવામાં અને પ્રતિકૂળને દૂર કરવાના વિચારો કે તેની સફળતા તે આર્તધ્યાન છે. તેનાથી કર્મબંધ થાય છે કુસંસ્કારો ગાઢ બને છે.
સુખ તો કલ્પનાનો વિષય છે. તેનો આધાર માત્ર આપણું ચિત્ત છે. જ્યારે આપણે એવી કલ્પના કરીએ છીએ કે આ વસ્તુથી મને સુખ મળશે ત્યારે તેનાથી સુખ ઉપજે છે અને કલ્પના બદલાય ત્યારે તે જ વસ્તુ દુ:ખકર લાગે છે. તેથી સ્પષ્ટ છે કે સુખ-દુ:ખ બાહ્યમાં નથી, આપણા મનની જ પેદાશ છે.
પરમકૃપાળુ પરમાત્માના વચનોના ચિંતનથી જીવને જ્યારે સમજાય છે કે, “સંયોગ અને સંબંધો જ સર્વ દુઃખનું મૂળ છે” ત્યારે તે તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. શરૂઆતમાં તે ઉદારતાનો ગુણ કેળવી દાન દ્વારા ધન-વૈભવ આદિ દૂરવર્તી ચીજોના મમત્વનો ત્યાગ કરે છે. ત્યારપછી તપ-ત્યાગ-સ્વાધ્યાય આદિ દ્વારા સંસારમાં રહેવા છતાં શરીર-સ્વજન પ્રત્યેના રાગકત સંબંધોને તોડવા પ્રયત્ન કરે છે. જ્યારે પ્રભુએ બતાવેલા આવા વિવિધ ઉપાયો દ્વારા વૈરાગ્ય દઢ થાય અને સાંયોગિક સુખથી છૂટવા મન એકદમ તૈયાર થઈ જાય ત્યારે તે સર્વવિરતિનો-સંયમનો પણ સ્વીકાર કરે છે. સર્વવિરતિને સ્વીકારી ગુરુની આજ્ઞા મુજબ તપ-જપ-સ્વાધ્યાય આદિ ક્રિયાઓ
Page #174
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૬૧
દ્વારા તે બાહ્ય અને અંતરંગ સંયોગોથી છૂટવાનો સતત યત્ન કરે છે. તેમાં પણ રાત્રે સુષુપ્ત અવસ્થામાં પણ ક્યાંય કોઈની પણ સાથે સંબંધમાં જોડાવવાના સંસ્કારો જાગૃત ન થઈ જાય અને ઉત્તરોત્તર વધુ ને વધુ અસંગી બની શકાય માટે તે પોરિસીની ક્રિયા કરતા આ ગાથા દ્વારા સર્વ પ્રકારના સંયોગો અને સંબંધોને વોસિરાવી દે છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
હે ભગવંત ! આજ સુધી સંગમાં સુખ છે તેવું મારી બુદ્ધિમાં બેઠું હતું. તેનાં કારણે અનેક સંબંધો બાંધી હું દુ:ખી થયો છું. વિભો ! આપની કૃપાથી હવે સમજાયું છે કે, સંગના કારણે જ સઘળા દુ:ખે છે. તેથી જ સાંસારિક સંબંધો છોડી મેં વિરતિની વાટ પકડી છે. આ વાટે ચાલવા નાછૂટકે સંયમસાઘક શરીર, વસ્ત્ર, પાત્ર આદિ હજુ પણ સાથે રાખવા પડ્યા છે. ક્યારેક તેની અને જૂના સંબંધોની મમતા મને હજુ પણ નડી જાય છે. હે પ્રભુ ! હવે આ બધા સંગથી પણ મુક્ત થવું છે. શીધ્રા અસંગદશાના આનંદને માણવો છે. આપ કૃપા કરી મને સર્વ બંઘનોથી છોડાવી નિબંધદશાનું સુખ દેખાડો. મારી આ
પ્રાર્થનાને સત્વરે સ્વીકારો.” • ૧૧. સમ્યક્તની ધારણા : અવતરણિકા :
આત્માને શિખામણ આપ્યા પછી હવે પોતે સ્વીકારેલા સમ્યગ્દર્શન ગુણને વિશેષ નિર્મળ કરવા પ્રયત્ન કરે છે. ગાથા:
अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिण-पन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहि ।।१४।।
અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
अर्हन् मम देवः, यावज्जीवं सुसाधवः गुरवः । जिन-प्रज्ञप्तं तत्त्वम्, इति सम्यक्त्वं मया गृहीतम् ।।१४ ।।
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૨
સૂત્ર સંવેદના-૬,
શબ્દાર્થ :
હું જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનેશ્વર પરમાત્માએ જે કહેલું છે તે તત્ત્વ છે. આવું સમ્યક્ત મેં ગ્રહણ કર્યુ છે II૧૪ll વિશેષાર્થ:
અનંત દુ:ખની પરંપરા સ્વરૂપ ભવસાગરથી પાર ઉતરવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયી અતિ આવશ્યક છે. તેમાં પણ સૌથી મહત્ત્વનો ગુણ સમ્યગ્દર્શન છે, કારણ કે તેના યોગે જ જ્ઞાન અને ચારિત્ર સમ્યગુ બને છે.
નિશ્ચયથી વિચારીએ તો જે વસ્તુ જેવી હોય તેને તેવી જ માનવી તે સમ્યગ્દર્શન છે. અર્થાત્ આત્મા માટે જે દુઃખકર હોય તેને દુઃખકર માનવું અને જે સુખકર હોય તેને સુખકર માનવું તેને સમ્યગ્દર્શન કહેવાય. વ્યવહારનયથી વિચારીએ તો આવી શ્રદ્ધા કે રુચિ ઉત્પન્ન કરે તેવા સુદેવ-સુગુરુ અને સુધર્મનો સ્વીકાર કરવો તે સમ્યગ્દર્શન છે. આ ગાથા દ્વારા સાધક વ્યવહાર માન્ય સમ્યગ્દર્શનનો એકવાર પુન: સ્વીકાર કરી પોતાની શ્રદ્ધાને મજબૂત કરવા પ્રયત્ન કરે છે. જેથી રાત્રે નિદ્રામાં કે કદાચ મૃત્યુ આવી જાય તો ત્યારે પણ સમ્યકત્વનો પરિણામ આત્મામાં જીવંત રહે.
સમ્યકત્વ સ્વીકારવા સાધક મનમાં દઢ નિશ્ચય કરે છે કે, દુનિયામાં દેવો તો ઘણા છે; પરંતુ રાગ-દ્વેષને આધીન થયેલા તેઓ સ્વયં જે વાસ્તવિક સુખ સુધી પહોંચ્યા નથી, તો તેઓ મને કેવી રીતે વાસ્તવિક સુખ સુધી પહોંચાડી શકે ? જ્યારે અરિહંત પરમાત્મા તો સંપૂર્ણપણે રાગ-દ્વેષથી મુક્ત છે, તેથી તેઓ સ્વયં પરમ સુખને વરેલા છે અને મને પણ પરમસુખનો માર્ગ બતાવે છે. આથી અરિહંત પરમાત્મા જ મારા દેવ છે, મારા આરાધ્ય છે. તેમની ભક્તિ જ મને સાચા સુખ સુધી પહોંચાડી શકશે.
શ્રી અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં, તેમણે બતાવેલા યોગમાર્ગની શુદ્ધ પ્રરૂપણા કરનાર અને તેને વિશુદ્ધ રીતે આદરનાર એવા પંચમહાવ્રતધારી સુસાધુ જ સાચા અર્થમાં મારા ગુરુ છે. આવા ગુરુભગવંતના ચરણે હું મારા જીવનને સમર્પિત કરું છું. આજથી હું નક્કી કરું છું કે હવે મારી પ્રત્યેક પ્રવૃત્તિ તેમના વચન પ્રમાણે જ થશે. આજથી હું તેમને પરતંત્ર બનીને જ મારું જીવન જીવંવા માંગુ છું. આ રીતે સદ્ગુરુની શ્રેષ્ઠ ભક્તિ દ્વારા જ મારામાં પણ સંયમ, સત્ત્વ આદિ ગુણો પ્રગટશે અને મારા માટે આત્મશુદ્ધિની સાધના સરલ બનશે. તેથી સુસાધુ ભગવંતો 23 - નિરતિ મજ્ઞાનમ્ તિ : અને ગૃતિ (3પતિશતિ) ધર્મ રૂતિ ગુરુઃ |
Page #176
--------------------------------------------------------------------------
________________
સંથારા પોરિસી સૂત્ર
જ યાવજ્જીવ24 માટે મારા ગુરુ છે.
વળી શ્રી જિનેશ્વ૨ પ૨માત્માએ જે કહ્યું છે તે જ તત્ત્વ છે. તે જ યથાર્થ છે. તે જ મારા સુખનું કારણ છે. તે જ મારા કલ્યાણનો ઉપાય છે, માટે શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા માર્ગને જ હું ધર્મ તરીકે સ્વીકારું છું.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
-
૧૨. ક્ષમાપના :
24
“ આજ સુઘી મિથ્યાત્વને આધીન થઈ સાંસારિક સુખ આપનારા અને ચમત્કાર બતાવનારા રાગી દેવને મેં દેવ તરીકે સ્વીકાર્યા હતા, ક્યારેક વીતરાગને નામથી દેવ માન્યા તોપા તેમને ભૌતિક સુખની કામનાથી પૂજ્યા. આમ કરી મેં મારા ભવભ્રમણાને વધાર્યુ છે. હવે હે અરિહંત પ્રભુ ! હું આપને જ મારા દેવ તરીકે સ્વીકારું છું.
-
કુગુરુને પનારે પડી આજ સુધી હું સુખની પ્રાપ્તિ માટે સન્માર્ગને છોડી ઉન્માર્ગે ચાલ્યો છું, પરંતુ આજથી જીવન પર્યંત સદ્ગુઢ ભગવંતો ! હું આપને જ ગુરુ તરીકે સ્વીકારું છું.
સુદેવ-સુગુરુનો સ્વીકાર કરી હું મિથ્યામતનો પણ ત્યાગ કરું છું અને શ્રી જિનેશ્ર્વર પરમાત્માએ પ્રરૂપેલા તત્ત્વનો ધર્મ તરીકે સ્વીકાર કરું છું. હે ભગવંત ! આ રીતે મેં સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો છે. આજે હું પુન: એકવાર તેના અણ્ણીશુદ્ધ પાલન માટે કટિબદ્ધ બનું છું. હે પ્રભુ ! તે માટેનું સત્ત્વ પ્રદાન કરવા કૃપા કરો.”
૧૬૩
અવતરણિકા :
હવે સર્વ જીવો સાથે જાણતા કે અજાણતા જે વેરના અનુબંધ પડ્યા હોય તેને તોડવા માટે સાધક ક્ષમાપના કરે છે.
ગાથા ઃ
खमि खमाविअ मइ, खमह सव्वह जीवनिकाय ।
सिद्धह साख आलोयण, मुज्झह न वइरभाव । । १५ ।।
આમ તો છેક મોક્ષે ન પહોંચાય ત્યાં સુધી આ પરિણામ જીવંત રાખવાનો છે છતાં આયુષ્ય
પૂર્ણ થતાં વ્રતભંગ ન થાય તે માટે જ યાવજ્જીવ સુધીની જ પ્રતિજ્ઞા કરાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સૂત્ર સંવેદના-૬
सव्वे जीवा कम्मवस, चउदह राज भमंत । ते मे सव्व खमाविआ, मुज्झ वि तेह खमंत ।।१६।।
અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
सर्वे ! जीव-निकायाः ! सिद्धानाम् साक्ष्ये आलोचना (कृत्वा) मम न वैरभावः । क्षान्त्वा क्षमयित्वा मयि क्षमत ।।१५।। सर्वे जीवाः कर्मवशात्, चतुर्दर्शरज्जौ भ्राम्यन्तः ।
मया ते सर्वे क्षामिताः, मम अपि ते क्षाम्यन्तु ।।१६।। શબ્દાર્થ :
હે સર્વ જીવસમૂહ ! સિદ્ધભગવંતની સાક્ષીએ આલોચના કરીને હું કહું છું કે, મને (કોઈની સાથે) વૈરભાવ નથી, (તમને) ખમીને (= ક્ષમા આપીને એટલે કે તમારા અપરાધોને માફ કરીને, તથા તમને) ખમાવીને (= મારા અપરાધોની તમારી પાસે માફી માગીને) (હું તમને વિનંતી કરું છું, તમે પણ મારી ઉપર ક્ષમા કરો. (હું જાણું છું કે, સર્વે જીવો કર્મને વશ થંઈને ચૌદરાજલોકમાં ભમે છે. (વેરભાવથી મુક્ત થઈને) મેં તે સર્વને ખમાવ્યા છે (ભાવના રાખું છું કે, મને પણ તેઓ ખમાવે. /૧૫-૧૬
અથવા
હે સર્વ જીવનિકાયો ! (કિગ = ક્ષત્ત્વિ) તમને સૌને માફ કર્યા પછી અને (ઉમવિત્ર = ક્ષયત્વ) તમે સૌ મને માફ કરજો એવી તમને સૌને વિનંતી કર્યા પછી પણ મારે હજી એટલી માગણી ઊભી રાખવી પડે છે કે, ભવિષ્યમાં પણ તમે સૌ) (મડું ઉમદ = ય ક્ષમત) મારા પ્રત્યે ક્ષમાશીલ રહેજો કારણ કે, હું જ્યાં સુધી સંસારમાં છું ત્યાં સુધી મારા તરફથી તમને ડગલેને પગલે વેઠવાનું આવશે.) સિદ્ધભગવંતની સાક્ષીએ આલોચના કરીને (હું કહું છું કે,) મને કોઈની સાથે) વૈરભાવ નથી. (હું જાણું છું કે,) ચૌદ રાજલોકમાં ભમતા સર્વે જીવો કર્મને વશ છે. (વૈર ભાવથી મુક્ત થઈને) મેં તે સર્વને ખમાવ્યા છે (એટલે કે, તેમના દરેક અપરાધને હું ભૂલી ગયો છું અને હું એવી ભાવના રાખું છું કે, તેઓ પણ મને ખમાવે (એટલે કે, મારા અપરાધને ભૂલી જાય).
Page #178
--------------------------------------------------------------------------
________________
સંથારા પોરિસી સૂત્ર
-
૧૬૫
વિશેષાર્થ :
સર્વ જીવો સુખને ઇચ્છે છે. દુઃખ કોઈને ગમતું નથી; પરંતુ સંસારમાં કોઈને દુઃખ આપ્યા વિના પ્રાય: સુખ મળતું નથી, પોતાના સુખ ખાતર જીવ અનંતા જીવોને દુ:ખ આપે છે. તે જેને દુઃખી કરે છે એ જીવોને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે અને વૈર બંધાય છે. વૈરભાવના કારણે તે જીવો પણ એવો સંકલ્પ કરે છે કે, મારામાં શક્તિ આવે તો હું પણ આને પૂરો કરી નાંખું. ભવિષ્યમાં શક્તિ આવે ત્યારે તેઓ પૂર્વભવના પોતાના વૈરીને મારે છે ત્યારે પુન: તે મરનાર જીવને દ્વેષ ભાવ થાય છે. આ રીતે અર્સ-પરસ વૈરભાવની પરંપરા ચાલુ રહે છે.
આવા વૈરભાવને તોડવા માટે જ સાધક સૌ પ્રથમ સઘળા જીવોને તેમના અપરાધની ક્ષમા આપતા કહે છે કે, ‘હે જીવો ! જે થાય છે તે મારા કર્મથી જ થાય છે, છતાં અજ્ઞાનવશ જ્યારે જ્યારે મારી સંપત્તિના વિનાશમાં કે મારા શરીરને કોઈક પ્રકારે હાની પહોંચાડવામાં તમે નિમિત્ત બન્યા હતા ત્યારે મેં તમને અપરાધી માની તમારી ઉપર દ્વેષ કર્યો હતો. પરમાત્માની કૃપાથી આજે મને વાસ્તવિકતા સમજાઈ છે. હું જાણું છું કે, વાસ્તવમાં અપરાધી મારા કર્મો અને મારા દોષો હતા. દ્વેષ મારે મારા કર્મો અને દોષો ઉ૫૨ ક૨વાનો હતો છતાં તમારા ઉપર મેં જે દ્વેષ કર્યો તે ખોટો હતો. આજથી હું તમારા અપરાધને તદ્દન ભૂલી જાઉં છું. હું તમને સદંતર માફ કરું છું.
બીજાના અપરાધોને માફ કર્યા પછી સાધક પોતે કરેલા અપરાધોને કારણે કોઈપણ જીવને જે દ્વેષ ઉત્પન્ન થયો હોય તેને શાંત કરવા સંસારવર્તી જીવોને ઉદ્દેશીને કહે છે કે, 'આજ સુધી મેં મારા સુખ ખાતર તમને ઘણો ઘણો ત્રાસ આપ્યો છે, તમને મૃત્યુના મુખમાં ધકેલ્યા છે. તમને અશરણ દશામાં મૂકી દીધા છે... ક્યારેક અનુકૂળતા મેળવવાના લોભમાં તો ક્યારેક વળી અહંકાર અને આવેશમાં મેં તમારી સાથે અત્યંત અયોગ્ય આચરણ કર્યું છે. આજે મેં કરેલા તે અહિતકર અને પીડાક૨ આચરણ, વચન તથા વિચાર બદલ મને શરમ આવે છે. તે પ્રસંગો યાદ આવતાં આજે મારું મન ક્ષોભ પામે છે. એ આચરણ કે વચનથી તમને કેવું દુઃખ થયું હશે, તમારા મનને કેવી ઠેસ પહોંચી હશે તે બધું; આજે પ્રભુની કૃપાથી જ્યારે મારું મન આવેશ અને આક્રોશથી મુક્ત બન્યું છે ત્યારે જેમ નીતર્યા જળમાં નીચે રહેલી વસ્તુ સ્પષ્ટ દેખાય તેમ મને સ્પષ્ટ દેખાય છે. મારી ભૂલ મને સમજાય છે. તે વખતે ક્રોધના આવેગભર્યા આવેશમાં મારાથી જે કાંઈ થઈ ગયું તે બદલ પશ્ચાત્તાપ અનુભવું છું. તમે મને મારા તે વર્તન, વાણી અને વ્યવહાર બદલ માફ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬
સૂત્ર સંવેદના-૬
કરજો, તમારાથી પણ આવું કાંઈ થયું હોય તો મેં તમને પૂર્વે જ માફ કર્યા છે.
આ રીતે સર્વ જીવોને ખમી (ક્ષમા આપીને) અને ખમાવીને (ક્ષમા માંગીને) સાધક સર્વ જીવોને વિનંતી કરે છે કે, ‘તમે પણ ઉદારતા રાખી મોકળા મનથી મને જરૂર માફ કરજો, તો જ મને શાંતિ થશે. હું જાણું છું કે, મારો અપરાધ જરાપણ માફીને યોગ્ય નથી; પરંતુ આપણે ક્રોધને વૈરનું સ્વરૂપ આપીને આપણું ભવિષ્ય બગાડવું નથી. તેથી ફરી ફરી તમને વિનંતી કરું છું કે પૂર્વની દુ:ખદાયક બીનાઓને બિલકુલ ભૂલી જશો અને મને તે બદલ માફ કરશો. આપણે પૂર્વની કડવાશ ભૂલીને એકબીજાના મિત્ર બનવું છે, સ્નેહ અને હુંફભર્યા સંબંધો જાળવી, આપણે આત્મીય સ્વજનની જેમ ભવિષ્યમાં જીવવું છે. તેથી ભૂતકાળના મારા વર્તનને ભૂલી મને ક્ષમા અર્પજો.”
આ રીતે સ્વ-પરના વૈર ભાવને શાંત કરવા પરસ્પર ક્ષમાપના કર્યા પછી સાધક સર્વ જીવોને પોતાના શુભ ભાવો ઉપર વિશ્વાસ થાય તે માટે કહે છે કે, “કેવળજ્ઞાન દ્વારા સર્વ જીવોના મનોગત ભાવોને જોઈ રહેલા સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું કહું છું કે, હવે મને તમારા કોઈ પ્રત્યે વૈરભાવ નથી. તમને સર્વને હું મારા મિત્ર જેવા માનું છું. હું સમજું છું સર્વ જીવો કર્મને વશ છે. કર્મની પરવશતાના કારણે જ તેઓ અનુચિત કાર્યો કરે છે. પરિણામે તેઓ ક્યાંય ઠરીને ઠામે બેસી શકતા નથી, પરંતુ અનેક પ્રકારના દુઃખોને ભોગવતા ચૌદ રાજલોકમાં ભમ્યા કરે છે.
જો જીવો કર્મને વશ ન હોત તો પોતાના જ્ઞાનાદિને છોડી અજ્ઞાનમાં શું કામ અથડાત ? સુખ પોતાની પાસે હોવા છતાં તે સુખ મેળવવા બીજાને દુ:ખી શું કામ કરત ? પોતે જેનાથી દુઃખી થવાના હોય તેવા ક્રોધાદિ કષાયોને સ્થાન કેમ આપત? તેથી સમજી શકાય એવું છે કે, જીવ સ્વયં અકાર્ય નથી કરતો કર્મ જ તેને કરાવે છે. આ અયોગ્ય કાર્યો થયા તેમાં તે જીવોનો કોઈ ગુનો નથી; વાંક કર્મનો છે. પ્રભુની કૃપાથી આજે મને આ સચ્ચાઈ સમજાઈ છે. હવે મને વિશ્વાસ છે કે, તમારો કોઈ અપરાધ જ નથી. હવે સ્મૃતિ કોશમાંથી મેં તમારા બધા અપરાધોને ભૂંસી નાંખ્યા છે. તમે પણ જરૂર એ પ્રમાણે કરશો.”
આ બે ગાથાઓ બોલતાં સાધક જગતના સર્વ જીવોને પોતાની સ્મૃતિમાં લાવે, અનંતકાળથી સંસારમાં ભટકતાં પોતે તેમના કયા કયા અપરાધો કર્યા છે તેને યાદ કરે, દુઃખાદ્ધ હૃદયે તે અપરાધોની માફી માગે, સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખી એકરાર કરે કે,
Page #180
--------------------------------------------------------------------------
________________
સંથારા પોરિસી સૂત્ર
“હવે મારે કોઈ સાથે વૈરભાવ નથી કેમ કે, હું જાણું છું કે, મારી જેમ આ સર્વે જીવો કર્મને વશ છે. કર્મને વશ થઈ રાગદ્વેષની જાળમાં સપડાઈ મારો કોઈ અપરાઘ કરી બેસે તો તેમાં તેમનો કોઈ વાંક નથી. મારા પોતાના કર્મનો જ વાંક છે. તેથી હું પુન: પુન: બહુ ભારપૂર્વક કહું છું કે, મેં સર્વને ખમાવ્યા છે, મને કોઈના પ્રત્યે દુર્ભાવ નથી. હું ઇચ્છું છું કે, તમે પણ મને પીડા આપી જે પાપ બાંધ્યા છે તે પાપ તમને ભોગવવા ન પડે માટે તમને વિનંતી કરું છું કે, તમે પણ મારી પાસે ક્ષમા માંગી મારા પ્રત્યેના વૈરભાવને ભૂલી મને મિત્ર તરીકે સ્વીકારી લો.” જિજ્ઞાસા : શું આ રીતે ક્ષમાપના કરવાથી એક-બીજા પ્રત્યેના વૈરભાવનો નાશ થઈ શકે ?
-
૧૬૭
તૃપ્તિ : આ રીતે ક્ષમાપના કરવાથી સામી વ્યક્તિમાંથી દ્વેષ નીકળી જ જાય તેવો એકાંતે નિયમ નથી; પરંતુ પોતાના હૃદયમાં પ્રવર્તતો અન્ય જીવો પ્રત્યેનો દ્વેષભાવ તો જરૂર નીકળી શકે છે. ઉપરાંત તે શુભ ભાવ દ્વારા એવા સંસ્કારો પડે છે કે, ભવિષ્યમાં કદાચ સામી વ્યક્તિ દ્વેષભાવપૂર્વક વર્તન કરે તોપણ ગુણસેન કે મરુભૂતિની જેમ આપણે સમતા ભાવ જાળવી શકીએ. વળી, ક્યારેક જો આપણા મનમાં ઉત્પન્ન થયેલો શુભ ભાવ સામી વ્યક્તિ સુધી પહોંચે અને જો તે વ્યક્તિ યોગ્ય હોય તો તે પણ પોતાના હૈયામાંથી દ્વેષ કાઢી શકે છે. અને કદાચ આવું કાંઈ ન થાય, તોપણ ચિત્તમાં જે આવો શુભ અધ્યવસાય પ્રગટે છે તેનાથી સાધક સ્વયં તો અવશ્ય આત્મિક સુખનો અનુભવ કરે છે.
૧૩. પુન: પાપનું પ્રતિક્રમણ :
અવતરણિકા :
અનેકવાર પાપનું પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ જેને સંતોષ નથી એવો સાધક પુનઃ પોરિસીના અંતમાં સામાન્યથી સર્વ પાપનું ‘મિચ્છા મિ દુક્કડં’ દેતા કહે છે.
ગાથા ઃ
નં ન મળેળ વાં, ખં ખં વાવાળુ (વાળ) માસિગ પાવું । जं जं कारण कयं, मिच्छा मि दुक्कडं तस्स ।।१७।।
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સૂત્ર સંવેદના-૬
અન્વય સહિત સંસ્કૃત છાયા :
यद् यद् मनसा बद्धं, यद् यद् वाचा भाषितं । यत् यत् कायेन कृतं पापम्, मिथ्या मे दुष्कृतं तस्य ।।१७।।
શબ્દાર્થ :
મન વડે (મું) જે જે (પાપ કર્મ) બાંધ્યું હોય, વચન વડે (મું) જે જે અનુચિત(પાપમય - સાવઘ) બોલ્યું હોય અને કાયા વડે (મું) જે જે (દુષ્કત) કર્યું હોય, તેનું મિચ્છા મિ દુક્કડં. વિશેષાર્થ :
મન, વચન અને કાયાનો દરેક વ્યાપાર કર્મબંધનું કારણ બને છે, માટે સાધકે સાધના કરી આ ત્રણે યોગોનો સર્વથા નિરોધ કરવો જોઈએ અને જ્યાં સુધી તે શક્ય ન બને ત્યાં સુધી તેને શુભસ્થાનમાં જોડી પાપબંધ અને કુસંસ્કારોથી બચવા પ્રયત્ન કરવો જોઈએ.
કષાયોની આધીનતા અને વિષયોની આસક્તિના કારણે સાધક પણ ક્યારેક નબળો પડી, આ ત્રણે મૂલ્યવાન યોગો ઉપરનો પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. જેનાથી તે પાપબંધ થાય તેવી પ્રવૃત્તિનો ભોગ બને છે. આથી જ અશુભ વિચારોથી કે વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓથી જે કર્મબંધ થયો હોય તે મિથ્યા થાઓ તેવી ભાવના ભાવી, સાધક સંથારા-પોરિસીની આ છેલ્લી ગાથા દ્વારા તે અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન કરવા “મિચ્છા મિ દુક્કડું આપે છે.
