________________
૫૪
સૂત્ર સંવેદના-૬
અલંકારથી શ૨ી૨ને સુશોભિત કરવું, વાળ ઓળવા, હાથ-પગ ધોવા, અત્તરપર્ફ્યુમ આદિથી શરીરને સુગંધિત કરવું, ક્રીમ-તેલ આદિનો ઉપયોગ કરવો, પીઠી ચોળવી, મેંદી કે અન્ય કોઈ રંગો લગાવવા વગેરે સર્વે ક્રિયાઓ શરી૨સત્કાર સ્વરૂપ છે. તેનો સર્વથા ત્યાગ કરવો તે ‘શરીરસત્કારપૌષધ' છે.
પૌષધ કરનાર સાધક સમજે છે કે, આત્મા ચેતનવંતો છે, શરીર જડ છે. બન્ને એકબીજાથી ભિન્ન છે છતાં અનાદિકાળથી જીવને એવો ભ્રમ થઈ ગયો છે કે, “હું જ શરીર છું.” તેથી તે આત્માના હિત પ્રત્યે બેદરકાર બની માત્ર શરીરને અનુકૂળતા કેવી રીતે મળે, તેને સુખ કેવી રીતે ઉપજે એની ચિંતામાં વ્યસ્ત રહે છે. શરીર નશ્વર છે, અશુચિનું સ્થાન છે તેથી તેને સાચવવાની સઘળી મહેનત લગભગ નિષ્ફળ જાય છે. કદાચ થોડી ક્ષણો શરી૨ સાજું કે સારું લાગે, પણ તે પછી તો તે પાછું પોતાના સ્વભાવ પ્રમાણે અશુચિમય બની જ જાય છે.
પૌષધ કરનાર સાધક આ તત્ત્વને સારી રીતે જાણતો હોય છે. છતાં શરીર પ્રત્યેની મમતાને કારણે તે તેની સુખચિંતાથી સર્વદા મુક્ત થઈ શકતો નથી; પોતાની આ શરીર પ્રત્યેની મમતાને તોડવા જ શ્રાવક પૌષધ દરમ્યાન શરીરનો સત્કાર કરવાનો ત્યાગ કરી દેહની મમતા અને દેહાધ્યાસને (હું શરીર છું એવી બુદ્ધિને) તોડવા પ્રયત્ન કરે છે. જ્યારે આંશિક પણ દેહાધ્યાસ ટળે છે, ત્યારે જ સાધક આત્મિક સંપત્તિનો કાંઈક અનુભવ કરી સ્વભાવનું સુખ પામવા મહેનત કરી શકે છે.
પૂર્વે આહારપૌષધની જેમ શરીરસત્કારપૌષધ પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે થતાં હતા. તેમાં શરીર સત્કારમાં અમુક છૂટ રાખી બાકીનો ત્યાગ ક૨વો, તેને દેશથી શરીર સત્કારત્યાગ-પૌષધ કહેવાય અને સર્વથા સર્વ પ્રકારના શરીરસત્કારને તજવો તેને સર્વથી શરીરસત્કારત્યાગ પૌષધ કહેવાય છે. વર્તમાનમાં તો આ પૌષધ સર્વથી જ સ્વીકારાય છે.
શરીરસત્કારને ત્યાગવાની પ્રતિજ્ઞા કરતો શ્રાવક સંકલ્પ કરે કે,
“હે ભગવંત ! આજના દિવસમાં હું શરીરની કોઈ આળપંપાળ નહિ કરું. શરીરની અન્ય કોઈ ક્રિયા કરવી પડશે તોપણ તેની મમતાને મારવા કરીશ; પરંતુ શરીર પ્રત્યેનો સ્નેહ વથી જાય તેવું હું કાંઈ નહિ કરું, પ્રભુ ! મારો સંકલ્પ સફળ થાય તેવું બળ આપજો”
જિજ્ઞાસા : પૌષધ ઉચ્ચરતા પહેલા તો શરીર સત્કારનો ત્યાગ નથી હોતો
તો ત્યારે શ્રાવક સ્નાન કરી પછી પૌષધ ઉચ્ચરી શકે ?