________________
પૌષધ લેવાનું સૂત્ર
જ શ્રાવક પણ પૌષધના કાળ દરમ્યાન પૌષધના ઉપકરણો સિવાય અન્ય વસ્તુઓ પ્રત્યે નિરપેક્ષ રહેવા યત્ન કરે છે. અને તેમાં જરૂરી સામગ્રીનો પણ જયણાપૂર્વક ઉપયોગ કરે છે.
૫૧
પૌષધ સ્વીકાર્યા પછી પૂર્વે જણાવ્યું તેમ શ્રાવક ગુરુને પરતંત્ર બની દરેક કાર્યો ગુરુભગવંતની આજ્ઞા અનુસાર કરે. પૌષધના કાળ દરમ્યાન ક્યાંય પ્રમાદ આદિ ન પોષાય અને પોતાના લક્ષ્ય સાથેનું જોડાણ અકબંધ રહે તે માટે શ્રાવક સતત શાસ્ત્રને વાંચવામાં, ભણવામાં, તેનું પુનરાવર્તન કરવામાં લીન રહે અથવા સાધુઓના જીવન તથા, તેમના આચાર-વિચાર જોઈ ચિંતન કરે કે, ‘સાચે, હું તો મંદભાગી છું કે આવું સુંદર સાધુજીવન સ્વીકારી શકતો નથી. ક્યારે મારામાં સંયમ સ્વીકારવાનું સામર્થ્ય આવશે ? ખરેખર આ સાધુઓ ધન્ય છે. કૃતકૃત્ય છે - પૂજ્ય છે.’
આવા ચિંતનપૂર્વક જો પૌષધ સ્વીકારવામાં આવે અને સ્વીકાર્યા પછી તેની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક આચાર શાસ્ત્રોક્ત રીતે, અર્થના અનુસંધાનપૂર્વક અને સત્સાધુ જેવી નિર્મળ, નિર્લેપ અને નિ:સ્પૃહ વૃત્તિ કેળવવાના લક્ષ્યને અનુરૂપ કરવામાં આવે તો અવશ્ય પૌષધમાં શ્રાવક સાધુ જેવા સુખનો આંશિક અનુભવ કરી શકે.
પૌષધના ૧, આહારત્યાગ ૨. શરીર સત્કારનો ત્યાગ ૩. બ્રહ્મચર્ય અને ૪. કુવ્યાપારનો ત્યાગ : એમ ચાર પ્રકાર છે. તે પ્રત્યેકના પાછા દેશથી અને સર્વથી એમ બબ્બે પ્રકારો પડે છે. હવે ક્રમસર તે દરેકની પ્રતિજ્ઞા દર્શાવે છે.
આહાર-પોત, દેશો-સત્વો - (તેમાં હું) આહારપૌષધ દેશથી કે સર્વથી (કરું છું.)
આહાર ચાર પ્રકારનો હોય છે : અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચારે પ્રકારના આહારનો આખા દિવસ અને રાત્રિ માટે સંપૂર્ણ ત્યાગરૂપ ચોવિહાર ઉપવાસ કરવો; તેને સર્વથી આહાર-ત્યાગ-પૌષધ કહેવાય છે. તો વળી પાણી સિવાયના ત્રણ આહારના ત્યાગરૂપ તિવિહાર ઉપવાસ કરવો, કાચી કે પાકી વિગઈના ત્યાગરૂપ નિવિ અથવા સર્વ વિગઈઓના ત્યાગરૂપ આયંબિલ કરવું, અથવા તો એક વખતથી વધારે વાર જમવું નહિ એવા નિયમરૂપ એકાસણ કરવું, તેને દેશથી આહાર-ત્યાગ-પૌષધ કહ્યો છે.
વર્તમાનકાળમાં પૌષધની પ્રતિજ્ઞાની સાથે જ સામાયિકની પ્રતિજ્ઞા પણ
5. શ્રાવકને જેવો પૌષધ કરવો હોય તેવી તે ધારણા કરે છે.
6. અશન એટલે રોટલી, દાળ ભાત, મિઠાઈ આદિ આહાર, પાન એટલે પાણી, ખાદિમ એટલે ફળ, શેરડી વગેરે અને સ્વાદિમ એટલે એલચી, સોપારી આદિ મુખવાસ
-