________________
પ૩
પૌષધ લેવાનું સૂત્ર
થઈ હોય તેનું આલોચન કરી, ઇરિયાવહી પ્રતિક્રમણ કરી, ગમણાગમણે આલોવી, કાજો લઈ જગ્યા તથા પોતાના અંગોને પૂંજી પ્રમાજી કટાસણા ઉપર બેસે. ત્યારપછી જમવાના વાસણોનું પડિલેહણ કરે અને ભોજન પીરસાય ત્યારે નવકાર મંત્રનું સ્મરણ કરી, મારે શું પચ્ચખ્ખાણ છે ? શેનો ત્યાગ છે? આહાર શા માટે કરું છું ? વગેરેની વિચારણા કરી ભોજન કરે.
સાધુની જેમ પૌષધધારી શ્રાવક પણ આહાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરી માત્ર શરીર નિર્વાહ માટે જ આહાર ગ્રહણ કરે. જમતી વખતે તે મુખથી સુસવાટા કે અન્ય કોઈ અવાજ ન કરે, સબડકા ન લે, ચપચપ જીવાનો કે હોઠનો અવાજ ન કરે, જમવામાં ઉતાવળ કે અતિ વિલંબ ન કરે, એંઠા મોઢે બોલે નહિ, જમતાં છાંટો કે અન્નનો દાણો ઢોળાય નહીં તેની કાળજી રાખે, મન-વચન અને કાયગુપ્તિથી ગુપ્ત રહે. શરીરનો નિર્વાહ પણ થાય અને ઉણોદરી આદિ તપ પણ જળવાય તેટલો જ આહાર કરે; પરંતુ પૌષધના અન્ય યોગો સદાય કે પ્રમાદાધીન થઈ જવાય તેવો અતિ સ્નેહાળ કે અતિ માત્રામાં આહાર ન લે તથા કેળા કે લીંબુ સહિત કોઈપણ લીલોતરીનો ઉપયોગ ન કરે અને છેલ્લે થાળી આદિને ધોઈ તથા લૂછીને અત્યંત સ્વચ્છ કરી, અચિત્ત જળથી મુખ વગેરેની શુદ્ધિ કરી, નવકારમંત્રનું સ્મરણ કરી, તિવિહાર આદિ પચ્ચખ્ખાણ કરીને ઊઠે. વંદિત્તાસૂત્રની ચૂર્ણિમાં દેશથી આહારપૌષધ દરમ્યાન આહાર ગ્રહણ કરવાની આ વિધિ બતાવી છે. આહારત્યાગની પ્રતિજ્ઞા કરતો શ્રાવક સંકલ્પ કરે કે,
“હે ભગવંત ! આજે હું અકાહારી પદ પ્રાપ્ત કરવા અને અનાદિકાળથી મને પીડા ઉપજાવતી આહાર સંજ્ઞાને તોડવા શકય તેટલો આહારનો ત્યાગ કરું છું. શક્તિ ન પહોંચે અને એકવાર માટે આહાર લેવો પડશે ત્યારે પણ હું ધ્યાન રાખીશ કે આહાર કરતાં ક્યાંય મારી તેના પ્રત્યેની આસક્તિ કે શરીર પ્રત્યેની મમતા યોજાઈ ન જાય. પરંતુ એક માત્ર સંયમભાવની પુષ્ટિ કરવાનું મારું લક્ષ્ય જીવંત રહે. હે પ્રભુ ! મારો આ
સંકલ્યને સફળ કરવાનું બળ આપજો.” શરીર-સવાર-પોસહં સવ્યો – (હું) સર્વથી શરીરસત્કારત્યાગપૌષધ (સ્વીકારું છું).
શરીરને પંપાળવા કે તેને સજાવવા જે જે ક્રિયા કરાય તે સર્વને શરીર સત્કાર કહેવાય છે. તેથી સ્નાન કરવું, તેલાદિનું મર્દન કરવું, વિલેપન કરવું, વસ્ત્ર