________________
૧૬૮
સૂત્ર સંવેદના-૬
અન્વય સહિત સંસ્કૃત છાયા :
यद् यद् मनसा बद्धं, यद् यद् वाचा भाषितं । यत् यत् कायेन कृतं पापम्, मिथ्या मे दुष्कृतं तस्य ।।१७।।
શબ્દાર્થ :
મન વડે (મું) જે જે (પાપ કર્મ) બાંધ્યું હોય, વચન વડે (મું) જે જે અનુચિત(પાપમય - સાવઘ) બોલ્યું હોય અને કાયા વડે (મું) જે જે (દુષ્કત) કર્યું હોય, તેનું મિચ્છા મિ દુક્કડં. વિશેષાર્થ :
મન, વચન અને કાયાનો દરેક વ્યાપાર કર્મબંધનું કારણ બને છે, માટે સાધકે સાધના કરી આ ત્રણે યોગોનો સર્વથા નિરોધ કરવો જોઈએ અને જ્યાં સુધી તે શક્ય ન બને ત્યાં સુધી તેને શુભસ્થાનમાં જોડી પાપબંધ અને કુસંસ્કારોથી બચવા પ્રયત્ન કરવો જોઈએ.
કષાયોની આધીનતા અને વિષયોની આસક્તિના કારણે સાધક પણ ક્યારેક નબળો પડી, આ ત્રણે મૂલ્યવાન યોગો ઉપરનો પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. જેનાથી તે પાપબંધ થાય તેવી પ્રવૃત્તિનો ભોગ બને છે. આથી જ અશુભ વિચારોથી કે વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓથી જે કર્મબંધ થયો હોય તે મિથ્યા થાઓ તેવી ભાવના ભાવી, સાધક સંથારા-પોરિસીની આ છેલ્લી ગાથા દ્વારા તે અશુભ પ્રવૃત્તિઓ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન કરવા “મિચ્છા મિ દુક્કડું આપે છે.
મનથી કરેલા દુષ્કૃત્યોને યાદ કરતાં તે વિચારે છે, “મહાપુણ્યના ઉદયથી મને માનવનું મન મળ્યું છે. આ મન દ્વારા હું ધારત તો છેક મોક્ષ સુધી પહોંચી શકત, પરંતુ ન કરવા યોગ્ય વિચારો કરી, મેં તેનો દુરુપયોગ કર્યો છે. વિષયોની આસક્તિથી મેં સતત વિષયોના સંકલ્પ-વિકલ્પો કર્યા છે. આર્ત અને રૌદ્ર ધ્યાનને વશ પડી મેં અનેક કુકર્મો બાંધ્યા છે. મનથી કરેલા તે સર્વ દુષ્કૃત્યોને સ્મરણમાં લાવી હું તેનું મિચ્છા મિ દુક્કડ' આપું છું
વચનના દુષ્પયોગથી બંધાયેલ કર્મોથી મુક્ત થવા સાધક વિચારે છે, “વાણી દ્વારા ઘણાનું ભલું કરવાની ક્ષમતા હોવા છતાં અજ્ઞાનને આધીન બની મેં કટુ વાણી દ્વારા ઘણાના હૈયા વિંધી નાંખ્યા છે. કર્કશ વાણીનો ઉપયોગ કરી હું ઘણાના ક્રોધમાં