મનથી કરેલા દુષ્કૃત્યોને યાદ કરતાં તે વિચારે છે, “મહાપુણ્યના ઉદયથી મને માનવનું મન મળ્યું છે. આ મન દ્વારા હું ધારત તો છેક મોક્ષ સુધી પહોંચી શકત, પરંતુ ન કરવા યોગ્ય વિચારો કરી, મેં તેનો દુરુપયોગ કર્યો છે. વિષયોની આસક્તિથી મેં સતત વિષયોના સંકલ્પ-વિકલ્પો કર્યા છે. આર્ત અને રૌદ્ર ધ્યાનને વશ પડી મેં અનેક કુકર્મો બાંધ્યા છે. મનથી કરેલા તે સર્વ દુષ્કૃત્યોને સ્મરણમાં લાવી હું તેનું મિચ્છા મિ દુક્કડ' આપું છું
વચનના દુષ્પયોગથી બંધાયેલ કર્મોથી મુક્ત થવા સાધક વિચારે છે, “વાણી દ્વારા ઘણાનું ભલું કરવાની ક્ષમતા હોવા છતાં અજ્ઞાનને આધીન બની મેં કટુ વાણી દ્વારા ઘણાના હૈયા વિંધી નાંખ્યા છે. કર્કશ વાણીનો ઉપયોગ કરી હું ઘણાના ક્રોધમાં
Page #182
--------------------------------------------------------------------------
________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૬૯
નિમિત્ત બન્યો છું. મીઠા મધુરા અને માયાવી વચનો દ્વારા હું અનેક માટે રાગનું કારણ બન્યો છું. વધુ પડતા વચનો બોલી મેં ઘણાને દુભવ્યા છે. વાણી દ્વારા ચાડી, ચુગલી, વિકથા આદિ અનેક પાપો કરી મેં નિષ્કારણ ઘણાં કર્મો બાંધ્યા છે. આ સર્વ પાપોને યાદ કરી હું તેનું “
મિચ્છા મિ દુક્કડ' આપું છું” કાયાથી કરેલાં પાપ પ્રત્યે જુગુપ્સા પેદા કરતાં તે વિચારે છે, “મને શરીર પણ એવું મળ્યું છે કે, સંયમ આદિની સાધના કરી હું સર્વ કર્મ ખપાવી સિદ્ધિગતિ સુધી પહોંચી શકું, પરંતુ મેં આ કાયાનો પણ દુરુપયોગ કર્યો છે. અજયણાથી તેને પ્રવર્તાવી અનેક પ્રકારની હિંસા કરી છે. વિષયસુખ ભોગવવા આ કાયા દ્વારા ઘણા તુચ્છ જીવોનો કચ્ચરઘાણ વાળ્યો છે. કેટલાયના જીવનમાં આગ ચાંપી છે. આ સર્વ કાયાથી કરેલા કુકર્મોને યાદ કરી તેનું “મિચ્છા મિ દુક્કડ' આપું છું.”
આમ આ ગાથા બોલતાં શ્રાવક મન, વચન અને કાયાથી કરેલા સર્વ પાપોને યાદ કરી અંત:કરણપૂર્વક તેની માફી માગે છે અને ભવિષ્યમાં ફરી આવા પાપો ન થઈ જાય તે માટે સાવધાન બને છે.
આ સૂત્ર દ્વારા સાધકે ક્રમશ: લોકોત્તમ ચારનું શરણ સ્વીકારી, પાપનો ત્યાગ કરી, આત્માનું અનુશાસન કર્યું. ત્યારબાદ સમ્યક્તનો સ્વીકાર કરીને સર્વ જીવોની ક્ષમાપના કરી. અંતે આ ગાથા દ્વારા પાપોની આલોચના કરવાથી સાધકનો આત્મા શલ્ય રહિત પણ બને છે. આવી રીતે આરાધના કરવાથી સાધક કદાચ રાત્રિમાં મરણ પામે તોપણ તેની સદ્ગતિ થાય છે.
પોરિસી ભણાવતી વખતે બોલાતી આ ગાથાઓમાં સાધકે જીવનના અંત સમયે જે જે કરવાનું છે તે બધું યોગ્ય રીતે દર્શાવેલું છે. આ ગાથાઓનું ચિંતન-મનન કરવાથી જીવનના દષ્ટિબિંદુમાં અને રોજ-બરોજની પ્રવૃત્તિમાં મોટું પરિવર્તન થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. જેનાથી સાધનામાર્ગ ઉપર બહિર્મુખ દશામાંથી અંતર્મુખ બનવાની હરણફાળ ભરાય છે. તેથી અધ્યાત્મસાધના કરવાની ઇચ્છાવાળા દરેક સાધકે આ લક્ષ્યપૂર્વક આ આખું સૂત્ર બોલવું જોઈએ.
Page #183
--------------------------------------------------------------------------
________________
પૌષધ પારવાનું સૂત્રા
સૂત્ર પરિચય:
પૌષધ મારતી વખતે આ સૂત્રનો ઉપયોગ થતો હોવાથી તેનું નામ “પસહપારણસૂત્ર' છે. પૌષધ વ્રત પૂર્ણ થતાં આ સૂત્રના માધ્યમે જેમને અખંડ પૌષધવ્રતનું પાલન કર્યું છે તેવા અનેક મહાપુરુષોને શ્રાવક યાદ કરે છે, તેમના અખંડિત વ્રતને સ્મરણમાં લાવે છે અને પોતે સ્વીકારેલું વ્રત કેટલી ખામીવાળું અને દોષ સભર હતું તેનો વિચાર કરે છે. વર્તમાનમાં થએલી ભૂલોનો પશ્ચાત્તાપ કરે છે અને ભવિષ્ય માટે સંકલ્પ કરે છે કે, “જો મારામાં સત્વ પ્રગટે તો આનંદ, કામદેવની જેમ હું પણ સર્વ સંગનો ત્યાગ કરીને સંસારના સર્વ ભાવોથી નિર્લેપ થવા સુવિશુદ્ધ પૌષધવ્રતનો સ્વીકાર કરું.”
આ સૂત્ર બે વિભાગમાં વહેંચાયેલું છે : પ્રથમની બે ગાથા પ્રાકૃતમાં છે અને તેમાં અખંડિત વ્રતનું પાલન કરનાર સાગરચંદ્ર વગેરે શ્રાવકોનું સ્મરણ કરાવી તેમની પ્રશંસા કરી છે. સૂત્રનો અંતિમ વિભાગ ગુજરાતી ભાષામાં છે અને તેમાં શ્રાવકને પૌષધમાં કયા દોષો લાગે છે તે જણાવી તેનું મિચ્છા મિ દુક્કડ આપવામાં આવ્યું છે.
સારું પણ અનુષ્ઠાન વિધિપૂર્વક કરાય તો ફળદાયક બને છે. તે વાત લક્ષ્યમાં રાખીને શ્રાવકે આ પૌષધનું અનુષ્ઠાન પણ વિધિપૂર્વક ગ્રહણ કરવું જોઈએ અને વિધિપૂર્વક પારવું જોઈએ. તેમ છતાં શરતચૂકથી, પ્રમાદથી કે બેકાળજી આદિથી કોઈ ભૂલચૂક થઈ હોય તો આ સૂત્ર બોલી સાધક તેનો પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
પૌષધ પારવાનું સૂત્ર
૧૭૧
૧૭૧
મૂળ સૂત્ર:
सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो । जेसिं पोसहपडिमा, अखंडिया जीविअंते वि. ।।१।। धन्ना सलाहणिज्जा, सुलसा आणंद-कामदेवा य । जास पसंसइ भयवं, दढव्वयतं महावीरो ।।२।। પોસહ વિધિએ લીધો. વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ દુઓ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. અન્વય અને સંસ્કૃત છાયા સહિત શબ્દાર્થ :
जेसिं पोसहपडिमा जीविअंते वि अखंडिया । येषां पोषधप्रतिमा जीवितान्ते अपि अखण्डिता । જેમની પૌષધની પ્રતિમા જીવનના અંત સુધી અખંડિત રહી. सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो । सागरचन्द्रः कामः, चन्द्रावतंसः सुदर्शनः धन्यः । (તે) સાગરચંદ્ર રાજર્ષિ, કામદેવ, ચંદ્રાવતુંસક રાજા, સુદર્શન શેઠ ધન્ય છે. जास दढव्वयतं भयवं महावीरो पसंसइ । येषां दृढव्रतत्वं भगवान महावीरः प्रशंसति । જેમની વતની દઢતાને ભગવાન મહાવીરે વખાણી છે. सुलसा आणंद-कामदेवा य धन्ना सलाहणिज्जा । सुलसा आनन्द - कामदेवौ च धन्याः श्लाघनीयाः । (તે) સુલસા, આણંદ અને કામદેવ ધન્ય છે, શ્લાઘનીય (પ્રશંસનીય) છે.
(સૂત્રનો બાકીનો ભાગ ગુજરાતી જ છે)
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સૂત્ર સંવેદના-૬.
વિશેષાર્થ : સાવજો - શ્રી સાગરચન્દ્ર રાજર્ષિક
સાગરચન્દ્ર રાજર્ષિ કૃષ્ણના ભાઈ બલદેવના પૌત્ર હતા. કમલામેલા નામની અતિ રૂપવાન કન્યા સાથે લગ્ન કરી તેઓ અપાર ભૌતિક સુખ ભોગવી રહ્યા હતા. એકવાર તેઓ શ્રી નેમિનાથપ્રભુની દેશના સાંભળવા ગયા. પ્રભુની વાણી સાંભળતાં જ તેઓને ભૌતિક સુખની ક્ષણભંગુરતા અને અનર્થકારિતાનું ભાન થયું અને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. તે સાથે જ તેમને સંસારના રાગ ભર્યા સંબંધોથી મુક્ત થઈ સંયમજીવન સ્વીકારવાની ભાવના જાગી. જાતનિરીક્ષણ કરતાં તેમને લાગ્યું કે મારું સત્ત્વ અને મારી શક્તિ સંયમ સ્વીકારવા માટે સમર્થ નથી, તેથી તેમણે ભવસમુદ્રને તરવા માટેના જહાજ સમાન સર્વવિરતિ સ્વીકારવાને બદલે નાના તરાપ સમાન દેશવિરતિ સ્વીકારી સમવસરણમાં જ બારવ્રત ધારણ કર્યા.
એકવાર તેમણે શ્રાવકના બારવ્રતમાંના પૌષધવ્રતનો સ્વીકાર કર્યો. પૌષધમાં આત્મકલ્યાણની તીવ્ર ભાવનાથી તેઓએ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહેવાનો નિર્ણય કર્યો. ક્યાં રાજમહેલ અને ક્યાં સ્મશાન ! દુનિયાના કહેવાતા શૂરવીરો. પણ જ્યાં પોતાના મનને સ્થિર ન રાખી શકે તેવા સ્થાનમાં સાગરચંદ્રજીએ નિર્ભય બની સત્ત્વભેર મનને કાયોત્સર્ગધ્યાનમાં સ્થિર કર્યું. આ જ સમયે તેમનો પૂર્વનો વિરી નભસેન ત્યાં આવ્યો. એકાન્ત સ્થળે સાધનામાં સ્થિર શ્રી સાગરચંદ્રજીને જોઈ નભસેનને થયું કે “વૈરની વસુલાત કરવાનો આ યોગ્ય મોકો છે પોતાની કુબુદ્ધિ અનુસાર તેણે એક ઘડાનો કાંઠો સાગરચંદ્રજીનાં માથે મૂકી, તેમાં અંગારા ભર્યા. સાગરચંદ્રજીનું માથું તો ભડભડ બળવા લાગ્યું.
સાગરચંદ્રજી ક્ષત્રીયકુળના શૂરવીર હતા. તેઓ ધારે તો એક ક્ષણમાં નભસેનને પૂરો કરી શકે તેમ હતા; પરંતુ તેઓ પૌષધમાં છે એવું તેમના ધ્યાનમાં હતું, તેથી તેઓ સ્પષ્ટ જાણતા હતા કે વેરીને કાંઈ પણ કરવામાં મારી સામાયિકની પ્રતિજ્ઞાનો ભંગ થશે. તેથી તેઓએ સમતા ભાવે ઉપસર્ગને સહન કર્યો, પણ વ્રતને ઊણી આંચ પણ આવવા દીધી નહિ. અંગારાની આગથી માથાની નસો બળતી હતી, છતાં મન-વચન-કાયાથી તેઓ જરાપણ ચલિત ન થયા. આ રીતે પોતાના વ્રતમાં અત્યંત દઢ રહી તેઓ મરીને દેવ થયા. પૌષધ મારતી વખતે સાગરચંદ્રજીને યાદ કરી શ્રાવકે વિચારવું જોઈએ કે,
“ઘન્ય છે સાગચંદ્રજીને ! ઘન્ય છે તેમની વીરતા અને
Page #186
--------------------------------------------------------------------------
________________
પૌષધ પારવાનું સૂત્ર
૧૭૩
દઢતા ! પ્રાછાનો ત્યાગ કર્યો પણ વ્રતનો ત્યાગ ન કર્યો અને ધીક્કાર છે મારી જાતને કે થોડીક પ્રતિકૂળતા આવતો મેં વતનું યોગ્ય ખલન ન કર્યું. એક માખી કે મચ્છર પણ શરીર પર બેઠું ત્યાં તો શરીરની મમતાને કારણે મેં તેમને પીડા પમાડી છે. મેં સમતાનો ભાવ ગુમાવી દીધો છે. આજે સાગરચંદ્રજીને યાદ કરી સંકલ્પ કરું છું કે, ભવિષ્યમાં આવા નાના નાના દોષથી બચી શુદ્ધ વ્રત પાળવા માટે યત્ન કરીશ.” જાનો - શ્રી કામદેવ શ્રાવક ભગવાન મહાવીરના એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોમાંના મુખ્ય દસ શ્રાવકમાં કામદેવ શ્રાવકની ગણના થાય છે. તેઓશ્રી વ્રત પાલનમાં અતિદઢ હતા. પહેલી જ વાર પ્રભુ વરની દેશના સાંભળી તેઓએ બાર વ્રતો ધારણ કર્યા હતા. અપાર સંપત્તિના માલિક એવા તેઓએ તે જ સમયે પરિગ્રહની મર્યાદા કરી હતી. દિન-પ્રતિદિન પોતાના પરિગ્રહને ઘટાડી તેઓ સંસારથી અલિપ્ત રહી ધર્માનુષ્ઠાનમાં રત રહેતા હતા. છેવટે તેઓએ શ્રાવકની અગિયાર પ્રતિમાઓને વિધિપૂર્વક ગ્રહણ કરી હતી. ,
તેમાં એકવાર તેઓએ પૌષધશાળામાં પૌષધપ્રતિમા સ્વીકારેલી. ત્યારે એક કુતુહલપ્રિય દેવે તેમના ઉપર અનેક જાતના અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા; પરંતુ કામદેવ શ્રાવકનું મન પર્વતની જેમ અડગ રહ્યું. આત્મસાધના કરવા ઇચ્છતા શ્રાવકો પણ પોતાના મનને કેવું સ્થિર રાખી શકે છે તેનું આ બેનમૂન દષ્ટાંત છે. પૌષધ પારતી વખતે આવા દૃઢ વ્રતધારી શ્રાવકને યાદ કરી શ્રાવક વિચારે કે,
“ક્યારે હું પાછો આવા મહાન શ્રાવકોની જેમ દઢતાથી પ્રતિજ્ઞા વહન કરી આત્મિક ગુણોને વિકસાવીશ. કામદેવ શ્રાવકની જેમ પૌષઘવ્રતનો સ્વીકાર કરી સંસારના ભાવોથી વધુને વધુ નિર્લેપ ક્યારે બનીશ. અંતરંગ - બહટંગ પરિગ્રહોથી મુક્ત બની
સર્વવિરતિ ગ્રહણ કરવા હું જ્યારે સજ્જ બનીશ.” વંકિંતો - શ્રી ચંદ્રાવતેસ રાજા :
ચંદ્રાવતેસ રાજાએ પૌષધનો સ્વીકાર કરી એવો અભિગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી કાઉસ્સગ્ન કરવો. દાસીને તેમના આ અભિગ્રહની ખબર નહોતી, તેથી જ્યારે દીવો બુઝાવવા લાગ્યો ત્યારે તેણે “અંધારું થશે તો રાજાના
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સૂત્ર સંવેદના
ધ્યાનમાં ખલેલ પડશે. એવો વિચાર કરી દીવામાં તેલ પુર્ય. એ રીતે ફરી પણ જ્યારે જ્યારે દીવામાં તેલ ખૂટવા આવ્યું ત્યારે દાસીએ તેલ પૂર્યા કર્યું. પરિણામે રાજા આખી રાત કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા રહ્યા અને પ્રભાત થતાં કાયોત્સર્ગ પાર્યો; પરંતુ તે વખતે આખી રાત પગ જકડાઈ જવાથી જમીન પર ઢળી પડ્યા અને મરણ પામ્યા. વ્રતની દઢતાના પ્રભાવે તેઓ મરીને દેવ થયા. આ પદ બોલતાં શ્રાવક વિચારે કે,
“ઘન્ય છે આવા રાજાઓને, ઘન્ય છે તેમની વીરતા અને સ્થિરતાને કે આવી સ્થિતિમાં પણ અધીરા કે ઉતાવળા થયા વિના પોતાનો સમતાભાવ જાળવી શક્યા. મનમાં કોઈ પ્રત્યે લેશ પણ રોષભાવ ઘારા ન કર્યો કે પોતાની પ્રતિજ્ઞામાં ક્યાંય પણ અપવાદને સ્થાન ન આપ્યું. આવું સત્ત્વ કે ઘીરજ તો મારામાં નથી તો પણ આ મહાત્માઓને યાદ કરી સત્ત્વ અને
ધીરજ કેળવવા હું યત્ન કરીશ?” સુવંસળી - સુદર્શન શેઠ સુદર્શન શેઠ એક અતિ ઉત્તમ શ્રાવક હતા. તેમને મનોરમા નામની પત્ની હતી. એક વખત તેમના મિત્રની સ્ત્રી કપિલાએ તેમની પાસે વિષય ભોગ ભોગવવાની માંગણી કરી પણ શેઠે ચલિત થયા વિના કહ્યું કે, “તો નપુંસક છું'. કોઈક પ્રસંગે શેઠના છ પુત્રો જોઈ કપિલાને ખ્યાલ આવ્યો કે પોતે છેતરાણી છે. ત્યારે કપિલાએ શેઠને પાઠ ભણાવવા રાજરાણી અભયાને ચઢાવી. અભયા રાણીએ નક્કી કર્યું કે હું સુદર્શન શેઠને અવશ્ય વશ કરીશ.
એકવાર સુદર્શન શેઠ પૌષધવ્રત ધારણ કરી કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન હતા, ત્યારે તેમને રાજમહેલમાં ઉપાડી જઈ, અભયા રાણીએ ઘણી ઘણી કામુક ચેષ્ટાઓ કરીને તેમને ચલાયમાન કરવા પ્રયત્ન કર્યો. સફળ ન થતાં ધમકીઓ આપી; પણ શેઠ ધ્યાનમાં સ્થિર રહ્યા. છેવટે તેણીએ કપટ કરી પોતાની આબરૂ લેવા આવનાર શેઠને પકડવા બૂમરાણ મચાવી દીધી. રાજસૂલટો શેઠને પકડીને લઈ ગયા. ઘણીવાર પૂછવા છતાં પણ સુદર્શન શેઠે અભયાની ભૂલ છે એવું ન કહ્યું. કારણ કે, તેઓની દૃઢ માન્યતા હતી કે કોઈકના ભોગે મારે મારી જાતને બચાવવી નથી. છેલ્લે શીલભંગ કરવાના આરોપસર રાજાએ તેમને શૂળીની સજા કરી. જ્યારે તેમને શૂળી પર ચઢાવવા લઈ જવામાં આવ્યા, ત્યારે તેમના પત્ની મનોરમા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા અને તેમના શીલના પ્રભાવે શાસનદેવે શૂળીને
Page #188
--------------------------------------------------------------------------
________________
પૌષધ પારવાનું સૂત્ર
સિંહાસનમાં ફેરવી નાંખ્યું. શેઠના શિયળનો મહિમા ગવાયો અને શેઠ-શેઠાણી બન્ને ઉત્તરોત્તર સાધના કરી મોક્ષે સીધાવ્યા.
૧૭૫
આ દૃષ્ટાંત જોતા લાગે છે કે વ્રતનું પાલન કરવા એક નહિ અનેક ગુણોની જરૂ૨ પડે છે. માત્ર સત્વ નહિ, સાથે વિવેક, ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય વિગેરે અનેક ગુણો હોય તો જ વ્રતનું અણીશુદ્ધ પાલન કરી અનેક જીવોને ધર્માભિમુખ બનાવી શકાય છે. પૌષધવ્રત પારતી વખતે આ પદ બોલતાં શ્રાવક વિચારે કે,
“ધન્ય છે આવા શ્રાવકોને કે જેઓ વ્રતનું અખંડ પાલન કરવા આબરૂ કે પ્રાણની પણ પરવા કરતા નથી અને હું નશ્વર એવા શરીર આદિની મમતાથી પળવારમાં વ્રતને મલિન બનાવી દઉં છું. આવા મહાપુરુષોને સ્મરણમાં લાવી લીધેલા વ્રતોમાં માલિન્ચ ન થાય તે માટેનો સંકલ્પ કરું છું.” धन्नो जेसिं पोसह पंडिमा, अखंडिआ जीविअंते वि - ધન્ય છે કે જેઓની પૌષધપ્રતિમા જીવનના અંત સુધી અખંડિત રહી.
તેઓ
સાગરચંદ્ર રાજર્ષિ, કામદેવ શ્રાવક, ચંદ્રાવતંસક રાજા, સુદર્શન શેઠ આદિ વીર શ્રાવકોને ધન્ય છે. તેમને અંતરના અહોભાવ પૂર્વક નમન હો, કારણ કે ૪૮ મિનિટ માટે પણ જે પ્રતિમાનું સુવિશુદ્ધ પાલન અઘરું બને છે તે પ્રતિજ્ઞા તેમણે જીવનના અંત સુધી અખંડિત રીતે પાળી.
આ દઢપ્રતિજ્ઞ શ્રાવકોને પ્રતિજ્ઞાનો નિર્વાહ કરતાં અનેક આફતો આવી, દેવોના ઉપસર્ગ આવ્યા; અરે ! જીવમાત્રને જે અત્યંત પ્રિય હોય છે તેવા પ્રાણોને છોડવાનો પણ અવસર આવ્યો, છતાં આ શ્રાવકો વીરના સંતાન હતા. તેમને પ્રાણ કરતાં પ્રતિજ્ઞા વધારે વહાલી હતી. તેથી મરણાંત ઉપસર્ગો વચ્ચે પણ તેમણે પોતાની પ્રતિજ્ઞામાં ઊણી આંચ આવવા દીધી નહિ, જીવન કરતાં પણ ધર્મને વધુ મહત્ત્વ આપનારા આ મહાપુરુષોનું ચરિત્ર પ્રતિજ્ઞાપાલનનો એક અદકેરો આદર્શ પૂરો પાડે છે. સંગ દશામાં જીવનારા પણ અસંગદશાના કેવા અર્થી હશે તે વિચારમાત્રથી તેમના ચરણોમાં મસ્તક ઝૂકી જાય છે.
धन्ना सलाहणिज्जा सुलसा आणंद कामदेवा य । जास पसंसई भयवं दढव्वयत्तं महावीरो ।। ભગવાન મહાવીરે જેમના વ્રતની દૃઢતાને વખાણી છે, તે સુલસા આણંદ અને કામદેવ વગેરે ધન્ય અને પ્રશંસનીય છે.
1
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭
સૂત્ર સંવેદના-૬
સુલસા :
સુલસા શ્રાવિકાને ખુદ પ્રભુવીરે ધર્મલાભ પાઠવેલો. સુલસા તેના સમ્યક્ત્વની દઢતા માટે પ્રસિદ્ધ છે. એકવાર હરિëગમેષી દેવ એક સાધુનો વેષ ધારણ કરી સુલસાની પરીક્ષા કરવા આવ્યા અને લાખ સોનામહોરના મૂલ્યવાળા લક્ષપાક તેલની માંગણી કરી. તુલસા અત્યંત ખુશ થઈ લક્ષપાક તેલનો શીશો લાવી પણ ત્યાં જ તે ફૂટી ગયો એમ એક પછી એક ચાર શીશાઓ ફૂટી ગયા, છતાં નિગ્રંથ સાધુઓ પ્રત્યે સુલતાને અણગમો ન થયો કે તેના મનમાં સહેજ પણ ગ્લાનિ ન થઈ. એની અતિથિસંવિભાગ કરવાની ભાવનામાં જરાય ફરક ન પડ્યો.
વળી, એકવાર પરમ શ્રાવક બનેલો અંબડ પરિવ્રાજક ચંપાપુરીમાં પ્રભુવીરને વંદન કરી રાજગૃહી આવતો હતો. ત્યારે પ્રભુએ સુલતાને “ધર્મલાભ” કહેવરાવ્યો. અંબડને વિચાર આવ્યો કે પ્રભુ જેને ધર્મલાભ કહેવડાવે તે સ્ત્રી કેવી હશે ? તેથી તેણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પચીસમાં તીર્થંકરનાં રૂપો સાક્ષાત્ બનાવ્યા, છતાંયે સુલસાની અરિહંતદેવ પરની અટલ શ્રદ્ધામાં જરાપણ ફેરફાર ન થયો. અંબડને ખાત્રી થઈ કે, ખરેખર આ દઢ સમ્યક્ત્વવાળી શ્રાવિકા છે.
અંત સમયે આરાધના કરીને સુલસા સ્વર્ગમાં ગઈ અને ત્યાંથી ચ્યવને આવતી ચોવીશીમાં નિર્મમ નામે તીર્થંકર થઈ મોક્ષમાં જશે. એ નિર્મમ તીર્થકરના જીવની વ્રતની દૃઢતાને પ્રણામ કરી શ્રાવકે પણ ભાવના ભાવવી જોઈએ કે તેનામાં પણ એવી દૃઢતા આવે. આનંદ અને કામદેવ -
આનંદ શ્રાવક પણ કામદેવની જેમ પ્રભુના મુખ્ય દસ શ્રાવકોમાં ગણના પાત્ર એક શ્રાવક હતા. અતિ સમૃદ્ધિમાન આનંદ શ્રાવકે પ્રભુ પાસે બાર વ્રત ગ્રહણ કર્યા પછી બાહ્ય પરિગ્રહને તો અતિ સીમિત બનાવી જ દીધો હતો પણ સાથે સાથે તેઓએ અંતર પરિગ્રહ સ્વરૂપ મમતાને પણ ઘણી ઘટાડી દીધી હતી.
ઉપાસકદશાંગ નામના આગમ સૂત્રમાં આનંદ શ્રાવકની ઉત્તમ મનોભાવના પ્રદર્શિત કરતાં જણાવ્યું છે કે, અણુવ્રતો અને ગુણવ્રતો પાળતાં, દોષ વગેરેમાંથી વિરમતાં, જુદા જુદા ત્યાગના નિયમો અનુસરતાં અને પૌષધ ઉપવાસથી આત્માને બરાબર કેળવતાં આનંદ શ્રમણોપાસકનાં ૧૪ વર્ષ વ્યતીત થયાં. પંદરમાં વર્ષમાં એકવાર મધ્યરાત્રિએ જાગરણ કરી તે ધર્મ-ચિંતન કરવા બેઠા હતાં. તેવામાં તેમને વિચાર આવ્યો કે “આ ગામમાં ઘણા લોકો મને પૂછી પૂછીને કાર્ય કરે છે. હું તેમનો અને મારા કુટુંબનો સલાહકાર છું - આપત્તિઓનો એક આધાર છું. હવે મારે આ
Page #190
--------------------------------------------------------------------------
________________
પૌષધ પારવાનું સૂત્ર
૧૭૭
બધાથી નિવૃત્ત થઈ માત્ર આત્મસાધનામાં સ્થિર થવું છે. તેથી કાલે હું મારા બધા કુટુંબીઓને ભોજન માટે નિમંત્રણ આપી ભેગાં કરું અને તેમની સમક્ષ મારા મોટા પુત્રને આ બધો ભાર સોંપી દઉં. ત્યારપછી હું સૌની રજા લઈ કોલ્લાકપરામાં આવેલી મારી પૌષધશાળાને જોઈ-તપાસી ત્યાં જ પૌષધમાં રહી ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મમાર્ગને અનુસરું.”
આનંદ શ્રાવકને ઘર, કુટુંબ અને ગ્રામજનોનો સહવાસ સાધના માટે વિક્ષેપરૂપ બનતો હતો, તેથી તેમને પોતાનો વિચાર પુત્રને જણાવ્યો અને પુત્રએ પણ તેનો સ્વીકાર કર્યો. સગા સંબંધીઓની વચ્ચે તેમણે જણાવ્યું કે, “હે દેવાનુપ્રિયો ! હું મારા પુત્રને કુટુંબનો ભાર સોંપુ છું. માટે હવેથી કોઈ મને કશી બાબતમાં પૂછશો નહિ. તેમ જ મારી સલાહ માગશો નહિ, વળી હવે પછી કૌટુંબિક પ્રસંગોમાં ક્યાંય મારી ગણત્રી કરશો નહિ અને મારા માટે ખાન-પાન વગેરે કાંઈ તૈયાર કરાવશો નહિ.” આવી વાત કરી આનંદ શ્રાવક સર્વ પ્રકારના સંગથી અલિપ્ત થઈ અસંગદશાની સાધના કરવા તત્પર બન્યા હતા. '
કામદેવ શ્રાવકે પણ જ્યારે એક રાત્રિમાં ઘોર ઉપસર્ગ સહન કર્યા ત્યારે ખુદ પ્રભુ વીરે પોતાના સાધુઓ સમક્ષ તેમની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, તમે તો પરિષદ અને ઉપસર્ગો સહન કરવા આ વેષ ગ્રહણ કર્યો છે જ્યારે એક રાત્રિમાં કામદેવે કેટલા પરિષદો અને ઉપસર્ગો સહન કર્યા છે. તેના કારણે તેમને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું છે, ગૃહસ્થ તરીકે પણ અસંગી બનવાનો આ વિરલ કોટિનો પ્રયત્ન અત્યંત અનુમોદનીય છે.
