________________
૫૦
સૂત્ર સંવેદના-૬
વિચારીએ તો “જે ક્રિયા ધર્મની પુષ્ટિ કરે તેને પૌષધ કહેવાય છે. તેમાં ધર્મ એટલે સ્વભાવ, તેથી જ્ઞાન દર્શન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સંતોષ, સમતા આદિમય જે આત્માનો સ્વભાવ છે, તે જ વાસ્તવમાં ધર્મ છે. આવા આત્મસ્વભાવનું જે પોષણ કરે તેને પૌષધ કહેવાય છે.
આ જ્ઞાનાદિ ગુણરૂપ આત્માનો સ્વભાવ જ સુખમય-આનંદમય છે. તેને પ્રગટ કરવાનું સાધન ધર્મ છે. સાધક ધર્મના માર્ગે જેટલો આગળ વધે છે તેટલા અંશમાં તે આ સુખનું સંવેદન કરી શકે છે. આમ છતાં અનાદિકાળથી મિત્રની જેમ સાથે રહેનારી ઇન્દ્રિયો પોતાને અનુકુળ કે પ્રતિકુળ વિષયો મળતાં મનને ચંચળ બનાવી દે છે. પરિણામે તે પોતીકું અને સ્વાધીન એવું આત્માનું સુખ ભૂલી, પરાધીન એવા બાહ્ય વિષયોથી સુખ મેળવવાની વ્યર્થ મહેનત કરી, કર્મનો બંધ કરી દુ:ખનું ભાજન બને છે. '
આ અનર્થથી બચવા જ પ્રભુએ શ્રાવક માટે આ પૌષધવ્રતનું વિધાન કર્યું છે. આ વ્રતને સ્વીકારી શ્રાવક આવા નિમિત્તોથી પર થઈ, સ્વાધ્યાય આદિ શુભાનુષ્ઠાનોનો સહારો લઈ આત્મભાવમાં ઠરવા સારી રીતે યત્ન કરે છે. આત્મા ભાવમાં ઠરવાના યત્નરૂપ આ પૌષધ વ્રતને પૌષધોપવાસ+ વ્રત પણ કહેવાય છે.
ગુરુભગવંત ગામમાં હોય તો શ્રાવક તેમની પાસે જઈને આ વ્રતનો સ્વીકાર કરે છે. તે ન હોય તો જિનમંદિરના રંગમંડપમાં અથવા ઘરમાં રહેલી પૌષધશાળામાં પણ પૌષધનો સ્વીકાર કરે છે. તે પૂર્વે સાધક શરીર ઉપરના અલંકારો, પુષ્પો આદિનો ત્યાગ કરે છે અને પૌષધને યોગ્ય સામગ્રીઓ (ધોતી, ખેસ, કટાસણું, ચરવળો, મુહપત્તિ, કંદોરો, કામળી, સંથારીયું, ઉત્તરપટ્ટો, દંડાસન, માત્રા માટેની કુંડી, પ્રમાર્જન માટેની પૂંજણી) એકઠી કરે છે. કુંડી તથા માત્ર આદિ પરઠવવાની જગ્યા પ્રથમથી જ જોઈ રાખે છે, જેથી પછી જીવ વિરાધનાનો પ્રશ્ન ન આવે.
આ વ્રત સ્વીકારવા પાછળ શ્રાવકનો મુખ્ય ઉદ્દેશ મુનિભગવંત જેવું જીવન જીવી તેમના જેવી ક્ષમાદિગુણપ્રધાન ચિત્તવૃત્તિનું નિર્માણ કરવાનો છે. આથી
2. પુષ્ટિ ઇત્તે ધર્મસ્ય તિ પોષવ: | 3. વત્યુસંહાવો થમો. 4. ઉપ = નજીકમાં, વાસ = વસવું. આત્માની પાસે વસવું તેને ઉપવાસ કહેવાય છે. તેથી ઉપવાસ
સાથે કરેલ પૌષધને તો પૌષધોપવાસ કહેવાય છે પરંતુ ઉપવાસ ન કર્યો હોય તો પણ પૌષધને પૌષધોપવાસવ્રત કહી શકાય છે.
- યોગશાસ્ત્ર ગા. ૮૫, ધર્મસંગ્રહ ગા-૩૯, ધર્મબિન્દુ