________________
પૌષધ લેવાનું સૂત્ર
પપ
તૃપ્તિઃ ના. કારણ કે, મૂળ માર્ગે પૌષધ સૂર્યોદય પૂર્વે જ લેવાનો હોય છે અને સ્નાન સૂર્યોદય પૂર્વે ન થઈ શકે અને વળી, સ્નાન કરતાં શરીરની મમતા તોડવાનું લક્ષ્ય જળવાતું નથી. સવારના સ્નાન કરવાથી દેહને પંપાળવાની વૃત્તિ પોષાય જ છે. માટે સ્નાન કરી પૌષધ ન લેવાય. વિંમર-પસદં સત્ર - (હું) સર્વથી બ્રહ્મચર્ય પૌષધ કરું છું.)
આહારસંજ્ઞાની જેમ અનાદિકાળથી જીવને વિષયોને ભોગવવાની ઇચ્છારૂપ મૈથુન સંજ્ઞા પણ વ્યથિત કરે છે. મુખ્યપણે મૈથુનની ઇચ્છા વિજાતીય સાથે ભોગ ભોગવવાની ઇચ્છારૂપ હોય છે. તેથી વ્યવહારનયથી વિજાતીય સાથે સંભોગના ત્યાગરૂપ બ્રહ્મચર્ય પૌષધ છે. જ્યારે નિશ્ચયનયથી તો કોઈપણ પર પદાર્થને ભોગવવાની ઇચ્છા મૈથુનસંજ્ઞારૂપ જ છે. તેથી નિશ્ચય નયના મતે તો પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ દોડતા મનને પાછું વાળી તેને આત્મભાવમાં સ્થિર કરવાના પ્રયત્નને બ્રહ્મચર્ય કહેવાય છે.
આ પૌષધનું પાલન કરતાં સાધકે એવા સંસ્કારો પાડવાના છે કે પૌષધ સિવાયના કાળમાં પણ વિષયો ભોગવવાની ઇચ્છા જ ન થાય. તે માટે તેને પૌષધ દરમ્યાન આત્મા માટે વિષયો કેટલા નુકશાનકારક છે તેનું સતત ચિંતન કરવું જોઈએ. આવા ચિંતનથી જ વિષયોના સંપૂર્ણ ત્યાગવાળું સંયમજીવન સુલભ બનશે અને તેને પાળવાનું સત્ત્વ પણ કેળવાશે.
જ્યાં શરીરને સજાવવાની વૃત્તિ કે પ્રવૃત્તિ હોય ત્યાં બ્રહ્મચર્યમાં કાંઈક ખામી છે. કારણ કે પ્રાય: કરીને શરીરને સજાવવાની વૃત્તિની પાછળ કોઈકના આકર્ષણનું કેન્દ્ર બનવાની ઇચ્છા કામ કરતી હોય છે. આવી ઇચ્છા લગભગ મૈથુનસંજ્ઞાનું ફળ હોય છે. આથી જ આ પૌષધનું નિર્દોષ પાલન કરવા શ્રાવકે પણ બ્રહ્મચર્યની નવા વાડોનું પાલન કરવાની સાથે શરીર સત્કારનો પણ ત્યાગ કરવો જોઈએ.
પૂર્વે જ્યારે સામાયિકની પ્રતિજ્ઞા વગર પણ પૌષધનો સ્વીકાર થતો હતો ત્યારે દિવસે જ મૈથુનનો ત્યાગ કરવો કે રાત્રિમાં એક યા બેથી વધારે વાર સ્ત્રી સેવનનો ત્યાગ કરવો; તેને દેશથી બ્રહ્મચર્ય પૌષધ કહેવાતો અને એક પૂર્ણ રાત્રિ-દિવસ સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું તેને સર્વથી બ્રહ્મચર્ય પૌષધ કહેવાતો અત્યારે તો સર્વથી જ બ્રહ્મચર્ય પૌષધ સ્વીકારાય છે.
બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ઉચ્ચરતા શ્રાવક સંકલ્પ કરે છે કે, 8. ત્રણ વર્યક્તિ ત ત્રીવે.બ્રહ્મચર્યની વિશેષ નોંધ માટે સૂત્ર સંવેદના ભાગ-૧ માં પંચિંદિય સૂત્ર તથા ભાગ-૪ માં વંદિતુ સૂત્રની ગાથા ૧૫ માં ચોથા વ્રતની સમજણ જોવી.