આ પદ બોલતા આનંદ શ્રાવકને સ્મૃતિમાં લાવી તેમને પ્રણામ કરતાં શ્રાવક વિચારે કે,
આનંદ શ્રાવકની જેમ મને પણ દરેક પ્રકારના સંગથી છૂટવાની ભાવેનો ક્યારે જાગશે જ્યારે હું નિવૃત્ત અને નિર્લેપ
બની પરમ નિ:સ્પૃહ બનવા તરફ પગમંડાણ કરીશ.” સુલસા, આનંદ, કામદેવ જેવાઓનું જીવન પ્રત્યેક શ્રાવક માટે માર્ગદર્શક બને એ આ સૂત્રનો મુખ્ય હેતુ છે. તેથી જે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે જેઓની પ્રતિજ્ઞા સંબંધી દઢતા ખુદ પ્રભુએ વખાણી છે તે ધન્ય છે, પ્રશંસનીય છે, આદરણીય છે. આવું બોલતાં શ્રાવકને સહજ જ પોતાના લક્ષ્યનું સ્મરણ થઈ જાય છે અને તદનુરૂપ વીર્ય પણ ઉલ્લસિત થઈ જાય છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સૂત્ર સંવેદના-૬
પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કાંઈઅવિધિ હુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
પોષધમાં જે પણ કાંઈ ભૂલ થઈ હોય, પ્રમાદાદિ દોષોને કારણે કે અજ્ઞાનતાના કારણે કોઈ અવિધિ થઈ હોય તો તે દુષ્કૃતનું મિચ્છા મિ દુક્કડં આપતાં શ્રાવકે મનોમન તેવી ભૂલ પુન: ન થાય તે માટેનો સંકલ્પ કરવાનો છે.
પૌષધને લગતા મુખ્ય અઢાર દોષો નીચે પ્રમાણે છે
૧. પૌષધમાં વિરતિ વિનાના બીજા શ્રાવકે લાવેલો આહાર કે પાણી વાપરવાં.
૨. પૌષધમાં સરસ આહાર લેવો.
૩. ઉત્તરપારણા (પૌષધના આગલા દિવસે) વખતે વિવિધ પ્રકારની સામગ્રી
વાપરવી.
૪. પૌષધ નિમિત્તે એટલે કે કાલે પૌષધ છે માટે આજે શરીર સજ્જ કરી લઉં એવું વિચારી દેહ-વિભૂષા કરવી.
૫. પૌષધ નિમિત્તે વસ્ત્ર ધોવરાવવાં.
૬. પૌષધ કરવાનો છે એવું વિચારી આભૂષણો ઘડાવવાં તેમ જ પૌષધમાં તે ધારણ કરવા. ઉપધાન કરવા જતાં કે પર્યુષણ દરમ્યાન પૌષધ ક૨વા જતી વખતે આ દોષ લાગવાની ઘણી સંભાવના રહે છે.
૭. પૌષધ નિમિત્તે વસ્ત્રો રંગાવવાં.
૮. પૌષધ દરમ્યાન શરીર પરથી મેલ ઉતારવો.
૯. પૌષધમાં અકાળે શયન કરવું કે નિદ્રા લેવી. પૌષધમાં રાતના બીજા પ્રહરે સંથારા-પોરિસી ભણાવીને નિદ્રા લેવી યોગ્ય કહેવાય પરંતુ તે સિવાય દિવસે કે રાત્રિના પહેલા પ્રહરે નિદ્રા લેવી યોગ્ય ન કહેવાય માટે તેમ કરવામાં દોષ લાગે છે.
૧૦. પૌષધમાં સ્ત્રી સંબંધી સારી કે ખોટી કથા કરવી. .
૧૧. પૌષધમાં સારા કે ખરાબ આહાર સંબંધી કથા કરવી.
૧૨. પૌષધમાં સારી કે ખરાબ રાજનીતિ સંબંધી રાજકથા કે યુદ્ધકથા કરવી.
Page #192
--------------------------------------------------------------------------
________________
પૌષધ પારવાનું સૂત્ર
૧૩. પૌષધમાં દેશ કથા કરવી.
૧૪.
પૌષધમાં પૂંજ્યા-પડિલેહ્યા વિના લઘુનીતિ કે વડીનીતિ પરઠવવી
૧૫. પૌષધમાં કોઈની નિંદા કરવી.
૧૭૯
૧૬. પૌષધમાં જેમણે પૌષધ નથી લીધો એવાં માતા, પિતા, પુત્ર, ભાઈ, સ્ત્રી વગેરે સંબંધીઓ સાથે વાતચીતો કરવી.
૧૭. પૌષધમાં ચોર સંબંધી વાર્તા કરવી.
૧૮. પૌષધમાં સ્ત્રીઓનાં અંગોપાંગને રાગાદિ ભરી વિકૃત દૃષ્ટિથી એકીટસે જોવાં.
પૌષધ પારતી વખતે શ્રાવકે પોતાની આખી દિનચર્યાને બુદ્ધિમાં ઉપસ્થિત કરીને અને આ અઢાર દોષોમાંથી કોઈ દોષ લાગ્યો છે કે નહી, તેની તપાસ કરવી જોઈએ. જો ક્યાંય પણ એવું લાગે કે, મારી આવી પ્રવૃત્તિથી હું દોષનો ભાગી બન્યો છું, તો તે દોષ પ્રત્યેની હૈયામાં જુગુપ્સા પેદા કરવી જોઈએ. પૂર્વના શ્રાવકોના નિરતિચાર વ્રતપાલનને યાદ કરી જાત પ્રત્યે ધીક્કારનો ભાવ ઉત્પન્ન કરવો જોઈએ અને જાતને ઉપાલંભ દેતા વિચારવું જોઈએ કે નિ:સત્વ એવા મેં થોડીક અનુકૂળતા માટે કે માત્ર થોડા લોકોમાં સારા દેખાવા માટે પ્રભુના વચનને ઠેસ પહોંચાડી. મેં સ્વીક઼ારેલી પ્રતિજ્ઞાને મલિન બનાવી છે. આ મેં યોગ્ય નથી કર્યું. આનાથી મેં મારું જ અહિત કર્યું છે.
આ પદ બોલતાં પૌષધ વ્રતધારી શ્રાવક વિચારે કે,
“સંયમજીવનનો સ્વાદ માણવા માટે જ મેં આજે પૌષઘવ્રતનો સ્વીકાર કર્યો હતો. આ વ્રત સ્વીકારી તેને સારી રીતે પાળવાની જ ઇચ્છા હતી, છતાં પ્રમાદાદિ દોષોને કારણે હું તેને સાંગોપાંગ પાળી શકતો નથી. નાના નાના નિમિત્તો મળતાં મેં આ વ્રતને મલિન કર્યું છે. કષાયને આધીન થઈ મેં તેમાં દોષો લગાડ્યા છે. આ જ કારણે
આ વ્રતથી પ્રાપ્ત થતાં આત્મિક આનંદને હું માણી શકતો નથી. ભગવંત ! આ સર્વ અપરાધોની હું નતમસ્તકે ક્ષમા યાચું છું અને પ્રાંતે આનંદ-કામદેવ આદિ શ્રાવકોને યાદ કરી પુન: તેમના જેવા નિતિચાર વ્રત પાલન માટે સંકલ્પ કરું છું”
શ્રાવકોએ સંયમજીવનની તૈયા૨ી ક૨વા માટે લીધેલા એક પૌષધવ્રતને આ રીતે પારવાનો છે અને તે સાથે જ ભવિષ્યમાં અનેક ઉત્તરોત્તર વિશુદ્ધ થઈ શકે તેવા પૌષધ માટેની ચિત્તવૃત્તિનું નિર્માણ કરવાનું છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
પૌષધ આઠ પ્રહરનો અને ચાર પ્રહરનો એમ બે રીતે લઈ શકાય છે. ચાર પ્રહરનો પૌષધ દિવસનો અથવા રાત્રિનો હોય છે. જેણે આઠ પ્રહરનો પૌષધ કરવો હોય અથવા દિવસનો ચાર પ્રહરનો પૌષધ કરવો હોય તેણે સવારે સૂર્યોદય પહેલાં પૌષધ લેવો જોઈએ. દરેક પૌષધમાં બંને ટાઈમ પ્રતિક્રમણ અને તપમાં ઓછામાં ઓછું એકાસણું આવશ્યક છે. સાંજના પૌષધ લેવો હોય તોપણ ઓછામાં ઓછો એકાસણાનો તપ જરૂરી છે. સવારે પ્રતિક્રમણ કરીને સામાયિક પાર્યા પછી પૌષધ લઈ શકાય છે તથા પૌષધ લઈને પણ પ્રતિક્રમણ કરી શકાય, પણ સૂર્યોદય પહેલાં પૌષધ લેવાઈ જાય તેમ કરવું. તેની વિધિ આ પ્રમાણે છે - ૧. પૌષધ લેવાની વિધિ : ૧. સૌ પ્રથમ ગુરુની હાજરી હોય તો તેઓના સ્થાપનાચાર્ય સમક્ષ અને ન
હોય તો પોતાની પાસે સ્થાપનાચાર્યજી હોય તો તેની સામે અથવા પુસ્તક આદિમાં નવકાર-પંચિદિયથી આચાર્યની સ્થાપના કરી, તેની સમક્ષ ખમાસમણ દઈ ગુરુ-ભગવંતની આજ્ઞા લઈ પાપની શુદ્ધિ માટે
ઈરિયાવહિયં કરવા. ૨. પાપથી શુદ્ધ થયા પછી સ્થાપનાચાર્યને ખમાસમણ આપીને
ગુરુભગવંત પાસે “ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપતિ પડિલેહું ?” એવો આદેશ માંગી, ગુરુ પડિલેહેહ' કહે ત્યારે તેમની આશાનો સહર્ષ સ્વીકાર કરતાં ઇચ્છે' કહી, મુહપત્તિનું પડિલેહણ કરવું.
Page #194
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
સામાયિકાદિની વિધિમાં જણાવ્યું છે તેમ મુહપત્તિનું પડિલેહણ કરતાં બાહ્ય રીતે અંગોનું પડિલેહણ કરવાનું છે અને ૫૦ બોલોના ચિંતન દ્વારા પોતાના અંતરંગ ભાવોનું નિરીક્ષણ કરવાનું છે.
૧૮૧
૩. ત્યારપછી એક ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પોસહ સંદિસાહુ ?' એમ કહી, પૌષધ સંબંધી કાંઈ કહેવાની આજ્ઞા માંગવી. શિષ્યના આ શબ્દો સાંભળી, જો યોગ્ય સમય આદિ હોય તો ગુરુ ‘સંદિસાવેહ’ કહી તેને આજ્ઞા આપે છે, જે સાંભળી આનંદમાં આવેલો શિષ્ય ‘ઇચ્છ’ કહી આજ્ઞાનો સ્વીકાર કરે.
૪. ત્યારપછી એક ખમાસમણ આપી ગુરુભગવંત પાસે આજ્ઞા માંગતા કહેવું ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પોસહ ઠાઉં ?' અર્થાત્ હે ભગવંત ! ઇચ્છાએ કરીને મને પૌષધમાં રહેવાની આજ્ઞા આપો. ગુરુ તેને અનુશા આપતાં કહે ‘ઠાએહ’. શિષ્ય ‘ઇચ્છ’ કહી તેનો સ્વીકાર કરે.
૫. ત્યારપછી મંગલ માટે ઊભા ઊભા એક નવકાર ગણી, ‘ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી' આવી વિનંતી કરી શ્રાવક ગુરુભગવંતને કહે છે, હે ભગવંત ઇચ્છાએ કરી આપ મને પૌષધવ્રત અંગીકાર કરવા માટેનો આલાવો સંભળાવશોજી.
૬. ત્યારબાદ શિષ્યના આ શબ્દો સાંભળી ગુરુભગવંત ‘કરેમિ ભંતે પોસહં’ મોટેથી બોલે. ગુરુભગવંત ન હોય તો શ્રાવક કોઈ વડિલ વિરતિધર પાસે પ્રતિજ્ઞા ઉચ્ચરાવે અને તે પણ ન હોય તો સ્વયં પોસહ દંડક સૂત્ર ઉચ્ચરે.
‘કરેમિ ભંતે’ના પાઠમાં સવારે, દિવસનો પૌષધ ઉચ્ચરવો હોય તો જાવ દિવસં બોલવું. સવારે, દિવસ-રાતનો પૌષધ સાથે ઉચ્ચરવો હોય તો જાવ અહોરતં બોલવું. સાંજે ઉચ્ચરતી વખતે જાવ સેસદિવસરનં; એવો પાઠ બોલવો. વર્તમાનમાં ચારે પ્રકારનો પૌષધ સામાયિક પૂર્વક જ સ્વીકાર કરાય છે માટે ત્યારપછી શ્રાવક સામાયિક સ્વીકારે છે.
૭. એક ખમાસમણ આપી, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું' એ પ્રમાણેનાં આદેશ માંગી, અનુજ્ઞા મળતાં ‘ઇચ્છું’ કહી તેનો સ્વીકાર કરવો. પછી મુહપત્તિ પડિલેહીને ખમાસમણ દઈ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ?' એવો આદેશ માંગી, ગુરુભગવંત ‘સંદિસાવેહ' કહે ત્યારે ‘ઇચ્છ’ કહી ગુર્વાશાનો સ્વીકાર કરવો. પછી પુન:
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૨
સૂત્ર સંવેદના-૬
ખમાસમણ આપીને ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક ઠાઉં?” એવો આદેશ માંગી, ગુરુભગવંત ઠાએહ' કહે ત્યારે ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરવો. તે પછી બે હાથ જોડી, નવકાર ગણી ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી' એવું કહી સામાયિકની પ્રતિજ્ઞા કરાવવા ગુરુભગવંતને વિનંતી કરવી. શ્રાવકની વિનંતીનો સ્વીકાર કરી ગુરુભગવંત ‘કરેમિ ભંતે સામાઈએ'નો પાઠ બોલે, (તેમાં “જાવ નિયમ પજ્વાસામિને બદલે ‘જાવ પોસહં પજ્વાસામિ' કહે). પછી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણું ! સંદિસા ?' એવો આદેશ માંગવો. ગુરુ કહે “સંદિસાવે ત્યારે ઇચ્છે' કહી તેનો સ્વીકાર કરવો. તે પછી ખમાસમણ દઈ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બેસણું ઠાઉ?' કહી ગુરુ મુખે ‘ઠાએહ' એમ અનુજ્ઞા મળતાં ઈચ્છે' કહી તેનો
સ્વીકાર કરવો. પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય સંદિસાહું ?” ગુરુ કહે “સંદિસાહ'; તેનો ઈચ્છે' કહી સ્વીકાર કરવો. આ ક્રિયાના છેલ્લા આદેશરૂપે ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સઝાય કરું કહેવું, તેમાં પણ અનુજ્ઞાનો સૂર પૂરતાં ગુરુભગવંત કરેહ' કહે ત્યારે પૂર્વની જેમ ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરવો અને છેલ્લે
માંગલિકરૂપે (અથવા સ્વાધ્યાયના પ્રતિકરૂપે) ત્રણ નવકાર ગણવા. સામાયિક એ સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞા કરતાં સાધકે સંકલ્પ કરવો જોઈએ કે, “પૌષધની મર્યાદામાં છું ત્યાં સુધી હવે હું ગમતાઅણગમતા વિષયોમાં રાગ-દ્વેષને આધીન નહિ થાઉ, ક્યાંય પ્રમાદ કરીશ નહિ, માનાદિથી મનને આકુળ-વ્યાકુળ નહિ થવા દઉં, સર્વ પ્રવૃત્તિ આત્મભાવમાં સ્થિર થવાના લક્ષ્યપૂર્વક કરીશ, મન, વચન કે કાયાથી કોઈપણ પાપની પ્રવૃત્તિ નહિ કરું અને ભગવદ્ વચનાનુસાર મારી કાયા, મારું મન અને મારું વચન પ્રવર્તે તે માટે સજાગ અને સાવધાન રહીશ.” ૮. ત્યારપછી રાઈએ પ્રતિક્રમણ ન કર્યું હોય તો કરવું અને કલ્યાણ કંદની
થોય બોલવા પૂર્વક ચાર થોયનું દેવવંદન કર્યા પછી, ચાર ખમાસમણ આપતા પહેલા ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! બહુવેલ સંદિસાહુ ?' નો આદેશ માંગવો. ગુરુ સંદિસાહ' કહે ત્યારે ‘ઇચ્છે' કહી તેનો સ્વીકાર કરી, ફરી ખમાસમણ દઈ ઈચ્છાકારણ સંદિસહ ભગવદ્ ! બહુવેલ કરશું એવો આદેશ માંગવો. ગુરુ કરેહ' કહી
Page #196
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
૧૮૩
અનુજ્ઞા આપે ત્યારે પૂર્વવત્ “ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરવો. અને પછી
તુરંત પડિલેહણના આદેશ માગવા. પૌષધ લીધા પછી જો રાઈઅ પ્રતિક્રમણ કરાય તો તેમાં સાત લાખ અને “અઢાર પાપસ્થાનક'ને બદલે “ગમણાગમણે સૂત્ર બોલવું. જ્યાં જ્યાં “કરેમિ ભંતે સૂત્ર આવે તેમાં “જાવ નિયમ'ને બદલે “જાવ પોસહં બોલવું.
પૌષધની સર્વ ક્રિયા ગુરુ આજ્ઞાને આધીન થઈ કરવાની હોય છે. તેથી સાધકે નાનામાં નાનું કાર્ય પણ ગુરુને પૂછીને જ કરવું જોઈએ; પરંતુ શ્વાસ લેવા-મૂકવા જેવી વારંવાર થતી ક્રિયા અંગે વારંવાર પૂછી શકાતું નથી. તેથી આવી ક્રિયા અંગે બહુવેલ'ના આદેશ દ્વારા પ્રથમથી જ ગુરુ ભગવંતની આજ્ઞા મેળવી લેવાય છે. ૨. પડિલેહણની વિધિ :
સામાયિક સાથે પૌષધવ્રતનો સ્વીકાર કરનાર સાધક, આત્માના અહિંસકભાવને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તે માટે પૌષધમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે તે વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરેની પ્રતિલેખના કરે છે એટલે કે; તેમાં કોઈ જીવ-જંતુ છે કે નહિ ? તેની તપાસ કરે છે. તપાસ કરતાં કોઈપણ જીવ જણાય તો જયણાપૂર્વક તેને કોઈ પીડા ન થાય તે રીતે યોગ્ય સ્થાને મૂકી આવે. સાધક જો ઘરેથી વસ્ત્ર આદિની પ્રતિલેખના કરીને આવ્યો હોય તો તે સિવાયની વસ્તુઓનું તથા વસતિનું પ્રતિલેખન કરે. આ ક્રિયા પણ ગુર્વાજ્ઞાપૂર્વક કરવાની છે, ૧. સૌ પ્રથમ ઇરિયાવહી પડિક્કમી એક ખમાસમણ આપી “ઈચ્છાકારણ
સંદિસહ ભગવત્ પડિલેહણ કરું ?' એવો આદેશ માગવો અને ગુરુ કહે
‘કરેહ' ત્યારે ઇચ્છે” કહી ગુર્વાશાનો સ્વીકાર કરવો. અનુજ્ઞા મળતાં સાધક સૌ પ્રથમ મુહપત્તિનું પડિલેહણ કરે, ત્યારપછી ચરવળો, કટાસણું; અને ભાઈઓ, ધોતિયું, ખેસ એમ, પાંચ વસ્તુઓનું પડિલેહણ કરે. (બહેનો તેમણે પહેરેલા કપડાનું પહેલા ઉપરના અને પછી નીચેના એમ ક્રમ જાળવીને પડિલેહણ કરે.)
ભાઈઓએ મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળો ૧૦ બોલથી, કટાસણું ૨૫ બોલથી, સૂતરનો કંદોરો ૧૦ બોલથી અને ધોતિ વગેરેનું ૨૫ બોલથી પડિલેહણ કરવું જોઈએ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સૂત્ર સંવેદના-૬
.
. પડિલેહણની વિધિ એ જયણા પાળવા માટેની ઉત્તમ વિધિ છે તેથી આ વિધિ કરવા પૂર્વે શ્રાવકે ‘નાત્મવત્ સર્વભૂતેષુ'ની ભાવનાથી ભાવિત થવું જોઈએ. જીવ માત્ર જ્યારે પોતાના સમાન જણાય ત્યારે આપોઆપ તે જીવોને કોઈપણ પ્રકારની પીડા ન થાય તેવી જ રીતે પ્રવૃત્તિ કરવાની સાવધાની આવી જાય છે. પડિલેહણની ક્રિયા આવી કરુણાના ભાવપૂર્વક કરવી જોઈએ; પરંતુ વસ્ત્રને આમ-તેમ ફેરવી પડિલેહણ કર્યાનો સંતોષ ન માનવો. ૨. પ્રતિલેખન કરનારે યાદ રાખવું કે, ભાઈઓએ કંદોરો બાંધ્યા પછી તથા
બેનોએ નાડું બાંધ્યા પછી ફરી ઈરિયાવહી પડિક્કમી, ખમાસમણ આપી, ઈચ્છકારી ભગવત્ ! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી' એવો આદેશ માગી, ગુરુભગવંત પડિલેહેહ' કહે ત્યારે. ‘ઇચ્છે' કહી તેનો સ્વીકાર કરી, વડિલ, બ્રહ્મચર્યવ્રતધારી, ગ્લાન કે બાલ આદિની ભક્તિ
કરવા માટે તેઓના વસ્ત્ર કે ઉપધિનું પડિલેહણ કરી આપવું. પૌષધવ્રત સ્વીકારનાર સાધકમાં પરોપકાર કરવાની વૃત્તિ સવિશેષ હોય છે, આ ગુણની વૃદ્ધિ માટે તથા અન્ય ગુણવાનની ભક્તિ કરવા દ્વારા પોતાનામાં તે ગુણોની રુચિ તીવ્ર બનાવવા માટે સાધક અન્ય પૌષધવ્રતધારીઓનું પડિલેહણ કરે છે. ૩. ત્યારપછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઉપધિ મુહપતિ પડિલેહું ?” કહી, ગુરુ જ્યારે પડિલેહેહે' કહી અનુજ્ઞા આપે
ત્યારે “ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરી મુહપતિ પડિલેહવી. ૪. પછી ખમાસમણ આપી ઈચ્છાકારેણ સંસિહ ભગવત્ ! ઉપધિ
સંદિસા ?’ કહી ગુરુ “સંદિસાહ' કહે ત્યારે ઈચ્છે' કહી ફરી એક ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઉપધિ પડિલેહું?’ નો આદેશ માંગવો. ગુરુ પડિલેહેહ' કહી અનુજ્ઞા આપે ત્યારે “ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરવો અને તે પછી પૂર્વે પડિલેહતાં બાકી રહેલ ઉત્તરાસન, માતરું કરવા જવાનું વસ્ત્ર, કામળી અને રાત્રિ-પોસહ કરવો હોય તો
સંથારા વગેરે રપ-રપ બોલથી પડિલેહવાં. ૫. પછી દંડાસણ યાચી ઈરિયાવહી પક્કિમીને દંડાસન પડિલેહી, જેટલી
વસતિ (જગ્યા) વાપરવી હોય તેટલી જગ્યામાં દંડાસનથી કાળજીપૂર્વક કાજો લેવો (દંડાસનથી વસતિનો કચરો લેવો) અને સૂપ-પંજણી દ્વારા
Page #198
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
- ૧૮૫
તેને સૂપડીમાં ભેગો કરવો, તેમાં કોઈ જીવ-જંતુ કે કલેવર છે કે નહિ તે ધ્યાનથી જોઈ યોગ્ય સ્થાને “અણજાણહ જસ્સગ્રહો' કહીને ભેગો કરેલો
કાજો પરઠવવો. પરઠવ્યા પછી ત્રણ વાર “વોસિરે કહેવું. કાજો લેવાની આ ક્રિયા પણ જયણાના પરિણામને જવલંત બનાવનારી ક્રિયા છે હળવા હાથે, સુંવાળી દશીવાળા દંડાસનથી જીવરક્ષાના પરિણામપૂર્વક કાજો લેવામાં આવે તો ઘણા કર્મની નિર્જરા થાય છે. એક જગ્યાએ તો ત્યાં સુધી કહ્યું છે, “કાજો કાઢી મોક્ષમાં જાશું...” આથી સાધકે ખૂબ ઉપયોગીપૂર્વક કાજો લેવો. ૬. પછી, મૂળ સ્થાનકે આવીને ઇરિયાવહી પડિક્કમી, નીચે મુજબ
ગમણાગમણે કહેવું. ગમણાગમણે સૂત્ર:
ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિષ્ણવણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુપ્તિ વચનગુપ્તિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે સામાયિક-પોસહ લીધે રૂડી પરે પાલી નહિ ખંડના વિરાધના થઈ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ૩. દેવવંદન તથા સઝાયની વિધિ :
પડિલેહણ કરી કાજો વોસિરાવ્યા પછી અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા આદિના ગુણોને મનમાં ઉપસ્થિત કરી મંગલ માટે તથા તેવા ગુણોની પ્રાપ્તિ અર્થે ૧૨ અધિકારવાળું દેવવંદન કરવું. દેવવંદનની વિધિ, તેના હેતુઓ તથા ભાવો સૂત્ર સંવેદના-૨ માં આપેલા છે. તે ત્યાંથી સમજી લેવા.
દેવવંદન કર્યા પછી શ્રાવકે પરમાત્માના વચનોથી હૈયાને ભાવિત કરવા સ્વાધ્યાય કરવાનો છે. તેથી જેવું દેવવંદન પૂરું થાય એટલે ૧. એક ખમાસમણ આપી, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું ?”
ગુરુ ‘કરેહ' કહે ત્યારે “ઈચ્છે' કહી એક નવકાર બોલી “મબ્રહ જિણાણં'ની સક્ઝાય કહેવી. ૨. આટલી ક્રિયા થઈ ગયા પછી, ખમાસમણ દઈ ચરવળા ઉપર હાથ સ્થાપી
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૬
સૂત્ર સંવેદના-૬
‘વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય, તે સવિ હુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.' કહેવું.
પૌષધ લઈને, સજ્ઝાય કર્યા પછી સૂર્યોદયથી બે કલાક અને ચોવીશ મિનિટ એટલે છ ઘડી સુધી સ્વાધ્યાય ક૨વો ત્યારપછી પોરિસી ભણાવવી. ૪. સવારની પોરિસી ભણાવવાની વિધિ :
પૌષધવ્રતધારી શ્રાવક સ્વભાવમાં સ્થિર થવા માટે મહાપુરુષોના વચનનો સહારો લે છે. તેમાં સૌ પ્રથમ તેઓ સૂત્ર પોરિસીમાં સામાન્ય અર્થની વિચારણા પૂર્વક શ્રુતાભ્યાસ કરે છે. શુદ્ધ ઉચ્ચાર પૂર્વક સૂત્રના એક એક શબ્દને કંઠસ્થ કરવા યત્ન કરે છે. ગણધરભગવંતો તથા મહાપુરુષોના વંચાયેલા શાસ્ત્રોના અભ્યાસથી પોતાનામાં એક શુભ ભાવનો સ્રોત ઉત્પન્ન થાય છે. આત્મા ઉપર શુભ સંસ્કારોનું આધાન થાય છે અને અનેક પ્રકારના કર્મમલનો નાશ થાય છે. આ રીતે લગભગ છ ઘડીનો સમય એટલે (૬ X ૨૪) ૧૪૪ મિનિટ પૂર્ણ થાય ત્યારે શ્રાવક ૧. એક ખમાસમણ આપીને ગુરુભગવંતને જણાવે છે કે, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બહુ પડિપુન્ના પોરિસી' (ભગવંત ! પહેલો પ્રહર મોટા ભાગે પૂર્ણ થયો છે.) ગુરુ ‘તહત્તિ’ (તે પ્રમાણે છે) કહે ત્યારે ઇચ્છું ન કહેવું.
