________________
પર
સૂત્ર સંવેદના-૬
સ્વીકારાય છે. તેથી અત્યારે પૂર્વાચાર્યોની પરંપરાથી સામાચારીનો ભેદ હોવાને કારણે માત્ર આહાર પૌષધ જ દેશથી કે સર્વથી એમ ઉભય સ્વરૂપે સ્વીકારાય છે. કારણ કે નિરવઘ (અચિત્ત) આહાર વાપરવાથી સામાયિકમાં બાધ આવતો નથી. બાકીના ત્રણેય પૌષધો દેશથી સ્વીકારાય તો પ્રાય: સામાયિકની પ્રતિજ્ઞાનો વિરોધ થાય. કારણ કે, સામાયિકમાં સર્વ પાપ વ્યાપારના ત્યાગનું પચ્ચખાણ કરવામાં આવે છે અને જો દેશથી બાકીના ત્રણ પૌષધ સ્વીકારાય તો તેટલા પ્રમાણમાં પાપ વ્યાપારની છૂટ રહે છે.
જિજ્ઞાસા જો અચિત્ત-નિરવદ્ય આહારની જેમ નિરવદ્ય ચીજોથી શરીર સત્કાર કરવામાં આવે તો પાપવ્યાપારનો પ્રશ્ન ક્યાંથી આવે ?
તૃપ્તિ ઃ વાત સાચી છે તેમાં હિંસાકૃત પાપવ્યાપાર નથી; પરંતુ તેમ કરવામાં લોભ, રાગ આદિનું નિમિત્ત તો બનાય જ છે માટે સામાયિકમાં તે સર્વેનો નિષેધ છે.
આહાર માટે તો દેશથી પણ છૂટ (અનુજ્ઞા) આપવાનું કારણ એ છે કે, આહાર વિના શક્તિના અભાવે પૌષધધારી શ્રાવક સારી રીતે ક્રિયાઓ નહીં કરી શકે. તેથી સાધુની જેમ નિર્બળ શ્રાવક પણ અન્ય ક્રિયાઓમાં સારું વીર્ય ફોરવી શકે તે માટે તેને આહારની અનુમતિ આપી છે.
જે શ્રાવક દેશથી આહારપૌષધ સ્વીકારે છે તે પણ વર્તમાનકાળમાં મુખ્યપણે પુરિમુઢ, તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવિ કે એકાસણું જ કરે છે. તેમાં બેસણા આદિનો વ્યવહાર નથી.
વળી, સાધુ જેમ અચિત્ત આહાર જ કરે તેમ શ્રાવક અચિત્ત જ વાપરે; પરંતુ તેના માટે બનાવેલું હોય તો પણ પૌષધવ્રતવાળો શ્રાવક તે લઈ શકે છે.'
પૌષધ કરનાર શ્રાવક સમજે છે કે, “આહાર કરવો તે મારો ધર્મ નથી. આત્માનો સ્વભાવ અણાહારીભાવ છે. તોપણ જ્યાં સુધી શરીરને ટકાવવા માટે આહાર આદિની જરૂર પડે, ત્યારે જરૂરી અન્ન-પાણી લેતાં ક્યાંય આહાર સંજ્ઞાને સ્થાન ન મળે તે માટે મારે સાવધ રહેવાની જરૂર છે, આ સાવધાનીપૂર્વક એકવાર આહાર લેવાની જરૂર પડે ત્યારે દેશથી આહારપૌષધ કરનાર શ્રાવક ગુરુભગવંતની સમક્ષ પચ્ચખ્ખાણ પારી, ભાઈઓ પોતાના વસ્ત્રોનું પરિવર્તન કરી, મકાનથી નીકળતાં “આવસહિ' કહી, ઇર્યાસમિતિ પાળતો પોતાના ઘરે અથવા
જ્યાં જમવાનું હોય ત્યાં જાય. ત્યાં પહોંચતા “જયણા મંગલ' બોલે અને જ્યારે યજમાન પધારો કહે ત્યારે ઘરમાં પ્રવેશ કરે ત્યાં સુધી રસ્તામાં જે કોઈ વિરાધના 7. ધર્મસંગ્રહ, નિશીથ ભાષ્ય - દિ8 Tv તો મુંને - નં ર દિ તે ડસમાગો વિ મુંને.