________________
પૌષધ લેવાનું સૂત્ર
૪૯
ब्रह्मचर्य पौषधं सर्वतः अव्यापार पौषधं सर्वतः चतुर्विधे पौषधे तिष्ठामि । यावद् दिवसं (यावद् अहोरात्रं) पर्युपासे, द्विविधं त्रिविधेन, मनसा वाचा कायेन न करोमि, न कारयामि । तस्य भदन्त ! प्रतिक्रामामि, निन्दामि, गर्हे आत्मानम् व्युत्सृजामि ।। શબ્દાર્થ :
હે પૂજ્ય ! હું પૌષધ કરું છું તેમાં “આહાર પૌષધ' દેશથી કે સર્વથી કરું છું. શરીર સત્કાર પૌષધ સર્વથી કરું છું. બ્રહ્મચર્ય પૌષધ સર્વથી કરું છું અને અવ્યાપાર પૌષધ પણ સર્વથી કરું છું. આ રીતે ચાર પ્રકારના પૌષધમાં સ્થિર થાઉં છું. દિવસ કે અહોરાત્ર પર્યત હું પ્રતિજ્ઞાને એવું ત્યાં સુધી મન વચન અને કાયા વડે સાવદ્ય પ્રવૃત્તિ કરીશ નહિ કે કરાવીશ નહિ. હે ભગવંત ! અત્યાર સુધી તે પ્રકારની જે કાંઈ અશુભ પ્રવૃત્તિ થઈ હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે અશુભ પ્રવૃત્તિઓને હું ખોટી ગણું છું (eતેની નિંદા કરું છું.) તે બાબતનો આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું (= તેની ગહ કરું છું.)*અને હવે અશુભ પ્રવૃત્તિ કરનાર મારા આત્માનો હું ત્યાગ કરું છું.
વિશેષાર્થ
મિ ભંતે ! પોસ૬ - હે ભગવન! પૌષધ કરું છું. પૌષધની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરતી વખતે સાધક સૌ પ્રથમ મન્ત શબ્દ દ્વારા ગુરુભગવંતને સંબોધી જણાવે છે કે, “હે ભગવંત ! હું પૌષધવ્રત ગ્રહણ કરું છું. આવા સંબોધનથી સાધકમાં ગુરુભગવંત પ્રત્યે પરતંત્રતાનો પરિણામ પ્રગટે છે અને પ્રગટેલો હોય તો દઢ થાય છે. આવું કહેવા દ્વારા સાધક સૂચિત કરે છે કે, “હે ભગવાન ! હવે આપ કહેશો તે પ્રમાણે જ પૌષધ કરવા હું કટિબદ્ધ બન્યો છું.” ‘ભન્ત” શબ્દ જેમ ગુરુભગવંતનું સંબોધન છે તેમ પરમાત્માનું અને પોતાના શુદ્ધ આત્માનું પણ સંબોધન છે.'
પૌષધ' શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને વિચારણા કરીએ તો ભવરોગને દૂર કરનારું પ્રકૃષ્ટ ઔષધ એટલે પૌષધ અને યોગશાસ્ત્ર આદિ ગ્રંથોના શબ્દોથી - 1. મત્તે ના વિવિધ અર્થો માટે સૂત્ર સંવેદના ભાગ-૧ માં કરેમિ ભંતે સૂત્ર જોવું.