૨. પછી એક ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ?” - એવો આદેશ માગી ગુરુ ‘પડિક્કમેહ’ કહે ત્યારે ‘ઈચ્છ’ કહી તેનો સ્વીકાર કરી ઇરિયાવહિનું પ્રતિક્રમણ કરવું. ૩. ત્યાર પછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ પડિલેહણ કરું' એવો આદેશ માંગી, ગુરુ ‘પડિલેહેહ' કહે એટલે ‘ઇચ્છું’ કહી મુહપત્તિનું પડિલેહણ કરવું.
૫. રાઈઅ મુહપત્તિની વિધિ :
સૂત્રપોરિસી પૂર્ણ કર્યા બાદ અર્થપોરિસીનો પ્રારંભ કરવાનો છે. અર્થ ભણાવવાનો અધિકાર ગીતાર્થ ગુરુભગવંતનો છે. તેમની પાસેથી જ્ઞાન મેળવવા પૂર્વે વિનય જાળવવા તેમને દ્વાદશાવર્ત વંદન એટલે કે, ઉત્કૃષ્ટ વંદન કરવું જોઈએ તેમાં
Page #200
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
૧૮૭
૧. સૌ પ્રથમ ખમાસમણ આપી ગુરુભગવંતની આજ્ઞા લઈ ઇરિયાવહિયંનું
પ્રતિક્રમણ કરવું. ૨. પછી ખમાસમણ આપી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! રાઈઅ મુહપત્તિ
પડિલેહું ?” - હે ભગવંત ! આપ આપની ઇચ્છાથી મને રાત્રિ સંબંધી પાપનું પ્રતિક્રમણ કરવા માટે મુહપત્તિનું પ્રતિલેખન કરવાની આજ્ઞા આપો. ગુરુ ‘પડિલેહેહ' કહે ત્યારે ‘ઇચ્છે' કહી મુહપત્તિનું પડિલેહણ
કરવું.
૩. ત્યારપછી ગુરુભગવંતના તપ-સંયમ આદિ સાધના સંબંધી પૃચ્છા કરવા
તથા તેમના પ્રત્યે થયેલ અવિનય વગેરે ભૂલોની માફી માંગવા વાંદણા
સૂત્ર દ્વારા બાર-આવર્ત પૂર્વક ગુરુભગવંતને બે વાંદણા આપવા. ૪. ત્યારપછી રાત્રિના પાપોની આલોચના કરવા માટેની આજ્ઞા માંગવા ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ રાઈએ આલોઉં ?' એવો આદેશ માગી, ગુરુ ‘આલોએહ' કહે ત્યારે ‘ઇચ્છે આલોએમિ જો મે રાઈઓ અઈઆરો....'
એ સૂત્ર બોલવું. ૫. પછી “સબ્યસવિ રાઇઅ દુઐિતિએ, દુક્લાસિસ, દુચિટ્રિઅ; ઈચ્છાકારેણ
સંદિસહ ભગવદ્ !' કહી અટકવું, ગુરુ પડિક્કમેહ' કહે એટલે ઇચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડ' કહેવું. ૬. પછી પદસ્થ હોય તો પુનઃ બે વાંદણા આપવા ૭. પછી, ઈચ્છકાર કહી, (પદસ્થ હોય તો ખમાસમણ આપી)
અભુઢિઓખામવો પછી બે વાંદણા આપવાં. ત્યાર પછી ‘ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી' એવી વિનંતી કરી ગુરુમુખે યથાશક્તિ પચ્ચખાણ કરવું અંતે પુનઃ એક ખમાસમણ આપવું
અને સુખ શાતા પૃચ્છા કરવી. પૌષધમાં કાળ વેળાના દેવવંદન કર્યા પછી આહાર વાપરવાની વિધિને અનુસરી પુરિમઠનું પચ્ચખાણ કરવાનો મુખ્ય વિધિ છે. ૬. દર્શન કરવા જવાની વિધિ :
શ્રાવક શુદ્ધ સ્વરૂપને પામવાની ઝંખનાવાળો હોય છે. આથી પૌષધધારી શ્રાવકે શુદ્ધ સ્વરૂપને પામેલા પરમાત્માની સ્તવના કરવા ઇર્યાસમિતિના
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૮
સૂત્ર સંવેદના-૬
પાલનપૂર્વક જિનમંદિરે જવું જોઈએ. તે માટે પૌષધશાળાની બહાર નીકળતાં “આવસહિ” કહેવું અને જિનમંદિરમાં પ્રવેશતાં નિસીહિ' કહેવું.
જેવા પરમાત્માના દર્શન થાય તેવો જ શ્રાવક અહોભાવથી ઝૂકી જાય અને અંજલિબદ્ધ નમસ્કાર કરતાં “નમો જિણાણ” કહે. ત્યારપછી અનાદિના ભવભ્રમણને ટાળવા અને જ્ઞાનાદિ ગુણોને પામવા પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ભાઈઓ પ્રભુના જમણે પડખે અને એનો પ્રભુના ડાબા પડખે જગ્યાની પ્રમાર્જના કરી ઊભા રહે.
ત્યારબાદ પ્રભુના ગુણોને વર્ણવતી, પોતાની નિંદા કરતી કે પ્રાર્થના કરતી ૧ થી ૧૦૮ સ્તુતિઓ બોલવી. આ રીતે હૃદયને પ્રભુના ગુણોથી રંજીત કરવા - પ્રભુ સાથે તન્મય બનવા યત્ન કરવો.
ત્યારપછી ઇરિયાવહિયં પ્રતિક્રમણ કરી, ખમાસમણ આપી ઇચ્છાકારણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં?” કહી ગુરુ ભગવંત “આલોએ” એમ આદેશ આપે એટલે “ઇચ્છે” કહી ગમણાગમણે આલોવવું.
ત્યારપછી બાર અધિકાર પૂર્વકનું દેવવંદન કરવું. જેની વિધિ, ભાવો તથા સંવેદનાઓ સુત્ર સંવેદના-રમાં આપેલ છે. દેવવંદન કર્યા પછી વિરતિધર્મને સ્વીકારવા પ્રભુ સાક્ષીએ પચ્ચખાણ કરવું. . ૭. માતરું કરવાની તથા સ્પંડિલ જેવાની વિધિ
પૌષધવ્રતધારી શ્રાવકે મળ-મૂત્રનું વિસર્જન પણ જ્યાં-ત્યાં કે જેમ-તેમ નથી કરવાનું. કોઈ જીવને પીડા ન થાય, કોઈની અપ્રીતિ આદિનું કારણ ન બનાય તથા ધર્મની નિંદા ન થાય તેવા લક્ષ્મપૂર્વક યોગ્ય સ્થાને યોગ્ય રીતે કરવાનું છે.
તેથી આરાધના કરતાં જ્યારે શરીરની કોઈ હાજત નડે ત્યારે શ્રાવકે પહેલા કામળી કાળ' થયો છે કે નહિ તેનો વિચાર કરવો અને કામળીનો સમય થયો હોય 1. કામળીનો કાળ:
કા. સુ. ૧૫ થી ફા. સુ. ૧૪ સુધી સૂર્યોદયથી ૯૦ મિનિટ સુધી, સૂર્યાસ્ત પહેલાં ૯૯ મિનિટથી. ફા. સુ. ૧૫ થી અષાઢ સુ. ૧૪ સુધી-સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધી, સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટથી. અષાઢ સુ. ૧૫ થી કા. સુ. ૧૪ સુધી-સૂર્યોદયથી ૨ કલાક ૨૪ મિનિટ સુધી, સૂર્યાસ્ત પહેલાં ૨ કલાક ૨૪ મિનિટથી.
Page #202
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
તો કામળી ઓઢી માત્રાદિની જ્યાં વ્યવસ્થા હોય ત્યાં જવું. ત્યાં જીવો છે કે નહિ તેની તપાસ માટે તે જગ્યાંને ચક્ષુથી જોવી અને જીવોની રક્ષા માટે વાટકાનું પૂંજણીથી પ્રમાર્જન કર્યા પછી તેમાં માતરું કરવું.
૧૮૯
માતરું કર્યા પછી કુંડીને હાથમાં લઈ તેને પરઠવવા જવું. પરઠવતાં પૂર્વે નિર્જીવ તથા જ્યાં કોઈની દૃષ્ટિ આદિ ન પડતી હોય તેવી જગ્યાએ જઈ કુંડી હાથમાંથી નીચે મૂકવી. જે જગ્યા ઉપર મળ-મૂત્રનું વિસર્જન કરવાનું છે, તે જગ્યાનો માલિક હાજર હોય તો પ્રત્યક્ષરૂપે તેની રજા લેવી અને પ્રત્યક્ષપણે કોઈ દેખાતું ન હોય તો ‘અણુજાણહ જસુગ્ગહો’ = ‘જેની જગ્યા હોય તે મને આજ્ઞા આપો' એવું કહી, હળવા હાથે છુટું છુટું માત્રુ એ રીતે પરઠવવું કે થોડા સમયમાં તે સૂકાઈ જાય. પરઠવ્યા બાદ તેનો ત્યાગ કરવા ત્રણવાર ‘વોસિરે વોસિરે વોસિરે' કહેવું.
ત્યારપછી ‘નિસીહિ’ સામાચારીનું પાલન કરવા માટે તથા માતરું પરઠવવા આદિમાં ક્યાંય અવિધિ થઈ હોય તો તેના ત્યાગ માટે ‘નિસીહિ’ બોલી ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. પ્રવેશ કર્યા પછી માત્રાની કુંડી તેના યોગ્ય સ્થાને મૂકી અશુદ્ધ હાથને અચિત્ત પાણીથી શુદ્ધ કરી સ્થાપનાચાર્ય પાસે આવી ઇરિયાવહિયં કરી ગમણાગમણે આલોવવા. તે દરમ્યાન સમિતિ-ગુપ્તિના પાલનમાં ક્યાં ચૂકાયું છે તે યાદ કરી તેનું ‘મિચ્છા મિ દુક્કડં' આપવું.
સ્થંડિલ જવા માટે પણ લોટો વગેરે જળપાત્ર લઈને નિર્જીવ અને લોક ન જોતા હોય તેવી સ્થંડિલ ભૂમિએ જવું. ત્યાં બેસતાં પૂર્વે ‘અણુજાણહ જસુગહો’ને ઊઠ્યા પછી ‘વોસિરે વોસિરે’ ત્રણ વાર કહેવું. પછી પૌષધશાળાએ આવી (અશુચિ લાગી હોય તો) હાથ-પગનું પ્રક્ષાલન કરી વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સામે ઇરિયાવહિયં કરી ગમણાગમણે આલોવવા..
૮. પચ્ચક્ખાણ પારવાની વિધિ :
૧. પ્રથમ ઇરિયાવહિ પડિક્કમવા પછી જગચિંતામણિ ચૈત્યવંદનથી જય વીયરાય સુધી કહેવું..
૨. પછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ?' નો આદેશ માંગી, ગુરુ ‘કરેહ’ કહે ત્યારે એક નવકાર કહી મન્નહ જિણાણું૦ ની સજ્ઝાય કહેવી, તે પછી ખમાસમણ આપી આદેશ માગી મુહપત્તિ પડિલેહવી, પછી ખમા આપી, ‘ઇચ્છા પચ્ચક્ખાણ પારું ?'
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૦
સૂત્ર સંવેદના-૬
ગુરુ કહે ‘પુળરવિ જાયો’-ત્યારે યથાશક્તિ, કહી ખમા આપી, ઇચ્છા. પચ્ચક્ખાણ પાર્યું ? ગુરુ કહે ‘આયારો ન મોતવ્યો' ત્યારે તહત્તિ, એમ કહી, મૂઠીવાળી જમણો હાથ કટાસણા કે ચરવળા ઉપર મૂકી એક નવકાર ગણી. જે પચ્ચક્ખાણ કર્યું હોય તે પચ્ચક્ખાણ પારવું. પચ્ચક્ખાણ પારતી વખતના ભાવો આદિ પચ્ચક્ખાણ પારવાના સૂત્રો સાથે આપેલ છે.
સ્વાધ્યાયાદિ દ્વારા શુભભાવમાં વધુ સ્થિર રહી શકાય તે માટે શક્તિસંપન્ન શ્રાવક પૌષધમાં શક્ય હોય તો ચઉવિહાર ઉપવાસ કરે. જે શ્રાવકની તેવી શક્તિ ન હોય, તે શ્રાવકને જ્યારે ક્ષુધા-તૃષા આદિ કારણોથી મારા સ્વાધ્યાય આદિમાં વિધાત થશે તેવું જણાય ત્યારે તે પરિમુદ્ધ જેટલો સમય થતાં પોતે નક્કી કરેલ પચ્ચક્ખાણને પારવાની ક્રિયા કરે અને પછી આહાર આદિ માટે જાય. તેની વિધિ આ પ્રમાણે છે.
૯. આહાર વિધિ :
૧. કાળવેળાના (બપોરના) દેવવંદન કરીને પચ્ચક્ખાણ પાર્યા પછી, ગુરુની આજ્ઞા લઈને, ત્રણવાર આવસહિ કહી પૌષધશાળામાંથી નીકળી ઇર્યાસમિતિનું પાલન કરતાં કરતાં જ્યાં વાપરવાનું હોય ત્યાં જવું અને ત્યાં પ્રવેશ કરતાં ‘જયણા મંગળ' બોલવું,
૨. ત્યાં સ્થાપનાચાર્ય સ્થાપી ઇરિયાવહિયં પડિક્કમી સો હાથ ઉપર જવાયું હોય તો ગમણાગમણે કહેવું.
૩. ત્યાર પછી પાટલા, વાસણ, ભૂમિ વગેરેની પ્રતિલેખના તથા પ્રમાર્જના કરવી.
૪. વસ્ત્ર પરિવર્તન કરીને ચરવળો જમણી બાજુએ મૂકી, મુહપત્તિ કેડે રાખી, નવકાર ગણી આહાર કરવો.
સાધકે આહાર માત્ર સંયમને ટકાવવા પૂરતો કરવાનો છે તેથી તેમાં ક્યાંય રાગ-દ્વેષ ન થઈ જાય કે અન્ય કોઈ દોષ ન લાગી જાય તેની ખૂબ કાળજી રાખવી. આહાર કરતાં મૌન જાળવવું, જેથી જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય.
જે ચીજો પીરસી હોય તે માટે યજમાન ‘વાપરો’ કહે પછી જ વાપરવી, સચિત્ત ન વાપરવું, બચકારા ન બોલાવવા, સૂરસૂર કે ચપચપ અવાજ ન કરવો. વાપરતાં
Page #204
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
૧૯૧
દાણા નીચે ન પડે તેનો ખ્યાલ રાખવો. જમતાં ઉતાવળ પણ ન કરવી અને બહુ વાર પણ ન કરવી. જરા પણ એંઠું મૂકવું નહિ, થાળી ધોઈને પાણી પી જવું અને ત્યારબાદ પોતાના રૂમાલથી થાળી આદિને એકદમ કોરા કરી લેવા જેથી તેમાં સંમૂર્છાિમ જીવની ઉત્પત્તિ ન થાય. વાપરી લીધા પછી થાળી લૂછવાના કપડાને પાણીથી કે સોડા આદિ દ્વારા સ્વચ્છ કરવું. ૫. વાપરીને ઊઠતાં તિવિહારનું પચ્ચખાણ કરવું અને નવકાર ગણીને
ઊઠવું. પછી કાજો લઈ પરઠવી પૌષધશાળાએ જવું અને ત્યાં ત્રણવાર નિશીહિ કહી પ્રવેશ કરવો. ૬. આહાર કરીને પૌષધશાળામાં આવ્યા પછી ઇરિયાવહિયં કરી, સો
ડગલાથી ઉપર હોય તો ગમણાગમણે આલોવી, જગચિંતામણિનું
ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. ૭. પાણી પીવું હોય ત્યારે યાચીને લાવેલું અચિત્ત પાણી કટાસણા ઉપર
બેસીને પીવું અને પીધેલું વાસણ લૂછી એકદમ કોરું કરીને મૂકવું. ૧૦. સાંજની પડિલેહણની વિધિ :
બપોરનું વાપરીને આવ્યા પછી પૌષધવ્રતધારી શ્રાવકોએ પ્રમાદનો ત્યાગ કરી સ્વાધ્યાય કરવો જોઈએ. જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, ચોમાશી ચૌદસ આદિ મોટાં પર્વના દિવસો હોય તો દેવ વાંદવા, ત્યારપછી ગુરુમહારાજ સ્થાપનાચાર્યનું પડિલેહણ કરી લે તે પછી નીચે જણાવેલી વિધિ પ્રમાણે સાંજના પડિલેહણ કરવા. ૧. પ્રથમ ખમા આપી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! બહુપડિયુવા
પોરિસી' કહી, ગુરુ ‘તહતિ' કહે ત્યારે એક ખમાસમણ આપી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ?” ગુરુ “પડિક્કમેહ' કહે ત્યારે ‘ઈચ્છે' કહી, ઈરિયાવહી પડિક્કમવા. પછી ખમાસમણ આપી, ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં ?” નો આદેશ માંગી ગુરુ “આલોએહ' કહે પછી ઈચ્છ, કહી
ગમણાગમણે આલોવવા. ૨. પછી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!' પડિલેહણ
કરું ?' એવું ગુરુને પૂછી, ગુરુ ‘પડિલેહ કહે ત્યારે “ઈચ્છે' કહી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પોસહશાલા
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૨
સૂત્ર સંવેદના-૬
પ્રમાજું ?' નો આદેશ માંગી ગુરુ કહે ‘પ્રમાર્જો’ ત્યારે ‘ઈચ્છ’ કહીને ઉપવાસવાળાએ મુહપત્તિ, કટાસણું ને ચરવળો પડિલેહવાં અને વાપર્યું હોય તેણે અને સાંજે પૌષધ લીધો હોય તેમણે કંદોરો, ધોતિયું સહિત પાંચ વાનાં પડિલેહવાં. (બેનોએ પહેલા નીચેના કપડાનું પડિલેહણ કરી નાડું બાંધી ઈરિયાવહી કરી પછી ઉપરના કપડા પડિલેહવા અને પછી ઉપધિ પડિલેહણના આદેશ લેવા) વાપર્યું ન હોય તેવા સાધકે મુહપત્તિ, ચરવલો કટાસણાનું પડિલેહણ કર્યા પછી સીધા ઉપધિ પડિલેહણના આગળના આદેશ માંગવા.
૩. પછી પાંચ વાનાં કરનારે ઈરિયાવહી કરવી અને પછી ખમાસમણ આપી ‘ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી' એવો આદેશ માગી, ગુરુ ‘પડિલેહેહ’ કહે ત્યાંરે વડિલના વસ્ત્રોનું પડિલેહણ કરવું.
૪. પછી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઉપધિ મુહપત્તિ પડિલેહું ?' એમ કહેવું અને ગુરુ ‘પડિલેહેહ’ કહે ત્યારે ‘ઈચ્છું', કહી મુહપત્તિ પડિલેહીને ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ?' નો આદેશ માંગવો; ગુરુ કહે ‘કરેહ' ત્યારે ઈચ્છું, કહી નવકાર ગણીને મન્નહ જિણાણંની સજ્ઝાય પુરુષોએ ઉભડક પગે બેસીને અને બહેનોએ ઊભા ઊભા કહેવી.
૫. પછી વાપર્યું હોય તો વાંદણાં આપીને, ‘ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી' કહી પાણહારનું પચ્ચક્ખાણ કરવું. તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું હોય અને પાણી ન પીધું હોય તો આ વખતે ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરવું. જેણે વાપર્યું ન હોય તેણે વાંદણા આપવાના નથી હોતા તેઓએ સાય કરી ‘ઇચ્છકારી ભગવાન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી' કહી સીધું પચ્ચક્ખાણ કરવું.
૬. પછી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઉપધિ સંદિસાહું ?' કહેવું, ગુરુ જ્યારે ‘સંદિસહ' કહે ત્યારે ‘ઈચ્છું’ કહી ખમાસમણ આપી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઉપધિ પડિલેહું ?” કહેવું અને ગુરુ કહે ‘પડિલેહેહ’ ત્યારે ‘ઈચ્છ’ કહી પ્રથમ કામળી પડિલેહવી પછી બાકીના તમામ વસ્ત્રો ઉભડક પગે બેસી પડિલેહવા ત્યાર પછી
Page #206
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
૧૯૩
દંડાસણ પડિલેહી, ઈરિયાવહી પડિક્કમી, કાજો લઈ, પછી ઇરિયાવહિ કરી
ગમણાગમણે આલોવવા. દેવવંદન કરવા. સાંજે પૌષધ લે તેણે અવશ્ય દહેરાસરમાં ચૈત્યવંદન કરવું. સાંજે ન થાય તો સવારે પૌષધ પારતા પૂર્વે કરવું. ૧૧. રાત્રિ પૌષધધારી માટે માંડલાની વિધિ :
જેમણે સવારે આઠ પ્રહરનો પૌષધ ઉચ્ચર્યો હોય અથવા જેમણે સાંજે રાત્રિ પૌષધ ઉચ્ચર્યો હોય તેમણે સાંજના દેવવંદન કર્યા પછી અને પ્રતિક્રમણ કરતાં પહેલાં કુંડલ (કાનમાં ભરાવવાનું રૂ)ન લીધાં હોય તો લઈને કાને ભરાવી સાચવી રાખવાં તથા દંડાસણ, રાતે ઉપયોગમાં લેવા માટે ચૂનાવાળું અચિત્ત પાણી, ક્રૂડી, પૂંજણી અને જરૂર પડે તેમ હોય તો લોટો વગેરે વસ્તુઓ યાચીને રાખવી. ત્યારપછી ચંડિલ-માતા માટેની ભૂમિઓ જોઈ તે સંબંધી ગુરુને જાણ કરવી, જેને માંડલાની વિધિ કહેવાય છે. તે આ પ્રમાણે છે.
૧. એક ખમાસણ આપી ઈરિયાવહિયંનું પ્રતિક્રમણ કરવું. ૨. ત્યારપછી ખમાસમણ આપી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દિશિ
પ્રમાણું ?” નો આદેશ માંગવો, ગુરુ પ્રમાજ' કહી અનુજ્ઞા આપે ત્યાર પછી ખમાસમણ આપી ભાઈઓ ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સ્પંડિલ પડિલેહું ? (બેનો-સ્પંડિલ શુદ્ધિ કરશુંજી) એવો આદેશ માંગી ગુરુ ‘પડિલેહેહ' કહે ત્યારે ૨૪ માંડલા કરવા (તે સૂત્ર, વિધિ અને ભાવ
માંડલામાં આપેલા છે) ૧૨. દેવસિક પ્રતિક્રમણ :
સાંજે પ્રતિક્રમણ કરતી વખતે સાત લાખ અને અઢાર પાપસ્થાનકને બદલે ગમણાગમણનો પાઠ કહેવો અને કરેમિ ભંતેમાં “જાવ નિયમ” આવે ત્યાં જાવ પોસહં બોલવું. ૧૩. પૌષધ પારવાની વિધિઃ
જેમણે માત્ર દિવસનો પૌષધ કર્યો હોય તેઓએ દેવસિક પ્રતિક્રમણના શાંતિ પછીના લોગસ્સથી પૌષધ પારવાની વિધિ કરવી. તેમાં ૧. સૌ પ્રથમ યાચેલાં દંડાસણ, કૂંડી, પાણી વગેરે સામાયિક વગરના છૂટા
શ્રાવકને ભળાવી દેવાં. પછી ઈરિયાવહિયં કરી, ચઉક્કસાય. નમોડયૂણં,
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સૂત્ર સંવેદના
જાવંતિ, ખમા, જાવંત. નમોડહંત ઉવસગ્ગહરં જયવીયરાય પૂરા કહી
પછી.
૨. પછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્મુહપત્તિ - પડિલેહું?” ગુરુ પડિલેહેહ' કહે પછી “ઇચ્છે” કહી મુહપતિનું પડિલેહણ
કરવું. ૩. પછી, ખમાસમણ આપી ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પોસહ પારું ?'
એમ કહી ગુરુ જ્યારે પુણરવિ કાયવો' (આ પૌષધે ફરી પાછો કરવા જેવો છે) કહે ત્યારે ગુરુવચનનો “યથાશક્તિ' (મારી શક્તિ પ્રમાણે ચોક્કસ આ
આચારનું પાલન કરીશ) એમ કહી, સ્વીકાર કરવો. ૪. આમ છતાં પૌષધમાં રહેવાની શક્તિ ન હોય તો એક ખમાસમણ આપી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્પોસહ પાર્યો' એવું ગુરુને જણાવવું અને
જ્યારે ગુરુ કહે “આયારો ન મોરબો' (આ આચાર છોડવા જેવો નથી) ત્યારે ‘તહત્તિ (આપ કહો છો તે સાચું જ છે) એમ કહી ગુરુવચનનો આદર કરવો. ૫. ત્યારપછી ચરવળા ઉપર હથેળી સ્થાપી એક નવકાર બોલી “સાગરચંદો’
કહેવું ૬. પછી સામાયિક પારવાની વિધિ પ્રમાણે સામાયિક પારવું. ૧૪. સંથારવાની વિધિ :
રાત્રિ પૌષધ કરવાવાળા સાધકે પ્રતિક્રમણ પછી એક પહોર સુધી સ્વાધ્યાય કર્યા પછી સંથારવા (સૂવા) પહેલા સંથારા પોરિસી ભણાવવાની હોય છે. તેની વિધિ, ભાવ, હેતુઓ વગેરે સંથારાપોરિસ સૂત્રમાંથી જાણી લેવા.
ત્યાર પછી દંડાસણથી સંથારવાની જગ્યા પૂંજી ઊનનું સંથારિયું પાથરી તેના ઉપર સૂતરનો ઉત્તરપટ્ટો પાથરવો, મુહપત્તિ કેડે ભરાવી કાનમાં રૂ ભરાવવું જેથી કાનમાં કોઈ જીવ-જંતુ પેસી ન જાય અને તેની વિરાધના ન થાય. ત્યારપછી ડાબે પડખે હાથનું ઓશીકું કરીને બની શકે તો અંગ સંકોચીને સંથારવું, અંધારામાં
ક્યાંય પણ ચાલવું હોય તો દંડાસણથી પૂંજીને જ ચાલવું માત્ર ઉજેહીવાળા માર્ગમાં દંડાસણનો ઉપયોગ ન કરવો. ૧૫. પ્રાતઃ ક્રિયા:
સંથાર્યા પછી સવારે બ્રહ્મમુહુર્તમાં નવકારના સ્મરણપૂર્વક જાગવું. હું કોણ છું વગેરે ચિંતવવું માતરાની બાધા ટાળી રાઈ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ પછી સવારના પડિલેહણની વિધિ પ્રમાણે પડિલેહણ કરી, કાજો લઈ, તેને વોસિરાવી,
Page #208
--------------------------------------------------------------------------
________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
દેવવંદન સજ્ઝાય કરી, યાચેલી વસ્તુઓ છૂટા શ્રાવકને ભળાવી, પૌષધ પારવાની વિધિ પ્રમાણે પૌષધ પારવો.
૧૬. પૌષધમાં આલોચના ક્યારે આવે :
(૧) એકાસણું કે આયંબિલ કરીને ઉઠ્યા પછી ઉલટી થાય તો.
(૨) અન્ન એઠું મૂકવામાં આવે, થાળી ધોઈને ન પીવાય અથવા લૂછવામાં ન આવે તો.
(૩) નિષિદ્ધ આહાર (સચિત્ત, લીલોતરી વગેરે)નું ભક્ષણ થાય તો. ભોજન સમયે વસ્તુ બનાવડાવે અથવા ગરમ કરાવે તો.
(૪) પચ્ચક્ખાણ પારવું ભૂલી જવાય તો.
(૫) ભોજન કર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય તો. (૬) દહેરાસર જવું ભૂલી જવાય તો.
૧૯૫
(૭) દેવ વાંદવા ભૂલી જવાય તો. (૮) રાત્રે વડીનીતિ કરવા જવું પડે તો.
(૯) રાત્રે સંથારાપોરિસિ ભણાવ્યા સિવાય સૂઈ જાય, અને પોરિસિ ભણાવવાની રહી જાય તો.
(૧૦) મુહપત્તિ ભૂલી જાય ને સો ડગલાં ઉપર બહાર જાય તો.
(૧૧) મુહપત્તિ કે કટાસણું ખોઈ નાંખે તો.
(૧૨) માખી, માંકડ, જુ વિગેરે જીવોનો પોતાના હાથે ઘાત થાય તો.
(૧૩) પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તો.
(૧૪) મુહપત્તિ કે ચરવળાની આડ પડે તો.
(૧૫) મોઢામાંથી દાણો નીકળે તો.
(૧૬) રાત્રે કાનમાં કુંડળ નાખવું રહી જાય તો અને નાંખેલું કુંડલ ખોવાય જાય તો.
(૧૭) નવકારવાળી ગણતાં પડી જાય તો.
(૧૮) સ્થાપનાજી પડી જાય તો.
(૧૯) પુરૂષનો સ્ત્રીને અને સ્ત્રીનો પુરૂષને સંઘટ્ટો થાય તો.
(૨૦) કાનમાંથી જીવનું કલેવર નીકળે તો.
(૨૧) પડિલેહણ કરતાં બોલે તો.
(૨૨) નવકારવાળી ગણતાં બોલે તો. (૨૩) એંઠે મોઢે બોલે તો.
(૨૪) તિર્યંચનો સંઘટ્ટો થાય તો.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૬
સૂત્ર સંવેદના-૬
(૨૫) એકેન્દ્રિય (સચિત્ત વનસ્પતિ, અનાજ, દાણા)નો સંઘટ્ટો થાય તો. (૨૬) દિવસે નિદ્રા લે તો. (૨૭) દીવાની, ઈલેક્ટ્રીક કે વીજળી આદિની ઉજેહિ (પ્રકાશ) લાગે તો. (૨૮) કામળી કાળમાં કાળી ઓડ્યા વગર અગાસી કે ખુલ્લી જગ્યામાં જાય તો. (૨૯) વર્ષાદિકના છાંટા લાગે તો. (૩૦) વાડામાં સ્વડિલ (વડીનીતિ) જાય તો. (૩૧) બેઠા બેઠા પડિક્કમણું કરે તો. (૩૨) બેઠા બેઠા ખમાસમણ દે તો. (૩૩) ઉઘાડે મુખે બોલે તો.
અન્ય વિગતો ગુરુગમથી સમજવી.
આ ઉપરાંત પૌષધ અને તેમાં લાગતાં અતિચારો સંબંધી વિશેષ જાણકારી માટે સૂત્ર સંવેદના-૪માંથી વંદિતુ સૂત્રની ગાથા-૨૯નું વિવેચન ખાસ વાંચવું.
ઉપરોક્ત આલોચના સ્થાનો સંબંધી સાવચેતી રાખવા ઉપરાંત પૌષધ કરનારે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું : • ૧૦૦ ડગલા બહારથી આવીને કે જીંડલ-માનું પરઠવીને આવીને
અવશ્ય ઇરિ ગમણા કરવા. • ચાતુર્માસમાં બપોરે કાળવેળાનો કાજો લેવો.
મુહપત્તિનો બોલવા સમયે ઉપયોગ રાખવો. • ચાલતાં ચાલતાં વાતો ન કરવી • સૂવામાં સંથારા ઉત્તરપટ્ટાથી વધુ ન વાપરવું. વાપર્યું હોય તો આલોચના
લેવી રાત્રે કુંડલ અવશ્ય નાંખવા.
નાંખવા ભૂલાઈ જાય અથવા ખોવાઈ જાય તો આલોચના લેવી. • દેવવંદન પ્રતિદિન ચાર કરવા.
જિનાલયનું દેવવંદન અલગથી કરવાથી ચારે દેવવંદન થાય. પીવાનું પાણી વસ્તુત: યાચીને જાતે લાવવું લાવતા પૂર્વે માટલા-ગ્લાસ વગેરે તમામનું પડિલેહણ કરવું. શક્યત: પૌષધ દરમ્યાન એક પણ કાર્ય અવિરતિવાળા પાસે ન કરાવવા. પૌષધના અઢાર દોષ (પાના નં. ૧૭૮-૧૭૯ પરથી) અને સામાયિકના બત્રીશ દોષ (સૂત્ર સંવેદના-૧ માંથી) સમજી લેવા.
Page #210
--------------------------------------------------------------------------
________________
વિભાગ – ૩ પચ્ચખાણના સૂત્રો
ક્રમ
વિગત
પાના નં.
૨૦૩
૧. પચ્ચકખાણ લેવાના સૂત્રો ૨. પચ્ચખાણ પારવાના સૂત્રો
૨:૧
Page #211
--------------------------------------------------------------------------
Page #212
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણનાં સૂત્રો
સૂત્ર પરિચય :
પ્રત્યેક સાધકનું એક જ લક્ષ્ય હોય છે – સ્વભાવમાં રહેવું અને તેના આનંદને માણવો. અણાહારી ભાવ તે આત્માનો સ્વભાવ છે અને આહાર કરવો તે આત્માનો વિભાવ છે. આમ છતાં જ્યાં સુધી સાધક સ્વભાવસ્થ થતો નથી ત્યાં સુધી મોક્ષ સાધનામાં સહાયક શરીરને ટકાવવા માટે તેને આહાર-પાણી વગેરેની જરૂર પડે છે. જરૂરી એવા પણ આહારાદિને લેતા સાધક જો સાવધાન ન રહે તો અનાદિકાલીને આહારસંજ્ઞા પુષ્ટ થાય છે અને પુષ્ટ થયેલી તે સંજ્ઞા ભવોભવ સુધી હદ વિનાની હોનારત સર્જે છે. તેથી દરેક સાધકે આહારસંજ્ઞાને તોડવા યથાશક્તિ પચ્ચકખાણ કરવું જોઈએ.
આહારાદિના ત્યાગની પ્રતિજ્ઞા કરવી તેનું નામ “પચ્ચકખાણ'; તેમાં માત્ર દ્રવ્યથી આહારાદિનો ત્યાગ કરવો તે દ્રવ્ય પચ્ચકખાણ છે અને દ્રવ્યથી જેનો ત્યાગ કર્યો હોય તે આહારાદિ પ્રત્યેની આસક્તિ તોડવી તે અથવા થતી આસક્તિને તોડવાનો યત્ન કરવો તે ભાવ પચ્ચખાણ છે.
પચ્ચકખાણ દ્વારા ફરી ફરી આહારના જ વિચારોમાં અટવાતાં મનને નિયંત્રણમાં લઈને આહાર પ્રત્યેની આસક્તિને તોડવા યત્ન કરાય છે. તે યત્નથી આહારસંજ્ઞાના અનાદિકાલીન સંસ્કારો નબળા પડે છે અને તત્કૃત આશ્રવ (કર્મનું આવવું) અટકે છે. આથી જ શાસ્ત્રોમાં પચ્ચખાણને વ્રત, નિયમ, અભિગ્રહ, વિરમણ, વિરતિ વગેરે ઉપરાંત સંવરભાવ, આશ્રયદ્વારનો નિરોધ, નિવૃત્તિ વગેરે શબ્દોથી પણ ઓળખાવવામાં આવે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦
સૂત્ર સંવેદના-૬
આહાર પ્રત્યેની આસક્તિ તોડવાના શુભ સંકલ્પપૂર્વક કરેલું નાનું પણ પચ્ચક્ખાણ વીરા સાળવી વગેરેની જેમ સુંદર ફળ આપે છે. વીરા સાળવીએ એક વાર પ્રભુ નેમિનાથની દેશના સાંભળી, દેશના સાંભળતાં જ તેમને આહારસંજ્ઞા ખટકી; પરંતુ આહારાદિ તો શું; તેઓને લાગ્યું કે મદિરા જેવી તુચ્છ વસ્તુ પણ છોડવાનું પોતાનું સામર્થ્ય નથી; એટલે છેલ્લે તેઓએ માત્ર એટલું પચ્ચક્ખાણ કર્યું કે, કપડાના છેડે વાળેલી ગાંઠ છોડું નહિ ત્યાં સુધી મારે મદિરા પીવી નહિ. મરણાંત ઉપસર્ગો વચ્ચે પણ વીરા સાળવીએ આ સાંકેતિક પચ્ચક્ખાણનું મક્કમતાથી પાલન કર્યું. ફળસ્વરૂપે તેઓ સ્વર્ગની સમૃદ્ધિ પામ્યા અને પરંપરાએ સિદ્ધિગતિને પામશે.
આવું અદ્ભુત ફળ આહા૨સંજ્ઞાને તોડવાના શુભ ભાવપૂર્વક કરેલ નાના પણ પચ્ચક્ખાણથી મળે; પરંતુ આવા શુભ ભાવ વિના માત્ર કુલાચારથી, લોકસંજ્ઞાથી કે ગતાનુગતિકપણે લાંબું વિચાર્યા વિના જેઓ પચ્ચક્ખાણ કરે છે; તેઓને કોઈ મોટો લાભ થઈ શકતો નથી. આથી જ,શાસ્ત્રમાં વર્ણવ્યું છે કે, તામલી તાપસના ૬૦,૦૦૦ વર્ષના તપ કરતાં પણ સમ્યગ્દષ્ટિનું નવકારશીનું પચ્ચક્ખાણ ચઢી જાય. કારણ કે, સમ્યગ્દર્શનને વરેલા મહાત્મામાં કે સમ્યગ્દર્શનની નજીકના ભાવમાં રહેલા મહાત્મામાં જ આહાર પ્રત્યેની આસક્તિ તોડવાના શુભભાવની સંભાવના છે.
ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા જીવો આવું પચ્ચક્ખાણ તો નથી કરતાં; પરંતુ તે અંગે અનેક કુતર્કો કરે છે કે, પ્રતિજ્ઞા તો મનોમન એક નિશ્ચય કરવાથી પણ થઈ શકે, તે માટે ગુર્વાદ પાસે જઈ આવા શબ્દો બોલી પ્રતિજ્ઞા લેવાની શું જરૂ૨ છે? વળી, પચ્ચક્ખાણ કર્યા બાદ ભાંગી જાય તો પાપ લાગે એના કરતાં નિયમ વિના ત્યાગ કરવાથી પુણ્યબંધ તો થવાનો જ છે; તો પછી પચ્ચક્ખાણનો આગ્રહ શા માટે રાખવો ? ભરતચક્રવર્તી, મરુદેવા માતા વગેરે કેટલા ય જીવો કોઈપણ પ્રકારના પચ્ચક્ખાણ વિના જ મોક્ષમાં ગયા છે તો પચ્ચક્ખાણ ક૨વાની શું જરૂર છે ?... આવા આવા અનેક કુતર્કો કરનારે કે સાંભળનારે વિચારવું જોઈએ કે, માનવીનું મન ખૂબ ઢીલું છે. વળી, અનાદિકાળના સંસ્કારો પણ એવા છે કે નિમિત્ત મળતાં મનને નબળું પાડી દે. નિયમ ન કર્યો હોય અને કોઈ ખાવા-પીવા સંબંધી આગ્રહ કરે તો મન ચલ-વિચલ થઈ જાય છે અને ક્યારેક તો અકરણીય થઈ જાય છે - અભક્ષ્ય આદિ ખવાઈ પણ જાય છે. આવું ન થાય તે માટે અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ અને પોતાનો આત્મા: આ પાંચની સાક્ષીએ અથવા ઉપલક્ષણથી ગુરુ, વડીલ કે સાધર્મિક આદિની સાક્ષીએ પચ્ચક્ખાણ કરવું જોઈએ. આવું કરવાથી
Page #214
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણનાં સૂત્રો
ક્યારેક નિમિત્તોની અસર થતાં મન નબળું પડ્યું હોય તો પણ લોક-લાજે મક્કમ થવાય છે. વળી, વ્રતપાલનમાં જેઓ અડગ છે, તેવા મહાપુરુષોના મુખે પ્રતિજ્ઞા કરવાથી તપાલન માટેનું વીર્ય ઉલ્લસિત થાય છે.
૨૦૧
ઉપરાંત યાદ રાખવું જોઈએ કે, જે ક્ષણે કોઈપણ અનુચિત કાર્યથી અટકવાના શુભ સંકલ્પથી પચ્ચક્ખાણ ક૨ાય છે, તે જ ક્ષણથી આત્મામાં શુભ ભાવનો સ્રોત ચાલુ થઈ જાય છે અને આ શુભભાવથી પચ્ચક્ખાણ ક૨ના૨ને સતત શુભકર્મનોપુણ્યકર્મનો બંધ ચાલુ રહે છે; પરંતુ પચ્ચક્ખાણ ન કરનાર તો આવા પુણ્યબંધથી વંચિત જ રહે છે. વળી, પચ્ચક્ખાણ ભાંગી જશે તો એવા ડરથી જેઓ પચ્ચક્ખાણ કરતાં ખચકાય છે તેઓને શાસ્ત્રકાર કહે છે કે, પચ્ચક્ખાણ કરીને તેને પાળવાની ભાવના હોવા છતાં ક્યારેક અજાણતા પચ્ચક્ખાણ ભાંગી જાય, તો એવું પાપ નથી બંધાતું કે જેવું પાપ પચ્ચક્ખાણ ન કરનાર સતત બાંધ્યા કરે છે.1
ભરતમહારાજા અને મરુદેવા માતા પચ્ચક્ખાણ વિના મોક્ષમાં ગયા તે વાત સાચી છે; પરંતુ ભરતમહારાજાએ છેલ્લા ભવમાં જ પચ્ચક્ખાણ આદિ ક્રિયાઓ . નહોતી કરી, પણ તે પૂર્વના ભવમાં તો તેઓશ્રીએ વારંવાર પચ્ચકૂખાણ કરી ઘોર તપ કર્યો હતો. માતા મરુદેધાને ચોક્કસ ક્યારેય પચ્ચક્ખાણ આદિ વિરતિની ક્રિયાઓનો આશ્રય લીધા વિના કેવળજ્ઞાનૃ થયું હતું પરંતુ તે એક અચ્છેરું હતું. એટલે કે પચ્ચક્ખાણ વિના કોઈ મોક્ષે પહોંચી જાય તે જવલ્લે જ બને છે.
જ્યારે વ્રત-નિયમનું પાલન કરી મોક્ષમાં ગયાના દાખલા ઘણા જોવા મળે છે. માટે નબળા મનના માનવીઓને તો પચ્ચક્ખાણ લઈ તેનું પાલન કરવું તે જ હિતાવહ છે.
પચ્ચક્ખાણને સંપૂર્ણ રીતે સમજવા તેના અર્થ સાથે તેના પ્રકારો, તેની વિધિ,
1 ...મવિહિયા વમત્રં, અસૂચવવાં મળતિ સવ્વરૢ ।
પાયચ્છિન્ન ખન્ના, અદ્ ગુરુછ્યું ! હુબં ।। (નીવાનુશાસને-૬) યોગવિંશિકા ગાથા-૧૫ વૃત્તૌ ‘અવિધિથી ક૨વા કરતાં ન કરવું સારું’ (‘પચ્ચક્ખાણમાં દોષ લગાડવા કરતાં પચ્ચક્ખાણ ન કરવું સારું’) - એવા વચનને સર્વજ્ઞ પ્રભુ ઉત્સૂત્ર કહે છે. કારણ કે, નહિ કરનારને મોટું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, જ્યારે (અવિધિથી પણ) કરનારને નાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. 2 પંચવસ્તુ ગાતા ૯૨૪ થી ૯૨૯
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૨
સૂત્ર સંવેદના-૬
તેના ભાંગા, તેની શુદ્ધિ, તેમાં આવતા આગારો, તેના ફળ વગેરેનો પણ બોધ પ્રાપ્ત કરવો જોઈએ.3
શાસ્ત્રમાં પચ્ચક્ખાણના દસ પ્રકારો બતાવ્યા છે. તેમાં જે અદ્ધા પચ્ચક્ખાણ છે તે કાળ સાથે સંકળાયેલ છે. આ પચ્ચક્ખાણ નિત્ય ઉપયોગી હોવાથી અહીં માત્ર તેની જ ચર્ચા છે. અા પચ્ચક્ખાણોમાં કેટલાક પચ્ચક્ખાણ વિગઈ ત્યાગ સાથે સંકળાયેલા છે; જેમ કે નિવિ આદિનું પચ્ચક્ખાણ. તો વળી, કેટલાક પચ્ચક્ખાણ દિવસમાં અમુકવાર જ આહાર લેવા સંબંધી હોય છે. આમ, સંજ્ઞાને તોડવાના વિધ વિધ ઉપાયોરૂપે શાસ્ત્રમાં વિધ વિધ પચ્ચક્ખાણો દર્શાવ્યા છે.
નાનામાં નાના પચ્ચક્ખાણનું ફળ અપરંપાર છે. વંકચૂલ, ધમ્મિલ આદિ શાસ્ત્રોક્ત ઘણા દૃષ્ટાંતો તેનાં સાક્ષી છે; પરંતુ યાદ રાખવું કે પચ્ચક્ખાણ સફળ ત્યારે જ થાય કે જ્યારે તે પચ્ચક્ખાણભાષ્ય આદિ ગ્રંથોમાં જણાવેલી પચ્ચક્ખાણની છ પ્રકારની શુદ્ધિઓ જાળવીને ભાવપૂર્વક કરાયું હોય.
તે શુદ્ધિઓ આ પ્રકારે છે :
૧. જ્ઞાનશુદ્ધિ
૨. શ્રદ્ધાશુદ્ધિ
૩. વિનયશુદ્ધિ
પચ્ચક્ખાણ કરનારને તે સંબંધી જ્ઞાન હોવું જોઈએ. ‘મારા પ૨માત્માએ બતાવેલું આ પચ્ચક્ખાણ મારા આત્મકલ્યાણનું સાધન છે' - તેવી શ્રદ્ધા હોવી જોઈએ.
· ગુરુભગવંતને વંદન કરી, બે હાથ જોડી, નતમસ્તકે ઊભા રહી, ગુરુભગવંતની આજ્ઞા માંગી, વિનયપૂર્વક પચ્ચક્ખાણ ક૨વું જોઈએ.
૪. અનુભાષણશુદ્ધિ - ગુરુભગવંત જ્યારે પચ્ચક્ખાણ આપે ત્યારે પોતે પણ ઉપયોગપૂર્વક મંદસ્વરે સાથે સાથે પચ્ચક્ખાણમાં આવતા શબ્દો ઉચ્ચારવા જોઈએ. અથવા ગુરુ જ્યારે પચ્ચક્ખાઈ' કહે ત્યારે
3. આ સર્વ વિગતોને વિસ્તારથી સમજવા માટે પચ્ચક્ખાણ ભાષ્યનો ગુરુગમથી-અભ્યાસ કરવો જોઈએ.
4. અનાગત, અતિક્રાન્ત, કોટિસહિત, નિયત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરિણામ કૃત, સંકેત, ૧૦અદ્ધા
Page #216
--------------------------------------------------------------------------
________________
૫. અનુપાલનશુદ્ધિ
૬. ભાવશુદ્ધિ
પચ્ચક્ખાણનાં સૂત્રો
‘પચ્ચક્ખામિ' અને ‘વોસિરઈ' કહે ત્યારે ‘વોસિરામિ’ કહેવું જોઈએ.
૨૦૩
આપત્તિના સમયમાં પણ પચ્ચક્ખાણને સ્થિર ચિત્તે પાળવું જોઈએ
એક માત્ર કર્મનિર્જરાના હેતુથી પચ્ચક્ખાણ કરવું જોઈએ, પણ રાગ, દ્વેષાદિ, કષાયને આધીન થઈ કે માન-સન્માન કે પ્રભાવના આદિ રૂપ આલોકની ઇચ્છાથી તથા સ્વર્ગની પ્રાપ્તિ થાય તે રૂપ પરલોકની ઇચ્છાથી ન ક૨વું જોઈએ.
-
આવતાં કર્મોને અટકાવવા એટલે કે આશ્રવ દ્વારોનો રોધ કરવો એ પચ્ચક્ખાણનું સર્વવિદિત ફળ છે. આ ઉપરાંત પચ્ચક્રૃખાણ કરવાથી ત્યાગવૃત્તિ ખીલે છે અને ભોગવૃત્તિનો - અનાદિકાળથી ચિત્તમાં પ્રવર્તતી તૃષ્ણાનો છેદ થાય છે. ઉપશમ પ્રગટે છે. ચારિત્રધર્મ વિકસે છે. જૂના કર્મનો નાશ થાય છે અને પરંપરાએ અપૂર્વકરણ આદિ દ્વારા જીવ છેક કેવળજ્ઞાન પામી, મોક્ષના મહાન આનંદને માણે છે.
આ પચ્ચક્ખાણના સૂત્રો પર શ્રી ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ રચી છે અને તેના ઉ૫૨ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ચૂર્ણિ પણ રચી છે. શ્રી દેવેન્દ્રસૂરિ દ્વારા લખાયેલ પચ્ચક્ખાણભાષ્ય, શ્રી સોમસુંદરસૂરિ રચિત અવસૂરિ અને શ્રી જ્ઞાનવિમલસૂરિ રચિત ટીકા આ વિષયની ઘણી સમજ આપે છે. પચ્ચક્ખાણ સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ગુરુગમથી આ સર્વનો અભ્યાસ કરવો જોઈએ.
મૂળ સૂત્ર :
5. પોતે કરે તો પદ્મવસ્વામિ બોલવું. એમ સર્વત્ર જાણવું. 6. પોતે કરે તો વોસિરામિ બોલવું. એમ સર્વત્ર જાણવું.
१ - नमुक्कारसहिअं मुट्ठिसहिअं
उग्गए सूरे, नमुक्कारसहिअं मुट्ठिसहिअं पचक्खाई / परचक्खामि चडव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, अनत्यणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं' वोसिरई/वोसिरामि ।।
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સંસ્કૃત છાયા
સૂત્ર સંવેદના-૬
१ - नमस्कारसहितं मुष्टिसहितम्
उगते सूर्य नमस्कारसहितं मुष्टिसहितं प्रत्याख्याति / प्रत्याख्यामि । चतुर्विधम् अपि આહારમ્-મશનં, પાન, સ્વામિ (વાઘ), સ્વામિ (સ્વાદ્યમ્) અન્યત્ર અનામોમેન सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि ।
શબ્દાર્થ :
(૧) નવકારસહિત મૂઠીસહિત
સૂર્યોદયથી બે ઘડી સુધી ‘નમસ્કારસહિત મૂઠીસહિત’ પચ્ચક્ખાણ કરે છે. (હું પચ્ચક્ખાણ કરું છું.) (તે માટે સૂર્યોદયથી બે ઘડીનો સમય પસાર થયા પછી જ્યાં સુધી હું નવકાર ગણી, મૂઠીવાળી છોડું નહિ ત્યાં સુધી) અશન-પાન-ખાદિમસ્વાદિમ એ ચાર પ્રકારના આહારનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર, (૪) સર્વસમાધિપ્રત્યયાકાર એ આગારો (છૂટ) રાખી ત્યાગ કરે છે (હું ત્યાગ કરું છું).
વિશેષાર્થ :
૩૫ સૂરે નમુવારસહિયં-મુદ્ધિસદ્દિગં - સૂર્યોદયથી બે ઘડી સુધી મૂઠીવાળીને નવકાર ગણીને પચ્ચક્ખાણ ન પારું ત્યાં સુધી
સાધુની જેમ શ્રાવકને મોટા ભાગે રાત્રિભોજનનો ત્યાગ હોય છે. રાત્રિ પૂર્ણ થતાં, તેની એ પ્રતિજ્ઞા પણ પૂર્ણ થાય છે અને તેને ફરી આહાર કરવાની છૂટ થાય છે. આહા૨સંજ્ઞા તેને આહા૨ ક૨વા પ્રેરે છે. આમ છતાં તે સમજે છે કે મારો સ્વભાવ તો અણાહારી છે; પણ હું કર્મના ઉદયથી શરીર સાથે સંકળાયેલો છું. શરીર આહાર વિના ટકે તેમ નથી, અને આ શરીર વિના મોક્ષની સાધના શક્ય નથી, તેથી શરીરને ટકાવવા પૂરતાં આહાર-પાણી આપવા જરૂરી છે; પરંતુ આહાર-પાણી લેતાં તેની મમતા ન નડી જાય કે તેની આસક્તિ અતિશયિત ન થઈ જાય તે માટે આહાર આદિમાં વિવિધ નિયંત્રણો કરવા પણ અતિ જરૂરી છે. આવી સમજણપૂર્વક શ્રાવક યથાશક્તિ આયંબિલ આદિ પચ્ચક્ખાણ કરવા વિચારે છે. તેવી શક્તિ ન હોય તો જેટલા સમય સુધી આહાર વિના ચાલે એવું હોય તેટલા
Page #218
--------------------------------------------------------------------------
________________
પચ્ચખ્ખાણનાં સૂત્રો
૨૦૫
સમય સુધી આહારના વિકલ્પોથી મુક્ત રહેવા તે સૂર્યોદયથી ૨ પ્રહર, ૧/, પ્રહર ઇત્યાદિ સુધી આહાર ન લેવો તેવી પ્રતિજ્ઞા કરે છે. એવી પણ શરીરની શક્તિ ન હોય તો છેલ્લે “સૂર્યોદય પછી બે ઘડી સુધી મારે આહાર-પાણી ન લેવા' - તેવું પચ્ચક્ખાણ કરે છે. જેને નવકારશીનું પચ્ચખાણ કહેવાય છે. નવકારશીનું પચ્ચખાણ અદ્ધા એટલે કાળ સાથે સંકળાયેલું પચ્ચખાણ કહેવાય છે. તે મુદિસહિએ આદિ સંકેત પચ્ચક્માણ સાથે કરવામાં આવે છે. તેમાં પચ્ચક્ખાણનો સમય પૂર્ણ થાય ત્યારે એક આસને બેસી મૂઠી વાળી ત્રણ નવકાર ગણી તેને પાળવામાં આવે છે. પરવાફ /પષ્યામિ પચ્ચકખાણ કરે છે / હું પચ્ચકખાણ કરું છું. આત્માનું જેનાથી અહિત થાય તેવા અનિષ્ટ કાર્યોનો અરિહંતાદિની સાક્ષીએ જે નિષેધ કરાય છે અર્થાત આ કાર્ય હું નહિ કરું તેવો જે સંકલ્પ કરાય છે, તેને પચ્ચકખાણ કહેવાય છે.
પચ્ચક્કાણ કરવું એટલે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવી; તે સંસ્કૃત પ્રત્યાધ્યાન શબ્દનું પ્રાકૃતસ્વરૂપ છે. તેનો અર્થ કરતાં શાસ્ત્રમાં જણાવ્યું છે કે, • મન-વચન-કાયા વડે કંઈ પણ અનિષ્ટનો જેનાથી પ્રતિષેધ થાય છે તે
પ્રત્યાખ્યાન છે. • કોઈપણ વસ્તુનું પ્રતિકૂલ ભાવથી મર્યાદાપૂર્વક કથન કરવું તે પ્રત્યાખ્યાન. • પ્રતિષેધનું આખ્યાન (કથન) કરવું તે પ્રત્યાખ્યાન. • અવિરતિને પ્રતિકૂળ અને વિરતિભાવને અનુકૂળ એવું કથન તે પ્રત્યાખ્યાન છે.
ટૂંકમાં અવિરતિના ભાવથી અટકીને વિરતિભાવને સન્મુખ થવાનો યત્ન તે પચ્ચખાણ છે.
ત્રિદ જિ મારા મvi પાપ શારૂ સારૂ - અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારને
7. પ્રત્યાહ્યાન : પ્રતિ + મા + ધ્યાન, પ્રતિ અને મા ઉપસર્ગ પૂર્વકનો ‘હ્ય' ધાતુ છે. ધ્યા
ધાતુનો અર્થ કથન કરવું થાય છે. તેથી પ્રત્યાખ્યાન એટલે મર્યાદાપૂર્વક પ્રતિકૂળપણે કથન કરવું એવો થાય છે. અર્થાત્ આત્માનું અહિત કરનારા કાર્યોનો વચનપ્રયોગ દ્વારા ત્યાગ કરવો તેનું નામ પચ્ચક્માણ'
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સૂત્ર સંવેદના-૬
ભૂખની આગને શમાવે તેને આહાર કહેવાય છે. શાસ્ત્રકારોએ તેના ચાર ભેદો
દર્શાવ્યા છે.
૧. અશન
-
ક્ષુધાનું શમન કરે તેવા ભાત, કઠોળ, રોટલા, રોટલી, પૂરી, શાક, દૂધ દહીં, ઘી આદિ પદાર્થો અશન કહેવાય છે.
૨. પાનક
કૂવા, તળાવ વગેરેના પાણી, છાશની આશ, જવ-ચોખા આદિનું ધોવન આદિ પીવા યોગ્ય પાણીને પાન કહેવાય છે.
૩. ખાદિમ - ભૂંજેલાં ધાન્યો, પૌંઆ, શેરડીનો રસ, કેરી, કેળા આદિ
ફળો, ચારોળી, બદામ, દ્રાક્ષ વગેરે સૂકો મેવો વગેરે કે જે ખાવાથી ભૂખ પૂર્ણ શાંત ન થાય તોપણ કાંઈક સંતોષ થાય તેવી વસ્તુઓ ખાદિમમાં ગણાય છે.
૪. સ્વાદિમ - સૂંઠ, મરી, જીરું, જાયફળ, જાવંત્રી, સોપારી, હિંગાષ્ટક જેવી સ્વાદ લેવા યોગ્ય વસ્તુઓને સ્વાદિમ કહેવાય છે.
अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिવત્તિયારેનં વોસિરફ / વોસિરામિ - અનાભોગથી, સહસાત્કારથી, મહત્તરાકારથી અને સર્વસમાધિનું કારણ આવી પડવાથી (કાંઈ ખવાઈ જાય કે ખાવું પડે તો તેની છૂટ રાખી ચારે પ્રકારના આહારનો) ત્યાગ કરે છે/હું ત્યાગ કરું છું.
સ્વીકારેલા પચ્ચક્ખાણનું અખંડ રીતે પાલન થઈ શકે, તે માટે શાસ્ત્રમાં પ્રતિજ્ઞા લેતાં પૂર્વે અમુક છૂટ રાખવાનું વિધાન કરેલ છે. જેને શાસ્ત્રીય ભાષામાં આગાર કહેવાય છે. ભાષ્ય આદિ ગ્રંથોમાં આવા કુલ ૨૨ આગારોનો ઉલ્લેખ છે. તેમાં નવકારશીના પચ્ચક્રૃખાણના બે આગાર તથા મુક્રિસહિઅં પચ્ચક્ખાણના તે બે 8. પ્રાણોને ઉપકાર કરે તે પાન અથવા પીયતે રૂતિ પાન જે પીવાય તે પાન
૭. ૨૨ આગારોના નામ નીચે પ્રમાણે છે. તે દરેકની સમજણ જે તે પચ્ચક્ખાણ સાથે છે. (૧) અન્નત્થણાભોગેણં, (૨) સહસાગારેણં, (૩) મહત્તરાગારેણં, (૪) સવ્વસમાહિવત્તિયાગારેણં, (૫) પચ્છન્નકાલેણં, (૬) દિસામોહેણં, (૭) સાહુવયણેણં, (૮) લેવાલેવેણં, (૯) ગિહત્થસંસટ્ટેણં, (૧૦) ઉક્તિત્તવિવેગેણં, (૧૧) પડુચ્ચમક્ખિએણં, (૧૨) પારિઢાવણિયાગારેણં, (૧૩) સાગારિયાગારેણં, (૧૪) આઉટણપસારેણં, (૧૫) ગુરુઅબ્દુઢ્ઢાણેણં, (૧૬) ચોલપટ્ટાગારેણં, (૧૭) લેવેણ વા, (૧૮) અલેવેણ વા, (૧૯) અચ્છેણ વા, (૨૦) બહુલેવેણ વા, (૨૧) સસિત્થેણ વા, (૨૨) અસિત્થેણ વા.
Page #220
--------------------------------------------------------------------------
________________
પચ્ચખ્ખાણનાં સૂત્રો
૨૦૭
મી
કેટલા|
*
*
ઉપરાંત અન્ય બે આગાર હોય છે. તેથી આ પચ્ચક્ખાણમાં કુલ ૪ આગારો10 છે. અન્નત્થ/અન્યત્ર = નીચે દર્શાવેલ ૪ આગારો સિવાય મારે પચ્ચકખાણ છે.
૧. અનાભોગેણં - આભોગ એટલે વિચાર અને અનાભોગ એટલે વિચાર્યા વગર એટલે અત્યંત વિસ્મૃતિ થવી, ભૂલી જવું, “મારે આ પચ્ચખાણ છે' - તેવું મતિદોષથી કે ભ્રમથી ભૂલાઈ જવાના કારણે ત્યાગ કરેલી વસ્તુ મોઢામાં મૂકાઈ જાય, ખવાઈ જાય તો આ આગારના કારણે પચ્ચખાણનો ભંગ થતો નથી. પરંતુ યાદ આવતાં પુનઃ તેનો ત્યાગ કરવો અતિ જરૂરી છે. “એકવાર ભૂલ થઈ માટે પચ્ચકખાણ ભાંગ્યું છે એવું માની વારંવાર આહાર લેવાય તો તો પચ્ચક્ખાણ ભાંગ્યું જ ગણાય. 10. કયા પચ્ચક્ઝાણમાં કયા આગારો આવશે તેની નોંધ નીચે પ્રમાણે છે :
આગાર યંત્ર , પચ્ચકખાણ
ક્યા આગામાં
આગાર | ૧ નવકારશી,
૨ અન્ન સહ૦ ( ૨ પોરિસી
અન્ન સહ પચ્છન્ન દિસાઇ સાહુ સવ્ય ૩ સાઢપોરિસી
૬ પૂર્વર્વત્ કા | ૪પુરિમ
૭ પૂર્વવત્ ક+મહત્તરાગારેણ ૫ અવટું
૭ પૂર્વવતું ક+મહત્તરાગારેણં ૬ એકાસણ.
અન્ન સહ૦ સાગારિ, આઉટગુરુ પારિઢા મહ૦ સબo|
” ” ” | ૮ એકલઠાણું
આઉટ વિના એકાશનની જેમ ૯ વિગઈ
અન્ન સહ લેવા. ગિહત્ય, ઉષ્મિત્ત, પડુચ્ચા પારિઢા
મહ૦ સવ ૧૦નીવિ
વિગઈની જેમ ૧૧ આયંબિલ
પડુચ્ચો વિના વિગઈની જેમ ૧૨ ઉપવાસ
અન્ન સહ પારિઢા મહ૦ સવ ૧૩ પાણસ્મા | ૬ લવે, અલવે અચ્છે બહુલે સસિન્થ અસિલ્ય. ૧૪ દિવસચરિમા
ભવચરિમં . દેશાવગાસિક
અન્ન સહ૦ મહ૦ સવ્ય ૧૫ અભિગ્રહમુઠિસહિત આદિ| ૪ |” * * ૧૩ પ્રાવરણ (વસ્ત્ર) | | અન્ન સહ૦ ચોલપટ્ટાગા મહ૦ સવ
6 To To
[૭ બિયાસણ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સૂત્ર સંવેદના-૬
૨. સહસાગારેણં - એકદમ અચાનક અકસ્માતથી કંઈ થઈ જાય તેને સહસા થયેલું કહેવાય. આવું કાર્ય જાણી જોઈને નથી થતું. દાખલા તરીકે છાશ વગેરે બનાવતાં છાંટો ઊડી અચાનક મુખમાં પડી જાય અથવા ચાલતાં ચાલતાં અચાનક વરસાદનું બિંદુ મુખમાં જાય તો તે સહસા = અચાનક ગયું કહેવાય. આવું થવાથી પ્રતિજ્ઞા ભાંગી ન જાય તે માટે પ્રતિજ્ઞા લેતા પહેલા જ આ આગાર રાખવામાં આવે છે.
ઉપરોક્ત બે આગાર નમુક્કારસિંહ પચ્ચક્ખાણના છે તથા નિમ્નોક્ત બે આગારો મુક્રિસહિ પચ્ચક્ખાણના છે.
૩. મહત્તરાગારેણં ; પચ્ચક્ખાણથી થતી નિર્જરાની અપેક્ષાએ જેમાં મહત્તર = ઘણી મોટી નિર્જરા થતી હોય તેવું સંઘનું, ચૈત્યનું અથવા ગ્લાન મુનિ આદિનું કોઈ મોટું કાર્ય આવી પડ્યું હોય અને એ કાર્ય બીજાથી થઈ શકે તેવું ન હોય અને પોતાનાથી આહાર લીધા વિના થઈ શકે તેમ ન હોય તો પચ્ચક્ખાણનો કાળ પૂર્ણ થયા પહેલા પચ્ચક્ખાણ પાળી લેવાય તો પણ પચ્ચક્ખાણનો ભંગ ન ગણાય તે માટે આ આગાર છે.
૪. સવ્વસમાહિવત્તિયાગારેણં : તીવ્ર શૂળ, અતિશય વેદના આદિથી આર્ત્તરૌદ્રધ્યાન થવાનો સંભવ છે અને તેવા દુર્ધ્યાનથી દુર્ગતિની સંભાવના પણ વધી જાય છે. તેથી દુર્ધ્યાન અટકાવવા, સમય પહેલા પચ્ચક્ખાણ પારી ઔષધિ આદિ લેવાય તો પણ પચ્ચક્ખાણનો ભંગ ન ગણાય તે માટે આ આગાર છે.
આમ, આ પચ્ચક્ખાણમાં સાધક ઉપરોક્ત ચાર (૨+૨)આગારપૂર્વક ચારે પ્રકારના આહારનો નક્કી કરેલા સમય સુધી ત્યાગ કરે છે.
મૂળ સૂત્ર ઃ
૨ પોરિસી, સા પોરિસી 1
उग्गए सूरे, नमुक्कारसहिअं पोरिसिं सापोरिसिं 11 मुट्ठिसहिअं पक्खा पच्चक्खामि
उग्गए सूरे, चउव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं' सहसागारेणं' पच्छन्नकालेणं दिसामोहेणं, साहुवयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं' वोसिर / वोसिरामि ।।
11. પોરિસી કે સા૪પોરિસીમાંથી જેનું પ્રત્યાખ્યાન કરવું હોય તે અહીં બોલવું.
Page #222
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૦૯
સંસ્કૃત છાયા ?
૨ પોષી, સારુષી उद्गते सूर्य नमस्कारसहितं पौरुषी सार्धपौरुषी मुष्टिसहितं प्रत्याख्याति/प्रत्याख्यामि।
ક્રતે સૂર્યે ચતુર્વિધ આહારમ્ - અશ, , વદિ (ઈ), વાલમ () अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि। શબ્દાર્થ :
(૨) પોરિસી અને સાઢપોરિસી સૂર્યોદયથી એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કારસહિત, મૂઠી સહિત પચ્ચખાણ કરે છે | હું પચ્ચખાણ કરું છું. તેથી સમય થયા પછી જ્યાં સુધી હું મૂઠીવાળીને ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી) ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ૧. અનાભોગ. ૨. સહસાકાર. ૩. પ્રચ્છન્નકાલ. ૪. દિગ્બોહ. ૫. સાધુવચન. ૬. મહત્તરાકાર. ૭. સર્વસમાધિપ્રત્યયાકાર. એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે | હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
પોતાની શક્તિનો વિચાર કરતાં સાંધકને જ્યારે જણાય કે, “એક પ્રહર અથવા દોઢ પ્રહર સુધી હું આહાર ન કરું તો મારા તન-મનને ક્યાંય વાંધો આવવાનો નથી. ક્યાંય મારી આરાધનામાં અવરોધ થવાનો નથી, ત્યારે સાધક સૂર્યોદય પછી પોરસી કે સાઢપોરિસીનું પચ્ચખાણ કરે છે. તે સમય દરમ્યાન સાધક આહાર સંબંધી ઇચ્છા ન થાય તેની કાળજી રાખી આહારસંજ્ઞાને નાથવા પ્રયત્ન કરે છે. '
આ પચ્ચકખાણ પણ પહેલા પચ્ચકખાણ જેવું છે, માત્ર તેમાં ત્યાગ કરવાની સમયની મર્યાદા વધારે છે. આ પ્રતિજ્ઞામાં પોરિસીનું પચ્ચખાણ કર્યું હોય તો સૂર્યોદયથી એક પ્રહર સુધી અને સાઢપોરિસીનું પચ્ચખાણ કર્યું હોય તો દોઢ (૧૧/) પ્રહર સુધી ચારે આહારનો ત્યાગ કરાય છે. આ રીતે સમય મર્યાદા વધી હોવાના કારણે અહીં નવકારશીના પચ્ચકખાણ સંબંધી અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિપ્રત્યયાકાર ઉપરાંત નીચે દર્શાવેલા બીજા ૩ આગારો (છૂટ) પણ રખાય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૦
સૂત્ર સંવેદના-૬
૫. પચ્છન્નકાલેણું : વરસાદ, ધૂળ, ધૂમ્મસ, વાવાઝોડું વગેરે કોઈપણ કારણસર સૂર્ય ઢંકાઈ જવાથી જો સમયની ખબર ન પડે અને તેથી અનુમાનથી સમય પહેલા પચ્ચકખાણ પળાઈ જાય તોપણ પચ્ચખાણનો ભંગ નથી.
વર્તમાનમાં પણ ઘડીયાળો નિશ્ચિત સમયેવાળી જ હોય એવો એકાન્ત નથી. જોવામાં પણ ક્યારેક કલાક જેવી ભૂલ થઈ જવાનો સંભવ છે. તેથી આ આગાર અત્યારે પણ સાર્થક છે.
૬. દિસામોહેણું પ્રવાસ આદિમાં દિશાનો ભ્રમ થવાથી એટલે પૂર્વને પશ્ચિમ દિશા આદિ માનીને, તદનુસાર પચ્ચખાણનો સમય થઈ ગયો છે એવું માની પચ્ચખાણ પારી લેવાય; તોપણ પ્રતિજ્ઞામાં આ આગાર હોવાથી પચ્ચક્ખાણનો ભંગ થતો નથી.
૭. સાહુવયણેણં વ્યાખ્યાન આદિમાં જ્યારે સૂત્રપોરિસી પૂરી થતાં પોરિસી ભણાવવા માટે સાધુ-સાધ્વીજી ભગવંતો “ઉગ્વાડા પોરિસી” અથવા “બહુપડિપુત્રા પોરિસી” બોલી પોરિસી ભણાવે ત્યારે તે વચન સાંભળીને કોઈને એવો ભ્રમ થાય કે પોરિટીનું પચ્ચખ્ખાણ આવી ગયું. આવા સાધુવચનથી પણ કદાચ પચ્ચક્માણ વહેલું પરાઈ જાય તો આ આગાર રાખ્યો હોવાને કારણે પચ્ચકખાણનો ભંગ નથી થતો.
આ બધા આગારમાં સમજી લેવું જોઈએ કે આવી કોઈપણ ગેરસમજથી પચ્ચખ્ખાણ પાળી લેવાય; પરંતુ પાછળથી ખબર પડે કે ભૂલ થઈ છે, તો વાપરતાં અટકી જવું જોઈએ; તો પચ્ચક્ખાણનો ભંગ ન ગણાય; પરંતુ જો ખબર પડ્યા પછી પણ વાપરવાનું ચાલુ રખાય તો પચ્ચકખાણનો ભંગ થયો કહેવાય. મૂળ સૂત્ર :
३ पुरिमड्ड, अवड्ड सूरे उग्गए, पुरिमटुं अवटुं मुट्ठिसहि पञ्चक्खाइ / पच्चक्खामि।
चउविहं पि आहारं-असणं पाणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं' सहसागारेणं' पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं સર્વસંમરિવત્તિયારે વોલિફ / વોસિરાશિ છે .
Page #224
--------------------------------------------------------------------------
________________
પચ્ચખ્ખાણનાં સૂત્રો
૨૧૧
સંસ્કૃત છાયાઃ
. ३ पूर्वार्धम्, अपरार्धम् । उद्गते सूर्य, पूर्वार्धम्, अपरार्धम् मुष्टिसहितं प्रत्याख्याति/प्रत्याख्यामि । चतुर्विधमपि आहारम् - अशनं, पानं, खादिमं (घ), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोंगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/ વ્યનામિ ! શબ્દાર્થ :
(૩) પુરિમષ્ઠ, અવઢ સૂર્યોદયથી પૂર્વાર્ધ એટલે બે પહોર સુધી અથવા અપરાધ એટલે ત્રણ પહોર સુધી (નમસ્કારસહિત) મૂઠી સહિત પચ્ચક્ખાણ કરે છે | હું પચ્ચકખાણ કરું છું. (તેથી સમય થયા પછી જ્યાં સુધી હું મૂઠીવાળીને ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી) ચારે પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ (૨) સહસાકાર. (૩) પ્રચ્છન્નકાલ. (૪) દિમોહ. (૫) સાધુવચન. (૬) મહત્તરાકાર. (૭) સર્વસમાધિપ્રત્યયાકાર; એ આગાર-પૂર્વક ત્યાગ કરે છે | હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
પૂર્વના પચ્ચખાણની જેમ અહીં પણ માત્ર કાળ મર્યાદાનો ફરક છે. સૂર્યોદયથી માંડીને બે પ્રહર જેટલો સમય દિવસનો પૂર્વાર્ધ કહેવાય છે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ કરવો એ પુરિમઠ (પૂર્વાર્ધ)નું પચ્ચક્માણ કહેવાય.
અવઢ એટલે અપરાધ અર્થાત્ દિવસનો મધ્યાહ્ન પછીનો ભાગ, સૂર્યોદયથી લઈને ત્રણ પ્રહર સુધી ચારે આહારના ત્યાગની પ્રતિજ્ઞા અવઢના પચ્ચકખાણમાં કરાય છે. નવકારશી આદિનું પચ્ચખાણ લેતાં સાધક વિચારે કે,
“આહાર લેવો તે મારો સ્વભાવ નથી, તોય ઊઠડ્યો ત્યારથી આહારસંશા મને પરેશાન કરી, આહારની ઇચ્છાઓ ઊભી કર્યા જ કરે છે. આ ઇચ્છાઓ ઉપર અંકુશ મૂકવા જ મેં
Page #225
--------------------------------------------------------------------------
________________
२१२
सूत्र संवेदना-5
મારી શક્તિનો વિચાર કરી નવકારશી આદિનું પચ્ચખાણા કર્યું છે. પ્રભુ ! મારું આ વ્રત અણિશુદ્ધ પાળી શકું અને
આહારસંસાને તોડવા હું સમર્થ બને તેવી શક્તિ અર્પજે भूण सूत्र:
४ एगासण, बियासण, एगलठाण । .. उग्गए सूरे, नमुक्कारसहिअं, पोरिसिं, साड्पोरिसिं, मुट्ठिसहिअं पञ्चक्खाइ/ पच्चक्खामि। उग्गए सूरे चउब्विहं पि आहारं-असणं पाणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं' पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं' महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं ।
विगईओ पञ्चक्खाइ/पच्चक्खामि । अन्नत्थणाभोगेणं' सहसागारेणं' लेवालेवेणं गिहत्थसंसद्वेणं' उक्खित्तविवेगेणं' पडुमक्खिएणं' पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं
एगासणं12 बियासणं, एगलठाणं पञ्चक्खाइ/पच्चक्खामि तिविहं13 पि (चउब्विहं पि) आहारं असणं (पाणं) खाइमं साइमं, अनत्थणाभोगेणं सहसागारेणं सागारिआगारेणं आउंटणपसारेणं गुरुअब्भुट्ठाणेणं' पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं पाणस्स लेवेण वा अलेवेण' वा अच्छेण वा बहुलेवेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ/ वोसिरामि ।
४ एकासनं, द्वयशनं, एकलस्थानम् उद्गते सूर्ये, नमस्कार-सहितं पौरुषीं सार्धपौरुषीं मुष्टिसहितं प्रत्याख्याति/प्रत्याख्यामि ।
उद्गते सूर्ये चतुर्विधमपि आहारं-अशनं, पानं, खादिमं (द्यं), स्वादिमं (द्यम्) 12. बियासj प्रत्याज्यान ४२ डोय तो मह लियासjalaj. भने ''मुं प्रत्याध्यान
४२j डाय तो भेगमi' बोल. 13. मडी विडं पि' मेवो बोले तो ४भ्या ५छी पाए भने स्वाहिम (स्वाध) वापरी २७५य.
(આ વ્યવહાર હાલ પ્રચલિત નથી) તિવિહારનું પ્રત્યાખ્યાન કરે તો જમ્યા પછી પાણી વાપરી શકાય.અને ચઉવિહારનું પ્રત્યાખ્યાન કરે તો “ચઉવિહં પિ'પાઠ બોલે અને જમ્યા પછી ચારે આહારનો ત્યાગ કરે. જમ્યા પછી પણ જે પ્રત્યાખ્યાન (એગાસણ વગેરે) કરેલું હોય તે પ્રમાણે દિવસચરિમ ચોવિહાર, તિવિહાર કે દુવિહારનું પ્રત્યાખ્યાન યથાસંભવ લેવું.
Page #226
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણનાં સૂત્રો
अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण,
विकृतीः प्रत्याख्याति /प्रत्याख्यामि अन्यत्र अनाभोगेन सहसाकारेण लेपालेपेन गृहस्थसंसृष्टेन उत्क्षिप्तविवेकेन प्रतीत्यम्रक्षितेन पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण;
एकाशनं द्वयशनं एकलस्थानम् प्रत्याख्याति / प्रत्याख्यामि त्रिविधमपि आहारम्-अशनं खादिमं(द्यं) स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण सागारिकाकारेण आकुञ्चनप्रसारणेन गुरु अभ्युत्थानेन पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण पानस्य लेपेन वा अलेपेन वा अच्छेन वा बहुलेपेन वा ससिक्येन वा असिक्येन वा व्युत्सृजति / વ્યુત્સુગામિ |
શબ્દાર્થ :
૨૧૩
(૪) એગાસણ, બિયાસણ અને એગલઠાણ
સૂર્યોદયથી એક પહોર કે દોઢ પહોર સુધી નમસ્કારસહિત મૂઠીસહિત પચ્ચક્ખાણ કરે છે/હું પચ્ચક્ખાણ કરું છું. (તેથી સમય થયા પછી જ્યાં સુધી હું મૂઠીવાળીને ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી ચારે પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ. (૨) સહસાકાર. (૩) પ્રચ્છન્નકાલ. (૪) દિગ્મોહ. (૫) સાધુવચન. (૬) મહત્તરાકાર. (૭) સર્વસમાધિપ્રત્યયાકાર. (એ આગારોપૂર્વક ત્યાગ કરે છે/હું ત્યાગ કરું છું.)
(તથા) વિગઈઓનું પચ્ચક્ખાણ કરે છે/કરું છું. તેમાં (૧) અનાભોગ. (૨) સહસાકાર. (૩) લેપાલેપ. (૪) ગૃહસ્થસંસૃષ્ટ. (૫) ઉત્સિપ્તવિવેક. (૬) પ્રતીત્યપ્રક્ષિત (૭) પારિષ્ઠાપનિકાકાર (૮) મહત્તરાકાર. (૯) સર્વસમાધિ-પ્રત્યયાકાર (એ આગારો પૂર્વક વિગઈઓનો ત્યાગ કરે છે/હું ત્યાગ કરું છું.)
એકાશનનું પચ્ચક્ખાણ કરે છે/હું પચ્ચક્ખાણ કરું છું અને તેમાં ત્રણે પ્રકા૨ના આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ. (૨) સહસાકાર. (૩) સાગારિકાકાર (૪) આકુંચન-પ્રસારણ (૫) ગુર્વભ્યુત્થાન (૬) પારિષ્ઠાપનિકાકાર. (૭) મહત્તરાકાર. (૮) સર્વસમાધિપ્રત્યયાકાર અને પાણીના
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સૂત્ર સંવેદના-૬
(૧) લેપ (૨) અલેપ (૩) અચ્છ (૪) બહુલેપ (૫) સસિક્ય () અસિન્થ એ (૮+૬) ચૌદ આગારીપૂર્વક ત્યાગ કરે છે હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
નવકારસી, પોરસી આદિ પચ્ચકખાણો સમયની મર્યાદા સાથે સંબંધિત છે. તેથી તેનો સમય પૂર્ણ થતાં આહાર લેવાની છૂટ થાય છે. આમ છતાં વારંવાર આહાર લેવાની કુટેવને અંકુશમાં લાવવા સાધક આ પચ્ચકખાણોની સાથે એકાસણ-બિયાસણ કે એકલઠાણાનું પચ્ચખાણ કરે છે. તે
એક વારથી અધિક ભોજન નહિ કરવાનો નિયમ એટલે એકાસનનું પચ્ચકખાણ અને જેમાં બે વારથી અધિક નહિ જમવાનો નિયમ કરાય તે બિયાસણનું પચ્ચકખાણ કહેવાય છે.
જે પચ્ચક્ખાણમાં જમતી વખતે જમણા હાથ અને મુખ સિવાય બીજાં બધાં અંગોપાંગો સ્થિર રાખવાના હોય છે તે પચ્ચખાણને એકલઠાણાનું પચ્ચખાણ કહેવાય છે. આ પચ્ચખાણો લેતા પહેલા નવકારશી પોરિસી આદિનું પચ્ચખાણ પણ કરવામાં આવે છે.
દરેક પચ્ચકખાણની જેમ આ પચ્ચખાણો દ્વારા પણ સાધક આહારસંજ્ઞાને નબળી પાડવા યત્ન કરે છે. આથી જ તે એકાસણ આદિમાં બને તેટલી ઓછી વાનગીઓ વાપરે છે. તેમાં પણ વિગઈઓનો ત્યાગ કરે છે. અચિત્ત જળનો ઉપયોગ કરે છે અને સમયની મર્યાદામાં આહારની ક્રિયા પૂર્ણ કરે છે. આવું કરવાથી વારંવાર ખાવાની, મોઢામાં કાંઈક નાંખવાની, જે તે વસ્તુનો સ્વાદ લેવાની કુટેવોનો નાશ થાય છે. મન અંકુશમાં રહે છે. સમય બચે છે. વારંવાર, વધુ અને વિગઈવાળું ખાવાથી થતાં રોગનો ભોગ નથી બનતું... વગેરે અનેક ફાયદાઓ થાય છે.
સાધક મહા વિગઈના ત્યાગ સાથે છ ભક્ષ્ય વિગઈઓમાંથી14 પણ પોતાની શક્તિ અનુસાર ત્યાગની ભાવનાવાળો હોય છે. આથી આ પચ્ચકખાણોમાં પોરસી આદિની સાથે વિગઈઓનું પણ પચ્ચખાણ કરાય છે. તેમાં સાધુભગવંતોને પોતાની માટે બનાવેલો આહાર ચાલતો નથી તેથી તેમની માટે ખાસ પાંચ આગારો
14. વિગઈ એટલે વિકૃતિ - મનમાં જે વિકાર ઉત્પન્ન કરે તેને વિગઈ કહેવાય છે. તે ક છે : દૂધ,
દહીં, ઘી, તેલ, ગોળ, કડાવિગઇ.
Page #228
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણનાં સૂત્રો
૨૧૫
છે; પરંતુ પચ્ચકખાણના પાઠની અખંડતા જાળવવા માટે શ્રાવક-શ્રાવિકા પણ તે આગારો પૂર્વક જ આ પચ્ચકખાણ લે છે.
આમ, આ પચ્ચખાણમાં સમયની મર્યાદારૂપે પોરિસીનું અને વિગઈનું પચ્ચખાણ લીધા પછી એકાસણા આદિનું પચ્ચખાણ લેવાય છે. એકાશન આદિ કરનારને અચિત્ત જળ જ વાપરવાનું હોય છે તે માટે તેમાં અચિત પાણીને લગતા છ વિશેષ આગારો સહિત પ્રતિજ્ઞા કરાય છે. આ પચ્ચખાણમાં પોરિસીના ૭, વિગઈના ૯, એકાસણા અને બિસાયણના ૮ તથા સચિત્ત પાણી સંબંધી હું એમ કુલ ૩૦ આગારોનો ઉલ્લેખ કરાય છે.
વિગઈના ૯ આગારોમાં અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ પ્રત્યયાકાર એ ૪ આગારોનો બોધ તો પૂર્વના પચ્ચકખાણોમાં આવી ગયો છે. તે ઉપરાંત સાધુ-સાધ્વી માટે જે પાંચ આગારો રખાય છે. તે આ પ્રમાણે છે :
૮. લેવલેણું : આયંબિલના પચ્ચકખાણમાં ન કલ્પે તેવી વસ્તુઓ, વિગઈ, શાક વગેરેથી ભોજન કરવાનું પાત્ર ખરડાય તે લેપ અને એવી અકથ્ય વસ્તુથી ખરડાયેલા વાસણને માત્ર હાથ વગેરેથી જેવું-તેવું સાફ કરવું (પૂર્ણ સાફ ન કરવું) તે અલેપ; આવા ખરડાયેલા ભાજનથી કે હાથ વગેરેથી સામાન્ય સાફ કરેલા ભાજન દ્વારા (અજાણપણે) વિગઈ આદિનો અંશ વાપરવામાં આવે, તોપણ આ આગારથી પચ્ચખાણ ન ભાંગે. '
૯. ગિહત્યસંસસટ્ટણ : આહાર આપનારા ગૃહસ્થની ચમચી વગેરે વાસણો વિગઈ વગેરે અકથ્ય વસ્તુથી ખરડાયેલા હોય અને તેનાથી તે સાધુને વહોરાવે તો તે અકથ્ય અંશથી મિશ્ર આહાર ખાવા છતાં અકથ્ય વસ્તુનો સ્વાદ સ્પષ્ટ ન સમજાય તો તે વાપરતાં આ આગાર રાખ્યો હોવાને કારણે પચ્ચખાણનો ભંગ થતો નથી. . '
૧૦. ઉખિતવિવેગેણં સૂકા રોટલા વગેરે ઉપર પહેલા ગોળ વગેરે પીંડવિગઈ મૂકી હોય પણ પાછળથી તેને (ઉખિત =) ઉપાડી લઈ (વિવિક્ત =) અલગ કરવામાં આવે તો તેવા રોટલા આદિને પણ આયંબિલમાં વાપરતાં સાધુને પચ્ચકખાણનો ભંગ થતો નથી.
૧૧. પડુમખિએણે ? રોટલી વગેરેને કુમળીસુંવાળી બનાવવા નીધિમાં ન કલ્પે એવા ઘી આદિ વિગઇનો હાથ દઇ મસળવામાં આવે તો તેવી અલ્પ
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સૂત્ર સંવેદના-૬
લેપવાળી રોટલી વગેરેના ભોજનથી પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે માટે આ આગાર રખાય છે.
૧૨. પારિટ્ઠાવણિયાગારેણં15 : વિધિપૂર્વક ૪૨ દોષ રહિત વહોરી લાવેલો આહાર હોય અને અન્ય મુનિઓએ વિધિપૂર્વક વાપરતાં તે વધ્યો હોય તો તે આહાર પરઠવવા યોગ્ય ગણાય; પરંતુ તે વધેલા આહારને પરઠવતાં અનેક દોષ લાગશે એમ માનીને ગુરુભગવંત ઉપવાસ તથા એકાસણ આદિ પચ્ચક્ખાણવાળા મુનિને એકાશન કરી લીધા બાદ પણ તે આહાર વાપરવાની આજ્ઞા કરે તો મુનિને ફરીથી વાપરતાં પણ ઉપવાસ કે એકાશણાદિ પચ્ચક્ખાણનો ભંગ ન ગણાય, તે માટે આ આગારનો ઉલ્લેખ છે.
૧૩. સાગારિઆગારેણં : એનું સંસ્કૃત રૂપ ‘સારિજ આારેળ' થાય છે. અહીં ‘આગાર’ એટલે ઘર અને સાગરિક એટલે ઘરવાળી = ગૃહસ્થ, ગૃહસ્થ સંબધી છૂટનો આગાર તે સાગારિકાકાર છે. ગૃહસ્થના દેખતાં ભોજન ક૨વું તે સાધુઓનો આચાર નથી. સાધુ જ્યાં ભોજન કરતો હોય ત્યાં ગૃહસ્થ આવે અને તરત પાછો જવાનો હોય તો તેટલી વાર રાહ જુએ; પણ તે વધુ રોકાવાનો હોય તો તેટલો સમય બેસી રહેવાથી સ્વાધ્યાય વગેરે આરાધનામાં ખલેલ પહોંચે માટે ત્યાંથી બીજે સ્થાને જઈને ભોજન કરે. તે પ્રસંગે આ આગારથી સાધુને એકાસણ પચ્ચક્ખાણનો
ભંગ ન થાય.
૧૪. આઉટણપસારેણં : એક આસને બેસી ન શકાય ત્યારે હાથ પગ સંકોચવામાં કે પસારવામાં પણ એકાશનનો ભંગ નથી તેમ આ આગાર સૂચવે છે.
૧૫. ગુરુઅમુઢાણેણં : એકાશણ આદિ કરતી વખતે ગુરુ કે કોઈ ડિલ પ્રાપૂર્ણક સાધુ પધારે તો તેમનો વિનય સાચવવા માટે ઊભા થવું જોઈએ16 આવું કરવામાં પણ પચ્ચક્ખાણ ભાંગી ન જાય તે માટે આ આગાર છે.
પાસ - પાણી સંબંધી
એકાસણ આદિના પચ્ચક્ખાણમાં આહાર એક જ વાર લેવાય છે; પરંતુ પોરિસી આદિનું પચ્ચક્ખાણ પાર્યા બાદ અચિત્ત પાણી અનેકવાર વાપરી શકાય
15. આગાર નં ૮-૯-૧૦-૧૧-૧૨ માત્ર સાધુ-સાધ્વી ભગવંત માટે છે છતાં સૂત્રનો પાઠ અખંડિત રાખવા સૌ કોઈ તેને બોલે છે.
16. આ આગારમાં માત્ર ઊભા થવાની છૂટ છે - ચાલીને સામે જવાની નહિ.
Page #230
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્માણનાં સૂત્રો
૨૧૭
છે. ત્રણ ઉકાળાથી ઉકળેલું શુદ્ધ જળ અચિત્ત હોય છે. તે સિવાય અન્ય રીતે પણ પાણી અચિત્ત થાય છે. તેથી અહીં તે સંબંધી નીચે પ્રમાણે ૬ આગારો છે.
૧૬. લેવેણ વાઃ જો કદાચ શુદ્ધ (પ્રાસુક-અચિત્ત) પાણી ન મળે તો ઓસામણનું, અથવા ખાદિમ કે સ્વાદિમનો અંશ કે રજકણો મિશ્રિત હોય તો, તેવું લેપકૃત પાણી લેવામાં પણ પચ્ચકખાણનો ભંગ થતો નથી. એ સૂચવવા આ આગારનો ઉલ્લેખ છે.
૧૭. અલેવેણ વા : શુદ્ધ અચિત્ત પાણી ન મળે ત્યારે કારણોસર સોવીર-કાંજી (છાશની આશ) વગેરે અલેપકત પાણી પીવાથી પણ પચ્ચકખાણનો ભંગ ન થાય તે માટે આ આગાર છે.
૧૮. અચ્છેણ વા કે ત્રણ ઉકાળાવાળું સર્વથા અચિત્ત પાણી પીવાથી પચ્ચખાણનો ભંગ થતો નથી. એમ જણાવવા આ આગાર છે.
૧૯. બહુલેવેણ વાઃ તલનું અથવા ભાતનું ધોવણ વગેરેને ગડુલજળ અથવા બહુલજળ કહેવાય છે. તે પીવાથી પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે કારણથી આ આગાર રાખવામાં આવે છે.
૨૦. સસિત્થણ વાઃ સિફથ એટલે ધાન્યનો દાણો, તેના વાળું ઓસામણ પીવાથી પચ્ચકખાણનો ભંગ ન ગણાય. તે ઉપરાંત તલાદિના ધોવણમાં પણ તેનો નહિ રંધાયેલો દાણો રહી જાય તો તેવું પાણી લેવામાં પણ પચ્ચખાણનો ભંગ થતો નથી..
૨૧. અસિત્થણ વા? : સસિત્ય જળને (દાણાવાળું ધોવણનું પાણી) જો ગાળવામાં આવે તો એને અસિત્વ જળ કહેવાય. આવું પાણી પીવાથી પણ પચ્ચખાણનો ભંગ ન થાય તે કારણથી આ આગાર રાખવામાં આવે છે.
સાધુ ભગવંતોને આધાકર્મી પાણીનો દોષ ન લાગે તે માટે પૂર્વમાં આ છે (૧૩-૨૧) આગારો રખાતા હતા; પરંતુ વર્તમાનમાં ત્રણ ઉકાળે ઉકાળેલું શુદ્ધ જળ જ પાણીમાં કહ્યું છે. આમ છતાં પચ્ચખાણનો પાઠ અખંડ રાખવા અત્યારે પણ આ આગારો રખાય છે. એકાસણ આદિનું પચ્ચખાણ કરતો સાધક વિચારે કે,
“વિરતિઘર્મનો કેવો પ્રભાવ છે ! હું જ્યાં નાનામાં નાની
17. દરેક આગાર પછી આવતો “વા' કાર છ આગારોમાં પ્રતિપક્ષી બબે આગારોની
સમાનતા દર્શાવે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૮
सूत्र संवेदना-5
વિતિનો સ્વીકાર કરું છું ત્યાં તો મારું મન કાબૂમાં આવી જાય છે. પશુની જેમ જ્યાં-ત્યાં અને જે-તે ચીજોને આરોગનાર હું આ વ્રતને સ્વીકારી એકાદવાર આહાર લઈ મારા મનને સંતોષ આપી શકું છું, આહાર સંબંધી સતત ચાલતી ઇચ્છાઓને સહજતાથી શમાવી શકું છું. આ બથો પ્રભાવ પચ્ચક્ખાણનો છે.
प्रभु ! वारंवार खावा पय्यजाए। भाटेनुं सत्त्व प्रगटावरें. શિશુદ્ધ પાલનનું બળ આપજે અને તે દ્વારા આત્માને શુદ્ધ કરી શકું તેવા આશીર્વાદ અર્પજે”
મૂળ સૂત્ર
५ आयंबिल, निव्विगय.
उग्गए सूरे, नमुक्कारसहिअं, पोरिसिं, साइपोरिसिं मुट्ठिसहिअं पञ्चक्खा / पच्चक्खामि ।
उग्गए सूरे, चडव्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं' सहसागारेणं' पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं,
७
आयंबिलं / निवि-विगईओ पंचक्खाइ / पच्चक्खामि । अन्नत्थणाभोगे सहसागारेणं' लेवालेवेणं गिहत्थसंसट्टेणं' उक्खित्तविवेगेणं पडुमक्खिणं 18 पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं, '
एगासणं पञ्चक्खाइ/पच्चक्खामि - तिविहं पि आहारं असणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं' सागारियागारेणं आउंटणपसारेण गुरुअब्भुट्ठाणेणं पारिट्ठावणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं पाणस्स लेवेण' वा अलेवेण" वा अच्छेण" वा बहुलेवेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ / वोसिरामि ।
18. આ આગાર આયંબિલમાં નથી હોતો પણ નિવિના પચ્ચક્ખાણમાં આ આગાર रजाय छे.
Page #232
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૧૯
संस्कृत छाय: .
उद्गते सूर्ये, नमस्कारसहितं पौरुषीं सार्धपौरुषी मुष्टिसहितं प्रत्याख्याति/प्रत्याख्यामि।
उद्गते सूर्ये चतुर्विधमपि आहारं-अशनं, पानं, खादिमं (j), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारण, __ आचामाम्लं निविविकृतीः प्रत्याख्याति/प्रत्याख्यामि अन्यत्र अनाभोगेन सहसाकारेण लेपालेपेन . गृहस्थसंसृष्टेन उत्क्षिप्त-विवेकेन प्रतीत्यम्रक्षितेन पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण;
एकाशनं प्रत्याख्याति/प्रत्याख्यामि त्रिविधमपि आहारम्-अशनं, खादिमं (j), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण सागारिकाकारेण आकुञ्चनप्रसारणेन गुरुअभ्युत्थानेन पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण पानस्य लेपेन वा अलेपेन वा अच्छेन वा बहुलेपेन वा ससिक्थेन वा असिक्थेन वा व्युत्सृजति/ व्युत्सृजामि । शार्थ :
. (५) मायनित अने वि સૂર્યોદયથી એક પહોર કે (દોઢ પહોર) સુધી નમસ્કારસહિત મૂઠી સહિત પચ્ચખાણ કરે છે/હું પચ્ચકખાણ કરું છું. (તેથી સમય થયે છતે જ્યાં સુધી હું મૂઠીવાળીને ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી) ચારે પ્રકારના આહારનો એટલે सशन, पान, .मि. अने स्वामिनी (१) मनामी, (२) ससार, (3) प्रच्छन्न-51, (४) हिमोड, (५) साधु-वयन, (७) भउत्त२।७।२, (७) સર્વસમાધિ-પ્રત્યાયાકારે. એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે | હું ત્યાગ કરું છું.
मायंबिल, निविन (१) अनामो, (२) सस.२, (3) पाd५, (४) गृहस्थ-संसृष्ट, (५) उत्क्षिप्तविवे, (७) प्रतीत्याक्षित (७) पारिठापनि.11२, (८) भत्त२२, () सर्वसभाषिप्रत्यया ॥२. भे न१ मा॥२-पूर्व ५थ्य३५।४। કરે છે તે હું પચ્ચખાણ કરું છું.
એકાશનનું પચ્ચખાણ કરે છે હું પચ્ચખાણ કરું છું અને તેમાં ત્રણ પ્રકારના
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૦
સૂત્ર સંવેદના-૬
આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) સાગારિકાકાર, (૪) આકુંચન-પ્રસારણ, (૫) ગુર્વવ્યુત્થાન, (૬) પારિષ્ઠાપનિકાકાર, (૭) મહારાકાર, (૮) સર્વસમાધિપ્રત્યયાકાર. તથા પાણી સંબંધી છે આગારો:- (૯) લેપ, (૧૦) અલેપ, (૧૧) અચ્છ, (૧૨) બહુપ, (૧૩) સસિક્ય અને (૧૪) અસિક્ય. એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે તે હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
ઘી, દૂધ વગેરે વિગઈવાળું ભોજન જીભને ગમી જાય તેવું સ્વાદિષ્ટ હોય છે. પ્રચુર રસવાળું આવું ભોજન સહજ રીતે ભૂખથી અધિક માત્રામાં લેવાઈ જાય છે. તે મનને વિકારી બનાવે છે. તનમાં જડતા લાવે છે અને પરિણામે આવા ભોજનથી સાધકની સાધના સીદાય છે. વિગઈઓ માટે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે, દુર્ગતિથી ભય પામેલો સાધુ જો વિગઈવાળું ભોજન લે તો દુર્ગતિને પામે છે. કારણ કે, વિકૃતિ ઉત્પન્ન કરવી અને ભોગવનારને બળાત્કારે દુર્ગતિમાં લઈ જવો એ વિગઈનો સ્વભાવ છે.19
વિગઈનો આવો સ્વભાવ હોવાથી મોક્ષમાર્ગની સાધના કરવા ઈચ્છતા સાધકે મનને વિકારી બનાવનાર વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ અને આયંબિલ આદિ તપમાં જોડાવવું જોઈએ.. આગમનો અભ્યાસ કરતાં સાધકો માટે તો વિગઈઓનો ત્યાગ કરી આયંબિલ કે નિવિનું પચ્ચખાણ કરવું ફરજીયાત છે. કેમ કે, વિગઈઓના ત્યાગને કારણે મનની પવિત્રતા જળવાય છે. પરિણામે શાસ્ત્રના રહસ્યો શીધ્ર સમજાય છે. આગમના ભાવો હૃદયને સ્પર્શી શકે છે. આત્મા તેનાથી ભાવિત થઈ શકે છે. ફળસ્વરૂપે જે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે માત્ર શાબ્દબોધરૂપે ન રહેતા ક્રિયાન્વિત બને છે. આવા આધ્યાત્મિક ફાયદા ઉપરાંત વિગઈ વગરનું ભોજન લેવાથી શરીર પણ હળવું રહે છે. હળવા શરીરે યોગમાર્ગની આરાધના, ક્રિયા આદિ સ્કૂર્તિથી થઈ શકે છે. આથી જ સાધકે વિગઈનો ત્યાગ કરવા સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
19. વારું વામીનો, વિા નો ન સાર્દૂ I
विगई विगई-सहावा, विगई विगई बला नेई ।।४०।।
- પચ્ચકખાણ ભાષ્ય
Page #234
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૨૧
વિગઈઓનો ત્યાગ કરવા માટે શાસ્ત્રમાં આયંબિલ તથા નવિના પચ્ચકખાણો દર્શાવ્યા છે. તેમાં -
(A) જે પચ્ચખાણમાં વિગઈ, વનસ્પતિ અને સ્વાદિષ્ટ મસાલાના સંપૂર્ણ ત્યાગપૂર્વક એક આસને બેસી એક જ ટંક આહાર લેવાય છે. તેને શાસ્ત્રીય પરિભાષામાં “આયંબિલ' કહેવાય છે. (B) બીજું નિવિનું પચ્ચખાણ હોય છે. તે બે પ્રકારનું છે : ૧. જેમાં વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ હોય છે; પણ હળદર, મરચુ, જીરું,
અજમો વગેરે મસાલાની અને વલોણાની છાશની જેમાં છૂટ હોય છે, તેને લૂખ્ખી નીવિ કહેવાય છે. ૨. બીજા પ્રકારની નીલિમાં પકવ વિગઈઓ લઈ શકાય છે, એટલે નીવિયાતા
ઘી, દૂધ આદિ આ નીલિમાં ચાલે છે. ઉપધાન-જોગ આદિમાં આવી નીવિ કરાય છે. આ પચ્ચકખાણોનો મુખ્ય ઉદ્દેશ મનમાં વિકારો ઉત્પન્ન કરનારી વિગઈઓની આસક્તિને તોડવાનો છે અને તેમાં લેવાતો નિરસ આહાર તે ઉદ્દેશને સિદ્ધ કરી વિશેષ પ્રકારે રસના ઉપર નિયંત્રણ લાવે છે. આ પચ્ચખાણો લેતાં સાધક વિચારે કે,
“મારા તન-મનની વિકૃતિનું મૂળ કા વિગઈઓ છે આને પનારે પડી મેં આજ સુધી ઘણું ગુમાવ્યું છે. પ્રભુ ! તારા શાસનને પામી આજે આ વાત સમજાઈ છે અને તેથી જ સર્વ વિગઈઓના ત્યાગનું મેં આજે પચ્ચખાણ કર્યું છે. આ પચ્ચખાણા દ્વારા મારા તન-મનને નિર્વિકારી બનાવવા છે. તે ભગવેત ! એવું બળ આપજો કે હું આજીવન વિગઈઓનો ત્યાગ કરી સંપૂર્ણ નિર્વિકારી ભાવને પામી શકું.”
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૨
सूत्र संवहना-5
भूण सूत्र:
(६) तिविहार अब्भत्तटुं सूरे उग्गए अब्भत्तटुं20 पच्चक्खाइ/पच्चक्खामि । तिविहं पि आहारं-असणं खाइमं साइमं, अन्नत्थणाभोगेणं' सहसागारेणं' पारिट्ठावाणियागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं,
पाणहार पोरिसिं साड्डपोरिसिं मुट्ठिसहिअंपच्चक्खाइ/पच्चक्खामि । अन्नत्थणाभोगेणं सहसागारेणं पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं पाणस्स लेवेण वा अलेवेण वा अच्छेण वा बहुलेवेण" वा ससित्थेण" वा असित्थेण वा वोसिरइ/वोसिरामि । સંસ્કૃત છાયા :
(६) त्रिविधाहार अभक्तार्थम् उगते सूर्ये, अभक्तार्थं प्रत्याख्याति/प्रत्याख्यामि ।
त्रिविधमपि आहारम्-अशनं, खादिमं (j), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण । ..
पानीयाहारं पौरुषी सार्धपौरुषी मुष्टिसहितं प्रत्याख्याति/प्रत्याख्यामि; अन्यत्र अनाभोगेन सहसाकारेण प्रच्छन्नकालेन दिग्मोहेन साधुवचनेन महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण पानस्य लेपेन वा अलेपेन वा अच्छेन वा बहुलेपेन वा ससिक्थेन वा असिक्थेन वा व्युत्सृजति/व्युत्सृजामि । ..
20. 3५पास ४२-२ने माग भने ५७॥ हिवसे ॥स होय तो मह 'चउत्थभत्त'
मेको ५6 सेवानो छ. उपवासवाणाने 'छट्ठभत्तं' भने त्र! 3५पासवाणाने 'अट्ठमभत्त' એવો પાઠ લેવાનો છે. એ રીતે દરેક ઉપવાસે બમણા બળે ભક્ત વધારીને પાઠ બોલાવનો छ. सेभ 3 या२ 64वासे 'दसभत्तं' भने पांय 64वासे 'दुवालसभत्तं' वगैरे. आभा पोरिसी આદિ જ્યાં સુધીનું પ્રત્યાખ્યાન કરવું હોય ત્યાં સુધી પાણીના આહારનું પણ પ્રત્યાખ્યાન કરવાનું હોય છે, એટલે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ સમજવ્વાનો છે અને પ્રત્યાખ્યાન પાર્યા પછી પાણીના આહારની છૂટ છે એમ સમજવાનું છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૨૩
શબ્દાર્થ :
() તિવિહાર ઉપવાસ (સૂર્યોદયથી માંડીને બીજા દિવસના) સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચકખાણ કરે છે હું પચ્ચકખાણ કરું છું. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે પાણી સિવાય અશન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિપ્રત્યયાકાર; એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે / હું ત્યાગ કરું છું.
પાણીરૂપ - આહારનું એક પહોર (કે દોઢ પહોર) સુધી નમસ્કાર-સહિત, મૂઠી-સહિત (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પ્રચ્છન્નકાલ, (૪) દિગ્મોહ, (૫) સાધુવચન, (૬) મહત્તરાકાર, (૭) સર્વસમાધિપ્રત્યયાકાર. (તથા) પાણીના (આગારો) (૮) લેપ, (૯) અલેપ, (૧૦) અચ્છ, (૧૧) બહુલેપ, (૧૨) સસિન્થ અને (૧૩) અસિક્ય એ આગારીપૂર્વક પચ્ચખાણ કરે છે હું પચ્ચકખાણ કરું છું. મૂળ સૂત્ર:
. (૭) વસ્ત્રદાર મત્ત सूरे उग्गए अब्भत्तटुं पञ्चक्खाइ/पच्चक्खामि ।
चउब्विहं पि आहारं असणं पाणं खाइमं साइमं अनत्थणाभोगेणं सहसागारेणं' पारिट्ठावणियागारेणं' महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं' वोसिरइ/ વોસિરામિ. સંસ્કૃત છાયા
(૭) ચતુર્વિવાદાર-માર્થ उद्गते सूर्य, अभक्तार्थं प्रत्याख्याति/प्रत्याख्यामि ।
चतुर्विधमपि आहारम्-अशनं, पानं, खादिमं (घ), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण पारिष्ठापनिकाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि ।
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૪
સૂત્ર સંવેદના
શબ્દાર્થ :
(૭) ચઉવિહાર ઉપવાસ (સૂર્યોદયથી માંડીને બીજા દિવસના) સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચખાણ કરે છે | હું પચ્ચક્ખાણ કરું છું. તેમાં ચાર પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) પારિષ્ઠાપનિકાકાર, (૪) મહત્તરાકાર અને (૫) સર્વસમાધિપ્રત્યયાકાર; એ આગારીપૂર્વક ત્યાગ કરે છે તે હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
જે પચ્ચકખાણમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ચોવિહાર ઉપવાસ કહેવાય છે અને જેમાં પાણી સિવાયના ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને તિવિહાર ઉપવાસ કહેવાય છે. બન્ને પ્રકારના ઉપવાસમાં ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. ભોજનની ઇચ્છા આહારસંજ્ઞાને કારણે થાય છે. ભાવપૂર્વક ઉપવાસનું પચ્ચખાણ કરવાથી સતત થતી આહારની ઇચ્છાને સાધક અટકાવી શકે છે અને આત્મભાવમાં સ્થિર થવા યત્ન કરી શકે છે. આથી જ “ઉપ' એટલે આત્માની નજીક અને ‘વાસ' એટલે વસવું. વાસ્તવમાં આત્માની નજીક વસવાની ક્રિયાને ઉપવાસ કહેવાય છે.
ઉપવાસની આ પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે માટે તેમાં અનાભોગાદિ પાંચ પ્રકારની છૂટ રાખવામાં આવે છે. એક ઉપવાસથી અધિક ઉપવાસનું સાથે પચ્ચખાણ કરવું હોય તો અલ્પત્તäના બદલે છઠ્ઠ-અલ્પત્તરું, અઠ્ઠમ-અલ્પત્તરું વગેરે શબ્દ વપરાય છે. આ પચ્ચક્ખાણ લેતાં સાધક વિચારે કે,
“આજનો દિવસ ઘન્ય છે. આહારની ખટપટ આજે મારી છૂટી છે. જેના કારણે મારું મન અને તન સ્વસ્થ છે, આ સ્વસ્થ મને આત્મસાધનામાં લીન બને તેવી શક્તિ પ્રભુ મને આપજે.”
21. શાસ્ત્રીય ભાષામાં ઉપવાસને ‘મમ્મરું કહેવાય છે. તેની સંસ્કૃતિ છાયા ‘મવાનું
થાય છે. તેથી જેમાં પ = ભોજન કરવાનું પ્રયોજન નથી તેને અલ્પત્તદૃ અથવા ઉપવાસ કહેવાય.
Page #238
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૨૫
સાંજના પચ્ચકખાણો भूण सूत्र: .
(८) पाणहार पाणहार दिवसचरिमं पञ्चक्खाइ/पच्चक्खामि ।
अन्नत्थणाभोगेणं' सहसागारेणं' महत्तरागारेणं' सव्वसमाहिवत्तियागारेणं' वोसिरइ/वोसिरामि । संस्कृत छाया:
(८) पानीयाहारम् पानीयाहारं दिवसचरिमं प्रत्याख्याति/प्रत्याख्यामि । अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/
व्युत्सृजामि । . .
. .
.
शार्थ :
(८) २ દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિપર્યન્ત પાણી-આહારનો (૧) અનાભોગ, (२) सडAut२, (3) महत्त२।७।२ मने (४) सर्वसमषिप्रत्यया।२ मे २॥२॥પૂર્વક ત્યાગ કરે છે કે હું ત્યાગ કરું છું. भूण सूत्र:
... ... (९) चउबिहार. दिवसचरिमं पच्चक्खाइ/पच्चक्खामि ।
चउविहं पि आहार-असणं पाणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं' सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ/वोसिरामि ।
22. आयुष्यनो it all 4Gl4()२नु पथ्य५५।। ४२ होय तो 'दिवस-चरिमं' ने
पहले 'भव-चरिमं' पोसj.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૬
संस्कृत छाया :
सूत्र संवेधना-5
(९) चतुर्विधाहारम्
दिवसचरिमं प्रत्याख्याति / प्रत्याख्यामि ।
चतुर्विधमपि आहारम् - अशनं, पानं, खादिमं (द्यं,) स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि ।
शब्दार्थ :
(९) थ विहार
દિવસના શેષભાગથી સંપૂર્ણ રાત્રિપર્યન્તનું પચ્ચક્ખાણ કરે છે./હું પચ્ચક્ખાણ કરું છું. તેમાં ચારે પ્રકારના આહારનો એટલે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનો (१) खनालोग, (२) सहसाडार, ( 3 ) भड़त्तराडार अने (४) सर्वसमाधिપ્રત્યયાકાર; એ આગારોપૂર્વક ત્યાગ કરે છે / હું ત્યાગ કરું છું.
भूण सूत्र :
(१०) तिविहार.
दिवसचरिमं पञ्चक्खाइ /पच्चक्खामि ।
तिविहं पि आहारं असणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं सहसागारेणं' महत्तरागारेण सव्वसमाहिवत्तियागारेणं' वोसिरइ/वोसिरामि ।
संस्कृत छाया :
(१०) त्रिविधाहारम्
दिवसचरिमं प्रत्याख्याति / प्रत्याख्यामि ।
त्रिविधमपि आहारम्-अशनं, खादिमं (द्यं), स्वादिमं (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि ।
शब्दार्थ :
(१०) तिविहार
દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિપર્યન્તનું પચ્ચક્ખાણ કરે છે./હું પચ્ચક્ખાણ
Page #240
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૨૭
કરું છું. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિપ્રત્યયાકાર. એ આગારીપૂર્વક ત્યાગ કરે છે તે હું ત્યાગ કરું છું.
મૂળ સૂત્ર:
(૨૨) વિદાર. दिवसचरिमं पञ्चक्खाइ/पच्चक्खामि ।
दुविहं पि आहारं-असणं खाइमं अन्नत्थणाभोगेणं' सहसागारेणं' महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ/वोसिरामि । સંસ્કૃત છાયા ?
(११) द्विविधाहारम् दिवसचरिमं प्रत्याख्याति/प्रत्याख्यामि द्विविधमपि आहारम्-अशनं, खादिम (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तरागारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/ વ્યુત્સુનામાં શબ્દાર્થ :
(૧૧) દુવિહાર દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિપર્યન્તનું પચ્ચખાણ કરે છે હું પચ્ચકખાણ કરું છું. તેમાં બન્ને પ્રકારના આહારનો એટલે અશન અને ખાદિમનો (1) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિપ્રત્યયાકાર; એ આગારીપૂર્વક ત્યાગ કરે છે / હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
રાત્રિભોજન મહાપાપ છે. રાત્રે ખાવું એ માંસભક્ષણ કરવા બરાબર અને રાત્રે પીવું એ રુધિર પીવા બરાબર મનાયું છે. રાત્રિભોજન નરકનું દ્વાર છે. જૈનેતર શાસ્ત્રમાં પણ રાત્રિભોજનને સર્વ પાપથી અધિક પાપ કહ્યું છે. આથી જ શક્તિસંપન્ન સાધક સૂર્યાસ્ત થતાં ચારે આહારનો ત્યાગ કરે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૮
સૂત્ર સંવેદના-૬
સૂર્યાસ્ત વખતે લેવામાં આવતા આ પચ્ચક્ખાણોને દિવસચરિમં પચ્ચક્ખાણો પણ કહેવાય છે. દિવસચરિમં એટલે દિવસનો છેલ્લો ભાગ, તે સમયે જે પચ્ચક્ખાણ કરાય તેને દિવસચરિમં પચ્ચક્ખાણ કહેવાય. તે પચ્ચક્ખાણમાં
૧.
જે સાધકે ઉપવાસ કરી પાણીની છૂટ રાખી હોય અથવા જેણે એકાસણ આદિમાં વાપર્યા પછી તિવિહારનું પચ્ચક્ખાણ કરીને માત્ર પાણીની છૂટ રાખી હોય તે સાંજના પાણીરૂપ આહારનો ત્યાગ ક૨વા પાણહારનું પચ્ચક્ખાણ કરે છે.
૨. જે સાધકે દિવસ દરમ્યાન ચારે આહારની છૂટ રાખી હોય તે રાત્રિમાં ચારે આહારનો ત્યાગ કરવા ચઉવિહારનું પચ્ચક્ખાણ કરે છે.
૩. એકાસણ, આયંબિલ વિગેરેમાં આહાર કરીને ઊઠ્યા પછી તથા સાંજે જે સાધકમાં શારીરિક કે અન્ય કારણોસર ચારે આહારનો ત્યાગ કરવાનું સત્ત્વ ન હોય તે પાણીની છૂટ રાખી, અન્ય ત્રણ આહારનો ત્યાગ કરવા તિવિહારનું પચ્ચક્ખાણ કરે છે.
૪. જેઓ વળી રોગાદિના કારણે ઔષધાદિ વગર રાત્રિ પસાર નથી કરી શકતા, છતાં રાત્રિભોજનનો તો ત્યાગ જ કરવાની ભાવના વાળા છે, તેઓ ઔષધ, પાન છૂટ રાખી, અશન અને ખાદિમરૂપ બે આહારનો ત્યાગ કરવા દુવિહારનું પચ્ચક્ખાણ કરે છે.
ન
આ રીતે સંધ્યાકાળે વિવિધ પચ્ચક્ખાણો કરી સાધક રાત્રિ દરમ્યાન આહાર આદિની ઇચ્છા પરેશાન ન કરે અને નવો કર્મબંધ ન થાય તેની કાળજી રાખે છે. વળી, રાત્રે પણ આહા૨સંજ્ઞાના સંસ્કારો મનને મલિન ન કરે તે માટે મહેનત કરે છે. જેઓ આવી મહેનત કરે છે તેમનું જ પચ્ચક્ખાણ ભાવપૂર્વકનું પચ્ચક્ખાણ કહેવાય છે, અને પચ્ચક્ખાણના વાસ્તવિક ફળને પણ તેવા સાધકો જ પ્રાપ્ત કરી શકે છે. બાકી વિચાર્યા વિના સમૂર્ચ્છિમની જેમ પચ્ચક્ખાણ કરનાર સાધકો આ ફળને પ્રાપ્ત કરી શકતા નથી.
સંધ્યાકાળે પચ્ચક્ખાણ કરતાં સાધક વિચારે કે,
“ખાવા-પીવાની ખટપટથી હું દિવસભર તો અટકી શક્યો નથી; પરંતુ રાત્રિભોજનના મહાપાપથી તો મારે અટકવું જ છે. એક રાત્રિ પણ હું ખાઘા-પીઘા વગર વિતાવીશ તો અનેકજીવોને હું અભયદાન આપી શકીશ. પ્રભો ! આપની
Page #242
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણનાં સૂત્રો
૨૨૯
કૃપાથી માટે રાત્રિમાં તો ખાવા-પીવાની પ્રવૃત્તિ માત્ર નહિ, પણ તેના વિચારોથી પણ મુક્ત રહેવું છે. અને એવા સંસ્કાર આઘાન કરવા છે કે ભવિષ્યમાં પણ મારી રાત્રે ખાવા-પીવાની
વૃત્તિ શમી જાય.” મૂળ સૂત્ર:
(૨) રેસાવાસિય. देसावगासियं उवभोगं परिभोगं पश्शक्खाइ/पच्चक्खामि ।20
अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं વોસિરફ/aોસિરખિા * સંસ્કૃત છાયા ?
(૨૨) રેશવિશિ देशावकाशिकम् उपभोगं परिभोगं प्रत्याख्याति/प्रत्याख्यामि ।
अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तराकारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/व्युत्सृजामि । શબ્દાર્થ :
" (૧૨) દશાવકાશિક
દેશથી સંક્ષેપ કરેલી ઉપભોગ અને પરિભોગની વસ્તુઓનું પચ્ચખાણ કરે છે, હું પચ્ચક્ખાણ કરું છું અને તેનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિપ્રત્યયાકારે. એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે તે હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
બાહ્ય વસ્તુઓથી મને સુખ મળશે' - એવા ભ્રમથી જીવો અનેક પ્રકારની ચીજોનો ભોગ અને ઉપભોગ (ઉપભોગ-પરિભોગ) કરે છે. તેમાં આહાર, વિલેપન,
20. આ પ્રત્યાખ્યાન ચૌદ નિયમો ધારનારે લેવાનું છે, પણ તેમાં માત્ર દિશા ધારનારે ‘૩૧મો
રિપો' એ પાઠ બોલવાનો હોતો નથી.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સૂત્ર સંવેદના-૬
પુષ્પમાળા વગેરે જે માત્ર એક જ વાર ભોગવી શકાય, તેને ઉપભોગ (ભોગ) કહેવાય છે; જ્યારે સ્ત્રી, આભૂષણ, વસ્ત્ર, ઘર વગેરે જે વારંવાર ભોગવી શકાય તેને પરિભોગ (ઉપભોગ) કહેવાય છે.
દેશાવગાસિક1 ઉપભોગ-પરિભોગનું પચ્ચક્ખાણ સ્વીકારી સાધક પોતાના ઉપભોગ-પરિભોગને નિયંત્રિત કરે છે. દુનિયાભરની વસ્તુ પ્રત્યેના આકર્ષણને તોડવા તે અમુક ચીજ-વસ્તુથી વધારે ન વાપરવી તેવો નિયમ કરે છે. આ પચ્ચક્ખાણ સવાર-સાંજ બન્ને ટાઈમ કરાય છે. તેમાં સવારે પચ્ચક્ખાણ' કરી સાધક દિવસ દરમ્યાન અમુક પ્રમાણથી અધિક વસ્તુ ન વાપરવી તેવો નિયમ કરે છે. સામાન્યથી તે ૧૪ અને ૯ નિયમો ધારે છે. સાંજે સાધક પોતાના નિયમનું સ્મરણ કરી, તેમાં વધુ સંકોચ કરવા રાત્રિનો પ્રારંભ થતાં પુન: આ વ્રત સ્વીકારે છે.
આવું પચ્ચક્ખાણ કરી સાધક તે તે વસ્તુના ત્યાગ સાથે તેના પ્રત્યેની આસક્તિને તોડવાનો તો યત્ન કરે જ છે; પરંતુ સાથે સાથે જે વસ્તુનો તેને ત્યાગ ન કર્યો હોય તે વસ્તુના વપરાશ, સંગ્રહ આદિમાં પણ નિયંત્રણ લાવવા યત્ન કરે છે. વળી, ‘આ કરવા જેવું નથી' એવું વિચારી જે વસ્તુનો ઉપભોગ ક૨વો પડે છે, તેમાં પણ વધુ પડતાં રાગાદિ ભાવો ન થઈ જાય તે માટે સાવધાન રહે છે.
દેશાવગાસિકનું પચ્ચક્ખાણ સ્વીકારતાં સાધક વિચા૨ે કે,
“બાહ્ય વસ્તુનો ઉપભોગ-રિભોગ કરવો તે મારો સ્વભાવ નથી આમ છતાં વિતિને આધીન થઈ, વિષયોને વશ બનેલો હું સદા બાહ્ય વસ્તુના ભોગ-ઉપભોગને ઇચ્છું છું. મારી આ ઇચ્છાઓને નાથવા મેં આજે આ વ્રત સ્વીકાર્યું છે. પ્રભુ ! એવી શક્તિ આપજે કે આ વ્રતને અખંડિત પાળી, હું શીઘ્ર અનિચ્છારૂપ મોક્ષ સુઘી પહોંચી શકું”
21. દેશાવકાશિક વ્રતની વિગતો સૂત્ર સંવેદના-૪માં ૧૧ મા વ્રતમાં આપેલ છે તે ત્યાંથી જાણી લેવા ભલામણ.
Page #244
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ પારવાના સૂત્રો
સૂત્ર પરિચય :
આહાર સંજ્ઞાને તોડવાના ભાવથી સાધક નવકારશી આદિનું પચ્ચક્ખાણ કરે છે. પચ્ચક્ખાણની સમય મર્યાદા પૂરી થયા પછી સાધકને જ્યારે લાગે કે હવે આહાર-પાણી લીધા વિના હું આગળ યોગ્ય રીતે સાધના નહિ કરી શકું અથવા તો અનાદિકાલીન કુસંસ્કારોના કા૨ણે આહારાની ઈચ્છા પુનઃ સતાવવા લાગે ત્યારે તે પચ્ચક્ખાણ પારવાની એક વિશિષ્ટ ક્રિયા કરે છે.
૧. સૌ પ્રથમ તે શુદ્ધિ માટે ઇરિયાવહિયંનું પ્રતિક્રમણ કરે છે.
૨. ત્યારપછી, ગુરુભગવંત પાસે આદેશ માંગી; મંગલ માટે અણાહારીભાવને અત્યંત અભિમુખ બનેલા અરિહંત ભગવંતો, કેવલી ભગવંતો તથા સાધુભગવંતો આદિને પ્રણામ કરવા જગચિંતામણિ સૂત્રથી જયવીયરાય સુધીના સૂત્રો બોલી ચૈત્યવંદન કરે છે.
૩. ત્યારપછી આહારસંશાને આધીન ન થવાના પોતાના શુભ ભાવને ટકાવી રાખવા સાધક ગુરુભગવંતને એક ખમાસમણ આપી, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ?' નો આદેશ માંગી, ગુરુની આજ્ઞા મેળવી સ્વાધ્યાયમાં સ્થિર થવા યત્ન કરે છે. સ્વાધ્યાયના પ્રતીકરૂપે શ્રાવક નવકાર કહી ‘મન્નહ જિણાણં’ની સજ્ઝાય કહે છે. જેમાં તે પોતાના કર્તવ્યનું સ્મરણ કરે છે. શ્રમણ ભગવંતો ‘ધમ્મો મંગલમુક્કિડં’ આદિ ૫ ગાથાઓ બોલી પોતાની જીવનવૃત્તિનું સ્મરણ કરે છે.
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સૂત્ર સંવેદના-૬
૪. સ્વાધ્યાય કર્યા પછી પણ આહારાદિ વિના પોતાના પરિણામોમાં સ્થિરતા
નહિ આવે એવું જણાતા સાધક પચ્ચકખાણ પાળવાની તૈયારી કરે છે. તે માટે સાધક ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! મુહપત્તિ પડિલેહું ?'નો આદેશ માંગે છે. ગુરુની અનુજ્ઞા મળતાં તે મુહપત્તિનું પડિલેહણ કરે છે. જેમાં બાહ્ય અંગોનું પડિલેહણ કરતાં તે
સુદઢ રીતે પોતાના અંતરંગ ભાવોની પણ તપાસ કરે છે. તે ૫. પછી ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પચ્ચશ્માણ
પારું ?” એટલે કે હે ભગવંત ! આપની આજ્ઞા હોય તો હું પચ્ચકખાણ પારું? - આવો આદેશ માંગે, ગુરુભગવંત ત્યારે કહે, “પુણરવિ વાયવ્યો’ - ફરીથી પણ આવું પચ્ચખાણ કરવા યોગ્ય છે. આ સાંભળી શિષ્ય કહે ‘યથાશક્તિ' અર્થાત્ આપની વાત યોગ્ય છે મારી શક્તિ હશે તો હું જરૂર તે પ્રમાણે કરીશ. જ્યારે સાધકને લાગે કે, હવે મારી મન-વચન-કાયાની શક્તિ નથી ત્યારે તે ફરી ખમાસમણ આપી કહે કે, “ઈચ્છાકારેણ સંસિહ ભગવન્! પચ્ચખાણ પાયું.' અર્થાત્ ભગવંત ! હવે પચ્ચખાણ પારું છું ત્યારે ગુરુ ભગવંત કહે કે 'માયારો નમુત્તવ્યો' આ આચાર મૂકવા યોગ્ય નથી. આ શબ્દ સાંભળી સાધક કહે “તત્ત' અર્થાતુ ભગવંત ! આપ કહો છો તે
બરાબર છે, અવસરે પચ્ચદ્માણ કરવાનું જરૂર યાદ રાખીશ.' ૬. ‘તહતિ' કહીને સાધક જમણો હાથ કટાસણી કે ચરવલા (ઘા) પર
મૂઠીવાળી મૂકે અને એક નવકાર ગણી જે પચ્ચક્ખાણ કર્યું હોય, તે
પ્રમાણે સૂત્ર બોલી પચ્ચદ્માણ પારે. મૂલ સૂત્ર: ૧. નવકારસીથી આયંબિલ સુધીનાં દશ પચ્ચકખાણ પારવાનું સૂત્ર.
'उग्गए सूरे नमुक्कारसहि पोरिसिं साढपोरिसिं सूरे उग्गए पुरिमड्ड अवड(गंठिसहिअं) मुट्ठिसहियं पच्चक्खाण कर्यु चउबिहारः 1. દશ પ્રકારના પચ્ચકખાણ પારવા માટેનો આ સંયુક્ત પાઠ છે, તેથી જે પચ્ચખાણ પારવું
હોય તેને જ યાદ કરી તેના નામનું જ ઉચ્ચારણ કરવું જેમકે – “પાસનું વર્યુ તિવિહાર”
આ પ્રકારે વિવિધ પ્રત્યાખ્યાનો પારવામાં આવે છે. 2. પચ્ચકખાણ પારવાનું સૂત્ર બોલીને પછી ભોજન પહેલાંના સમયે અવિરતિમાં ન જાય તે માટે આદિમાં સંકેત પચ્ચકખાણ કરાય છે.
- ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ-૧ પૃ. ૨૫૯
Page #246
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ પારવાના સૂત્રો
૨૩૩
आयंबिल, निब्बी, एगलठाण, एगासण, बियासण, पच्चक्खाण कर्यु तिविहार;
पच्चक्खाण फासिअं, पालिअं, सोहिअं, तिरिअं, किट्टि आराहिअं जं च न आराहि तस्स मिच्छा मि दुक्कडं ।। સંસ્કૃત છાયા :
उद्गते सूर्य नमस्कारसहितं पौरुषीं, सार्धपौरुषीं, पूर्वाधर्म, अपार्धम्, (ग्रन्थिसहितम्) मुष्टि सहितं पच्चक्खाण कृतं चतुर्विधम् अपि आहारम् ।
आचामाम्लम्, निर्विकृतिकम्, एकस्थानम्, एकाशनम्, द्वयशनम् पच्चक्खाण कृतं त्रिविधाहारं
पच्चक्खाण स्पर्शितम्, पालितं, शोधितं, तीरितं, कीर्तितं, आराधितं यच्च नाराधितम् तस्य मिथ्या मे दुष्कृतम् । શબ્દાર્થ:
સૂર્ય ઉગ્યા પછી બે ઘડી પોરસી-એકપ્રહર, સાઢ પોરસી-દોઢ (૧૧) પ્રહર, પુરિમુઢ-દિવસના પ્રથમ અર્ધ ભાગ તથા અવઢ-દિવસના છેલ્લા અર્ધભાગના અર્ધભાગ સુધી મૂઠીવાળી નવકાર ન ગણું ત્યાં સુધી“ મેં ચારે આહારના ત્યાગનું પચ્ચખાણ કર્યું હતું તથા આયંબિલ નિવી એકલઠાણું, એકાસણ, બિયાસણાનું પચ્ચક્ખાણ મેં ત્રણ પ્રકારના આહારના ત્યાગ પૂર્વક કર્યું હતું,
કરેલા આ પચ્ચકખાણને મેં સ્પેશ્ય છે, પાળ્યું છે, શોભાવ્યું છે, પાર્યું છે, વારંવાર યાદ કર્યું છે, (આ રીતે મેં પચ્ચકખાણને) આરાધ્યું છે. (આ શુદ્ધિઓનું ધ્યાન રાખવા છતાં) જે ન આરાધ્યું હોય તે સંબંધી મારું દુષ્કૃત (પાપ) નાશ પામો. : "
3. પ્રત્યાખ્યાનનો અવસ્થાન કાલ ઓછામાં ઓછો બે ઘડી સુધીનો હોય છે. 4. “મૂઠી સહિત' નામનું પ્રત્યાખ્યાન જ્યારે પારવું હોય ત્યારે એક આસને બેસીને હાથની મૂઠી
વાળીને એક અથવા ત્રણ વાર નવકારમંત્રનો પાઠ બોલવામાં આવે છે. 5. “અંબિલ, નીરસલ, દુષ્પાય, ધાતુશોષણ. કામબ, મંગલ, શીત' એ આયંબિલના એકાર્થી
શબ્દો છે. તેમાં લૂખું-સૂકું ભોજન જમવાનું હોય છે. 6. આ પ્રત્યાખ્યાનમાં ઘી વગેરે છ વિગઇ-વિકૃતિઓનો ત્યાગ કરવામાં આવે છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૪
મૂલ સૂત્ર ઃ
સૂત્ર સંવેદના-૬
૨. તિવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ પારવાનું-સૂત્ર.
सूरे उग्गए अब्भत्तठ्ठे पच्चक्खाण कर्तुं तिविहार; पोरिसिं साडपोरिसिं पुरिमुड्ड अवड्ड मुट्ठिसहिअं पच्चक्खाण कर्तुं पाणहारः पच्चक्खाण फासिअं पालिअं सोहिअं तिरिअं किट्टिअं आराहिअं जं च न आराहिअं तस्स मिच्छा मि તુતું.
સંસ્કૃત છાયા :
उद्गते सूर्ये अभक्तार्थम् प्रत्याख्यानम् कृतं त्रिविधाहारं; पौरुष, सार्धपौरुषी, पूर्वार्धम्, अपरार्धम्, मुष्टीसहितं प्रत्याख्यानम् कृतं पाणीयाहारं; प्रत्याख्यानम् स्पर्शितं, पालितं शोधितं, तीरितं, कीर्तितं, आराधितं; यच्च नाराधितं तस्य मिथ्या मे दुष्कृतम् ।
શબ્દાર્થ :
સૂર્યોદયથી પ્રારંભી મેં ત્રણ પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કર્યુ હતું; તેમાં પોરસી, સાઢપોરસી, પુરિમુદ્ઘ, અવઝુ સુધી મૂઠીવાળી ત્રણ નવકાર ન ગણું ત્યાં સુધી પાણીરૂપ આહારનો પણ મેં ત્યાગ કર્યો હતો;
આ પચ્ચક્ખાણને મેં સ્પર્શ્વ છે, પાળ્યું છે, શોભાવ્યું છે, પાર્યું છે, વારંવાર યાદ કર્યું છે, (આ રીતે મેં પચ્ચક્ખાણને) આરાધ્યું છે, (આ શુદ્ધિઓનું ધ્યાન રાખવા છતાં) મેં જે (શુદ્ધિને) ન આરાધી હોય તે સંબંધી મારું દુષ્કૃત (પાપ) નાશ પામો. વિશેષાર્થ :
કર્મના આશ્રવને બંધ ક૨વો એ પચ્ચક્ખાણનો મુખ્ય આશય છે. આ આશય ત્યારે સિદ્ધ થાય કે, જ્યારે પચ્ચક્ખાણ છ શુદ્ધિપૂર્વક કરાયું હોય. જ્યારે પચ્ચક્ખાણની સમય મર્યાદા પૂર્ણ થાય ત્યારે સાધક આ શુદ્ધિઓને યાદ કરી તે મુજબ પચ્ચક્ખાણની આરાધના થઈ છે તેવું જણાવે છે અને તેમાં જે પણ કોઈ સ્ખલના થઈ હોય તેનું ‘મિચ્છા મિ દુક્કડં’ આપે છે.
સૌ પ્રથમ તે જણાવે છે કે, ‘મેં સૂર્યોદયથી માંડીને નવકારશી આદિના સમય સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો હતો અને સાથે સાથે એકાસણા આદિના
Page #248
--------------------------------------------------------------------------
________________
પચ્ચખાણ પારવાના સૂત્રો
૨૩૫
પચ્ચક્ઝાણમાં ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કર્યો હતો. આ પચ્ચક્કાણ મેં નીચે જણાવેલી છે શુદ્ધિપૂર્વક આરાધ્યું છે.
૧. પતિ - મેં આ પચ્ચખાણ સૂર્યોદય પૂર્વે ગ્રહણ કર્યુ હતું. ગ્રહણ કરતા મેં પચ્ચખાણના એક એક શબ્દો અર્થની વિચારણા સાથે ઉપયોગ પૂર્વક સાંભળ્યા હતા. તેને અનુસાર પાલન કરવાનો દઢ સંકલ્પ પણ કર્યો હતો, આ રીતે મને પચ્ચકખાણનો ભાવ સ્પર્યો છે.
૨. પા0િ - પચ્ચખાણનો સ્વીકાર કર્યા પછી પુનઃ પુનઃ મેં તેનું સ્મરણ કર્યું છે. માત્ર સ્મરણ નહિ; પરંતુ આહાર સંજ્ઞાને તોડવાનો જે મારો ઉદ્દેશ હતો તે ઉદ્દેશને અનુસાર પચ્ચકખાણના સમય સુધી મેં યત્ન પણ કર્યો છે. આ રીતે મેં પચ્ચકખાણનું પાલન કર્યું છે.
૩. સોદિર - પચ્ચખાણ પરવા પૂર્વે મેં મારા પૂજ્યવર્ગની આહારાદિથી ભક્તિ કરી છે. તથા આશ્રિતજનોને આહાર આદિ મળ્યા કે નહિ તેની સારસંભાળ પણ લીધી છે આ રીતે મેં મારા પચ્ચખાણને શોભાવ્યું છે. (ઔચિત્યના પાલનથી વ્રત શોભે છે). (સાધુ પણ જ્યારે પોતાના માટે લાવેલ આહારમાંથી ગુવંદિવર્ગની ભક્તિ કરી પછી શેષ રહેલા આહાર દ્વારા જ પોતાનો નિર્વાહ કરે ત્યારે તેણે પોતાના પચ્ચકખાણને શોભાવ્યું કહેવાય).
૪. તિરિH - પચ્ચખાણનો સમય પૂર્ણ થતાં અધીરા થઈ મેં તુરંત જ પચ્ચકખાણ પાર્યું નથી, પરંતુ પચ્ચકખાણનો સમય પૂરો થયા પછી પણ મેં ધીરજ રાખી સમય પસાર કર્યો હતો. આ રીતે મેં પચ્ચખાણ પાર્યું છે
૫. વિદિi - ભોજન કરતાં પૂર્વે પણ “મેં અમુક પચ્ચકખાણ કર્યું છે અને તે હવે યોગ્ય રીતે પૂર્ણ થયું છે તે વાતનું બરાબર સ્મરણ-કીર્તન કરી પછી જ ભોજન કરીશ. તેવું સ્મરણ કરીને મેં મારું પચ્ચકખાણ વારંવાર યાદ કર્યુ છે.
૬. સારહિ - ઉપરની સર્વ શુદ્ધિપૂર્વક મેં પચ્ચખાણ આરાધ્યું છે, આ રીતે આરાધી મેં પ્રભુ આજ્ઞાનું યોગ્ય પાલન કર્યું છે. મારી આહારસંજ્ઞાને તોડવા યત્ન કર્યો છે. કર્મના આશ્રવને અટકાવવા સઘન પ્રયાસ કર્યો છે. આ રીતે મેં પચ્ચખાણની આરાધના કરી છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૬
સૂત્ર સંવેદના-૬
ર ર ગારદિયું તરસ મિચ્છા મિ . અને ઉપર જણાવ્યા પ્રમાણે જો છ શુદ્ધિપૂર્વક પચ્ચખાણ ન આરાધ્યું હોય તો તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
છેલ્લે સાધક જણાવે છે કે, “હે ભગવંત મેં છએ શુદ્ધિઓ જાળવવા પ્રયત્ન કર્યો છે; પરંતુ મારાથી તે શુદ્ધિઓ સારી રીતે જળવાઈ ન હોય. પ્રમાદને વશ થઈ કષાયોને આધીન થઈ, મારાથી ક્યાંક કચાશ રહી હોય, મન-વચન કાયાથી ક્યાંક દોષોનું આસેવન થયું હોય તો, હે ભગવંત ! આ મેં ખોટું કર્યું છે. તેની આપની સમક્ષ નિંદા કરું છું, ગઈ કરું છું અને મારા આ પાપ મિથ્યા થાઓ તેવી ભાવના ભાવું છું.'
આ રીતે પચ્ચખાણ પારવાની ક્રિયા તે જ સાધક કરી શકે જેને ઉપયોગ પૂર્વક પચ્ચકખાણ લીધું હોય અને વિધિવતું તેનું પાલન કર્યું હોય. બાકી ગતાનુગતિક રીતે કે ઉપયોગ વિના પચ્ચકખાણ કરનાર સાધક સાચા અર્થમાં પચ્ચકખાણ લેતો પણ નથી અને તેને પૂર્ણ પણ કરતો નથી. આવા લોકોને પચ્ચક્ખાણનું ફળ પણ મળતું નથી.
Page #250
--------------------------------------------------------------------------
________________ ઔષધના જ્ઞાન માત્રથી રોગ નાશ નથી પામતો પરંતુ ઔષધનું સેવન પણ આવશ્યક હોય છે. તેમ જ્ઞાન માત્રથી પરિણતિ પલટાતી નથી પણ ગણધર ભગવંતોએ બનાવેલા સૂત્રના માધ્યમે જ્ઞાનાનુસાર થતી ક્રિયા જ મોક્ષને અનુકૂળ પરિણતિ કેળવવાનો સચોટ ઉપાય બને છે. તે સૂત્રો શબ્દોમાં હોય છે અને શબ્દો અક્ષરોના બનેલા હોય છે. અક્ષરમાં અનંત શક્તિ રહેલી હોય છે. પણ તેને આપણે જગાડવાની હોય છે અને તે જગાડવા માટે આપણે સૂત્રોમાં પ્રાણ પૂરવા પડે છે. આ પ્રાણ ફૂંકવાની ક્રિયા એટલે સૂત્રનું સંવેદન. સૂત્રનું જ્યારે આપણને સંવેદન થાય છે, ત્યારે સૂત્ર સજીવન બની જાય છે અને ત્યાર પછી તેમાંથી અનર્ગળ શક્તિ બહાર પડે છે જે આપણામાં રહેલાં અનંતા કર્મોનો ક્ષય કરવા માટે એક યજ્ઞ સમાન બની રહે છે. અનંત ગમ પર્યાયથી યુક્ત આ સૂત્રોના અર્થનું સંકલન કરવું એટલે એક ફુલદાનમાં ફુલો ગોઠવીને બાગનો પરિચય આપવા જેવી વાત છે. આથી જ સૂત્રોના સર્વ અર્થને સમજાવવાનું ભગીરથ કાર્ય તો પૂર્વના મહાબુદ્ધિમાન અનુભવી પુરુષો જ કરી શકે. તો પણ સ્વપરિણતિને નિર્મળ બનાવવાના ઉદ્દેશથી શરુ કરેલ આ લખાણમાં આજના સામાન્ય બૌદ્ધ જીવો ક્રિયા કરતાં યાદ કરી શકે તેટલો અર્થ સંકલિત છે. સૂત્રાર્થ વિષયક લખાયેલ આ પુસ્તક નવલકથાની જેમ વાંચવાનું પુસ્તક નથી કે નથી અભ્યાસ કરવાનું માધ્યમ, પરંતુ પરિણતિને પલટાવવાના પ્રયાસના કઠિન માર્ગનો એક દીવો છે.... Sarmarg - 079-25352072